૩૨) આવું કેમ ? રાજકુમારનું લગ્ન અધિક માસમાં ?

રાજકુમારનું લગ્ન અધિક માસમાં ?

આ વીકએન્ડમાં અમે રાજાના કુંવરના લગ્નમાં મ્હાલ્યા.  અલબત્ત , ટી .વી . માં જોઈને જ , હોં!
ઇંગ્લેન્ડની રાણીને ઘેર મોટો પ્રસંગ હતો. એના દીકરા ચાર્લ્સનો દીકરો હેરી ઘોડે ચઢે એટલે દાદીમા ઇલિઝાબેથને આનન્દ તો થાય જ ને ? અને કન્યા હતી આપણા અમેરિકાની : મેગન,  મેઘન માર્કલ.
લડંન નજીકના વિન્ડસર નામના ગામમાં ચર્ચમાં લગ્ન કરી આ નવદંપતિ વિન્ડસર મહેલમાં ગયાં ત્યારે એક લાખ લોકો તેમને જોવા ઉભાં હતાં. રાજકુમાર હેરી એના મોટાભાઈ વિલિયમ કરતા જરા વધારે બોલ્ડ એટલેકે હોશિયાર. એણે ચર્ચના પગથિયાં ઉપર નવી પરણેતર મેઘનને કીસ આપી અને પછી મોટી મસ ચાર સફેદ અશ્વની બગીમાં ગૃહ પ્રયાણ આદર્યું. લગ્ન પછી નવવધૂ મેઘન સાથે બગીમાં જાન પ્રસ્થાન થઇ ત્યારે અમે બધાંએ ગાયું: પરણ્યાં એટલે પ્યારાં લાડી , ચાલો આપણે ઘેર રે !

સાંજે દાદીમા એલિઝાબેથ અને ફિલિપ દાદાએ ગૃહ પ્રવેશ બાદ સત્કાર સમારંભ રાખ્યો હતો , જેમાં હેરી અને મેઘનને કંસાર જમાડ્યો – સોરી કેક -બીજા બધાં મિષ્ટાન સાથે કેક પણ પિરસાઈ. જોકે અમે બધાં હોંશીલાંઓએ તો ગાયું : લાડો લાડી જમે રે કંસાર , સંસાર એવો ગળ્યો લાગશે !

અને ‘અમે ઈડરિયો ઘડ જીત્યાં રે, આંનદ ભયો ‘એમ લગ્નમાં મ્હાલી આવ્યાં હોય તેમ આંનદ કર્યો.
ને આમ ગીતો ગાતાં , આનંદ માણતાં , સાંજે જ્યાં અહીંના એક મંદિરમાં ગયાં , ત્યાં અધિક માસની કથા ચાલતી હતી . મહારાજે કતરાતી આંખે અમારી સામે જોયું. અમે સૌ ઉત્સાહીઓએ ઘરચોળાં ને સેલાં , સફારી , ચુડીદાર વગેરે પહેરેલાં તેથી એ નારાજ થયા.

‘આ શું ? ‘ મહારાજે પૂછ્યું ;” આ લગ્નના કપડાં ? અધિક માસમાં તો કોઈ શુભ કામ થાય જ નહીં. લગ્ન, વાસ્તું, House warming party ,ગૃહપ્રવેશ , યજ્ઞ પૂજા , આ બધાનો આ માસમાં નિષેધ છે. આ તો મલિન , મેલો માસ છે!’

લે , કર વાત !આવું કેમ ?

“પણ આ હેરી અને મેગન , એમણે લગ્ન કર્યાં તો એમને શું અધિકમાસની કુદ્રષ્ટિ ના નડે ? “
“અરે એ તો બધાં બીજા ધરમના છે! “મહારાજે કહ્યું .
પણ એવું કેમ ?

મારુ અવળચંડુ મન પૂછતું હતું ! હું જો અધિક માસમાં House warming party કરું અને નવા ઘરમાં જાઉં તો નર્કમાં પડું પણ મારી બેનપણી ક્રિશ્ચિયન હોય તો એ મારે ત્યાં આવે, જમે અને મઝા કરે પણ એ મારી સાથે નર્કમાં ના આવે!

