આજના બેઠકના કાર્યક્રમમાં આવેલ સૌ ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રેમીઓનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું….. આજે હું બહુજ ખુશ છું કારણકે આજની સુંદર સાંજે બેઠક 2018 ના પ્રથમ કાર્યકમમાં ચાર વર્ષ પુરા કરી પાંચમા વર્ષ માં પ્રવેશ કરે છે. ડિસેમ્બર 2014 થી દર મહિને બેઠકના કાર્યક્રમો યોજાય છે. આજે 2017 ના વર્ષને ભવ્ય વિદાય આપી નવા વર્ષમાં વસંતના વધામણાં લઈ બેઠક ચોથા વર્ષની વરસગાંઠ ઉજવી રહ્યું છે. મનની મેહફીલમાં શોભા વધારનાર અને સાહિત્યની સફરમાં જોડાયેલ આપ સૌ ગુજરાતી ભાષા અને સાહિત્યપ્રેમીઓ આજની બેઠકની શોભા છો.
તમે સૌ બેઠકના કાર્યક્રમની દર મહિનાના છેલ્લા શુક્રવારે આતુરતાથી રાહ જોતા જ હોવ છો અને મનગમતા મિત્રોની સાથે આવી જ પહોંચો છો, તે ખુબજ આનંદ અને ગર્વની વાત છે. અમેરિકા જેવા અતિ વ્યસ્ત જીવનશૈલી ધરાવતા દેશમાં પણ, માતૃભાષા, માતૃભૂમિની મહેક તાજી રાખવા સૌ સતર્ક અને જાગૃત છો. મારી જોબના કારણે હું મોડો આવ્યો છું પણ બેઠકના ગત પસાર થયેલ સમગ્ર વર્ષનું સરવૈયું લયીને આવ્યો છું.
મૂળ વાત પાર આવું તે પહેલા અગત્યની થોડી વાત કરવા મારુ મન લલચાય છે. સૌથી પહેલા મારો આનંદ વ્યકત કરી લઉ કે તમે સૌ ખાસ છો અને તમારા સૌમાં કોઈ ને કોઈ ખૂબીઓ અને ખાસિયતો છે. સંગીતનો પ્રોગ્રામ હોય તો સમજાય મારા ભાઈ પણ ભાષાના કાર્યક્રમમાં દરેક પ્રોગ્રામમાં આટલી બધી હાજરી હોય? ..ખુબજ આનંદની વાત છે. સરોવર કાંઠે સો બગલા બેઠા હોય ત્યારે સરોવરની એટલી શોભા નથી વધતી જેટલી સો બગલાઓ સાથે એક રાજહંસ બેઠો હોય……અહીં તો તમે બધા જ રાજહંસ જેવા છો….પછી તો શું કહેવું? બેઠકની શોભામાં ચાર ચાંદ લાગી જાય છે.
જેમ જીવનની ઉષા રંગીન અને દિલચસ્પ હોય છે તેમ જીવન ની સંધ્યા પણ અતિ મનોહર અને માનભાવક હોય છે. આજે અહીં આવેલા ઘણા સીનિઅર ભાઈઓ અને બહેનો હું જોઉં છું કેટલા ખુશમિજાજમાં અને આનંદી લાગે છે! દરેકને જીવનમાં દુઃખો, તકલીફો તો રહેવાની જ પણ તેને જોવાનો તમારો સકારાત્મક દ્રષ્ટિકોણ તમારા જીવનમાં નવા રંગો ભરે છે અને તમે જીવનની બીજી ઇંનિંગ્સમાં જીવનના સંધ્યાકાળે જોરદાર ફટકાબાજી કરી જીવનને ઉત્સવ સમજી તેને શણગારવા સક્ષમ બનો છો.
