૧૮ – હકારાત્મક અભિગમ- ભયની ભ્રમણા-રાજુલ કૌશિક

બે સાવ નાનકડા બાળકો એકબીજાની સાથે રમતા હતા. ઘણા સમય પહેલા આવી શક્યતા હતી કારણકે ત્યારે બાળકો પાસે આઇ પેડ નહોતા, મોબાઇલો પર અપ-લૉડ કરેલી રમતો નહોતી. રમતાં રમતાં બંને તડકામાં જઈ પહોંચ્યા. એમણે જોયું કે એ બંને જે કંઈ કરતા હતા એવું જ એમના પડછાયા કરતા હતા. બંને જેવું હલનચલ કરતા હોય અદ્દલો અદ્દલ એમના પડછાયા પણ એ પ્રમાણે જ એવું જ હલનચલન કરતા હતા. અરે વાહ ! આ તો સરસ મઝાની રમત. બંને બાળકોને આ રમત ખુબ ગમી ગઈ.

રમવામાં અને રમવામાં કેટલો ય સમય પસાર થઈ ગયો. હવે ધીમે ધીમે એમના પડછાયા મોટા થતા ગયા. પોતાના કરતાં ય મોટા પડછાયા જોઇને બંને બાળકો ખુબ ડરી ગયા અને એ મોટામસ પડછાયાથી છુટકારો મેળવવા આમતેમ દોડાદોડ કરી મુકી પણ પડછાયા ય જાણે એમની સાથે હોડમાં ઉતર્યા હોય એમ એમની સાથે જ  દોડાદોડ કરવા લાગ્યા. પડછાયાએ જાણે એમને પકડી લીધા. વાતનું વતેસર થયું . બંને બાળકો  રમતાં રમતાં રડવા લાગ્યા. મોટે મોટેથી રડતા છોકરાઓના અવાજથી બંનેની મા દોડી આવી.

પહેલા છોકરાની માએ જોયું કે એનું બાળક પડછાયાથી ડરી ગયું છે એટલે એણે પોતાના બાળકને છાંયડામાં લઈ લીધો. પડછાયો દેખાતો બંધ થયો એટલે બાળકે રડવાનું તો બંધ કરી દીધું પણ મનમાં ઘર કરી ગયેલો ડર દૂર ના થયો. જ્યારે પણ એ તડકામાં જાય અને પડછાયો જુવે એટલે ડરી-ભાગીને છાંયડો શોધવા માંડે.

બીજા બાળકની માએ પણ જોયું કે પડછાયાથી ડરીને પોતાનું બાળક રડી રહ્યું છે. એણે એને ત્યાંથી દૂર કરવાના બદલે સમજણ આપી કે હકિકતમાં પડછાયો તો તડકાને રોકી રહેલા બાળક્ની પોતાની છાયા છે. એણે બાળક્ને વધુ સમજાવતા કહ્યું કે, “ જો તું તારો હાથ હલાવ તો એ પણ એનો હાથ હલાવશે. તું તારો પગ હલાવ તો એ પણ એનો પગ હલાવશે. તું કૂદકો મારીશ તો એ પણ તારી જેમ કૂદકો મારશે. તું ડાન્સ કરીશ તો એ પણ તારી જેમ જ ડાન્સ કરશે. પડછાયો એ તો માત્ર તારી છાયા છે અને તારી નકલ જ કરે છે. એનાથી ડરવાનું હોય જ નહીં એને તો તું ઇચ્છે એમ નચાવવાનો હોય.”  અને બાળકને પડછાયાના ભયથી કાયમ માટેની મુક્તિ મળી ગઈ.

ઉંમરના પ્રત્યેક પડાવની સાથે ભયની ભ્રમણા તો કદાચ પેલા પડછાયાની જેમ જ વળગેલી રહેવાની. બાળપણથી માંડીને ઘડપણ સુધી અલગ અલગ ભયના ઓથાર સાથે જીવતા આપણે મૃત્યુના ભયથી પણ ક્યાં છૂટી શકીએ છીએ. જે જેવું છે એને એમ જ સ્વીકારીને એમાંથી મુક્ત થવાના બદલે એના ભરડામાં લપેટાઇને જાતને વધુ તકલીફમાં મુકતા જઈએ છીએ.

સીધી વાત… ભય એ માનસિકતા છે. ભય કરતાં ભયની લાગણી, ભયનો ભ્રમ વધુ ભડકાવનારો હોય છે. એના નાનકડા સ્વરૂપને પણ આપણે અનેક ઘણુ વધારીને વિચારીએ છીએ. એને વાસ્તવિક સ્વરૂપમાં જોવાના બદલે આપણી કલ્પનાના રૂપે જોતા થઈએ છીએ ત્યારે એ હોય એના કરતાં પણ આપણને વધુ ડરાવે છે. ભય સામે ભાગેડુવૃત્તિના બદલે  એને વાસ્તવિક સ્વરૂપે સ્વીકારીને એમાંથી માર્ગ કાઢીએ તો એમાંથી જલ્દી મુક્ત થઈએ.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

ઊર્ધ્વગતિ નો ઉત્સવ-શુભ ભાવના

 

 

કલમની પતંગ
શાહી માંજો
આકાશનો અનુભવ
જ્ઞાનથી દિશા
વિચારો ના આરોહ
ઉંચેરા આભમાં
કલમ ચગાવતા
સદાય રહે ,ઉંચી નજર
ઉંચી ગરદન
ને ઉચ્ચ મસ્તક
અનેક કલમો વચ્ચે
ન કાપવા ની ઈચ્છા
કે ન કપાવવાનો ડર
મૌલિકતા નો દોર
એજ સૂર્ય તરફનું પ્રયાણ
“શબ્દોનું સર્જન “ઊર્ધ્વગતિ નો ઉત્સવ
રચાય આકાશમાં વિહંગમ દ્રશ્ય.
વાચક ના મુખ માં સંવાદ…વાહ

 “શુભેચ્છા સહ”

બસ સૌ વાચક,સર્જકને આ ઓચ્છવ ફળે ..
સાથે આપ સૌ તલ અને સીંગની ચીકી અને તલ, સીંગ, મમરાના લાડૂ સાથે સાથે આજે તો ઉંધીયાની પણ મજા માણજો। .વાસ્તવિકતા કહે છે શબ્દોથી પેટ ન ભરાય…’બેઠક’ તરફથી ઉત્તરાયણની શુભ કામના.

સહજ ભાવે -(પતંગોત્સવ સ્વસ્થ પ્રતિસ્પર્ધાની ઊર્જાનો સંચાર કરે છે )

 

પ્રજ્ઞાજી

 

 

 

 

 

 

 

 

અવલોકન -૧૨-ખેલ ખરાખરીનો

ખેલ ખરાખરીનો
જંગ રસાકસીનો
બોલ બરાબરીનો
ડંકો સુભટમણિનો
        આવા એક ખેલની આ દિલ ધડકાવન વાત છે!
      પ્રબળ જંગ – સતત, સદા, સર્વત્ર ચાલતું યુદ્ધ – દરેક સેકંડે લોથની લોથ પડતી થાય એવું લોહિયાળ યુદ્ધ. કોઈ દેશ કે પ્રદેશ એમાંથી બાકાત નથી; અરે! કોઈ જાતિ પણ નહીં. દરેક યોદ્ધો એનું કર્તવ્ય બજાવીને શહીદ બનતો જ રહે. એની એ મર્દાનગી અને કર્તવ્યનિષ્ઠામાં તસુભાર પણ કચાશ કદી આવે જ નહીં. એનું જીવનકાર્ય સમાપ્ત થતાં વારમાં જ એનું મૃત્યુ નિશ્ચિત જ હોય.
     એની મહાન વીરતાના પ્રતિક સમી કોઈ ખાંભી ન ચણાય. એને ખોળામાં લેવા કોઈ બહેની, માતા કે પ્રિયા ન આવે. એ તો અજ્ઞાત, અનામી, કદી નામના ન પામનાર એકલવીર લડવૈયો. અને એના જેવા તો કરોડો, અબજો, ખર્વાતિખર્વ લડવૈયા સતત એ યજ્ઞમાં હોમાતા જ રહે.
     હા! એક ભુલ થઈ ગઈ. આ લડાઈ સાવ નીરવ રીતે જ ચાલ્યા કરે છે- એમાં કોઈ બરાબરીના બોલ, હોંકારા, પડકારા થતા નથી.  એ ભેંકાર યુદ્ધ છે – સાવ અંધકારમાં. સતત ચાલી રહેલું યુદ્ધ.
   એ યુદ્ધના અણસાર આપણને સતત મળતા જ રહે છે. પણ એ અણસાર એટલા તો સતત હોય છે કે, આપણે એ અણસારની પાર્શ્વભૂમાં ચાલી રહેલા એ જંગથી સાવ અજ્ઞાત જ રહેતા હોઈએ છીએ. એ જંગની ખબર આપવા કોઈ સમાચારપત્ર કે ટીવીનું ન્યુઝ બુલેટિન હાજર નથી.
     પણ આખાયે આ લોહિયાળ જંગના સુભટનો ડંકો તો સતત ગાજતો જ રહેવાનો ને?
    કોણ છે એ સુભટ? અને કયો છે એ અનંત જંગ? શી છે એ ખરાખરીની બાબત? શેં લડાય છે – આ ભેંકાર, બિહામણું યુદ્ધ?
     ખબર ન પડી ને?  એટલે જ… એ મહાન જંગની અહીં ઘોષણા થઈ રહી છે!

એ યુદ્ધ છે…
જીવન સંગ્રામ.
એના અણસાર છે…..
શ્વાસ
અને
પસીનો

       હરેક શ્વાસે શરીરના કોશે કોશની અંદર પ્રદિપ્ત આતશને પ્રાણવાયુ મળતો રહે છે; અને પ્રત્યેક ઉછ્વાસે એ આગની પેદાશ, એ ગરમાગરમ જ્વાળા બહાર નીકળતી રહે છે.
     પસીનાના પ્રત્યેક બુંદ સાથે અવસાન પામેલા એ કોશોની લાશના અવશેષોનો નિકાલ થતો રહે છે.
      કેમ ? ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવી વાત લાગી ને?
    પણ ભલા’દમી! આ જ તો છે જીવન સંગ્રામ. બહારી સંગ્રામો થાય કે ન થાય. એમાં વિજય મળે કે પરાજય; પણ આ સંગ્રામ તો સતત જારી જ રહ્યો છે – અનાદિકાળથી, કરોડો વર્ષોથી. અને જ્યાં સુધી જીવન છે ; ત્યાં સુધી એનો કોઈ અંત નથી.

