મારી ડાયરીના પાના -૬૫ થી ૭૦

દ્રશ્ય-66-ઓ’હાઈઓ ને વડોદરામાં રીસેપ્સન

સાન હોઝે માં લગ્ન પતી ગયા પછી નિરાતનો દમ લેતો હતો ત્યાં બીપીન ભાઈનો ટેલીફોન આવ્યો.તેમને કહ્યું કે અમારા ઘણા સગા સ્નેહીઓ અને ફ્રેન્ડસ સાન હોસે આવી શક્યા નોતા.તેમને માટે ઓહાઈઓમાં રીસેપ્ત્સન રાખવું પડશે.વળી તેઓ વરસો થી ઓ હાઈઓ માં સેટલ થયેલા એટલે ત્યાં લોકલ ઓળખાણ ઘણી હતી.તેઓ મયંક પૂર્વીને લઇ ઓહાઈઓ જવા ઉપડી ગયા અને ત્યાં તૈયારીઓ શરુ કરી.એમને બે ત્રણ દિવસનો પ્રોગ્રામ ઘડી કાઢ્યો હતો.હું રીસેપ્ત્સન ના બે દિવસ અગાઉ ગયો હતો.તેમનો નાનો પુત્ર અલ્પેશ મને એરપોર્ટ પર લેવા આવ્યો હતો.તે રાત્રે ગરબાનો પ્રોગ્રામ હતો.મને રાત્રે ત્યાં લઇ ગયા.પ્રોગ્રામ મોડે સુધી ચાલ્યો.મેહદી ની રશમ પતી ગઈ હતી.બીજે દિવસે સાંજે રીસેપ્સન હતું. હું સાંજે હોલ પર ગયો.હળવું મ્યુસિક વાગતું હતું.ડીજે બેન્ડ સેવા માં હાજર હતું. ડેકોરેસન સરસ હતું.ફોટોગ્રાફર ફોટા પાડવામાં મશગુલ હતો.વોલન્ટયરસ મહેમાનોની સરભરા માં લાગેલા. એક બાજુ મેહમાનો માટે સરભરાની સામગ્રી હતી.સ્ટેજ પર મયંક ને પૂર્વી તેમના લગ્ન ડ્રેસ માં સુસજ્જ હતા.ગિફ્ટો અપાતી હતી.નામ નોધાતા હતા.ચાંદલાની નોધણી પણ ચાલુ હતી.લગ્નની ધામ ધૂમ દેખાતી હતી.રીસેપ્સન પતી ગયા પછી સ્ટેજ પર વર કન્યાની બાજુ માં હું બીપીનભાઈ ને પ્રમિલાબેન બેઠા હતા.હવે સ્પીચ નો પ્રોગ્રામ હતો.ઘણા બધાયે સ્પીચ આપી હતી.પૂર્વીએ પણ સ્પીચ આપી.સ્પીચ પ્રોગ્રામ પછી જમવાનો પ્રોગ્રામ હતો.જમણ વાર કેટર કરાવ્યો હતો.પછી ખાસ ડાન્સ ફ્લોર પર ડાન્સનો પ્રોગ્રામ હતો.પ્રમિલાબેન સારું નાચ્યા હતા.મોડે સુધી ડાન્સ પ્રોગ્રામ ચાલ્યો હતો.ઓહાઈઓ ઈસ્ટ કોસ્ટમાં હોવાથી ઠંડી લાગતી હતી.લગ્નનો થાક લાગવાથી ઉઘ સારી આવી ગઈ.બીજે દિવસે હું સાન હોસે પોહચી ગયો.થોડાક જ દિવસમાં બીપીનભાઈ ને પ્રમીલા બેન વડોદરા પોહચી ગયા.જતા પહેલા મને ઇન્ડિયા પોહ્ચાવાનું કહી ગયા.ત્યાં તેમના સગા સબંધીઓ, પૂર્વી ને મયંકના રીસેપ્સનની રાહ જોઈ રહ્યા હતા.તેઓએ લગ્નમાં નહી આવી શક્યા તેથી રીસેપ્સનની  ઈચ્છા બતાવી હતી.હું ઇન્ડિયા પોહચી ગયો.મને થયું કે મારા સગા સ્નેહીઓને લગ્ન મહાલવા મળશે.મેં બધાને આવવા નિમંત્રણ આપ્યું.હું રીસેપ્ત્સન ના બે દિવસ પહેલા સરલા બેનને ત્યાં અંકલેશ્વરપોહચી ગયો હતો. લગ્નના દિવસે સવારના અમે અંકલેશ્વર થી વડોદરા પોહચી ગયા.