૧૯ – શબ્દના સથવારે – ચાટલું – કલ્પના રઘુ

ચાટલું

ચાટલું એટલે અરીસો, આયનો, દર્પણ, આભલું. અંગ્રેજીમાં તેને ‘Mirror’ કે ‘Looking Glass’ કહેવાય છે. જેના વગર તમારી સુંદરતા અધૂરી છે. આ સુંદરતાને કોન્ફીડન્સ સાથે જોડી રાખવાનું કામ કરે છે તે ચાટલાનો ઇતિહાસ જાણવો રહ્યો.

આદિકાળમાં જ્યારે ચાટલું ન હતું ત્યારે જળાશય કે પાણી ભરેલાં પાત્રમાં માણસ પોતાનું પ્રતિબિંબ જોતો. ક્યારેક ચળકતી ધાતુનો અરીસાની જેમ ઉપયોગ થતો. અરીસો અને પાણીમાં દેખાતાં પ્રતિબિંબનો સિધ્ધાંત એક સરખો છે. દરેક વસ્તુ પ્રકાશના કિરણોનું શોષણ કરે છે. જ્યારે લીસી અને ચળકતી સપાટી પરથી પ્રકાશનાં કિરણો પરાવર્તિત થાય છે અને તેમાં પ્રતિબિંબ દેખાય છે.

IMG_4428

સાદા કાચને અપારદર્શક કાચમાં ફેરવવા એટલેકે અરીસો બનાવવા માટે ચાંદી અને પારાની રાખનો ઉપયોગ કરવામાં આવે છે. મોંઘી જાતના અરીસા બનાવવા માટે સોનાનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આમ સાદા કાચ પર ઢોળ ચઢાવવાથી ચાટલું બને છે. ક્યારેય તુટેલો આયનો જોડાતો નથી.

દક્ષિણ પશ્ચિમ બોલિવિયામાં દર વર્ષે સૌથી વિશાળ મીઠા પાણીની સપાટ જમીન વિશ્વના સૌથી મોટા અરીસામાં પરિવર્તન પામે છે. આ વંડરલેન્ડનું નામ ‘Salar de Uyuni’ છે. દર વર્ષે પાણીના પાતળા સ્તર પર પ્રતિબિંબ સર્જાય છે. આખી જમીન અરીસામાં પરિવર્તિત થાય છે જેને અવકાશમાંથી જોઇ શકાય છે.

અરીસા વિનાનું ઘર ભલા શક્ય છે? રોજીંદા જીવનમાં ચહેરો જોવા, મેકઅપ કરવા, વાહન ચલાવવા, રોડના વળાંક પર, ડેકોરેશન માટે, ભરતકામમાં ટાંકવામાં આભલાં કે ચાટલાંનો ઉપયોગ થાય છે. માઇક્રોસ્કોપ, ટેલીસ્કોપમાં તેમજ સબમરીનમાં પેરિસ્કોપમાં અરીસાનો ઉપયોગ થાય છે. ફિલ્મોમાં તેમજ મેજીક શોમાં જાદુગરો આયના ગોઠવીને દ્રષ્ટિભ્રમ ઉભાં કરે છે. સપાટ અરીસા સિવાય બહિર્ગોળ અરીસામાં દૂરનાં દ્રશ્યો નાનાં થઇને દેખાય છે. તે જ રીતે અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ મોટું થઇને દેખાય છે.

પરાવર્તિત કરે તેજ આયનો કહેવાય. સમાજમાં અમુક વ્યક્તિઓ આયના જેવી હોય છે. એમ કહેવાય છે કે કાચનો ટૂકડો બનીને રહેશો તો કોઇ અડકશે નહીં. જે દિવસે, અરીસો બની જશો તો કોઇ જોયા વિના રહેશે પણ નહીં! ધૂળ ચહેરા પર હોય અને ઉમ્રભર અરીસો સાફ કરતાં રહે તેવી પ્રકૃતિનાં માણસો પણ હોય છે.

સામાજીક તેમજ ધાર્મિક બાબતોમાં અરીસાનાં ઉપયોગ વિશે જાતજાતની માન્યતાઓ પ્રવર્તે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે અરીસો યોગ્ય દિશામાં અને યોગ્ય સ્થિતિમાં રાખવાથી વાસ્તુદોષ દૂર કરી શકાય છે. તૂટેલો અરીસો ઘરમાં રાખવો અપશુકન ગણાય છે કારણકે તે નેગેટીવ એનર્જી આપે છે. મંદીરમાં દેવ-દેવીની પ્રાણપ્રતિષ્ઠા જો યોગ્ય રીતે થાય તો છેલ્લે અરીસો તૂટી જાય છે, તેવી માન્યતા છે. ઠાકોરજીનો શણગાર કરીને છેલ્લે તેઓને અરીસો બતાડવામાં આવે છે.