હા! લાશને કોઈ શ્વાસ કે પસીનો થતા નથી હોતા!

    અને એ પણ કહેવું પડશે કે એ સુભટ મણિ કોણ? એને  જે નામ આપવું હોય તે આપો.

૧૫ – શબ્દના સથવારે – રંગ – કલ્પના રઘુ

રંગ

સમગ્ર સૃષ્ટિ રંગોના અપાર વૈવિધ્યથી સોહી રહી છે. આ રંગ શું છે? રંગ એટલે લાલ, પીળો, વાદળી, લીલો, વિગેરે., પટ, અસર, આનંદ, મસ્તી, નશો, સ્નેહ, આબરૂ. અંગ્રેજીમાં કલર કહેવાય. રંગોનુ પણ એક સરસ વિજ્ઞાન છે. રંગોની સમગ્ર સૃષ્ટિ પ્રકાશ અને અંધકાર વચ્ચે સમાયેલી છે. મહાન વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટને ત્રિપાર્શ્વ કાચમાંથી સૂર્યનું કિરણ પસાર કરીને શોધી કાઢયું કે પ્રકાશ જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, એ સાત રંગોનો બનેલો છે. તેને સંક્ષેપમાં ‘જાનીવાલીપીનારા’ ગુજરાતીમાં અને ‘VIBGYOR’ પ્રમાણે અંગ્રેજીમાં બોલવામાં આવે છે. ‘લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય બાકીના બીજા બધા મેળવણીથી થાય.’ આ જાણીતુ છે. રંગોના અનેક પ્રકાર હોય છે. આછો, ઘેરો, ઉત્તેજીત, ઉષ્ણ, શીતલ, વિગેરે. કાળા રંગના મીશ્રણથી રંગ ઘેરો બને છે અને રંગને આછો બનાવવા સફેદ રંગ ઉમેરવો પડે છે. મનોવૈજ્ઞાનિક રીતે જોતા ઉષ્ણ રંગો ભૌતિક ગણાય છે જે માનવના આવેગોને દર્શાવે છે. સૌમ્ય રંગો આદ્યાત્મિકતા અને ઉદ્દાત ભાવના દર્શાવે છે.

2018-01-11 image1

સમગ્ર સૃષ્ટિ રંગોના અપાર વૈવિધ્યથી સોહી રહી છે. આ રંગ શું છે? રંગ એટલે લાલ, પીળો, વાદળી, લીલો, વિગેરે., પટ, અસર, આનંદ, મસ્તી, નશો, સ્નેહ, આબરૂ. અંગ્રેજીમાં કલર કહેવાય. રંગોનુ પણ એક સરસ વિજ્ઞાન છે. રંગોની સમગ્ર સૃષ્ટિ પ્રકાશ અને અંધકાર વચ્ચે સમાયેલી છે. મહાન વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટને ત્રિપાર્શ્વ કાચમાંથી સૂર્યનું કિરણ પસાર કરીને શોધી કાઢયું કે પ્રકાશ જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, એ સાત રંગોનો બનેલો છે. તેને સંક્ષેપમાં ‘જાનીવાલીપીનારા’ ગુજરાતીમાં અને ‘VIBGYOR’ પ્રમાણે અંગ્રેજીમાં બોલવામાં આવે છે. ‘લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય બાકીના બીજા બધા મેળવણીથી થાય.’ આ જાણીતુ છે. રંગોના અનેક પ્રકાર હોય છે. આછો, ઘેરો, ઉત્તેજીત, ઉષ્ણ, શીતલ, વિગેરે. કાળા રંગના મીશ્રણથી રંગ ઘેરો બને છે અને રંગને આછો બનાવવા સફેદ રંગ ઉમેરવો પડે છે. મનોવૈજ્ઞાનિક રીતે જોતા ઉષ્ણ રંગો ભૌતિક ગણાય છે જે માનવના આવેગોને દર્શાવે છે. સૌમ્ય રંગો આદ્યાત્મિકતા અને ઉદ્દાત ભાવના દર્શાવે છે.

શબ્દ દ્વારા સહજ રીતે વ્યક્ત ના થઇ શકતી અનુભૂતિની અવસ્થાને દર્શાવવા માટે માનવે સદીઓથી અલગ અલગ રંગોનો પ્રતિકાત્મક રીતે ઉપયોગ કર્યો છે. જોકે સમય અને સંસ્કૃતિ પ્રમાણે તે અલગ પણ હોય છે. જાંબલી – શાંતિ, ગંભીરતા, વિનમ્રતા પ્રગટ કરે છે. વાદળી – શાંત, સ્વચ્છ, આકાશી ગુણ દર્શાવે છે. લાલ – ઉગ્રતા, ઉત્તેજના, શહીદીના પ્રતિકરૂપે. લીલો – માનને શાંત કરે છે, આરામ અને સ્થિરતા સાથે સંકળાયેલો છે. નારંગી – જોશ, આનંદ અને સફળતા તરફ લઇ જાય છે. પીળો – પવિત્રતા, ગુલાબી – પ્રેમ અને મિત્રતા, ભૂખરો – ધૈર્ય, વૃધ્ધાવસ્થા અને વિનમ્રતાને પ્રગટ કરે છે. સફેદ – શુધ્ધિ, શાંતિ અને કરૂણાના પ્રતિકરૂપ ગણાય છે જ્યારે કાળો – શોક, વિષાદ અને મૃત્યુના પ્રતિક તરીકે ઓળખાય છે.

ભારત રંગોથી ભરેલો ભાતિગળ દેશ છે જેમાં ચારે બાજુ રંગો વિખરાયેલા છે. દેવ-દેવીઓના નામાભિધાનમાં, વસ્ત્રોમાં, સગીતના સાત સૂર, પાંચ પ્રાણ, ષટ્‍ચક્ર, દેહશૃંગાર, ગૃહસજાવટ, પશુશૃંગાર, રોજીંદી ચીજ-વસ્તુઓ, ઉત્સવો, મેળાઓ, પૂજાવિધિ, કર્મકાંડ, દરેકમાં રંગોની ચોક્કસ પ્રકારની પરંપરા જોવા મળે છે. મંત્રના દરેક અક્ષરોની આભા હોય છે. તંત્રોમાં રંગો હોય છે. વાયુના રંગો હોય છે. વિવિધ શાસ્ત્રો અને પ્રાચીન ગ્રંથોમાં રંગો અંગેના આયામો દર્શાવાયા છે. નવગ્રહોના પણ અલગ રંગો હોય છે. રસના અને સ્વરના પણ રંગ હોય છે. તંત્ર અને યોગ અનુસાર ભૌતિક માનવ શરીરને બીજુ એક સુક્ષ્મ શરીર પણ હોય છે જેમા સાત ચક્રોમાં આદ્યાત્મિક શક્તિ રહેલી હોય છે. આ દરેક ચક્રને પોતિકો રંગ હોય છે. પંચમહાભૂતોને પણ પોતાનો રંગ હોય છે. ઑરાનાં રંગને યોગની કેટલીક પ્રક્રિયાઓ થકી બદલી શકાય છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર રંગની માનવજીવન પર ગાઢ અસર જોવા મળે છે. રંગ આપણા જીવનની દશા અને દિશા નક્કી કરવામાં મદદ કરે છે. મેડીકલ સાયન્સમાં રંગોની મદદથી દર્દીનો મુડ બદલીને તેના રોગોને દૂર કરવામાં આવે છે તેને ‘કલર થેરાપી’ કહેવામાં આવે છે. સૂઝોકમાં પણ અલગ અલગ રંગના ટપકા કરીને શરીરને રોગમુક્ત કરવામાં આવે છે.

શૂરવીર માટેનો કસુંબીનો રંગ અને સરહદ પરનાં શહીદોના રક્તનો રંગ, તો વળી કાન સંગ ગોપીઓએ ખેલેલા ગુલાલ-કેસુડાના રંગથી તો સૌ પરિચિત છે. હિન્દુ સંસ્કૃતિમાં તહેવારોના રંગોની વિવિધતા જીવનને જીવંત બનાવે છે. વિખરેલા રંગોને એકઠા કરો ત્યારેજ રંગોળી સર્જાય છે. આકાશમાં મેઘધનુષ ત્યારેજ રચાય છે જ્યારે તમામ રંગો સાથે હોય. તમારી આસપાસનુ રંગીન દિવ્યશક્તિનુ આવરણ જેને ઑરા કહેવાય તેના રંગો સતત તમારા મન, વિચારો, ચેતના અને લાગણીઓના ઉતાર ચઢાવ પ્રમાણે બદલાતા રહે છે. આ રંગોને વર્તમાનમાં વાયકા છે કે સમયની સાથે કલીયુગના માનવને તેના સ્વભાવના રંગને બદલતો જોઇને કાચિંડાને આપઘાત કરવાનુ મન થયુ કે આ માનવ મારાથી પણ ચઢી ગયો. કાચિંડો સમય, સંજોગો પ્રામાણે તેનો રંગ બદલે છે પરંતુ આજનો માનવ બહુરંગી બનતો જાય છે. માણસ કરતાં માણસે તેની માણસાઇને સકારાત્મક રીતે મેઘધનુષી કરવાની જરૂર છે. ‘સંગ તેવો રંગ’ કહેવત છે.

