મારી ડાયરીના પાના -ધનંજય સુરતી-૪૧ થો ૫૦

દ્રશ્ય-41-તક

હું કેટલા સમયથી નોકરી બદલવાની તક શોધતો હતો.મારી ઉમંર વધે જતી હતી.હું ચાલીસી નજીક જઈ રહ્યો હતો.તેવામાં મને એક સોઉથ ઇન્ડિયન ની ફર્મ માં પાર્ટનર તરીકે ઓફર થઇ હતી.પણ કામ તેનો ઓડીટ ડીપાર્ટમેન્ટ સંભાળવાનું હતું તે મને બહુ રુચતું નહિ.મારે ટેક્ષનું કામ પણ કરવુંતું.એટલે મેં બહુ રસ લીધો નહિ.એટલામાં પપેર માં કિર્લોસ્કર કન્સલટંટ ની જાહેર ખબર આવી કે તેમને સુરત ઇલેક્ટ્રિક કંપની માટે સેક્રેટરી ની જરૂર છે  મેં તેના જવાબમાં મેં મારો રેઝ્યુંમે મોકલાવ્યો.સુરત ઇલેક્ટ્રિક અમારી સિસ્ટર કંપની હતી.અને તે પણ ઇલેક્ટ્રિકના બીસનેસ માં હતી.મને ઇન્ટરવ્યુ આવ્યો.ઇન્ટરવ્યુ માટે પુના જવું પડ્યું.કીર્લોસ્કરે બે નામની ભલામણ કરી એમાં હું પહેલો ને મારો ડેપ્યુટી બીજો હતો રેકેમેડેસન અમારા ચેરમેન પાસે ગયા કારણ તેઓ સુરતના પણ ચેરમન હતા તેમણે નામ જોતાજ મારા બોસને ટેલીફોન કર્યો કે તમારા બે માણસોએ સુરત માટે એપ્લાઇ કર્યું હતું તમને ખબર છે ? મારા બોસે ના પાડી.ચેરમેને મને ઘરે બોલાવ્યો અને ટર્મ્સ કન્ડીસન કહી અને મારો જવાબ બે દિવસમાં માંગ્યો.ચેરમેને બોંર્ડ ને જણાવ્યું કે સુરતી આપણા માણસ છે અને મારો પગાર પણ તેમણે નક્કી કર્યો જે કીર્લોસ્કારના રેકેમનડેસન થીસારો એવો ઓછો હતો મેં ઘરમાં વાત કરી બા અને મીનાને અને જણાવ્યું કે મારે બે દિવસમાં જવાબ આપવાનો છે મીના સુરત મુવ થવા રાજી હતી.પણ બાએ વાંધો ઉઠાવ્યો કે ભાઈ તું જો જાય તો અહિયા કોણ બધું સંભાળે ? માટે તારે સુરત જવાનું નથી બે દિવસ પછી હું ચેરમેનને તેમને ઘરે મળ્યો.મેં તેમને કહ્યું પગાર સિવાય શું સુવિધા આપો ઘર અને ગાડી ?તેમણે કહ્યું તું પહેલા જોડાઈ જા પછી વિચારીશું.મેં કહ્યું મને માન્ય નથી.તે મારાથી નારાજ થઇ ગયા કારણકે તેમણે બોર્ડ ને કમીટ કરેલું કે સુરતી આપણા વિશ્વાસુ માણસ છે અને એ આવશે જ. વાત અહીથીજ ખતમ થઇ ગઈ મેં મારા ડેપ્યુટી ને સલાહ આપી જોડાઈ જવા કહ્યું અને તે જોડાઈ ગયો. જોકે ના કેહવાની કીમત મારે પછી ભોગવવી પડી આ વાતને થોડો સમય થયો હશે.ત્યાં મને દુબઈ ઇલેક્ટ્રિક કંપનીમાં ઓડીટર ની જગા માટે ઈન્ટરવ્યું આવ્યો.તેમાં તાજ હોટલ પર જવાનું હતું.મારી તાજમાં ડીરેક્ટર જોડે મીટીંગ હતી.હું સુટ બુટ પહેરી નવી ટાઈ લગાવી ગાડી પકડી ચર્ચગેટ ગયો ત્યાંથી ટેક્ષી પકડી તાજ હોટલ ગયો.લીફ્ટ પકડી ઉપર પોહ્ચો.હું એકલોજ હતો.ડીરેક્ટર આરબ હતો.અમારી વાતચિત પછી હું ઘેર આવ્યો.મારે બે દિવસમાં જાણવાનું હતું.ઘરે આવી બા તથા મીનાને વાત કરી બાએ તેજ પ્રશ્ન દોહરાવ્યો કે તું જાય તો અહીનું કોણ સંભાળે ?તે વખતે ભુપેન્દ્રનું પરદેસ ગમન પ્લાનીગ ચાલુ હતું.મેં તેમને ના નો જવાબ ટેલીફોન થી આપી દીધો ત્યાં પણ મારી જૂની કંપની નો માણસ જોડાઈ ગયો   ત્યાર પછી મેં નવી તકો શોધવાની થોડો વખત બંધ કરી કારણકે હરેકવખતે ઘરના પ્રશ્નો નો સવાલ ઉઠતો.એટલે હવે ઘરના પ્રશ્નો એક પછી એક લેવા અને તે પુરા કરવા તેઓ નિર્ધાર કર્યો..

દ્રશ્ય-42-સંઘર્ષ

મારા લગ્ન પછી મારા વાઈફ ના આવેથી સંઘર્ષ વધી ગયો.પહેલા એકજ લોહી હતું એટલે ઝગડો થાય પણ ઘડી પછી બધા એક.ઝગડો દોહરાવતો નહિ.પણ હવે પરિસ્થી જુદી હતી.બધાને મારા અથાગ પ્રયત્ન છતાં અસલામતી લાગતી હતી.હું મારી પત્નીને મારી આવક અને હોદ્દા પ્રમાણે રાખતો નહિ પરિણામે અમારો મનમેળ બિલકુલ હતો નહિ મેં લગ્નનાપહેલા પાચ વરસમાં તેને એક સાડી પણ અપાવી ન હતી.જો કે તેણે એક વાર પણ મને ફરિયાદ કરી ન હતી.પણ મને ક્યારેક ક્યારેક કેહતી કે હું તો સાત છોકરા ના બાપ ને પરણી. મારી જુવાનીના પંદર વરસો એળે ગયા એના માટે હું જવાબદાર હતો.ઘરમાં પ્રાઈવસી કોઈ હતી નહિ મારી સેકન્ડ લાઈન ઓફ સુપોર્ટ બહુ નબલી હતી. હું ઘરમાં બીજા કોઈને જવાબદારી સોપીને જુદો રહું તે શક્ય ન હતું.કોઈને હું લગ્ન કરું તેમાં રસ નોહતો.મેં જાતેજ બધું કર્યું હતું.કન્યા પણ બદલી નાખી ને ગામની પસંદ કરી તે પણ ઓળખાણ માં.મોટું કુટુંબ એટલે કામ બહુ રેહતું. મારી પત્ની નું નામ મીનાક્ષી હતું પણ તેને હુ મીના કહી સંબોધતો. તે અંગ્રેજી મીડીયમ ની નાની સ્કુલમાં પ્રિન્સીપાલ હતી.તેના ઘરમાં ત્રણ માણસ હતા.તેથી કામ ઓછુ રેહતું.અહી સતત કામ કર્યા પછી પણ જસ ને બદલે અપજશ મળતો.બધાજ એને ઇગ્નોર કરતા.એ પત્ની મારી હતી પણ એના પર રોફ બધાજ મારતા.માનસિક ત્રાસ બહુ પડતો.તે વારે વારે તેની માં સાથે રેહવા જતી રેહતી.હું છત્રીસ વરસે પરણ્યો અને પહેલા પાંચ વરસ એક બીજાને જાણવા સમજવા અને અનુકુળ થવા જરૂરી છે તે એળે ગયા.ઓફીસ માં ધર મૂળ થી ફેરફાર થતા કામ નો બોજ વધારે રહેતો તેના લઇ ને હું ઘરે મોડો આવતો મારે રોજ થાણા અપ ડાઉન કરવું પડતું.મેં મારો નવી કંપની માં લોન સમય પૂરો થતા સાન્તાક્રુસ પાછા જવાને બદલે થાણા પસંદ કરેલું કેમકે મને પગાર રૂપિયા 250 વધુ મળતો. અને તે મારી જરૂરીયાત હતી  હું ઘરે રાત્રે પોહ્તો ત્યારે મારી પત્ની માથું બાંધી સુતી હોઈ કાતો કામ કરતી હોઈ.વાતાવરણ હમેશાં ટેન્સ રેહતું.ક્યારેય અમે સાંજે કે રાત્રે ફરવા જતા નહિ.બધાને એમ હતું કે વહુ આવે પછી બાને આરામ કરવાનો હોઈ.રોજ નાના મોટા ઝગડા થતા.મીનાને સહજે  થતું કે પોતે કામના ઢસરડા કરે ને મારા પતિ ની કમાણી થી ઘર ચાલે ને ઉપરથી મને અપજશ.મોટે ભાગે રાત્રે રડતી કેમ કરી શાંત થતિ નહિ મારી પાસે કોઈ વિકલ્પ નહતો મને બીક એ હતી કે રોજ ની રોકક્લ તેને મેન્ટલ પેસંટ બનાવી ન દે. ઘરમાં વધારેપડતું અવિશ્વાસનું વાતાવરણ હતું.મને ગુનેગાર ની નજરે જોવાતો. અમારા ઘરમાં લગ્ન ગુનો ગણાતો. મેં વિચાર્યું કે ઝગડા નું મૂળ કામ છે.માટે મેં અમૃતલાલ મારા સાઢુંભાઈ ને વાત કરી નવસારી માં થી નોકર બોલાવ્યો.જે અખો દિવસ ઘર માં રહે ને કામ કરે.આ અમારા રેગ્યુલર નોકર ની ઉપરાંત હતો તેનું નામ ભાગ્યો હતું.તે નવસારી માં પારસી ને ઘરે કામ કરતો.પારસીને ત્યાં ફક્ત બે જણા હતા.તે અમારા ઘરમાં ઝાડું પોતા તેમજ રાત્રે પથારીઓ પાથરતો ને સવારના ઉપાડતો. પણ તેના એકેય કામમાં ભલીવાર નહતો.સવાર પડે તેનું ધ્યાન ઘાટી મંડળીમાં જતું.ઘાટી મડળી અમારા ઘર નજીક બંધ પડેલી બટન ની ફેક્ટરી ના ઓટલા પર બેસતી.સવારના ભાગ્યા માટે ચાહ ને નાસ્તો બનવા પડતા બપોરે લંચ સાજે ચાહ ને સ્નેક્સ અને રાત્રે ડીનર.આતો બકરી કાઢતા ઊટ પેઠું એવો ઘાટ થયો.કામમાં ફક્ત ચાર પથારી ને એક મોટો બેડ.અને ચાર ઓરડા. જુને ઘરે કામ કરવા જતો અને અમે તેને કેહતા નહિ. બાને મીના બન્ને કંટાળી ગયા આ બધું તો ઠીક પણ મહિનો બે મહિના માંડ થયા હશે ત્યાં એક દિવસ ભાગ્યા ને તેનું ઘર યાદ આવી ગયું.તે હોમ સીક થઇ ગયો ને પાછા જવાની રટ પકડી.નસીબ જોગે અમ્રતલાલ કઈ કામ માટે મુંબઈ આવ્યાંતા તેમની સાથે ભાગ્યાને નવસારી મોકલી દીધો. આમ ને આમ લગ્ન જીવન ના દસ વરસો બહુજ સંઘર્ષ મય વીત્યા.અમે બે સંતાનના માતા પિતા બન્યા હતા.મારી નાનેરા પ્રત્યે ની ભણતર ની જવાબદારી લગભગ પૂરી થવા આવેલી.જેને જે ભણવુંતું તે ભણાઇ ગયું.ઘરમાં ડોક્ટર એન્જીનીઅર અકોઉં ટંટ અને બાઈઓ લોજીસ્ટ થયા.મારી નવી જવાબ દારી મારી છોકરીઓ ની સરુ થઇ.સરલાની ડીલીવરીઓ પણ મુંબઈ મારે ઘરે થઇ.બે બેનો તથા બે ભાઈઓ ના લગ્ન પણ મારે ઘરે મુંબઈમાં થયા હું ક્યારેક થાકી જતો હતાસ થઇ જતો.ના કરવાના વિચાર મને આવતા મારી પાસે ખાસ બચત નહતી તેનો એહસાસ હું સખત માંદો પડ્યો ત્યારે થયો. મને હાર્ટ અટેક અને સ્ટ્રોક ત્યારે એકી સાથે આવ્યા હતા.