એક વાત ધ્યાન રાખજો કે ભગવાને તમને આ અતિ દુર્લભ એવો મનુષ્યનો અવતાર આપ્યો છે તો જીવનનું ભાથું બાંધવા પુરી તૈયારી કરજો….. કારણકે જયારે તમે આ દેહ છોડી ઈશ્વર સમક્ષ હાજર થશો ત્યારે તમને ઈશ્વર બે સવાલ પૂછશે.. બંને સવાલ ફરજિયાત છે…કુલ સો માર્કના પેપરમાં બંને સવાલના પચાસ-પચાસ માર્ક છે… બંને સવાલના જવાબ હા કે ના માં આપવાના રહેશે ..જો એક સવાલ પણ ખોટો પડશે તો મનુષ્ય જન્મ તો ફરી વાર નહીં જ મળે…પણ બીજા જન્મો લેવા પડશે..ધ્યાનથી સાંભળશો ..પહેલો સવાલ ..તમે આ મનુષ્ય જન્મ મળ્યા પછી જીવનમાં આનંદ કર્યો? …જવાબ આપો. બીજો સવાલ … તમે આ મનુષ્ય જન્મ મળ્યા પછી જીવનમાં આનંદ કરાવ્યો? હવે તમારે જ જવાબ શોધી તમારી જાતે જ પેપર તપાસવાનું છે.
આપણી પાસે ફૂલદાની હોય તો આપણે કેવી સજાવીએ છીએ? ..કોઈપણ સુગંધ વગરના, મુરઝાયેલા, ઓછા રંગીન ફૂલો મુકતા નથી તેમ આપણું જીવન પણ સુંદર ફૂલદાની છે તેમાં એવા કર્મપુષ્પો મૂકીને તેને સજાવીએ કે જીવન બાગ મહેકી ઉઠે…જીવન સુગંધી બની જાય.
ચાલો, આપણે હવે બેઠક ની વાત ઉપર આવીયે – ICC માં ‘બેઠક’ના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યાની પ્રેરણા અને આશીર્વાદથી ગુજરાતી ભાષા માં રસ હોય તેઓને પુસ્તકો વાંચવા માટે મળતા જ હતા.. સૌ ગુજરાતી ભાષા પ્રેમીઓ દર મહિને મળતાં…….પુસ્તકના પીરસણીયા પ્રતાપભાઈએ પહેલા લોકોને વાંચતા કર્યા અને ગુજરાતી ભાષા તરફ આકર્ષણ ઉભું કર્યું અને વાત મગજમાં ઉતારી કે જો ગુજરાતી ભાષા ની ઉપેક્ષા કરાશે અને ગુજરાતી ભાષા નહીં વંચાય તો નવી પેઢી આ અમૂલ્ય વારસાથી વંચિત રહી જશે ..
2014 ના ડિસેમ્બર માસમાં બેઠકની શરૂઆત થઇ ….પ્રજ્ઞાબેન દાદભાવાળાએ બેઠકના આયોજનનું કામ હાથમાં શું લીધું કે શરુઆતથી જ ગાડીએ સ્પીડ પકડી અને એક પછી એક સિદ્ધિઓ મળતી જ ગયી..કલ્પનાબેન રઘુભાઇ જે કલ્પના-રઘુના નામથી વધારે ઓળખાય છે તેઓ પણ તેમનામાં રહેલી લેખનની ખાસિયતોથી મહેકી ઉઠ્યા..દરેક બેઠકના કાર્યક્રમો કલ્પનાબેનની પ્રાર્થનાથી જ શરુ થાય ..કલ્પનાબેને અને મેં પ્રજ્ઞાબેનને બેઠકના દરેક કામોમાં સાથ અને સહકાર આપ્યો….તો ગુજરાત સમાચારે લગભગ દરેક બેઠકના પ્રોગ્રામનો અહેવાલ ફોટા સાથે ગુજરાત સમાચારની અમેરિકાની આવૃત્તિમાં લખી અને પ્રકાશિત કર્યો …
પ્રજ્ઞાબેને સૌ પ્રથમ તો સૌને હાથમાં કલમ પકડી લખતા કર્યા …દર મહિનાની બેઠક માં અલગ અલગ વિવિધતાવાળા વિષયો આપ્યા અને લખવાનું શરુ કરવા પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું….. ‘બેઠક’ લેખક – વાંચક અને ભાષા પ્રેમીઓ વચ્ચે કડી બની …બેઠક ના સભ્યોને વાંચતા અને વિચારતા કર્યા અને સૌ લખવા માંડ્યા.