જ્યારે પણ સંવેદના સળવળે છે ત્યારે રંગો ઉભરાય છે અને કોઇપણ રીતે તે વ્યક્ત થાય છે. એ નશામાં ડુબવાનું મન થાય છે. માનવ જીવનનાં રંગોને  ક્ષિતિજે ઉગતા સૂરજના રંગોથી માંડીને ક્ષિતિજે આથમતા સૂરજનાં રંગો સાથે સરખાવી શકાય. જીવનની પ્રભાતે ઉષાના સોનેરી કિરણો, માના હાલરડે રંગાતુ બાળપણ, યુવાનીમાં પૂરાતી સપનાની રંગોળી – ભીતર રંગ, બહાર રંગ, અંગેઅંગ રંગમાં, પ્રીત-પીયુને પાનેતરના રંગમાં જુવાની ઝબોળાઇને નિખરતી જાય છે. વહાલપની નિતરતી લાગણીઓના રંગમાં ભીંજાવું એ મેઘધનુષના રંગો કરતા પણ આકર્ષક હોય છે. વળી સોનેરી સંધ્યા સમી જીવનની પાનખરના, પીળા પાનને લાલ રંગમાં ફેરવવાની આવડત જો આજનો વૃધ્ધ શીખી જાય તો ક્ષિતિજે આથમતો સૂરજ પણ રંગીન લાગે છે. અને મન ગાઇ ઉઠે છે, “રંગાઇ જાને રંગમાં …”

અભિવ્યક્તિ -૧૪ -‘મે આઈ હેલ્પ યુ?’

‘મે આઈ હેલ્પ યુ?’
આપણે ત્યાં બીજાનો હાથ જોઇને ભવિષ્ય ભાખતા જ્યોતોષીઓ તગડું કમાય છે ત્યારે પોતાનો હાથ લંબાવી કોઈને મફતમાં રસ્તો બતાડતો જોઈએ એટલે અચરજ થયા વિના ન રહે.
અમારા શહેરના એક પોશ વિસ્તારમાં બે ટ્રી ગાર્ડ વચ્ચે ફૂટપાથ પર લાકડાની એક પેટી પડી રહે છે. તમે એને દુકાન પણ કહી શકો. સવારથી દીવાબત્તી થાય ત્યાં સુધી ખૂલ્લી રહેતી રહેતી આ ખૂલ્લી દુકાનનો માલિક ખૂલ્લા દિલનો ઓલિયો છે. ઉંમરનો ક્યાસ કાઢું તો કાકા સાઈંઠના તો ખરા. આમ તો બૂટ પોલીશ કરવાનો ધંધો લગભગ પડી જ ભાંગ્યો છે છતાં કોઈ રડ્યો ખડ્યો માણસ કાકા પાસે બૂટ ચમકાવવા આવી જાય છે બાકી તકલાદી લેડીઝ ચંપલો, હલકી ક્વોલિટીની હેન્ડ બેગો, લેડીઝ પર્સો, તૂટી-ફાટી ગયેલી અને ચેન બગડેલ બેગ-બગલ થેલા કે વારેવારે ફસકી જતી સ્કૂલ બેગો રીપેર કરીને કાકા હસતે મોઢે ચારના પેટ ભરે છે.
કાકા જેટલા ઉદ્યમી છે એટલા જ વાતોડિયા અને ખૂશમીજાજી છે. એક બહેનનું કાઈનેટિક આવીને ત્યાં ઊભું રહે છે. કામ કરતાં કરતાં કાકા એ બહેનની સામે મરકે છે. કાકાના હાવભાવમાં ‘હું આપની શું મદદ કરી શકું?’ નું પાટિયું વંચાય છે. એ બહેન કાઈનેટિકના કર્કશ અવાજ વચ્ચે સામે આવેલ એક ટેઈલરની બંધ દૂકાન તરફ ડોકું ખેંચીને ઊંચા અવાજે પૂછે છે, “કાકા, આ દુકાન બંધ કેમ છે?” કાકા હસતા હસતાં જવાબ વાળે છે, “બુન, ઈ તો શ્યાડા દહે ખોલ છ, આવતો જ હઈશે” પેલા બહેન સ્કૂટર સ્ટેન્ડ પર ચઢાવીને બાજુમાં જ અડ્ડો જમાવે છે. થોડી વારમાં એક કોલેજીયન યુવતી આવીને કાકાને પૂછે છે, “કાકા, આટલામાં ક્યાંય દવાની દૂકાન ખરી? કાકા ચાર રસ્તા તરફ આંગળી ચીંધી દૂરથી એક દૂકાન બતાવી પાછા કામે વળગે છે. થોડી વાર પછી એક સ્થૂળકાય બહેન કાકાને ઢંઢોળે છે, “કાકા, ચશ્માવાળા એક ભાઈ અહિ આવશે તો એને કે’જોને કે હું દસ મિનિટમાં આવું છું, મારી રાહ જૂએ” કાકા એમના ઉપલા ચાર દાંત દેખાડી કહે છે, ”એ હારું, બોન”
વચ્ચેથી એક બેન હાંફાળા ફાંફળા સ્કૂલબેગમાં ‘ટેભા’ મરાવવા આવે છે. કાકા એમને આંટો મારીને બેગ લઇ જવાનો વાયદો આપે છે. થોડી વારમાં ફૂટપાથ પાસેથી નિયમિત પસાર થતા એક ભાઈનો ઘોઘરો અવાજ આવે છે, “કાકા, મજામાં?” અને કાકા ગેલમાં આવી જાય છે. ત્યાં ફૂટપાથ પાસે આવીને ઊભી રહેલ એક કારનો કાચ ઊતારી કોઈ કાકાને પૂછે છે, “કાકા, જીવરાજ મહેતા હોસ્પિટલ આ તરફને?” કાકા હાથ લંબાવી બોલે છે, “હા, પેલા નઇં ને બીજા ચાર રસ્તા, ભઈલા” હદ તો ત્યારે થાય છે જ્યારે એક બહેન થોડી વાર માટે એવું કહેતાં પાણીનું નવું ખરીદેલું માટલું મૂકતા જાય છે, “કાકા, અબી હાલ આયી, હોં”
રાહદારીઓના ટહુકાઓનો મફત અને હસતા ચહેરે જવાબ આપતી કાકાની આ ‘દુકાન’ ‘મે આઈ હેલ્પ યુ’ નું પાટિયું મારેલ એક નિ:શુલ્ક ‘હેલ્પ ડેસ્ક’ છે!
પાઘડી આપ્યા વિના, ભાડું ભર્યા વિના, તાળું માર્યા વિના, દીવાલ વિનાની આવી કોણ જાણે કેટલીય દુકાનો વર્ષોથી આપણા રસ્તાઓ, ગલીઓ અને ફૂટપાથ પર પોતાના શટર ખોલે છે અને શટર પાડે છે. પણ, અંધારું થતાં પહેલાં બંધ થતી અને ક્યારેક જ રજા પાડતી આવી દુકાનો જ્યારે બંધ હોય છે ત્યારે ફૂટપાથ નિર્જીવ અને વેરાન બની જાય છે.
બૂટ પોલીશ થઇ ગયા પછી અમસ્તો જ ઉભો રહેલો હું લોકોની પૂછાપૂછથી અકારણ અકળાઉં છું પણ કાકા મને ખોટો પાડે છે. વાતવાતમાં મને ખબર પડે છે કે કાકા એટલા માટે ખૂશ છે કે બધા એને ઘરનો જાણીને પૂછે છે અને એ પોતે બધાને મદદરૂપ થાય છે. કાકા આંખોથી હસીને બોલે છે, “આઈં મુને હામેથી ‘ચ્યમ સો કાકા’ કે’વાવાળા ઘણા છ, બાકી ક્યોં કોઈન કોઈની પડી હોઈચ, હું કયોછ, સાઈબ?”Anupam Buch
અને મારા શૂ પર ખરાખરીની ચમક હવે આવે છે!

અનુપમ બુચ

13 -આવું કેમ ?- નશાકારક ડ્રગ્સ ગાંજો – ચરસ હવે કાયદેસર ?

નશો કરો, અને આંનદ અનુભવો ! આ છે આ બધાં નારકોટીક ( જેની આદત પડી જાય )નશાકારક ડ્ર્ગનો અનુભવ ! અને હવે તે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન  વિના પણ મળી શકશે.
” પણ એમાં વાંધો શું છે?” કોઈ પૂછશે ,” એમ તો સવારે ચા પીવાનો કેવો આંનદ આવે છે?  અને એનાં બંધાણી ઘણાં હોય છે! તો એટલો બધો ઊહાપોહ આ બધાં ડ્રગ્સ માટે શા માટે ?

આપણે સવારે ઉઠીએ પછીનું આપણું પહેલું પ્રિય પીણું હોયછે સવારની આદુવાળી ,મસાલેદાર ,ફુદીનાથી મઘમઘતી ગરમ ગરમ ચા  અને એ ના મળે તો આપણને પણ બેચેની લાગે છે ને ? હા , એ બંનેથી  મન મોજમાં આવી જાય છે ; અને સ્ફૂર્તોમાં હોય તેમ અનુભવાય છે પણ શું ખરેખર ચા અને ચરસ સરખાં છે? ના , એ ભ્રામક સરખામણી છે ! ગાંજો અને ચરસ જેવાં ડ્રગ્સ  દેખીતી રી તે જ હાનિકારક છે. એ મનને શિથિલ બનાવે છે, તનને ભાંગી નાખે છે અને કુટુંબને તોડી નાંખે છે ! અને એવાં નશાકારક તત્વો શું હવે કાયદેસર થઇ ગયાં ?
ચાલો એક ઊડતી નજર આ નશાકારક ડ્રગ્સ ઉપર કરીએ.

આમ તો આવાં નશીલાં તત્વોનો ઉપયોગ હજારો વર્ષ પૂર્વેથી ચાલ્યો આવે છે! ” વાંદરાને ભાંગ ના પીવડાવશો ” એમ કહીને પશુ સૃષ્ટિમાં પણ એનો વપરાશ હશે તેમ લાગે છે.
આપણે ત્યાં દેવ દાનવોની વાર્તાઓમાં સુરાપાન કરવાની વાત કે કાળ ભૈરવને ભાંગ આપવાની વાતોનો ઉલ્લેખ છે જ! આ બધાં આનંદ પ્રમોદ માટે વપરાતાં નશાકારક ડ્રગ્સ , પણ આયુર્વેદમાં એના મેડિકલ હેતુથી ઉપયોગો દર્શાવ્યા છે.. નાનું બાળક શાંતિથી ઊંઘે અને એનું શરીર તંદુરસ્ત રહે તે માટે ‘જલારામ ચમચો ‘ચટાડવામાં આવતો જેમાં બહુ ઝીણી માત્રામાં આવું ઘેનનું તત્વ હોવાનું યાદ છે . જો કે આમ તો એ ચરસ કે ગાંજાનો ઉપયોગ મોટાભાગે તો સાધુ બાવાઓ ગામની ભાગોળે પડ્યા પડ્યા ચલમ – હુક્કામાં કરતા હોય છે.

