આપણી નજર સામે પાણી ભરેલો એક પડ્યો છે જો કે એ ગ્લાસમાં છલોછલ પાણીના બદલે અડધે સુધી પહોંચે એટલું પાણી છે. હવે આ વાતને બે રીતે જોઇ શકાશે. કોઇની નજરે એ ગ્લાસ અડધો ભરેલો હશે તો એ જ ગ્લાસ અન્યને અડધો ખાલી દેખાશે.
આ વાતને રજનીશજી સુખ દુઃખ માપવાના દ્રષ્ટિકોણ સાથે સરખાવે છે. એક સરખી પરિસ્થિતિને જોવાની બે અલગ વ્યક્તિઓની દ્રષ્ટિ પણ સિક્કાની બે બાજુની જેમ અલગ જ હોવાની આના માટે એક સરસ ઉદાહરણ આપતા કહે છે….
એક ગામના પાદરે એક સાધુ આવીને રહે છે. સાધુ છે એટલે સત્સંગ તો કરવાના જ. ગામના લોકો નવરાશે એમની પાસે આવીને બેસે. એવી રીતે એ ગામના બે ખેડૂતો સાધુ પાસે આવ્યા. સાધુએ એમની સાથે વાત માંડી. હવે વાત જાણે એમ હતી કે બંને પાસે ફળદ્રુપ જમીન હતી. ખુબ સરસ મઝાનો પાક પણ ઉતરે અને બંને મહેનત ખુબ કરે એ પ્રમાણે કમાણી પણ થાય. સાધુ એમના રાજીખુશીના સમાચાર પૂછ્યા.
એક ખેડૂતે જવાબ આપ્યો… “ બાપજી. શું વાત કરું ? સવારથી સાંજ મારા નસીબમાં બસ બળદ, હળ અને ખેતરાં જ લખેલા છે. આખો દિ વૈતરું કરવામાં જાય છે. આખો દિ કામ કરીને આ તન એવું તો થાકી જાય છે કે રાત પડે લોથ થઈને ઊંઘી જઉં છું
સાધુએ એ જ સવાલ બીજા ખેડૂતને પૂછ્યો.
તો એકદમ લહેરથી એણે જવાબ આપ્યો……” બાપજી એ યને લીલાલહેર છે. મારા ખેતરો જ મારા અન્નદાતા છે. ખેતર ખેડું છું અને બીયારણ નાખું છું . જ્યારે આ બીયારણમાંથી પાક ઉગે છે ત્યારે મારી મહેનત ફળ્યાનો આનંદ થાય છે. મારી સાથે સાથે બીજા કેટલાય લોકોની આંતરડી ઠરશે એ વિચારે હરખાઉં છું. મારા ખેતરાંની જેમ જ મારા બળદ, હળ પણ મારા છોકરાઓ જેટલા જ વહાલા છે . પ્રભુકૃપાથી મારા ખેતરની જમીન પણ ફળદ્રુપ છે પણ એ પ્રભુકૃપાને મારી મહેનતથી વધુ રસકસવાળી બનાવવા એનેય નિયમિત ખાતર પાણી આપું છું. મને મારા કામથી અને ફળથી પુરેપુરો સંતોષ છે. રાત પડે ઇશ્વરની આ કૃપા માટે હું આભાર માનીને ચેનથી પોઢી જાઉં છું.
હવે અલગ દ્રષ્ટિકોણથી વિચારવાની માનસિકતાના લીધે એક સરખી પરિસ્થિતિ પણ કેટલી બદલાઇ જાય છે !
સીધી વાત- મનથી જે અધૂરા છે એને પાણીનો ગ્લાસ અડધો ભરેલો દેખાશે અને મનથી સંતૃપ્ત છે એને પાણીનો ગ્લાસ અડધો ભરેલો દેખાશે. સીધી નજરે દેખાતી સ્થિતિ તો સરખી જ છે ફરક છે આપણી સોચનો, આપણા મનને કેળવવાનો. જે મળ્યું છે એને માણવાની વાતનો….રાજી રહેવું કે નહીં એ આપણા દિલ-દિમાગથી વિચારી લેવાનું છે.
