અવલોકન -૧૮ -બાઈટ

bits-bytes

    કોમ્પ્યુટરની ભાષાનો પાયાનો મણકો. કોમ્યુટરમાં જે કાંઈ સમાય તે બધું બાઈટમાં મપાય. કિલોબાઈટ, મેગાબાઈટ, ગિગાબાઈટ અને ટેરાબાઈટ  – હજુય આગળ બીજા ‘મોટા’ બાઈટ આવશે ! ગમે તે માહિતી હોય;  કે કોમ્પ્યુટરને કામ કરવાની સૂચના હોય –  બધું બાઈટની પરિમિતીમાં આવી જાય. બાઈટની લંબાઈ માહિતી પર આધાર રાખે.  માહિતી જેટલી મોટી, તેટલા વધારે બાઈટ જોઈએ.

          બાઈટની અંદરેય જવાય. તેના બે જ ઘટક – ‘૦’  અને ‘૧’ . આ સિવાય કશું જ નહીં. સંખ્યા હોય કે દુનિયાની કોઈ પણ ભાષાનો કે , કોઈ પણ લિપિનો શબ્દ હોય ; અરે સંગીતની તર્જ હોય કે કોઈ ચિત્ર કે ચલચિત્ર (વિડિયો) હોય – બધુંય તે બાઈટમાં જ સમજે. કોમ્પ્યુટર  ‘૦’  અથવા ‘૧’  સિવાય કશું જ સમજી ન શકે.

—————————–

        કેટલું સરળ દિમાગનું છે, આ મશીન? આપણા જેટલું તે ચાણક્ય નથી!  આપણે તો શૂન્ય અને એક્ને કોઈ વિસાતમાં નથી ગણતા.

 • આપણી ગણતરીઓ મોટી
 • આપણી હુંશિયારી અને ફિશિયારી મહાન
 • આપણી આકાંક્ષાઓ, અપેક્ષાઓ પાર વિનાની
 • આપણી બુદ્ધિ વિશદ, પંડિતાઈથી ભરેલી.
 • જાતજાતનાં વિજ્ઞાનો,  શાસ્ત્રો અને ભાષાઓ.
 • જાતજાતની સંવેદનાઓ,
 • જાતજાતના   
  • મતમતાંતરો
  • માન્યતાઓ
  • પૂર્વગ્રહો
  • ગમા- અણગમા
  • શંકા- કુશંકા

કેટલું વિલક્ષણ છે આપણું મગજ?

કોમ્યુટર બે જ વાત સમજે

 • ૦ અને/ અથવા  ૧ 
 • હોવાપણું અને નહીં હોવાપણું
 • સ્વિચ ચાલુ છે કે બંધ

        અને આપણને આટલી નાની વાત સમજતાં જન્મારો નીકળી જાય. અને તોય  આ નાની શી વાત સમજતાં આપણી વિષદતા -ખરું પુછો તો  આપણી અધૂરી સમજણ – વચ્ચે નડે !   આપણને બાઈટ કરતાં આવડે (કરડતાં!) પણ ઓલ્યા , સાવ નાનકડા બાઈટની કની ગણતાં ન આવડે.

ભણ્યા, પણ ગણ્યા નહીં.
‘બાઈટ’ જ ન સમજ્યા.

5 thoughts on “અવલોકન -૧૮ -બાઈટ

 1. વાહ સુરેશભાઈ! અધ્યાતમની કેટલી મોટી બાત ૦ અને ૧ માં સમેટી લીધી, અને એના માટે માત્ર પા બાઈટ જ વાપર્યો.
  (એક બાઈટમાં આઠ બીટ આવે, અને નવા પ્રોસેસરમાં તો સોળ બીટ્સ આવે, તમે માત્ર એક ૦ અને એક ૧ એમ બે જ બીટ્સ વાપર્યા)

  Like

  • હા. પણ એ તો ‘બાઈટ’ની માંલી’પાની વાત છે !
   બાઈટની અંદરેય જવાય. તેના બે જ ઘટક – ‘૦’ અને ‘૧’ .
   ———–
   મોટાં ભાગનાં અવલોકનો નો કોમન ફેક્ટર ‘અંદરની વાત – અધ્યાત્મ’ છે. આપણા સમગ્ર જીવતરનો કોમન ફેક્ટર હોવાપણું અને ન હોવાપણું હોય છે. આપણે કાં તો હોઈએ છીએ, અથવા નથી હોતા.
   પણ આપણને ‘બનવા’ના બહુ અભરખા હોય છે !
   વર્તમાનમાં જીવવાનો પાયો જ ‘હોવા’ માં છે – બનવાને ફારગતિ !

   Like

 2. Sureshbhai, 0 ane 1 ni vyakhya khub gami. For any information, you need these two. Howa panu ane N Howapanu. Abhinandan.

  Like

 3. “માંયલી’” વાત”…..પણ આપણને ‘બનવા’ના બહુ અભરખા હોય છે !
  વર્તમાનમાં જીવવાનો પાયો જ ‘હોવા’ માં છે – બનવાને ફારગતિ !”
  વાહ સુ.જા ની.. વાહ ! ” બની આજાદ “નું શિર્ષક બદલી કાઢજો ભાઈ, “સુ.જા.મહારાજ સા.સ્વામી ”
  તમે ” છો ” જ !
  બીજી એક વાત :- ગણતરી કોઈ કામ આવે નહીં ! બધું ઓટોમેટીક ” = “ડિવોટેડ ઇન-બિલ્ટ સીસ્ટમ” જ કામ કરી છે ને? ભાઈ સા’બ ભલેને “ફાંકો રાખતા” it ઇસ ઓકે !

  Liked by 1 person

 4. ૐ પૂર્ણ ‘મદઃ પૂર્ણં ઇદં’ એ શાંતિ મંત્ર જો સમજાઈ જાય તો?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.