અમને ઘરેથી બાગમાં જવાનું કહ્યુંને અને તેનું સરનામું આપ્યું.બાગમાં જ બધો પ્રોગ્રામ હતો.અમે ત્યાં પોહ્ચ્યા.વેવાઈ ને મળ્યા.ચાહ પાણી પીધા.ત્યાં ડેકોરેસન નું કામ કાજ ચાલી રહ્યું હતું જીણી જીણી લાઈટો થી ઝાડ પાન શણગારાય ગયા. એમાં ઝરી ના તાર ઝળકી રહ્યા હતા.રંગીન તોરણો લગાવાઈ રહ્યા હતા.વર વધુનો ઝૂલો ફુલો થી શણગારાઈ રહ્યો હતો.બપોરે જમી અમે નિરજન ભાઈ ને ત્યાં ગયા.નિરંજનભાઈ ને ત્યાજ ચાર વાગી ગયા.ચાહ પાણી પી અમે તૈયાર થઇ ગયા ને બાગમાં પોહ્ચ્યા.મેં સફારી સૂટ પહેરયો હતો અને સરલાએ લગ્નની સાડી.બાગમાં ઢોલી શેનાઈ વગાડી હળવું લગ્ન સંગીત બજાવતા લગ્નનો માહોલ બરાબર જામ્યો હતો.મારા મુંબઈ વાસી વેવાઈ કિશોરભાઈ તથા દેવી બેન પણ આવ્યા હતા.ગિફ્ તથા ચાંદલાની નોધણી ચાલુ હતી.મયંક તથા પૂર્વી શુભેછકો ના અભિનંદન ઝીલી ઝીલી થાકી જતા.ઘડી ભર ઝૂલા પર બેસવા પામતા નહિ.જમણ બુફે ટાઇપ નું હતું.અને તે પણ બાગમાં.પાણી પૂરી થી માંડીને વિવિધ જાતની વાનગીઓ હતી.વાનગીઓ વિવધ ટેસ્ટને અનુરૂપ હતી.બાગ લાઇટો થી ઝગમગ હતો.પ્રોગ્રામ મોડે સુધી ચાલ્યો.અમારે ગાડી પકડી અંકલેશ્વર જવાનું હતું અને સગાઓ ને અમદાવાદ ,ભરૂચ ને મુંબઈ જવાનું હતું.તેથી વેવાઈ ની રજા લઇ અમો વડોદરા સ્ટેસન તરફ પ્રયાણ કર્યું.મોડી રાત્રે અમે ઘરે પોહ્ચ્યા.આમ મયંક ને પૂર્વીના ત્રણ રીસેપ્ત્સન પુરા થયા.

દ્રશ્ય-67-હું સીટીઝન થયો

આ હતું 1996 નું વર્ષ છેલ્લા પાચ વર્ષ માં પચાસ ટકા થી વધારે સમય અમેરિકામાં રહ્યો એથી સીટીઝન શીપ માટે એલીજીબલ થયો.પણ મારે સીટીઝનશીપની પરીક્ષા તો આપવી પડે.અને એમાં પાસ થવું પડે.તે માટે મેં તપાસ કરવા માંડી.અહી લાઈબ્રેરી માં અનેક વિષયની ચોપડીઓ હોઈ છે સીટીઝનશીપ પર એક નાની ચોપડી મળી આવી.આ ચોપડી અનેક વાર વાચી નાખી.પણ મને એક પ્રશ્ન મુઝાવતો કે મારે અમેરિકન સીટીઝનશીપ લેવી કે નહિ?આગળ આગળ જોયું જશે એમ વિચારી મન મનાવ્યું.દોસ્તે આપેલા એક સો સવાલ મેં કેટલીયે વાર વાચ્યા હતા. આખરે પરીક્ષા નો દિવસ આવી ગયો.પરીક્ષા સીવીક સેન્ટર લાઈટ રેલ સ્ટેસન ની નજીક હતી.આઠેક માળાના નવા બંધાયેલા મકાન માં હતી.હું સવારે પરવારી ત્યાં પોહચી ગયો. મારી મોટી છોકરીએ મને ત્યાં પોહ્ચાડ્યો.મકાન નીચે ભીડ હતી.લીફ્ટમાં ઉપર જવા માટે હું લાઈન માં ઉભો રહ્યો.મારો ટર્ન આવે ઉપર ગયો.ત્યાં વેટીંગ હોલ હતો ને બેસવા માટે ખુરશીઓ હતી.હું જઈ ખુરશી પર બેઠો. અંદર ઓફિસરો પરીક્ષા લેતા હતા.