૩૧ ) આવું કેમ ? મધર્સડે પછીના દિવસે!

આવું કેમ ? મધર્સડે પછીના દિવસે!
રવિવારનો દિવસ તો પૂરો થયો ! હવે આવશે ત્રણસો ને ચોંસઠ દિવસ પછી ! જેને અમેરિકાનો વર્ષના સૌથી મહત્વના દિવસોમાંનો એક કહ્યો છે -કે જે દિવસે સૌથી વધારે ફોન થાય છે, કાર્ડ મોકલાવાય છે, ફૂલ અપાય છે અને રેસ્ટોરન્ટમાં બ્રન્ચ , લંચ કે ડિનર માટે કુટુંબ સાથે જવાની પ્રથા છે તેવો , માનું ગૌરવ સન્માન કરતો એ રવિવાર આવીને જતો રહ્યો !

મારી એક મિત્ર ફેમિલી થેરાપિસ્ટનું કામ કરે છે. ઉત્સવોની ઉજવણી પહેલા , દરમ્યાન અને પછી થતી એંક્ઝાયટી – અકળામળ કે ચિંતા વિષે વાત કરતાં કહે ,’ ઘણી વાર નાનાં બાળકો કે મોટા સંતાનોની માતા , મધર્સ ડે ના દિવસે ( કે પછી અન્ય કોઈ મહત્વના પ્રસંગે- વર્ષગાંઠ કે એનિવર્સરી જેવા અવસરે )પોતાની અપેક્ષા મુજબ માન – સન્માન ન મળતાં નિરાશા અનુભવે છે. જે સંતાનો માટે કે કુટુંબ માટે પોતે આટલો પ્રેમ વરસાવે છે એ લોકોની પ્રેમની અભિવ્યક્તિમાં ક્યાંક વેઠ લાગે અથવાતો છેલ્લી મિનિટે જ્યાંત્યા ગાળિયો કાઢ્યો હોય તેમ લાગે ત્યારે એનું દિલ દુઃખાય છે!
ત્યારે ફેમિલી થેરાપિસ્ટ તરીકે હું એમને – મા અને કુટુંબને -સમજવું છું : આનન્દ આપણી અંદર રહ્યો છે! આ કાર્ડ, ફૂલ , ચોકલેટ માત્ર પ્રતીક છે ;મા જે કરે છે તેની તોલે પ્રતીક ક્યારેય આવી જ ના શકે , પણ તહેવારો – ખાસ કરીને મધર્સ ડે – એ ગયા પછી એકલતા કે અફસોસ કે વિષાદ ઘેરાય તો તેને હટાવવાની જડીબુટ્ટી સાયકીઆટ્રી અને ન્યુરો સાયન્સે શોધી કાઢી છે! અને એ જડીબુટ્ટી તમારા હાથમાં જ છે!’ મારી થેરાપિસ્ટ સખીએ કહ્યું.
“ખરેખર ? “મારો પ્રશ્ન હતો !
આ મધર્સ ડે સેલિબ્રેશન ઇન્ડિયાની જેમ આખું વર્ષ ઉજવવાની જડી બુટ્ટી મળી જાય તો ભયો ભયો! મેં વિચાર્યું ! અમારા દેશમાંતો રોજ મધર્સડે હોય છે! મેં વધુ પડતા દેશ પ્રેમ, સઁસ્કૃતિ ગૌરવનું ગાણું ગાતાં કહ્યું!