દ્રશ્ય-43-રંજન નું પાસ થવું -1972

રંજન એ મારી નાની બેન હતી.એનો નંબર આઠમો હતો.તે દેખાવે નાનપણમાં બહુ સુંદર હતી.તેનો જન્મ ભરૂચ મોસાળ માં મામા ને ઘરે થયો હતો.કીકા મામા તેને ઝમકુ કેહતા.બહુ લાડ કરતા ત્યારે ઝમકુડી

કેહતા.તેનો જન્મ ઓક્ટોબર 1952 માં થયો હતો.તે અમારા ઘર નું આઠમું અને છેલ્લું સંતાન હતું.

તે પહેલેથીજ તંદુરસ્ત્ત હતી.તે જન્મ પછી મુંબઈ માં જ ઊછરી.તે નાની ગોકલી બાઈ માં ભણતી અને એકલી જતી.ત્યારે બહુ ટ્રાફિક નહતો.તે ભણવામાં ક્યારે ય પાછલ પડી નહતી.તે 1968માં ssc પાસ થઇ મીઠીબાઈ કોલેજ માં દાખલ થઇ અને BSC 1972 માં થઇ. મને બરોબર યાદ છે કે જ્યારે હું CA પાસ થયો ત્યારે તે પાંચ વર્ષ ની હતી.મારે કેટલાક ડોક્યુમેન્ટ વડોદરા લઇ જવાના હતા.તે વખતે હું તેને વડોદરા લઇ ગયો હતો ત્યારે તે પાચ વરસ ની હતી. તે બધા સાથે સાથે ભળી જતી. તે ગો ગેટર (go getter )હતી.અમો એક દિવસ કૃષ્ણલાલ ને ઘરે રહી પાછા મુંબઈ આવી ગયા હતા.મને કોઈ જ તકલીફ મુસાફરી દરમિયાન કે વડોદરા રોકાણ માં પડી નહતી.મારી દીકરી પ્રીતિ ને નાનપણમાં રંજનની માયા હતી.મને બરાબર યાદ છે રંજન નાની હતી ત્યારે ખુબ લખોટા જીતી લાવતી.એક દિવસ ઓફીસમાંથી હું સાંજે ઘરે પાછો ફર્યો ત્યારે બા એને ખાટલામાં સુવાડી પાસે બેઠી અને હવા નાખતી હતી. તેને આખા શરીરે SMALLPOX નીક્ળા હતા તાવ ખુબજ હતો આખો ખુલતી નહતી.ઓફિસેથી આવતા હું તેને માટે નવા જોડા લાવ્યો તો તે બતાવ્યાં પણ તાવ ના જોરે નતો આખ ખુલતી કે પ્રતિ ઉતર.. હું કપડા બદલી તેની તેહનાત માં લાગી ગયો.હું તેને ઉચકી ફરતો.બધા કેહતા કે તમને ચેપ લાગશે પણ હું ગણકારતો નહિ.જે દિવસે આ સીતળા ની બીમારી લાગી તે સવારના અમારી નજીક રેહતા પ્યારેલાલ ને ત્યાં મ્યુનિસિપાલિટી વાળા સીતળા ની રસી બધાને આપતા. તે વખતે રંજન ત્યાં રમતી હતી. તેણે તરત પાછી આવીને ઘરમાં ફરી ફરીને કહ્યું કે મને રસી લેવી છે પણ કોઈએ દાદ આપી નહિ રંજન સારી તો થઇ ગઈ પણ દાઘ ના ગયા. પસ્તાવો જીંદગી નો રહી ગયો લાવણ્ય હણાઈ ગયું. કેટલાક વરસો પછી ખબર મળી કે ભાટિયા હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી થાય છે.મેં નક્કી કર્યું કે સર્જરી કરાવવી,મેં ભાટિયા હોસ્પિટલ માં રંજન ને એડ મીટ કરાવી. મને યાદ છે ત્યાં લગી ડોક્ટર ગુજરાતી હતા. ઓપરેશન સારી રીતે પતી ગયું ને રંજન ને હોસ્પિટલમાં થી રજા આપવાના હતા તે દિવસે હું ટ્રેઈન માં પૈસા લઇ હૉસ્પીટલ માં ભરવા જતો હતો. ભીડ ખુબ હતી.હું દરવાજા પાસે ઉભો હતો અને સતત ખિસ્સામાં હાથ રાખેલો માહિમ સ્ટેશન આવતા મારા પર ભીસ વધી ગઈ કોઈકે મારા ખિસ્સામાં થી રૂપિયા કાઢવા ની કોશીસ કરી પણ પૈસા નીકળા નહિ.રેલ્વે નો પાસ તથા અન્ય પપેર પ્લેટફોર્મ પર વેરવિખેર થઇ ગયા.ઝડપથી ઉતરી પાસ તથા પપેર્સ લઇ ગાડી માં ચઢ્યો..પૈસા બચી ગયા તે બદલ મેં ઈશ્વર નો ઉપકાર માન્યો હોસ્પીટલ નું બીલ ચૂકવી રંજન ને ઘરે લઇ આવ્યો. ઓપરેશન પછી ચામડી માં થોડો સુધાર થયો પણ જોઈએ તેવો નહિ. તેણે હાફ કીન ઇન્સ્ટી ટ્યુટ માં થી કોઈ કોર્સ કરેલો જેની ફી રૂપિયા છસો હતી.તેને કોર્સ સકસેસ ફૂલી કમ્પ્લીટ કર્યો અને હાફ કિન ના કામ માટે દુર પરામાં કામ કરવા જતી.જેમ સરલાં ના પૈસા હું લેતો નહિ તેમ રંજનના પૈસા પણ લેતો નહિ. તેનો અલગ એકાઉંટ બેંક માં હતો  તે અમેરકા જવા અધીરી હતી.તેવામાં તેનો વીસા રીજેક્ટ થયો હતો.ને તે બહુ નાસીપાસ થયેલી.મારા અનેક દિલાસા પણ કામ ના લાગ્યા.હું તેના માટે યોગ્ય મેચ શોધી રહ્યો હતો.બા ની પણ તેજ ઈચ્છા હતી.બે છોકરા અમે જોયા પણ જામ્યું નહિ.આ અરસામાં પ્રભા તેની છોકરીઓ ગીતા અને કવિ ને લઇ ઇન્ડિયા ફરવા આવ્યા હતા.તે દરમિયાન રંજનનો દિલ્હી માં કનેડિયન એમ્બસી માં થી ઈન્ટરવ્યું કોલ આવ્યો.મારે રંજનને લઇ દિલ્હી જવાનું હતું.મેં વિચાર કર્યો કે પ્રભા તથા છોકરીઓને પણ દિલ્હી લઇ જશું ને તાજ ની ટુર કરાવીશું.નાનાભાઈ તેમની બેન તથા બે છોકરી જવાની હતી એટલે કોઈ સરકારી અફસર ના ઘરે ઉતારવા ની વ્યવસ્થા કરી હતી.અમો સવારની ફાસ્ટ ટ્રેન માં મુબઈ થી રવાના થયા. રીઝર્વેસન હતું એટલે સારું હતું રાતના બધા ને ઉઘ સારી આવી.મોડી સવારે અમે દિલ્હી પોહ્ચ્યા.સામાન ઉતારવી હું હોસ્ટને ટેલીફોન કરવા ગયો.તેમની સાથે વાતચીત થઇ.તેમણે અકબર રોડ પર તેમના બંગલા નો નંબર કહ્યો..મેં ટેક્ષી ભાડે કરી પણ જોયું તો સામાન ન હતો.રીક્ષાવાળો સામાન ઉઠાવી પોતાની રીક્ષામાં ગોઠવી દીધો. તેને અમે ટેક્ષી માં જવાના છીએ એમ કહ્યું એટલે તે અમારી સાથે ઝગડવા માંડયો પોલીસ ની મદદ લઇ પ્રોબ્લેમ સોલ્વ કર્યો.અમો ટેક્ષીમાં અકબર રોડ પોહ્ચ્યા..તેમનો નોકર સમાન ઉઠાવી અંદર લઇ ગયો.ટેક્ષી ભાડું ચૂકવી અમો અંદર ગય.મકાન વિશાલ હતું હોસ્ટે કહ્યું તમારી પાસેથી ટેક્ષી વાળો ડબલ ઉપર પૈસા પડાવી ગયો.મીટર પ્રમાણે પૈસા ચૂકવ્યા પણ તે અમોને ફેરવી ફેરવી લાવ્યો હતો. બધું તો ઠીક પણ મને ઘરનો માહોલ ઠીક ના લાગ્યો.એવું લાગ્યું કે વી આર અન વેલકમ ગેસ્ટ.બાકી બધાએ જમી લીધું.મેં જમવાની ના પાડી.પછી તેમનો માણસ એક ચીટ્ઠી લાવ્યો.તે ચીટ્ઠી અમોને ગુજરાતી સમાજ માં ઉતારો આપવા વિશે હતી. મને થયું જાન છુટી.અમો રીક્ષા કરી ગુજરાતી સમાજ ગયા.તેમણે ચીઠી જોઈ અમોને ઉપરનો ખાટલા વાળો રૂમ આપ્યો.સમાન રૂમ ઉપર મુકાવી.ચાહ પી કાલ ની તૈયારી કરી કારણ કે બીજે દિવસે રંજન નો કેનેડિયન એમ્બસી માં ઇન્ટરવયું હતો બીજે દિવસે હું તથા રંજન તૈયાર થઇ બસ પકડી એમ્બસીની ઓફીસ પોહચી ગયા.ત્યાં બહુ માણસો ન હતા.અમો વેટીંગ રૂમમાં બેઠા. સમય પહેલા પોહ્ચવાથી થોડી રાહત હતી.ત્યાંચોપાનીયા પડ્યા હતા તેમાં થી એક ચોપાનિયું લઇ વાચવા બેઠા.રંજન કેનેડા વિશે નું મેગેઝીન વાંચતી હતી.પંદર થી વીસ મિનીટ પછી રંજન નો નંબર આવ્યો એટલે તે ઉઠી ઓફિસરની ચેમ્બરમાં ગઈ.લગભગ પચીસ થી ત્રીસ મિનીટ પછી બહાર આવી.હું ઉભો થઈ ગયો અને તેની તરફ ગયો.હું પરિણામ માટે ઉત્સુક હતો.મેં સહજ સવાલ પૂછ્યો કેમ કેવું રહ્યું ? તેણે જવાબ આપ્યો ધારવા કરતા સારું રહ્યું.મગેઝીન વાચન બહુ કામ લાગ્યું.તે ખુશ ખુશાલ હતી.અમો ઈન્ટરવ્યું પતાવી બહાર આવ્યા.બસ પકડી ખાવ ગલી તરફ ગયા.ફેરિયા પાસે દિલ્હીની ચાટ ખાધી.પછી ગુજરતી મંડળ ના ઉતારા તરફ પ્રયાણ કર્યું. રાત્રે ગુજરાતી મંડળ માં જમ્યા ગીતા ને કવિ ને બહુ તીખું લાગ્યું.બીજે દિવસે છોકરાઓ ને દિલ્હી બતાવાનો પ્રોગ્રામ હતો ત્રીજે દિવસે અમો ઉઠી નિત્ય કર્મ પતાવી કનકતેડ ટુર માં સવાર થયા ને દિલ્હી ફર્યા.સાજે એવા તો થાકી ગયાતા  કે ના પૂછો વાત.અધૂરામાં પૂરું મહેશ ની છોકરીઓ કનેડા માં ઉછરી હોવાથી બહુ ચાલવા ટેવાયલી ન હતી તેમને ઉચકી ઉચકી હું બહુ થાકી જતો.એક ને હું ઉચકતો બીજીને પ્રભા અને ક્યારેક રંજન..રાત્રે ભોજન કરી ઘસઘસાટ સુઇ ગયા.ચોથે દિવસે આગ્રા પ્રયાણ કર્યું.આગ્રા પોહચી ઘોડાગાડી કરી તાજ મહાલ પોહ્ચ્યા આગ્રા સ્ટેશન થી તાજ જવાનો સુંદર રસ્તો છે આજુ બાજુ ઝાડ વાવેલા છે જે ઉનાળામાં શીતળતા આપે છે.તાજ ને આગળ પાછળ ફરી જોયો બહુ ફોટો લીધા પછી રસ્ટોરંટ માં જમવા ગયા.ત્યાં આલુંના પરાઠા ને શાક જમ્યા ને પછી દિલ્હી રવાના થયા.વળતે દિવસે દીલ્હી થી મુંબઈ આવવા રવાના થયા.ત્યાં પોહોચી રોજ ના રૂટીન માં પડી ગયા.પ્રભા છોકરીઓ નું વેકેસન પત્યું એટલે કેનડા ઘરે પાછી ગઈ.કેટલાક દિવસ વીત્યા હશે પછી એક દિવસ ટપાલી રંજન નો વીસા લેટર લાવ્યો અને અન્ય ડોક્યુમેન્ટ્સ. ઘરમાં ખુશાલી પ્રસરી ગઈ.સૌથી ખુશ રંજન હતી.તેની જવાની તૈયારીઓ થવા લાગી લઇ જવાના કપડા ઘરેણા વગરે ની ખરીદી.આ ખરીદી તેના લગ્ન ને ધ્યાન માં રાખી થઇ હતી.રંજન કેનેડા જવા ઉતાવળી થઇ હતી.મામા તાહેર પાસે રંજનની એર ટીકીટ બુક કરાવી હતી.મારા ના કેહવા છતાં રંજને વેહાલા જવા માટે એર ફ્રાંસમાં કોશીસ કરી પણ પ્લેન ફૂલ હોવાથી તે કામયાબ ન થઇ.રાત્રે ખબર આવી કે વિમાન માં આગ લાગી છે.એર પોર્ટ અમારા ઘરથી નજીક હતું એટલે લોકો ત્યાં જોવા પોહચી ગયા.બળતા વિમાન ના ધુમાડા તથા ભડકા દેખાતા હતા.પસેન્જારો કુદી ને બહાર નીકળી ગયા હતા.જોકે કેટલાક જખ્મી થયા હતા.કોઈ મર્યું નહતું. અમોએ પ્રભુ નો રંજન ને બચવા માટે ઉપકાર માન્યો બે દિવસ પછી રંજન ની ઉડાન હતી.એટલે બીજે દિવસે સત્ય નારાયણ ની પૂજા હતી હમેશ મુજબ પડોશી સુભેચ્ચકો સગા ને સ્નેહીઓ ને નિમંત્રિત કર્યા હતા.કથા નીરવિઘ્ને પતિ ગઈ.બધા જમી પરવારી પ્રસાદ લઇ ને સુભેચ્છા આપતા ગયા.સર્વે ની સુભેચ્છા લઇ કેનેડા પ્રસ્થાન કરી ગઈ.ફોટોગ્રાફરે ગ્રુપ ફોટા પડ્યા.રંજન ને અમે સિક્યુરીટી ગેટમાં અદ્રશ્ય થતી જોઈ રહ્યા.  જેમ જેમ ઘર ખાલી થતું તેમ તેમ ખુલ્લા મતભેદ ઓછા થતા ગયા.મને વિચાર આવ્યો કે ભાઈ બેન નાના હતા ત્યારે કેવા મળી સંપી ને રેહતા. પણ મોટા થયા પછી સ્વતંત્ર વિચાર ધારા તેમજ સ્વતંત્ર સ્વપ્નો જોતા થયા.તમને સાથે રાખવા અશક્ય હતું.

