૨૧-એવું કેમ ?સફળતા અને એકલતા

એવું કેમ ? સફળતા અને એકલતા !

તાજેતરમાં જ આપણાં ફિલ્મ જગતની સુપર સ્ટાર શ્રીદેવીનું બાથટબમાં પડવાથી ( અમુક સમાચાર એજન્સીઓના કહેવા પ્રમાણે અમુક પ્રકારની દવાઓ અને દારૂને કારણે )આકસ્મિક નિધન થયું.  ફિલ્મી જગતનો આ એક વધારાનો આંચકો.

અમેરિકામાં માઈકલ જેક્શન અને વ્હીટની યુસ્ટનનાં ડ્રગને કારણે નીપજેલા મોતને હજુ ભૂલ્યા નથી ; ૧૯૬૦ – ૭૦ ના દાયકામાં પ્રસિદ્ધ, લોકપ્રિયતાને શિખરે બિરાજેલ મીનાકુમારી કે ગુરૂદત્તનાં આલ્કોહોલને કારણે થયેલાં મૃત્યું તો દૂરની વાત છે પણ રાજેશ ખન્ના જેવા હિન્દી ફિલ્મ જગતના લોકપ્રિય સુપર સ્ટારની યાદો તાજી જ છે .. ત્યાં શ્રીદેવીની અચાનક વિદાયથી વધુ મોટો આંચકો આવ્યો !

એવું કેમ?
સફળ વ્યક્તિ માટે કહેવાયું છે :
Behind a successful man there is a dedicated woman ! પણ વાસ્તવિકતા કૈંક આવી છે.  સફળ વ્યક્તિ સાથે બીજી કોઈ વ્યક્તિ હોય કે ન હોય પણ એકલતા પડછાયાની જેમ જરૂર વણ બોલાવ્યે આવતી જતી હોય છે . તમે સફળ થાઓ તે સાથે અંદરથી એકલાપણું અનુભવવા મંડો. થોડો વિરોધાભાસ લાગે છે ને ?

આપણે રોજબરોજના જીવનમાં જોઈએ છીએ,  કેવાં સારાં મોટાં કલાકારો સેલિબ્રિટીઝ ડ્રગ્સ અથવા દારૂના ચક્કરમાં ફસાયેલા હોય છે . એટલી હદે કે એના એડિક્શનમાં ભલભલા — હીરો હીરોઇનો – સુપર સ્ટાર્સને આપણે નજર આગળ જીવનથી અલવિદા કરતાં જોઈએ છીએ.ટી વી સિરિયલ બાલિકા વધુની હિરોઈન પ્રત્યુષાનું ક્સમયનું મોત કે અમિતાભ બચ્ચન સાથે સૌથી નાની હિરોઈનનો રોલ ભજવનાર જીયા ખાન વગેરે અહીં યાદ આવે. નાની વયે વિચિત્ર કારણોસર તેઓની ક્સમયની એક્ઝીટ.

એવું કેમ?
જાહેર જીવનમાં તો તેઓ અનેક માટે રોલ મોડલ્સ હોય છે..પણ તો પછી અંગત જીવનમાં આ ખાલીપો શાને ?
આમ તો સફળતા અને ઝાકઝમાળ જિંદગી એટલે પૈસો અને પ્રતિષ્ઠઠા. ચારેકોર વાહ વાહ. જ્યાં જાઓ ત્યાં આવકાર. ફુલહારથી સન્નમાન. રૂપેરી દુનિયાના રૂપાળાં રાજાઓ ને રાજકુમારીઓ. તો પછી નશો કરી દુઃખ ભુલાવવાનું શું પ્રયોજન ?શું ખૂટે છે જીવનમાં? સામાન્ય પ્રજા તો એમના આવા સફળ સુંદર જીવનથી ઘેલી થઇ એવું મોજ મઝાનું જીવન પોતાને મળે તે માટે ફાંફાં મારતી હોય છે.. તો આ વિરોધાભાસ શાને? આવી અસંમતુલ – કોન્ટ્રાડિકટરી જિંદગી?

હમણાં થોડા સમય પૂર્વે અમેરિકાના એક રેડીઓ પર સેલીબ્રીટીસ ચિલ્ડ્રન ( પ્રખ્યાત હીરો – હીરોઇનનોના સંતાનો )સાથેની ચર્ચા સાંભળવા મળી . સફળ  નીવડેલા કલાકાર તરીકે લોકપ્રિયતા ટકાવી રાખવા તેમના માં બાપોને આપવા પડતાં બલિદાનો વિષે એ બાળકો અને પુખ્ત ઉંમરના સંતાનો બોલતાં હતાં.  સુખ સંપત્તિથી છલોછલ છલકાતી દોમ દોમ સાહેબી વચ્ચે રૂંધાતી લાગણીઓ અને સમયનો અભાવ. કુટુંબમાં સંતાનોને ઉછેરવામાં અપૂરતી તક અને અન્ય કારણોથી ( ગળાકાપ હરીફાઈ , વફાદાર મિત્રોનો અભાવ વગેરે ) થી ઉભો થતો સ્ટ્રેસ.

