મારી ડાયરીના પાના -૫૦થી૬૦

દ્રશ્ય-51-મારું સાઉદી પ્રયાણ

આ અમારી ઉડતી વિઝિટ હતી એટલે બહુ તૈયારી કરવી ના પડી.જવાના દિવસે મને મીના તથા બે દીકરીઓ એર પોર્ટ પર મૂકવા આવ્યા. બાકી તો ઘરમાં કોઈ હતું નહિ. બધાને એક પછી એકને ભણાવી ગણાવી મેં અમેરિકા મોકલાવી દીધા હતા કુલે આઠ ભાઈ બહેનો માટે ઇમિગ્રેશન સરસ રીતે પ્લાન કર્યું હતું. તે વાતનો મને પૂરો સંતોષ હતો.  અમે એર પોર્ટ પર સાંજના આવ્યા ફ્લાઇટ ને વાર હતી. મારી ટીકીટ ફર્સ્ટ ક્લાસની હોવાથી અમને એસ કોર્ટ ફર્સ્ટ ક્લાસ વેઇટિંગ લોજમાં લઇ ગયો. ત્યાં અમારે માટે કોકોકોલાની બાટલીઓ આવી. હું એક વીક માટે જતો હોઈ ફેમિલી બહુ ઈમોશનલ થયું નહિ. આગળ ઉપર પણ હું અવાર નવાર બહારગામ જતો આથી તેઓ ટેવાઇ ગયેલા.ખુબ વાતો ચાલી, ફેમિલીને મારી ઘેર હાજરીમાં કરવાના કામ ની સૂચનાઓ અપાઈ.વાતો ચાલતી હતી એટલા માં બોર્ડિંગની સૂચના આપવામાં આવી.એસ્કોર્ટ આવી અમને બોર્ડિંગ તરફ લઇ ગયો. ફેમિલીને અલવિદા કહી હું પ્લેન માં ચઢ્યો.
ફર્સ્ટ ક્લાસમાં અમે છ પૅસેન્જર હતા. ફર્સ્ટ ક્લાસ હોવાથી અમારું બોર્ડિંગ પહેલા થયું. ફ્લાઈટ એર ઇન્ડિયાની હતી.સાઉદી અને મુંબઈ વચ્ચે ઉડાન અઢી કલાકની હતી.અને ટાઇમ ડિફરન્સ પણ અઢી કલાકનો હતો.અટેલે જે ટાઇમે પ્લેન મુંબઈથી ઉપડે તે ટાઇમે સાઉદી પહોંચે.અમારી ખાતર બરદાસ્ત પ્લેનમાં સારી કરવામાં આવી. અમારી ફ્લાઇટ ટાઇમસર પહોંચી ગઈ. પ્લેન માં મેંઝેનીન ફ્લોરમાં એક્ઝીક્યુટીવ ક્લાસ ખાલી હતો. પ્લેન ઊતર્યું ત્યારે પ્લેનની બહાર સીડી મૂકવામાં આવી. અને બહારથી એસ કોર્ટે જેવું બારણું ખોલ્યું તેવી સુસવાટા મારતી ગરમ ગરમ હવા અમને દઝાડતી ગઈ.અસહ્ય ગરમી હતી. હું ડરી ગયો. મને વિચાર આવ્યો કે આવી હવામાં રહેવાશે કેમ ? અને કામ થશે કેમ ?અમે સર્વે ઝડપથી ઈમીગ્રેશન બિલ્ડીંગમાં જતા રહ્યા અને વિધી પૂરી કરી બહાર આવ્યા.ત્યાં મી.ચઢા અમારી રાહ જોતા હતા.ઓળખ વિધિ પૂરી કરી તેમની ગાડીમાં ગોઠવાયા.તેઓ અમને ઓફિસ નજીકની ફાઈવ સ્ટાર હોટેલમાં લઇ ગયા. જે ગામ જવાનું હતું તેનું નામ અલ જુબેલ હતું.જુબેલ સાઉદી અરેબિયા નું ડ્રીમ સીટી કેહવાતું.તે એરપોર્ટ થી ૧૨૦ માઈલ દુર હતું. તેમાં અબજો રિયાલની ઇન્ડસ્ટ્રી હતી. રમઝાન હોવાથી દુકાનો બંધ હતી. કોઈ માણસ રસ્તે દેખાતો ન હતો.પબ્લિકમાં ખાવા પીવાની મનાઈ હતી દરરોજ રોજો પૂરો થાય ત્યાં સુધી. સિગારેટ કે બીડી પણ ના પીવાય. અમોને સેટ કરી ચડ્ઢા રિયાધ ઓફિસ જતા રહ્યા.
અમારી મોબિલિટી માટે અમે ટૅક્સિ કંપનીનો કોન્ટેક કર્યો અને આખા દિવસની ટૅક્સિ ભાડે લીધી. ટેક્ષીનું ભાડું એક મિનિટનો એક રિયાલ હતું એટલે કલાકના સાઠ રિયાલ.આઠ દિવસ રહ્યા તેટલા દિવસ ટૅક્સિ વાપરી. રોજ સવારના નવ વાગે નીકળતા ને સાંજે હોટેલ પર આવતા.બેકટેલ કંપની અમારી સુપરવાઇઝર હતી. તેમની સાથે ઓફિસની જગ્યા ,સ્ટાફને રાખવાની વ્યવસ્થા વગેરે વિષયોની ચર્ચા કરી.બેક્ટેલ કંપની લગભગ બસો કોન્ટ્રાકટર સુપરવાઇઝર કરતી. તે રૉયલ કમિશનને જવાબદાર હતી. હોટેલમાં વેજીટેરિયનને ખાવા પીવાની આપદા હતી. હું હોટલમાં સૂપ, બ્રેડ, કેળાં ને આઈસક્રીમ ખાઈ લેતો. આ ફાઈવ સ્ટાર હોટેલ હોવાથી પાયજામો ને પહેરણ પહેરી નીચે ચાહ પીવા પણ અવાતું નહિ.પ્રોપર ડ્રેસ પેહેરી નીચે આવવું પડતું.અહી બધા ગોરા ઉતરતા.કિચન સ્ટાફમાં ગોવાનીઝ અને સાઉથ ઇન્ડિયન હતા. આખો વખત ડ્રેસ બદલાવો પડતો એથી બહુ કંટાળો આવતો. બે ઉડતી વિઝિટ પછી જ્યારે લાંબો વખત માટે આવ્યા ત્યારે લગભગ ત્રણ મહિના આ ફાઈવ સ્ટાર હોટેલ માં રહ્યા. આમ આઠ દિવસ રહ્યા પછી લાગ્યું કે હવે લાંબુ રહેવું હોઈ તો વધો નહિ અમારી વિઝિટ સુખરૂપ પતી ગઈ. આ વિઝિટ દરમિયાન અમે સ્ટાફને રહેવાની વ્યવસ્થાની જાણકારી મેળવી  તથા ઓફિસની જગ્યા માટેની જમીન જોઈ લીધી. વિઝા પુરા થતા હોવાથી અમને પાછા જવું પડ્યું.
 દ્રશ્ય – 52-ફોલો અપ વિઝિટ
અમે મુંબઈ આવી અમારી પ્રોજેક્ટ પૂર્વેની તૈયારીઓ વિશે રિપોર્ટ કર્યો. મુંબઈ ઓફિસમાં પ્રોજેક્ટ માટેનો સ્ટાફ સિલેક્ટ કરવાનું તેમજ તેમના પાસપૉર્ટ તૈયાર કરવાનું કામ ચાલતું હતું.સાઉદી રૂલ પ્રમાણે પચાસ ટકા સ્ટાફ મુસ્લિમ હોવો જોઈએ. મને જણાવવામાં આવ્યું કે મારે પ્રોજેક્ટ માટે ફરી સાઉદી જવાનું છે. મારી સાથે અગલી ટ્રિપ નો સ્ટાફ હશે. અમારી ટીકીટ આવી ગઈ. ત્યાં ખર્ચવા જોઈતા પૈસા રિયાલ ઓફિસ આપશે.અમે પાછા ત્રણે જણા સાઉદી પહોંચી ગયા. આગલા અનુભવે અમને વધારે કોન્ફીડન્સ આપ્યો. .અમે એ જ ફાઈવ સ્ટાર હોટેલમાં ઉતર્યા.અને ટૅક્સિ પણ એ જ ભાડે કરી. પહેલું કામ અમે મોબાઇલ ઓફિસ લીધી. અમારી જરૂરિયાત પ્રમાણે ઓર્ડર કરી.
આ દરમિયાન થોમસ રોજ આવતો. થોમસ ઇન્ડિયન  સિવિલ એન્જિનિયર હતો. તે કામની શોધ માં હતો. તેને અમે ઓફિસ ઇન્સ્ટોલ કરવા નો કોન્ટ્રેક્ટ આપ્યો.ઓફીસમાં ત્રણ ચાર કેબિનો હતી વચ્ચે હોલ અને છેવાડો ટોઇલેટસ હતા એક કૅબિન મારી હતી બીજી પ્રોજેક્ટ મૅનેજરની. ત્રીજી માં ડ્રોઇંગ ઓફિસ અને ચોથીમાં કિચન જેમાં ચા કોફી બનતા. હોલમાં સ્ટાફ બેસતો અહીં સરકારી દફતરમાં સાઉદી ભાષામાં કામ થતું. અને તે માટે ( (liaison) લિએઝન ઓફિસર નિમવો તેવો રુલ હતો. એક સાંજના હોટેલમાં મને બોય શોધતો આવ્યો ને કહ્યું કે કોઈ આરબ તમને મળવા માંગે છે હું ડ્રેસ અપ કરી નીચે ગયો. તેણે મને મરહબા કરી ને ગ્રીટ કર્યો. ને કહ્યું કે તે લિએઝન ઓફિસર તરીકે કામ કરવા માંગે છે અને ઘણા સમયથી તે ઇન્ડિયન કંપનીની શોધ માં હતો. મેં તેને અરજી આપવા કહ્યું. માણસ હટ્ટો કટ્ટો હતો. તે અરજી આપી જતો રહ્યો  સ્ટાફ ને રહેવાની વ્યવસ્થા બેક્ટેલ કંપની ના સુપરવિઝન નીચે થતી. તે માટે ફોર્મ ભરી સહી કરી બેક્ટેલ ઓફિસ માં આપ્યા. સ્ટાફને જમવાની ચાર ટાઇપની (Mess ) મેસ હતી જેમકે એશિયા ,કોરિયા ,કોન્ટીનેન્ટેલ  અને જૅપનીસ.અમારા સ્ટાફ માટે અમે એશિયન મેસ સિલેક્ટ કરી હતી. મેમ્બર દીઠ પાંચ હજાર રિયાલ એક મહિનાના થતા હતા. જે અમારા બીલમાંથી કટ થતા હતા. રહેવાની સુવિધાનો બંકર ટાઇપ રૂમ હતો તેમાં સુવા માટે બર્થ હતો. ફક્ત એક માણસ રહી શકે એટલી જગ્યા હતી. જે સિનીઅર સ્ટાફ હતો તેને માટે એક વિલા ભાડે રાખ્યો.
હી ઇન્ડટ્રીયલ ,કોમર્શિયલ અને રેસીડેન્ટશિઅલ એમ અલગ અલગ જગ્યા છે. માટે વિલા પ્રોજેક્ટ સાઈટથી વીસેક માઈલ દુર હતો. જે વિલા સિલેક્ટ કર્યો તેનો માલિક નોમેડીક હતો. આવા લોકો ગામથી દુર દુર રણ માં ભટકે છે. તેને અમે મેસેજ મોકલ્યો અને તે આવ્યો ને મકાનનું ભાડું નક્કી થયું. તે પ્રમાણે પૈસા ચૂકવી દીધા.સાઉદીમાં કોઈ ફોરેનર પ્રોપર્ટી ખરીદી ના શકે. વેપાર પણ સાઉદી પાર્ટ નર સિવાય કરી ના શકે. અમે મકાન તો લીધું પણ તેને તાળું કુચી નહિ. મકાન માલિક પાસે માગી તો કહે કે કોઈ જરૂર નહિ. અમે કહ્યું કે અમે ગેસ સ્ટવ ક્રોકરી વગેરે અનેક ચીજ લાવી અંદર રાખવાના છીએ અને ઇન્ડિયા જતા રહેવાનો તો સેફ્ટી શું ?તો કહે કોઈ બીક નહિ. પણ તમને જોઈએ તો તાળું મારી શકો.  અહી ચોરી કરે તેના હાથ કપાઈ જાય. અને હું પાછો પ્રોજેક્ટ પૂરો કરવા આવ્યો ત્યારે જોયું કે મઝજીદના દરવાજે આવા લોકો કપડું પાથરી બેસતા જેમાં આવતા જતા લોકો રિયાલ નાખતા. પૂર્વ તૈયારીઓ મહદ અંશે પૂરી થઇ. આજે વિસાની મુદત પૂરી થયા પહેલા અમારે સાઉદીમાં થી બહાર નીકળી જવું જોઈએ. અમો અમારા ચૅરમૅન અને જનરલ મેનેજર જેઓ પ્રોજેક્ટ ની અત્યંત ક્રીટીકલ મીટીંગ ટેન્ડર કરતા હતા તેમના આવવાની રાહ જોતા હતા. તેઓ આવ્યા કે અમે સર્વે જર્મની જતી ફ્લાઇટ પકડી ફ્રેન્કફટ ઉતરી ગયા. બે કલાક પછી મુંબઈ જતી ફ્લાઇટ માં ઇન્ડિયા રવાના થયા.આમ બીજી વીઝીટ પતી ગઈ. થોડીક હેકટીક જરૂર હતી. પણ બધું સમુંસુથરું પાર ઊતર્યું.
દ્રશ્ય-53-મારા સાઉદી પ્રોજેક્ટ ના કેટલાક અનુભવો
1)-હું સ્ટાફ ના તેત્રીસ માણસો ને લઈને સાઉદી પોહ્ચ્યો.એરપોટ વેરાન હતું. જોષી જી અમારા જનરલ મૅનેજર હતા. તેઓ એરપોર્ટ પર લેવા આવ્યા હતા. સ્ટાફ બધો ઇમિગ્રેશન ની વિધિ પતાવી બહાર આવ્યો. પણ તેમાં એક મેમ્બર સ્ટેમ્પ મરાવ્યા વગર જ આવ્યો. અને તે બહુ મોટેથી ખબર પડી.જયારે તેને પ્રોજેક્ટ છોડી જવાનો વખત આવ્યો ત્યારે તેના પાસપૉર્ટ પર અંદર આવ્યા ની તારીખ નો સ્ટેમ્પ ન હતો. જો સ્ટેમ્પ ના હોઈ તો તે ઇલીગલ કહેવાય અને તેને તરત જેલ માં પૂરી દે. મેં લીઆઈસન ઓફિસર ને આ કામ સોપ્યું.તે બરાબર કરી આવ્યો. જો કે અમારે તેને થોડા પૈસા કમિશન તરીકે આપવા પડ્યા. ને તે પૈસાની રસીદ પણ મળી. અમારી હિસાબ કિતાબ ની બુકો તથા અનેક જાતનાં ફોર્મસ જે ઇન્ડિયા માં છપાવેલા તેની પેટી સાઉદી કસ્ટમે જપ્ત કરી હતી. તે પણ લીઆઇસન ઓફિસર કમીસન આપી પાછી લાવ્યો હતો અને કમીસન ની રસીદ પણ લઇ આવેલો.