દ્રશ્ય-44-પૂર્વી નો જન્મ

પ્રીતિના જન્મ વખતે મીના ને ડોક્ટર પુરંદરે ને બતાવ્યું હતું.મીનાને તે વખતે પેટમાં બેબી ની સાથે ફાય બ્રોઈડ હતું.ડોકટરે સલાહ આપી કે ડીલીવરી પછી ફાયફ્રોઈડ કઢાવી નાખજો. મેં વિચાર કર્યો કે કોઈ આપણા જ સર્કલમાં કોઈના જાણીતા ડોકટર ની પાસે કરાવું.મારા ફોઈ ની દીકરી નિરંજના ડોક્ટર હતી. મેં તેને પૂછ્યું.તેણે મને તેના ઓળખાણ માં ડોક્ટર શાહ બતાવ્યો જે સર્જન હતો અને પોતાનું નર્સિંગ હોમ હતું.મેં તેની સાથે વાતચીત કરી તારીખ નક્કી કરી.નિરંજના મારી સાથે હતી.મીનાને તે તારીખે લઇ જઈ એડમીટ કરી.તે વખતે બેબીબેન મીનાના મોટા બેન ત્યાં આવેલા અને મીના સાથે રહેલા.બેબી બેને હમેશા ખડે પગે સેવા કરી.તેમની હૂફ બહુ રેહતી.ઓપરેસન સારી રીતે પતિ ગયું.કંચન બા આવ્યા હતા.તેમણે બધા સ્ટાફ ને ખુશ કરી દીધા અને અમે મીનાને લઇ હોસ્પિટલમાં થી વિદાઈ લીધી.ત્યાર પછી મીનાના બે ઓપરેસન હર્નિયા ના કરાવા પડ્યા.તે સાન્તાક્રુઝ આશા પારેખ હોસ્પિટલ માં કરાવ્યા.તે પણ મેં સેકંડ ક્લાસ માં સિંગલ રૂમરાખી ને કરાવ્યા.પણ ચોથું હાર્ટ ઓપરેસન નાણાવટી હોસ્પિટલ માં કરાવ્યું તે જીવલેણ પુરવાર થયું. મીનાને ડોકટરે હવે વધુ બાળક ની ના પાડી.છતા મીના મને રોજ કેહતી કે આપણે એક છોકરો તો જોઈએ જ.જે તમને બુઢાંપા માં મદદ કરે.હું જાન નું જોખમ લઈને પણ તમને દીકરો આપીશ.મેં તેને ડોક્ટરની સલાહ  યાદ અપાવી.ઉપરાંત કહ્યું હું હવે છોકરા ઉછેરી થાકી ગયો છું મને હવે થોડી નિરાત જોઈએ છે.પંડિત નેહરુ ને ક્યાં છોકરો હતો ?તેમને એકજ દીકરી હતી તે ઇન્દિરા.કેવી પાવરફૂલ.આપણે પણ એક દીકરી થી  સંતોષ માનવો જોઈએ.મેં કહ્યું કે રિસ્ક લેતા પહેલા આપણે કોઈ જ્યોતીસ ને બતાવશું.તે સંમત થઇ.પછી એક દિવસ હું અમારા કમર્સિયલ એન્જીનીયર સાથે લંચ બ્રેક માં બેઠો હતો.તેમને જ્યોતિષ નો અભ્યાસ સારો હતો તેમણે  જન્મ કુંડળી તપાસી કહ્યું કે 1972 માં સંતાન લાભ છે.બહુતિક છોકરો છે પછી તો ઈશ્વર ઈચ્છા.આ વાત મેં મીના ને કહી તે ખુબ રાજી થઇ. વર્ષ 1972માં બે ફેમીલી મેમ્બર ગુમાવ્યા.એક સુરેન્દ્ર લાલ અને બીજા કંચન બા.મને યાદ છે કે ઇન્ડિયા માં ટેલી વિઝન પહેલી વાર સરુ થયા હતા.મેં અમારા માટે ટેલીરેડ TV ખરીદ્યું. આજુ બાજુ ના છોકરા પણ જોવા આવી જતા..એક દિવસ TV જોતતા ત્યારે સંદેશો આવ્યો કે સુરેન્દ્ર લાલ કોસંબા ખાતે ગુજરી ગયા છે.ને કાલે અગ્નિ દાહ આપવાનો છે માટે તે પહેલા પહોચી જજો.હું ને મીના બેગ તૈયાર કરી દાદર સ્ટેસન પોહચી ગયા.પહેલી ગાડી જે મળી તેમાં બેસી ગયા.બેઠા પછી માલમ પડ્યું કે ગાડી કોસંબા ઉભી રહેતી નથી.અમો સુરત ઉતરી ગયા.સુરત તપાસ કરી તો લોકલ સવારની હતી તે કામ ન લાગે માટે રીક્ષા ની તપાસ ચલાવી.ખુબ તપાસ પછી એક રીક્ષા વાળો તૈયાર થયો.તે પણ જ્યારે તેને સમજાવ્યો કે મૈયત માં જવું છે ત્યારે.અમે રીક્ષા માં બેઠા.મીનાને એના ઘરેણા ની બીક હતી.રસ્તો ઝાડી ઝાંખરા વાળો હતો ખાડા ટેકરા બહુ આવતા.કોસંબા પોહ્ચ્યા ત્યારે રાત્રે અગિયાર વાગી ગયા હતા.સવારના સ્મશાને અગ્નિ દાહ આપ્યો.બે દિવસ રહ્યા પછી મુંબઈ પાછા ગયા. સુરેન્દ્રલાલ મીના ના બનેવી થતા અને મારા સાઢું ભાઈ.કંચનબા મીનાની બા હતા.  થોડા દિવસ ગયા હશે ને મીનાને પેટમાં દુખાવો ઉપડ્યો.ડોક્ટર વનલીલાને બતાવ્યું.મેં વિચાર્યું કે અરવિંદ શાહ ને કેમ ના બતાવું. ?તે વધારે અનુભવી કેહવાઇ.બા પણ તે વખતે ઇન્ડિયા માં હતી.તે અમારી સાથે આવી હતી. ડોકટરે દવા લખી આપી અને રેગ્યુલર ચેક અપ કરવાનું કહ્યું.મીનાને ઓબઝરવેસન માં રાખી.જેમ દિવસ ગયા તેમ શારીરીક તકલીફો વધતી ગઈ.આ અરસા માં કંચન બા નું અવસાન થયું.આ ઘા મીના માટે કારમો હતો.અમો જેમ તેમ અંકલેશ્વર પોહ્ચ્યા.ઘોડા ગાડી માં થી ઘરમાં પેસતાજ તે ઉમરા પર ફસડાય ગઈ.અને જોર જોરથી રડવા લાગી અને પછી હિબકે ચઢી ગઈ.અશ્રુ બેન બેબી બેન અમરતલાલ ને ભુપેન્દ્ર ભાઈ ના પ્રયત્ન થી શાંત થઇ પણ પાછુ યાદ આવતું ત્યારે રડી ઉઠતી ત્યારે મીના પ્રેગનન્ટ હતી ડોક્ટરની જરૂર હતી માટે વેહલી તકે અમે મુંબઈ પાછા ફર્યા.ડોકટરે દુઆડીલ નામની ટીકડી લખી આપી હતી. વારે વારે બેબી ઉધું થઇ જતું હતું તેથી તકલીફો બહુ થતી હતી.પણ કોઈ સ્તિથી સાશ્વત નથી.મીના ડોક્ટર શાહ ની હોસ્પીટલ માં હતી.રોજ સવાર સાંજ હું તેની ખબર પૂછવા તથા કઈ જોઈતું કરતુ લાવવા પૂછવા જતો. એવી એક સવારે હું જેવો હોસ્પીટલ માં પેઠો અને વોર્ડ માં ગયો કે નર્સે ખબર આપી કે બેબી ગર્લ આવી છે મીના આથી બહુ નાસી પાસ થઇ.અખમાં થી ધડ ધડ આસું સરી પડ્યા.મેં કહ્યું કે વોહી હોતા હૈ જો ખુદા કો મંજુર હોતા હૈ.એમાં તારું કે મારું ચાલે તેમ નથી.મેં કહ્યું કે આજના જમાના માં છોકરો કે છોકરી બન્ને સરખા. મને કાઈ ફરક પડતો નથી.વખત જતા મીનાને અમારી બીજી દીકરી ગમવા માંડી.તે તેની સતત દરકાર લેતી અમે તેની નામ કરન વિધિ રાખી તેનું નામ પૂર્વી રાખ્યું.પૂર્વી સ્કુલે જતી થઇ એટલે તેને પણ પ્રીતિ ની સ્કુલ માં દાખલ કરી.સ્કુલ ઘરની નજીક હતી.સ્કુલ ઈગ્લીશ મીડીયમ હતી.મીના પૂર્વી ને સ્કુલે મુકવા જતી ત્યારે નાસ્તો પોપટ ની દુકાને થી અપાવતી.એક દિવસ મીના મુકવા ના જઈ શકી ત્યારે પૂર્વીએ નાસ્તો પોપટની દુકાનેથી લીધો.પણ જયારેદુકાનદારે પૈસા માગ્યા.ત્યારે પૂર્વીએ કહ્યું મમ્મી અપશે.જયારે મીનાને ખબર પડી ત્યારે મીનાએ દુકાનદારને ધમકાવી નાખ્યો. ને કહ્યું મારી હાજરી સીવાઈ કાઈ પણ આપવું નહિ.કારણકે છોકરા ને વારે ઘડીએ ઉધાર લેવાની કુટેવ પડી જાય.એને પહેલે થીજ દાબવી પડે.પૂર્વી ને સ્કુલમાં થી જ બુક કીપીંગ લેવડાવ્યું હતું. આગળ જતા પૂર્વી મુબઈ માંથી ફર્સ્ટ ક્લાસ બી કોમ થઇ અને અમેરિકા જઈ CPA થઇ અને લાઇસન્સ ની પરીક્ષામાં પાસ થઇ. અત્યારે પૂર્વી હિટાચી કુ માં સીનીઅર ગ્લોબલ મેનેજર છે. આમ અમારે પ્રીતિ અને પૂર્વી બે દીકરીઓ થઇ.અમારો સંસાર પૂર્ણ થઇ ગયો.

