મારી ડાયરીના પાના -૬૧થી -૬૫

દ્રશ્ય-61-પૂર્વી ની યુ એસે વીસીટ

એ સાલ હતી 1990.પૂર્વી ઇન્ટર કોમર્સ ની પરીક્ષા પાસ થઇ જુનીઅર બી કોમ માં આવી હતી.હવે પ્રશ્ન એ હતો કે બીકોમ પાસ થયા પછી અહી સેટલ થવું કે યુ એસે માં.મેં એક નવો ફ્લેટ કાંદિવલીખાતે લીધો હતો.રામ નિવાસ ની જગ્યા ને બંગલી જમનાદાસને પાછી આપી દીધી હતી.આ જગા લગભગ 14 વર્ષ બંધ હતી જોકે તેનું ભાડું હું રેગ્યુલર ભરતો.જમનાદાસ તેના મકાન માલિક હતા.તેમના તરફથી અવર નવર પત્રો આવતા કે જગ્યા તેમના પરણિત છોકરાઓ માટે જોઈતી હતી.જમનાદાસ કેટલાક સમય થી બીમાર હતા.તેઓને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.કઈ ઘડીએ જીવ જતો રહે તેવી પરિસ્થતિ હતી.મેં બા ને પત્ર લખી જણાવ્યું હતું. કે આપણે જગાનું શું કરવું ?બાએ જવાબ આપ્યો કે જમનાદાસે આપણને બંગલી એમજ આપી હતી.અને ભાડું બહુ મામુલી હતું. બીજું અહીંથી કોઈ પાછુ આવવાનું નથી અને કદાચ આવે તો રામનીવાસમાં રેહવાનું નથી.માટે તું તારે જગા આપી દે.બા નો પત્ર આવ્યો પછી હું તેમની ખબર કાઢવા હોસ્પીટલ ગયો.તેમની ખેરિયત પૂછી તેમણે જગા માટે કહ્યું અને કારણ છોકરાઓને રેહવાનું આપ્યું.મેં જે દિવસે રામનીવાસનો કબજો આપ્યો તે દિવસે જમનાદાસ ગુજરી ગયા.તેમનો જીવ જગામાં હતો.પણ એ જુઠું બોલ્યા ને જગા બિલ્ડરને વેચી કાઢી.કાંદિવલી નો ફ્લેટ બે બેડરૂમ ને બે બાથરૂમ નો હતો.બેડરૂમ ને એટેચ ગેલરી હતી અને ડ્રોઈંગ રૂમ ને એટેચ અગાસી હતી.અગાસી પેર્સનલ હતી.રસોડામાં કબાટ કરાવ્યા હતા ,ગેલરી તથા અગાસીપણ કવર કરાવ્યા હતા.અગલા બારણે જાળી કરાવી સાથે ગ્રીલ નાખી અપટુડેટ કરાવી હતી.પણ પૂર્વીને આવી સરસ જગામાં રેહવું નોતું તેનેતો પ્રીતિ પાસે યુએસે જવુતું.પ્રીતિએ એક ટેલીફોનમાં મનોજની વાત કહી હતી.તેણે મને મનોજના પપ્પા સાથે વાત કરવા કહ્યું હતું.મેં ટેલીફોન જોડી કિશોર ભાઈ સાથે વાત કરી.તેમણે કહ્યું કે છોકરાઓ ની વાતમાં હું માથું મારતો નથી કહી ટેલીફોન મૂકી દીધો.મેં પ્રીતિને રંજનને ઘરે તેની અને મનોજ ની મીટીંગ રાખવા કહ્યું.પ્રીતિ ને મનોજ રંજન ને ત્યાં મળ્યા.પછી તો એમની મુલાકાતો ચાલતી રહી.હું તે વખતે ઇન્ડિયા માં હતો.મેં કિશોર ભાઈ ને એન્ગેજમેન્ટ ડીકલેર કરવા કહ્યું.તે વખતે મનોજ ના દાદા અને દાદી હયાત હતા.પુર્વીનું વેકેસન હવે શરુ થયું.અને વેકેસનનો લાભ લઇ અમે અમેરિકા જવાનો પ્લાન બનાવ્યો હું ને પૂર્વી ટુક સમય માટે અમેરિકા રવાના થયા.પ્રીતિ હવે ત્યાં રેહવાની હતી.હવે તેની રેહવાની રૂમ હતી અને હોસ્પીટલની જોબ પણ હતી.અમે આવ્યા ત્યારે પ્રીતિ પાસે સારું બેંક બેલન્સ તથા નવી કોરોલા ગાડી હતી.તે હવે ગાડીમાં ઓફીસ જતી.અમે આવ્યા ત્યારે સીધા પ્રીતિ પાસે આવ્યા.સિંધુ પ્રીતિની બેનપણી અમોને લેવા એરપોર્ટ પર આવી હતી બધાને મળ્યા પછી ગોપાલ અમને ન્યુ યોર્ક, વોસીગટન, નાયગ્રા વગેરે લઇ ગયો.પછી અમે L. A પાછા આવ્યા.અમને મહેશ એર પોર્ટ પર મૂકી ગયો.અમે અમેરિકાની શોર્ટ ટ્રીપ મારી પાછા ઇન્ડિયા આવી ગયા.મેં પૂર્વીને કહ્યું કે અમેરિકા ની લાઈફ જોયા અને અનુભવ્યા પછી પણ તારે અમેરિકા જવું છે ?ત્યાં તો બધુજ કામ જાતે કરવાનું તથા નોકરી કરી પૈસા કમાવા પડે.જો અહી રહીશ તો ઘર નજીક બીએસઈએસ માં નોકરી અપાવી દઈશ અને એક સ્કુટર લઇ આપીશ અને લગ્ન કરાવી કાંદિવલી નો ફ્લેટ આપીશ પછી પણ અમેરિકા જવું છે? પણ તે મક્કમ રહી.તેને તેની બેન પ્રીતિ પાસે જવુતું.મારી ઉમર અને તબીયેત નો ભરોસો નહિ કારણ મને 1986 માં સ્ટ્રોક અને હાર્ટ એટેક આવી ગયેલા. મેં એક્ષીટ રીએન્ટ્રી પરમીટ કઢાવી લીધી અને પાછા ઇન્ડિયા ગયા.જેથી ગ્રીન કાર્ડ ચાલુ રહે મેં આવતાની સાથે વાયિડીંગ અપ શરુ કર્યું.હવે મીના હતી નહિ એટલે ઘર શુંનું શુંનું લાગતું.તેના રોજના કાર્યક્રમના ભણકારા વાગતા.અશ્રુ બેન તથા ભુપેન્દ્ર ભાઈ તેની ઉત્તર ક્રિયા પત્યા પછી કોસંબા ચાલી ગયા.શાંતા માસી પણ બધું પતાવી તેમના ઘરે જતા રહ્યા.હવે હું ને પૂર્વી ઘરમાં એકલા હતા.મેં હવે ઓફીસ જવું ચાલુ કર્યું હતું પૂર્વીની કોલેજ અને ભાટિયા ક્લાસ ચાલુ થઇ ગયા.પૂર્વી કોલેજ, ક્લાસ તથા રસોઈ સંભાળતી.હવે ઘેર આવી જાતે ચાહ બનાવવી પડતી.જાતે પીરસવું તથા જમવું પડતું.કારણ પૂર્વી સવારે રસોઈ બનાવી કોલેજ અને ક્લાસ સંભાળતી.સુરેખા ઘરકામ સવારેજ પતાવી દેતી અને હું ઘર લોક કરી ઓફિસે જતો.મીના જવાથી અમારી લાઈફ સ્ટાઈલ બિલકુલ બદલાઈ ગઈ.