2)- સાઉદી આવતા પહેલા પ્રોજેક્ટ સ્ટાફ ને સાઉદી કેમ રેહવું.શું શું ના કરવું વગેરે નું જ્ઞાન ડૉક્યુમેન્ટરી ના શો કરી ને આપવામાં આવ્યું હતું.અહી દારૂ તથા જુગાર સદંતર બંધ હતા. જો પકડાઈ તો તેને જેલ માં પૂરતા. હી કેદી ને ના તો ઓઢવા પાથરવા નું આપતા કે ખાવા પીવા આપતા. એક નાના ક્યુંબીકલ માં ખીચો ખીચ કેદી ઓ રાખતા. મારે સાંજ પડે ત્યારે કેટલી ગાડીઓ પાછી નથી આવી તે નક્કી કરવું પડતું. અને પૂછપરછ શરુ કરવી પડતી.ને જો કોઈ નજીવા ગુના માટે જેલ માં હોઈ તો તેને માટે ખાવા પીવાનું ,ઓશીકું અને ધાબળો લઇ જેલ માં આપવા જવું પડતું. કેદીને ટેલીફોન કરવાની મનાઈ હતી.મોબાઈલ ટેલીફોન હતા નહિ. પોલીસ બહાર ની હતી અને કોન્ટ્રેક્ટ પર હતી. જો બુધવારે માણસ પકડાઈ તો તેને બે દિવસ ફરજિયાત બે દિવસ જેલમાં રહેવું પડતું. કારણ પોલીસ ડીપાર્ટમેન્ટની ઓફિસ બંધ રહેતી.
3)- સમગ્ર સાઉદી માં ગુરુ શુક્ર રજા હોઈ છે. શુક્રવારે બડી નમાજ હોઈ છે. નમાજ પછી કાજી બડી મસ્જિદ બહાર બેસતા અને કેસ ચલાવી ચુકાદો આપતા. અમારા સ્ટાફ ને સૂચના હતી કે તમારે ત્યાં જવું નહિ. છતાં એક લેબર ગયો. અને ચુકાદો સાંભળવા બેસી ગયો. કાજી ચુકાદો આપી મસ્જિદ માં પેસી ગયા. બહાર મુજરિમ નું માથું ઉડી ગયું. આવું દ્રશ્ય ક્યારેય આપણા દેશમાં જોયું ના હોવાથી તે લેબર ડીપ્રેશન માં જતો રહ્યો.ડોકટરના અનેક પ્રયત્નો થી પણ સાજો ના થયો. આખો વખત એજ દ્રશ્ય એને યાદ આવતું. કામ કરી શકવા તે લાયક ના રહ્યો. ડોક્ટરે તેને પાછો ઇન્ડિયા મોકલવા દેવા ભલામણ કરી. -થોડા દિવસ થયા હશે ને પ્રોજેક્ટ માં ચોરી થઇ કૅબલ ડ્રમ ચોરાઈ ગયું. હું પોલીસ ડીપાર્ટમેન્ટમાં મી.તસ્તે ને લઈને ગયો. અમે હોલમાં બેઠા હતા. અમારો નંબર આવવાની રાહ જોતા હતા.એટલામાં એક કદાવર ઓફિસર આવ્યો અને મને ઈંગ્લીસ માં પૂછ્યું કે પ્રોબ્લેમ શું છે ? હું જવાબ આપુ તે પહેલા મારો ખભો પકડી હચ મચાવ્યો અને કહ્યું સાઉદી માં બોલ.ના બોલી શકે તો મારી ઓફિસમાં આવવું નહિ.તે બહુજ રુઢ અને તામસી હતો. આજ ઓફિસર વૅકેશન પર જવાનો હતો. ત્યારે તેના ખર્ચા ની વ્યવસ્થા અમારી ઓફિસે કરી હતી તે તાજ મહાલ જોવા જવાનો હતો. ત્યાં અમારા ખર્ચે ફાઈવ સ્ટાર હોટેલમાં રહેવાનો હતો. મુંબઈ માં અમારી કંપની ના ગેસ્ટ હાઉસ માં રહેવાનો હતો. તેને અમે જ્યારે ટીકી ટ આપવા ગયા ત્યારે જબાન મીઠી થઇ ગઈ. અમારું કૅબલ ચોરાયાની ફરિયાદ નું પરિણામ સાઉદી વૉચમેન છુટી ગયો. અને ઇન્ડિયન વૉચમેન દોષિત ઠર્યો.જેની ડ્યુટી નહોતી પણ એક રાઉન્ડ મારવા રાખ્યો હતો. આવા સંજોગો માં કામ કરવું મુશ્કેલ હતું.
5)-સાઉદી માં પ્રોજેક્ટ માં કામ કરનાર બસો કોન્ટ્રકટરો ના એમ્પ્લોઇસની ટપાલો રૉયલ કમિશન માં આવતી અને દરેક કોન્ટ્રેક્ટ ના બે ઓથોરાઇઝ્ડ માણસો ને અપાતી. તે સિવાઈ કોઈ ને પણ નહિ. હું રોજ ટપાલ લાવતો. ટપાલ આવતા પહેલા મારી ઓફિસની બહાર ભીડ જમા થઇ જતી. નામ બોલતો તેમ આવી ટપાલ લઇ જતા. બધી ટપાલ વેચાઈ ગયા પછી જેની ટપાલ ના આવી હોઈ તે નિરાશ થઇ જતા. અને જો લાગલગાટ ના આવે તો રડમસ થઇ જતા. તે વખતે સેલ ફોન હતા નહિ
6)- મારે આવ્યા ને ચારે ક દિવસ થયા હશે. તે દિવસ રવિવાર હતો. અમે ઓફિસમાં બેઠા હતા. તેવામાં અમારા જનરલ મૅનેજર આવ્યા ને મને કહ્યું કે સુરતી ચાલો આપણે ઓફિસનું ફર્નિચર લઇ આવીએ.તમે સિલેક્ટ કરજો હું તેમાં મદદ કરીશ. હું તૈયાર થઇ ગયો. તેમણે મને દસ હાજર રિયાલ રોકડા લેવા નું કહ્યું. મેં પૈસા લીધા અને બેગ માં ભર્યા. અમે 125 માઈલ દુર આવેલા ધમામ સીટી માં ગયા.જેનરલ મેનેજરે મને બજાર માં ઉતારી કહ્યું કે અહીં આવેલી ફર્નિચર ની દુકાનો માં જઈ ફર્નિચર જૂવો અને સિલેક્ટ કરી રાખો. હમણાં ચાર વાગ્યા છે. હું એક અગત્યની મિટીંગ અટેન્ડ કરી આવું જુલમને એકાદ કલાક થી વધારે નહિ થાય. મેં કહ્યું સારું અને હું ફર્નિચર ની દુકાનો માં જઈ ફર્નિચર જોવા માંડ્યો. લગભગ બધી દુકાનો કઈ કેટલીય વાર ફરી ચુક્યો.છ ઉપર વાગી ગયા. હું કાગડોળે તેમની રાહ જોતો રહ્યો. હવે દીવાબત્તી થવા આવી હતી. મને ફિકર થવા માડી. હું ફરી ફરી ને થાકી ગયો દુકાનદાર પાસે મેં ખુરશી પર બેસવાની રજા માગી. તેણે આપી. એક તો અ જાણ્યો દેશ અને અજાણ્યા લોકો ને ભાષા નો પ્રોબ્લેમ.મને વિચાર આવ્યો કે જો નહિ આવે તો શું કરીશ અને રાતવરત ક્યાં જઈશ. હું જે દુકાનમાં હતો તેના માલિક પાસે ફોન કરવા ની પરવાનગી માગી. તેણે આપી. મેં અમારી પ્રોજેક્ટ ઓફિસ ને ફોન કર્યો. પ્રોજેક્ટ મેનેજરે મને અમારા એક્સ એમ્પ્લોયી કુલકર્ણી નો નંબર આપ્યો. તેઓ ધમામ રહેતા ને લેબર સપ્લાઈ નું કામ કરતા. મેં તેમને ફોન કર્યો. તેઓ ઘરે નહોતા તેમના પત્નીએ ફોન ઉપાડ્યો.તેમણે કહ્યું કે બહુ દુખ થાય છે કે હું ડ્રાઈવ નથી કરતી અને મને આ દેશ ની જ્યોગ્રાફી માલમ નથી. માટે કુલકર્ણી આવે ત્યાં સુધી ત્યાં જ બેસો. હું મારા મિસ્ટર આવે કે તુરત મોકલીશ. મેં કહ્યું કે હવે મીનીટો માં જ દુકાન બંધ થઇ જશે. પછી હું શું કરીશ. હું એકદમ ઢીલો ધસ થઇ ગયો.એટલા માં નીચે અન્ડર ગ્રાઉન્ડ ઓફિસ માં થી એક છોકરો ઉપર આવ્યો. એ ઓફિસ બંધ કરવાનો હતો. છોકરો ઇન્ડિયન લાગતો હતો. મેં તેને કોન્ફીડંસ માં લઇ વાત કરી અને મારી સ્ટોરી કહી. તેણે કહ્યું હું તમને એકલા નહિ મુકું.તમને મારી સાથે લઇ જઈશ. એણે દુકાન બધ કરી એની ગાડી માં બેસાડ્યો. અમે અરસ પરસ ઓળખાણ કરી લીધી. ગાડી રેસ્ટોરંટ પાસે ઉભી.એણે મને કહ્યું સવારથી તમે બહાર છો તમે અને હું ખાઈ પી ને મારે ઘરે જઈશું.મારા ભાઈ ભાભી હાલ ઇન્ડિયા ગયા છે ને ઘર ખાલી છે. અમે જમ્યા પછી મેં સજેસ્ટ કર્યું કે તે મને ટૅક્સી કરી આપે તો હું જુબેલ જતો રહીશ.તેને ના કહ્યું અને જણાવ્યું કે હાઈ વે પર અડધે રસ્તે ઉતારી દેશે તો શું કરશો ?તમારી બ્રીફ કેસ પણ લઇ લેશે તો શું કરશો ? કોઈ ગાડી તમને લિફ્ટ નહિ આપે. મેં તુરંત હા કહી દીધી. મને બ્રીફ કેસ ના દસ હજાર રિયાલ યાદ આવ્યા ને શરીરમાં એક ધ્રુજારી છુટી ગઈ. મને એણે એના ઘરમાં સ્વતંત્ર રૂમ આપ્યો. અમે પોત પોતાના રૂમમાં સૂઈ ગયા. તેને ખબર નહોતી કે મારી બ્રીફકેસ માં દશ હજાર રિયાલ છે સવારના અમે કોફી ને નાસ્તો સાથે કર્યો. એ ઓફિસ જવા ગાડી માં બેઠો સાથે મને પણ બેસાડ્યો. મેં કહ્યું કે મને ઓબીરોઈ હોટેલ મૂકી દે ત્યાંથી મને ડ્રાઈવર અને ટૅક્સી મળી જશે હું ઓબીરોઈ પર ઉતરી ગયો અને મદદ માટે આભાર માન્યો.હોટેલ ની ટૅક્સી લઇ જયુબેલ પહોંચી ગયો.જોષીજી મને હેમ ખેમ પાછો આવ્યો જોઈ ખુશ થયા. તેમણે કહ્યું તમે રાત્રે ના મળ્યા ને મારી ઉઘ હરામ થઇ ગઈ. મારાથી હોટેલ માં રહેવા જવાઈ તેમ પણ નહોતું કારણ કે મારી પાસે મારો પાસપૉર્ટ નહોતો અજાણ્યે અટેમ્પ કરત તો પોલીસ લોક અપ માં જાત અને કોકડું ગુંચવાઈ જાત.તે દિવસે છોકરો મારે માટે ઈશ્વરે મોકલેલ ફિરસ્તો હતો.
7)-રમજાન ના દિવસો માં સિગારેટ અથવા બીડી પીવાની મનાઈ હતી. ખાવા પીવાની દુકાનો પણ બંધ રહે. બપોરે કોઈ કામ કરતું નથી. કાયદા ભંગ માટે કડી સજા હોઈ છે. મારે એક એમ્પ્લોયી ને ઇન્ડિયા પાછો મોકલવાનો હતો. તેને લઇ હું ધરાન એરપોર્ટે પર ગયો.પ્લેનને વાર હતી. હું મારા સિક્યુરિટી ઓફિસર સાથે વાતો માં હતો. તેટલા માં તે ટોઇલેટ ગયો.ટોયલેટ માં સિગારેટ સળગાવી.તેને એમ કે અંદર કોણ જોવાનું ? પણ સિગારેટ ની વાસ પ્રસરી. તુરંત પોલીસે ટોયલેટ પર દંડો ઠોક્યો અને બહાર નીકળવાં હુકમ કર્યો. જેવો બહાર આવ્યો કે તેને પકડ્યો. હું અને તસ્તે પોલીસ પાસે ગયા અને સમજાવ્યું કે અમે તેને હમેશ માટે ઇન્ડિયા પાછો મોકલી રહ્યા છીએ માટે છોડી દેવા રીક્વેસ્ટ કરી. સારા નસીબ કે માની ગયો. અમે તેને બોર્ડિંગ માટે ધકેલી દીધો.
8)- હું પ્રોજેક્ટ પૂરો કરી ઇન્ડિયા પાછો જતો હતો. હું મારો સામાન ચેક કરી અંદર જવાની તૈયારી માં હતો. ત્યાં
મારા નામની એનાઉન્સમેન્ટ માઈક પર થઇ.મને ધ્રાસકો પડ્યો કે કાઈ પ્રોબ્લેમ થયો કે શું ?એટલા માં ભીડમાં થી એક વ્યક્તિ મારી તરફ આવતી દેખાઈ. તે હતો અમારો લીયાઈસન ઓફિસર તે નજીક આવ્યો ને મને ભેટ્યો ને ગળગળો થઇ ગયો. તેણે મને યાદગીરી રૂપે લેડી સકાફૅ અને પર્ફ્યુમ ની બે શીશી આપી ને કહ્યું કે મેડમ માટે. મેં કહ્યું કે તારી નવી નવી સાદી થઇ છે તો તું આ તારી મેડમ ને આપજે.તેણે ધરાર ના કહી. એજ માણસ જ્યારે ઇન્ડિયા આવ્યો ત્યારે મારા સાહેબ ને પૂછી મારી જાણકારી લીધી. તે મને મારી ઓફિસમાં મળ્યો. તેનું નામ અલખાલદી હતું. અમે એને ને સાદ કહેતા.