દ્રશ્ય-45-મારો વધુ અભ્યાસ

મને થતું કૈક મારામાં કંઈક ખૂટે છે.તે દિવસો માં જ્યાં ત્યાં ફીનાન્સ ની વાતો થતી.એવામાં એક દીવસ પપેર માં જાહેર ખબર વાચી કે બજાજ સ્કુલ ઓફ મેનેજમેન્ટ અને મુંબઈ યુનિવરસીટી શરુ કરેછે નવા કોર્સીસ વિથ લીમીટેડ સીટ્સ.અડ્મીસન ઓન્લી બાઇ મેરીટ્સ.દરેક બ્રાન્ચ માં ચાલીસ કેન્ડીડેટ જોબમાં પોઝીસન પણ જોવાશે.ફીસ રૂપિયા બારસો.એક વરસનો કોર્સ.મેં તુરંત એપલાઈ કર્યું.એપ્લીકન્ટની સીલેક્સન પહેલા તેમને બે આઇ કયું ટેસ્ટ આપવાની હતી.બે હઝાર કેન્ડીડેટે એપ્લાઇ કર્યું હતું.તમાંથી બસો ચાલીસ કેન્ડીડેટ ને લેવાના હતા.ટેસ્ટ ની તારીખ આવી ગઈ નંબર જોઈ આવ્યો વાચવા નું તો કઈ હતુ નહી ટુકા સવાલ ને યસ નો જેવી ટેસ્ટ.આપાર કે પેલે પાર જેવી ટેસ્ટ હતી ટેસ્ટ આપી રીઝલ્ટ ની રાહ જોવાતી હતી.જમનાલાલ બજાજ મનેજ મેન્ટ સ્કુલમાં તપાસ કરવા ગયો ત્યારે ખબરપડી કે રીઝલ્ટ ઘરે લેટરથી આવશે.બે ચાર દિવસ પછી લેટર આવ્યો કે તમે ટેસ્ટ માં પાસ છો.ને તમારો ઇન્ટરવ્યુ આ તારીખે છે ઇન્ટરવ્યુ વખતે આ લેટર સાથે લાવવો.ઇન્ટરવ્યુમાં તમે સિલેક્ટ થાવ પછી રૂપિયા અઠસો ભરવાના રહેશે.હું ઇન્ટરવયું માં પાસ થઇ ગયો.પણ મને પૂછવામાં આવ્યું કે તમે રોજ થાણાથી ચર્ચગેટ આવી શકશો ?ક્લાસ દરોજ સાંજે છ થી સરુ થશે.કોલેજ રાત્રે નવ વાગે છુટશે.મેં કહ્યું હું જરૂર આવી શકીશ.મને અડ્મીસન મળી ગયું.હું ક્લાસ માં ગયો ત્યારે ખબર પડી કે મારા જુના મિત્રોમાં થી શ્રોફ અને મેહતા બે હતા.અમે રોજ ક્લાસમાં મળતા અને જૂની યાદો તાજી કરતા.હું ઓફીસ માંથી ચાર વાગે નીકળી છ વાગા સુધી કોલેજ પોહચી જતો.એવામાં ત્યાં એક દિવસ સર્વોત્તમ ઠાકોર સાહેબ મળી ગયા.તેઓ અમારી સિસ્ટર કંપની માં ઇડીપી ઓફિસર અને મારી કોલેજમાં કમ્પ્યુટર ના પ્રોફેસર હતા.તેઓ મને તેમની કારમાં દરોજ લઇ જતા.આથી થોડો સમય જરૂર બચી જતો અને થાક ઓછો લાગતો. દસેકવાગે ઘરે પોહચી ટપાલ વગેરે જોતો પછી જમતો. સુતા સાડા અગિયાર થી બાર થઇ જતા..ક્યારેક હોમવર્ક હોઈ તો સુવાનું પણ લંબાઈ જતું.હું રજાને દિવસે પુવી ને બાજુ માં ગોદડી પર સુવાડી મારું વાંચતો.અમે ચાલીસ છોકરા આ કોર્સ માટે સેલેક્ટ થયા હતા.તેમાંથી સાત છોકરા પાસ થયા હતા.તેમાં મારો પણ નંબર હતો.જોકે હું બે પાર્ટ કરી પાસ થયો હતો.મારા મિત્રોએ તો છોડી દીધું હતું.ત્યાર પછી આ કોર્સ બંધ થઇ ગયો કારણ યોગ્ય કેન્ડીડેટ મળતા નહિ.મેં મારું સ્વપ્ન પૂરું કર્યું.ઓફિસે મને ફીસ ભરી હોઈ તે પાછી આપવા જણાવ્યું.પણ મેં ના પાડી. મને પાસ થયાનો સંતોશ હતો. એકવધુ ડિગ્રી મારા નામ સાથે જોડાઈ. હવેહુંB.COM.,A.C.A.,D.M.A. થયો.કોલેજ માં જતો ત્યારે આગળ થી પણ બોર્ડ પર લખેલું વંચાતું નહિ.એટલે અખના ડાક્ટર ને બત્વ્યું તેણે આખ તપાસી કહ્યું તમને ચશ્માં ની જરૂર છે.મને બેતાલા ના ચશ્માં આવી ગયા.તે વખતે મારી ઉમર બેતાલીસ વરસની હતી. તે વર્ષ 1973 નું પુરું થવા આવેલું.