બેઘડી વિચાર આવે : એવું કેમ ?
પણ સેલીબ્રીટીસના સંતાનોએ કહ્યું કે સામાન્ય માનવીની જેમ નોર્મલ જીવન જીવવું તેમને માટે (સંતાનો માટે )પણઅશક્ય હતું.  એમની ફરિયાદ હતી કે એમને ફ્રાઈડેની સાંજે સિરિયસલી ડેઈટ ઉપર જનાર બોય ફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ મળવા મુશ્કેલ હોય છે.  મોટાભાગના મિત્રો તેમનો “ ઉપયોગ “ આ નીવડેલા એકટર એક્ટ્રેસને મળવા જ કરતાં હોય છે.  એક વ્યક્તિ નહીં પણ એક આગળ વધવા માટેનું તેઓ માધ્યમ હોય છે. જાહેર જીવન સાથે દરેક વ્યક્તિની એક અંગત જિંદગી પણ હોય છે  અને એ અંગત જિંદગીને અંતર્ગત દરેક ફેમસ વ્યક્તિની એક પોતાની ખાનગી લાઈફ હોય છે.  પડદા પર સામાન્ય ગરીબ ઘરની પુત્રવધૂનો રોલ કરતી સંપત્તિવાન હિરોઈન એક એશ આરામનું જીવન જીવે તે એની અંગત લાઈફ થઇ. પતિ અને સંતાનો સાથે ક્રુઝમાં જાય , વેકેશન માણે એ અંગત જિંદગી થઇ અને એ જાહેર અને અંગત જીવન તો આપણે બધાએ જીવીએ છીએ પણ પોતાનું સૌંદર્ય ટકાવી રાખવા , વજન કંટ્રોલમાં રાખવા, ટેન્શન ઓછું કરવા જે ઉપચારો કરે , ટ્રીટમેન્ટ કરાવે વગેરે તેની inner life – private -ખાનગી લાઈફ થઇ. જેમાં પત્રકારો કે સોશિઅલ મીડિયાને સ્થાન નથી .પણ પત્રકારો કે ન્યુઝ એજન્સીઓને એમાં જ તો રસ હોય છે. વાતને શોધી ને ચગાવવાની ! ( સોરી , પણ કેટલેક અંશે ‘એવું કેમ ‘માં અનિચ્છાએ પણ શું આવું નથી થતું ?) અને છેલ્લે આવે છે વ્યક્તિની inner personal private life :પ્રત્યેક વ્યક્તિની પોતાની એક ગૂઢ મન: સૃષ્ટિ પણ હોય છે અને ત્યાં માત્ર એ પોતે જ હોય છે. સામાન્ય વ્યક્તિના આ છેલ્લા બે અંતર જગતમાં એના પોતાના નજીકના પરિવારનાં હિતેચ્છુઓ આંટો મારતાં હોય છે પણ સફળ સેલિબ્રિટીઝ માટે એમની ખ્યાતિ જ એક ઢાલ બનીને તેમને એકલા બનાવી દે છે. તેથી વેસ્ટર્ન વર્લ્ડમાં ( અને આપણે ત્યાં પણ હવે)રિ હાબ સેન્ટર્સમાં , થેરાપિસ્ટ સાયકોલોજીસ્ટ વગેરે પાસે એ લોકો દિલ ખોલતાં હોય છે પણ સોશિઅલ મીડિયા ત્યાં પણ તેમને ક્યાં જંપીને બેસવા દે છે? અને ક્યારેક એનો અંજામ અજુગતો આવે છે… મૃત્યુ બાદ પણ જયારે સામાન્ય વ્યક્તિનાં સંતાનો પોક મૂકીને રડીને દુઃખ દર્દ બહાર લાવી દિલ હળવું કરે છે ત્યારે સેલિબ્રિટીઝના સંતાનોને એ પણ અલભ્ય છે. બસ દુઃખતાં દિલે આસું સહ શ્રીદેવીને અંજલિ અર્પતાં એટલું જ પૂછીશું : એવું કેમ?સફળતા પાછળ આવી એકલતા ?એવું કેમ ?

ગીતા ભટ્ટ 

8 thoughts on “૨૧-એવું કેમ ?સફળતા અને એકલતા

 1. જીવનની દોટ ઊંચા શિખર પર પહોંચવા માટેની મૂષક દોડમાં કોણ સામેલ નથી? પણ ત્યાં પહોંચ્યા બાદની એકલતા અને ત્યાં ટકી રહેવા માટેનો વલોપાત જીવનમાં નવા દુઃખ જ સર્જતો હોય છે.