9)- એક દિવસ અમારો એ ઓફિસર મને વિલામાં મળવા આવ્યો.વિલામાં અમે ચાર સિનિયર રહેતા હતા. બે એન્જિનિયર અને હું અને તસ્તે.પ્રોજેક્ટ મૅનેજર ની રૂમ ખાલી રહેતી તે ક્યારેક આવતા નહી તો કેમ્પ માં સૂઈ જતા.સાદે મને એના ડગલા માં થી કાઢી એના લગ્નની કંકોત્રી આપી. હું અચંબા માં પડી ગયો. કારણ કે તે દેખાવે ઉંમરમાં ઘણો મોટો લાગતો હતો. મેં પૂછ્યું સાદ તને કેટલા વરસ થયા? તેણે જવાબ આપ્યો છવીસ.દેખાવમાં તે છેતાળીસ જેવડો લાગતો હતો. મેં પૂછ્યું બીવી કેટલું ભણેલી છે ?દેખાવે કેવી છે ?તું તેને મળ્યો છે ?તેની સાથે વાતચીત કરી છે ?તેણે કહ્યું તે છોકરીઓ ની સ્કૂલમાં થોડું ભણી છે. પોલીસ ઓફિસર ની બહેન છે.માંએ તેને જોઈ છે અને પસંદ કરી છે. તેણે કહ્યું અ મારામાં છોકરા કદી છોકરી જોતા નથી. માં છોકરી જોઈ પસંદ કરે છે લગ્ન પહેલા કોઈ છોકરા તેની ભાવી પત્નીને જોતા નથી. બધું માં જ કરે છે. મને લગ્નમાં ચોકસ આવવાનું કહી વચન લઇ ગયો. જતા જતા મને કહી ગયો કે તમારે માટે ખાસ વેજીટેરિયન જમવાનું બનાવડાવીસ.હું, પ્રોજેક્ટ મૅનેજર અને બીજા બે જાણ કંકોત્રી લઇ આપેલા સરનામે પહોંચી ગયા બહાર ખુલામાં તંબુ તાણેલો હતો. મખમલી જાજમ અને ગોળ લાંબા તકિયા મુકેલા હતા.લાઈટો મૂકી હતી.મેહમાનો ને કાવો પીવા અપાતો હતો.ત્યાની રસમ પ્રમાણે જ્યાં સુધી બસ ના કહો ત્યાં સુધી જગ પર જગ આવતા જાય કાવો નાની કાચની પ્યાલી માં અપાતો.બધો કારભાર માણસો કરતા.અમે એક ગાદી તકિયે બેઠા.લગ્ન ગીતો ગવાતા હતા.તે પણ માણસો ગાતા હતા.તેઓ કુંડાળે વળી અરબી ગીતો ગાતા અને ખંજરી વગાડતા.સ્ત્રીઓ બિલકુલ ત્યાં હતી નહિ.લગ્ન વિધિ તો જોવા જ ના મળી. ક્યાં થઇ તે પણ ખબર નહિ. લગ્ન થઇ ગયા તે જાણ્યું. હું ફક્ત એકલો જ વેજીટેરિયન હતો તેથી મારી વ્યવસ્થા મકાનમાં કરી હતી. એક ખુરશી અને સ્ટૂલ પર પ્લેટ રાખી હતી. જમવામાં અધ કચરા ચડેલા ભીડાં અને ખબુસ રોટી હતી અને બે આખા એપલ હતા. ખાવાનું જોઈ મારો ખાવા માંથી રસ ઊડી ગયો. હું થોડું જમી બહાર આવ્યો. બહાર લોકો જમતા હતા. તેઓ કુંડાળે બેઠા હતા વચમાં સ્ટીલ ના તગારામાં ભાત હતો ભાતમાં સૂકો મેવો નાખ્યો હતો. અંદર મીઠું કે મસાલો નહી. બાજુમાં શેકેલો બકરો પડ્યો હતો. લોકો ભાતના ગોળા વાળતા અને બાજુમાં બકરા માં થી માસ કાઢી ભાત ના ગોળા માં મેળવી ગોળો મોમાં મુકતા.અમારા બાકી ના મેમ્બરોએ ત્યાં જેમ તેમ જામી લીધું. અમે લગ્ન માં થી નીકળી
ઇન્ડિયન રેસ્ટોરંટમાં ખાધું ને અમારા નિવાસસ્થાને જતા રહ્યા
10) મારા સાઉદી વસવાટ દરમ્યાન મારા ભાઈ ભુપેન્દ્ર ના લગ્ન ઇન્ડિયા માં Dr દક્ષા સાથે થયા હતા. હું ઇન્ડિયા રજામાં આવ્યો ત્યારે ભુપેન્દ્ર લગ્ન કરવા આવ્યો હતો ને મેં રજા લંબાવી હતી. પણ તે દરમિયાન જોવાનું પૂરું થયું નોતું.વધારે રહેવાઈ તેમ ન હતું. તેથી જવું પડ્યું. મારી ગેરહાજરીમાં લગ્ન થઇ ગયા. આજે તેમની દિકરી આરતી પણ ડોક્ટર છે.
દ્રશ્ય-54-સ્વદેશ ગમન
પ્રોજેક્ટ છ મહિના મોડો સરુ કર્યો અને છ મહિના વેહલો પૂરો કર્યો.એટલે કોસ્ટ સેવીંગ સારું થયું.પરિણામે કંપનીએ સારો નફો કર્યો.કામ પતિ ગયું અને ઘણા માણસો સ્ટેજીસ માં પાછા મોકલી દીધા.મારે પણ જવુતું.કંપનીએ મને જ્યાં સુધી રેહવું હોઈ ત્યાં સુધી રેહવા ઓપ્સન આપ્યો.મારા લોસીસ ક્યારના વાઈપ આઉટ થઇ ગયા હતા. બીજી બાજુ પત્નીને એક્યુટ અર્થરાઈટીસ હતો ને દીકરીઓ નાની હતી.મકાનમાં પાણી નો પ્રોબ્લેમ થયો હતો.પાણી ની અછત હતી.વળી પાણી બીજે માળે ચઢતું નહિ.નોકર દાદ આપતા નહિ.તેઓની હાજરી અનિયમિત હતી.આમ પ્રોબ્લેમ અનેક હતા.બાકી પૈસા કમાવાની સાઉદી માં સુંદર તક હતી.બધું છોડી હું 1983 સપ્ટેમ્બર માં ઇન્ડિયા પાછો આવી ગયો.મને કંપની તરફથી ફેરવેલ પાર્ટી આપવામાં આવી હતી. કુક અને તેની ટીમે શ્રીખંડ પૂરી અને મેથીના પકોડા બનાવ્યા હતા.ઘણા લોકો મને શુંભેચ્છા આપવા આવ્યા હતા. બેંકનો ઓફિસર તેમજ બેક્ટેલ નો પીટર પણ તેમાં હતા.બધાએ હાથ મિલાવી શુંભેછા બક્ષી.પીટર સ્વીટ્ઝર લેન્ડ નો વતની હતો.તે તેની માં સાથે રેહતો હતો.તેની બૂઢી માં ને મૂકી સાઉદી કમાવા આવ્યો હતો.મેં સાઉદી માંથી અનેક વસ્તુ લીધી હતી.વેક્યુમ ક્લીનર ,વોશિંગ મશીન ,ટોસ્ટર,રેડીઓ ,કલર ટીવી ,કાપડ,સાડીઓ ,ચોકલેટ્સ જેથી ફેમિલીને ઓછુ ના આવે.મારા અમેરિકા રેહતા ભાઈ બેનો ત્યાંથી અવર નવર નાની નાની ચીજો આવતા જતા કને મોકલતા.મોટા ભાગ નો સામાન મેં શીપ કરાવ્યો હતો.મને મારો સાઉદી ઓફિસર એર પોર્ટ પર મુકવા આવ્યો હતો.જેની જીકર મેં આગલાં ચેપ્ટરમાં કરી છે.એનાઉસ્મેન્ટ થઇ ને હું સાઉદીને અલવિદા કહી અનેક કડવી મીઠી યાદો સાથે પ્લેનમાં ચઢ્યો.પ્રોજેક્ટ પર સવારના સાત સાડા સાતે ઓફીસ સરુ થઇ જતી.બપોરના સ્ટાફ બધો લંચ અને આરામ માટે જતો.જે પાછો બે અઢી વાગે પાછો ફરતો. અમે ચાર જણા વિલામાં રેહતા અને બપોરનું લંચ ઓફિસમાં લેતા, પછી પપેર વાચતા અને ઇન્ડિયા ની વાતો વાગોળતા.સાંજના વિલા પાછા ફરતા.પાછા ફરવાનો ટાઈમ નક્કી નહતો. ક્યારેક આઠ, નવ,કે દસ થઇ જતા. આવા સખત સ્કેજ્યુલો અઢી વર્ષથી ચાલુ હતા.રોજ ને રોજ નવા પ્રોબ્લેમ્સ આવતા.મારી ઉમર હવે પચાસે પોહચી હતી.મીનાની તકલીફો કામના બોજા હેઠળ વધતી જતી..હું ઇન્ડિયા આવી ગયો તેથી તેને ઘણી રાહત થઇ હતી. દીકરીઓનો અભ્યાસ ઠીક ચાલતો હતો.મારી મહિનાની ચઢેલી રજા હવે ચાલુ થતી હતી. મેં પહેલું કામ મીનાનો આથરાઈટિસ ઠીક કર્યો.ડોક્ટર શાહ હોમીયોપેથીક અને અલોપેથીક બેઉં હતા.પણ પ્રેક્ટીસ હોમીઓપેથીક કરતા.તેમની ટ્રીટમેન્ટથી સારું થઇ ગયું અને ફરી કદી થયું નહિ.બીજું કામ પાણી નો પ્રોબ્લેમ મોટર મુકાવી સોલ્વ કર્યો.હવે ચોવીસ કલાક પાણીની છુટ થઇ ગઈ.અમે થોડો સમય અંકલેશ્વર તથા કોસંબા જઈ આવ્યા અને દિવાળી પહેલા આવી ગયા.મોટી દીકરી પ્રીતિને મેથ્સ નો અણગમો હતો એટલે મીનાએ માસ્ટર રાખવા કહ્યું.મેં પ્રીતિ ના બાબુ માસ્ટરને બોલાવ્યા.તેની સાથે વાતચીત થઇ અને ખાલી મેથ્સ પાચ દિવસ શીખવવાના રૂ 250 માં નક્કી કર્યું.પ્રીતિએ મેટ્રિક માં સહકાર ક્લાસ એટેન્ડ કર્યા.તે મેટ્રિક માં સારા માર્કે પાસ તો થઇ ગઈ પણ મેડીકલ માં પત્તો ના લાગ્યો.પાર્લા કોલેજમાં દાખલ થઇ ગઈ.પ્રીતિ ને જેનેટીક્સ માં ઇન્ટરેસ્ટ હતો.પણ ઇન્ડિયામાં તે વખતે હ્યુમન જેનેટીક્સ ન હતું અને તેના શિક્ષક અમેરિકા જઈ ભણવા કેહતા.હવે બધા પ્રોબ્લેમ ઠેકાણે પડી ગયા.રજા પુરિ થઇ ને ઓફીસ ચાલુ થઇ ગઈ.પહેલા જેમ મેં કમ્પુટર ડીપાર્ટમેન્ટ લઇ લીધો.થોડા દિવસ પ્રોજેક્ટ ની વાતો ચાલી.આપ્ટે મારા સાઉદીના આસિસ્ટટંટ અહી ટ્રાન્સ ફર થઇ ગયા.બધું બરાબર ચાલતું હતું પણ ના જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ?