એવી જ રીતે ઇજિપ્તના સિવિલાઇઝેશનમાં અને ગ્રીસની સંસ્કૃતિમાં પણ સદીઓ પૂર્વેથી ગાંજો – ચરસ – દારૂ વગેરે નશીલા ડ્રગ્સનો ઉલ્લેખ છે.

અમેરિકા તો નવો શોધાયેલો દેશ ! તેથી તેનાં ઇમિગ્રન્ટ્સ આ બધાં ડ્રગ્સ લઇ આવ્યાં. મોટા ભાગનો ગાંજો ( marijuana : મેરૂવાના ) મેક્સિકોથી આવતાં . વીસમી સદીની શરૂઆતમાં અમેરિકાએ જોયું કે લોકો પર એની ઘણી આડ અસર થાય છે ( કારણકે લોકો અતિશય એવાં નશીલા પદાર્થો લેવા મંડ્યા હતા ..અતિ સર્વત્ર વર્જયેત ) આનંદ માટે લેવાતાં આ ડ્રગ્સ માણસના શરીરને ભાંગી નાખે છે અને માણસ આળસુની જેમ લિથાર્જિક બનીને સાન ભાન ભૂલીને પડ્યો જ રહે છે! એટલે ૧૯૨૦ માં તમામ પ્રકારના માદક પદાર્થ પર પ્રતિબંધ મુક્યો.  જેમાં ચરસ ( opium ) marijuana , કોકેઈને , આલ્કોહોલ વગેરે લેવાની મનાઈ ફરમાવી . જોકે લોકોના સરઘસો અને દેખાવો સામે નમતું જોખીને ૧૯૩૩ માં આ પ્રતિબંધ ઉપાડી લીધો. બીજા વિશ્વયુદ્ધ પછી , એટલે કે પોસ્ટ વર્લ્ડવોર જન્મેલાં સંતાનો જેને અહીંયા ‘બેબી બુમર્સ ‘ પેઢી કહે છે, એ બધાંએ આ ડ્રગ્સનો ઉપયોગ અનેક ગણો વધારે કરી દીધો.

આપણામાંથી ઘણાંને ખ્યાલ હશે કે સાઠ અને સિત્તેરના દશકામાં અહીં ડ્રગ્સ અને દારૂનું પ્રમાણ અતિશય વધી ગયું હતું . માદક પદાર્થો – પછી એ દારૂની જેમ પીવાના હોય કે હુક્કામાં ફુંકવાના હોય- એનો ઉપયોગ સ્વતંત્રતા અને આઝાદીનું પ્રતીક બની ગયાં. આખી આ જનરેશન જાણે કે સંસ્કૃતિની સામે થઈ.  એ હિપ્પી એરા હતો . આમ પણ બબ્બે વિશ્વયુદ્ધોમાં ઘવાયેલ પ્રજા દિશા વિહોણી હતી. અને આ બધાં નાર્કકોટિક  કેફી પદાર્થો મનુષ્યના મગજને બહેર મારીને દુઃખ ભુલાવતાં હતાં.  મગજ શાંત થઇ જાય.  જોકે એની અસર ઓછી થતાં શરીરના ભાગો ભાંગી પડે , મનમાં ભય પેદા થાય, માણસ ડિપ્રેશનમાં જતો રહે જો એ દવા ફરીથી ના મળે તો! એટલે એક અજંપો અને એન્ઝાઇટી ઉભી થાય.
મોટાં મોટાં બિઝનેસમેન અને કલાકારો  રિલેક્સ થવા આવાં ડ્રગ્સ લે. જોકે એક વાર આના બંધાણી થયા પછી એનો ડોઝ વધારવો જ પડે  અને વધુ માત્રામાં લેવાથી હાર્ટ કે લીવર પર એની અસર થાય જે વ્યક્તિને મારી નાંખે ..
અમેરિકાની સરકાર વિચારે છે કે ઝેરી સાપના બચ્ચાને હવે કેવી રીતે નાથવો ? ગવર્મેન્ટે એની ઉપર પ્રતિબંધ મુક્યો તો ગેરકાનૂની સ્મગલિંગ શરું થયું ! મેક્સિકો ઉપર દબાણ લાવી એ દ્વાર બંધ કરાવ્યું તો કોલંબિયાથી સ્મગલિંગ શરું થયું.  મોટાં સોશ્યોલોજીસ્ટસ નું કહેવું છે કે હવેની જનરેશન આજની જનરેશન કરતાં વીસ વર્ષ ઓછું જીવશે . એક ગણતરી મુજબ ગયાં વર્ષે એક્સિડન્ટથી થયેલા મૃત્યુમાં ચાલીસ ટકા મૃત્યુ ડ્રગ રિલેટેડ હતાં.
તો આવાં ડેન્જરસ નશીલા પદાર્થોને કાયદેસર શા માટે કરવાં?
એવું કેમ ?

જે સમાજને નુકશાનકારક છે તેને સરળ રીતે પ્રાપ્ય બનાવવાનું ?
પણ લોકશાહીમાં સરકાર પોતાનો ફાયદો જુએ !
જો આ નશાકારક ડ્રગ્સને કાયદેસર કરીએ તો સ્મગલિંંગનો ધંધો  બંધ થાય અને સરકારને આવક થાય( જેમ સિગારેટ કે દારૂ લેનારને મોટો ટેક્સ પડે છે તેમ )

ડોકટોરો પણ પૈસા કમાવા ખોટા પ્રિસ્ક્રિપશન લખી લોકોને ડ્રગસ વેચવા દે છે તે બધું બંધ થાય. વળી પોલીસ ડિપાર્ટમેન્ટને એક વધારાનું કામ મળે અને કાયદાની વાત આવે એટલે વકીલોનેય લ્હેર પડી જાય. એવું  માનવામાં આવે છે કે  સ્ટારબક્સના કોફી શોપ કરતાંયે વધારે એ નાર્કોટિક ડ્રગ્સની દુકાનો ખુલશે. એટલે અનેકને નોકરી મળશે !
તો આજની પેઢીએ શું વિચારવું જોઈએ ?

આ નશાકારક દ્રવ્યો ઘડીભર દુઃખમાંથી મુક્તિ આપે છે: ખરેખર દુઃખ ઓછું નથી થતું પણ એ મગજને શિથિલ કરે છેે તેથી  ક્ષણિક દુઃખ ઓછું થાય છે. લિવર ખરાબ થઈ જાય છેે.  ફેફસા નબળા થઇ જાય છે એ ડ્રગની આદત પડી જાય છે અ ને કુટુંબ પાયમાલ થઈ જાય છે! અને છતાંયે કેટ કેટલાં લોકો એમાં ફના થઈ જાય છે પણ એને છોડતાં નથી…..

એવું કેમ?