ઓફિસરે મારું અભિવાદન કરી સામે ખુરશીમાં બેસવા કહ્યું.પરિક્ષા ચાલુ થઇ.મને છ એક સવાલ પૂછ્યા.મેં જવાબ આપ્યા.સવાલ કોન્સ્ટીટ્યુંસન પર હતા. લાઈબ્રેરી ની નાની ચોપડી બહુ કામ આવી ગઈ.હું પાસ થઇ ગયો.હવે આગળ શું થશે તે વિચાર મુઝાવતો.એક તરફ મારા ઇન્ડિયામાં ગુજારેલા સાઇઠ વર્ષ મને પાછો જવા પ્રેરી રહ્યા હતા.જયારે પૂર્વી નો અધુરો અભ્યાસ તેના લગ્ન ને મારા ગ્રાન્ડ સન મને અહી રેહવા મજબુર કરી રહ્યા હતા.હવે પત્ની હતી નહિ એકલવાયુ જીવન જીવવાનો ને અડ્વાન્સ ઉમરે મુસીબતો ઉઠાવવાનો કોઈ અર્થ ના હતો.મેં તપાસ કરી કે સીટીઝનશીપ પાછી આપી દેવાઈ કે નહિ ? તે વખતે ડ્યુઅલ સીટીઝન શીપ હતી નહિ.મેં મન મનાવ્યું કે જરૂરત પડી તો પી આઈ ઓ કાર્ડ લઇ લેવો.મન અનેક તર્ક વિતર્ક કરી રહ્યું હતું એટલામાં ઈમ્મીગ્રેસન માં થી પત્ર આવ્યો કે ઓથ સેરીમોની અમુક તારીખે છે તેમાં તમારે હાજર રહી ઓથ લેવા પડશે.ઓથ પછી સીટીઝન શીપને લાગતી બધી કારવાહી ત્યાં થશે.ઓથ સેરીમોની ની તારીખ આવી ગઈ.ઓથ સેરીમોની કન્વેન્સન સેન્ટર ની સામે હોલમાં હતી. સમય સવારે આઠ નો હતો.હું સાત વાગે તૈયાર થઇ પ્રીતિ ની ગાડી માં બેસી ગયો.અમે વીસ પચીસ મિનીટમાં ત્યાં પોહચી ગયા.વાતાવરણ ખુશનુમા હતું.લોકો ભારે ઉત્શાહ માં હતા.ગાડીઓ પર ગાડીઓ ઠલવાતી હતી.ઓલ રેડી લાંબી લાઈન વધુ લાંબી થતી હતી.મ્યુસિક વાગતું હતું.હું લાઈન માં ઉભો હતો અને આતુરતા થી અંદર જવાની રાહ જોતો હતો.છેવટે મારો નંબર આવ્યો.હું અંદર ગયો.પ્રીતિ મને મૂકી પાછી ગઈ હતી.હું અંદર નો માહોલ જોઈ વિસ્મય પામ્યો.હોલ ખીચો ખીચ ભરેલો હતો.અંદર આવનાર નવા લોકો સ્ટેજના પગથીયા પર બેઠા હતા.સ્ટેજ પર ખુરશીઓ હાર બંધ ગોઠવી હતી.તેના પર ન્યાયાધીસ સરકારી અફસરો વગેરે બેઠા હતા.નેસનલ એન્થમ વાગતું હતું.અંદર પેસતા વિવિધ જાણકારી ના ફ્લાયર અપાતા હતા.ઇન્ડિયા માં આવું કશું જોએલું નહિ એટલે નવાઈ લગતી.છેવટે ઓથ સેરીમોની ચાલુ થઈ.હોલમાં સંપૂર્ણ શાંતિ હતી.સર્વે ઉભા થયા.જજે ઓથ આપવાનું સરુ કર્યું.એ બોલાવતા ગયા તેમ બધા એકી અવાજે બોલતા ગયા.ઘડી ભર મન વિભોર થઇ ગયું.આ દેશ માટે બહુ માન થયું.રસમ પંદર મિનીટ ચાલી.અંતે GOD BLESS America ના નારા સાથે પૂરું થયું.હોલ ખાલી થવા માંડ્યો.તે વખતે બપોરના બાર વાગ્યા હતા.હું હવે પાકો સીટીઝન થઇ ગયો.થોડા દિવસ પછી ટપાલમાં સીટીઝન શીપ નું સર્ટીફિકેટ આવી ગયું.