દ્રશ્ય-46-મહેશ ના લગ્ન

રોજ ઓફિસે થી આવી ટપાલ જોવાનું કામ મારું હતું.અમારા ડ્રોઈંગરૂમ માં રેડીઓ કેસ હતું તેમાં રો જ ની રોજ ટપાલ મુકાતી. હું આવીને જોઈ લેતો.નકામી હોઈતે તુરંત વેસ્ટ પેપર બાસ્કેટ માં જતી.અને કામની હોઈ તેનો નિકાલ કરતો.એમાં સગા સબંધીઓના પત્રો હોઈ તેના જવાબ આપી દેતો.ભાઈઓના પણ પત્ર અમેરિકા અને કેનેડા થી આવતા.એવી એકસાંજે ટપાલ જોતોતો તેમાં ભાઈમહેશનો કેનેડાથી પત્ર હતો.મહેશ તે વખતે એકલો જ હતો ને ટોરેન્ટો માં રહેતો હતો.પત્રમાં તેને લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી હતી.અને તે પણ ઇન્ડિયા ની કન્યા સાથે.મેં અહીંથી જવાબ લખ્યો તેમાં ત્યાં સેટલ થયેલી ઇન્ડિયા ની છોકરી વધારે સારી.કારણ તેને ટ્રેઈન કરવાની ના હોઈ.વળી નોકરી ચાલુ હોઈ એટલે ઇન્કમ સપોર્ટ પણ સારો.આમ બધી વાતે સારું પડે.ફક્ત ચેક કરવું પડે.વળતા જવાબ આવ્યો તેની ઈચ્છા ત્યાની છોકરી સાથે કરવાની નથી.તેણે તાજેતરમાં તેના ઇન્ડિયન મિત્ર નો કેવો ફિયાસ્કો થયો તે કારણ દર્શાવ્યું.અને જણાવ્યું કે હું અગલા મહીને ઇન્ડિયા આવી રહ્યો છું માટે છોકરી જોઈ રાખજો.અને બીજું કે મને એકવીસ દિવસ થી વધારે રજા મળી શકે તેમ નથી.પત્ર મળતાજ મેં ચક્રો ચાલુ કરી દીધા.મુંબઈ સમાચાર ને ટાઈમ્સ માં જાહેર ખબર આપવા જાહેર ખબર ડ્રાફ્ટ કરી.મુંબઈ સમાચાર ની અમારી નીચે રેહતા પ્રકાશ ને આપી.તે વખતે તે મુંબઈ સમાચાર ની ઓફીસ માં કામ કરતો હતો બા રોજ સાંજે મંદિરે જતી મંદિરમાં તેની ઘણી ઓળખાણ હતી.તેમાંની એક ઓળખાણ એટલે પ્રભા ની બા. સદભાગ્યે તેમનો છોકરો નાનાલાલ મને ઓળખે.એ પણ ચાર્ટર એકાઉટંટ. એક અઠવાડિયા માં જાહેર ખબરના જવાબો આવી ગયા.રિસ્પોન્સ સારો આવ્યો હતો. જવાબો લીસ્ટ ઓઉટ કર્યા.અને ઇન્ટરવ્યુ લિસ્ટ તૈયાર કર્યું. લિસ્ટ કરતી વખતે એડ્જ્યુંકેશન ,ઉમર ,ફેમિલી વગેરે ધ્યાન માં રાખ્યા. પ્રોગ્રામ એવો રાખ્યો કે પહેલા દશ બાર દિવસ જોવાનું ,મળવાનું.દરોજના બે થી ત્રણ કેન્ડીડેટ, સવાર બપોર ને સાજ. જે આપણા હિસાબે યોગ્ય ના લાગે. તે પહેલી મીટીંગ માં આઉટ. યોગ્ય કેન્ડીડેટ મળ્યા પછી ફેમીલી મીટીંગ કરી પાકું કરવું. પછી વિધી ને લગ્ન અને આખર માં વિદાઈ.મહેશ આવ્યો તેને એરપોર્ટ પર રીસીવ કરી ઘરે લઇ આવ્યા.અને તેજ સવાર થી છોકરીઓ જોવાનું ચાલુ કરી દીધું. રોજ ત્રણ મીટીંગ થતી.તેમાં પાર્લે પ્રોડક્ટ વાળાની પણ છોકરી હતી.મીના અને બા ને બહુ કામ રેહતું.મેહમાનો ની તેહનાતમાં.ચાઈ નાસ્તો તૈયાર રાખવા હરેક મીટીંગ વખતે. બહુ છોકરીઓ જોયા પછી મહેશે બા ની બેનપણી વાસંતીબેન ની છોકરી પસંદ કરી. તેઓ મૂળ નંદરબારના હતા અને વરસો થી મુંબઈ વસેલા. આપણી માફક આપ બળે એસ્ટાબ્લીશ. તેમના બાપા હયાત ન હતા..બે ભાઈ નાનાલાલ અને ચીમનલાલ icic.  કંપની માં નોકરી કરતા અને સારું કમાતા છોકરી સાયન્સ ગ્રેજ્યુએટ હતી. લગ્ન પછી થોડો વખત નોકરી કરી હતી. પગાર અમે પૂછતાં નહિ કે પૈસા અમે લેતા નહિ. મહેશ ને જવાને હવે સમય બહુ થોડો હતો.તેથી તેમની સાથે વાતચીત કરી નક્કી કર્યું કે લગ્ન આર્ય સમાજ હોલ માં કરવા. તે માટે સંતાક્રુઝ નો હોલ બુક કર્યો. લગ્ન વિધિ પછી રીસેપ્સન રાખ્યું. લગ્ન સારી રીતે પતી ગયા. અમે નવ વરવધૂ ને ટૅક્સી માં ઘરે લાવ્યા. અન્ય કુટુંબીજનો પણ ટૅક્સી માં આવ્યા. મેં ચારેક ટૅક્સી કરી હતી. મેં ને મીનાએ અમારો બેડ રૂમ મહેશ ને આપ્યો. તે રાત કદાચ તેની આખરી રાત હતી. બીજે દિવસે તે કેનેડા જવા ઉપડી ગયો. પણ પ્રભા ને ના લઇ જઈ શક્યો.પ્રભાના પેપર ફાઇલ થઇ ગયા પણ વિસા આવ્યો નહતો.મેડીકલ તપાસ માં એમ્બોસ એ એકસરે નો વાંધો ઉઠાવ્યો હતો.મેડીકલ જ્યાં સુધી ક્લીયર ના થાય ત્યાં સુધી વિસા મળે નહિ. અમે એક પછી એક એક્ષ્રરે રજુ કર્યા અને સાથે ડોક્ટરનું ઓકે સર્ટીફીકેટ. પણ તે કાઈ કામ ના આવ્યું. આ બાબતમાં મહેશ સાથે સતત સંપર્ક રેહતો.મહિના ઉપર મહિના જવા લાગ્યા ને ચિતા થઇ કે આ પ્રોબ્લેમ કેમ સોલ્વ કરવો. શું મહેશે ઇન્ડિયા હમેશ માટે આવી જવું પડશે ?શું તેને અહીં ફાવશે ?વગેરે સ્વાભાવિક પ્રશ્નો ઉભા થયા.જીવનની શરુઆત કડવી થઇ ગઈ. હું ને બા ચિંતિત હતા. મેં ત્યાં કોઈ લોયર ની સલાહ લેવા નું સુચન કર્યું. પણ મહેશે જાતે ત્યાં અઢિયા નો સંપર્ક કર્યો. અઢિયા આપણા ઇન્ડિયન હતા અને તે આપણા લોકોને તેમના પ્રોબ્લેમમાં મદદ કરતા.તેમની મદદ થી અને લોયર ની સલાહ થી આખરે વિસા પ્રશ્ન ઉકલી ગયો.મહેશનો મેસેજ આવી ગયો કે જેવો વિસા હાથમાં આવે કે પ્રભા ને મોકલી દેશો. મેં ચીમનભાઈ તથા નાનાલાલને આ ખુશ ખબર આપ્યા.બધા ખુશ થયા. મેં ટ્રાવેલ એજંટ મામા તાહેર કને એક ઓર ટીકીટ કપાવી.જવાનો દિવસ આવી ગયો.અમો સર્વે ટેક્ષી કરી એરપોર્ટે ગયા.નાનાલાલ ચીમનલાલ વાસંતી બેન પણ હતા.શાંતા માસી તથા રાજુમાસા પણ હતા.ટોરંટો જતા વિમમાનની અનોઉન્સમેન્ટ થઇ અને પ્રભાભાભીએ સિક્યુરિટી ગેટ તરફ પ્રયાણ કર્યું. બધા શુભ વિદાઇ આપી ઘરે પાછા ફર્યા.ઘરની ઔર એક વ્યક્તિ વિદેશ ગઈ. મને દરેક ઉડાન વખતે બેલુર મઠ વાળા સાધુ ની આગાહી યાદ આવતી ‘ઇસ ઘરમે ફોરીન જાના ફુદીના કી ચટણી બરાબર હોગા. બા હમેશાં ચિંતા કરતી કે છોકરા એકલા ત્યાં કેવી રીતે રહેતા હશે. શું ખાતા હશે ને શું પીતાં હશે ?વગેરે પ્રશ્નો તેના મગજને થકવી નાખતા.પણ હવે તેને બહુ રાહ જોવી નહિ પડે. ઈશ્વરને વધારે ફિકર છે. પ્રભા ને ગયે ખાસ્સો સમય થયો હતો તેને બે દીકરીઓ પણ હતી ગીતા અને કવિ. મનુ ભાઈ કેનેડામાં મહેશ સાથે રેહતો.ગોપાળ ના યુએસે ગયા પછી તે યુએસે મુવ થઇ ગયો.

દ્રશ્ય-47-બા નું પરદેશ ગમન

બા હમેશાં ચિંતા કરતી કે છોકરા એકલા શું કરતા હશે ? શું ખાતા હશે ? પારકા પરદેશમાં કેમ રેહતા હશે?વગેરે પ્રશ્નો તેને સતત મુંઝવતા.એને કદાચ એમ પણ થતું હશે કે મેં કાઢી મુક્યા.વળી રંજન પણ વરસ થયા ત્યાં હતી તેની પણ ચિંતા થતી.હવે મારા પરીવાર સીવાય અહી બીજું કોઈ હતું નહી. હવે ફ્રીક્સન ઓછુ થતું પણ જનરેસન ગેપ ઓછો થવાનો છે ?.જેમ નવી પેઢીઓ આવતી જાય તેમ નવા વિચાર નવી લાઈફ સ્ટાઈલ આવતી જાય તેને કોઈ રોકી શકે નહિ.જૂની પેઢી સમજી ને અડ્જસ્ત ના થઇ શકે તો કાં તો સંઘર્શ થાય કાં તો જુદા થાય કાં તો રોજ કકળાટ થાય ને નાહકના દુખી થાય.મેં ચાર પેઢી જોઈ મારા દાદા મારા બાપા હું ને મારા છોકરાઓ.દુનિયા રોજ બદલાઈ રહી છે વાતાવરણ પણ ઘણું બદલાઈ રહ્યું છે એને કોઈ રોકી શકે નહિ.સ્વીકારો અને અનુકુળ થાવ એજ સુખી થવાનો રસ્તો.બધા ગયા પણ મારો તેમની સાથે સતત સંપર્ક રેહતો.હું બધાનો પ્રોગ્રેસ પૂછતો ને સંતોશ પામતો. ત્યાં થી અવર નવર ચોકલેટ્સ રમકડા વગેરે મોકલાવતા.એવામાં મહેશ નો એક દિવસ પત્ર આવ્યો કે બાના વિસા ની વીધિ પતી ગઈ છે જેવો લેટર મળે કે તુરંત મુંબઈ ઓફીસ નો સંપર્ક કરશો જેથી વિલંબ ના થાય. બા ની જવાની તૈયારી મારે કરવાની હતી.બા ના લઇ જવાના ઘરેણા પાર્લા માં સોની હતો. તેની દુકાન માર્કેટ માં હતી.જુના ભંગાવી તેમાં ઉમેરવું પડે તે ઉમેરી નવા કરી દીધા.મહેશ ની છોકરીઓ ને આપવાની વસ્તુઓ પણ કરાવી લીધી.રંજન ગઈ ત્યારે તેના ઘરેણા લઇ ગઈ હતી. બા મોટાઈનાગુજરી  ગયા પછી સફેદ લૂગડાં પહેરતા.આથી ભૂલેશ્વર તથા કાલબાદેવી જઈ સફેદ સાડલા ખરીદ્યા.બાના જોડા તથા ચંપલ પાર્લામાં થી લીધા.તિતલી તંબાકુ ના ડબ્બા ,ચૂનાની ડબ્બી ઓ વગરે બા ની ઉપયોગી વસ્તુઓ ની ખરીદી પૂરી કરી. ત્યાર પછી સત્ય નારાયણ ની પૂજા હમેશ મુજબ રાખી.બા પૂજા માં બેઠી હતી સગાં સબંધીઓ ની હાજરી માં પૂરી કરી.બા ને મળવા અનેક શુભેચ્છક આવ્યા. જૂની વાતો નવી થઇ. વાતાવરણ ઈમોસનલ થઇ ગયું.મંદિર ની મંડળી પણ તેમાં સામેલ હતી. ગળે મળ્યા ને છુટા પડ્યા. સાડી ના પાલવ થી આખો લુછી.આવજો અને તબીયત સાચવજો ના અવાજ સાથે છુટા પડ્યા.એમ્બસી માં થી લેટર આવ્યો તે પછી બાને મેડીકલ ચેક અપ માં લઇ ગયા.મેડીકલ ઓ.કે. થયું ને વિસા મળી ગયો. વિસા ની મુદત અંદર કેનેડા પ્રયાણ કરવું રહ્યું. પણ બા ની મને એ ચિંતા હતી કે ઇંગ્લિશ માં વાત ના કરી શકે તો પરદેશમાં પોતાનો રસ્તો કેમ કાઢશે.હું કોઈ ગુજરાતી ફેમિલી ટોરંટો જનાર હોઈ તેની તપાસ માં હતો.પણ કોઈ મળતું નહિ.આજથી 40 વરસ પહેલા બહુ થોડા લોકોપરદેશ જતા અને તે પણ બા ની ઉમરમાં તો જુજ.પણ બા ને વિશ્વાસ હતો કે ભગવાન જરૂરમદદ કરશે.તેની હિમત સારી હતી આજના જેવી ઈ -મૈલ નીવ્યવસ્થા તે વખતે નહોતી કે મેસેજ મોકલી કમ્પેનિયન ઢુંઢી લેવાઈ. બા ની ટીકીટ આવી ગઈ.તે પણ ટ્રાવેલ એજન્ટ મામા તાહેર પાસે લીધી.તે સમયે રૂપિયા સાત હઝાર પાંચસો આપ્યા હતા.એ વાયા ન્યુ યોર્ક થઇ ટોરંટો જનાર flight હતી. જેમાં ગોપાલ ન્યુ યોર્ક થી બા સાથે ટોરેન્ટોજવાનો હતો. ન્યુયોર્ક સુધી તે flightમાં એકલી જવાની હતી.બધું પ્લાનીંગ જડબે સલાક હતું.જવાના દિવસે અમો બધા બા ને મુકવા એર પોર્ટ ગયા.બેગેજ ચેક ઇન કરવા લાઈન માં ઉભા હતા.મારી નજર કોઈ કમ્પેનીયન ઢૂઢતી હતી.એટલામાં એક બા જેવા બેન લાઈન માં અમારાથી થોડે આગળ ઉભા હતા.હું ત્યાં ગયો ને તપાસ કરી તેઓ ન્યુ યોર્ક જતા હતા.તેઓ આગળ પણ એક વાર જઇ આવેલા પણ તેમને ત્યાનું જીવન ગમતું નહિ.તેઓ પરાણે જતા લાગ્યા.તેઓ પણ ઈંગ્લીશ માં વાતચીત કરી શકતા નહિ મેં તેમને બા નું ધ્યાન રાખવાનું કહ્યું.તેમણે ભલે કહ્યું અને મને થોડી શાંતિ થઇ. એટલામાં અનોઉસમેન્ટ થઇ “ ઓલ પેસેન્જરસ ઓફ કેનેડિયન ફ્લાઈટ શુડ પ્રોસીડ ટુ સેક્યુરીટી ગેટ”.બા ને ગેટ સુધી મૂકી આવ્યા ને દેખાતી બંધ થઇ ત્યાં સુધી હાથ હલાવે રાખ્યા.બધું પત્યા પછી અમે ઘરે ગયા.તે રાત મને ઉઘ બરાબર આવી નહિ.આખી રાત વિચારોમાં મન અન્ટવાઈ ગયું.તે વખતે ટેલીફોન બહુ મોઘા હતા.મારા ઘરે ટેલીફોન હતો નહિ. ક્યાંતો પોહ્ચ્યા નો તાર આવતો કે પત્ર.સુખરૂપ પોહ્ચ્યા ની ખબર મળી ત્યારે શાંતિ થઇ..રોજના રૂટીન માં અન્ટવાઈ ગયા.બા ના ભણકારા ઘર માં હજીએ વાગતાં હતા. બા ની યાદ હર હમેશ આવતી.પ્રસંગો પાત વધારે આવતી.