મારી મિત્ર થેરાપિસ્ટ સમજાવ્યું , “આપણા વર્તનને આપણું મન કન્ટ્રોલ કરે છે. ને મુખ્યત્વે પાંચ ન્યુરો કેમિકલ્સ ઉપર આપણા આનંદની માત્રાઓની વધ ઘટ થતી હોય છે”
એ વળી શું ? એવું કેમ? મેં પૂછ્યું .
“એ ગહન વિષય છે ; પણ એ કેમિકલ્સ ને આપણા વર્તનને સીધો સબન્ધ છે! “ એ કહે
જે કામ કરો તેમાં આનન્દ લો , તો સ્ટ્રેસ ઓછો થાય કોર્ટિસોલ કેમિકલ્સ એ કન્ટ્રોલ કરે છે (cortisol ); સ્પર્શ – હાથ પકડવો , હગ આપવી હાથ પકડીને ચાલવું જેવા નાનાં નાનાં સ્પર્શથી માતા અને સંતાન વચ્ચે પ્રેમનો અનુભવ થાય છે ( જે ચોકલેટ કે ફૂલ કે અન્ય ગિફ્ટથી ઘણું વધારે અસરકારક છે)( oxytocin ) ; નવી બનેલી માતાઓ કે સિનિયર સિટિઝનની માતાએ એ જાણવું ખાસ જરૂરી છે કે માતૃત્વ તમારાં મૃત્યુ બાદ પણ અમર રહે છે; એને ચમકતું રાખવા – એટલેકે તમારે જો ખુશ રહેવું હોય તો, કાયમ કાંઈક નવું જાણવા , શીખવાની વૃત્તિ કેળવો ! નવી વસ્તુઓમાં રસ લેવો , નવું નવું શીખવું વગેરે મગજમાં ડેપોમાઇન જેવું કેમિકલ કન્ટ્રોલ કરેછે ; એ પોષાશે તો આનંદની લાગણી આપોઆપ જન્મશે( dopamine ) ; કસરત કરવી જેવી શારીરિક પ્રવૃત્તિ મગજને પ્રફુલ્લિત કરે છે જે એન્ડોરફિન ગ્રન્થિને પોષે છે( endorphin ) ;અને કોઈ ને મદદ કરવી ઉમદા કાર્ય કરવા વોલેન્ટિયર વર્ક – મન્દીરમાં , કોઈ પ્રોગ્રામમાં , કોઈ જરૂરિયાતવાળાને પૈસાની આર્થિકમદદકરવી વગેરે ઉમદા કર્યો આપણને અંદરથી ખુશી આપે છે( serotonin ). ને પ્રસન્ગોના આવીને જતા રહેવાનું દુઃખ કે ગ્લાનિ કે ઉદાસીનતા પછી ઝાઝું ટકશે નહીં! આ બધું આમ તો સરળ છે! માત્ર મનને ટપારવાની જરૂર છે!
આવું કેમ? મેં વિચાર્યું; શું પહેલાના જમાનામાં માને આવાં પ્રશ્નો થતા હતા ખરા ? પણ નવયુવાન મા બાળક માટે બધું જ કરે એમાં અપેક્ષા કે ઈચ્છાઓ હોય ખરી ? માને તો નિશ્વાર્થ પ્રેમની મૂર્તિ કહી છે! તેને અપેક્ષા, નિરાશા? આવું કેમ?પણ યાદ રાખીએ કે મા એ આખરે તો મનુષ્ય છે! ઉપેક્ષિત માતા કે એકલી માતા એ સઁસ્કૃત સમાજની પણ ઉણપ દર્શાવે છે! પણ એ વાર્તાલાપ બાદ મારે માતૃભૂમિની મુલાકાતે જવાનું થયું ! મેરા ભારત મહાન ! મારી સઁસ્કૃતિ દુનિયામાં શ્રેષ્ઠ !ખરેખર ? આજે મને હમણાંની મારી ઇન્ડિયાની ટ્રીપ યાદ આવી : આર્થિક પરિસ્થિતિને કારણે એક જ છાપરા હેઠળ રહેવાથી માતૃપ્રેમ વધી જતો નથી ! ત્યાંના રબારી વાડામાં એક દિવસ ગાળવાનો મળ્યો ; એક બે ઘરડાંઘરની મુલાકાત પણ લીધી ; અને ત્યાંયે સમય અને સંજોગો બદલાતાં જાય છે. કોઈ પણ સમાજ જયારે પ્રગતિ કરતો હોય( ગતિ કરે તે પ્રગતિ જ કહેવાય) ત્યારે ચાર પાંચદાયકા પુરાણ મૂલ્યો પણ નવું રૂપ ધારણ કરે જ: તે સ્વાભાવિક છે; તેને સ્વીકારીને ગતિમાન રહેવું એ એક કળા છે !મધર્સ ડે પછીનો દિવસ અને ત્યાર પછીના બીજા ત્રણ સોને ત્રેસઠ દિવસ પણ જો આંનદમાં વિતાવવા હોય તો- તો પેલી જડીબુટ્ટીને યાદ કરો: હા , બીજાને સુધારવા કરતાં આપણી જાતને થોડું કષ્ટ આપ્યું હોયતો કેવું ? “પણ તો સન્તાનોએ કાંઈ જ નહીં કરવાનું ? એમને કાંઈ જ કહેવાનું નહીં? “મન્દીરની ઓસરીમાં બેઠેલાં વડીલ બહેને મારી વાત સાંભળી , છતાંયે અકળાઈને પૂછ્યું:“આવું કેમ? “

12 thoughts on “૩૧ ) આવું કેમ ? મધર્સડે પછીના દિવસે!