આવું કેમ?

આપણું લ્યુનાર કેલેન્ડર ચન્દ્રની ગતિ પ્રમાણે ઓગણત્રીસ દિવસ પાંચ કલાકનો મહિનો ગણે. સોલાર કેલેન્ડર સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે તે ઉપરથી બાર મહિના ને ૩૬૫ દિવસનું વર્ષ થાય. જયારે આપણાં લ્યુનાર કેલેન્ડરમાં દર વર્ષે પૃથ્વીને પૂરું ચક્કર પતાવવામાં થોડાક દિવસો ઘટે .. ( ઓછા પડે ) એટલે દર ૩૨ મહિના ,૧૬ દિવસે એક મહિનો આ રીતે વધારાનો મુકવો પડે. આ બધું સાયન્ટિફિક છે. દુનિયાના અમુક ધર્મોમાં ( બુદ્ધ ધર્મ માં, યહૂદી ધર્મમાં ) તેથી સૂર્ય ચન્દ્રને સાથે રાખી કેલેન્ડર રચવામાં આવે છે પણ આપણે ત્યાં આમ વધારાનો મહિનો મુકવો પડતો હોવાથી તેને આપણી સંસ્કૃતિમાં એને મલિન માસ કહે છે અને પછી પદ્મપુરાણમાં વાર્તા આવે છે તેમ એ અધિક માસ રડવા માંડ્યો. ભગવાનને દયા આવી , બીજા બાર માસને કોઈ ને કોઈ દેવ હતાં એટલે સાક્ષાત વિષ્ણુ ભગવાને એને પોતાનું નામ આપ્યું અને એ પુરુષોત્તમ માસ કહેવડાયો પણ આ માસમાં સારું કામ ના થાય માત્ર પાપ ધોવા , પ્રાયશ્ચિત કરાય , જપ તપ ઉપવાસ , ઉપાસના , સાધના ને દાન ધર્મ કરાય.

આ દાન ધર્મ, આપવું, મદદ કરવી એ બધી સારી ભાવના , પણ અસ્પૃશ્ય , મલિન વગેરે શબ્દોને તિલાંજલિ આપી હોય તો?

આજે એકવીસમી સદીમાં મેઘન માર્કલે અને પ્રિન્સ હેરીએ પહેલ કરી , વિન્ડસરના ચર્ચમાં આફ્રિકન અમેરિકન બિશપ પાદરી માયકલ કરીએ આ નવયુગલને લગ્નના શપથ લેવડાવ્યાં.

માર્ટિન લ્યુથર કિંગને અનેક વાર યાદ કરી , પ્રેમની તાકાતનો અહેસાસ કરાવ્યો. જગતની સર્વ કડીઓમાં પ્રેમની સૌથી વડી. એ સંદેશો આપ્યો અને ચર્ચના ગીતોનું સંચાલન એક સ્ત્રીએ કર્યું : ગીત ઊપડ્યું .. Stand by me !મારી સાથે રહે જે.. એક કટ્ટર રાજાશાહી રાજ મહેલમાં આ રાજ વંશની નહીં, અરે એ દેશની પણ નહીં એવી મિક્સ વંશ -જાતિની સામાન્ય છોકરી પરણીને જતી હોય અને એ કટ્ટર રાજાશાહીમાં પણ બદલાવ આવતો હોય તો આપણે તો સારા ભવિષ્ય માટે , બદલવાની તૈયારીઓ સાથે આ દેશમાં આવ્યાં છીએ  તો અધિકમાસને અધિક નૂતન દ્રષ્ટિકોણથી કેમ જોઈને વધાવી ના શકાય ? કાંઈક નવો પવન , નવો વિચાર , નવું- સારું લાવીએ તો ?તો કેવું ?આશ્ચર્ય થશે , પણ એટલા મોટા રોયલ કુટુંબમાં પણ નિયમ છે કે ઘરના વડીલ રાણી એલિઝાબેથ જ્યાં સુધી ડિનર ટેબલ પર હોય ત્યાં સુધી એમને માન આપવા કોઈએ ત્યાંથી ઉઠવાનું નહીં. એ જમવાનું શરૂ કરે પછી જ બધાએ જમવાનું શરૂ કરાય. વગેરે વગેરે કૌટુંબિક રીત રિવાજોને ઘરની બધી વ્યક્તિએ અનુસરવું પડતું હોય છે.. તો પ્રશ્ન થાય છે કે :આવું કેમ ?