દ્રશ્ય-68-મયંક અને પુર્વીનો નવ ગૃહ પ્રવેશ

પૂર્વી લગ્ન પછી મયંક સાથે રેહવા માઉટંનવ્યુ ગઈ.મયંક ત્યારે માઉટનવ્યુમાં એપાર્ટમેન્ટમાં રેહતા હતા. તેમનો એક બેડરૂમનો એપાર્ટમેન્ટ હતો.ભાડું $1350હતું.ત્યારે એ એકલા હતા.કિશોરભાઈ ને દેવીબેન તે સમયે અમેરિકાની વિસિટ મારવા આવેલા અને મનોજ તથા પ્રીતિ સાથે રેહતા હતા.હું પણ ત્યાં હતો. મેં કામ ચલાવ પૂર્વી સાથે રેહવાનો વિચાર કર્યો.હું ત્યાંથી મારી જોબ પર જતો.હું ત્યાં રહ્યો ત્યારે પૂર્વી ને તેનું બાકી રહેલું CPA નું બીજું ગ્રુપ પાસ કરવા યાદ અપાવતો.પૂર્વી પણ તેનું બીજું ગ્રુપ પાસ કરવા ઉત્શુક હતી.જો ના કરે તો કોર્સ બદલાઈ જવાની વાતો થતી હતી.જો તેમ થાય તો બને ગ્રુપ તેને પાછા આપવા પડે અને એક ગ્રુપ પાસ કરવાની મેહેનત ફોકટ જાય.તે તેની aeptix કંપનીની ડીમાન્ડીંગ જોબમાંથી ટાઇમ કાઢી વાચતી.લાઈન બદલવા માટે કોઈ વિકલ્પ ન હતો.પૂર્વી સવારના વેહલી ઉઠી વાંચતી ને રાત્રે પણ મોડે સુધી વાંચતી.ઘર તથા જોબ સંભાળતી.પરીક્ષાનું ફોર્મ તેને સવેળા જ ભરી દીધું.થોડા સમયમાં પરીક્ષાની તારીખ આવી ગઈ.આ વખતે પરીક્ષા ઓંકલેન્ડ માં હતી.મુસીબત એ હતી કે ઓંકલેન્ડ રોજ અપ ડાઉન થાય નહિ.ત્યાં એકલા હોટેલમાં રેહવાઈ નહિ.કાંતો મારે જવું પડે.નહિતો કોઈ જાણીતું હોઈ તે શોધવું પડે.તપાસ કરતા માલમ પડ્યું કે પ્રીતિની એક ચાઇનીસ બેનપણીની બેન ઘણા સમયથી ઓકલેન્ડ માં રહે છે. પ્રીતિએ એને વાત કરી.ને તેને પૂછાવ્યું કે તેનો શું વિચાર છે?તેનો જવાબ હકારમાં આવ્યો.પછી પ્રીતિએ તેની સાથે ટેલીફોન પર સીધી વાત કરી.ને પુર્વીનો પ્રોગ્રામ નક્કી કરી નાખ્યો.એટલુજ નહિ પણ પ્રીતિ પરીક્ષાને અગલે દિવસે પૂર્વીને લઇ ઓંકલેન્ડ તેના ઘરે મૂકી આવી.પૂર્વી પણ તેની ગાડી લઇ ગઈ હતી.જેથી પરીક્ષા પતે તેને પાછા આવવામાં કામ આવે.અમે પૂર્વીને રોજ ટેલીફોન કરતા.અને પરીક્ષા કેવી ગઈ તે પૂછતા.ચાર દિવસમાં બધું પતિ ગયું ને પૂર્વી પાછી આવી ગઈ.રોજના રૂટીનમાં પરીક્ષા ભુલાઈ ગઈ અને પરિણામ પણ.સમર ફૂલ બહારમાં હતો.હું સેન્ટરમાંથી આવી સીધો બાથરૂમમાં હાથ મોડું ધોઈ ફ્રેસ થવા ગયો.ત્યાં ટેલીફોનની ઘંટડી વાગી.દોડી ફેમાંલી રૂમમાં ટેલીફોન લીધો.સામેથી પુર્વીનો અવાજ સંભળાયો.પપ્પા સાંભળો છો ?હું CPA ની પરીક્ષા પાસ થઇ ગઈ હું CPA થઇ ગઈ.આ સાંભળી મને ખુબ આનંદ થયો જે શબ્દો માં કેહવો મુશ્કેલ છે.પૂર્વી ના લગ્ન થઇ ગયા તેમજ CPA થઇ ગઈ હવે કેરીઅર અડ્વાન્સમેન્ટમાં વાંધો નહિ આવે.