૩૩) આવું કેમ ? મેમોરિયલ ડે – શહીદ દિવસ !
મેમોરિયલ ડે લોન્ગ વિકેન્ડની રાહ બધાં ઘણા સમયથી જોતાં હતાં!
એક તો ઠંડીમાં ઠીકરાઈને છ છ મહિના જાણે કે પેટીમાં પુરાઈ રહ્યાં હતાં, તે સહેજ ઠંડી ઓછી થઇ અને વળી આ લોંગ વિકેન્ડ મળ્યો ! શનિ , રવિ , સોમ ! ત્રણ દિવસની જાહેર રજા!બધાં આવી રહેલ ઉનાળાના પ્રોગ્રામો કરવા બેસી જાય ! હરવું , ફરવું , પિકનિક અને પાર્ટીઓ !
તો શું મેમોરિયલ ડે વિકેન્ડ એટલે મોજ – મઝા?“પ્લીઝ! મેમોરિયલ ડે ના દિવસે કોઈને ‘ હેપ્પી મેમોરિયલ ડે’ કહેશો નહીં !”સીલ -૬ ના કેપ્ટ્ન રોબ ઓ નાઈલના શબ્દો છે: જેમણે બિન લાદનને , મધરાતે પાકિસ્તાનમાં ,એના છુપા ઘરમાં જઈને એને ગોળીએ ઠાર કર્યો. ‘મહેરબાની કરીને આ દિવસને ‘ હેપ્પી’ ના કહેશો ! એ હેપ્પી થઈને ઉજવણી કરવાનો દિવસ નથી !’ એ કહે છે!
એવું કેમ?કારણકે મેમોરિયલ ડે એ હેપ્પી થવાનો દિવસ નથી .. એ તો
દેશનું રક્ષણ કરતાં ખપી ગયેલ વીર જવાનોને અંજલિ આપી એમની વીરતાને યાદ કરવાનો દિવસ.સદગતના આત્માને સેલ્યુટ કરવાનો દિવસ.તુમ યાદ ઉન્હેં ભી કરેલો .. જો લોટકે ઘર ના આયેં ! . જો લોટકે ઘર ના આયેં !
દેશની સ્વતંત્રતા માટે , અને એ સ્વતંત્રતાની રક્ષા માટે , જે અમેરિકાને આપણે Land of Opportunity કહીએ છીએ , તેના પાયામાં રહેલ લોકશાહીની રક્ષા માટે અપાયેલાં બલિદાનોને યાદ કરવાનો આ દિવસ.
આમ તો આ દિવસની ઉજવણી છેક સિવિલ વોરથી થઇ છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકા કાળા ગોરાના ભેદભાવથી વહેચાયેલું હતું અને સિવિલ વોર શરૂ થઇ- ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા અંદર અંદર યુદ્ધે ચઢ્યા. ત્યારે યુદ્ધમાંથી ઘેર પાછા ના ફરેલ વીર જવાનોને કબ્રસ્તાનમાં જઈ અંજલિ આપવાનો દિવસ નક્કી થયો હતો .જો કે ત્યાર પછી વીસમી સદીના પ્રારંભે પહેલા વિશ્વયુદ્ધ પછી , સમગ્ર અમેરિકાએ એક થઈને યુદ્ધમાં ભાગ લીધો .યુદ્ધ પૂરું થયે અનેક અજણ્યા પાર્થિવ દેહ દેશ આવ્યા.. જેની ઓળખાણ ના પડી , પણ જેણે દેશ માટે બલિદાન આપ્યાં હતાં એવા કોઈના એ લાડકવાયાની યાદમાં Tomb of the Unknown રચાઈ.
અમેરિકાએ વિશ્વની ઘણી બધી લડાઈઓમાં ભાગ લીધો છે. (વિશ્વમાં નંબર વન રહેવાની શું આ કિંમત ચૂકવવી પડતી હશે ? ) આપણે ત્યાં દેશમાં , આપણે પરતંત્ર હતાં ત્યારે , અંગ્રેજોએ આપણાં લોકોને વિશ્વ યુદ્ધોમાં મોકલ્યાં હતાં. તો અંગ્રેજ સામેની સ્વરાજ્યની લડતમાં વીર ભગતસિંહ જેવા અનેકોએ બલિદાનો આપ્યા છે.. પણ એ વિષે ફરી ક્યારે ચર્ચા કરીશું …
તો અહીં અમેરિકામાં , બીજુ વિશ્વયુદ્ધ , કોરિયન વોર અને પછી આવી વિયેતનામ વોર. લોકો ભલે કંટાળ્યા હતાં આ બધાં યુદ્ધોથી; પણ એમાં શહાદતને વોહરેલા જવાનો , એમના કિંમતી જીવનને બિરદાવ્યે જ છૂટકો અને કબ્રસ્તાનો અને અન્ય સ્થળોએ પાળિયાઓને ,આ જવાંમર્દોને અંજલિ અર્પવાના , ત્યાં , કબર પાસે દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવી તેમને બિરદાવવાની પ્રણાલિકા શરૂ થઇ.