કેમ આપણે આપણાં સંસ્કાર ભૂલીને નવા પવનમાં ઘરડાં વડીલોની ઉપેક્ષા કરીએ છીએ ? પાછું એને જુનવાણી કહીને હાંસી ઉડાવીએ છીએ ? આવું કેમ? અને યાદ રાખીએ કે, આ જ રૂઢિચુસ્ત રાજાશાહીએ ઘણું નવું અપનાવ્યું છે : ક્રિશ્ચ્યાનીટીમાં ડિવોર્સ માન્ય નથી પણ રાણીએ એ પણ પુત્રના હિતમાં અપનાવ્યું! જો આટલી મોટી રાજાશાહીમાં સમય પ્રમાણે ધર્મમાં પણ બદલાવ આવે અને સારી પ્રણાલીઓ ચાલુ રહેતી હોય તો આપણે પણ સારું ગ્રહી ફોતરાં જેવું કેમ ફેંકી ના દઈએ? આવું કેમ??

This entry was posted in ગીતાબેન ભટ્ટ, ચિન્તન લેખ, નિબંધ by Geeta & Subhash Bhatt. Bookmark the permalink.

About Geeta & Subhash Bhatt

Geeta started her carrier as a lecturer in Gujrati , in India , and when migrated to Chicago with family of two toddlers she changed her carrier to Early Childhood Educator ; started her Childcare center and running it for 30 years , she retired and moved to sunny state of California . Subhash started as an engineer back at homeland and after coming to Chicago with family created his apartment rental business while contributing his share in Day care center management . Now , Retired couple is involved in many social activities.

7 thoughts on “૩૨) આવું કેમ ? રાજકુમારનું લગ્ન અધિક માસમાં ?

 1. બહેન, તમારા આ લેખમાં હાસ્ય, જ્ઞાન, વિજ્ઞાન,રીતરિવાજ,ધર્મ, માહીતિ અને અન્ય વિષયોનો અદભુત સમન્વય છે. લેખ પ્રવાહી અને રસપ્રદ છે. More power to your pen.

  Liked by 1 person

 2. આપણે ત્યાં પણ માનવતા મહોરતી હોય જ છે. પણ દરેક સમાજમાં એ લઘુમતિમાં જ હોય છે. આ તો ઇન્ગ્લેન્ડની રાણીના ઘરાનાની વાત હતી એટલે છાપે ચઢી અને આપણને ગમી.
  નાના માણસની મોટી વાતોના પૂણ્યથી તો સમાજનું ગાડું હાલતું હોય છે. પણ આપણને એમની વાતોમાં રસ હોય છે ખરો?

  Liked by 1 person

  • Thanks , Sureshbhai !પેલી કહેવત છે ને : સર્વે ગુણા: કાંચનમ અશ્રયન્તિ! પૈસો હોય અને પાછો પાવર અને તેમાં ભળે પ્રતિષ્ઠા ! જોકે રાજાશાહીના દબદબા પ્રમાણે મેઘનથી ઘણું બધું કરી શકાશે નહીં : ગમે ત્યાં જવાય નહીં, સેલ્ફી લેવાય નહીં, હસ્તાક્ષર કરાય નહીં.. ઘણું બધું ‘ નહીં’.. .. Let’s wait and see ; what future has store for her..

   Like

 3. ગીતાબેન ,તમારા વિચારોને લેખનમાં રજૂકરવાની સરસ આવડત છે , નવા વિચારો , નવો અભિગમ જાણવાની મઝા આવે છે . ‌‌દર અઠવાડીએ વાંચવાની ઇંતેજારી રહે છે

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.