દ્રશ્ય 62-મારી નિવૃત્તી

સાલ 1992 ને મહિનો ફેબ્રુઆરી.હું સાઈઠ વર્ષ નો થયો.3થર્ડ ફેબ્રુઆરી ને દિવસે કંપની માં થી રિટાયર થયો.તે દિવસે શનિ વાર હતો.કંપનીએ મને બે વર્ષ નું એક્સટેન્સન આપ્યું હતું.પણ દરેક વરસે મેડીકલ ચેક અપ પછીજ. શનિ વાર હોવાથી ઓફીસ અડધો દિવસ હતી.સૌ સારા મુડમાં હતા.મિસ્ટર જોગળેકર અમારા પર્સનલ ઓફિસર હતા અને મારા દોસ્ત હતા.તેમણે મારા રીટાયરમેન્ટ ને લાગતા પપેર તૈયાર કર્યા.મારે કોઈ સેન્ડ ઓફ પાર્ટી જોઈતી ન હતી.મને કેહવાહમાં આવ્યું કે તમારો એકાઉન્ટ સ્ટાફ તમને સુભેચ્છા આપવા માંગે છે.તમે ના નાપાડતા.મારું રીટાયરમેન્ટ પછી અમેરિકા વસવાનું બધાને ખબર હતી.પાર્ટી નીચે અમારા સ્ટાફ હોલમાં હતી મને બુકે પ્રેસંટ કરવામાં આવ્યો.સ્પીચો થઇ ને કાર્યક્રમ કલાક થી વધારે ચલ્યો.હું ત્રણ વાગે ઘરે પોહ્ચ્યો.હવે કાલથી કોઈ ઓફીસ નહિ.વેહાલા ઉઠવાનું નહિ. રિક્ષા પકડવા દોડવાનું નહિ.બધાજ દિવસ રવિવાર.કોઈ માથાફોડી નહિ.થોડા દિવસ તો સારું લાગ્યું.પછી કંટાળો આવતો.મારી એ હેક ટીક વારે ઘડીએ યાદ આવતી.અવર નવર ઓફીસ ડ્રેસ માં વિલે પાર્લાથી ફોર્ટ જતો.અને મારા પોતાના કામકાજ કરતો.હું કોઈ હલકી ફૂલકી નોકરી સબર્બ માં ઢુંઢંતો. અને પ્રયત્નોથી મળી ગઈ.સાડા અગિયાર થી સાડા ચાર પંદર દિવસે શનિ વારે મરીન લાઈન્સ જવાનું ને બોસ ને મળવાનું.કોઈ ફિક્સ સમય નહિ.અને કામનો પ્રોગ્રેસ જાણવાનો.આસીસટંટ આપેલો.મેં લગભગ આઠેક મહિના નોકરી કરી.પછી મોટી દીકરી લગ્ન કરવા આવવાની હતી એટલે છોડવી પડી.મારી આ નોકરી દરમિયાન,પૂર્વી ની બીકોમ ની પરીક્ષા નું રિઝલ્ટ આવ્યું.તે દિવસે શનિ વાર હતો.હું સવારના ઉઠી પરવારી અમારી મરીન લાઈન્સ ઓફિસે ગયો.બોસની સાથે કામની ચર્ચા કરી પણ જીવ તો મારો પૂર્વીના રિઝલ્ટમાં હતો.મેં તેમને વાત કરી કે હું હવે યુનિવર્સીટી જઈશ.મારી દિકરી પૂર્વીનું આજે બીકોમ નું રીઝલ્ટ છે.તેને મારે સીએ કરાવું છે તેમણે કહ્યું કે મારી એક દિકરી મારી ફર્મ માં આર્ટીકલ કરે છે.હું કંપની માંથી નીકળી સીધો યુનિવર્સીટી ગયો.દિલ ધડક ધડક થતું હતું.વિચાર એ આવતો કે નપાસ થઇ તો અમેરિકા જવાનું તેનું સ્વપ્ન રોળાઈ જશે.રીઝલ્ટ આગળ ભીડ બહુ હતી.જેમતેમ હું ઘુસ્યો અને 3rd ક્લાસમાં નબર જોયો.નબર નોતો તેથી ધ્રાસકો પડ્યો.દિલ વધારે ધડકવા લાગ્યું.પછી સેકન્ડ ક્લાસમાં જોયું. તેમાં તેની બેનપણી મીનળ નો નંબર હતો પણ પુર્વીનો નોતો.હવે હું નર્વસ થઇ ગયો.અને છેલ્લે મરણીયો પ્રયાસ કરી ફર્સ્ટ ક્લાસ પર નજર ફેકી.તો તેમાં દેખાયો.બીજી વાર તસલ્લી કરવા ફરીથી જોયો.હવે ખાત્રી થઇ.એ મારી અનહદ આનંદની ઘડી હતી ઘરે પાછા ફરતા હું મીઠાઈની દુકાનેથી પેંડા લઇ આવ્યો અને અડોસ પડોસમાં વેહ્ચ્યા.હવે ખાત્રી થઇ ગઈ કે પૂર્વી સીપીએ થઇ શકશે.એક વધુ ડેડ લાઈન ક્રોસ કરવા બદલ ઈશ્વરનો આભાર. આ ખુશ ખબર પ્રીતિને આપ્યા.પ્રીતિ અને મનોજના એન્ગેજમેન્ટ અમે તેમની ગેરહાજરી માં રાખ્યા.સૌ સગા સબધી ને બોલાવી વિધિ કરી ગોળ ધાણા વેહ્ચ્યા.આ પ્રસંગ મનોજના ઘરે રાખ્યો હતો.ત્યારે મનોજના દાદા વરજીવનદાસ તથા દાદી તારા બેન હયાત હતા.પ્રીતિ ને મનોજે પણ એમની રીતે અમેરિકામાં ઉજવ્યા હતા.પ્રીતિએ જણાવ્યું કે તેઓ ઓક્ટોબરમાં ઇન્ડિયા આવશે અને વિધિ સર લગ્ન કરશે.લગ્ન પછી તેઓ પાછા અમેરિકા જતા રહેશે.માટે તે પ્રમાણે તૈયારી રાખજો.પ્રીતિ આવે તે પહેલા કસ્તુરીની નોકરી સમાપ્ત કરી લગ્નની તૈયારી માં લાગી જવું પડશે.