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com
હર હાલમાં બસ ખુશ રહો એ સુખી જીવનની ચાવી છે.
LikeLiked by 1 person
સાચી વાત હેમાબેન,
સુખની ચાવી કેડે લટકાવીને ફરીએ છીએ એ યાદ રાખીએ તો ઘણું.
LikeLike
બહુ સરસ….હર હાલમાં બસ ખુશ રહો એ સુખી જીવનની ચાવી છે.
LikeLiked by 1 person
Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.
LikeLiked by 1 person
Thanks
LikeLike
મન હકારાત્મક અભિગમનું મૂળ છે
મન
ઈમારતને સમારવી સહેલી,
મનને સમારવું એક પહેલી.
તાજમહાલ અક્ષરધામને
સમારી સુધારી શકાય.
અંદરની ગંભીરતા, દિવ્યતા,
ભવ્યતા, વિશાળતાનું શું?
ક્યાંથી મન સમારવાની કરવી શરૂઆત?
હૃદયને પૂછવું કે આ સમારકામથી
મન સાથે રચી શકાય સંવાદ?
મન અન્યમનસ્ક થતું જાય છે દિનબદિન,
ક્ષીણ થતું જાય,
મુંઝાઈ મૂરઝાઈ મરી પણ જાય.
મનને સમારવું એક પહેલી.
મન તો ફેલાયેલું છે સમગ્ર કાયામાં,
એથી વિશેષ એ છે ડૂબેલું માયામાં.
કાદવમાંથી હાથીને કાઢવો મુશ્કેલ.
એની ચિકિત્સા કરવી મહામોટું કાર્ય દુષ્કર.
મનને કાયામાં શોધી શસ્ત્રક્રિયા કરાવવી,
ટાંકા લેવડાવવા,
ઘાવ રૂઝવવા એક પરાક્રમ.
મારા મહીં વસે સંધ્યા,
મૂડ ઘેરો આક્રમણ કરે.
મન ગ્રામ્ય વાર્તાથી ભરેલું
પંચાત કોહવાટથી વાર્તાઓ ભરેલી.
મનને સમારવું એક પહેલી.
ભરત ઠક્કર
LikeLiked by 1 person
દરેક સંવાદ – વિસંવાદનું મૂળ મન જ છે .
LikeLike
નમો ના એક વ્યાખ્યાનમાંથી –
પ્યાલો ભરેલો પણ છે , અને ખાલી પણ છે.
આને વિદ્વાનો સમ્યક દૃષ્ટિ કહે છે – વાસ્તવિકતાનો કોઈ પણ અર્થ ઘટન કર્યા વિના સ્વીકાર.
પુનરાવર્તનનો આક્ષેપ થવાના ભય છતાં પણ…
રૂપ કુરૂપ ..
https://gadyasoor.wordpress.com/2012/02/27/good_bad/.
LikeLike
મનથી જે અધૂરા છે એને પાણીનો ગ્લાસ અડધો ભરેલો દેખાશે અને મનથી સંતૃપ્ત છે એને પાણીનો ગ્લાસ અડધો ભરેલો દેખાશે..
જૈન ધર્મમાં अनेकान्तवाद, “many-sidedness” અનેકાંતવાદ એ જૈનત્વના મૂળભૂત સિદ્ધાંતોમાં નો એક છે. એક જ ઘટનાના સાક્ષીઓ એ જ ઘટનાને પોતપોતાના દૃષ્ટિકોણથી વર્ણવે એને રાશોમન ઈફેક્ટ કહે. કમ્પેરેટિવલી નવો ફ્રેઝ છે.સ્યાદ્વાદ; દરેક વસ્તુનું એના પાસા પરત્વે જુદી જુદી રીતે જ્ઞાન થાય છે એવો જૈન સિદ્ધાંત.
LikeLiked by 1 person