અવલોકન -૪૨-પરબીડિયું

    તે દિવસે કોન્ટ્રાક્ટથી ચાલતી એક પોસ્ટ ઓફિસમાં ટપાલ નાંખવા ગયો હતો. એક ખોખામાં ઘણાં બધાં પરબીડિયાં પડેલાં હતાં. મારું પરબીડિયું  પણ મેં એમાં નાંખી દીધું. એક મિત્રનું સરનામું એની ઉપર કર્યું હતું. એ મિત્ર, એનું કુટુમ્બ, એનું ઘર, એની સાથે ગાળેલ સુખદ સમય અને ઘણી બધી યાદો – બધું જ સ્મરણપટ પર છવાઈ ગયું.

      પણ એ ખોખામાં બીજાં પરબીડિયાં પણ હતાં. જાતજાતનાં સરનામાં લખેલાં પરબીડિયાં. એમાં કોઈનો પ્રેમપત્ર હશે. કોઈના સુખદ કે દુખદ સમાચાર હશે. કોઈના ભરાયેલા બીલો હશે. કોઈના સારા પ્રસંગ માટે મોકલેલું ગિફ્ટ કાર્ડ હશે. કોઈકની નોકરી માટેની અરજી હશે. કોઈકનું રાજીનામું હશે. એમની ઉપર લખેલાં સરનામાં એમનાં લખનાર માટે વિશિષ્ઠ મહત્વ ધરાવતાં હશે. એ સરનામાં સાથે, મારી યાદોની કની અન્યની જાત જાતની અને ભાતભાતની યાદો સંકળાયેલી હશે.

     પણ ……મારે માટે ?

    એ બધાં તો માત્ર પરબીડિયાં જ હતાં. કશાય મહત્વ વગરનો એક જડ ઢગલો માત્ર જ.  પોસ્ટ ઓફિસ માટે એ એક સામાન માત્ર હતો – જેને કોઈક સરનામે પહોંચાડવાનો હતો. અને એમ પણ નહીં. એ આખો ને આખો ઢગલો ફોર્ટવર્થમાં આવેલ બલ્ક મેઈલ પ્રોસેસિંગ ફેસિલિટી સુધી જ પહોંચાડવાનો હતો !

     એમાં કોઈ લાગણી કે ભાવ ન હતો. એમને માટે એ માત્ર એક જોબ જ !

પણ મારું પરબીડિયું?
એ તો..
ભાવ અને પ્રેમથી
છલોછલ
છલકાતું હતું.

        તમે કહેશો,’ એ તો એમ જ હોય ને?’

      હા! આમ તો એમ જ છે. આપણું એ આપણું. ‘આંગળીથી નખ વેગળા એટલે વેગળા.’ એમ  જ હોય ને?

     બે પરબિડિયાં

 • સાવ અડોઅડ
 • દેખાવમાંય સાવ સરખાં
 • એક જ ઢગલાનાં ઘટકો
 • એક જ માળાનાં બે પંખી
 • એમનાં કામ પણ એક જ સરખાં

એ ઊડીને જ્યાં જશે, ત્યાં સંવેદનાઓ જગાડશે. ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ શરૂ કરશે.

———

      આપણું જીવન પણ આ પરબીડિયા જેવું જ છે ને? એનો ઢાંચો? ધડ, મસ્તક અને બે હાથ-પગ.  એનો રાહ પણ નિશ્ચિત છે – ફ્રોમ અને ટુ! પણ દરેકની અંદર કશુંક વિશિષ્ઠ પેક કરેલું છે! એનો આપણા સિવાય બીજાને કશો અર્થ નથી. અને આપણે માટે? એ તો આપણું સર્વસ્વ છે. આપણું સાવ આગવું પરબિડીયું

     બેઠકનાં મિત્રો વચ્ચે આપણે અલગતા ત્યજી, પોતીકાપણાની હરિયાળી ધરતીની સોડમ અને શીતળતા સર્જી ન શકીએ?

    બેઠક જ શા માટે? સમસ્ત માનવજાત માટે નિજી પોતીકાપણાનો ભાવ ન અનુભવી શકીએ? 