દ્રશ્ય-55-મારી ગભીર માંદગી-1986
હું રોજ સવારે જમીને ઓફિસે જતો હતો.જતા એક સીગરેટ પીતો.થોડું ચાલ્યા પછી પરાંજપે ગલી ના છેડેથી રીક્ષા પકડી ઓફીસ જતો.કારણ બસ પકડી જવું અઘરું પડતું.જો કે બસ સ્ટોપ ઘર ની પાછળ સિનેમા નજીક હતું. પણ પહેલી બસમાં ચઢવા મળશે તેની કોઈ ગેરંટી ન હતી.સાંજના પાછા વળતા બસ પકડવી ઈમ્પોસીબલ હતું અને રીક્ષા મળતી નહિ.સમગ્ર એરિયા ઇન્ડસ્ટ્રીયલ હતો.ઠેઠ થી બસો ભરાઈને આવતી ને સ્ટોપ પર ઉભી રેહતી નહિ.બધાજ અંધેરી સ્ટેસન જવાવાળા હતા.કંપનીની પહેલી બસ પાચ વાગે અને બીજી છ વાગે જતી.મારે માટે પાચ વાગ્યાની બહુ જલ્દી કેહવાતી અને છ વાગાની બહુ લેટ.આથી બંને બસો કામ લાગતી નહિ.સુબ્ર્મ્નીયમ હતા ત્યાં સુધી તેમની સાથે તેમની ગાડીમાં જતો.પણ.  હવે તેઓ રીટાયર થઇ ગયા હતા. કમ્પ્યુટરના (tech) હેડ કોઈક વાર ભેગા થઇ જતા ને તેમની ગાડીમાં લઇ જતા.કંપની ની પોલીસી એવી હતી કે નોન ટેકનીકલ માણસને ગાડી આપતા નહિ હોદ્દો ગમે તેટલો ઉચો હોઈ.મુંબઈની આ હાડમારી થી હું ત્રાસી ગયો હતો.થાણા હતો ત્યારે રોજ ગાડી વિલેપાર્લે મૂકી જતી.પણ કંપની જવાથી હવે તે ના રહ્યું અને બસ પકડવાની હેબીટ છુટી ગઈ.એક દિવસ કામ હોવાથી ઓફિસમાં મોડો બેઠો હતો. ઓફિસેથી નીકળી રિક્ષા પકડી અંધેરી સ્ટેસન ગયો.રોજ મારો ઇવનિંગ વોક અંધેરી થી પાર્લા હતો. તે પ્રમાણે તે દિવસે અંધેરી ઉતરી શાક ને ફ્રુટ લીધા પછી મીન્ટ ની ગોળી ખાઈ સિગારેટ સળગાવી. મુડ હોઈ તો સિગારેટ પીતો.નહિ તો સીધો ઘેર ચાલી જતો. થોડુક ચાલ્યો હશે ત્યાં હાથ સિગારેટ પીવા મોઢા તરફ લંબાવ્યો પણ હાથ મોઢા તરફ ન જતા જમણા કાન તરફ ગયો. આવું વારમ વાર થયું એટલે કંટાળી મેં સિગારેટ ફેકી દીધી અને ચાલવા માંડ્યું.પણ આ શું ડાબો પગ સીધો પડવાને બદલે ત્રાંસો અને જમણા પગ તરફ પડવા લાગ્યો.આવું ફરી ફરી થતા હું ગભરાયો.મને વિચાર આવ્યો કે કદાચ ભ્રમ તો નથી ને ? ઘરે પોહચી ટપાલ જોઈ.શ્રીમતિ રસોડામાં બીઝી હતી.છોકરીઓ બેનપણી સાથે રમવા ગઈ હતી.મીના રસોડામાં થી બહાર આવી ત્યારે મારા વિચિત્ર અનુભવની વાત કરી.તે બોલી હું કાઈ ડાક્ટર નથી.ચાલો આપણે ડોક્ટરને બતાવીએ.મને હજુએ ખાત્રી ન હતી કે ભ્રમ છે કે હકીકત?અમો અમારા ફેમીલી ડોક્ટર પાટણકર ને મળ્યા.તેમણે હકીકત સાંભળી તેમજ તપાસી ઝટપટ દવાનું લીસ્ટ બનાવ્યું અને કહ્યું કે દવા ઝટપટ માગવી લો.સુરતીને ઘેર લઇ જાવ અને બ્લેન્કેટ ઓઢાડી સુવાડી દો.જરૂર પડે મને જણાવશો હું આવી જઈશ.તેમને ઘરે લઇ જઈ ખાટલામાં સુવાડી દીધો.મને ખુબ ઠંડી લાગતી હતી એટલે બ્લેન્કેટ પર બ્લેન્કેટ ઓઢાડી દીધા.અને મીના મારે માટે આદુની ચાહ બનાવા રસોડામાં ગઈ.એના ગયા પછી મને શરીરમાં જોરદાર ટ્રેમર આવ્યો.હું હચમચી ગયો.પસીનો પસીનો આખા શરીરે છુટવા માંડયો.કપડા ભીના થઇ ગયા. ડોક્ટર પાટણકર ને ટેલીફોન કર્યો.ડોકટરે આવી ઈન્જેકસન આપ્યું અને સુચના કરી કે એક કલાકમાં હોસ્પિટલ માં દાખલ કરો નહીતો કેસ ખતમ.મારા પડોશી બલ્લુંભાઈએ ટેલીફોન કરી એમ્બ્યુલન્સ મંગાવી.હું ઉંડે ને ઉંડે જઈ રહ્યો છું તેવી લાગણી મને થઇ રહી હતી.પડોશી અને લત્તા વાસીઓ થી ઘર ભરાઈ ગયું હતું.સૌઉ મારા ખાટલા ની આસ પાસ ઉભા હતા.મારી દીકરીઓ પણ અવાક બની ઉભી હતી.મીના વારમ વાર ગેલરીમાં જઈ ડોકાતી.હું સુન મુન મડદા માફક પડેલો.મને ફક્ત ઉડે ઉડે જઈ રહ્યો છુ તેવી લાગણી થઇ રહી હતી.અપૂર્વ શાંતિ હતી.જાણે બધા રસ્તા મરી પરવાર્યા હતા.કોઈ પગે સુંઠ ઘસતું તો કોઈ માથે હાથ ફેરવતું.શું આ મરતા પહેલાની લાગણી તો નહિ હોઈ ? એટલામાં એમ્બ્યુલન્સ આવી.મને ખાટલામાંથી સ્ટ્રેચર પર ખસેડવામાં આવ્યો.અને સ્ટ્રેચર ઉચકી એમ્બ્યુલન્સ માં મૂકી.મારી પત્ની તેમજ પાડોશી મનુભાઈ દોશી તથા બળવંતભાઈ ઠક્કર સાથે હતા.એમ્બ્યુલન્સ ફાટક બંધ હોવાથી ઉભી રહી ગઈ.મારી પત્ની ઉચી નીચી થઇ રહી હતી.આપેલો કલાકનો સમય ઝડપથી વેડફાતો લાગ્યો.પત્ની ઈશ્વર સ્મરણ કરતી હતી.દસેક મિનીટ પછી ફાટક ખુલ્યો.અને એમ્બ્યુલન્સ હોસ્પીટલ પોહચી.અમને જાણવામાં આવ્યું કે હોસ્પીટલ ફૂલ છે.કોઈ ક્લાસ માં જગા નથી.અમે ડોક્ટર પાટણકર ની ચીઠી આપી.તે વાચી તુરંત સુચના કરી કે ખાટલો કોરીડોરમાં રાખો અને ઉપચાર ચાલુ કરો.ન્યુરો લોજીસ્ટના ડાક્ટર વેકેસન પર હતા.અને ગોવા ગયા હતા એટલે મને તેમનો એસીસટંટ ટ્રીટ કરી રહ્યો હતો.તેને પગે પોલીઓ હોવાથી તે લંઘાતો.મને જગા કરી જેનરલ વોર્ડમાં ખસેડ્યો.ડોકટરે ઈન્જેકસન આપ્યું પડોશી જે આવ્યા હતા તે પાછા ગયા.મીના એકલી પડી ગઈ.છોકરીઓ અને  ઘર પડોસીઓએ સંભાળ્યું.ઈન્જેકસન ની અસર થી વારંવાર ઉલટી થવા માંડી.મીના તે ટબમાં ઝીલતી અને ખાલી કરતી.તે ફરી ફરી એમ કરી થાકી ગઈ.હોસ્પીટલનો ખાટલો તથા ઓઢવાના ને ચાદર ભીના થઇ ગયા.મારા કપડા પણ ભીના થઇ ગયા.મને બીજે ખાટલે ટ્રાન્સફર કર્યો.ઉલટીમાં ફક્ત પાણીજ બહાર આવતું.હું અધમૂવો થઇ ગયો. મીના પણ થાકી ગઈ.તેને રીલીવ કરવા કોઈ નોહતું.રાત વધતી હતી..વોર્ડમાં દીવા ડીમ થઇ ગયા.ક્યારે આખ મીચાઈ ગઈ તે યાદ નથી મીના પણ ખાધા પીધા સિવાય સુઈ ગઈ હશે.કાઈ ખબર ના પડી.બીજે દિવસે મને જનરલ વોર્ડ માં થી આઈસીયુ માં ખસેડ્યો.હજુ મારો ડોક્ટર વેકેસન પર હતો.તેનો આસીસટંટ ટ્રીટ કરી રહ્યો હતો.હું ચાલવાનું ભૂલી ગયો હતો.એ મારે માટે અશક્ય હતું.કેટલીએ કોસીસો બાદ પગ ચાલતા નહિ.મારાથી ઉભા રેવાતું નહિ.બેલન્સ રેહતું નહિ.લખવાનું પણ ભૂલી ગયો હતો. પેન કે પેન્સીલ પકડાતિ નહિ. બોલું તો કોઈને સમજાતું નહિ.મારી આ લાચાર અવસ્થાથી ઘડી ઘડી રડું આવતું.આખમાં પાણી ઉભરાઈ જતા. ખબર કાઢવા લોકો આવતા ત્યારે આ ખાસ થતું. આઈ સી યુ માં ઠંડી બહુ લગતી.ડોકટરે મને ફર્સ્ટ ક્લાસમાં ખસેડ્યો મારા ડોક્ટર જે વેકેસન પર હતા તે આવી ગયા ને મને નિરાત થઇ.ફર્સ્ટ ક્લાસ માં મને એવો રૂમ આપ્યો કે જેમાં મારી પત્ની પણ રહી શકે.તે રૂમમાં એક ટીવી પણ હતું.મને રોજ ફીસીયો થેરાપી કરાવતા.હાથમાં પેન પકડાવતા, ચાલતા શીખવાડતા.હું A. B. C. D લખતો.રોજ ડોક્ટર આવે ત્યારે મીના તેમની સાથે વાતચીત કરતી.તેવામાં ખબર આવી કે કાલે સવારના મધર ટેરેસા આવવાના છે.મીના સવારે વેહલી ઉઠી હોસ્પીટલમાં ફરી વળી ને મધર ટેરેસા ને શોધી કાઢ્યા.અને તેમને મારા રૂમ પર લઇ આવી.મારી પત્નીએ મધર ટેરેસાને કહ્યું કે મારા પતિ બહુ બીમાર છે તેને તમારા બ્લેસીંગસ આપો કે સારા થઇ ચાલતા થઇ જાય. તેમણે મારા માથે હાથ મૂકી અશીર્વાદ આપ્યા.કેહવાની જરૂર નથી પણ મને તેથી બહુ શાંતિ થઇ અને હું ફક્ત 13 દિવસમાં હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ થઇ ગયો.મને ફીસીઓ થેરાપી ચાલુ રાખવા કહ્યું.તે માટે હોસ્પિટલમાં રોજ આવવાનું કહ્યું.હું ને મીના રોજ રીક્ષામાં નાણાવટી હોસ્પીટલ જતા.મને કંટાળો આવતો.પણ તે કસરત કરાવતી.થોડા દિવસ બધું બરાબર ચાલ્યું.પછી બેલન્સ રેહતું નહિ.પડી જવાની બીક હમેશા રેહતી.મારી મોટી દીકરીએ સુચન કર્યું કે કેમ આપણે રીટા ના ડાક્ટરને ન બતાવીએ ?ભલે એ નવો છે પણ નોલેજેબલ ને સ્માર્ટ છે અને પડોસીનો જમાઈ છે.ને ઘર પાસેજ દવાખાનું છે.મેં ટ્રાયલ માટે હા પડી. અમો હોસ્પીટલે લખી આપેલી બધીજ દવા સાથે લઇ ગયા હતા. તેણે મને તપાસ્યો અને હોસ્પીટલની દવા પણ જોઈ.એણે મને બે ત્રણ ગોળી આપી કહ્યું કદાચ હોસ્પીટલની ગોળી કામ કરતી નથી એવું બનવું શક્ય છે.મેં આપેલી ગોળી માં થી એક અત્યારે લેજો અને કેમ લાગે છે તે કહેશો.ડોક્ટરની ગોળી કામ કરી ગઈ.મારી બેલન્સ ની તકલીફ જતી રહી.હું ચાલી શકતો.બસ પકડી જઈ શકતો.મને ચાલતો જોઈ અમારા ફેમીલી ડોક્ટર વિસ્મય પામ્યા ને કહ્યું કે ભગવાન જેવું કંઇ છે ખરું બાકી મેં તો તને લખી વાળ્યો હતો.તે દિવસથી તે દવાખાનામાં ઈશ્વરનો ફોટો ફૂલ તથા અગરબત્તી આવી ગયા.ડોક્ટર પાટણકર ની પ્રેક્ટીસ સારી હતી.મારી ખબર લેવા ગોવિંદભાઈ જે મારા સ્થાપિત લાડ મેરેજ બ્યુરો ના સહકાર્યકર હતા તે મારી ખબર પૂછવા આવ્યા હતા.,. તેઓ જન્માક્ષર મેળવવાનું તથા જ્યોતીસ સબધીત સલાહ સુચન કરવાનું કામ કરતા.તેમણે મને હનુમાન ચાલીસાનો પાઠ કરવાની સલાહ આપી હતી જે હું 1986 થી કરી રહ્યો છુ.આજે મને 82 વર્ષ થયા.
દ્રશ્ય-56-મારા કેટલાક સોસીઅલ વર્ક
1)-મને સોસીઅલ વર્ક કરવું પહેલેથીજ ગમતું.મારા ઘર વાળા મારા આ સ્વભાવ થી કંટાળતા. અમો ભરૂચ રેહતા ત્યારે હું નાનપણમાં હોળીની પાર્ટી નું આયોજન કરતો.અમારા પડોશી શંકર પટેલ મને તે કામમાં મદદ કરતા અને પ્રોત્શાહન આપતા.હું હોળી ના પૈસા નો હિસાબ રાખતો.દરેક વરસે તેમાં ઉમેરો થતો.ખબર નહિ આજે હોળી ખોદાઈ છે કે નહિ ?.ખોદાઈ તો તેમાં દાટેલા પૈસા અને કોડીયો બહાર કઢાઈ છે કે નહિ ?પહેલાના એ પ્રેમાળ પડોસીઓ છે કે નહિ?હું ગણપતિ ચોથ વખતે હું પૈસા ઉઘરાવાના ગ્રુપ ઉભા કરતો.ગણપતિ વિસર્જન પછી છોકરાઓ ની મિજબાની ગોઠવતો.તે દિવસો હજુ યાદ છે. 1948 માં ભરૂચ ને અલવિદા કરી મુંબઈ ના પરા વિલે પાર્લે માં વશી ગયા.ત્યારે વિલે પાર્લે ગામડા જેવું હતું. ઘરમાં ફાનસ હતા.રાત્રે દેડકા નું ડ્રાઉં ડ્રાઉ સભાલાતું.રસ્તા કાચા હતા.રાતે સાપ નીકળતા.અવર નવાર વીછું દેખા દેતા.બસ કે ઘોડાગાડી નોતાં.કુલીઓ સામાન માથે મૂકી ઘર સુધી ચાલતા. તેજ પાર્લા જ્યારે 1992માં છોડ્યું ત્યારે રસ્તે ચાલવાની જગ્યા ન હતી.1948 માં અમારા નિવાસ્થાને જવા કાચો રસ્સ્તો હતો.અને વરસાદના દિવસોમાં કાદવ કીચડ થઇ જતો.લોકો ના ચંપલ તથા બુટ તેમાં ફસાઈ જતા.મેં મ્યુનીસિપાલીટી ને કેટલીએ વાર આ બાબતે લખ્યું હતું.પણ કોઈ એકસન લેવાતા નહિ.આથી મેં આજું બાજુ ના મકાનની મીટીંગ બોલાવી પ્રસ્તાવ મુક્યો કે બધાએ દસ દસ રૂપિયા કોન્ટ્રીબ્યુટ કરવા તથા દરેક ઘર દીઠ એક વ્યક્તિએ રસ્તા માટે રવિવારે આખો દિવસ કામ કરવું.મીટીંગ માં તે પસાર થઇ ગયું. રવિવારે પડોસીઓ બાપુ ,બર્વે, તેમ્બુલકર, સાઠે,મુકુંદા વગેરે રસ્તા પર આવી ગયા.રેતી ,ઈટો ,પથ્થર વગેરે સામગ્રી આવી ગઈ.મોડી સાંજ સુધીમાં સરસ રસ્તો તૈયાર થઇ ગયો.મી બર્વે બહુ ઉત્સાહી હતા અને બધી વાતે કુશળ હતા.પિતાશ્રી આવી બાબતમાં રસ લેતા નહિ.તેમના વતી હું જતો.