મેં મનોજના પપ્પા કિશોર ભાઈને ટેલીફોન કર્યો અને અમે મીટીંગ કરી મહારાજ બોલાવ્યો.મુરત જોવડાવી તારીખ નક્કી કરી.મેં તપાસ કરી વાડી બુક કરી.ઉપરનો માળ છોકરા વાળા નીચેનો છોકરી વાળાને.તે માટે રૂ 500 ભરી દીધા.મનોજ અને પ્રીતિને ખબર આપી.તેઓએ વાડીમાં લગ્ન કરવાની ના પાડી અને જુહુ માં હોલ શોધવા કહ્યું.અમે જુહુ માં મીઠીબાઈ નજીક હોલ શોધી બુક કર્યો. વેવાઈએ તેમનો મહારાજ બોલાવી વાનગીઓ નક્કી કરી તથા લાવવાની ચીજોનું વિગત વાર લીસ્ટ બનાવ્યું.શાક ભાજી નું પણ લીસ્ટ બનાવ્યું.મેહમાનોનો આકડો નક્કી થયો જમણ વખતે રંગ બે રંગી છત્રીઓ મુકવાની વ્યવસ્થા કરી.વેવાઈ નું કુટુંબ બહોળું હતું ને વેપારી સર્કલ પણ મોટું, દોસ્તારો ને સબંધીઓ ઘણા.મારું તો નાનું ફેમીલી.ભાઈઓ તથા બા અમેરિકા હતા ત્યાંથી કોઈ આવવાનું નથી. તેઓ જયારે અમેરિકામાં સેલીબ્રેટ કરશું ત્યારે આવશે.અહી રેહતા મારા બેન બનેવી , મામા માસીઓ તેમના પરિવાર સહીત બધા આવશે બધાને ઉતારવા માટે મારા બે ફ્લેટ એક પાર્લા ને બીજો કાંદિવલી પુરા ન હતા.આથી મારે મોક્લાસ વાળો હોલ શોધવાનો હતો.મેં ઘર નજીકના કેટલાક હોલ ની તપાસ કરી અને મને મળી ગયો.આ હોલ મેં બધી રીતે ઈક્વીપ કર્યો.ઉતારે થી લગ્ન હોલ જવા માટે બસ હાયર કરી.ઢોલી ને બેન્ડ વાજાનો પ્રબંધ કર્યો.ડેકોરેસન થઈ ગયું. આમ લગ્નની દરેક તૈયાર થઇ ગઈ.મારે માટે આ પહેલો પ્રસંગ હતો ને વેવાઈ ને પણ.મેં ઘરે પણ ડેકોરેસન કર્યું હતું. પ્રતિ અને મનોજ આવી ગયા ને તેમના લગ્ન રંગે ચંગે થઇ ગયા.પછી તેઓ કિશોરભાઈએ બુક કરાવેલ જગ્યાએ ફરવા ગયા.હવે પ્રીતિ મનોજ ના ઘરે રેહતી હતી.મારી કને ભુપેન્દ્ર ભાઈ રોકાયા હતા.ભુપેન્દ્ર ભાઈ ની મદદથી જુનો ફ્લેટ ખાલી કરી અમો મારા કાંદિવલી નવા ફ્લેટમાં સામાન મૂકી આવ્યા.જુના ઘરે તાળું મારી દીધું. નવા ઘરે રેહવાનું ચાલુ કર્યું.બે ત્રણ દિવસ જુનો ફ્લેટ બંધ રેહવાથી મકાન માલિકને વેહમ થયો.કોણ જાણે ક્યાંથી અમારો નંબર મેળવી ટેલીફોન કર્યો.હું ઘરે નોતો તેથી પૂર્વીએ ઉપાડ્યો.ફોન પર ધમકી આપી કે પપ્પા કો જિન્દા અમેરિકા લે જાના હૈ કે નહિ ?હું આવ્યો ત્યારે પૂર્વીએ રડમસ અવાજે કહ્યું ?તેને મારી સખત ચિંતા હતી કારણકે મકાન માલિક તેમ કરી શકે તેમ હતું.તે સ્વભાવે તોછડો ને રફ હતો.મેં વળતો ટેલીફોન ના કર્યો એટલે એ સ્વયમ મારા નવા ફ્લેટ પર આવ્યો ને જગ્યા સુપ્રત કરવા દબાણ કરવા માંડ્યો.મેં કહ્યું કે હું તને જવાના બે ત્રણ દિવસ પહેલા મળીસ.ભુપેન્દ્ર ભાઈ તથા અશ્રુ બેન થોડા દિવસ રહ્યા પછી કોસંબા પાછા જતા રહ્યા.અમારે જવું હતું એટલે ઘરને સુરક્ષિત કરવા અગળા બારણે ગ્રીલ કરાવી અને લાકડાની જાળી મુકાવી ને ગેલરી કવર કરાવી.અગાસી કવર કરાવી ઉપરાંત ચોવીસ કલાકનો ચોકીદાર તો હતો.અમારા અમેરિકા જવાના બે દિવસ પહેલા હું સૂરી બિલ્ડીંગ ગયો અને ચેક કરી લીધું.મારા વેવાઈ ને ઘરે હું ગયો ને મેં મકાન માલિકને ત્યાં બોલવ્યો.વેવાઈ ની હાજરીમાં મકાન ની કારવાહી થઇ.મેં તેને જણાવ્યું કે હું જવાના દિવસે તને ચાવી આપીશ. જવાના દિવસે નાના ભાઈ મળવા આવ્યા હતા તેમની સાથે બેગો લઇ અમો સૂરી બિલ્ડીંગ ગયા.સુરેખા અમારી કામવાળી પણ તેનો હિસાબ કરવા અને BYE કરવા આવી હતી.મકાનમાં બધાને મળ્યા.તે દિવસો દિવાળી ના હતા.મેં ટેક્ષી માગવી મકાન બંધ કરી ચાવી મકાન માલિકને આપી.પાર્લા ને અલવિદા કહી અમો ટેક્ષી માં એર પોર્ટ રવાના થયા.સમય થતા આવજો આવજો ની શુંભેચ્છા સાથે પ્લેનમાં બેઠા ને મુંબઈ ને અલવિદા કર્યું.આ હતી 28TH ઓક્ટોબર 1992 ની તારીખ.