સહજભાવે- સરવૈયું

દર વર્ષે આ સમયે એક નજર વીતેલા વર્ષ પર નાખતા થાય  કશુંક ‘સિદ્ધ’ કરવા જેવું બન્યું ન હોય તો પણ પણ ખોટ નથી ગઈ એ વાત નક્કી છે. સાચું કહું પાછળ નજર કરું તો આંખોને સાથ આપવા મારા શબ્દોને પણ ઝળઝળિયાં આવે છે. એમ કહીશ કે બધા માટે આભારની લાગણી છે.. જે શબ્દો કરતા મનથી મેં વધુ અનુભવી છે.પણ  અવસર હું ચૂકવા માંગતી નથી,માટે કહીશ કે તમારી સાથેના મીઠી વીરડી સમાન અનુભવો જ મને આગળ વધવાનું બળ આપે છે.આભાર માગવા કરતા તમારા હ્રદય પડેલા, મનમાં ઉમટી આવતા વિચારોના હું શબ્દોમાં પોરવી બ્લોગ પર મૂકતી  રહીશ.
શબ્દોનું સર્જન બ્લોગની શરૂઆત કરી મૂંગા વડીલોને વાચા આપવા..કોઈ એ કહ્યું છે કે  “મૌન એ તો ગુનામાં હિસ્સેદારી જ છે ..અને   આપણે તો મુંગા રહી મોંન તોડવું છે. માટે શબ્દો રચાયા છે,સાથે કટાઈ ગયેલા વિચારો કિચુડ કિચુડ કરતા ખુલ્યા ,અહી કિચુડ શબ્દપણ કારણ સર લખ્યો છે.દરવાજામાં જે આગળીયો હોય છે તે ઓઈલ ન મળવાથી કિચુડ-કિચુડ અવાજ કરતો હોય છે. ભાષા અમેરિકામાં ખોવાણી હતી હવે પાછી મેળવી છે.કોઈના લખવાથી બોલવાથી થતો શબ્દનો અવાજ ની વાત છે માટે .. શરૂઆત અવાજ થી ભલે થઇ હોય પણ કલમ કસતા  શબ્દો ગીત પણ બન્યા..અને કદાચ સાહિત્ય પણ બનશે. 
ઘણા વર્ષ પહેલા બીજી એક વાત મને સ્પર્શી ગઈ હતી  જયારે કીઈએ કહ્યું ઘણા મોટા લેખકોને વાચ્યા… તમારા મનની વાતો અમે બહુ સાંભળી અને વાંચી , હવે તમે અમારા મનની વાત સાંભળો.બસ આજ હેતુ સાથે બ્લોગની શરૂઆત કરી, વધારાનો ફાયદો સાહિત્યની યાત્રામાં આપણે સૌ સાથે સહયાત્રી બન્યા, સાથે વધુ વાંચન કર્યું, ચિંતન કર્યું  અને ઉત્તમ લેખોનું મનન કરીને ફાયદામાં આપણા જીવનપથને વધારે પ્રકાશિત કરી રહ્યા છી..અને હા એ  કંઈક નવું જાણવાનો  અને સાહિત્યને માણવાનો આનંદ તો ખરો જ ને !
આ બ્લોગની બે મોટી ભેટ સર્જક અને વાચકને આપવાનો અમારો પ્રયત્ન રહ્યો છે. તમારી આઇડેન્ટીટી અને  ઉત્તેજના લખવાની, સાથે વાંચવાની સાથે કોઈ દિવસ ન લખનાર લખવા માંડે અને ન વાંચતા,.. વાંચતા થાય …તેનું આશ્ચર્ય પણ ખરું ..આમ વિસ્મય અને આશ્ચર્ય થી ભરેલ બ્લોગ નો યશ કોનો ? જવાબદારી કોની ?.તો જવાબ સર્જક અને વાચકની .યશ પણ સર્જક અને વાચકનો અને જવાબદારી પણ તેમની જ … મિત્રો વાચક વગર સર્જક સુનો છે એ આપણે સૌ જાણીએ છીએ.તમારા અદ્ભૂત સર્જને તો આજે મારા-તમારા જેવાને કેટલા નિકટ લાવી દીધા છે 
અહી શબ્દ, મોટો, નાનો, બ્રાહ્મણ, વાણિયા, પાટીદાર, હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ  નથી માટે … માંગણી નથી. લખવાનું ઝનૂન છે, પણ.. અહીસક છે. શબ્દોનું વિશ્લેષણ કરે છે અને પછી યોગ્ય શબ્દ જ લેખકનું   સરવૈયું બયાન કરે છે..આત્મકથા કથા લખીએ છીએ પરંતુ તેમના વિચારો જ ચરિત્રને સર્જે છે.હા ..શબ્દો છે સાથે શબ્દોમાં સ્મૃતિ પણ પણ છે , પણ સાથે અત્મનીક્ષણ સાથે ઓગળવાની ક્રિયા પણ એની મેળે જ થાય છે,જેનો એક અલગ અનુભવ છે.કુદરતે તમને જે રંગ-રૂપ આપ્યાં હોય તેને જાળવી આપણે આગળ વધવાનું છે. શરૂઆત “શબ્દોનુંસર્જન” બ્લોગથી ભલે થઈ પણ આજે “બેઠક” છે જુદા દિવસે સૌ જુદા લેખકો પોતાના વિચારો પીરસી એક કોલમિસ્ટ ની જેમ રાહ જોવડાવે છે. એક અલગ  સંદર્ભ સર્જે છે.મનના વિચારોને અભિવ્યક્ત કરી ભાષાને વહેતી રાખતા વિકસવાનું કામ આજે ‘બેઠક’ કરે છે.અને સરવ્યું આત્મસંતોષ…તમારી સાહિત્યની સફરમાં મને મિત્ર બનવાનોય આનંદ અનેરો છે. 
‘બેઠક’ના ના બ્લોગનો હેતુ શું ?મુખ્ય વાત એ છે કે આપણે જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ પાડવાનો છે.પ્રકાશ તો પ્રકાશ છે પછી એ નાના દીવડાનો હોય કે મોટી લાઈટનો મહત્વ ઉજળા થવાનું  છે.બ્લોગ કેટલા જોવે છે કેટલા લાઈક કરે છે કેટલા મોટા લેખક છે એની વાત નથી..  એક માત્ર લેખ કે ગઝલ કે કવિતા કોઈના જીવને ઉજાળે છે તો બસ ‘બેઠક’ કે ‘શબ્દોનુંસર્જન’નું કાર્ય સફળ છે.હા બીજી વાત અહી માર્કેટિંગ નથી, વાત સરળ છે બનાવટી જીવન કોઈના પણ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
સહજભાવ – કોઈની પ્રતિભા વખાણવી અને એમની ક્ષમતાને બહાર કાઢવાની, તેની ક્ષમતામાં વિશ્વાસ કરવો એજ ‘બેઠક’નો ધ્યેય છે. સર્જક હોય કે વાચક હોય – તેની ક્ષમતામાં વિશ્વાસ મૂકવાથી તે વધારે ઉત્તમ પરિણામો આપી શકે છે.
ન જોઈતા વિચારોનું વિસર્જન કરવું પડે તો જ નવસર્જન થાય. બસ તો આજ નવા વર્ષનો સંકલ્પ.

૧૭-હકારાત્મક અભિગમ- સુખ દુઃખ અને તટસ્થતા-રાજુલ કૌશિક

જન્મ અને મરણ સુધીની યાત્રા એટલે માનવ આયખું. એમાં કેટલીય લીલી-સુકી, કેટલાય ચઢાવ-ઉતાર જોવાના આવતા હોય . હવે આ દરેક પરિસ્થિતિ મનભાવન તો હોવાની નહીં. ગમતાનો કરીએ ગુલાલ પણ ના ગમે એનું શું?

એક માણસ અત્યંત દુઃખી હતો. એનું દુઃખ દૂર કરવાનો ઇલાજ એની પાસે તો હતો નહીં એટલે એ પોતાના દુઃખનો ઇલાજ શોધવા એક સંત-મહાત્મા પાસે ગયો. જ્ઞાની પુરૂષે એની વાત ખૂબ શાંતિથી સાંભળી પછી એમણે એક મુઠ્ઠી મીઠુ લઇને બાજુમાં પડેલા પાણીના લોટામાં એ બધુ મીઠું નાથી દીધું અને પેલા માણસને લોટાનું પાણી પીવાનું કહ્યું .

પેલા માણસે પાણી પુરુ કર્યું એટલે મહાત્માએ એને સવાલ કર્યો..

“ પાણીનો સ્વાદ કેવો હતો ?”

મ્હોંમાં રહેલા બાકીના છેલ્લા પાણીના ઘૂંટડાને થૂ થૂ કરીને કાઢી નાખ્યો અને મ્હોં બગાડતા જવાબ આપ્યો….

“અત્યંત ખારો.”

જરાક હસીને મહાત્માએ પેલા માણસને બીજી એક વાર મુઠ્ઠી ભરીને મીઠુ લેવાનું કહ્યું અને પાસેના સરોવર કિનારે લઈ ગયા. સરોવર કિનારે પહોંચીને મુઠ્ઠી ભરેલું મીઠું એ સરોવરમાં નાખી દેવા કહ્યું.

“ હવે આ પાણી પી..” મહાત્માએ પેલા માણસને કહ્યું.

સરોવરમાંથી પેલા માણસે ખોબો ભરીને પાણી પીધું. મહાત્માએ પૂછ્યું ..

“ કેવો હતો પાણીનો સ્વાદ ?”

સારો…..” પેલા માણસને હજુ ય સમજણ પડતી નહોતી કે મહાત્મા પાસે એ પોતાના દુઃખનો ઇલાજ પૂછવા  આવ્યો હતો અને એ કઈ ભળતી જ ક્રિયાઓ એની પાસે કરાવતા હતા.

મહાત્માએ ફરી એને પૂછ્યું ……..” તને એમાં ખારાશ લાગી?”

“ ના”

હવે મુદ્દાની વાત પર આવતા મહાત્માએ એને કહ્યું …

“ આપણા જીવનમાં આવતી દુઃખદ સ્થિતિ પેલા મુઠ્ઠીભર મીઠા જેવી છે. ન વધારે કે ન ઓછી. એની માત્રા એક સરખી હોય તો તને કેમ એના સ્વાદમાં ફરક લાગ્યો? કારણ માત્ર એટલું કે એ માત્રાનો આધાર આપણે એને કયા અને કેવા પાત્રમાં ઝીલીએ છે એની પર છે. તારી પર આવતી તકલીફો માટે તું તારું સમજદારીનું પાત્ર જેટલું મોટું રાખીશ એટલી તારી જીંદગી ઓછી ખારી થશે.”

સમસ્યા કે મુશ્કેલીની પીડાનો આધાર આપણે એને કયા દ્રષ્ટિકોણથી જોઇએ છીએ એના પર અવલંબે છે. કોઇ એવું વિચારે કે મારી સાથે જ કેમ આવું થાય છે તો એ તકલીફ એને વધારે દુઃખદાયી લાગશે. કોઇ એમ વિચારે કે આવુ તો બધા સાથે શક્ય છે અને પાણીનું મોજું આવ્યું છે એ પગ ભીના કરીને પાછું જ વળી જવાનું છે તો એનામાં હિંમત ટકી રહેશે.

સીધી વાત-  જરૂર છે પાણીનું મોજું આવે ત્યારે ત્યાં સ્થિર થઈને ઉભા રહેવાની. નદીનો પ્રવાહ પણ ક્યાં સાગર સુધી  સહેલાઇથી પહોંચી શકે છે? જીવન છે ઉખડ-બાખડ રસ્તાઓ પરથી પસાર તો થવું જ રહ્યું. પ્રત્યેક પગલે ફૂલોની ચાદર પાથરેલી મળશે જ એવું તો ભાગ્યેજ કોઇના નસીબમાં લખાયેલું હશે. આવતી દરેક પરિસ્થિતિને તટસ્થભાવે જોઇએ અને સ્વીકારી લઈએ તો સુખ અને દુખઃ જીરવવા સરળ થઈ જશે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