3.)-એક દિવસ અમારી બિલ્ડીંગના મેમ્બર મનુભાઈ દોશી એમની દુકાને જવા નીકળ્યા તે વખતે પોર્ચમાં ઉપરથી સ્લેબનો મોટો પીસ પડ્યો અને સેહજ માટે બચી ગયા.મને ફિકર થતી કે પિસ્તાલીસ વર્ષ થયા મકાનમાં કોઈ રીપરીંગ કે રંગરોગાન થયું નોતું.વળી મકાનની દીવાલમાં ઝાડ ઉગી નીક્લુતું.મકાન માલિક દાદ આપતો નહિ.કમ્પાઉડ હતું નહિ માટે કોઈ બી મકાનમાં ઘુસી જતું.ફેરી વાળા નો બહુ ત્રાસ હતો.બધા પ્રોબ્લેમ ઉકેલવા અને રસ્તો કાઢવા મેં મારે ઘરે મીટીંગ બોલાવી.દરેક ને પૂછ્યું કે અહી રેહવાના છો કે મુવ થવાના છો.જો અહી રેહાવાના હોઈતો બિલ્ડીંગ ને ઠીક ઠાક કેમ નહિ રાખવું ? મકાન માલિક પણ આ મીટીંગમાં હતા.તેઓ પણ મકાનમાં રેહતા હતા.મેં પ્રપોસલ મુક્યું કે દરેકે રૂ 5000 કાઢવા.મેં મારા રૂ 5000 પહેલા મુક્યા.મકાન માલિકે સબસીડાઈઝ ભાવથી કડિયા ને મજુર આપવાનું કબુલ્યું પણ પૈસા ના કાઢ્યા.બાકી બધાના પૈસા આવી ગયા.મેં મકાન માલિકને સાથે લીધો કે જેથી વાંધા વચકા ના કાઢે.કામ શરુ થયું. જેમ કામ થતું ગયું તેમ પૈસા વપરાતા ગયા મેં. હિસાબ કર્યો અને મને લાગ્યું કે બીજા પાચ હઝાર બધાએ કાઢવા પડશે.મીટીંગ બોલાવી પ્રસ્તાવ મુક્યો.બધાએ વધાવી લીધો.મેં કામ પૂરું કરાવ્યું.હવે કમપોઉંડ કોક્રીટ થઇ ગયું.લોખંડના બે દરવાજા થઇ ગયા ,ઝાડ રોપાઈ ગયા,બેસવા બાસ્ટીઓ મૂકાઈ ગઈ.ભીતનાઝાડ નીકળી ગયા.એમ અનેક સુધારા થઇ ગયા.મકાનની સુરત બદલાઈ ગઈ.
4)-.મારી કોલેજમાં પોપ્યુલારીટી ઘણી.તેનો ઉપયોગ કોલેજના છોકરાના ગત વર્ષના જુના ચોપડા કાઢી આપવામાં મદદ કરતો. હું તેમને તેમના પુસ્તકો તેમની કીમતે કાઢી આપતો. એમાં બેઉંના કામ થતા.હું તેના માટે કોઈ કેનવાસિંગ કરતો નહિ.આ કામ જુનીઅરના વર્ષ પુરતું સીમિત હતું.આમ મારી પોપ્યુલારીટી નો લાભ લેનાર તથા વેચનાર બેને થતો.અને મારી પોપુલારીટી ઘણી વધી ગઈ.
5)-.1974 માં મને વિચાર આવ્યો કે લોકોને લગ્ન માટે છોકરા કે છોકરી શોધવા અઘરા પડતા.કારણ કે નોકરી ધંધા માટે લોકો દુર દુર વસવા માંડ્યા.જ્ઞાતિ વેર વિખેર હતી.મને થયું કે લગ્ન ની પસંદગી માટે હવે જ્ઞાતિના મેરેજબ્યુરો ની જરૂર છે. એક જગા જ્યાંથી છોકરા કે છોકરીની વિગતો મળી શકે.મેં વોલન્ટયર સિલેક્ટ કર્યા.તેમાં બે લેડીસ અને ત્રણ જેન્ટ્સ.મેરેજ કોઉંસેલીંગ ની અંધેરી ખાતે પ્રેક્ટીસ કરતા ડોક્ટર અશ્વિન શાહ ને પણ સાથે લીધા.
અમારા પૈસે હેન્ડબીલ છપાવ્યા અને જ્ઞાતિમાં ઘેરે ઘેર વેહ્ચવ્યા. લાડ જ્ઞાતિએ મીટીંગ બોલાવી.તેમાં અમને આમંત્રિત કર્યા.હું અલીવાળા ને શશી રાત્રે મીટીંગમાં પાર્લા થી મુંબઈ લાડની વાડી માં ગયા.જ્ઞાતિએ ખુબ વાધા વચકા કાઢ્યા ને વિરોધ કર્યો.પણ અમે મક્કમ રહ્યા ને કામકાજ શરુ કર્યું.પાછળથી એજ લોકો લાભ લેતા થઇ ગયા.1974 માં શરુ કરેલો બ્યુરો હજુ પણ ચાલે છે.હું અમેરિકા વસવાટ માટે આવ્યો ત્યારે બેંકમાં સારી થાપણ હતી.લગભગ 250 જેટલા લગ્નો બ્યુરો મારફત થયા હતા.બે સમૂહ લગ્નો મેરેજ બ્યુરોએ કર્યા હતા.અમેરિકા આવ્યા પછી પણ વાર્ષિક હેવાલ મને મોકલાવતા.હું મુંબઈ હતો ત્યારે નિયમિત રવિવારે બ્યુરોમાં જતો. સરુઆતમાં મેરેજ બ્યુરો મારે ઘરે ચાલતો. મી ગાંધી આર્ટિટેક્ટ ની ઓફીસ વિલે પાર્લે સ્ટેસન ની સામે હતી.તે મારે ઘરે તેમની છોકરી માંટે વિગતો લેવા આવ્યા હતા.તેમણે તેમની ઓફીસ મને રવિવારે ફ્રી વાપરવા આપી.આમ મારું સ્વપ્ન સાકાર થયું. 6)-.હું ઇન્ડિયાથી રિટાયર થઇ અમેરિકા 1992 માં આવ્યો ત્યારે અહી એકલતા બહુ લાગતી.ત્યારે હું લોસ એન્જલીસમાં હતો.1993 માં હું સાન હોઝે આવ્યો.ત્યારે મેં બસ ટુરની તપાસ શરુ કરી જે મારી દીકરી પ્રીતિએ પૂરી કરી.તેણે મને એક ફ્લાયર લાવી આપ્યું.તેમાં ચીનો બસ ઓપેરેટર ડોંગ હવા જંગ હતો. તેની પાસે ફરવાના સ્થળોએ પણ બસ વ્યવસ્થા હતી ને રેહવા માટે મોટેલ.ઇન્ડિયન સીનીઅર્સ ડ્રાઈવ ન કરતા હોવાથી તેમને માટે આ સારી સુવિધા હતી. તેની કંપની મારફતે મેં પંદરથી વધારે વરસોમાં ઘણી ટુરો નું આયોજન કર્યું અને લગભગ 5000 ઇન્ડિયનસ ને યાદગાર ટુરો કરાવી.અમેરિકા ની અંદર તથા બહાર.  યલોસ્ટોન પાર્ક ,ગ્રાન્ડ કેનિયન ,બ્રાઈસ કેનિયન.સાન્ડિયાગો,લોસ એન્જલીસ,યુરોપ, ચાઈના, હવાઈ, આલાસ્કા વગેરેની વરસો વરસ ટુરો થઇ.ઇન્ડિયન સેન્ટરે મને સર્ટીફીકેટ આપ્યું.કેટલાના થેન્ક્સના પત્રો આવી ગયા.ન્યુયોર્ક થી પબ્લીશ થતા ઇન્ડિયન મેંગેઝીન ‘મંત્રા’માં ‘મારો ઈન્ટરવ્યું લઇ હેવાલ છાપ્યો.અમે અતિ વૃદ્ધ અને ડિસેબલ લોકોને પણ લઇ જતા.આજે પણ લોકો મને ટુર માટે યાદ કરે છે.મેં કેસીનોની અગણીત ટુર કરી અને તે પણ બસ ભરી ભરીને.આજે હું બ્યાસી વર્ષ નો છુ અને આજે પણ અમે નાના ગ્રુપ માં જઈએ છીએ.
7)-.મેં કેટલાય સીનીયર્સને ઈન્ડીપેન્ડટ બસો માં ફરતા કર્યાં.કેત્લાનેય સમય સારી રીતે કેમ વાપરવો તે બતાવ્યું.અહી ઇન્ડિયન સેન્ટર છે પણ સીનીઅર્સ ને ફીસ મોઘી લાગેછે.તેમને અમેરિકન સેન્ટર આવવું નથી.ત્યાં પણ ત્રણ ડોલર લંચ ના ભરવા પડે.વળી ત્યાનું વેજી માફક આવતું નથી.ને છોકરા પાસે પૈસા માગવા નથી.તેમને નોકરી ક્યાં શોધવી તે ખબર નથી.વળી અહીની અંગ્રેજી શીખવી નથી.તેઓ ફક્ત ઘરમાંજ સમય પસાર કરે છે.ને ગ્રાન્ડચિલ્ડ્રન ની દેખ ભાળ કરે છે.થોડા મોટા થાય એટલે એટેચમેન્ટ રેહતી નથી અને ગ્રાન્ડ પેરન્ટ extended ફેમીલી ગણાઈ છે તેથી અઈસોલેસન અનુભવે છે.
હું સાનહોઝેમાં એક અમેરિકન સેન્ટર માં જાઉં છુ અને ત્યાં આવતા વયોવ્રધ લોકો ને મદદ કરું છુ ત્યાં પચરંગી લોકો આવે છે.મેં ઘણા ઇન્ડિયન સીનીઅર્સ  લોકો ને આ સેન્ટર માં આવવા કહ્યું કારણ કે ફ્રી છે.ફક્ત લંચના ત્રણ ડોલર આપવાના હોઈ છે અને ઓછા આપો તોએ ચાલે ના અપાઈ તો નહિ આપો તો પણ કંઈ નહિ.. જયારે ઇન્ડિયા કમ્યુનીટી માં લંચ ઉપરાંત મંથલી ફી આપવી પડે છે.અહી ચાઇનીસ ,ફિલીપીન્સ ,મેકશીકન ,આફ્રિકન,પાકિસ્તાની તથા ઇન્ડિયન લોકો આવે છે. આ છે મીની અમેરિકા Real અમેરિકા., ટુકી આવકવાલા ને જરૂરમંદ લોકો ને સરકાર તરફથી બ્રાઉનબેગ આપે છે.તેમાં એક અઠવાડિયા નું રેસન આપે છે જેમાં બ્રેડ સ્પગેટી ના ડબ્બા ,ફ્રુટ વગેરે વસ્તુઓ હોઈ છે. બેગ અપાતી ઘણા સમય થી બંધ કરી હતી.તે કાઉંટીના વોલંટીયર અને મેનેજરની મદદ થી ચાલુ કરાવી.હવે દર બુધવારે અપાઈ છે.
9).-પહેલા સેન્ટર ના રસોડે જમવાનું બનતું.પણ કોસ્ટ સેવીંગ ના બહાને તે બંધ કરી કેટરર ને સોપ્યું.કેટરરનું ખાવાનું સૌને ભાવતું નહિ.પરિણામે મેમ્બર્સ જવા લાગ્યા.પહેલા કરતા સંખ્યા ઘણી ઘટી ગઈ સેન્ટરે રસોડું ચાલુ કરવાની પરવાનગી માગી અને કેટરર થી ઓછી કોસ્ટે સીનીઅર્સ ને ગરમ અને તાજું લંચ આપવાનું નક્કી કર્યું.તે માટે ની બધી મીટીંગ મેં અટેન્ડ કરી સક્રિય ભાગ લીધો હતો અપીલ માન્ય થઇ અને રસોડું ચાલુ થયું.જમવામાં કેટલાક સુધારા સૂચવ્યા હતા.પરિણામે આજે હોલ ભરાઈ તેટલા મેમ્બર્સ આવે છે.
10).-સેન્ટરમાં પહેલા એક વયોવૃદ્ધ ઇન્ડિયન લેડી બ્લડ પ્રેસર ચેક કરતી હતી.તેણે રેઠાણ બદલ્યું ને લીવર પુર રેહવા ચાલી ગઈ.બ્લડ પ્રેસર લેવાતું બંધ થયું.સેન્ટર મેનેજરને કહી ચાલુ કરાવ્યું.આજે એક યંગ લેડી બ્લડ પ્રેસર ચેક કરે છે અને બધા તેનો લાભ લે છે.
11)-.કેટલાક સીનીઅર્સ ને આઉટરીચ (ટેક્ષી ) સેન્ટર તરફ થી લેવા અને મુકવા બુધવારે આવતી. આ સુવિધા કાઉન્ટીતરફ થી ફ્રી હતી.એકા એક બધ થઇ ગઈ.અહી 80 વર્ષ ની ઉપરના વૃધો આવતા બંધ થઇ ગયા.આથી મેં એક પત્ર લખી બધાની સહીઓ લીધી ને મોકલી આપ્યો.તુરંત આઉટ રીચ ચાલુ થઇ ગઈ.અને બંધ થયેલા વૃધો ફરી આવતા થઇ ગયા.
12)-.39 રૂટ ની બસ બંધ કરવાની VTA ની જાહેરાત આવી ટ્રાફિક મળતો નથી.કારણ અપાયું હતું. હું ને મારા મિત્ર સખાળકર આ બસ વાપરતા હતા.આ બસ બંધ થાય તો અનેક સીનીઅરસ તેમજ નોકરી કરતા માણસો ને ઘેર બેસવા નો વખત આવી જાય.ચાલીને WHiTE ROAD જવું બહુ સમય માગી લે અને પાછા આવવા હિલ ચઢવો મુસીબત થઇ જાય.વળી ગુરુદ્વારા હિલની ટોચે આવ્યું ત્યાં આવતા લોકો બંધ થઇ જાય.મેં એક લેટર તૈયાર કર્યો અને થોડા સીનીઅર રહીસોને સાથ આપવા અપીલ કરી.લેટર સાથે નવો બસ રુટ સજેસ્ટ કર્યો.ગુરુદ્વારા માં એક દિવસ બેસી 180 સહીઓ લીધી અને ડેલીગેસન લઇ VTA ની મુખ્ય ઓફિસમાં ગયો.ત્યાં ચર્ચા કરી પત્ર આપ્યો.પબ્લિક મીટીંગ માં મેં અને સખાળકરે અવાજ ઉઠાવ્યો અને સુચન કર્યું કે મોટી બસ ને બદલે નાની કમ્યુનીટી બસ વાપરો.પરિણામે આજે બસ ચાલુ છે.એટલુજ નહિ પણ બસ સવારના ફૂલ જાય છે.શનિ ,રવિ ગુરુદ્વારામાં બહુ લોકો આવતા હોવાથી મોટી બસ વપરાઈ છે.