એકવીસમી સદીમાં યુદ્ધની સ્ટાઇલ બદલાઈ ! ન્યુયોર્કના વર્લ્ડટ્રેડ સેન્ટર પર આતંકી હુમલો થયો પછી ટેરરિઝમ વધી ગયું . સદ્દામ સાથેની ઇરાકની વોર પછી, અફઘાનિસ્તાન અને સિરિયન વોરમાં પણ અનેક જુવાનો શહીદ થયા . કેમિકલ વેપન અને આતંકવાદે સમગ્ર વિશ્વનો જાણે કે નકશો જ બદલી નાખ્યો ! પણ યુદ્ધની રીત બદલાઈ પણ શાંતિ માટે યુદ્ધની જરૂરિયાત તો ઉભી જ છે અને અસંખ્ય જુવાનો દેશની રક્ષા કાજે હથેળીમાં પોતાનો જીવ લઈને ઝઝૂમે છે. એ સૌને – જે જીવે છે તેમને બિરદાવવાનો દિવસ તે વેટરન્સ ડે; અને શહીદ થયેલ વીર સ્ત્રી પુરુષોને અંજલિ આપવાનો દિવસ તે મેમોરિયલ ડે પણ એમાં આ પિકનિક અને પાર્ટી ક્યાંથી આવ્યાં? કોઈ પૂછશે .ઉત્સવ પ્રેમી આપણે સૌ, આવી ત્રણ રજા સાથે મળે એવું વર્ષમાં પણ ભાગ્યેજ બે – ત્રણ વાર મળે- એટલે આ દિવસોમાં પ્રવાસ કરીએ , પિકનિક અને પાર્ટી કરીએ., મોજ અને મઝા કરીએ પણ જેના થકી આ મોજ મઝા છે, જેઓના બલિદાનોથી આ દેશ વિશ્વમાં અગ્રેસર છે તે શહીદોને અંજલિ આપવાનું જ આપણે ભૂલી જઈએ ? અને એને હૅપ્પી મેમોરિયલ ડે કહીને નવાજીએ ?એવું કેમ ?તુમ યાદ ઉન્હેં ભી કરેલો .. જો લોટકે ઘર ના આયેં ! . જો લોટકે ઘર ના આયેં !
આ ગીત યાદ આવે છે.
एय मेरे वतन के लोगों ज़रा आंखमें भरलो पानी
जो शहीद हुए है उनकी ज़रा याद करो क़ुरबानी .
LikeLiked by 1 person
આ ગીત પણ :
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે ;
કેસર વરણી સમર સેવિકા કોમળ સેજ બિછાવે
ઘાયલ મરતાં મરતાં રે ! માતની આઝાદી નાવે!!
હજુ આજે પણ આ ગીત સાંભળતા આંખ ભીની થઇ જાય છે
LikeLike
પ્લીઝ! મેમોરિયલ ડે ના દિવસે કોઈને ‘ હેપ્પી મેમોરિયલ ડે’ કહેશો નહીં !
Good advice.
LikeLiked by 1 person
અમે શહીદદિન ના દિવસે ગાતા
दिनखून के हमारे यारों न भूल जाना…
LikeLiked by 1 person
And this song too..દિલ દિયા હૈ , જાં ભી દેંગે , અય વતન તેરે લીયે
LikeLike
૨૦૦૬માં એક દિવસ એટલાંટાના એરપોર્ટ પર જોયું હતું.આખી ફ્લાઇટ યુદ્ધમાંથી પાછા ફરેલા સોલ્જરોની હતી. જેવા એ લોકો ફ્લાઇટમાંથી બહાર આવ્યા કે તરત જ એરપોર્ટ પર ઊભેલા સૌ પેસેજની એક બાજુ થઈ ગયા અને ખુબ તાલીઓથી એમને જ્યાં સુધી એ સૌ એરપોર્ટની બહાર પહોંચ્યા ત્યાં સુધી સતત તાલીઓના ગડગડાટથી એમને વધાવતા રહયા.
જેમ આપણા હ્રદયમાં આપણા શહિદો માટે માન હોય એમ અહીંના લોકોના મનમાં પણ એવી સન્માનની ભાવના
તો હશે જ પણ હવે થાય શું કે તમે કહ્યું એમ ઑક્ટૉબરથી મે સુધીના આઠ આઠ મહીનાથી ઘરની પેટીમા પુરાઇ રહ્યા હોય એટલે જરા ખુલ્લી હવામાં અને સૂર્યદેવ તો મહેરબાન હોય તો તડકાનો લાભ લેવાનો ્મોહ કોણ જતો કરે ?
પણ આ તમારી એ વાત સાથે સંમત કે કોઇને હેપ્પી મેમોરિયલ ડૅ તો ન જ કહેવાય.
LikeLiked by 1 person
મને પણ ઘણી વાર આવા અનુભવ થાય છે… પ્લેનમાં એ આર્મીના માણસોને બધા વધાવી લેતા હોય છે..
LikeLike
Nice thought!
LikeLike
LikeLike
srs Gitaben.
LikeLiked by 1 person
🌸🌸
LikeLike