સૌ પ્રથમ “શબ્દો ના સર્જન” બ્લોગ દ્વારા નવા ઉગતા લેખકોને મંચ મળ્યું …ત્યારબાદ ‘પુસ્તક પરબે’ વાંચન કરાવ્યું અને નવું સર્જન દુનિયા સમક્ષ મુકાતું ગયું..અમેરિકા માં જ નહિ ભારત અને અન્ય દેશો માં પણ લોકોએ “બેઠક” ના સભ્યોએ લખેલ ગુજરાતી ભાષા સાહિત્ય દિલથી વખાણ્યું…… ઘણા સભ્યોએ કબુલ કર્યું કે ‘બેઠકે’ તો તેઓને તેમની ખોવાઈ ગયેલી માતૃભાષા ફરીથી મેળવી આપી… ઘણા સભ્યોએ તો કહ્યું કે અમેરિકા માં આવ્યા પછી તેઓએ ક્યારેય વિચારેલું નહિ કે તેઓ આવા નિતનવા વિષયો ઉપર લખી શકશે..
પદમાબેન શાહ (ફ્રિમોન્ટ ) ત્યાસી વર્ષે કોમ્પ્યુટર શીખ્યા…… તેમણે ગુજરાતી લેખો અને કવિતાઓ રાત્રે જાગીને પણ કોમ્પ્યુટરમાં ગુજરાતી ભાષામાં કમ્પોઝ કરી પ્રજ્ઞાબેન દાદભાવાળાને મોકલવા માંડી….. હવે પદમાબેન કનુભાઈ શાહને જ જુવોને… …સિત્યાશી વર્ષે પણ તેઓ ખુબજ સક્રિય છે અને તેમણે `માં તે માં` પુસ્તક લખ્યું …
આજે તો પચાસ વર્ષ વટાવેલા સવારે જાગે તો નિસાસા નાખે કે … ..હે ભગવાન હવે લઈ લે…આ તો ગમ્મતમાં કહેવાય..બધે એવું નથી હોતું..કુંતાબેન શાહ, દર્શનાબેન, જયવંતીબેન, વસુબેન શેઠ, જીગીષા બેન ….સૌના માં એવો તો નિખાર આવ્યો છે કે ….શું વાત કરવી?
તરૂલતાબેન મહેતાએ અને જયશ્રીબેન મરચન્ટે વાર્તા સ્પર્ધા શરુ કરી…વાર્તા સ્પર્ધાથી આમ બેઠક પાઠશાળા બની ..સૌને લેખનના નિયમો સરળ ભાષામાં સમજાવ્યા સૌ ગુરુએ ..મહેશભાઈ રાવલે ગઝલ વિષયે સૌ સભ્યોને ખુબ જાણકારી આપી…શ્રી પી.કે દાવદાસાહેબે નિબંધ સ્પર્ધાની પાઠશાલા માં સૌ સભ્યોને તૈયાર કર્યા .