દ્રશ્ય-48-નાસિક,શિરડી,અજંતાઅને ઈલોરનો પ્રવાસ

બા ગઈ તે વરસ 1975 નું હતું.તે પછી મારી કંપની લઇ લેવાની વાતો થતી હતી.અમારી કંપની નું લાઇસન્સ 1977 માં પૂરું થતું હતું.જો મહારષ્ટ્ર સરકાર કંપની લે તો બધા ટોપના માણસો ને ના લે.તો ટોપ ના માણસો માં હું આવી જાંવ  એટલે મારી નોકરીનું સો ટકા રીસ્ક.હું કેટલાયે સમયથી બાહરગામ ગયો નહતો.તેથી મારું એલ ટી એ જમા થયું હતું.જે કંપની જતાપહેલા વાપરી નાખવાનું હતું ખીચડીયા મારા સહ કાર્યકર હતા.મેં સરુ કરેલી મેરજ બ્યુરોસંસ્થામાં મારી સાથે કામ કરતા.તેમણે મને નાસીક માટે ભલામણ અનેક વાર કરી હતી.મેં તેમને અઠવાડિયા માટે ફેમીલી સાથે નાસિક જવાની વાત કરી.તેમણે મને ટ્રસ્ટી નો ભલામણ પત્ર આપ્યો અને કહ્યું કે જગ્યા નદી ને કિનારે છે બહુ સેફ અને ચોખ્ખી છે.તે વખતે લોકો ટુરીસ્ટ તરીકે નહિ પણ યાત્રાળુ તારીખે જતા. એટલે બહુતીક સારી  હોટેલો ન હતી.મેં ભલામણ પત્ર લઇ ગજવામાં મુક્યો.બીજે દિવસે બસ ટેર્મીનલ પર જઈ નાસિકની ટીકીટો બુક કરાવી.ઘરે આવી મુસાફરી માટે તૈયારી કરી.મીનાએ તેની અને બે દીકરીઓ ની પેટી તૈયાર કરી.બહુ સામાનની હું વિરુધ માં હતો.અમે જાતે મેનેજ કરી શકીએ એટલો સમાન  રાખ્યો.મુકરર દિવસે હમો બસ ટેર્મીનલ પર જઈ બસ પકડી.તે વખતમાં લકઝરી બસો હતી નહી.બસમાં સીટને ગાદી પણ નહિ.અમો સાંજના નાસિક બસ ટેર્મીનલ પોચ્યા ત્યારે ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો.ઘોડા ગાડી કરી ઉતારે ગયા.ગાડી હદથી આગળ જઈ શકતી નહી.તેથી બેગો ઉતારી સમાન સાથે ચાલવા માંડ્યું. ગાડીવાળો પૈસા લઇ ચાલ્યો ગયો.નાનો સાંકડો રસ્તો ઉતારા તરફ જતો હતો.રસ્તાની એક બાજુ મકાન ની હરોળ હતી.અને બીજી બાજુ નદી હતી.સામે કિનારે થોડા ઘટાદાર વ્રુક્ષો હતા.તેના ઉપરથી કાબર નો કિલબીલાટ સભલાતો હતો.દશેક મિનીટ ચાલ્યા પછી થોડા મકાન મૂકી સેનેટરીયમ નું મકાન આવ્યું.અહી અમારો ઉતારો હતો.હું મીના તથા છોકરાઓ અંદર ગયા.એક વયો વૃદ્ધ કાકા ખખડાટ સાંભળી નીચે આવ્યા.મેં નમસ્કાર કરી ભલામણ કાગળ આપ્યો. મારા નામ ઠામની રજીસ્ટરમાં નોધણી કરી.મેં દસ રૂપિયાની નોટ ધરી ને કહ્યું કે હું ફમેલી વાળો આદમી છું.એકતો પૈસા અને ભલામણ પત્ર બેઉ કામ કરી ગયા. કાકાએ અમને ઉપરનો ઓરડો આપ્યો જેને એક ગેલરી પણ હતી. છોકરાઓને ગેલરીમાં બેસી નદી માં થતી ક્રિયાઓ નિહાળવાની ગમ્મત આવતી.મુંબઈ માં આવા દ્રશ્યો જોવા મળતા નહિ.નદીમાં ભૂલકાઓ નાહતા ,ઢોરો પાણી પિતા, બૈરાઓ કપડા ધોતાં.આખા દિવસની મુસાફરી નો થાક અને રસ્તામાં સરખી ચા ના મળવાથી સુસ્તી લાગતી હતી.કાકાએ અમને સ્ટવ કપ રકાબી તપેલી વગેરે આપ્યા.મીનાએ મસાલા ની સરસ ચા બનાવી. અમે કાકાને પણ ચા માટે બોલાવ્યા.ચા પીતા એમની સાથે નાસિક ની જોવા જેવી જગ્યા ની માહિતી લીધી તેમજ જમવા માટે સારી લોજ કે રેસ્ટોરાં ના લોકેશન પૂછ્યા.ચા ને નાસ્તો કર્યા પછી અમો તૈયાર થઇ ઘોડા ગાડીમાં બેઠા.ગામમાં ફરી લોજ માં ભાણું જમ્યા.તે વખતમાં આજના જેવી રેસ્તોરંટ ના હતી.જમી પરવારી ઘોડા ગાડી કરી ઘેર આવ્યા.કાલ નો પ્રોગ્રામ કરી સુઈ ગયા.થાકી ગયા હતા એટલે ઉઘ આવી ગઈ.બીજે દિવસે સવાર ના ઉઠી નિત્યક્રમ પરવારી રિક્ષા માં બેઠા. અમે રિક્ષા સવારે નવ થી બાર ને સાંજે ચાર થી સાત લેતા.બપોરે જમવા લોજ માં જતા અને પછી આરામ કરી સજના ચાર વાગે પાછા રિક્ષા માં બેસતા આમ કરી નાસિક તથા તમ્બ્કેશ્વર જોઈ લીધા પચવટી, સીતા ગુફા વગેરે સ્થળો ની મુલાકાત લીધી.અમે નાસિક માં ચાર દિવસ રહ્યા.સેનાટોરીયમ ના કાકા અમારા પર મેરબાન હતા.પાંચમે દિવસે અમે બસ માં શિરડી રવાના થયા.બસ ખીચો ખીચ ભરેલી હતી.સાંજે શિરડી પોહ્ચ્યા.શિરડી પોહ્ચતા પહેલા મેં વાત વેહતી મૂકી હતી કે જે ફેમીલી ને અમારા અજંતા ઈલોરા ગ્રુપ માં જોડાવું હોઈ તે મને મળે.આઠ દસ ફેમીલી તૈયાર થઇ ગયા.તે બધાને તેમની ટીકીટ બુક કરવા કહ્યું. અમો બીજે દિવસે બધું પરવારી બસ સ્ટેશને ભેગા થયા અને દરેકે પોતપોતાના પરિવારની ટીકીટ બુક કરાવી.હું મીના તથા બે દીકરીઓ ઘોડાગાડીમાં બેસી શાકોરી ગયા.શાકોરી માં બ્રહ્માંકુમારી નો આશ્રમ છે.બપોરે શિરડી આવી સાઈબાબાનાદર્શન કરી રસોડે જમ્યા.કઈ હજારો લોકો રોજ જમતા હશે.તે વખતે શિરડી ધામમાં હોટેલો નોહતી કે રેસ્ટોરાં. ત્રીજે દિવસે અમે ઓઉરંગાબાદ ની બસ માં બેઠા.અમારી સાથે અમારા ગ્રુપ ના મેમ્બરો પણ હતા.બસ ઉપાડતા કોઈકે સાઈ બાબાની જે બોલાવી અને બધા એ ઉપાડી લીધી. સમી સાજે બસ ઓઉરંગાબાદ પોહચી.અમે સૌ નીચે ઉતર્યા અને નકી કર્યું કે અશોકા હોટેલ માં જવું.બધી રીક્ષાઓ અશોકા હોટેલ તરફ રવાના થઇ. સાથે આવેલા બધા ફેમીલી અશોકા માં ઉતર્યા.સમાન વગેરે મૂકી ફ્રેશ થઇ જમવા ગયા.ઓઉરંગાબાદ કોઈ બહુ મોટું ગામ નહિ એટલે દુકાનો જલ્દી બંધ થઇ જાય.નજીક ની હોટલ માં જઈ જમી લીધું.નવ ઉપર વાગી ગયા હોવાથી સુઈ ગયા.બીજે દિવસે સવારના બસ પકડી અજંતાની ગુફાઓ જોવા ગયા.બડી વેરાન જગા હતી. ગરમી સખત હતી ગુફાઓ ની હરોળ હતી.એક પછી એક ગુફા જોઈ. કેટલીક તો બહુ અંધારી.તેમાં વિરાટ મૂર્તિઓ હતી.કેટલીકમાં તો ધોળે દિવસે દીવાસળી કે મીણબતી સળગાવી પડતી વિચાર આવ્યો કે આવા માં બુદ્ધ સાધુઓ રહેતા કેમ હશે ?આખો દિવસ ફરી ને થાકી ગયા હતા પણ ત્યાં કોઈ સોઈ નહતી.વળી પાછા જવા બસ પણ એક હતી. તે કોઈને પણ ચૂકવી પરવડે નહિ. બધા બસના સમય પહેલાજ પહોંચી ગયા.હવે ઢળતા સુરજે ગરમી ઓછી હતી.સમય થયે બધા બસમાં બેઠા.બસ ઉપડી એટલે જે બોલાવી. બસ ચાલી તેના રીધમમાં ઉઘ આવી ગઈ.ઉઠ્યા ત્યારે ઔરંગાબાદ આવી ગયું. રાત્રે જામી કરી સુઈ ગયા. બીજે દિવસે ઈલોરા ગુફા જવાનો પ્રોગ્રામ હતો.તે મુજબ બસ પકડી ઈલોરા ગુફા જોવા ગયા.અહી થોડા સમયમાં પતિ ગયું. ખાસ બે એક ગુફા હતી. ત્રીજે દિવસે ઔરંગાબાદ માં ફરવાનો તથા શોપિંગ નો પ્રોગ્રામ કર્યો. ખાસ બીજુતો કઈ જોવાનું હતું નહિ.બસમાં બેસી બજાર ગયા.ત્યા ઓઢવા પાથરવા માટે ચારસા સરસ મળે.અમે ચારેક ચારસા લીધા જે અમે અમેરિકા માં પણ વાપરીએ છીએ.ચોથે દિવસે ખીચો ખીચ ભરેલી બસમાં બે છોકરા લઇ ચઢ્યા અને ગોઠવાઈ ગયા. બીજે દિવસ થી રૂટીન માં પરોવાઈ ગયા.ભેગા કરેલા બ્રોચરો અને ફલાયરો વગર વાંચે અન્ટ્વાઈ ગયા. આ હતું 1974-1975 નું વર્ષ.