દ્રશ્ય-57-સહિયારી પ્રોપર્ટી નું પાર્ટીસન
કંચનબા ની સૌથી નાની દિકરી મીના તેમને બહુ વહાલી હતી.કુટુંબમાં સૌથી વધારે ભણેલી હતી અને અગ્રેજી માધ્યમ ની પ્રાઈમરી સ્કુલમાં પ્રિન્સીપાલ હતી.આથી તેના કુટુંબમાં તેનું માન સારું.કંચનબા સીધા સાદા ને સરળ સ્વભાવના પ્રેમાળ વ્યક્તિ.તેઓ કેટલાય સમયથી વિધવા હતા.મારા સસરા સાકરલાલ રેલ્વે માં નોકરી કરતા.તેમના બે જમાઈઓ અમ્રતલાલ ને ભુપેન્દ્ર પણ રેલ્વે માં હતા.તે જમાનામાં રેલ્વે ની નોકરી દેસાઈઓ નો ઈજારો હતો ખાસ કરી ને ગુજરાતમાં.સાકરલાલે તે જમાનામાં થોડી આવકમાં અને ટુકા જીવનમાં સારી પ્રોપર્ટી વસાવી હતી.બે મકાન એક દુકાન અને થોડી જમીન.કંચન બા મર્યા ત્યારે કોઈ વીલ કરેલું નહિ.અમ્રતલાલ કુટુંબમાં વડીલ હતા.તેમના પત્રો અવાર નવાર આવતા.એક દિવસ તેમનો પત્ર આવ્યો કે અંકલેશ્વર આવો તો પ્રોપર્ટી ની વેહ્ચણી થાય.મેં લખ્યું કે છોકરીઓ ને વેકેસન પડે ત્યારે આવશું અને બધા કામ આટોપી લઈશું.અમો વેકેસન પડતાજ અંકલેશ્વર પોહચી ગયા.અનુભવી ની દોરવણી થી પપેર પર વેહ્ચણી થઇ.મીના અને કલાબેનના ભાગે દેસાઈ ફળિયાનું ડબલ ગળાનું મકાન આવ્યું.અમરતલાલે દુકાન લીધી ને ભુપેન્દ્ર ભાઈ એ વકીલ ને ભાડે આપેલું મકાન લીધું.અને બેબી બેનને પૈસા.અશ્રુબેને ઘરેણા ની વેહ્ચણી કરી અને ભુપેન્દ્ર ભાઈએ ઘર વખરી ની કરી.સારી રીતે વિભાજન પતિ ગયું.કોઈ વાધા વચકા નહિ.કંચન બા ની ક્રિયા કાંડ છોકરીઓ તથા જમાઈઓ એ સારી રીતે કરી સદગત ના આત્માને શાંતિ પોહચાડી.અમારા ભાગે આવેલી પ્રોપર્ટી નું વિભાજન મારે નોતું કરવું.તેથી મેં મોહનલાલ સાથે વાતચીત કરી તેમને રોકડા પૈસા આપવા જણાવ્યું.પણ મોહનલાલની રકમ મીના ને મોટી લાગી.એટલે વાત પડતી મૂકી.મોહનલાલ ને અંકલેશ્વર માં ઈન્ટરેસ્ટ નોતો.તેઓ અમદાવાદમાં બંગલો બાંધતા હતા.જે થોડ વખતમાં તૈયાર થશે.જયારે મીનાને, હું રીટાયર થાવ ત્યારે થોડો સમય મુંબઈ અને થોડો અંકલેશ્વર ગુંજારવોતો. વળતું સજેસન પાર્ટીસન પાડવાનું.કંચનબા પૂર્વીના જન્મ પહેલા1972માં ગુજરી ગયા.તે  વાતને પંદર વર્ષ થઇ ગયા.અમે પાર્ટીસન 1987 માં ના છુટકે પાડ્યું બંનેની હાજરીમાં ગલુ કોન્ટ્રેકટર સાથે નક્કી થયું.અગલી ભીત થી છેડે સુધી ભીત ચણાઈ ગઈ અને બે ભાગ થઇ ગયા. બે એન્ટ્રન્સ જુદા થયા.દુખ તો બહુ થયું પણ ના ઈલાજ. બે નાના મકાન થઇ ગયા.મીનાને ભાગે જે મકાન આવ્યું તેમાં મેં ઉપર નીચે ઉભા રસોડા કરાવ્યા.બાથ રૂમમાં સફેદ અને ભૂરી લાદી નખાવી ચોવીસ કલાક પાણી આવે તેથી મોટી ટાંકી મુકાવી આખા મકાનમાં લાદી જડાવી. ઇલેક્ટ્રિક ફીટીંગ બદલાવ્યું 22 લાઈટો મૂકાવી નવા પખા મુકાવ્યા.નવા ગોદડા કરાવ્યા અને સ્ટીલના સેટ લીધા.આમ અમારું નવું મકાન તૈયાર થઇ ગયું.આખો મહિનો કામ ચાલ્યું.મીના ની મોટી બેનને અંકલેશ્વર આવવું નોતું તેથી તેમણે તેમના ભાગનું મકાન વેચી કાઢ્યું.અમે તે દિવસે કામ પતાવી રીક્ષા પકડવા નાકે ગયા.થોડું ચાલ્યા ત્યાં મીનાને છાતીમાં દુખ્યું.મેં ડોક્ટર પાસે લઇ જવા કહ્યું.તેણે કહ્યું કાલે મુંબઈ જઈને ડોક્ટરને બતાવશું.અમો રીક્ષા પકડી ભરૂચ ગયા ને મામીને મળ્યા.તેઓ ખુબ ખુશ થયા.પાર્ટીસનની વાત કરી.મામીની વાતો ખૂટતી નહિ અને ઘડિયાળનો કાટો અટકતો નહિ.મેં ઘડિયાળ જોઈ કહ્યું અમારે પાછા અંકલેશ્વર જવાનું છે અને કાલે મુંબઈ.તેઓએ અમને જમ્ડ્યા અને અમો અંકલેશ્વર રીક્ષામાં પાછા આવ્યા.નવા ઘરમાં બધું થયા પછી હમો ત્રણ દિવસ રહ્યા અને ખુબ માણ્યું પણ ઢાઈકા કરમ ની કોને ખબર કે મીનાના આ મકાનમાં આ છેલ્લાજ ત્રણ દિવસ હશે.અમે મુંબઈ પાછા ફરી ડોક્ટરને બતાવ્યું તેણે અમને ડોક્ટર ગાંધી કર્ડીઓ લોજીસ્ટ પાસે મોકલ્યા.
દ્રશ્ય-58-પત્નીની જીવ લેણ બીમારી
ડોક્ટર ગાંધી કાર્ડીઓ લોજીસ્ટ હતા.તેમના નામ પાછળ ડીગ્રીઓ ની લાંબી લાઈન હતી.લગભગ ઘણી ડીગ્રી અમેરિકા ની હતી.તેમની ફીસ પણ મસ મોટી હતી. અમે તેમની એપોઇન્ટમેન્ટ લીધી, એપોઇન્ટમેન્ટ સાંજના પાચ વાગ્યાની હતી.તે હોળી ધૂળેટી ના દિવસો હતા.મીના નું સ્ટ્રેસ ટેસ્ટ કર્યું અને નિદાન આપ્યું કે બ્લોકેજ છે. કેટલું છે અને કયા ભાગમાં છે તે નક્કી કરવા એનજીઓ ગ્રાફી કરવી પડશે.ને તે માટે નાણાવટી હોસ્પિટલ માં દાખલ કરવી પડશે.મીનાને ઓપેરેસન કરાવું નોતું.તેને દવાથી ફેર પાડવો હતો.કારણ છોકરીઓ હજુ નાની હતી.તે માટે તે ટાળતી.આમને આમ પાચ મહિના નિકળી ગયા.હવે મોડું કરવાનો કોઈ અર્થ નોતો.અવર નવર દુખી આવતું.ત્યારે આખો ઉપર ચઢી જતી.વળી ઘરમાં કોઈ રેહતું નહિ કે મદદ મળે.હું ઓફીસમાંથી નિયમિત ટેલીફોન કરતો ને ચેક કરતો.છોકરીઓ બે માંથી એક અમેરિકા હતી અને બીજી કોલેજ જતી.બેબી બેન નિયમિત આવતા.ભુપેન્દ્ર ભાઈ ને અશ્રુ બેનને પત્ર લખી વિગત જણાવી.તેઓ તુરત મદદ માટે આવી ગયા.મેં તેઓની તથા અમ્રતલાલની સાથે વિગતમાં વાત કરી ડોક્ટરનું નિદાન જણાવ્યું.અમે નક્કી કર્યું કે મીનાને હોસ્પીટલમાં દાખલ કરવી.દાખલ કરવાના દિવસે હું ઓફિસમાં થી વેહલો આવી ગયો ચાર વાગે અમો હોસ્પિટલ જવા તૈયાર થયા તેણે શ્રીનાથજી ની છબી પાસે ઉભા રહી ઈશ્વર સ્મરણ કર્યું અને ભગવાનને નમન કરી રીક્ષામાં બેઠા અને હોસ્પિટલ પોહ્ચ્યા.સાંજ પડી ગઈ હતી તેને સેકંડ ક્લાસમાં એડમીટ કરી.રૂમમાં બે ખાટલા હતા.બીજા ખાટલા પર એક ગુજરાતી બેન હતા.તેઓ બહાર ગામથી આવેલા.તેમને પણ હાર્ટનું દર્દ હતું.તેમની પણ બાઇપાસ સર્જરી કરવાની હતી.તેઓને નાના બે બાળક હતા.કાચો સંસાર હતો.બેબી બેન રાત્રે મીનાની મદદમાં રેહવાના હતા.તેમને સેટ કરી હું ઘરે ગયો.મીનાને બે દિવસ ઓબ્સરવેસન માં રાખી.ત્રીજે દિવસે અન્જીઓગ્રાફી માટે ઓપરેસન થીએટેર માં લઇ ગયા.હું ત્યાજ હતો.લગભગ બે કલાકે પાછા લાવ્યા.સાથે ડોક્ટર ન હતા.વોર્ડ બોય ખાટલે સુવાડી જતો રહ્યો.મેં મીનાને પૂછ્યું કેવું રહ્યું ?તેણે કહ્યું ખબર નહિ.એટલામાં ખબર આવી કે બાજુના ખાટલામાં ગુજરાતી બેન હતા તે બાઈપાસ માં ગુજરી ગયા. તેમના બે ભૂલકાઓ એક ધણી ની આંગળીએ અને બીજું હાથ માં હતું.આખો રૂમ શોકાતુર થઇ ગયો.તેમના સગા સ્નેહીઓ ખિન્ન વદને “હરી ની ઈચ્છા “કહી સામાન લઇ રૂમ ખાલી કરી ગયા.મીના એકલી પડી ગઈ.દિવસ દરમીયાન બધા રેહતા અને રાત્રે બેબી બેન સુતા.હું હાલમાંજ માંદગી ભોગવી ચુક્યો હતો તેથી બેબી બેન જીદ કરી રેહતા.મીનાએ લગભગ એક વર્ષ દવાથી ફેર પાડવામાં ખેચી કાઢ્યું બાકી નિદાન તો 1988 માં થયેલું.બીજે દિવસે હું સવારના હોસ્પીટલ પોહચી ગયેલો.જોઈતી બધી સામગ્રી લઇ ગયોતો.સવારના ડોક્ટર આવ્યા ને મીનાને ફરી એનજીઓગ્રાફી માટે લઇ જવાના હતા.ત્યારે મેં ડોક્ટરને કહ્યું કે ફરી એનજીઓગ્રાફી કેમ? પરમ દિવસે શું કર્યું ? ત્યારે મને કહ્યું કે બ્લડ પ્રેસર બહુ નીચે જવાથી એનજીઓગ્રાફી અધર વચ્ચે બંધ કરવી પડી.મેં કહ્યું કે આ વાત મને કોઈએ કેમ ના કરી ?તેઓ કશું બોલ્યા વગર ગુપ ચુપ ચાલી ગયા.મીનાને ઓપેરેસન થીએટરમાં લઇ ગયા.ત્યાં સુધી બપોર થઇ ગઈ હતી.જયારે પાછી લાવ્યા ત્યારે બે વાગી ગયા હતા.લાવી ખાટલે ટ્રાન્સફર કરી.હજુ તે ભાનમાં નોતી.તેને આરામની જરૂરત હતી.લગભગ ચાર વાગે નર્સે જણાવ્યું કે કાલે સવારે નવ વાગે તાત્કાલિક ઓપરેસન ડોક્ટર કરશે.તે માટે તમે 14 બોટલ બ્લડ લાવવાની વ્યવસ્થા કરશો અને રૂ.25000 ઇનિસિઅલ ડીપોસીટ કરશો અને બીજા તૈયાર રાખજો.મેં કહ્યું હું 14 બોટલ બ્લડ ક્યાં થી લાવું? પણ હું તેના પૈસા આપિસ.તેણે મને જણાવ્યું કે હોસ્પીટલ નો રૂલ છે કે પેસંટ ને લાગતું બ્લડ પેસંટે આપવાનું રેહશે.તમારા સગા સબંધી જે બ્લડ આપવા તૈયાર હોઈ તેણે સવારે હોસ્પીટલ માં હાજર થઇ જવાનું.તેઓનું કોઈ પણ બ્લડ ગ્રુપ હશે તો ચાલશે.તમારા પેસંટ ને જોઈતું ગ્રુપ અમારા સ્ટોકમાંથી વાપરશું.હું ઘરે ગયો ને તુરંત શશી ,કામાક્ષી ,અશોક વગેરેને ટેલીફોન કર્યા બધાને બ્લડ આપવા રિક્વેસ્ટ કરી.બધા સવારના હોસ્પીટલ જઈ બ્લડ આપી આવ્યા.મારું બ્લડ લેવાની હોસ્પીટલે ના પાડી કારણકે મારી ઉમર પચાસ ની ઉપર હતી.બ્લડ કલેક્ટ થઇ ગયું.એટલે શાંતિ હતી મીનાને સ્ટ્રેચર પર સુવાડી અને સ્ટ્રેચર હાથ ગાડી માં મૂકી ઓપરેસન થીએટરમાં લઇ ગયા.હું ગાડી સાથે ઓપરેસન થીએટર સુધી ગયો.મને અંદર આવવાની મનાઈ હતી.અંદર દાખલ થતા પહેલા મેં એના માથે હાથ મુક્યો.તેણે ઘણી રાહત અનુભવી. મેં કહ્યું ફિકર નાકરીશ હું.દરવાજા પાસે રહીશ.અને દરવાજો બંધ થઇ ગયો.