પછી તો પૂર્વી લાઇસન્સ ની પરીક્ષા પણ પાસ થઇ ગઈ.તેના બોસે તેના ઓડીટ અવર્સ પુરા થઇ ગયાનું સર્ટીફીકેટ પણ આપી દીધું. મયંક અને પૂર્વી મકાનની શોધમાં હતા.ઘણા મકાન જોયા.સનીવેલ કુપરટીનો,કેમ્પબેલ સિટીમાં જોયા કેટલાકમાં જગા ને કેટલાકમાં કીમત માફક ના આવી.આખરે એક મકાન જચી ગયું.રીટાયરડ પાઈલોટ નું મકાન હતું.મકાન જુનું હતું પણ સારું હતું.અને બહુ જાણીતા બિલ્ડરે બાંધ્યું હતું.એટલે મજબુત હતું.યાર્ડ ખાસ્સો મોટો હતો.મકાનમાં પાર્ટી હોલ હતો જે મસ મોટો હતો.તેને બે ડબલ ગ્લાસ ડોર હતા.આથી પ્રકાશ સારો આવતો.લાલ તથા સફેદ રેશમના પડદા હતા.યાર્ડમાં સામીયાનો હતો.બધી સિઝનમાં બહાર જામી શકાઈ.મકાનમાં 3000sq ft લીવીંગ space હતી.ત્રણ ફૂલ બાથરૂમ હતા.મકાન માલિક રીટાયર થઇ હવાઈ માં શેષ જીવન વિતાવા જતા રહ્યા.મયંક ને પૂર્વીએ મકાન લેવાનું નક્કી કરી મને અને પ્રીતિને જણાવ્યું.અમે મકાન જોયું અને O. K કર્યું.બાકીની વિધિ પુરી કરી સામાન શિફ્ટ કર્યો.પછીના વિક એન્ડ માં રેહવાનું સરુ કર્યું.પછી મકાનમાં બાથરૂમ રેનોવેટ કરાવ્યા ,બારીઓ બદલાવી બારબેકયું સ્કેવેર બનાવ્યો ,નવું કિચન કરાવ્યું વગેરે.મયંક ને પૂર્વીને આ ઘર લાભ દાઈ નીવડ્યું.

દ્રશ્ય-69-બ્રિટીસ કોલમ્બિયા ને કેનેડા

હું સાન હોઝે આવ્યો ત્યારે બોર થઇ ગયો હતો.કોઈ પ્રવૃત્તિ હતી નહિ.i.s.c.s (ઇન્ડિયન સીનીઅર કમ્યુનીટી સેન્ટર ) હતું પણ ત્યાં ખાસ કામ રેહતું નહિ.એક દિવસ ડાઉન ટાઉન માં ફરતા ફરતા દરવાજે ચોટાડેલી જાહેર ખબર વાચી.દસ દિવસની બ્રિટીસ કોલમ્બિયા ની ટુર હતી. પ્રાઈસ $500 હતી.હું અંદર જઈ પ્રોપ્રાઈટરને મળ્યો.તે ઈરાની હતો નામ સીરાઝી હતું.હું વળતે દિવસે સેન્ટરમાં ગયો ને બધાને વાત કરી પણ શરુમાં કોઈને વિશ્વાસ આવતો નહિ.મહામેનતે ચાર જણા ભેગા થયા.આ મારી પહેલી લાંબી ટુર હતી.ચાર જણામાં હું ,જોષીજી ,કાણે અને સાઠે હતા.ટુર ના દિવસે ત્રણ સમયસર ડાઉન ટાઉન આવી ગયા.કાણે નો પતો ન હતો.સીરાઝી ઉતાવળ કરતો હતો.તેને ભાઈ બાપા કરવાથી કાઈ વળે તેમ નોતું.તેણે પાંચ મિનીટ નું અલ્ટીમેટમ આપ્યું. નહિ આવે તો બસ ઉપડી જસે ને રીફંડ ના મળે.કોઈ પાસે કાણેનો ટેલીફોન નંબર પણ નહતો. હું ના ઈલાજ થઇ આટા મારતો.એટલામાં દુર કોઈ ગાડી આવતી દેખાઈ.કાણે મારતી મોટરે આવી પોહ્ચ્યા.મેં તેમને કહ્યું એક સેહજ મોડા પડ્યા હોત તો તેમને $500 નું નુકસાન થઇ જાત.અમે ચાર જણા હોવાથી અમને મીની બસ આપી હતી.મોટી બસ પોર્ટુગીસ કમ્યુનીટી માટે ચાર્ટર્ડ હતી.