બેઠકના સિદ્ધહસ્ત લેખકોના પુસ્તકોનું લોકાર્પણ પણ વર્ષ દરમ્યાન થયું તે આનંદ અને ગૌરવની વાત છે. મે મહિનામાં સપનાબેન વિજાપુરાના `ઉછળતા સાગરનું મૌન` પુસ્તકનું વિમોચન જાણીતા કવિ-ગઝલકાર શ્રી શોભિતભાઈ દેસાઈના હસ્તે થયું… એટલું જ નહિ ..મે મહિનાના બેઠકના પ્રોગ્રામમાં સુરેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પંડ્યાની ગૌરવભરી ઉપસ્થિતિમાં શોભિતભાઈ દેસાઈ લેખિત બે પુસ્તકો -`હવા પર લખી શકાય` અને ‘અંધારની બારાખડી’નું વિમોચન કરવામાં આવ્યું…..જૂન મહિનામાં તરૂલતાબેન મહેતાનો ચોથો વાર્તા સંગ્રહ – ‘સંબંધ’ – પ્રતાપભાઈ પંડ્યાને અર્પણ કરાયો અને તેનું વિમોચન થયું ..અઢારમી ડિસેમ્બરે જયશ્રીબેન મર્ચન્ટના બે કાવ્ય સંગ્રહો – ‘વાત તારી ને મારી છે’ અને ‘લીલોછમ ટહુકો’નો ઈમેજ પ્રકાશન વતી મુંબઈમાં લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો ….. ત્રેવીસમી ડિસેમ્બરે પદ્માબેન કનુભાઈ શાહના પુસ્તક – માં તે માં – નું વિમોચન કવિ અને વૈજ્ઞાનિક ડો. દિનેશ ઓ.શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું
ગુજરાતી ભાષા – સાહિત્ય જગતમાં સૌના જાણીતા અને માનીતા પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા મહાનુભાવોને વર્ષ દરમ્યાન બેઠકના કાર્યક્રમોમાં આમંત્રણ અપાયું અને બેઠકના સભ્યોના આંનદનો તો પાર ના રહ્યો…. બેઠકના જાન્યુઆરી અને એપ્રિલ મહિનાના કાર્યક્રમમાં જાણીતા કવિયત્રી,વિવેચનકાર, ભાષાતજજ્ઞ અને ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી વિભાગના હેડ ડો. ઉષાબેન ઉપાધ્યાયને આમંત્રણ આપ્યું હતું…..
મનીષાબેનના પ્રોત્સાહનથી 27મે ના રોજ બેઠક ના કાર્યક્રમ માં કવિ અને ગઝલકાર સૌના માનીતા શોભિતભાઈ દેસાઈએ ગઝલોની જોરદાર રજુઆત કરી જમાવટ બોલાવી સૌને આનંદ -આનંદ- કરાવ્યો હતો……આજ કાર્યક્રમમાં પ્રતાપભાઈ પંડ્યાનું અખિલ ભારતીય સાહિત્ય પરિષદના ગુજરાત ખાતેના અધ્યક્ષ તરીકે નિમણુંક થવા બાદલ સુરેશમામાના વરદ હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું……
તો ફરી મનીષાબેન 9મી જૂને ગુજરાત સરકારના વહીવટી અધિકારી અને જાણીતા કવિ-લેખક સૌના જાણીતા ભાગ્યેશભાઈ જ્હાએ તેમના માનનીય વિચારો રજુ કરવા લઇ આવ્યા સર્જક સાથે પ્રેક્ષકોને સાહિત્ય રસમાં ડૂબાડયા હતા …….28મી જુલાઈના રોજ બેઠકના કાર્યક્રમમાં ગુજરાત સરકારના માજી શિક્ષણ નિયામક, 37 વર્ષોથી શિક્ષક તરીકે સેવાઓ આપનાર, ‘ભાર વગરનું ભણતર’નું અભિયાન ચલાવનાર ડો. નલીનભાઇ પંડિત અને તેમના પત્ની દેવીબેન પંડિતે ખાસ મહેમાન તરીકે ઉપસ્થીત રહી તેમના વિચારો સૌને કહ્યા ……
16 સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં જેમની ખ્યાતિ પ્રસરી છે તેવા ગીત – સંગીતની દુનિયાના બાદશાહ અસિત દેસાઈ અને હેમાબેન દેસાઈએ બેઠકના પ્રોગ્રામ માં હાજરી આપી સૌને આનંદવિભોર કર્યા …….આવી પ્રાતિભાશાળી અને વિશિષ્ટ વ્યક્તિઓને મળવાનું સદ્ભાગ્ય ઘેર બેઠા મળે અને તે પણ ખુબ નજીકથી મળવા મળે ….બેઠક ના સભ્યો અને સૌ હાજર રહેનાર ગુજરાતી ભાષા પ્રેમીઓના આનંદનો તો પાર ના રહ્યો…સૌએ સાહિત્ય અને સંગીતનો ભરપૂર આનંદ લૂંટ્યો
વર્ષ દરમ્યાન ઘણા મહત્વના પ્રસંગો બેઠક દ્વારા યોજાયા..તેમાં ખાસ તો ડિસેમ્બર 2017 માં અમદાવાદ ખાતે પ્રજ્ઞાબેન દાદભાવાળાએ ટૂંકી મુલાકાત લીધી ત્યારે ત્યાં પણ બેઠકનો પ્રોગ્રામ યોજી સૌ ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રેમીઓને ભેગા કર્યા અને અમેરિકાની બેઠક, શબ્દોનું સર્જન બ્લોગ વિ. નો વિસ્તૃત એહવાલ આપ્યો ..આ પહેલા લોસ એન્જેલસમાં પણ બેઠકનું આયોજન કરવાનો સફળ પ્રયાસ પ્રજ્ઞાબેને કરેલ તે માટે તેમને અભિનંદન ઘટે છે…..