અંદર ગયાને બે કલાક ઉપર થઇ ગયા.કોઈ આવે તો હું પુછુ? પણ કોઈ બહાર ના આવ્યું.હું દરવાજા બહાર આટા મારી રહ્યો હતો.તેટલામાં હેલ્પેર ઝડપ થી દરવાજા બહાર આવ્યો.તે ખુબ ટેન્સન માં હતો.તેણે મને સવાલ કર્યો કે અમારે પંપ ભાડે થી લેવો પડશે. તમને મંજુર છે ?મેં કહ્યું જે કરવું ઘટે તે ત્વરીત કરો મારી પરવાનગી છેજ.મને હવે પૂછવા ના અવસો.હું બહુ વ્યથીથ હતો.મને એકાએક ગીડીનેસ ફીલિંગ થઇ , ચક્કર આવ્યા ને હું પડી બેહોશ થઇ ગયો.ભુપેન્દ્ર ભાઈ અશ્રુ બેન અને હોસ્પીટલ ના લોકો મારી આસ પાસ વિટ્લાઈ વળ્યા.મને ઉચકી સ્ટ્રેચર પર સુવાડ્યો.થોડી વારે ભાન આવ્યું ને મેં તરત પૂછ્યું મીનાને બહાર લાવ્યા ?.ભુપેન્દ્ર ભાઈએ જવાબ આપ્યો કે બહાર આવવામાં થોડી વાર છે યુ રેલેક્ષ.હું ઉભો થઇ ઓપરેસન થીએટર પાસે ગયો તેવામાં ડોક્ટર કોલેટ બહાર આવ્યા.તેમની સાથે બે ડોક્ટર હતા.અમારા ફેમીલી ડોક્ટર બોરઘરકરપણ હતા.ડોક્ટર કોલેટે પૂછ્યું who. s Mr surt. ?મેં કહ્યું. iam Mr. surti. તે બોલ્યા we are very sorry that we could not save your wife. હું કાઈ પુછુ તે પહેલા ચાલી ગયા.સવારના નવ થી સાંજના છ સુધી જે ઓપરેસન ચાલ્યું તેનું આ પરિણામ?. ડોક્ટર ગાંધીએ ડોક્ટર કોલેટ ને રેકમેન્ડ કરેલા અને જણાવ્યું હતું કે તેઓ અમેરિકા ના અનુભવી ડોક્ટર છે.હું બહુજ અપ સેટ હતો.ડોક્ટર બોરઘરકરે ઓપરેસન થીએટરમાં પપેર તપાસી કહ્યું પંપથી હાર્ટ ધબકતું રાખતા પણ સ્વ બળે હાર્ટ ધબકતું નહિ.પંપ ખસેડી લેવાથી ધીમું પડી જતું.લાંબા સમયના પ્રયત્નો પછી પણ હાર્ટ પોતાની ગતિ પ્રાપ્ત ના કરી શક્યું.તે અત્યંત માર ખાઈ નબળું પડી ગયું હતું. મીનાનું બોડી હોસ્પીટલ ના કબજામાં હતું.તેને કોલ્ડ સ્ટોરેજ માં ટ્રાન્સફર કર્યું હતું. હવે રાતના સાડા આઠ વાગી ગયા હતા.કાલે બોડીનો કબજો લઇ ક્રીમેટ કરવાનું હતું.ક્રીમેસન સેન્ટર હોસ્પીટલથી નજીકજ હતું.તેથી હોસ્પીટલથી સીધા ક્રીમેસન સેન્ટર લઇ જવાનો નિર્ણય લીધો. બધાને સવારે હોસ્પીટલ આવવા કહી વિદાઈ આપી.અમો પણ ઘરે ગયા.તે રાત્રે ઉઘ હરામ થઇ ગઈ.ઘરના કારભારી વગર જીવન કેમ જીવાશે?બીજે દિવસે સવારના બધા આવી ગયા.મીનાનું શબ કોલ્ડ સ્ટોરેજમાં થી કાઢી હોસ્પીટલના પાછલા ભાગમાં રાખ્યું હતું.ત્યાં કેટલાક લેડીઝ શબ ને મન ગમતા કપડા પેહરાવતા. તેમાં મીનાના મોટા બેન અશ્રુ તથા બાગ ના પત્ની તેમજ બીજા લેડીઝ હતા.શબ જેવું તૈયાર થયું કે હોસ્પીટલ ના માણસોએ ગાડી માં મુક્યું.અમો પ્રોસેસન માં ગાડી ચલાવી ક્રીમેસન સેન્ટર ગયા.અમારામાંના અનુભવીઓ એ ચિતા બનાવી શબ ઉપર મુક્યું.મેં ફેરા ફરી શબ અને ચિતાને અગ્ની દાહ આપ્યો.જોત જોતામાં અગ્ની પ્રજ્વ્લ્યો અને ભડકા થયા અને મીના રાખમાં મળી ગઈ.અમો ચિતાને નમન કરી ઘરે પાછા ફર્યા.મારા જીવનનું નું નવું ચેપ્ટર શરુ થયું.ત્યાર પછીના એક અઠવાડિયા સુધી હું સુનમુન થઇ ગયો હતો.અશ્રુ બેન બધું સંભાળી લેતા.મીનાના ભણકારા મને હજુ સંભળાતા.તેનો અવાજ જાણે ઘરમાં ગુંજતો હતો.તેની ગેરહાજરી સતત વર્તાતી.તેની સરવણી નો દિવસ આવી ગયો.સરવણી સારી રીતે પતાવી બે ત્રણ દિવસમાં અશ્રુબેન જતા રહ્યા.ફક્ત હું ને પૂર્વી બાકી રહ્યા.મેં ઓફિસે જવાનું ચાલુ કર્યું.પૂર્વી કોલેજ જતી.મેં અને મીનાએ તેને તેની બર્થ ડે પર બાઈસીકલ ભેટ આપી હતી.તે બાઈસીકલ પર કોલેજ જતી હતી.મને યાદ છે કે ત્રણ મહિના પહેલા જયારે બા ને ખોઈ ત્યારે મીના અનહદ રડી હતી.અરે એટલું તો એની માં ના મૃત્યુ વખતે રડી નોહતી.બા ની સરવણીમાં અમે સજોડે સરવા બેઠા હતા.આ પહેલા અમે બા પાછળ ગુરૂ પુરાણ બેસાડ્યું હતું.આ બધી વીધિ તેણે બહુ ભાવ પૂર્વક કરી હતી.
દ્રશ્ય-59-પ્રીતિનું પરદેસ ગમનસાલ 1988.પ્રીતિ B.SC. માં ફર્સ્ટ ક્લાસ પાસ થઇ.મેં તેને આગળ ભણવા કહ્યું.પણ તેનેતો જેનેટીક્સમાં સ્કુલમાથીજ ઇન્ટરેસ્ટ હતો પણ હુમન જેનેટીક્સ ઇન્ડિયામાં હતું નહિ.તેથી તેના ટીચર હમેશા કેહતા જો કોઈ સગા અમેરિકામાં હોઈ તો ત્યાં જઈ કરવું.પ્રીતિને જેનેટીક્સ ભણવું હતું એટલે અમેરિકા જવાની પ્રબળ ઈચ્છાહતી.મીનાને ત્યાની પરિસ્થીતી નો બિલકુલ ખ્યાલ નોહતો.પ્રીતિને તો એમ કે એટલા બધા કાકાને ફોઈ અમેરિકામાં છે એટલે વધો નહિ આવે. ના તો મને કોઈએ ત્યાની પરીસ્થીતી નો ખરો ખ્યાલ આપ્યો.તેથી જંપલાવ્યું.બાકી અમારી ઈચ્છા તો બંને છોકરી અમારી આખ આગળ રહે અને ભણુંવું હોઈ એટલું ભણે અને સેટલ થાય એટલે લગ્ન કરાવી એક એક ફ્લેટ બંને ને આપી દેવો એક સૂરી બિલ્ડીંગ નો અને બીજો કાંદિવલીનો.અમારે થોડો સમય વાર ફરતી બંને સાથે રેહવું, બાકીનો સમય અંકલેશ્વરના રેનોવેટેડ ઘરમાં રેહવું.એવો પ્લાન હતો.પણ મેન પ્રપોસીસ એન્ડ ગોડ ડીસ્પોઝીઝ.આ વિચારણા ચાલતીતી તેટલામાં ગોપાળ નો લેટર આવ્યો કે બા ની તબિયત સારી રેહતી નહિ હોવાથી તમે અને સરલા આવી જાવ.પ્રીતિને પણ લાવશો.મને અને મારા ફેમિલીને મારા ભાઈ મનુએ 17 વર્ષ પહેલા સ્પોન્સોર કર્યો હતા. પણ મીનાને ત્યાં જવું નોતું તેથી હું ટાળતો.જયારે જયારે અમેરિકન એમ્બસીનો પત્ર આવતો ત્યારે હું જવાબ આપતો કે હું હજુ તૈયાર નથી.જયારે તૈયાર હોઇસ ત્યારે જણાવીશ.મારી ઈમીગ્રેસન ફાઈલ તેમણે 17 વરસ ખુલ્લી રાખી હતી.તે બદલ તેમને ધન્યવાદ આપવો ઘટે.
સરલા તે વખતે મુંબઈ મારે ઘેર હતી અમે બા ની તબીયત તથા જવાનો પ્લાન ડિસ્કસ કરી રહ્યા હતા.ત્યાં અંકલેશ્વરથી મટુ બાં (સરલાના સાસુ) નો ફોન આવ્યો ને સરલા ઉઠી ગઈ.તેણે કહ્યું કે મારે અંકલેશ્વર જવું પડશે.વધારે કંઇજ કહ્યું નહિ.તે સાંજે ગાડી પકડી અંકલેશ્વર ગઈ.હું બીજે દિવસે એમ્બસીની ઓફીસ માં ગયો અને વીન્ડો ઉપર તપાસ કરી.તેમણે જણાવ્યું કે તમને બેત્રણ દિવસમાં પત્ર આવી જશે.મને મેડીકલ માટે પત્ર આવ્યો.બીક એ હતી કે મારી 1986 ની માંદગીના સિમ્પટમ કઈ ના આવે.પણ o. k આવ્યો.પ્રીતિને કોઈ વાધો ના આવ્યો.મારા પાસપોર્ટ પર સાઉદી ના ઘણા સ્ટેમ્પ, મારી ઇન્ડિયા આવજા અંગે હતા.તેઓને મારી પોલીસ તપાસ કરવાની હતી.રેગ્યુલર તપાસ માં વાર લાગે માટે મારી પાસે રૂ 500 લઇ કેબલ કર્યો.છતાં જવાબ ના આવ્યો એટલે હું ગયો અને બા બીમાર છે ને મારે જવું પડે તેમ છે એવું એમ્બસીને સમજાવ્યું કે તરત વિઝા આપી દીધો.ગોપાલે તુરંત પૈસા મોકલ્યા અને મેં મામા તાહેર પાસે થી બે ટિકટ લઇ લીધી.તે વખતે મારી રીટર્ન ટિકટ રૂ.12000 ની આવી અને પ્રીતિની રૂ 9000 ની આવી.ઓગસ્ટ નો મહિનો હતો વરસાદ હાલજ અટક્યો હતો જવાને હવે બે દિવસ હતા ને પ્રીતિ ની તબીયેત બગડી ગઈ.પણ મન જવા માટે મક્કમ હતું.ફેમીલી ડોક્ટરને બતાવ્યું.તેણે કહ્યું કે બ્લડ ટેસ્ટ કરાવો પડશે.રવિવારે લેબ બંધ હોઈ છે.પણ ડોક્ટરની ચીઠી હતી એટલે ખોલી અને ટેસ્ટ કર્યો અને રિપોર્ટ પણ આપી દીધો રિપોર્ટ લઇ ડોક્ટરને બતાવ્યો. ડોકટરે જોઈ o. k કર્યું.અને દવા આપી. જેથી રાતના ફ્લાયટ પકડી શકે.અમારી રાતની ફ્લાયટ કેનેડા જતી હતી.હું ને પ્રીતિ લોન્જમાં બેઠા હતા હજુ કાઉ ટર ખુલ્યો નોતો.થોડી વાર પછી એનાઉસમેન્ટ થઇ કે ‘ફ્લાયટ ગોઇંગ ટુ કેનેડા ઇસ કેન્સલડ.બીજી એનાઉનસ્મેન્ટ થઇ કે પેસેન્જર્સ બોર્ડીંગ ધીસ  ફ્લાઈટ સુડ બોર્ડ ધ સેમ ફ્લાઈટ ટુમોરો. અમે પાછા ઘરે ગયા.મીના અને પૂર્વી અમને જોઈ નવાઈ પામ્યા.બીજે દિવસે એજ ફ્લાઈટ પકડી અમે અમેરિકા પોહચી ગયા.મેં એજંટને અમારી બદલાયેલી ફ્લાઈનો મેસેજ મોકલવા કહ્યું હતું ને એણે કન્ફર્મ કર્યું હતું પણ મેસેજ પોહ્ચ્યો નોહતો તેથી કોઈ લેવા આવ્યું ના હતું. અગલા દિવસે બધા જ લેવા આવ્યા હતા અને અમારા નામની એનાઉસમેન્ટ કરાવી હતી.તે પછી કેટલીએ વાર થોભી તેઓ પાછા ગયા હતા.હું ને પ્રીતિ એક ખૂણામાં બેસી તેમની રાહ જોતા હતા.દર મીનીટે વિમાન આવતું તેમાંથી લોકો ઉતરતા અને જોત જોતામાં પોતાને રસ્તે પડી જતા..બહુ વાર લાગી એટલે હું ટેલીફોન કરવા ઉઠ્યો.પણ પ્રયત્ન છતાં ના કરી શક્યો.એક કાળી કદાવર બાઇએ મને ફાફા મારતો જોયો.તેણે પૂછ્યું વોટ ઇસ ધ પ્રોબ્લેમ ?મેં મારી અગવડ સમજાવી.તેણે મારી પાસે નંબર માગી જોડ્યો અને વાત કરવા આપ્યો.મારી વાત થયા પછી કલાકે એ લોકો આવ્યા.એર પોર્ટ ખાસ્સું દુર હતું.બા હોસ્પિટલ માં હતી.અમે ગોપાલ સાથે ઘરે પોહ્ચ્યા.મને વાતારણ બહુ માફક ના આવ્યું.મને છોકરી ને મૂકી જવાની ઈચ્છા ઓછી.મારા પર દાબ રાખતો એમ વારમ વાર મને થતું.મને પોહ્ચ્યાનો ટેલીફોન કરવાની પણ મનાઈ હતી.મીના માટે બધાને નફરત હતી.તેનો અગ્રેસીવ સ્વભાવ અને અસલામતી પણ કંઈક અંશે આડે આવતા હતા. પણ કોઈ સમજતું નહિ કે તેના સાથ વગર હું કશું કરી શક્યો ના હોત.મારું પરણિત જીવન એ સમૂહ જીવન હતું, સહ જીવન નહિ.બીજે દિવસે અમો બા ને મળવા ગયા.અને તેની સાથે આખો દિવસ ગુજાર્યો.રંજન તથા મહેશ નો ટેલીફોન આવ્યો કે ધનુભાઈ તથા પ્રીતિ ને કેલીફોર્નિયા જેમ બને તેમ જલ્દી મોકલી દો. અમો કેટલાક દિવસ સ્ટેટન આઈલેન્ડ રહ્યા અને તેમની સાથે ન્યુયોર્ક, વોશિંગટન,કેનેડા ,નાઈગ્રા  ફર્યા ને પછી L A જતા રહ્યા.