તેનું સંચલન સીરાઝી પોતે કરતો. અમારી ઇન્ડિયન કમ્યુનીટી માટે આ પહેલી ટુર નું આયોજન હતું. અમારું પહેલું સ્ટોપ સાસ્તા લેક હતું.ત્યાં પાવર સ્ટેસન હતું.સીરાઝીએ બાર્બેક્યુ પાર્ટી આપી હતી. ત્યાંથી ઓરેગોન ઝૂ ની વિસિટ લીધી હતી. રાત્રે વેસ્ટર્ન કેનિયન વિલે હોટેલમાં રહી સવારેપ્રયાણ કરી ટુર આગળ વધારી.ત્રીજે દિવસે અમે લા ક્વીનટા હોટેલમાં કોન્ટીનેન્ટલ બ્રેક ફાસ્ટ કરી સિયાટલ રવાના થયા.ત્યાં લંચબ્રેક પડ્યો.જમીને ફાર્મરસ માર્કેટ માં ફર્યા.બપોરે સિયાટલ છોડ્યું ને વાનકુવર પ્રયાણ કર્યું.સમીસાંજે વાનકુંવરપોહ્ચ્યા.ત્યાં ક્વોલીટી હોટેલમાં ઉતરા.હું ને જોષીજી રૂમ પાર્ટનર હતા.અમે તૈયાર થઇ વાન્કુવરમાં ફરવા નીકળ્યા.રસ્તે ફરતા ઇન્ડિયન રેસ્ટોરંટની નોધ લેતા હતા.અમારે રાતનું ડીનર તેમાં લેવાનું હતું.કાલે ચોથો દિવસ ફ્રી હતો.ત્રણ દિવસની સતત મુસાફરી પછી રાત્રે મોડે સુધી ગપ્પા માર્યા.ચોથો દિવસ ફ્રી હતો તેથી સવારના મોડા ઉઠ્યા.નાહી ધોઈ બ્રેક ફાસ્ટ કરી પછી સિટીમાં ખુબ ફર્યા.પાંચમે દિવસે વાનકુવર સિટીની છ કલાક ની ટુર હતી.વાન્કુવરસીટી માં જોવા જેવી બધીજ જગ્યા જોઈ.બપોરે ઇન્ડિયન રેસ્ટોરંટ માં જમ્યા. સાંજના ક્વાલીટી હોટેલ માં પાછા ફર્યા.છઠે દિવસે સવારના બસ અમને ટસ્સેનબે લઇ ગઈ.જ્યાં અમે ફેરી માં બેઠા.ફેરી ની મુસાફરીની મજા કંઈ ઔર હતી.ફેરી માં ઉપરનીચે ખુબ આટા માર્યા.ફેરી ચીક્કાર હતી.ફેરી પર નાની નાની વસ્તુઓ વેચાવા આવતી.અહી ઇન્ડિયા ના સરદાર ઘણા હતા.બે કલાક પછી બુચાર્ટ ગાર્ડન પોહ્ચ્યા.બુચાર્ટ ગાર્ડન માં ત્રણ કલાક ફર્યા.બહુ સેહલાણીઓ બુચાર્ટ ગાર્ડનની મોજ માણતાં હતા.ત્યાં નર્સરી હતી.અહી દુનિયા ભર ના ફૂલો ઉગતા.ખાસ કરીને ગુલાબ.ત્યાં ખાણી પીણી ની પણ વ્યવસ્થા છે.અમેરિકામાં વેજીટેરિયન માટે બહુ લીમીટેડ ચોઈસ હતો.અમે સાંજના વાનકુવર પાછા જવા ફેરીમાં બેઠા.લગભગ આઠ વાગે વાનકુવર પોહ્ચ્યા.ફેરી પર જે કાઈ મળતું તે જમી લીધું.થાકીને લોથ પોથ થઇ ગયા હોવાથી જલદી સુઈ ગયા.સવારના દસ વાગે બસ અમને લઇ અમેરિકા જવા રવાના થઇ.પાછા જતા અમે જે રસ્તે આવ્યાતા તેજ રસ્તે પાછા ગયા અને એજ હોટેલોમાં રહ્યા.પાછા જતા અમે રીનો એક રાત રીજન્સી હોટેલ માં રહ્યા.બીજે દિવસે ત્રણ કલાક રીનો હિલ્ટન માં રહ્યા અને કોમ્પ્લીમેન્ટરી બફેટ જમ્યા.સાંજના સાનહોસે પોહ્ચ્યા.ટુરની યાદો વાગોળતા રહ્યા અને અન્ય લોકો ને કેહતા રહ્યા.પરિણામે અન્ય લોકોને પ્રેરણા આપતા ગયા.પછી મારો ટુર આયોજન કરવાનો ઉત્શાહ વધતો રહ્યો અને રિસ્પોન્સ મળતો ગયો.