ભાઈ મહેસે પણ દિવાળી ના દિવસો માં ઇન્ડિયા છોડ્યું હતું.તે દિવસ 31ST ઓક્ટોબર હતો.

દ્રશ્ય-63-લોસ એન્જલીસ માં ઉતરાણ

લોસ એન્જલીસ સિટીમાં પ્લેન લેન્ડ થયું.અમે ચાર મોટી બેગોનું કસ્ટમ ચેકિંગ પતાવી બહાર નીકળ્યા.અમને પ્રીતિ ની બેનપણી સિન્ધુ લેવા આવી હતી.1992 નું એ વર્ષ હતું.પ્રીતિ ઓફીસ માં હતી.સિન્ધુ સાથે અમે ઘરે પહોચ્યા.પ્રીતિ સાંજે ઘરે આવી.બેગો ના તાળાની ચાવીયો ખોવાઈ ગઈ હતી.હેન્ડી મેન બોલાવી તાળા ઉઘડાવ્યા.પ્રીતિ અમારી સાથે થોડા દિવસ રહી હતી.તે દરમિયાન તેના લગ્નની પાર્ટી ઇન્ડિયન રેસ્ટોરંટ માં રાખી હતી.તેમાં સગા સ્નેહીઓ તેમજ દોસ્તોને બોલાવ્યા હતા.પાર્ટી રંગે ચંગે પતિ ગઈ.ત્યાર પછી પ્રીતિ મનોજ સાથે સાનહોઝે ચાલી ગઈ.હું ને પૂર્વી પાછા એકલા પડી ગયા.મને કે પૂર્વીને આ શહેરની જ્યોગ્રાફી બિલકુલ ખબર નોતી.કોઈ સમસ્યા હોઈ તો અમે સિન્ધુ ને ફોન કરતા.ઇન્ડિયન સ્ટોર માં થી કોઈ વસ્તુ લાવવાની હોઈ તો રંજન આવતા જતા દરવાજે મૂકી જતી.જોકે ક્યારેક્ જ જરૂર પડતી.મેરીના હોઉસ નો અમોને આપેલો કમરો ખાસ્સો મોટો હતો.તેમાં અમારા બે પલંગ ડાઈનીંગ ટેબલ અને છ ખુરસી આરામથી મુકાતા છતાં થોડી જગા રેહતી.અમારું કિચન રમકડા જેવું નાનું હતું.તેમાં ફક્ત ઇલેક્ટ્રિક સગડી રેહતી.રૂમ ને એટેચ બાથરૂમ હતો.બાથરૂમમાં કબાટ હતું જેમાં અમારા કાચ અને સ્ટીલના વાસણો રેહતા.એક નાનું ફ્રીજ રૂમમાં રેહતું.મેરીનું આ ઘર થર્ડ સ્ટ્રીટ માં હતું.થર્ડ સ્ટ્રીટ નોટોરિયસ ગણાતી.આ સ્ટ્રીટ માં રોડ્નીકીંગ નો બહુ વખોડાઈલો કિસ્સો બન્યો હતો.સાંજના ડ્રગ વાળા સ્ટ્રીટ માં ફરતા.બંદુક ના અવાજ કાને પડતા તથા માંરામારી થતા. પૂર્વી મોડી આવે ત્યારે જીવ અદ્ધર થઇ જતો.હું મકાન બહાર પૂર્વી ની આતુરતા થી રાહ જોતો. ક્યારેક વિચાર આવતો કે કંઈક ખોટું ડીસીસન તો નથી લેવાયું ને ?પ્રીતિ આ જગ્યામાં કેવી રીતે આટલો સમય એકલી રહી હશે? તેપણ કોઈની ઓથ વગર?પણ મેરી એનો હર વાતે ખ્યાલ રાખતી અને ઘરના સભ્ય તરીકે ગણતી.રાત પડે અમને પ્રીતિની યાદ બહુ સતાવતી.કોઈ પ્રોબ્લેમ આવે તો અમે સાનહોસે ટેલીફોન કરતા. સિન્ધુ ના ફોન અવર નવર આવતા.આવ્યાના બીજા દિવસે વિચાર કર્યો કે બસ પાસ કઢાવી બહાર જવું.વગર આવકે $42 પાસના છાતીએ વાગતા ને ઇન્ડિયા ના રૂપિયે અહી રેહવાઈ નહિ.તે વખતે એક પાસ કાઢવી બે જણા જુદે સમયે વપરાતા.ફોટો આઈડી તે વખતમાં નોતી.સરલાને પત્ર લખવતો એટલે પોસ્ટ ઓફીસ જવુતું.એક બે જણાને પૂછવાથી જવાબ મળ્યો ખબર નહિ.એટલે આવી તે બસમાં ચઢી ગયો.રસ્તે પોસ્ટ ઓફીસ નું બોર્ડ આવ્યું ત્યાં ઉતારી ગયો.કાગળ લઇ ઘરે ગયો.પછીતો નોકરી ની શોધ માટે રોજ જતો અને કલાકો રખડતો.એકતો મારી ઉમર બાસઠ અહીના અનુભવે મીંડું.ઘરના લોકો ઘણા, પણ કોઈની ગાઈડન્સ નહિ.ઉપરથી કહે હવે બહુ નોકરી કરી.રોજ પ્રેકટીસીંગ cpa ફર્મ માં જતો.ટેસ્ટો અને ઈન્ટરવ્યું આપતો પણ પત્તો લાગતો નહિ.એક દિવસ એજિંગ કાઉસીલ નો મેસેજ હતો કે આવી મળી જાવ.છેવટે જયારે એક હોટલમાં એકાઉટંટ ની જગ્યા માટે એજિંગ કાઉસીલે ગોઠવણ કરી ત્યારે લોસ એન્જલીસ છોડવાનો વખત આવ્યો.તેથી વાત અધુરી રહી.પૂર્વી ને પ્રયત્નો પછી બેંક ઓફ અમેરિકામાં ટેસ્ટ આપવાની હતી.વિન્ટર ચાલુ હતો.જગા દુર હોવાથી વેહલા ઉઠી પરવારી અંધારે બસ પકડી બસ ડ્રાઈવર ને પૂછ્યું પણ તેને ખબર ન હતી અમે ભગવાનનું નામ લઇ ઉતરી ગયા.