  તમે શું માનો છો?    

   આ જ ભાવનું એક કવિતડું –

હર ક્ષણે નિત નવાં દ્રશ્ય સરજે ક્ષિતિજ,
હર કદમ અવનવા રૂપ ધરતી જમીન
રંગ બદલે પળે પળ આ ઊંચું ગગન
સ્થાન બદલે ઘડી, હર ઘડી સર્વ ચર
કિંતુ આ સર્વની વચ્ચે અવિચળ છું હું.

એક સરિતા સમા ખ્યાલો, ભાવો વહે.
ભાત ઘટનાની બદલાય છે હર ક્ષણે
હાલ ને ભુત, ભાવિમાં વહે છે સમય
હું તો બાળક, યુવા, વૃદ્ધ ને શબ બનું
કિંતુ આ સર્વની વચ્ચે અવિચળ છું હું.

હર જીવિત માને છે, તે જ છે માત્ર હું
હાય! આ સૌને શાને ય સર્જ્યા છે મેં?
બનીને રહ્યો હોત જો માત્ર  હું 
હાય! દૂનિયા ય કેવી સરળ હોત તો..
રે! અવિચળ છું, પણ સાવ ખંડીત છું હું.


લાલ અક્ષરમાં પરમ તત્વ, ઈશ્વર, ખુદા, યહોવા… અભિપ્રેત છે ! *


*  આજથી સાતેક  વર્ષ પહેલાં આર્લિંગ્ટન લેક પર એક અંગ્રેજી કવિતા લખી હતી – તેનું ભાષાંતર. તે આજે યાદ આવ્યું અને અહીં પ્રકાશિત કર્યું. ]

 

 

4 thoughts on “અવલોકન -૪૨-પરબીડિયું

 1. જ્યારે પણ ટપાલની વાત વાંચું ત્યારે યાદ આવે ડોસા અલી કોચમીન અને મરીયમ.
  આપણે બધા પણ ડોસા અલી કોચમીન જ છીયે, આજે છે એના કરતાં વધારે સારા ભવિષ્યની વાટ જોઈને જીંદગી પસાર કરી દઈએ છીએ.

  Liked by 2 people

 2. પરબીડીયું કે પત્રનો મતલબ થાય છે આપણે કંઇક લખી બીજાને મોકલીએ છીએ. રીપોર્ટ, અહેવાલ, નોટ વગેરે આપણે લખીએ છીએ અને એમાં થયેલ લખાંણ સામે વાળો વાંચી સમજે છે.

  આપણે કોઈક સહાલ માટે અરજી કરીએ અને ફોર્મ આપતી વખતે સ્વીકારીને કંઈક કહીએ પણ એ તો પત્રને ટપાલમાં નાખતા પત્રપેટીને કહેલ સુચન સમજવું જ સામે વાળાને ન મળે. આવા સહાય ની અરજીપત્રક, જોબ માટેના હોય કે સમાચાર પત્રોને માટે હોય પણ સામે વાળા એને અવગણે છે.

  દરેક પત્ર, અરજી, રીપોર્ટ, અહેવાલ, નોટ એ સામે વાળો સમજી જાય એ પ્રમાણે હોય તો જ અર્થ સરે.

  Like

 3. સુરેશભાઈ,સુંદર વાત આપે પરબીડીયાની કહી.આ વાંચીને મને એક ભજનનાં શબ્દો યાદ આવે છે.
  ”જીવન સુંદર બનાવું તો તુજને ગમે.ખૂદ ખીલું ને ખીલાવું તો તુજને ગમે.
  બંધ મુઠ્ઠીવડે થાય ક્યાંથી નમન,બંધ હૃદયે બને ના સમર્પણ જીવન.
  બંને ખોલીને આવું તો તુજને ગમે……”
  બેઠક હોય કે માનવ જાત માટે પોતીકા પNAના ભાવ માટે ખુલ્લા થવાની જરૂર હોય છે.પરબિડિયું બંધ હોય છે.બંધ પરબીડિયા સાથે કોઈને શું સંબંધ?

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.