હવે ‘બેઠક’ માત્ર વાંચન કે સર્જન પુરતી નથી રહી. ભાષાને વિસ્તારવા વાંચન સર્જન સંગીત જેવા અનેક માધ્યમો દ્વારા ભાષાનો નિઃસ્વાર્થ પ્રચાર કરવા બેઠક સક્રિય રહી છે .14મી મે ના રોજ બેઠક દ્વારા `ગુજરાત ગૌરવ દિવસ` ની દર વર્ષની જેમ ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સપ્તક ગ્રુપે-સંગીત, સહિયર ડાન્સ ટ્રુપે – નૃત્ય અને “બેઠક રંગમંચ” ના સભ્યોએ ગુજરાતની ઓળખ સમી અને ભાતીગળ નાટ્ય કલા – ભવાઈ રજુ કરી…..કોઈને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે અમેરિકાની ધરતી ઉપર એટલા જોરશોરથી અસલ જેવી જ ભવાઈ ભજવાશે…તો .11મી ઓગસ્ટ ના રોજ `બેઠક રંગમંચે` બે ગુજરાતી નાટકો – `ખિસ્સા ખાલી..ભપકા ભારી` અને `પપ્પા, ટાઈમ પ્લીઝ` રજુ કરી સૌને દંગ કરી દીધા.
બેઠકના આયોજક પ્રજ્ઞાબેન, આયોજનમાં સહાય કરનાર કલ્પનાબેન, મેં તથા સૌ બેઠકના સૌ સભ્યોના દિલ માં – દિલ માંગે મોર – એ પ્રમાણે હજુ ને હજુ વધારે નૂતન અને ઉત્તમ સાહિત્ય સર્જન કરવાની ઇચ્છાએ જોર પકડયુ … પ્રજ્ઞાબેને જયારે જાહેર કર્યું કે તેઓ બેઠકના બ્લોગ ઉપર અઠવાડિયાના દરેક દિવસે નવા વિભાગો શરુ કરી કરવા જઈ રહ્યા છે ત્યારે સૌએ તેમને અભિનંદન આપી વધાવી લીધા હતા.
બેઠકના બ્લોગ ઉપર દર સોમવારે – પોતાનો બહુજ જાણીતો થયેલ બ્લોગ ચલાવનાર રાજુલબેન કૌશિક દ્વારા હકારાત્મક અભિગમ……, દર મંગળવારે – ગીતાબેન ભટ્ટ દ્વારા `એવું કેમ` વિભાગ…… દર બુધવારે – અનુપમભાઇ બુચ દ્વારા ‘અભિવ્યક્તિ’ વિભાગ………….. દર ગુરુવારે – બેઠકના સહ-આયોજક કલ્પનાબેન રઘુભાઇ દ્વારા `શબ્દ ના સથવારે` વિભાગ….., દર શુક્રવારે – સુરેશભાઈ જાની દ્વારા `અવલોકન` વિભાગ…. દર શનિવારે – બેઠકના સક્રિય સભ્ય અને યુવાવર્ગના પ્રતીક – દિપલ પટેલ `વાંચના` વિભાગ….અને દર રવિવારે – ધનંજય સુરતીએ તેમણે લખેલી ડાયરી – `ડાયરીના પાના` નો વિભાગ તૈયાર કર્યા.