નસીબ જોગે બેંક ત્યાજ હતી.પૂર્વીએ પરીક્ષા આપી.પૂર્વીની જોબ માટે ની કોશીસ ચાલુ હતી પ્રીતિ અગાઉ જ્યાં નોકરી કરતી તેનો ડીરેક્ટર શ્રીલકન હતો.પ્રીતિએ તેને ફોન કરી પૂર્વીની વિગત આપી.તરતજ પૂર્વીને ઈન્ટરવ્યું આવ્યો.જે દિવસે ઈન્ટરવ્યું આવ્યો તે દિવસે વરસાદ થોભવાનું નામ લેતો નહિ.પૂર્વી છત્રી લઇને ગઈ હતી. મને મારી લાચારી પર આંખમાં પાણી આવી ગયા.મેં કેટલાનેય નોકરી પર રાખ્યા હતા.આજે મારી દીકરીને આમ રખડવું પડે.હું ઇન્ડિયા માં હોત તો ક્યારની પણ ઠેકાણે પડી ગઈ હોત.મને બીક હતી કે ક્યાં છોકરે છાસ પીવા જેવું ના થાય ?આખરે પૂર્વી ને મેડીકલ સેન્ટર માં જોબ મળી.મેડીકલ સેન્ટર ઘર ની નજીક હતું.પણ ચાલી ને જવું રીસ્કી હતું.રસ્તે કેટલાક બેકાર તથા લુખ્ખા લોકો બેઠા હોઈ.માટે બસનો ઉપયોગ કરતી. માંડ નોકરીને બે અઠવાડિયા થયા કે પૂર્વી બીમાર પડી.તેને ચીકનપોક્ષ નીકળ્યા.ઓફિસે તેને ઘરે મોકલાવી દીધી.મારી આશાનું એક કિરણ વિખરાઈ ગયું.મેં તેની સતત આઠેક દિવસ કાળજી લીધી અને બેઠી કરી.પાછી નોકરી પર ગઈ.પૂર્વી ને ઓફિસમાં કામ કરવાનો ઇન્ડિયા કે અમેરિકામાં અનુભવ નોતો.પરિણામે બોસે કાગળ આપ્યો.કાગળ વાચી રડમસ થઇ ગઈ.મેં તેને હિમત આપી પ્રોસાહિત કરી.પૂર્વી બીકોમ ફર્સ્ટ ક્લાસ હતી એટલે ગણતરી ના દિવસમાં કામની પકડ જમાવી દીધી.તેને એપોઇન્ટમેન્ટ લેટર મળી ગયો. મને પણ હોટેલમાં એકાઉટંટની જોબ માટે કાઉસીલ ઓફ એજિંગ નો ફોન આવ્યો.મને નિરાત થઇ કે જોબનો પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયો.પણ તેજ દિવસે પ્રીતિનો ફોન આવ્યો કે તમે જોબ ના લેતા.કારણકે ગણતરી ના દિવસો માં તમારે અહી આવવું પડશે.મારે તમારી મદદ જોઇશે.પૂર્વી ને પણ કેહવાનું કે તે રાજીનામું આપે.અને બેવ જણા સાન હોસે આવી જાવ તમને મનોજ લેવા આવશે. અહી નોકરી મળી જશે. મેં એજિંગ કાઉસીલ ને કહ્યું હું હાલમાં જોબ લઇ શકું તેમ નથી કારણકે મારે સાન હોસે જવાનું છે.એજિંગ કાઉસીલે મને લેટર આપ્યો અને કહ્યું તેમે સાનહોસે ઓફિસને મળજો ને આ પત્ર આપજો.પૂર્વીએ જોબમાંથી રાજીનામું આપ્યું.બોસે બહુ સમજાવ્યું કે ત્યાં જોબ મળશે તેની શું ખાતરી ? પણ પૂર્વી મક્કમ રહી.આમ પહેલી જોબ મળી અને જતી રહી.મારે પ્રીતિની સુચના પ્રમાણે લોસ અન્જલીસ નું ઘર વાઈડપ કરવાનું હતું અને પૂર્વી ને લઇ સાન હોસે જવાનું હતું.રોજની વપરાસ નો કેટલોક સામાન સાન હોસે લઇ જવાનો હતો બાકીનો કાઢી નાખવાનો હતો.અહી પણ એક ચોર બજાર હતું.જે મેં બસમાં આવતા જતા જોએલું.હું ત્યાં પોહચી ગયો.કેટલાક વેપારીને વિગત કહી ઘરે બોલાવ્યા.અને ડાઈનીંગ સેટ સિવાયનો સામાન નીકળી ગયો.ડાઈનીગ સેટ માટે કોલેજમાં જાહેર ખબર મૂકી ને તે પણ છોકરા લઇ ગયા ને ખરીદ કીમત કરતા કંઈક વધારે આપી ગયા.ટ્રાન્સપોર્ટ કંપની નક્કી કરી.રંજન એક શનીવારે આવી અને પેકિંગ માટે ખોખાનો બંદોબસ્ત કર્યો.સામાન ખોખા માં પેક કરી સાન હોસે રવાના કર્યો.મનોજ અમને લેવા આવ્યા હતા.અમો તેમની સાથે સાન હોસે જવા નીકળી ગયા.તે મહિનો હતો એપ્રિલ નો અને સાલ હતી 1993.પુર્વીનું ભણવાનું તો ચાલુ ના થયું પણ CPA ના ભણતર ને લાગતી બધી માહિતી ભેગી કરી હતી..બીજું કામ એ કર્યું કે પ્રીતિ જે ચીના સાથે $250ના ફીક્ષ રેટ માં ગાડી શીખી હતી તેની સાથે પૂર્વીએ શીખવા નું ચાલુ કર્યું. પૂર્વી ડ્રાઇવીંગ ટેસ્ટ માં પાસ થઇ ગઈ.