 1. સુખ અને આનંદ એ એકજ સિક્કાનાં બે પાસાં છે. Pursuit of happiness ને જીવનનું પાયાનું ધ્યેય ગણવામાં આવે છે. પણ આનંદ એ કદાચ જુદી જ ચીજ છે. જીવનની બહારની યાત્રામાં સુખ ધ્યેય હોય છે – અંતરયાત્રામાં આનંદ. જેમ જેમ જીવનની યાત્રા અંદરની બાજુ વળાંક લેતી થાય, તેમ તેમ આનંદની કામના વધવા લાગે છે – સુખ હોય કે ન હોય તો પણ.
  અંદર તરફની યાત્રાના ત્રણ પગ છે – સાધના, સત્સંગ અને સેવા. આ ત્રણમાં સેવા સૌથી ઉચ્ચ કક્ષાનો આનંદ આપી જાય છે. .

  Liked by 2 people

  • So true , Sureshbhai !સાધના, સત્સંગ અને સેવા. આ ત્રણમાં સેવા સૌથી ઉચ્ચ કક્ષાનો આનંદ આપી જાય છે. . પણ એવી સેવાની ભાવના જે ક્રીશ્ચિયાનિટીમાં છે તેવી આપણે ત્યાં હજુ એ ઓછી જ છે: સ્વર્ગ મળશે એમ વિચારીને પથ્થરના શિવલીગને દૂધનો અભિષેક કરશે , પણ નોકરના દીકરાને અડધો પ્યાલો દૂધ નહીં આપે ! Now , about Mother’s Day:
   સ્ત્રીઓમાં કદાચ અપેક્ષાઓ વધારે હોય છે? નર્સીંગ હોમમાં સાતેક વર્ષ દર અઠવાડીએ એક વાર જવાનો ક્રમ રાખેલ ને વૃદ્ધ દાદીમાઓની વાતોથી માત્ર આસું જ આવતાં.. એ વિષય પર એક પુસ્તક લખાય .. અને પાકે માટલે કાંઠા ના ચઢે .. એ માઓનો વિલાપ .. I still remember those old senior ladies and their helplessness .. But young and not so young Mother’s should remember , and learn that true happiness derieves from service above self! Service to mankind is service to God!

   Like

   • હા! આપણું મૂળ વેદિક સંસ્કૃતિ છે – હિન્દુત્વ નહીં. હિન્દુ શબ્દ જ આપણો નથી ! એમ કહેવાય છે કે, યુવાન જિસસ જુડિયામાં હેરાનગતિથી વાજ આવીને ભારત ( કાશ્મીર) આવ્યા હતા. અને ૧૬-૧૭ વર્ષ ત્યાં રહી, બુદ્ધ વિચાર અને જીવન શેલીથી અભિભૂત થયા હતા – એને આત્મસાત કરી હતી. ( એનું મૂળ પણ વેદમાં જ છે.). ત્યાર બાદ એ ખ્રિસ્તી વિચારના પ્રચારક બન્યા. ક્રોસ પર પણ એ નહીં પણ બીજું કોઈ ચઢાવાયું હતું. અને જિસસ ભાગીને પાછા કાશ્મીર ગયા હતા, ત્યાં તેમની કબર પણ છે – એમ મનાય છે.

    આ વિડિયો પણ જરૂર જોજો – ભારત સરકારે બનાવેલો છે –

    સાવ જંગલી અને ક્રૂર રોમન સામ્રાજ્યે જિસસની કરૂણા અપનાવી. અને આપણે યુરોપની સભ્યતા પાછળ પાગલ છીએ. પણ યુરોપની પ્રજામાં જે maturuty છે, તે કદાચ આપણે ત્યાં કદાપિ નહીં આવે. આપણને આપણી મહાન સંસ્કૃતિનો અંધાપો છે !