અંતમાં હુ બેઠક ના સૌ સભ્યો, વૉલન્ટીર્સ ભાઈઓ અને બહેનોએ વર્ષ દરમ્યાન સ્વેચ્છાએ આપેલી સેવાઓ, દર વખતે પ્રેમપૂર્વક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી લેતા આવનાર ભાઈઓ – બહેનોને સલામ કરું છું ….કેમેરાની જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળનાર રઘુભાઇ શાહ અને સાઉન્ડની જવાબદારી સંભાળનાર અને ખુબ દૂર એવા ટ્રેસી શહેરથી નિયમિત આવી ને સેવા આપનાર દિલીપભાઈ શાહને કેમ ભુલાય. ….વ્યવસ્થામાં જયવંતીબેન,ભીખુભાઈ સાથે ઉષાબેન,જ્યોત્સનાબેનની કામમાં નિયમિતા પણ નોંધનીય છે .
‘બેઠક’ના આ ભાષાના યજ્ઞિય કાર્યમાં આહુતિ આપતા રહેનાર અને ભાષા સાહિત્યના ઉત્તમ કાર્યમાં નિમિત્ત બનનાર પ્રતાપભાઈ પંડ્યા અને તેમના પરિવારના સભ્યો, જવનિકા એન્ટરટેઇન્મેન્ટના જાગૃતિ દેસાઈ શાહ, દર્શનાબેન ભૂતા શુક્લ, અસીમભાઈ અને માધવીબેન મહેતા, સુરેશમામા વી. સર્વેનો ઋણ સ્વીકાર કરવાનું ના જ ભુલાય ….અને જ્યાં બેઠકના કાર્યક્રમો દર માસે નિયમિત યોજાય છે તે ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટર અને રાજભાઈ દેસાઈનો વર્ષ દરમયાન આપેલ સગવડોનો આભાર માનવો જ રહ્યો.
ખાસ નોધ – રાજેશભાઈ ની નમ્રતા છે કે એમણે પોતાનું નામ ક્યાંય લખ્યું નથી પરંતુ ગુજરાત સમાચારમાં અહેવાલ છાપી બધા સર્જકોને ઉજળા દેખાડ્યા છે એમના ‘બેઠક’ના આ યજ્ઞમાં આ યોગદાન માટે રાજેશભાઈ આભાર.-પ્રજ્ઞા દાદભાવાળા-
Excellent Reporting Sh rajeshbhai.
Mane pan lakhta bethake j karyo!! ha vanchto hato pan lakhvano vichar suddha nahot karyo. Vali Tame ane Pragnaben apde lakhela article ne sudhariaapeane khas birdave tethi lakhavano PANO chadhe.
Mara hardik Abhinanadan BETHAK na rakhewalone
રાજેશભાઈ ખાસ આભાર .તમે તમારા કામ ને યોગ્ય ન્યાય આપો છો માટે ગર્વ છે સુંદર અવલોકન
LikeLike
Excellent Reporting Sh rajeshbhai.
Mane pan lakhta bethake j karyo!! ha vanchto hato pan lakhvano vichar suddha nahot karyo. Vali Tame ane Pragnaben apde lakhela article ne sudhariaapeane khas birdave tethi lakhavano PANO chadhe.
Mara hardik Abhinanadan BETHAK na rakhewalone
LikeLike
એક અનુભવી પત્રકારને છાજે એવો અહેવાલ. ધન્યવાદ રાજેશભાઈ.
LikeLike
આખા વર્ષના સરવૈયાનો ખુબ સુંદર અહેવાલ રાજેશભાઇ.
LikeLike
Khub Saras Ahewal Rajeshbhai. Sunder Prastuti. Abhinandan.
LikeLike
પત્રકારની કલમે લખાયેલ અહેવાલ કમાલ જ હોય!
LikeLike
આખા વર્ષના સરવૈયાનો ખુબ સુંદર અહેવાલ. રાજેશભાઈ ખાસ આભાર .તમે તમારા કામ ને યોગ્ય ન્યાય આપો છો માટે ગર્વ છે. સુંદર અવલોકન.
LikeLike