૪૧ -હકારાત્મક અભિગમ- સમયની શરણાગતિ-રાજુલ કૌશિક

એક દિવસની વાત છે. અનરાધાર વરસાદના લીધે ઉપરવાસમાંથી જાણે પાણીનો ધોધ ફાટ્યો. નદી તો જળબંબાકાર. આ ગામથી પેલા ગામ જવા માટે નદી પર બાંધેલો લાકડાનો પૂલ તુટી ગયો. પૂલ પરથી પસાર થતા હતા એવા બે જણા પૂલમાંથી સીધા જ નદીમાં પડ્યા અને નદીના ધસમસતા વહેણ સાથે ખેંચવા લાગ્યા.

પાણીનું વહેણનો જે રીતનો પ્રવાહ હતો એ જોઇને તો લાગતું જ હતું કે બેમાંથી કોઇ ઉગરી નહીં શકે. કાંઠે ઊભેલા લોકો બૂમાબૂમ કરવા માંડ્યા. એમને બચાવવા માટે શક્ય એટલા પ્રયત્નો કરવા માંડ્યા. કોઇએ દોરડું ફેંકીને એમને ઉગારવા પ્રયત્ન કર્યો તો કોઇએ લાકડાના થડિયા વહેતા મૂક્યા જેથી એમના હાથમાં જે આવે એ પકડીને બચી જાય. પરંતુ એવી કોઇ શક્યતા જ નહોતી કારણકે પાણીનો ધસમસતો પ્રવાહ દોરડું કે થડિયું પહોંચે એ પહેલાં તો એમને ક્યાંય આગળ તાણી જતો.

આ બે વ્યક્તિમાંથી એક જણને તો તરતા આવડતું હતું એટલે  એના બચવાની તો થોડી-ઘણી શક્યતા હતી. એણે તો બાથોડિયાં મારવાના ચાલુ પણ કરી દીધા. શરીરમાં હતી એટલી પૂરેપૂરી તાકાતથી એણે પ્રવાહમાં તરીને કિનારા તરફ આવવા મથામણ આદરી એ પણ લોકોએ જોયું. પણ બીજાનું શું? એનો તો અંત નિશ્ચિત જ હતો.

વરસાદ અટકતા પાણીનું જોશ પણ ધીમું પડ્યું. નદીનો પ્રવાહ પણ જરા ધીમો પડ્યો. હવે લોકોએ પેલા બે જણની શોધ આદરી. સૌની નવાઇ વચ્ચે જેને તરતા નહોતું આવડતું એ ક્યાંક આગળ જઈને તુટી પડેલા ઝાડ વચ્ચે ફસાઇને ત્યાં જ અટકી ગયો હતો. જ્યારે બીજાનું નામ નિશાન નહોતું. પેલા માણસને બચાવીને બહાર લાવવામાં આવ્યો.

“ભારે નસીબદાર ભાઇ તું!

“હા વાત તો તમારી સાચી, પેલાએ જવાબ આપ્યો. નસીબદાર તો ખરો જ પણ આમાં તો નસીબની સાથે મારી સાદી સમજ પણ કામ તો આવી જ.પાણીનો પ્રવાહ આપણા માટે અનુકૂળ નહોતો એટલે હું જ પાણીના પ્રવાહને અનુકૂળ બની ગયો. એના ધસમસતા પ્રવાહમાં અર્થહીન બાથોડિયાં ભરવાના બદલે મેં મારી જાતને જ એમાં વહેતી મૂકી દીધી. જો સામે પડવા પ્રયત્ન કર્યો હોત તો હું થાકી જાત, હારી જાત .”

સીધી વાત! પડકારો ઝીલીને સફળ થવાનો તો સો ટકા પ્રયાસ કરવો જ જોઇએ પણ સાથે પ્રતિકૂળ પરિસ્થિતિમાં વ્યર્થ હવાતિયાં મારવાના બદલે થોડા સમય માટે એને આધીન થઈને શાંતિથી સમય પસાર કરવામાં અને શાંતચિત્તે એનો ઉકેલ લાવવામાં શાણપણ તો છે જ.

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

 

11 thoughts on “૪૧ -હકારાત્મક અભિગમ- સમયની શરણાગતિ-રાજુલ કૌશિક

 1. રાજુલબેન સુંદર વિષય પસંદ કર્યો છે. ‘Adjustment ‘ બહુજ સરસ હકારાત્મક અભિગમ !

  કોઈ પણ પરિસ્થિતિ હોય, સામે સારા કે ખોટા સ્વભાવ વાળી વ્યક્તિ હોય પરંતુ જો આપણને તેની સાથે અનુકુળ થઈ જીવતા આવડી જાય તો દરેક સમસ્યાનો શાંતિથી ઉકેલ આવી જાય .
  દાદાભગવાન હમેશાં સમજાવતા
  સંસારમાં કશુ ના આવડે તેનો વાંધો નહી પણ ‘Adjust’ થતા આવડવું જોઈએ. Adjust અેવરી વેર, સામો માણસ અનુકુળ ના થાય પણ આપણે અનુકુળ થયા કરીએ તો સંસારમાં તરી પાર ઉતરી જશો. બીજાને અનુકુળ થતા આવડે એને કોઈ દુખ જ ન હોય. દરેક જોડે ‘Adjustment ‘ થાય એ મોટામાં મોટો ધર્મ .

  Liked by 1 person

 2. ખૂબ જ સુંદર વાત. રજનીશજીએ એક સરસ વાત કહી છે
  તરો નહીં, વહો. ધન્યવાદ.

  Like

 3. સાચી વાત છે રાજુલબેન, પ્રવાહની સાથે વહેવું, તણાવવું ,સમર્પિત થવું તેમાંજ શાણપણ કહેવાય.સુખી અને સફળ જીવનની ચાવી આપે બતાવી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.