દ્રશ્ય -60-પ્રીતિની અમેરિકામાં સ્ટ્રગલ
હું ને પ્રીતિ ન્યુયોર્ક થી લોસં એન્જલીસ મહેશ ને ઘરે આવ્યા.મહેશ ઓફિસ થી છુટી સીધો એરપોર્ટ પર લેવા આવ્યો હતો. અમે તેની સાથે વાતો કરતા કરતા તેને ઘરે પોહચ્યા.ત્યારે સાંજના સાડા છ વાગી ગયા હતા.પ્રભાભાભી જમવાની ઉતાવળ કરતા હત.વેહલા જમવાની અમને આદત ના હતી પણ જમી લીધું.મહેશ રોલેન્ડ હાઇટ પર રેહતો હતો.તેના ઘરની પાછળ થી લોસ એન્જલીસ શહેર નો વ્યુ સારો આવતો.લાઈટો થી ઝગારા મારતું લોસ એન્જલીસ શેહર એક અતિ સુંદર નઝારો હતો.પ્રીતિ મહેશ ના છોકરા સાથે સારી રીતે ભળી ગઈ.સવારના બધા ગયા પછી હું ને પ્રીતિ રોલેન્ડ હાઇટ નો ટેકરો ઉતરી પગે ફરતા.શેહરની જ્યોગ્રાફી તથા બસો ની જાણકારી ના હોવાથી બહુ દુર જઈ શકતા નહિ.બે ત્રણ દિવસ રહી મારી નાની બેન રંજન અમને ગ્રાન્ડ કેનિયન લઇ ગઈ.રસ્તે મારા ચંપા ફોઈનું (આજે તેઓ હયાત નથી ) ઘર આવતું હતું.ત્યાં રાત રોકાઈ સવારના ફોનિક્સ થી ગ્રાન્ડ કેનિયન ગયા.ફોઈ કને ખુબ વાતો કરી હતી.અને જૂની યાદો તાજી કરી હતી. ગ્રાન્ડ કેનિયન કુદરત નો એક બે નમૂન નઝારો છે.બીજે દિવસ અમે લોસ એન્જલીસ આવવા નીકળ્યા.રસ્તામાં રંજનને સ્પીડ ટીકીટ મળી.મને ખુબ દુખ થયું કારણ તે હમારા માટે ખાસ આવી હતી.પણ હું નાઇલાજ હતો.મારી પાસે ખરચવા અમેરિકન ડોલર હતા નહિ.અમે રંજન સાથે થોડા દિવસ રહ્યા.મારી હાજરી દરમિયાન આમ તો મને બધું સારું લાગતું.મને રંજન તથા મહેશ પર પૂરો વિશ્વાસ હતો કે પ્રીતિ સ્થાઈ થાય ત્યાં સુધી ઇનિસિઅલ સપોર્ટ આપશે. હવે મારો જવાનો વખત આવી ગયો.મારી રજા પૂરી થતી હતી.મારાથી હાલમાં અહી સ્થાઈ થવાય તેમ ના હતું.મારે નોકરી બાકી હતી ,પૂર્વી નો અભ્યાસ અધૂરો હતો અને મીનાની શારીરિક ફરીયાદ ચાલુ હતી.આ પરિસ્થિતી માં હું પાછો ન્યુ યોર્ક ગયો અને બીમાર બા સાથે થોડો વખત રહ્યો.પછી ઇન્ડિયા પરત ગયો.પ્રીતિ SAN GABRiAL HOSPITAL માં વોલંનટીયર તરીકે જોડાઈ હતી.તેને પેસંટ નું લોહી ખેચવાનું શીખવી તે કામ આપ્યું હતું.તેને સવારનું જમવાનું હોસ્પીટલ તરફ થી મળતું.થોડો સમય રહી તે વધારે કલાક સેવા આપી સાંજે ત્યાં જમીને આવતી.મેં ન્યુ યોર્ક પાછા જતા પહેલા મહેશ તથા પ્રભાને સાથે ઉભા રાખીને વાત કરી હતી કે પ્રીતિને તમારા અને રંજનના ભરોશે મૂકી જાવ છુ.તે તમને મદદ રૂપ થશે અને કમાતી થશે એટલે પૈસા પણ આપશે.મહેશ તેમજ પ્રભા બેમાંથી એકેએ જવાબ ના આપ્યો.ફક્ત મૂડી હલાવી.મને હજુ પ્રીતિ ને મુકવાની બહુ ઈચ્છા ન હતી પણ પ્રીતિને અહી રેહવું હતું ,ભણવું હતું, કમાઈ ને સ્થાઈ થવું હતું.તે ઈરાદાની પાકી હતી. હું મુંબઈ પોહ્ચ્યો અને ત્યાના કામકાજ માં પડી ગયો.અમે પ્રીતિ ની વાતો કરતા કે જે પાર્લાની બહાર એકલી ગઈ નથી તે પરદેશની મુસીબતો નો સામનો કેવી રીતેકરશે? એટલામાં રાતે ટેલીફોન આવ્યો કે પ્રીતિ મહેશ કે રંજન ના ઘરે રહી શકે તેમ નથી મને એ સમજાયું નહિ કે તેમની મજબૂરી શું હતી ? તેજ અરસામાં રંજન ઇન્ડિયન જેનેટીક્ષ ડોક્ટરને બતાવા ગઈ હતી. એને કદાચ જરૂર પડે એટલે સાથે પ્રીતિને પણ લઇ ગઈ હતી. ઇન્ડિયન ડોક્ટર સાથે વાતચીતમાં રંજને પ્રીતિની ઓળખ આપી અને સાથે કહ્યું કે તેની પાસે રેહવાની જગ્યા નથી અને વાહન નથી.ડોકટરે પ્રીતિને જોબ ચાલુ કરવા કહ્યું.રેહવા માટે તેના મકાનમાંથી એક રૂમ પ્રીતિને કાઢી આપી.તેમના રેહવાના મકાનથી દવાખાને ડોક્ટર લઇ આવતા.ભાડા પેટે $150 પગારમાં થી દર મહીને કપાતા.પ્રીતિ એ ડોક્ટરની ઓફીસમાંથી જેનેટીક્સ શીખી અને એ ડોક્ટરની પૂરી ઓફીસ થોડાકજ મહિનામાં સંભાળતી થઇ ગઈ.પ્રીતિને એ ડોક્ટર ફેમીલી માટે ઘણું માન છે જેણે પ્રીતિને એક પોતાના ફેમીલી મેમ્બર જેમ રાખી. પ્રીતિ અહી એકલી રેહતી.કોઈ એને ટેલીફોન કરતુ નહિ કે ભાવ પૂછતું નહિ. બા ન્યુ યોર્કમાં લાચાર  હતી.ગોપાળ અને કનું પણ ક્યારે યાદ કરતા નહિ.દક્ષા અને ભુપેન્દ્ર દુર હતા પણ જરૂરત પડે મદદ કરતા. દક્ષા પ્રીતિ ને અવરનવર આશ્વાસન આપતી.રંજન કરે તેમ હતી પણ ના જાણે કેમ સાસરા નું બંધન હતું? દર સોમવારે પ્રીતિના ટેલીફોન આવતા ને હું એને ધીરજ તેમજ હિંમતથી કામ લેવા કેહતો.તેને મેં ગીતાની નાની ચોપડી આપી હતી.પ્રીતિએ મને કહ્યું હતું કે જો કોઈએ મને ફેમિલીમાં થી મદદ કરી હોઈ અને ઇનીસીઅલ સપોર્ટ આપ્યો હોઈ તો એ તેની રંજન ફોઈએ આપેલો. . પ્રીતીએ ડોક્ટરની ઓફિસ એક વર્ષ સંભાળી અને પાવરધી થઇ ગઈ.ડોક્ટર એને છોડવા રાજી ના હતો પણ પ્રીતિને આગળ ભણવુંતું.તેણે નોકરી દરમિયાન પુરિ વિગતો જાણી કેલીફોર્નિયા યુનિવર્સીટી માં એપ્લાઇ કર્યું.તેના જવાબમાં તેને રીટન ટેસ્ટ તથા ત્રણ રાઉન્ડ ટેબલ ઈન્ટરવ્યું લેવાયા. તે બધી જાતની ટેસ્ટમાં પાસ થઇ.આમાં 4 છોકરા સિલેક્ટ થયા.જેમાં 2 ડાક્ટર એક p h d અને પ્રીતી B. SC હતી.તેઓ ને સ્કોલર શીપ પેટે મફત એક વરસનો કોર્સ કરવા દેવાશે.આ કોર્સની ફી $25000 હતી.ડોક્ટરની નોકરી છોડવા પ્રીતીએ લગ્નનું બહાનું બતાવ્યું અને પરવાગી મળી ગઈ.પ્રીતિ જયારે યુનિવર્સીટીમાં ભણવા ગઈ ત્યારે એ રંજનની એસીસસ્ટંટ MARY જે બર્મીસ હતી એના મકાનમાં એક રૂમ ભાડે કરીને રેહતી.ભાડું $275 હતું.મકાન 3RD સ્ટ્રીટ માં હતું.MARY ના ઘરથી યુનિવર્સીટી બહુ દૂર નહતી. પ્રીતીની યુનિવર્સીટી અને રંજનની ઓફિસ એકજ બિલ્ડીંગ માં હતી.ઘણી વખત અનુકુળતા હોઈ તો MARY કે રંજન પ્રીતી ને લેવા મુકવાનું કરતા.બાકી પ્રીતી. independently બસ લઇ જતી.અને શની રવિ shree lankan ડોક્ટર ને ત્યાં કામ કરતી.એમ પ્રીતિનું ભણવાનું એક વરસમાં પતી ગયું.પ્રીતિને NCA નું આખા USA માં જેનેટીક્સ ના કામ કરી શકે તેવું લાઇસન્સ મળી ગયું.4 માં થી ત્રણ છોકરા પાસ થયા તેમાં બે ડોક્ટર હતા ને ત્રીજી પ્રીતી B SC. જયારે ટેલિફોન આવ્યો કે પપ્પા હું પાસ થઇ ગઈ ત્યારે એના આનંદ ની એ ચીર સીમા હતી. આમ પ્રીતી એક વરસમાં જેનેટીક્સ નો કોર્સ કરી Ceder sinai.  Hospital માં સ્થાઈ નોકરી કરતી થઇ ગઈ.પછી તો પ્રીતી એ લગ્ન પછી બે છોકરા સાથે અહીની B. SC પાસ કરી.. યુનિવર્સીટી ચાલુ થાય ત્યાં સુધી મેડીકલ સેન્ટરમાં નોકરી કરી.યુનિવર્સીટી ચાલુ થઇ એટલે ભણવાનું શરૂ થયું.ઇન્ડિયા ની પદ્ધતિથી સાઉ જૂદું.પણ તેના પ્રોફેસર ઇન્ટરેસ્ટ લઇ તેને ભણાવતા.પ્રીતિ ને સ્કુલ પૂરી થયા પછી મોડે સુધી ભણાવતા.પ્રીતિ આ 4 સિલેક્ટેડ છોકરામાં યંગેસ્ટ હતી.અને અહી ભણવાનો તેનો નવીન અનુભવ હતો.પ્રીતિના દર સોમવારે ટેલીફોન આવતા અને લાંબા સમય સુધી વાત થતી.હું તેને પ્રોત્શાહન આપતો.મેરીના ઘરમાં રાત્રે બીક લગતી.ત્યારે તેની પાસેની ગીતાની એક નાની પુસ્તિકા હતી તેનું રટણ કરતી. જયારે વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે પ્રીતિને પરીક્ષા આપવાની હતી, ત્યાં મીનાને હોસ્પીટલમાં દાખલ કરી અને ત્રણ દિવસમાં મૃત્યુ પામી.બળવંત ભાઈએ રંજન તથા પ્રીતિને ફોન કરી ખબર આપ્યા.પ્રીતિએ ઇન્ડિયા જવા પ્રોફેસર પાસે રજા માગી.જવાબ મળ્યો કે અમે કોઈને રજા આપતા નથી પણ તારો સ્પેસીઅલ કેસ હોવાથી તને બે અઠવાડિયા ની રજા મંજુર કરીએ છીએ.રજા તો મંજુર થઇ પણ જવાના પૈસા પ્રીતિ પાસે નોતા.તેની ટીકીટ ગોપાલે કઢાવી હતી.હું અહી આવ્યો ત્યારે ગોપાલને મેં ચેક મોકલ્યો હતો પણ લેવાની ના કહી પાછો મોકલ્યો હતો.પ્રીતિ આવી ત્યારે તેના મેડમ હેડે તેને ગુલાબનો ગુચ્છો આપી માથે હાથ ફેરવ્યો હતો. મેં મારા નાનાભાઈ ને પણ ચેક મોકલાવ્યો હતો અને મારી ગેહાજરી માં મદદ માટે આભાર માન્યો હતો.પ્રીતિ બે અઠવાડિયા રહી પાછી જતી રહી અને ભણવામાં હાજર થઇ ગઈ.ગયા પછી પણ ટેલીફોન આવતા રહ્યા.પરીક્ષા શરુ થઇ અને પૂરી થઇ ગઈ.એક દિવસ ટેલીફોન આવ્યો કે પપ્પા આજે હું બહુ ખુશ છુ કેમકે મારું રીઝલ્ટ આવી ગયું અને હું પાસ થઇ ગઈ. મેં ઈશ્વર નો ઉપકાર માન્યો.પાસ થતા જ કૈસર માં થી ટેલીફોન આવ્યો અને જોબ ઓફર આવી. પ્રીતિએ કહ્યું હમણાં એક અઠવાડિયું નહિ આવું કારણકે પરીક્ષા ની મેનહત નો થાક ઉતારવા તેટલો સમય જોઇશે.બે ડોક્ટર પાસ થયા તેમાંની એક શ્રીલંકન હતી જે પ્રીતિની બેનપણી હતી.પછી તો અહીની પણ બેચલર ઓફ સાયન્સ પ્રીતિએ પાસ કરી. સ્વાર્થ માણસ ને અંધો બનાવી દે છે મને અપનો પર ખુબ અફસોસ થયો.મારી પત્ની મને કેહતી કે you are taken for granted. તમે મૃગ જળ જોવા છોડી દો. મેરી પ્રીતિ માટે ઈશ્વરે મોકલેલ દૂત હતી પ્રીતિ ને માંદી હોઈ ત્યારે કાઉન્ટી હોસ્પીટલ લઇ જતી અને ખાવાનું પણ આપી જતી.માર્કેટ માં જાય ત્યારે માર્કેટ લઇ જતી.

ધનંજય સુરતી

2 thoughts on “મારી ડાયરીના પાના -૫૦થી૬૦

  1. સરસ રજુઆત કરીને દુઃખદમાં અંત લાવ્યા..

    જોકે અમેરીકાની વાસ્તવિકતાનું બહુ સુંદર આબેહુબ  વર્ણન કર્યું છે. ખરી વાત એ છે કે અમેરીકામાં ગ્રીન કાર્ડ લઈને જનારાને જો શરૂઆતના પ્રથમ એકથી દોઢ-બે વર્ષ સુધી કોઈને ઘરે રહેવા મળે, નોકરી મળે, ભલે ખાવાપીવાના થોડા ડોલર આપવા પડે, પણ જો ભાડા કે કારના પૈસા ન આપવા પડે તો બીજા વરસે એ પોતાની કાર અને ભલે ભાડાનું એપાર્ટમેન્ટ લઈને પણ અમેરીકામાં ફુલ્લી સેટલ થઈ જાય. 

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.