દ્રશ્ય-49-અમારી કંપનીનું ટેક ઓવર

અમારી કંપની નું લાઈસન્સ 1977 માં ખલાસ થતું હતું.જો મહારાષ્ટ્ર ગવર્મેન્ટ લાઈસન્સ રીન્યુ ના કરે તો કંપની જતી રહે. અને કંપની જવાની વાતો જોર પકડી રહી હતી. આથી સ્ટાફ નું મોરલ નીચે જતું હતું.લોવર સ્ટાફ તો ઠીક પણ ઓફિસર ક્લાસ બહુ ઇન્સીક્યોર ફિલ કરતો હતો. ખાસ કરીને નોન ટેકનિકલ સ્ટાફ.મોરલ બુસ્ટીગ મીટીંગ ચેરમેને બોલાવી હતી જેમાં ફક્ત નોન ટેકનિકલ અને ગણ્યા ગાંઠા ટેકનીકલ ઓફિસરોને બોલાવ્યા હતા.તેમાં મુખ્ય એકાઉટ સ્ટાફ.ચેરમેને એલાન કર્યું કે જે લોકો કંપની સાથે રેહવા માંગતા હોઈ તે હાથ ઉચો કરે.તેમને બાહે ધારી આપવામાં આવી કે અહી અથવા સિસ્ટર કંપની માં તેમને સમાવામાં આવશે.જેમ જેમ દિવસ પાસે આવતો ગયો તેમ અનસરટનટી વધતી ગઈ. એકબાજુ મહારષ્ટ્રબોર્ડે ઓફિસરના ઈન્ટરવ્યુંચાલુ કર્યા જેને લેવાતા તેને લેટર આપ્યા અને ત્રીસ દિવસની મોલત આપી. થાનાવાળા જેઓ મેઈનસ એન્જીનીયર હતા તેમને કંપની તરફથી જવાબ ના મળતા બોર્ડમાં જોડાઈ ગયા.ત્યાં તેઓ વધારે માન અને સત્તા પામ્યા.સર્વિસ પૂરી થતા કમ નસીબે ગુજરી ગયા.હિમત ભાઈ શાહ જેવો કંપની સાથે રહ્યા તેઓ ટી.બી ના શિકાર થઇ કમોતે ગુજરી ગયા.કંપનીએ હજારો ડીપોસટરો ની ડેપોસીટો પાછી આપવાનું ડીસીસન લીધું હતું.તે માટે જોઈ તા માણસો લેવા નું મને સોંપ્યું હતું કારણ કે અમારો સ્ટાફ બોર્ડ માં જોડાઈ ગયો હતો. મારું બેસવાનું હવે મુલુંડ કનેકશન સેન્ટર માં હતું. ભાંડુ પ નું અમારું નવું મકાન હવે બોર્ડ નું થઇ ગયું. મારી જે અપટુડેટ કેબીન હતી તેમાં બોર્ડનો ઓફિસર બેસતો. તેઓને જરૂર પડતી ત્યારે હું ત્યાં જતો અને સામે ની ખુરશી પર બેસી તેમની ગુચો ઉકેલતો.વિધિ ના લેખ અગમ છે મેં ઘણા જાણીતા અને નીડી છોકરા છોકરીઓ ને પાર્ટ ટાઇમ જોબ માટે લીધા હતા. આ કામ લગભગ છ મહિના ચાલ્યુ.કંપની ના મેનેજીંગ ડિરેક્ટર સાંજે એક વાર આટો મારતાં ને સ્ટેટીસસ્ટીકસ જોઈ લેતા.મૂડ હોઈ તો ચાહ પીતાં. પછી મારું બેસવાનું મુંબઈ ઓફિસમાં થયું. મુંબઈ ઓફિસ બેલાર્ડ એસ્ટેટ પર હતી બધું સવે કરતા વરસ પૂરું થયું.ઓડીટ કમ્પ્લીટ થયું. નવી બેલેન્સશીટ છપાઈ. શેર હોલ્ડર્સ ને મોકલાવી.કેટલાક જુના સ્ટાફ પાસે શેરો હતા અને કદાચ મીટિંગમાં વાંધા વચકા કાઢે. એટલે અમોને મીટીંગ અટેન્ડ કરવી પડી. પણ કશું થયું નહિ. મીટીંગ સારી રીતે પતિ ગઈ. એક બાજુ મારી પહેલાની કંપની ને મારી જરૂર હોઈ મને ટ્રાન્સફર કરવા દબાણ કરતી.જયારે મારી કંપની જ્યાં સુધી પૂરું સમેટી ના લેવાઈ ત્યાં સુધી છોડવા તૈયાર નહતી.આખરે ચૅરમૅન ના કેહાવાથી મારી ટ્રાન્સફર થઇ.ચેરમને મને મારી જૂની કંપની ના ચીફ ને મળવા કહ્યું. બીજે દિવસે હું તેમને મળ્યો. અમારે વાતચીત થઇ.તેમણે મારે માટે ચાહ ઓર્ડર કરી.મને તેમણે પગાર કહ્યો.મેં મારો હાલ નો પગાર તેમને કહ્યો.ડીફરન્સ ઘણો હતો. મેં કહી જોયું પણ તેમણે મજબૂરી બતાવી. હું ચૅરમૅન ની ઓફિસે ગયો અને તેમને કહ્યું કે આ નાઇન્સાફી છે. પગાર બહુ કપાયો છે. તેમણે કહ્યું કે તે ત્યાંના ચીફ ની જવાબદારી છે તમે તેમને કહો. ફરી પાછો હું તેમને મળ્યો ને વાત કરી. તેમણે ઓર સો ઓછા કર્યા. હું નાસીપાસ થયો.થયુકે મેનેજમેન્ટ ને બધી વાતે સહકાર આપવાનો આવો નતીજો?મારા વકીલ મિત્રે મને કાયદા નો આશરો લેવા કહ્યું અને ખાત્રી આપી કે હું તારો કેસ વગર ફી એ લઢીસ અને તને ન્યાય અપાવીસ.મેં તેને સમજ્યો કે પાણીમાં રહી મગર સાથે દુશ્મની ના થાય. મને નોકરી ની જરૂર હતી અને મારી વધતી ઉંમરે મારી પાસે કોઈ વિકલ્પ ન હતો કે નહોતી કોઈ ઇન્ફ્લુઅન્સ.મારી દીકરીઓ હજુ નાની હતી. તેને ભણવાની હતી પરણવા ની હતી.કેહવાની જરૂર નથી પણ ઈશ્વરનો ન્યાય અચૂક હોઈ છે. ગણતરી ના દિવસો માં ચીફ ને નોકરી છોડવી પડી. કારણ તો માલમ નથી પણ હકીકત સાચી હતી. મને જાણવા માં આવ્યું કે મારી અપોઈમેન્ટ મારી મેડિકલ ટેસ્ટ આધીન છે. એટલે કે મારી જૂની કંપની માં પાછા ફરવા મારે મેડિકલ ટેસ્ટ પાસ કરવી પડશે? મને ડોક્ટર પર લેટર આપવામાં આવ્યો. હું વળતે દિવસે ડોક્ટર પાસે ગયો. તેમની કલીનીક સાન્તાક્રુઝ માં હતી. ડોક્ટર ગુજરાતી હતા. તેમણે મને તપાસ્યો અને મને રિલેક્ષ થવા કહ્યું.મારા મગજમાં ચિંતા પેસી ગઈ.અને મારા પ્રયત્ન છતાં હું રેલેક્ષ ના થઇ શક્યો તેમને મને ત્રણ વાર તપાસ્યો.બધી વખત મારું બ્લડ પ્રેશર હાઈ આવતું હતું.ડોકટરે મને કહ્યું તમે મેડીકલી ફીટ નથી. હું એક દમ નર્વસ થઇ ગયો. મેં ડોક્ટરને સમજાવ્યાં કે નોકરી મારે માટે કેટલી જરૂરી છે અને બાયાધારી આપી કે મારા ફેમીલી ડોક્ટર પાસે દવા લઇ પ્રેસર નીચે લાવીશ. મારું આ કામ હું વરસો થી કરતો આવ્યો છું ને મને કોઈ તકલીફ થઇ નથી તો હવે શું થાય ? કંપની ના ડૉકટર મારી વિનંતી માની ગયા અને હું બચી ગયો. મેં મનોમન ઈશ્વરનો અભાર માન્યો.અને ડોક્ટરને થેન્ક્સ આપી હું ચાલ્યો ગયો. મારે કંપની માં પાછા નહોતું આવવું. તેને માટે મેં અથાગ પ્રયત્ન કરેલા.કેટલાયે ઈન્ટર્વ્યુ આપ્યા હતા. હું ઇન્ટરવ્યુ માટે અમદાવાદ ,આણદ મુંબઈ પુના કોલાપુર વગેરે શેહરો ગયો.મુંબઈમાં છેલા એક દોઢ વરસથી પ્રયત્ન કરતો પણ ફાવતો નહિ.અહી કપાયેલો પગાર પણ બધી ઓફર થી વધારે હતો. મેં પ્રેક્ટિસ માટે પણ બહુ પ્રયાસો કર્યા. મેં ગૂડ્વીલ આપવાની પણ મરજી બતાવી હતી. અને પ્રોફેશન માં પણ વાત વેહતી કરી હતી. એટલુંજ નહિ પણ મારી ખુદની પ્રેક્ટિસ સેટઅપ કરવા હું અંકલેશ્વર આખા દિવસની રિક્ષા કરી ઉદ્યોગીક વસાહત માં ફર્યો ને બધા ને મળ્યો અને વાત કરી. તેમને વિચાર બહુ ગમ્યો. કારણ હાલ તેમને આ કામ માટે સુરત કે બરોડા જવું પડતું. મારું મકાન અંકલેશ્વર માં હતું અને ખાસ્સું મોટું હતું. જેમાં મારી ઓફિસ થાય. મામા ની ભરૂચ ખાતે ઓફિસ હતી પણ ટાઇમ પાસ હતી. મામા નોકરી સાથે પ્રેક્ટિસ કરતા તેથી તેમનો સપોર્ટ ઝાઝો નહિ. વળી તેજ ઓફિસમાં જગમોહનદાસ બેસતા અને તે રિટાયર્ડ ઓડિટર હતા. તેઓ સરકારી કોઓંપરેટીવ ડિપાર્ટમેન્ટ માં હતા. મામાની ઓફિસ માં બેસતા અને કોઓપરેટીવ બેન્કોના ઓડિટ કરતા. જે મને કામ લાગે તેમ ના હતું. તેઓ બપોરે જમી ને આવતા અને ગાદી તકિયે આરામ કરતા. ઘી ઊઠીને ચાહ તથા ભુસા ભજિયા ખાતા. તેમના સાથીદારો સાથે ગામગપાટા મારી ઘેર જતા. તેમને મન પ્રેક્ટિસ પાસ ટાઇમ હતો. બે એક છોકરા રાખ્યા હતા જે બેન્કમાં બેસી ઓડિટ કરતા હતા. મુંબઈ જઈ  મીનાને અંકલેશ્વર ઓફિસ કરવાની વાત કરી. સાથે સજેસ્ટ કર્યું કે તું અને છોકરીઓ મુંબઈ રહેજો અને હું અપ ડાઉન કરીશ દર અઠવાડીએ.તેણે ના ફરમાવી અને કહ્યું કે શરુઆત માં ઠીક. પણ રોજનું થાય એટલે અઘરું પડે. અને શું ગૅરંટી કે પ્રેક્ટિસ ચાલશે જ ? વળી શરીર પર અસર ચોકસ થવાની.એના કરતા ઘર આગંણે નોકરી મળતી હોઈ તો શું ખોટી ? બાંધી ઇન્કમ તો ખરી. મને ખોટી જીદ કરવાનું ના કહ્યું. હું માની ગયો. મારી પાસે પ્રેક્ટિસ જમાવવા પુરતો વેઇટિંગ ટાઇમ હતો નહી. હું આખરે મારી જૂની કંપની માં જોડાઈ ગયો. મારી પાસે પ્રેક્ટિસ ના પ્રપોઝલ તો આવતા પણ બધા વન સાઈડ હતા. બધાને એમ હતું કે મહેનત હું કરું ને મલાઈ તેઓ ખાઈ. કાં તો વયોવૃદ્ધ હોઈ કે ભૂખડી બારસ.મનમાં વિચાર કર્યો કે એક વાર કંપનીમાં પેઠા પછી લાગ જોઈ ખોટ વસૂલ કરી લઇશ.