અને લાઇસન્સ મળી ગયું.અમારા લોસએન્જલીસ ના વસવાટ દરમિયાન પ્રીતિનો સપોર્ટ સારો હતો.દર મહીને તેનો ચેક અચૂક આવી જતો.જયારે અમે લોસ એન્જલીસ માં રેહતા ત્યારે પ્રીતિએ નવી બંધાતી હિલ ક્રેસ્ટ કોલોની માં એક મકાન બુક કરેલું મકાન બંધાઈ ત્યાં સુધી અમે ક્રોપલી પર મકાનમાં ભાડે રેહતા.મકાન ટાઉન હાઉસ હતું.અને બે બેડરૂમ નું હતું.જગા કમ્ફોરટેબલ હતી.મારા નવા દોસ્ત રોય પણ તે કોમ્પ્લેક્ષ માં રેહતા.બીજા દોસ્ત બાર ભૈયા કોમ્પ્લેક્ષ ના રસ્તે થોડાક દુર રેહતા.બીજા નવા દોસ્ત લોયર હતા તે અમારા કોમ્પ્લેક્ષ નજીક રેહતા.અમે ચાર દોસ્તો જોબ ની શોધમાં સવારના નીકળી જતા.એમાંથી બે ને જોબ મળી ગઈ.ત્રીજા પંજાબી લોયર ઇન્ડિયા પાછા જતા રહ્યા.મને સેહજ વાર લાગી પણ સારી અને મારી લાઈનની જોબ મળી ગઈ. બે દોસ્ત તેમને જોબ મળી પછી ગણતરી ના દિવસો માં ગુજરી ગયા.એક હાર્ટ એટેકમાં ને બીજા લીવરના કેન્સર માં.

દ્રશ્ય-64-પ્રીતી ને મનોજનો -નવ ગ્રહ પ્રવેશ ને પુર્વીનો આગળ અભ્યાસ

અમે ક્રોપલી માં લગભગ છ મહિના રહ્યા હોઈશું.દરમિયાન મનોજ અને પ્રીતિ નું હીલ ક્રેસ્ટ નું મકાન તૈયાર થઇ ગયું.અમે ક્રોપલી માં રેહતા ત્યારે દર વીકે મકાનનો પ્રોગ્રેસ જોવા જતા.આખું મકાન જોત જોતામાં બંધાઈ ગયું.વોક ઓવર નો દિવસ આવી ગયો.અમેરિકામાં મકાન એટલે બિલ્ડરને બધી રીતે સંપૂર્ણ કરી બાયરને સોપવું પડે.અંદર લાઈટો જુમ્મરો ભંડારિયા ,ક્લોસેટ વગરે થી સજ્જ.તમારો સમાન લઈને રેહવા માંડો. મનોજ ને પ્રીતિનું નવું મકાન પીનાર્ડ સ્ટ્રીટ માં છે હિલ ક્રેસ્ટ વિલા કોલોનીમાં 175 મકાન છે.મકાન ચાર મોડેલમાં છે આખું કોમ્પ્લેક્ષ પાચ સ્ટ્રીટમાં વેહ્ચાયેલું છે.એમાં કમ્યુનીટી હોલ તથા સ્વીમીંગ પુલ છે.કોપ્લેક્ષ નો હિલક્રેસ્ટ પાર્ક ખાસ્સોમોટો છે. તેમાં કોલોની ના લોકો ચલવા જાય છે. આજુ બાજુ ના લોકો પણ ચાલવા આવે છે.ભૂલકાઓ માટે રમત ગમતના સાધનો છે.સમરમાં પાર્ક નો સારો ઉપયોગ થાય છે.વેહલી સવારે જોગર્સ જોગીંગ કરે છે ,ચીનાઓ તાયચી કરતા માલમ પડે છે સીનીયરો થોડા મોડેથી વોક કરતા દેખાઈ છે.મનોજ ને પ્રીતિ નું મકાન 1900 sq ft નું છે અને આરામ દાયક છે.તેમાં લીધા પછી અનેક સુધારા વધારા કરી વધુ આરામદાયી બનાવ્યું.હાલમાં ત્યાં ભાડૂત કોની અને તેનું ફેમીલી રહે છે હું પ્રીતી અને મનોજ સાથે  બીજા મોટા પાચ બેડરૂમ ના મકાનમાં મુવ થયા છે.અમે હિલ ક્રેસ્ટ ના મકાનમાં 1994 માં પ્રવેશ્યા હતા અને 2010માં મુવ થઇ ગયા.તારીખ 26 જાન્યુ આરી 1994 માં રાહુલનો જન્મ થયો.શરીરે તંદુરસ્ત અને દેખાવડો પૂર્વીએ ટોફેલ ની પરીક્ષા અહી પણ પાસ કરી.ઇન્ડિયા માંતો પાસ કરી હતી પણ તે અહી માન્ય ના કરી.હવે તેને માટે આગળ નું સ્ટેપ એ કે તેણે કેટલાક વિષય ની પરીક્ષા આપવાની હતી. તે પાસ કરે તો અહીના બીકોમ લેવલ માં આવે.તે પરીક્ષા બેટ્સ હિલમાં લેવાતી હતી.તપાસ કરતા માલમ પડ્યું કે 17એક્સપ્રેસ હાઈ વે બસ ત્યાં જતી હતી.પણ તે ડાઉન ટાઉન થી ઉપડતી હતી અને ડાઉન ટાઉન વેહલી સવારે જવા કોઈ સાધન ન હતું. અને હોઈ તોએ પરીક્ષાના ટાઇમે પોહ્ચાડે નહિ.માટે પ્રીતિએ હિમત કરી રાહુલને સાથે લઇ આવી.પૂર્વીએ પરીક્ષા આપી ને પાસ થઇ ગઈ.હવે તે અહીના બીકોમ લેવલ પર આવી ગઈ.હવે તેનાથી CPA ની પરીક્ષા અપાઈ.તેણે CPA માટેની પરીક્ષાનું ફોર્મ ભર્યું અને તેના ક્લાસ ભરવા માંડ્યા.