દ્રશ્ય-70-હવાઈ ટ્રીપ

હવાઈની વાતો અને તેની આબોહવા માટે ઘણું સાભળ્યું હતું.પણ તેને સાકાર કેમ કરવું.તેના વિશે મનમાં બહુ વિચારો આવતા.એટલે કોઈ ટ્રાવેલ કંપની જે બધી સુવિધા આપે તેની શોધ હતી.હું બહુ જગ્યાએ જતો અને તપાસ કરતો.એર ટિકટ, કાર હાયર અને હોટેલ વગેરેની સુવિધાવાળી ઘણી કંપની હતી.પણ આતો સીનીઅર્સ ની ટુર જેમાં મોટા ભાગના ડ્રાઈવ ના કરે અને કેટલાક તો ડિસેબલ.મોટા ભાગે ઇન્ડિયા થી આવેલા પેરન્ટસ હતા.મારા મિત્ર ડોક્ટર શર્મા તેમને પણ ટુર માં જવાનો શોખ.અમે સીનીઅર્સ ને અનુકુળ તેવી ટ્રાવેલ કંપની શોધી કાઢી.તે હોસ્ટેટર પર હતી.તેનો માલિક ડોંગ હતો. તે ચાઇનીસ હતો.તે ઈંગ્લીશ બોલતો અને સમજતો હતો.તેની હવાઈ ની પેકેજ ટુર હતી.આ પેકેજ ટુર માં એર ટિકીટ,બસમાં બેસી સાઈટ સીઈંગ, હોટેલ બ્રેકફાસ્ટ વગેરે આવી જતું હતું.પહેલા અમે બે જણાએ નામ નોધાવ્યા.ત્યાર પછી ગ્રુપ બનવાની કોસિસ ચાલુ કરી.સેન્ટર માં પણ વાત વેહતી કરી.જોત જોતામાં આંકડો પિસ્તાલીસ પોહચી ગયો.બસની કેપેસીટી પૂરી થઇ ગઈ એટલે વધુ લેવાના બંધ કર્યા.ઈન્ડિયન સેન્ટર માં એક નવો ઉત્સાહ દેખાયો.ટ્રાવેલ કંપની માટે તડાકો બોલી ગયો. મને ઇનામ મળ્યું.જેઓ આગળ નહિ જઈ શક્યા તેમણે તેમના નામ મને અડ્વાન્સ માં આપી દીધા.હું ટુર ઓર્ગેનાઈઝર તરીકે જાણીતો થયો તે સમયે પ્રદીપ જોષીજી સેન્ટર ચલાવતા હતા.મને સેન્ટરે ટુર વોલંટીયર નું સર્ટીફીકેટ આપ્યું હતું.ન્યુ યોર્ક થી પબ્લીશ થતા ઇન્ડિયન મગેઝીન મંત્રા નો રિપોર્ટર મારો ઈન્ટરવ્યું લેવા મારે ઘરે આવ્યો હતો.મારા ઘણાં ફોટો લીધા.પ્રદીપ જોષી પછી મેડમ પાટીલ ઇન્ડિયન સેન્ટર નાપ્રેસીડેન્ટ હતા.તેમને મને ખુબ પ્રોસાહિત કર્યો. પછી શ્યામ રાવ મેનેજર આવ્યા તેમને પણ મારું આ કામ ગમ્યું.પછી. iscs ની પાસે થી સેન્ટર ગોધવાની ફેમીલી પાસે ગયું. તે વખતે ખુબ પ્રોટેસ્ટ થયો હતો મીટીંગો થઇ હતી.મેમ્બર્સ બદલાવ ની વિરુધ હતા.પણ સેન્ટર મેનેજરે વધારે પગારની નોકરી ની લાલચે નમતું જોખ્યું. ( આ સાંભળેલી વાત ). નવા મેનેજમેન્ટ ના હિસાબે આ પ્રવૃત્તિ બંધ પડી ગઈ.તેમને એમાંથી પૈસા કમાવા હતા જયારે મારે સીનીઅર્સ ને એફોર્ડડેબળ ભાવે દુનિયા દેખાડવી હતી અને જીદગીની મેમોરેબલે ટ્રીપો કરાવી હતી.હું ત્યાર પછી ઈમૈલ થી ઓપરેટ કરતો.મારા કોમ્પ્યુટર પર 700 ઈમૈલ હતા.અને તે સારું ચાલતું.