    Like

 2. “કોઈ મહત્વના પ્રસંગે પોતાની અપેક્ષા મુજબ માન ન મળતાં નિરાશા અનુભવે છે.” બહેન આ એક મનુષ્ય સહેજ લાગણી છે. આમાંથી મુક્ત રહેવું એ કોઈ વિરલ વ્યક્તિ માટે જ શક્ય છે. ગયા રવિવારે જ હું આવી નિરાશામાં ડૂબી ગયો હતો. સારા નશીબે મને ઠાકોરજીએ એમાંથી બહાર કાઢ્યો.
  તમારો લેખ ખૂબ જ મનનીય છે. સાચવી રાખું છું.

  Liked by 1 person

  • મારા બાપુજી અમારાં બધાં પાસે આશા રાખતા : આવું થવું જ જોઈએ !’ એ કહેતા ; જયારે અમારી તાકાત ઓછી પડે તો માર્ગદર્શન આપતા – પુરા ગાંધીવાદી .
   એટલે આપના જેવા વડીલો જો સહેજ ટકોર નહીં કરે તો જાહેર પ્રોગ્રામોની ગુણવત્તા પણ નહીં જળવાય . હું માનું છું કે કેટલાક એક્સપેક્ટશન્સ વ્યાજબી હોય છે … એ સામેવાળી વ્યક્તિના વિકાસ માટે પણ જરૂરી છે.. Thanks ,Davda saheb,તમને રૂબરૂ મળીને આનન્દ થયો ..

   Like

   • બહેન, મેં ખુબ જ દુખી થઈને આ લખ્યું છે. સેકન્ડ ક્લાસ સીટીઝન થઈને ત્રણ કલાક સોલીટરી કનફાઈનમેન્ટમાં બેસી રહ્યો એ ગાંધીજીના અનુભવ જેવું હતું. સારા નશીબે સાંજે જ ફર્સ્ટ સીટીઝજન થઈને ઈન કમ્પની ઓફ ૧૭૫ પ્રેમી પ્રેક્ષકો અને ઠાકોરજીએ મને વિષાદમાંથી બહાર કાઢ્યો..

    Like

 3. ‘વર્તનને આપણું મન કન્ટ્રોલ કરે…’ગુંજે
  મન મળે ત્યાં મેળો રે મનવા, મન મળે ત્યાં મેળો
  મન હસે તો સુખની હેલી નહીં તો દુઃખનો દરિયો

  મનડું હોય ઉદાસી ત્યારે મરુભોમશું લાગે
  ફૂલ ખુશીના ખીલી રહે તો નંદનવનશું લાગે

  ધરતી ઉપર સ્વર્ગ રચી દે મનનો આનંદમેળો
  મન મળે ત્યાં મેળો રે મનવા, મન મળે ત્યાં મેળો

  મનમાં રામ વસ્યો છે મનવા, મનમાં છે ઘનશ્યામ
  મંદિર જેવું મન રહે તો મનમાં તીરથધામ

  મનડા કેરો રામ રિઝે તો પાર જીવનનો બેડો
  મન મળે ત્યાં મેળો રે મનવા, મન મળે ત્યાં મેળો
  મહેશ શાહ

  Liked by 1 person

  • વાહ ! શાળા જીવનની આ અને આવી બીજી સુંદર કવિતાઓ યાદ આવી ગઈ .. કેટલું સાચું કહ્યું છે!
   Thanks!

   Like

 4. માને તેના સંતાન પાસેથી કોઈ અપેક્ષા હોતી નથી. તેનું દિલ તો પ્રેમ સાગર છે માટે તેને માતૃદીન નિમીતેની ભેટ સોગાદની કોઈ આશા હોતી જ નથી. તેના સંતાનોને નીરખીને ખુશી આનંદથી તેનું મન તૃપ્ત થઈ જતુ હોય પછી ઉદાસ થઈ જવાની વાત આવેજ નહી.તેની ખુશી -આનંદ તેના સંતાન અને તેનો પરિવાર છે.

  Liked by 1 person

  • હેમાબેન , તમારી વાત સો ટકા સાચી છે; માં ક્યારેય બાળક પાસે આશા રાખતી નથી .. છતાં ક્યારેક સંજોગવશાત મનમાં ઓછું આવે તો કેવી રીતે એ નકારાત્મક અભિગમમાંથી બહાર આવવું તે વિષે લખ્યું ..Thanks.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.