ક્લાસ ની ફી $4000 હતી.ક્લાસ ભરતી ગઈ ,વાંચતી ગઈ ને નોકરી કરતી ગઈ.સવારે ચાર /પાચ વાગે ઉઠતી ,હું તેને ચાહ બનાવી આપતો ને પછી સુઈ જતો.તે આઠ વાગ્યા સુધી વાંચતી પછી તૈયાર થઇ નોકરી પર જતી.આ ક્રમ પરીક્ષા સુધી ચાલ્યો.પરીક્ષા આવી ને પુરી થઇ પણ નોકરી ચાલુ હતી.સમય વીતી રહ્યો હતો ને રીઝલ્ટ નો હાઉ ભુલાઈ ગયો હતો.એક દિવસ હું બહાર થી આવ્યો ને લેટર બોક્ષ માં થી ટપાલ લીધી.ટપાલના બંચ માં એક મોટું એન્વલપ CPA બોર્ડ નું હતું.મને તેમાં રિઝલ્ટ છે તેની ખાત્રી હતી પણ મેં ખોલ્યું નહિ.પૂર્વીને ખોલવા રેહવા દીધું ને હું બાથ રૂમમાં ગયો.ગયો તેની સાથે પૂર્વી આવી ને તેની નજર CPA બોર્ડના એન્વલપ પર પડી.તેને ખોલ્યું ને વાચ્યું.વાચતા ની સાથે એક હલકી ચીચયારી નીકળી ગઈ પપા હું એક ગ્રુપમાં પાસ થઇ ગઈ.હું તરત બહાર આવ્યો ને તેને ધન્યવાદ આપ્યા.અડધી બાજી જિતાઈ ગઈ હવે અડધી બાકી રહી.

દ્રશ્ય-65-પૂર્વી ની સ્થાઈ થવા માટેની સ્ટ્રગલ અને તેના લગ્ન

પૂર્વી સાન હોસે આવી ત્યારથી જોબ સર્ચ ચાલુ હતી.પહેલી જોબ પ્રોડક્ટ પ્રમોસન ની હતી.તે તેને માફક ના હતી. થોડાક સમય માં તેને ઇન્સ્યુરન્સ કંપની માં જોબ મળી ગઈ.ગાડી વગર જોબ કરવી મુસ્કેલ હતું.માટે

ગાડી લેવાનું નક્કી કર્યું.સવાલ એ હતો કે આપણે જાહેર ખબર આપવી કે પપેરમાં આવતી જાહેર ખબરોનો જવાબ આપવો.એવું નક્કી કર્યું કે પહેલા પપેરમાં આવતી જાહેર ખબર ના જવાબ આપવા.પ્રીતિએ એક જાહેરાત વાળાને ટેલીફોન કર્યો.તેને ઘરે બોલાવ્યો ને વાત કરી.ગોરા ની ગાડી હતી.તેણે તેની છોકરી માટે રોજ કોલેજ જવા ગાડી લીધી હતી. છોકરી લગ્ન કરી બહારગામ વસી ગઈ.માટે ગાડી કાઢવી હતી.તેણે ડોલર 3400 માગ્યા.અમે ગાડી જોઈ ને પસંદ આવી.મિકેનિક પાસે ચેક કરાવી O. K કરી લીધી.પૂર્વીએ લાઇસન્સ ની પરીક્ષા તો L. A હતી ત્યારેજ પાસ કરી હતી.બીજે દિવસથી પૂર્વી ગાડી ઓફીસ જવા વાપરતી.પૂર્વી ની પહેલી હાઇવે ટ્રાયલ પ્રીતીના નવા ઘરનું ફનીચર લીધું ત્યારે થઇ.ત્યાર પછી પૂર્વી હાઇવે ની આદિ થઇ ગઈ.થોડા સમય પછી પૂર્વીને સિસકો કંપની માં જોબ મળી.જોબ સાથે ભણવાનું તેણે ચાલુ રાખ્યું.અઢી હર્ડલ પૂર્વીએ ક્રોસ કર્યા એક તો ટોફેલ અને બીજું કેટલાક વિષય. અને CPA નું એક ગ્રુપ.ફક્ત એને એકજ ગ્રુપ આપવાનું બાકી રહ્યું.બીજી બાજુ મને એના લગ્નની ચિંતા હતી.કેમકે ઉમર વધતી જતી હતી.લગ્ન માટે મારા પ્રયત્નો ચાલુ હતા.હું દર અઠવાડિયે ઇન્ડિયા વેસ્ટ અને ઇન્ડિયા પોસ્ટ માં જાહેર ખબર આપતો.જવાબો માંથી સિલેક્ટેડ કેન્ડીડેટની મીટીંગ કરાવતો.આમ કરતા પાચ વર્ષ નીકળી ગયા.આ પાચ વરસ દરમિયાન બાવીસ છોકરા જોયા.કેન્ડીડેટ ન્યુ જર્સી ,ન્યુ યોર્ક ,ટેક્ષાસ ,લોસ એન્જલીસ તેમજ સાન હોઝે માંથી હતા.પણ પૂર્વીની નજરમાં કોઈ ઠરતો નહિ.મેં નક્કી કર્યું કે આ જાહેર ખબરમાં કોઈ નવો કેન્ડીડેટ ના આવે તો ઇન્ડિયા જઈ ટ્રાઈ કરવી.પણ નસીબ જોગે એક છોકરો ધ્યાનમાં આવ્યો.તે M. S હતો ને આઈ બી એમ માં જોબ કરતો હતો.તેના માં બાપ ઓં હાઈઓ માં સેટલ થયા હતા.છોકરો બહુ નાની ઉમરે અહી આવેલો અને અહીજ અભ્યાસ કરેલો.તેનો નાનો ભાઈ પણ M. S થઇ આઈ બી એમમાં જોડયેલો.નાના ના લગ્ન તેની સાથે ભણતી અમેરિકન છોકરી વેલરી સાથે થયા હતા.તે ઓહાઈઓ માં નોકરી કરતો હતો. ઘણા વરસો થી તેઓ ઓહાઈઓ માં રેહતા હતા.