અહેવાલ-‘બેઠક’ ૩૦મી માર્ચ ૨૦૧૮ -ગીતાબેન ભટ્ટ

દર મહિનાના છેલ્લા શુક્રવારની જેમ આ શુક્રવાર ત્રીસમી માર્ચે સાંજે છ વાગે સાન ફ્રાન્સિસ્કોના સધર્ન ઉપનગર મીલ્પીટાસનાં ઇન્ડિયન કમ્યુનિટી સેન્ટરમાં સાહિત્ય રસિકોની બેઠક મળી હતી.

અન્નકૂટ કહી શકાય તેમ વિવિધ વાનગીઓનો આસ્વાદ માણી, બેઠકની શરૂઆત થઈ.

પ્રારંભ થયો કલ્પનાબેનની પ્રાર્થના સ્તુતિથી . પ્રજ્ઞાબેને કાર્યક્રમની રૂપરેખાની રજુઆત કરી. કહું બેઠક વાંચનથી માંડી લેખન ,સંગીત અને નાટ્ય દ્વારા માતૃભાષાને જીવંત રાખે છે આજે બેઠક રંગમંચ અને વિશ્વના દરેક કલાકારને વિશ્વ રંગભૂમિના દિવસે સલામ કર્યા,પણ ત્યાંતો – રંગલાના વેશમાં શ્રી નરેન્દ્રભાઈ શાહએ,” લાંબો ડગલો ,મૂછો વાંકડી , શિરે પાઘડી રાતી “.. ‘એમ ગાતાં ગાતાં પ્રવેશ કરી કાર્યક્રમની શરૂઆતને સવિષેશ રસપ્રદ બનાવી . હા , જેમાં ગુજરાતી સાહિત્યનો સાંસ્કૃતિક વારસો અકબંધ જળવાઈ રહ્યો છે તેવી ગુજરાતી રંગભૂમિ દિનની ઉજવણીના પ્રતીક રૂપે એની રજુઆત થઈ હતી! અને સૌ પ્રેક્ષકોએ પણ ‘તા થૈયાં થૈયાં તા થઇ ! એમ તાલમાં તાલ મિલાવીને છેલ છબીલા ગુજરાતીને વધાવી લીધા હતા . કલ્પના રઘુએ ઇન્સ્ટન્ટલી રંગલા સાથે જોડાઈને સાથ આપી રંગલીનું પાત્ર ભજવ્યું હતું

ત્યાર પછી યુવા વર્ગના દીપલ પટેલ અને આશિષ દવેએ જયશ્રી મર્ચન્ટ લિખિત તેમના જીવન પથ પર પ્રકાશ પાડતી કૃતિ વાચિક્મ માં રજૂ કરી. આગામી માસમાં જયશ્રીબેનના પુસ્તકનું વિમોચન છે ત્યારે દીપલ અને આશિષે લાક્ષણિક શૈલીમાં જયશ્રીબેનની જીવન ગાથા વાચિક્મ દ્વારા રજૂ કરી જે સમયોચિત રહ્યાં.

વસુબેન શેઠ

ત્યાર પછી વસુબેન શેઠે મહિનાનો વિષય અષાઢી મેઘલી  રાત ઉપર આવેલ વાર્તા નિબંધ સ્પર્ધામાં આવેલ કૃતિ વાચિકમ વાંચી સૌને વગર વરસાદે ભીજવી નાખ્યા.વસુબેનનો આભાર માનતા પ્રજ્ઞાબેને  જાહેર કર્યું કે વસુબેન શેઠ હવે એક નવી કોલમ સંભાળશે .. હવે દર રવિ વારે આપણે તે વાંચી શકીશું.