મારી ડાયરીના પાના -૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦

24-આગે કુચ

મેં મારી ફર્સ્ટ જોબ ભાગ્યે પાચ છ મહિના કરી હશે. ત્યાં બીજી સારી જોબ મળી ગઈ. અને તે પણ ફર્સ્ટ ક્લાસ ફર્મ માં. વળી મોટાઈ ની ઈચ્છા હતી ત્યાં જ. એટલે તેમનું બીજું સ્વપ્ન પૂરું થયું. પહેલું કે મારે CA થવાનું બીજું જી. પી કાપડિયાને ત્યાં કામ કરવાનું.  મેં અહીં સાડા ત્રણ વર્ષ કામ કર્યું આ વરસો દરમિયાન નાગદા ,રતલામ ઉજ્જૈન ગ્વાલીયર ,લશ્કર ,અમદાવાદ , ,ગોંડલ,ડીસા ,રાજકોટ ભાવનગર જામનગર પોરબંદર,આગ્રા વગેરે શેહરો ને ગામો જવાની અને જોવાની તક મને મળી અને ઓડિટર તરીકે રૉયલ ટ્રીટમેન્ટ મળી. ચિત્ર વિચિત્ર અનુભવો પણ થયા નાગદા માં સુંદર ગેસ્ટ હાઉસ હતું મોટા ભાગે ત્યાં ગોરા લોકો રહેતા. કુ. નો રેયોન પ્લાન્ટ ઈરેકટ કરવા  આવ્યા હતા કંપની એ અમને ગેસ્ટ હાઉસ માં ઉતારો આપ્યો હતો.ગાયવાળા ફૉરેસ્ટ ઓફિસર અમને ગેસ્ટ હાઉસમાં મળવા આવ્યા તેઓ મુંબઈના હતા. તેમણે  જોયું કે અમને ખાવાનું ફાવતું નથી. બીજે દિવસે તેમને ઘરે થી ટીફીન આવ્યું. કેન્ટીન મેનેજરને ખબર પડી કે તેઓ દોડીને અમારી પાસે આવ્યા  અને કહ્યું  મારી નોકરી ખતરા માં ના મુકો ?તમને રૂચે તેવું ખાવાનું બનશે. મેં ગાયવાળા ને કહી બંધ કરાવ્યું. ગોવાનીઝ કુક ને ગુજરાતી જેવું ખાવાનું બનાવતા ન આવડે. અમારે લાંબુ રહેવું પડે તેમ હતું. અમો કંટાળી સ્ટાફ કેન્ટીન મા થોડા વખત માટે જતા રહ્યા અને ગેસ્ટ હાઉસ મૅનેજર ને સમજાવી દીધું. ગેસ્ટ હાઉસમાં પાર્ટી અવર નવર થતી. અમો પાર્ટી માં જતા. રવિવાર બહુ કંટાળા જનક હતો. કારણ કે રવિવારે કાંઈ કામકાજ રહેતું નહિ.નાગદા ગામમાં કંપની ની ફેકટરી તેમજ વસાહત સિવાય કાઈ હતું નહિ. રેલવે ની એક બાજુ વસાહત ને ફેકટરી અને બીજી બાજુ ગામ. ગામમાં બહુ વસ્તી હતી નહિ. બજાર તથા થોડા જુના ઘરો હતા. બજારમાં રવિવારે ગુજરી ભરાતી. ગામ લોકો માટે ફૅક્ટરી બહુ લાભદાયી હતી. ગામના બહુંતિક લોકો ફેક્ટરીમાં કામ કરતા. ફેક્ટરીની એક સ્કૂલ પણ હતી.જ્યાં ગામના તથા કંપનીના એમ્પ્લોઇઝ ના છોકરા ભણતા. ક્યારેક અમો ટ્રેન માં ઉજ્જૈન જતા અને રવિવાર ત્યાં ગુજારતા. સિનેમા જોતા જમતા તેમજ જોવા જેવી જગ્યાએ જતા. મહાકાળનું મંદિર તથા જંતરમંતર વગેરે જગ્યાએ ત્યાનું આકર્ષણ ગણાતી કયારેક કંપની વાળા અમોને ઇન્દોર લઇ જતા. ઇન્દોર એ મધ્ય પ્રદેશ નું છોટામુંબઈ કહેવાતું. ત્યાં ફરવાની તથા રેસ્ટોરાં માં જમવાની ને લેટેસ્ટ પિક્ચર જોવાની મજા આવતી. કંપની ના બોસ બિરલાજી માટે કંપનીએ એલીફન્ટ હાઉસ બનાવ્યું હતું. જેના બેડ રૂમ માં થી અહેસાસ થાય કે બારી બહાર હાથ કાઢો એટલે પાણી અડકે પણ ખરું જોતા પાણી દુર હતું. બોસ ના રાયટ હૅન્ડ મડેલ્યા હતા. તેમનો ધાક જબરો હતો. તેનો મને અનેક વાર અનુભવ થયો હતો. તેમને રોજ સવારે પાચ વાગે તરત દોહીલું દૂધ પીવા જોઈતું. સવારના ત્રણ સાડા ત્રણથી ગેસ્ટહાઉસમાં  દોડાદોડ સરુ થતી. એટલી મોટી કંપની ના હિસાબ હિન્દી માં લખતા. મોટા ભાગનો સ્ટાફ મારવાડી હતો કંપનીની એક બોટ પણ હતી. ગેસ્ટ હાઉસ પાછળ ચંબલ નદી વેહતી હતી. અમો ક્યારેક તેમાં ફરવા જતા હલેસા મારી હાથ દુઃખી જતા. બગ્રોડીયા કંપની ના સેક્રેટરી હતા અને પારેખ જનરલ સેક્રેટરી હતા. ઓડિટ પતાવી અમે મુંબઈ પાછા ફર્યા ને પોદાર મિલ નું ઓડિટ શરૂ  કર્યું. કંપની દિવાળીમાં બધા સ્ટાફ ને મુંબઈ બોલાવી લેતી. ધનતેરશ ને દિવસે ચોપડા પૂજન થતું તેમાં બધો સ્ટાફ હાજરી આપતો. ચોપડા પૂજન પછી જી પી હસ્તક દરેકને બોનસ ના પકેટ અપાતા. તેમજ પ્રસાદ વેહ્ચાતો. મને પહેલું બોનસ રૂ 750.નું મળ્યું. મેં તેમાંથી રૂ 550નો મરફી રેડીઓ લીધો. બહુ સરસ હતો. જેને માટે લાકડાનું શોકેશ લીધું. તે વખતે TV નહોતા. બીનાકા ગીતમાલા અને ગોવા રેડીઓની બોલબાલા હતી. દર મંગલવારે રેડીઓ પર આવતા નાટક સાંભળવાની મજા આવતી. કાપડિયા કંપની ની સતત ટુ રિંગ ની જોબ છોડી સ્થાઈ જોબ માં જોડાઈ ગયો તારીખ. સપ્ટેમ્બર. 1996..

25-ગ્વાલીયર ઓડિટ

અમે નાગદા નું ઓડિટ કરતાતા તેવામાં એક દિવસ ટેલીગ્રામ આવ્યો કે મારે ગોરડિયા ને લઈને ગ્વાલીયર જવું. આ સાંભળી ઇન્દ્રવદન ડાંગર વાળા જે મારી સાથે મને મદદ માં આવેલા તે નિરાશ થઇ ગયા. અમારી બે જણા ની ટિકિટો બુક થઇ ગઈ. અમારે વળતી સવારે ગ્વાલીયર જતી ગાડી માં જવાનું હતું ઇન્દ્રવદન ને સલાહ સુચન આપી અમોએ ગાડી પકડી. ગ્વાલીયર ઉતરી ટાંગો કરી અમે ગેસ્ટ હાઉસ પહોંચ્યા. ત્યાં અમારી કંપની ના માણસો જી સી શેઠ,ગાંધી વગેરે હતા. ત્યાં બાટલી બોઇ કુ ના સંપટ તથા બીજા એક ભાઈ હતા. તેઓ અમારી સાથે જોઈન્ટ ઓડીટર હતા. સંપટ ઉમરમાં સૌથી મોટા હતા તેમના અડધા વાળ સફેદ હતા. તેઓ રંગીન સ્વભાવના હતા. આખો આંજતા પાઉડર લગાવ તા અને પાન નો ડૂચો મોમાં રાખતા ટૂંકમાં ઇસકી હતા. આખો વખત તેમની બહાદુરી ની વાતો કરતા. તે કલકત્તા ના હતા. શેઠ બહુ વાતોડિયા હતા. આખો દિવસ કામને બદલે વાતો કરતા અને ઓફિસ બંધ થાય ત્યારે એકદમ સભાન થઇ કામે વળગતા ને મોડે સુધી બધાને બેસવાનો આગ્રહ કરતા. બધા તેમનાથી કંટાળી જતા સંપટ પણ તેવા જ હતા. મેં તેમને કહ્યું મને ઓફિસ અવર દરમ્યાન કામ કરવાની આદત છે માટે હું જુદો બેસી કામ પતાવી દઇશ. ઓફિસ અવર પછી હું ને ગોરડિયા સ્વિમિંગ પુલ માં તરતા સુંદર પુલ હતો. અંદર રંગ બે રંગી લાઇટો હતી રવિવારે સાંજે રસોડું બંધ રહેતું એટલે અમે તૈયાર થઇ ટાંગામાં બેસી લશ્કર જતા. લશ્કર ગ્વાલીયર થી દુર હતું. સાંજે પાણી પૂરી ભેલ વગેરે ખાઈ સિનેમા જોવા જતા અને રાતે બાર વાગ્યે ગેસ્ટ હાઉસ પાછા ફરતા શનિ રવિ ક્યારેક આગ્રા જતા ને તાજ મહાલની મજા માણતાં. મને બરાબર યાદ છે એક વાર હું ટ્રેન માં આગ્રા જઈ રહ્યો હતો ત્યારે ફટાફટ બારી બારણા લોકોએ બંધ કર્યા કેટલાક તો સીટ ની નીચે ભરાઈ ગયા. નાના છોકરા રડી ઉઠ્યા. મને નવાઈ લાગી કે એકા એક શું થઇ ગયું ?તેમણે જણાવ્યું કે ચાલતી ગાડીએ ચંબલ ની ઝાડિયો આગળથી ગાડી પસાર થતી હતી ત્યારે કેટલાક બહારવાટિયા સાથે ડાકુ ભૂપત ટ્રૈન માં સવાર છે ને લૂટમાર ચાલી રહી છે. પણ થોડીવારમાં બધું શાંત થઇ ગયું. મેં પૂછ પરછ કરી તો માલમ પડ્યું કે કેટલાક ગામડા વાસીઓ માથે ફાળિયા અને ચાંચીયા જોડા પહેરી હાથમાં ડંગોરા લઇ ગાડી માં પ્રવેશેલા એ કેસ ઓફ મિસ્ટેકન આયડેન ટી.ટી. હું આગ્રા આવતા ઊતરી ગયો.હોટેલમાં જઇ જમ્યો. પછી ટાંગો કરી તાજમહાલ જોવા ગયો ત્યાં રાત સુઘી રહ્યો. તે દિવસે પૂર્ણિમા હતી. ધરાઈ ને મૂન લાઈટ માં તાજ જોયો. રાત્રે નવ વાગે હું હોટેલ માં રેહવા ગયો પણ મારી સાથે કોઈ સામાન નાહોવાથી મને કોઈએ રૂમ આપી નહિ.થાકી હું સ્ટેશન પોહચી ગયો મોડી રાતે ગાડી મળી તેમાં ગ્વાલીયર પાછો આવ્યો.પ્રસંગો પાત અમે બીરલા ના વીઆઈપી ડાઈનીગ રૂમમાં જમતા. અહી પણ હિશાબ હિન્દીમાં લખતા. મોસ્ટલી સ્ટાફ મારવાડી હતો. એકાઉટંટ રાઠીજી હતા જવાના વખતે કામ રેહતું ત્યારે મોડે સુધી કામ કરતા. એક વીઝીટ દરમિયાન અમે તાનસેન કબર ,ગ્વાલીયાર પેલેસ અને બોરડીગ સ્કુલ વગરે જોયા.અમારી ઓફિસમાં અમારી બહુ ઈર્ષા થતી. ખાસ કરીને જે લોકોને ઓફિસમાં ગોધાવું પડતું તેમને મારી બહુ ઈર્ષ્યા થતી. મારા સાડા ત્રણ વર્ષ દરમિયાન મેં બહુ ફરી લીધું પછી અલવિદા કહી દીધુ.