પૂર્વી અને મયંકની કેટલીક મીટીંગો પછી તેમણે નિર્ણય લીધો.પછી બે કુટુંબની મીટીંગ થઇ ગિફ્ટો ની આપલે થઇ,ફેમિલીની ઓળખાણ થઇ. અને મયંક તથા પૂર્વીના વિવાહ જાહેર કર્યા.ઓકેઝનને રેસ્ટોરંટ માં સેલીબ્રેટ કર્યું.દોસ્તો અને શુંભેછકો ને બોલાવ્યા હતા.બેઉ છોકરીઓને તેમના મનપસંદ છોકરા મળ્યા અને છોકરાને છોકરી મળી.પછી તો મયંકની અવર નવર વિસિટ થતી.તે વખતે મયંક માઉટનવ્યુ માં રેહતા.પૂર્વી ની પરીક્ષા ભુલાઈ ગઈ અને અમે લગ્નની તૈયારીમાં પડી ગયા.લગ્ન સાનહોઝે માં કરવા તેમ નક્કી થયું.અમે હોલ તથા રેસ્ટોરંટ ની તપાસ કરી.તે સમય માં સ્વાગત નું નામ પ્રચલિત હતું.તેથી સ્વાગત નો હોલ રીસેપ્ત્સન માટે બુક કર્યો ને લગ્ન વિધી સ્વામીનારાયણ હોલ માં રાખી. ત્યાંથી બધી જોઈતી વસ્તુ ભાડે મળી ગઈ. કેટરિંગ નો ઓર્ડર સ્વાગતને આપ્યો.પ્રીતિએ મેહમાનોનું લીસ્ટ બનાવ્યું પૂર્વીએ કંકોત્રી ની ડીઝાઇન પસંદ કરી. મેહમાનો ના ઉતારા માટે બેસ્ટ વેસ્ટર્ન હોટેલ માં ડઝન એક રૂમ્સ બુક કરી.મેહદી વગેરે લેડીસ પ્રોગ્રામ પ્રીતિને ઘરે રાખ્યા.વેડિંગ ની વિડીઓ નો કોન્ટ્રેક્ટ પૂર્વીની બેનપણી મીનલના વરને આપ્યો.એક ગાડી અને એક વાન ભાડે રાખ્યા.મયંક ના પેરન્ટસ માટે મયંકે એમના એપાર્ટમેન્ટમાં ગેસ્ટ ફ્લેટમાં વ્યવસ્થા કરી હતી. લગ્નની અગળી રાતે મેહમાનો દુર દુર થી આવી ગયા.જેમ આવતા ગયા તેમ હોટેલમાં રૂમ અપાતા ગયા.બેસ્ટ વેસ્ટર્ન નીચે બોમ્બે કાફે રેસ્ટોરંટ હતો તેમાં મેહમાનો માટે જમવાની વ્યવસ્થા હતી.મેહમાનો સાથે અમે પણ ત્યાંજ જમી લીધું હતું.બધાને સવારે સ્વામીનારાયણ હોલ માં આવવાનું નિમંત્રણ આપી અમો ઘરે ગયા. ઘરે આવી સવારની તૈયારી કરી સુઈ ગયા.સવારના નિત્ય ક્રમ પરવારી સ્વામીનારાયણ હોલ પર પોહચી ગયા.નવ વાગે વિધિ સારું થઇ.મારો ભાઈ મહેશ,મારી નાની બેન રંજન ,ચંપા ફોઈ વગેરે આવી ગયા.નવ વાગે ગ્રહ શાંતિ થઇ.ચાહ પાણી ની વ્યવસ્થા કરેલી.સવારની ઠંડીમાં મારે રેશમી કફની અને પૈજામો પહેરવો પડ્યો હતો.ઠંડી લાગતી હતી.જેમ તડકો આવતો ગયો તેમ ઠંડી ઓછી થતી ગઈ.બપોરનું જમવાનું સ્વામીનારાયણ ટેમ્પલમાં કેટર કરાવ્યું હતું.જમવામાં શ્રીખંડ પૂરી ઉધીયુ ને ઢોકળા વગરે હતું.જમી ને મેહમાનો હોટેલમાં આરામ કરવા ગયા.અમે ઘરે આવી સાંજની તૈયારીમાં પડી ગયા. સાંજે રીસેપ્ત્સન હતું.હોલ પર સાજન મહાજન ભેગું થયું હતું.હોલ ડેકોરેટ કર્યો હતો.હળવું સંગીત વાગતું હતું.સોફ્ટ ડ્રીન્કસ પીવાતા હતા.ગિફ્ટો તથા ચાંદલાની નોધણી થતી હતી.વર કન્યાને શુભ અશીસો અપાતી હતી.આખું વાતાવરણ મંગલમઈ હતું.એક અલાયદા ટેબલ પર વર વધુ સાથે બે પેરન્ટસ તથા મોટી દીકરી પ્રીતિ અને મનોજ ની જમવાની વ્યવસ્થા હતી.બધું પત્યું એટલે વેવાઈ કન્યા લઇ માઉટનવ્યુ ગયા.તેમને વિદાઈ આપી અમે ઘરે આવ્યા.લગ્ન રંગે ચંગે પતિ ગયા.મારી એક મોટી ચિંતા મટી ગઈ.પૂર્વીના લગ્ન 1997 માં કર્યા. તે વર્ષે હું પાસઠ નો થયો.એટલે અમેરિકામાં સીનીઅર સીટીઝન કેહવાય.હજુ મારી નોકરી કેથોલિક ચેરીટીમાં ચાલુ હતી.અહી સીનીઅર સિટીઝનને મોટે ભાગે પાર્ટ ટાઇમ જોબ અપાઈ છે.હું સીનીઅર સીટીઝન થયો એટલે કેલાક લાભો ઓટોમેટીક મળ્યા.પણ ઇન્ડિયન સીટીઝંનસીપ જતી રહી.હવે મારું હવે ઇન્ડિયા માં કશુજ બાકી ન હતું.મારી એક બેન સરલા અને તેનો પરિવાર હતો.

ધનંજય સુરતી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.