દ્રશ્ય-50-મારું જૂની કંપની માં પાછું ફરવું

હું વળતે દિવસે કંપની ના ચીફ પાસે ગયો ને મારી સંમતિ જણાવી. તેમણે ચીફ એકાઉનટંટ ને બોલાવ્યા. અને કહ્યું કે મિસ્ટર સુરતી ને સાથે લઇ જાવ ને તેમનું કામ સોપો. આમ તો અમે એક બીજાને ઓળખતા અને કેટલીય વાર મળેલા. તેમને ખબર હતી કે હું મારી કંપની માં નંબર વન હતો. મને એક કેબીના આપવામાં આવી અને કેટલીક જૂની ફાઈલો આપવામાં આવી અને તેનો સ્ટડી કરવા કહ્યું અને તે જતા રહ્યા.અહી હું દસ બાર સી. એ માં નો એક હતો. ત્યાં મને બે સી. એ રિપોર્ટ કરતા.ફાઈલો માં કાઈ ખાસ જોવાનું હતું નહિ. મને ખુબજ કંટાળો આવતો. ચીફ એકાઉટંટ દસ એક દિવસે એક વિસીટ મરોલ ઓફિસમાં મારતાં ત્યારે મને સાથે લઇ જતા.ત્યાના એકાઉટ ડિપાર્ટમેન્ટ ના હેડ ને ખખડાવતા.મોદી નામનો ક્લાર્ક સેલ્સટેક્ષ નું કામ સભાળતો તે કન્સલ્ટન બાપટ ને જોઈતી વિગતો આપતો.ચીફ ને સેલટેક્ષ નો ન હતો અભ્યાસ કે અનુભવ.તેથી મોદી તથા સેલટેક્ષ મને સોપી દીધા.બીજું એ કે મરોલ ઓફિસમાં સી એ એક પણ ના હતો.હું હેડ ઓફિસમાં અવર જવર જતો.ત્યારે મેં સેક્રેટરી ને વાત કરી અને કહ્યું કે મરોલ ઓફિસમાં મને ટ્રાન્સફર કરે તેમને વાત બરાબર લાગી.માંરોલના ચીફ ની સંમતી થી એનો અમલ થયો. ને હું મરોલ ટ્રાંસફર થઇ ગયો. ચીફ ની વીંઝી હેડ ઓફિસે બંધ કરાવી દીધી અને મરોલ ઓફીસ સ્વતંત્ર થઇ. શરૂઆતમાં મારે બેસવાની જગ્યા હતી નહિ એટલે હું કેબીન શેર કરતો. કામ તો ખાસ હતું નહિ એટલે બેઠો બેઠો દિન ચર્યા નિહાળતો.ક્યારે હું સુબ્રમાંનિયન પાસે તેમની કેબીન માં વાતચીત કરવા જતો. તેઓ ઓવરસી કોન્ટ્રેક્ટ સંભાળતા.ક્યારેક હું ઉપર મારી જૂની કંપની માંથી ટ્રાન્સફર થયેલા મારા સાહેબ સાથે બેસતો અને મારા રેગ્યુંલર કામ ની માંગણી કરતો.તે દિવસોમાં અમારા સાઉદી અરેબિયામાં ઘણા બધા પ્રોજેક્ટ્સ ચાલતા.લગભગ બે હઝાર લોકો ત્યાં કામ કરતા.કંપની માટે આ નવી દિશા હતી.હું એવી કોઈક તક શોધતો હતો.નવો પ્રોજેક્ટ મળે ત્યાં સુધી રાહ જોવાની.આ દરમિયાન હું કોમ્પુટર ડિવિઝન સંભાળતો.જોશી અને મોદી મારા બે ખાસ આસિસ્ટંટ હતા. દરરોજ મારી બેઠક સુબ્રમનીયમ સાથે હતી. હું તેમના કેટલાક અંગત ટેક્સ પ્રોબ્લેમમાં તેમને મદદ કરતો. તેઓ મારાથી ઉંમરમાં મોટા હતા ને આંગળી જોબનમાં જનરલ મેનેજર હતા. તેઓ ઓલમોસ્ટ રીટાયરીંગ મૂડ માં હતા. તેઓ ટાઇમ પાસ મુડમાં હતા. પાચ વાગે તેમની મોટર લઇ જતા રેહતા.એક દિવસ ખબર આવી કે આપણું ટેન્ડર પાસ થયું. અને નવો પ્રોજેક્ટ અમારી કંપની ને મળ્યો. પ્રોજેક્ટ સાઉદી અરેબીઆમાં હતો. શહેર જુબેલ હતું પ્રોજેક્ટ ઈલેક્ટ્રીફીકેસન ઓફ સાઉદી વીલેજીસ હતો. તેને રૉયલ કમિશન સુપરવાઇઝર કરવાનું હતું. તેમણે કી પોઝીશન માટે કેન્ડીડેટના બાયો ડેટા મગાવ્યા.ફાઈનાન્સ મેનેજર તરીકે સુબ્રમનીયમ નું કામ સંભળાયું હતું. એટલે મને થયું કે મારો ચાન્સ કદાચ ના પણ લાગે. તેમને જવાની ના મરજી બતાવી અને મારું નામ સજેસ્ટ કર્યું. હું કોઈક કામ અર્થે હેડ ઓફિસ માં ગયો ત્યારે સેક્રેટરી ને વાત કરી. મેં કહ્યું કે મને જૂની કંપનીએ ટ્રાન્સફર કર્યો તેમાં મને ઘણો લોસ થયો છે માટે મને આ તક મળવી જોઈએ. તેમને વાત જચી ગઈ.તેઓ બોલ્યા કે તમે જાઓ તે વધારે સારું. તેમણે મારું નામ મરોલ ના જનરલ મેનેજર ને આપ્યું. અને સીલેક્સન પૂરું થયું. જનરલ મેનેજર મિસ્ટર જોશી મને બોલાવી મારો બાયોડેટા તૈયાર કરી રૉયલ કમિશન ને એપ્રુવલ માટે મોકલી દીધો.રોયલ કમીસને બાયોડેટા તપાસી O. K કરી મોકલી દીધો.રોયલ કમીસને ચારે ટોપ ના માણસો ને O. K આપ્યા પછી પ્રોજેક્ટ ચાલુ કરવા દબાણ વધાર્યું.કારણ કે છ મહિના અન્ય સ્ટાફ ના વિસા મેળવવા માં જતા રહ્યા.મેનેજમેન્ટે એમ નક્કી કર્યું કે પ્રોજેક્ટ ના ચાર ટોપ ના ઓફિસરે સાઉદી વીઝીટ કરી. ત્યાં ઓફિસ સેટ કરવાની પૂર્વ તૈયારીઓ કરવી. કંપની ના ઓફિસર મિસ્ટર ચડ્ઢા રિયાધ ઓફિસ ખાતે છે તેઓ તમને જોઈતી મદદ કરશે અમને ચારે ને અમારી એર ટીકી ટ આપવામાં આવી. એર ટીકીટ ફર્સ્ટ ક્લાસ ની હતી. મારો આ પહેલો અનુભવ હતો. બીજી બાજુ બોર્ડ ઓફ ડિરેક્ટરે મને પ્રોજેક્ટ માટે સીગ્નેટરી ટુ બેંક એકાઉટ નું રેઝોલયુસન પસાર કરી દીધું. અને મને ખબર કરી.મરોલ ઓફિસ માં હું પેહલો જ નોનટેકનીકલ માણસ હતો જેને ચેક પર સહી કરવાની સત્તા હતી આથી ઇર્ષ્યા ઘણા લોકો ને થતી  આ મારું પહેલું પરદેશ ગમન હતું. મારું કામ નિર્વિધ્ને પાર પાડવા બદલ મનોમન ઈશ્વરનો આભાર માન્યો.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.