26-અલવીદા –જી. પી. કાપડિયા કુ.

આ મારી છેલ્લી વિસીટ હશે તે ખબર નહોતી. હું ઓફીસ માં ગયો ને બધાને લાંબે વખતે મળ્યો લગભગ બે વાગ્યા હતા ત્યાં ચાહ આવી. તે પીતો હતો ત્યાં પટાવાળાએ કહ્યું કે જતા મીસીસ શ્રોફ ને મળતા જજો. જતા જતા હું તેમને મળ્યો તેમને મને ફ્રન્ટીયર મેલ ની ટીકીટ આપી ગોરડિયાને સાથે લઇ જવા કહ્યું ગોરડિયા તેમની ટીકીટ તથા એડવાન્સ લઇ ગયા છે જવાને દિવસે ઘરે જમવાનો સમય ના મળ્યો કારણ ફ્રન્ટીયર સાત વાગે દાદર સ્ટેશન થી ઉપડે છે એટલે ઘરે થી પાચ વાગે નીકળી ગયો.અમો દાદર થી અંદર બેઠા. ગાડી બહુ રુકતી નથી. ગાડી ઉપડી અને મુબઈ છોડે તે પહેલા રાતના કપડા પેહરી તૈયાર થઇ ગયા અને જમીને પોત પોતાના બર્થ પર નાઈટ લેમ્પમાં વાચતા વાચતા સુઈ ગયા. સવાર ક્યારે પડી ગઈ તેની ખબર ના રહી. રતલામ સ્ટેસન આવી ગયું. મીસ્ટર શારદા સ્ટેશને લેવા આવ્યા હતા.રતલામ આમ તો રેલ્વે જકશન છે પણ મને તો મોટા ગામડા જેવું લાગ્યું. અમારી ગાડી ગામમાં થઇ બહાર આવી ત્યારે સરસ ડામર ના રસ્તા પર મોટો ગેટ આવ્યો જેની પછવાડે વિશાલ જગામાં મીલનો વિસ્તાર હતો. મીલનું નામ સજ્જન મીલ હતું. અંદર પેસતા ઓફિસનું મકાન હતું. સ્ટાફ મોટે ભાગે મારવાડી હતો. શારદા એકાઉ ટંટ હતા તેનાથી આગે ગેસ્ટ રૂમ્સ હતા. અને ગેસ્ટ રૂમની નજીક વિશાલ બંગલો હતો. જેમાં ઉમરાવ સીંગ અને તેમનો પરિવાર રેહતો હતો. ઉમરાવ સીંગ મનેજીંગ ડીરેક્ટર હતા. તેમના નીકટના સગા પબ્લીક રીલેસન સંભાળતા.અમોને ગેસ્ટ રૂમ આપ્યો હતો સવારની ચા તથા બ્રેકફાસ્ટ રૂમ પર મળતા અને જમવા સવાર સાંજ બંગલે જતા. ગેસ્ટ રૂમ્સ ની પાછ્ળ વિશાલ જગામાં શાકભાજી ઉગાડતા ને તે બંગલે વપરાતા. પાર્ટીઓ ઘણી થતી તેમાં જતા. ફરવાનું તો ખાસ હતું નહિ. સાંજે ઉજ્જડમાં આટા મારતા. ક્યારેક શની રવિ અમને ઇન્દોર ફેરવતા. ત્યાં ફરવાનીમઝા આવતી ને પિક્ચર જોવાની મઝા આવતી. નારાયણ બંગલા નો સીનીયર નોકર હતો. તેનો ઠાઠ બહુ હતો. રોજ અસ્ત્રી દાર કપડા પહેરતો. કફની ધોતિયું ને ચાચીયા સફેદ ટોપી તેનો ડ્રેસ હતો. બંગલામાં પાન નો કોર્નર તેનો ચાર્જ હતો. રોજ કલકત્તાથી એક કરંડિયો મગાઈ ના પાન આવતા. નારાયણ પાન ફક્કડ બનાવતો. તે હમેશા પાનનો ડૂચો ગળેફા માં રાખતો. બંગલાના ગેસ્ટ માટે પાન તેજ બનાવતો. અમારું ધ્યાન તેજ રાખતો. જમવાને સમયે ગેસ્ટ રૂમ પર બોલવા તેજ આવતો..બંગલામાં રોજ બાલદી થી દૂધ વપરાતું. નારાયણને હું કેહતો કે અમારે માટે જોઈતુજ દૂધ તથા નાસ્તો લાવ. કારણ ના વપરાયેલ વસ્તુઓ ગટરમાં જતી. જયારે કંપાઉંડમાં કામ કારનારા મજુરો લંચ સમયે સુકા રોટલા અને ઝાડના પાન ખાતા. પણ મારું સૂચન નારાયણને મંજુર નોતું. તે કહેતો સાબ તેમ કરતા મારી નોકરી જતી રહે.  ઉમરાવ સીંગ કલકત્તાના હતા. શરીરે મોટા અને કફની ધોતિયું ને બંડી પેહરતા. બપોરના હમેશા નેપ લેતા. જમીને ચલમ પીતા અને ધુમાડાથી ઓરડો ભરી દેતા. પછી મચ્છરદાની નાખી સુઈ જતા. અમારી સાથે બધી ફોર્મલ વાતો થતી.છેલ્લા દિવસો માં અમારી કુ ના પાર્ટનર કે. એમ કે કાપડિયા આવેલા અને ઓડીટ ક્વેરી સુલટાવી રહ્યા હતા ત્યાં પટાવાળાએ આવી મને મારો લેટર આપ્યો. બધું પતી ગયા પછી વાચ્યો. મારે ઘરેથી લેટર આવ્યો હતો. તેમાં લખ્યું હતું કે બોમ્બે સબરબને પટાવાળા સાથે ઘરે લેટર મોકલ્યો છે એમાં જલદી જોઈન કરવા જણાવ્યું હતું.મુંબઈ પાછા ફરી કે એમ કાપડિયા ને મળ્યો અને નવી નોકરીની વાત કરી રાજીનામું આપ્યું. નવી નોકરી નો પગાર પૂછ્યો અને નવાઈ પામ્યા. ફેર બહુ હતો કોમ્પેસટ થાય તેમ નોહતું એટલે શુંભેછા આપી વિદાય કર્યો. હું પહેલી સપટેમ્બર. 96. થી બોમ્બે સબરબન માં જોડાઈ ગયો આતો મારા જીવનની મીઠી યાદો છે.             