તો વિશ્વ રંગભૂમિ દિવસને  યાદ કરી સુજ્ઞશ્રી પ્રજ્ઞાબેન લિખિત ‘ટેલિફોન ઇન્ટરવ્યૂ ‘ સ્કીટ ‘હલ્લો’ ,ચારસાહિત્ય રસિકોએનાટ્યસ્વરૂપે વાંચન કરીને – જેને વાચિક્મ કહેવાય છે – તે રીતે રજુઆત કરી. લગ્નના ઉમેદવાર ઉપરની આ હળવી શૈલીએ લખાયેલઆ સ્કિટનાં નાટ્યાત્મક વળાંક સાથેના ક્લાઈમેક્સથી પ્રેક્ષકો હેરત પામ્યાં. મીતી પટેલ સાથે કિરીટ શાહ અને નરેન્દ્ર શાહની બોલવાની છટા -અભિવ્યક્તિ અદભુત હતાં! સૂત્રધાર તરીકે ગીતા ભટ્ટે વાર્તાનો દોર સંભાળેલ . 

આ રીતે સાહિત્યસભામાં સૌને હસાવ્યા બાદ પ્રજ્ઞાબેને બેઠકમાં પ્રથમ વાર પધારેલ દરેક મહેમાનનું  અભિવાદન કર્યું . ને તેઓ નિયમિત આવે તેમ આશા વ્યક્ત કરી.

બેઠકમાં સાહિત્ય સાથે સંસ્કૃતિ અને કલાને જોડતાં નવીકલા પ્રવૃત્તિને પણ તેઓએ આવકારી હતી.બહેન શ્રી મંદાકિની શાસ્ત્રી એ સ્વહસ્તે બનાવેલ સુંદર બુટિક અને હસ્તકલાના નમૂના ડિસ્પ્લેમાં મૂક્યાં હતાં. દિવાળીમાટે રંગોળી કે શુભ પ્રસંગેમૂકી શકાય તેવાં નખશીખ સુંદર ડેકોરેશન- કલાકૃતિઓ જોઈને બધા મુગ્ધ થઇ ગયા. બેઠકનું આ નવું સોપાનસૌએ હોંશે આવકાર્યું .

 ત્યાર બાદ આ માસના વિષય “ અષાઢી સાંજ“ઓડિયન્સમાંથી પણ કાવ્યપઠન માટે આગળ આવવા અનુરોધ કરવામાં આવ્યો ત્યારે . આશિષ દવે કાવ્ય પઠન કર્યું અને તેમની દીકરી માત્ર સોળ જ વર્ષની અનુષ્કા કે જે આ દેશમાં જ જન્મી છે , એણે તૈયારી વિના જ, માત્ર પ્રેક્ષકોની માંગણીને માન આપી વરસાદ અને છત્રીના કાવ્યની બે પંક્તિ વાંચી સંભળાવી !

દૂર પરદેશમાં રહીને પણ બાળકોને માતૃભાષનું જ્ઞાન આપવા પરિશ્રમ કરે છે !એમના માતા પિતા અને દાદા બાને ધન્ય છે, તેઓ સૌ ગુજરાતી કુટુંબોમાટે એક પ્રેરણા રૂપ છે.

અંતમાં અષાઢી મેઘના ઉપરનાં કાવ્યોનો વાંચન કરી રસાસ્વાદ કલ્પાનબેને કરાવ્યો.દાવડા સાહેબને યાદ કરી જન્મદિવસ ઉજવ્યો.

 અંતમાં રાજેશભાઈની ગેરહાજરીમાં પ્રજ્ઞાબેને સૌનો આભાર વ્યક્ત કરતા કહ્યું દરેકના સહયોગ અને સેવા થકી આ બેઠક ચાલે છે. આમ કૈક નવા વિચારો ,નવું જાણવા જેવું અને પુરાણું માણવા જેવું , જાણી – માણી આનંદ અને પ્રેમની અનુભૂતી સાથે સૌ છુટા પડ્યા.

ગીતા ભટ્ટ 


 

2 thoughts on “અહેવાલ-‘બેઠક’ ૩૦મી માર્ચ ૨૦૧૮ -ગીતાબેન ભટ્ટ

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.