એક પળ માટે પણ આયનો સામે ધરો તો શું થાય? આયનો ક્યારેય જૂઠું ના બોલે અને સત્ય હંમેશા કડવું હોય. આયનો ક્યારેક રડાવે તો ક્યારેક ખુશ કરે. વૃધ્ધતત્વની ચાડી આયનોજ ખાય છે. સૌ પ્રથમ કાળા વાળ વચ્ચે સફેદ વાળની હાજરીનો સાક્ષી માત્ર અરીસો જ હોય છે. માનવમનનો રીમોટ કંટ્રોલ આયના પાસે હોય છે. દર્પણમા પોતાનું પ્રતિબિંબ જોતાં જ માનવ વર્તમાન, ભૂત અને ભવિષ્યમાં ડૂબી જાય છે. માત્ર કાચ પર ઢોળ ચઢાવીને બનતાં આ આયનામાં કેટલી તાકાત છે?

બિંબ તેનું પ્રતિબિંબ. અરીસો માનવમાં રહેલા જ્ઞાન કે સ્વભાવને પ્રદર્શિત નથી કરી શકતો. માત્ર બાહ્ય દેખાવવાળા બિંબને પ્રદર્શિત કરે છે, જે શાશ્વત નથી. પરિવર્તનશીલ અને અનિત્ય છે. અંતરની આરસી એક માત્ર ઇશ્વર વાંચી શકે છે. તેને કોઇ છેતરી શકતું નથી. આયનો શીખવે છે કે પ્રતિબિંબથી ક્યારેય ખુશ કે દુઃખી થયા વગર આપણાં મનનો રીમોટ કંટ્રોલ આપણી પાસે રાખવો. સમય અનુસાર પ્રતિબિંબ બદલાશે જેનો સહજ સ્વીકાર કરીને જાતને પ્રેમ કરવો. ‘એકબીજાને આયનો ના બતાવવો’ એ સુખી દાંપત્યજીવનની ચાવી ગણી શકાય. બધું બદલાતુ રહે છે, આ બદલાવનો સ્વીકાર કરીને વર્તમાન દેખાવ રજૂ કરતાં આયનાનો, ચાટલાનો આભાર માનવો જ રહ્યો.

About Kalpana Raghu

૨૦૧૧થી અમદાવાદથી અમેરીકા દિકરાનાં પરિવાર સાથે સ્થાયી થયાં છે. B.Com, LL.B.નો અભ્યાસ કરેલ છે. સંગીત, સાહિત્ય, રસોઇકળા અને આધ્યાત્મિક વિષયોનો શોખ છે. ફેમીલી કાઉન્સેલીંગનો શોખ ધરાવે છે. ૬૫ વર્ષની ઉંમરે પણ નવું જાણવાનો અને શીખવાનો રસ છે. શબ્દોનું સર્જન અને સહિયારૂ સર્જન પર કેટલીક રચનાઓ મૂકેલી છે.
This entry was posted in કલ્પનારઘુ, શબ્દના સથવારે, Uncategorized and tagged , , , , , , , , . Bookmark the permalink.

11 Responses to ૧૯ – શબ્દના સથવારે – ચાટલું – કલ્પના રઘુ

 1. ‘कैसर’ किसको पथ्थर मारे? कौन पराया है?
  शीश महलमें हर ईक चहरा, अपना लगता है ।

  Liked by 1 person

 2. P. K. Davda says:

  ચાટલું શબ્દ મેં પહેલીવાર સાંભળ્યો. તમારા શબ્દો વિશે લખાયલા અત્યાર સુધીના લેખમાં મને આ સર્વોત્તમ લેખ લાગ્યો. તમારી શબ્દોના શબ્દાર્થ, ભાવાર્થ અને ગુઢાર્થ શોધી કાઢવાની શક્તિમાં બહુ જ સારો વધારો થયો છે. લેખ પ્રવાહી છે એટલે શરૂઆતથી અંત સુધી વહેતો રહે છે.
  ધન્યવાદ કલ્પનાબહેન.

  Liked by 2 people

 3. સમય અનુસાર પ્રતિબિંબ બદલાશે જેનો સહજ સ્વીકાર કરીને જાતને પ્રેમ કરવો. ‘
  ખુબ સરસ વાત . જે બાહ્ય છે એ તો પળેપળ બદલાશે સાચું અને
  આંતરિક સૌંદર્ય જ કાયમ જળવાશે .

  Liked by 1 person

 4. hemapatel says:

  ખુબજ સરસ રીતે અરીસાનો ભાવાર્થ સમજાવ્યો છે. સુંદર આલેખન .

  Like

 5. Jayvanti Patel says:

  Many worth knowing information about Mirror – Khub Sunder lekh, Kalpanaben

  Liked by 1 person

 6. tarulata says:

  srs vgtprchue lekh che.abhinndn.

  Liked by 1 person

 7. Kalpana Raghu says:

  Thanks Tarulataben!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s