  ‘કેવું એ અડાબીડ જંગલ? એકમેકને મારી, કાપીને પોતાના જ સ્વાર્થમાં રચ્યા પચ્યા પામર જીવોનાં ટોળેટોળાં.’

  https://gadyasoor.wordpress.com/2013/03/16/bani_azad-15/.

  Liked by 2 people

  • સુરેશભાઈ ! આપનો લેખ પણ વાંચ્યો .. બે વાર ! ગહન વિષય અને ઊંડું ચિંતન ! Thanks ..

   Like

 2. બહેન બહુ સરસ ચિંતન કર્યું છે, પણ આ એક વણ સુલઝેલો સવાલ છે. આજના સમયમાં આનો જવાબ મળવો મુશ્કેલ છે. આજે અમેરિકામાં ગુજરાતી ઘરોમાં પણ આવો જ સવાલ છે, પણ વાત હજી મરણ સુધી પહોંચી નથી. કેટલાય જીવતાં મડદાં છે જો કોઈને જોવાની ફૂરસદ હોય તો !

  Liked by 2 people

 3. ગીતાબેન, બહારથી ચમક દમકવાળા જીવનમાં સંઘર્ષ કેટલો હોય છે એ તો જે એમના અંતરંગ હોય એ જ જાણે પણ આવા ચકાચોંધ કરી દેતા કોઇપણ ક્ષેત્રમાં ટકી રહેવા માટે જાતને જે રીતે સજ્જ રાખવી પડે છે એમાં જ એની પાછળ ઘણું બધું ટેન્શન ઊભુ થતું હોય છે એ હવે આપણે પણ જાણીએ છીએ ને?
  મધુર ભંડારકરની ફિલ્મ ” ફેશન” આનું તાદ્રશ્ય ફિલ્માંકન છે.

  Liked by 1 person

  • ફરીથી…
   ઉપર ચઢવું – શિખરે પહોંચવું એ કાંઈ ખરાબ ચીજ નથી. માનવ સહજ છે. પણ જીવનના કોઈ પણ તબક્કે માણસ હોય – ટોચથી શિખર લગી – સહજતા બની રહે – એમ બની શકે. ખરેખર મહાન માનવોના જીવનમાંથી આ જ તો શીખવાનુ છે. કમભાગ્યે આપણે એમની બહારની ચમક ઝમકથી અંજાઈ એ મૂષકદોડમાં પાછળ ન પડવા હોડ બકતા હોઈએ છીએ.
   આ એક ગુલામી છે , પણ એમાંથી આઝાદી મેળવી શકાય છે- શિખરે પહોંચ્યા બાદ પણ ! પણ… વર્તમાનમાં જીવવા માટે તો માત્ર ત્રણ મહિના રોજ ચાર ચાર મિનિટ જ ગાળવાથી શરૂઆત કરવાની હોય છે, અને એ ટેવ જીવનભર ચાલુ રાખવા જેટલી જ જાગૃતિ જરૂરી હોય છે.

   પણ કોને જીવન જીવવાની એ રીતમાં રસ છે? આપણે તો ગીતા, વેદ, બાઈબલ, કુરાન, ધમ્મપદ, શિક્ષાપત્રી, ગ્રંથસાહેબ વિ. અથવા એમનાં અગણિત ભાષ્યોમાંથી જ જીવન જીવવાની ‘ગાઈડ’ ગોતવામાં મશગૂલ હોઈએ છીએ !

   Liked by 1 person

 4. ખૂબજ સુંદર લેખ.માણસ માત્ર,પછી તે ગમે તે હોય,નામી કે અનામી.સફળતાની ટોચે હોય કે એકલતામાં જીવતો હોય,પરંતુ જો તે પોતાની જાત સાથે જીવતા શીખી જાય તો તેને કોઈ વ્યક્તિ,વસ્તુ કે સંજોગની ગુલામી કરવાની જરૂર રહેતી નથી.તેના જેવો રાજા કોઈ નથી.કારણકે સમય પ્રમાણે બધુંજ છુટતું જાય છે.માત્ર self રહે છે.ગમે તેવા busy scheduleમાં પણ જે અંદર ઉતારવાની કળા શીખી જાય છે ,તેને ક્યારેય એકલતા સતાવતી નથી,તેને જુઠા સહારાની જરૂર રહેતી નથી.કારણકે,બધુંજ ક્ષણિક છે.માત્ર self શાશ્વત છે,તે માટેની practice કરવીજરૂરી છે.

  Liked by 1 person

  • Thanks , Kalpnaben! તમે કહ્યું , પણ એમ સ્થિતપ્રજ્ઞ બનવું કેટલું અઘરું છે ! અને એ જેને આવડે તેને એકલતા ના અડકે !

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.