અમે જવાના દિવસે અમો બધા સાન હોસે એર પોર્ટ પર ભેગા થયા.ત્યારે ગ્રુપનો અદમ્ય ઉત્સાહ હતો.બધાજ હાઈ સ્પીરીટ માં હતા.ફ્લાઈટ ટાઇમ સર હતી.સારું એવું ઉડ્યા પછી પ્લેન હોનોલુલુમાં ઉતર્યું.ત્યારે ધીમો ધીમો વરસાદ પડતો હતો.અમને રીસીવ કરવા ટ્રાવેલ કંપનીનો રેપ્રીસેન્ટટેટીવ હાજર હતો.તેણે અમારું અભિવાદન કર્યું અને હવાઈ ફૂલ માળા દરેકને પેહેરાવી.જે આજે બાર વરસે પણ તેવીજ છે. આ વિધિ પૂરી થઇ એટલે બસ અમોને લેવા આવી.હોટલ જતા પહેલા હોનોલુલુ સિટીની ટુર થઇ.ટુર પતિ ગયા પછી અમે હોટેલ ગયા.ડબલ ઓક્યુપન્સી ની રૂમ હતી.મારા પાર્ટનર કાણે હતા.અમે ફ્રેશ થઇ બહાર ફરવા ગયા.હવે વરસાદ થોભી ગયો હતો.હોનોલુલુમાં રાત્રે ફરવાની ખુબ મજા આવી.અમે એક રેસ્ટોરંટ માં જમી લીધું અને રાત્રે દસ વાગે હોટેલ પાછા આવ્યા.હોટેલનું સિચ્યુએસન સુંદર હતું.હોટેલ ની સામે એક વિશાલ માર્કેટ હતી જેમાં પાઈનેપલ પીઝા મળતા.નાની નાની દુકાનો હતી અને ત્યાં અવનવી વસ્તુઓ મળતી.બીજે દિવસે ઉઠી ચાહ પી હોટલ પાછળ એક લેક છે અને તેને ફરતી વોકિંગ ટ્રેઈલ છે ત્યાં વોક કરી પાછા આવ્યા.નવ વાગે બસ બ્રેકફાસ્ટ માટે લઇ ગઈ.જગા સુંદર હતી અને બ્રેકફાસ્ટ લાજવાબ હતો.અગણીત ચોઈસ હતા.અમે મેકાડેમીયા ફેક્ટરી વિસિટ કરી નટ્સ ખરીદ્યા.પર્લ હાર્બર સીટી ની વિસિટ કરી.તેમાં અરિઝોના મેમોરીઅલ પાર્ક છે.જ્યાં હજુ પણ અરિઝોના શીપ ડૂબેલું નજર આવે છે.અમે તે વખતની વીડિઓ ફિલ્મ જોઈ.પાછા વળતી વખતે જુના ચાઈના ટાઉન માં થી પસાર થયા.વચ્ચે સ્ટેટ કેપિટલ નું મકાન ,ગવર્નર નું મેન્સન ,અને રાજા કામેહામેહા નું સ્ટેચ્યુ અને લોનાની પેલેસ જોયા.સૌથી સુંદર જગા OAHAU માં વાઈકીકી બીચ હતો તે પછી અમીરો ના લત્તા માં ઘૂમ્યા.પછીના દિવસે પોલીનેસિયન કલ્ચરલ શો જોયો બહુ સ્પેકટેક્યુંલર હતો.શો પછી ડિનર હતું.રાત્રે અગિયાર વાગે હોટલ પાછા ફર્યા.હું અને ડોક્ટર શર્મા ઓપ્સનલ ટુરમાં સબમરીનમાં બેસી દરિયા ની નીચે મરીન લાઈફ જોવા ગયા હતા માવી ટાપુ ની પણ ટુર કરી હતી.બીગ આઈલેન્ડ જવા એર ફ્લાઈટ લીધી હતી ને ત્યાં એક્ટીવ વોલકેનો જોયા હતા.એ સાત દિવસની યાદગાર ટુર ,લાજબ બ્રેકફાસ્ટ ને સવાર થી સાંજ બસ માં ફરવાની અને જોવાની મજા કાઈક ઓર હતી.આ હતી.1998 ની સાલ.

ધનંજય સુરતી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.