રમામાસીને જન્મદિવસના મુબારક

 

આજે ૧૦મી માર્ચ આપણા વ્હાલા રમામાસીનો જન્મદિવસ  

 

 

 

 

 

 

 

રામામાસી પુસ્તક પરબની પ્રેરણા અને એક એવી પ્રતિભા જે સદાય પાછળ રહીને પણ  વાત્સલ્ય નો ખજાનો પીરસે, સંવેદના નો એક એવો સુર રેલાવે ..જે સદાય પ્રોત્સાહન બને અને પ્રેમનું એક  એવું ઝરણું કે ચુપચાપ વહયા કરે છતા સર્જનશક્તિની પ્રેરણા નું ઝળ બધાને પાતા જ્ઞાનની સરવાણી કરે..એક આદર્શ શિક્ષિકા એવા  મા સમા રમામાસીને “પુસ્તક પરબ”ના સર્વે વાચકો અને સર્જકો તરફથીઆજના દિવસે  પ્રણામ અને શુભકામના ..આપ સદાય પ્રેરણામૂર્તિ બની  અમને બળ આપતા રહો એવી શુભેચ્છા..પુસ્તક વગરનું ઘર બારી વગરના મકાન જેવું છે. એટલે કે સાચી પ્રેરણા, સાચા ગુણો અને સાચા આદર્શો પુસ્તકમાંથી જ મળે છે. આપનું અનૌપચારિક માર્ગદર્શન પરબ થકી અમને મળે છે અને સદાય મળતું રહેશે.શિક્ષિકા તો માતા છે. જે માતાનું સ્થાન ન લઈ શકે તે શિક્ષિકા થાય જ નહીં…માટે માસી તમે અમારા સૌ માટે વિશેષ  છો.એક સ્ત્રી શક્તિ સમાન છો.પુસ્તક પરબની પ્રેરણા છો આપનો અહોભાવ  સદાય બધા પર રહે એવી આજના દિવસે શુભભાવના.આપ સમાજ ની સાહિત્ય ને સેવા કરી ને અમારા સહુના માર્ગદર્શક બની રહો એવી પ્રાર્થના.

જન્મદિવસ મુબારક

9 thoughts on “રમામાસીને જન્મદિવસના મુબારક

 1. રમ માસી ને અમારા પ્રણામ . આપના જેવી સાહિત્ય ભક્તિ અને સમાજ સેવા ના ગુણો અમારા માં આવે તેવા આશીર્વાદ ની પ્રાર્થના
  હેમંત જયા ઉપાધ્યાય

  Like

 2. રમાબેન આપ પુસ્તક પરબના પ્રણેતા પ્રતાપભાઈના પ્રેરણાસ્ત્રોત છો!! પ્રતાપભાઈ ની બધી સાહિત્ય પ્રવૃતિની પાછળ અડિખમ સ્તંભની માફક ઊભા છો!! આપ બન્ને દંપતીને સાહિત્યપૂર્વક સલામ!!!! આપની દિર્ઘાયુ માટે હમેશા દુઆ છે!! આપના જ્ન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા!! તુમ જીઓ હઝારો સાલ સાલ કે દિન હો પચાસ હઝાર!! આમિન!!સપના વિજાપુરા

  Like

 3. અમેરિકામાં રહીને ભારતિય સઁસ્કૃતિની જાળવણી અને નવી પેઢી માટે ઉદાહરણ રૂપ જે દમ્પતીઓ છે તેમાંના એક તે આપ બન્ને ! જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ … ગીતા અને સુભાષ ભટ્ટ તરફથી

  Like

 4. પ્રતાપભાઈને તો એક વખત મળવાનો મોકો મળ્યો હતો. માસી અહીં મળી ગયાં.
  તેમને જન્મદિનની શુભેચ્છા.

  Like

 5. મુ.વડીલ ,દુઆઓના કાફલામાં એક દુઆ મારી..દર વર્ષે પ્રતાપભાઈ આજરીતે આપને ગુલાબ આપતા રહે.આપના જીવનમાંથી તમામ કાંટા પ્રભુ દુર કરે.આપનો અને સાહિત્યનો બાગ હમેશા આપની સેવાકીય પ્રવૃત્તિથી મઘમઘતો રહે,સુખમય,તંદુરસ્ત આયુષ્ય આપને મળે તેવી પ્રાર્થના.પ્રણામ.

  Like

 6. મારા વ્હાલા ભાઈઓ અને પ્રિય બહેનો
  પુસ્તક પરબ બેઠક બેએરિયા કૅલિફૉર્નિયા
  આપસૌ એ મારા પ્રત્યેની અદભુત લાગણી અને પ્રેમ મારા 75 માં જન્મ દિવસે
  વરસાવી મને ખુબ પ્રસન્નતા આપી છે બેઠક ના માધ્યમ થી આપણે સૌ સાથે
  માતૃભાષા ની સેવા કરીએ છીએ મારા પરિવાર ને ગમતી માનવ સેવા કરી
  જીવન સાર્થકતા નો અનુભવ કરાવવા માં આપ સહભાગી રહ્યા એ અમારા સદ્ભાગ્ય છે.

  તો હું આપસૌ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરતા આનન્દ અનુભવું છું
  અને સૌને મારા અંતરના આશીર્વાદ પાઠવું છું
  આભાર
  રમાબેન પંડ્યા
  વડોદરા

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.