27 મનુભાઈ ને મહેશનું રીઝલ્ટ

મારી તથા બેન સરલાની નોકરી ચાલુ થઇ પછી ઘણી રાહત હતી. હવે મહેશ ને મનુભાઈ નું બીકોમનું રીઝલ્ટ આવી ગયું મહેશ પાસ થઇ ગયો પણ મનુભાઈ નપાસ થયા. ફરી પરીક્ષા છ મહિના પછી આપવાની રહી. મનુભાઈ એ ભણવાનું છોડી દેવાની જીદ કરી.તેને સમજાવતા મારો દમ નીકળી ગયો. તેને વેપાર કરવોતો. મેં અને મહેશે તેને સમજાવ્યો કે બીકોમ થયા પછી જે કરવું હોઈ તેની છુટ છે તે માની ગયો અને પાસ પણ થઇ ગયો. મહેશે શક્તિ મિલ માં નોકરી લીધી. ત્યાં મારા દોસ્ત રશાનીયા ચીફ એકાઉટંટ હતા. મનુભાઈ સેલ્સ ની લાઈન માં પછી જોડાઈ ગયા ને મારી માફક ટ્રાવેલિંગ કરતા થઇ ગયા. તે સ્વભાવે બહુજ આશાવાદી હતા. મહેશને થોડા અનુભવ પછી સિંધીની કંપની માં ઈન્ડીપેન્ડનડટ એકાઉંટંટ ની જગા મળી પગાર બેવડો પણ બહુ ચાલી નહિ. તે નોકરી સાથે એલએલબી પણ કરી રહ્યો હતો. એલએલબી ની પછી તેને ચાર્ટર્ડ સેક્રેટરી કરવા માંડેલું. તે પહેલા એલએલ એમ કરવાનું લીધું હતું. તેને નીલા પ્રોડક્ટ માં સેક્રેટરી ની જોબ મળી ગઈ અને કંપની મીટીગ એટેન્ડ કરતો થઇ ગયો. કસ્તુર ભાઈના ધ્યાનમાં બેસી ગયો. ઘરમાં પણ મહેસની મને મદદ સારી હતી. મનુભાઈ નંબર ટુ હતા પણ બહુ ખર્ચાળ રોજ રૂ પાચ ના પાન ખાવા જોઈતા કપડા બેન્ડ બોક્સ માં ધોવાતા અને મોટે ભાગે લંચ બહાર લેતા. તે કોઈ જવાબદારી લેતા નહિ કે તેમને અપાતી નહિ. થોડો વખત ગાડી ચાલી અમે મોટી જગાની શોધમાં હતા પાઘડી ની મોટી રકમનું રીસ્ક લેવાનું ઉચીત લાગતું નહિ. અને ઓનેરસીપ ની જગા માં બધા પૈસા મુકવા ઉપરાંત થોડો કરજો લેવો પડે તેમ હતું. તેવખતમાં બેંક લોંન નોતી. બધા પૈસા રોકડા આપવા પડતા.  અંણધાર્યા ખર્ચા આવે તો કેમ પોહચી વળવું તે મુઝવણ હતી. ઉપરાંત ભણવા ને ઘરના ખર્ચા તો કાઢવા રહ્યા. પણ ઈશ્વરની કૃપાથી નજીકના સુરી બિલ્ડીંગમાં એક જગા ખાલી પડી. જગા બીજે માળે હતી. બીજો માળ નવોજ બન્યો હતો. અમરનાથ સુરી તે મકાનના માલિક હતા. બહુ લોકોએ તેને માટે કોસિસ કરી હતી. અમરનાથ ની વાઈફ પણ બાને ઓળખતી. અમરનાથ ને હું મળ્યો અને જગા ની પૂછ પરછ કરી. તેમણે કહ્યું કે તમે આવસો તો મને ગમશે. મેં તે જગા લીધી. આ ફ્લેટ ના ચાર રૂમ હતા. રસોડું મોટું હતું ચોથો રૂમમોટો પણ ઓપેન હતો. જે મેં ચણાવી બારીઓ મુકાવી. હવે જગ્યાની મોક્લાસ થઇ. જૂની તથા નવી જગ્યા મળી છ રૂમ થતા અને બંગલી ભણવા માટે કામની હતી. બન્ને મકાનનું ભાડું રૂ. 60 /.80 થતુ હતું. તે વખતમાં બહુ લાગતું પણ બહુ રકમ રોકવી પડી નહિ. સુરી બિલ્ડીંગમાં અમે ત્રીસ વરસ રહ્યા. 962 થી. 992.મહેશ મુઝાતો હતો જાણે કોઈ મોટી ચિંતા હતી. હું તે પામી ગયો ને જે હોઈ તે કહેવા જણાવ્યું. તેણે ગભરાતા મને કહ્યું કે તેને બ્રિટીશ એમ્બસી માંથી પત્ર આવ્યો છે કે તેને બ્રિટન આવવા તથા ત્યાં કામ કરવાની પરમીટ મળી છે અને તેની વેલીડીટી ચાર મહિનાની છે. આ કાગળ તેને ઓફીસ ના સરનામે આવ્યો હતો. કારણ કેટલાક સમય પર ઓફીસ માં લંચ સમયે ટાઈમ્સ વાચતા બ્રિટીશ એમ્બસી નું નોટીફીકેસન જોઈ અરજી ઓફિસમાંથી કરી હતી અને સરનામું ઓફિસનું આપ્યું હતું. હું જાણી ખુબ ખુશ થયો મેં તેને પ્રોશાહિત કર્યો અને કહ્યું કે અહીની ફિકર ના કરતો હું સંભાળી લઈશ. જવું હશે તો પ્લાનીગ કરવું પડશે. કેટલા દિવસો તો કાગળ ડાબી રાખવા ને મને નહિ કેહવા માં ગયા..મેં વિચાર્યું કે જે દેશમાં જવું હોઈ ત્યાની જાણકારી મેળવવી જોઈએ. માટે નક્કી કર્યું કે ત્યાં સ્થાઈ થયેલા ને લખવું જોઈએ અને ત્યાં જઇ આવેલા ને મળવું જોઈએ. મેં બે જણ ને પત્ર લખ્યા. એક હતા કોઠારી ને બીજા ભરતભાઈ. કોઠારી મારા મિત્ર હતા અહીની તેમની પ્રેક્ટીસ મને અને માણેકલાલ ને  સોપી ગયા હતા. ભરતભાઈ ના મોટાભાઈ વિનોદ મારા મિત્ર હતા તેઓ થોડા સમય પહેલા મુબઈ શિફ્ટ થયેલા. કોઠારી નો જવાબ ના આવ્યો પણ ભરતભાઈ નો જવાબઆવ્યો કે મહેશને મોકલાવી દો. આ પત્રે થોડી હિમત આપી.મહેશ ને મેં કહ્યું કે જવું હોઈ તો મન મક્કમ કર ને જણાવ. નહિ તો ભૂલી જવાનું. પણ આવા પરદેશ જવાના ચાન્સ જીવનમાં કોક વારજ આવે. ને ના લઈએ તો જીવનભર પસ્તાવું પડે. અમે પ્લાન કર્યો કે દરોજ એકને મળવાનું. અમે મોટી પતરાની બેગ લઇ આવ્યા. મને થયું કે ઠંડાં પ્રદેશમાં જાય તો વુલન કપડા જોઈએ. લંડન માં પહેરવા લોંગ વુલન કોટ દાદરમાં સીવડાવા નાખ્યો બ્લેન્કેટ લીધું બેડિંગ ને અનુરૂપ ગાદી કરાવી. અન્ય બેઝીક જરૂરી વસ્તુ એક વરસ સુધી ચાલે એટલી ખરીદી. મહેશનો પેસેજ બુક કર્યો. બહુ વિચાર્યા પછી સ્ટીમરમાં મોકલવાનું નક્કી કર્યું..લાઓસ સીપ હતું. સીપ માં લંડન પોહ્ચતા સમય લાગે તેથી હવા પાણી તેમજ રીત રસમ થી પરીચિત થવાય. કાપડ બજારમાં થી વુલન કાપડ લઇ સુટ કરવા નાખ્યા. થોડા પેન્ટ કરાવ્યા. નવા જોડા લીધા. અને એજંટ પાસે ટિકિટ લઇ આવ્યા. બધી તૈયારી થઇ ગઈ. એક બાજુ ઉત્સાહ હતો બીજી બાજુ વિરહનું દુખ. કુટુંબ માંથી કે સગા માંથી કોઈ પરદેશ ગયું નહતું. પણ મેં તેને કહ્યું હતું કે છ મહિના કોસિસ કરવી જો સકસેસ ના મળે તો જાણ કરવી ને સમય બગડ્યા સિવાય આવી જવું મેં તેને રૂપિયા ત્રણ હઝાર ના પાઉન્ડ આપેલા સન 1964માં. તૈયારી બધી વ્યવ્સ્તીથ થઇ ગઈ.

દ્રશ્ય 28-પરદેસ ગમન-મહેશ 1964

મેં તથા બાએ સત્યનારાયણ ની કથા આ શુંભ પ્રસંગે રાખી હતી કથા જવાના પહેલા હતી. કાન્તા ફોઈ તેમજ ચંપા ફોઈ અને શાન્તા માસી નાના કાકા, અડોસી પડોસી સૌઉને સપરિવાર નિમંત્રણ આપ્યા હતા કાન્તા ફોઈ માનવા તૈયાર નહતા. તેમને મજાક લગતી હતી. તેઓ એ મને કહ્યું કે લંડન જવાનું બહુ ખર્ચાળ છે પૈસા લાવ્યા ક્યાંથી ?મેં કહ્યું અમે કોઈની પાસે માગ્યા નથી અને માંગીશું નહિ. અમે સોચ વિચારીને રૂપિયા સાત હજાર નું રિસ્ક લીધું છે તમે બધા આવજો અને મહેશને શુંભ આશીસ આપજો. મોટાઈના મિત્ર ઉમેદચંદ ને પણ આમંત્રણ આપ્યું હતું તેઓ ખુબખુશાલ થયા અને તાળીઓ પર તાળીઓ આપી ખડખડાટ હસતા. હીરાલાલ માસા ચંપા માસી કીકા મામા બધા આવેલા. જાણે ઘરમાં લગ્ન પ્રસંગ હોઈ તેવું વાતાવરણ હતું. કથા સારી રીતે પાર પડી સગા સબંધી જમ્યા અને મેહમાનોને અલ્પા હાર તેમજ પ્રસાદ વહેચી છુટા પડ્યા  મનુભાઈ એ એમની કુપની માં થી બસની સગવડ કરી. મહેશનો જવાનો દિવસ 3.સ્ટ ઓક્ટોબર ઓગણીસો ચોસઠ હતો. લાંવોસ સીપ મુંબઈ ડોક માં થી ઊપડવાનું હતું. શીપ સાંજે છ વાગે ઉપાડવાનું હતું. પાર્લા થી અંતર ઘણું હતું. માટે બસ આવી ને તેમાં સઉં ગોઠવાયા. બસ સમય સર ડોક માં પોહચી. પહેલા હાર કલગા થયા ને નારિયલ અપાયું. પછી ફોટો સેસન થયા. ગ્રુપ ફોટો તથા સીંગલ ના. સામાન ડોકમાં ચેક થયો. અમો સ્ટીમરની રાહ જોતા ઉભા. બહુ વખત થયો પણ સ્ટીમર આવી નહિ. હવે લગભગ સાત વાગ્યા હશે ત્યારે એનાઉન્સ થયું કે સીપ ડોકમાં નહિ આવી શકે માટે પસેન્જર હોઈ તે બોટ માં બેસવા જાય.મહેશ ઉતાવળ માં બધાને મળી ન શક્યો ને બોટ માં બેસવા ચાલી ગયો. મારે પણ છેલી વાતચીત થઇ ના શકી. સીપ દરિયામાં આગે હતું. બોટ થી પસેન્જર સીપ તરફ ગયા પછી શું થયું તે ખબર નથી. સીપ ની સાયરન થોડી વારે  સંભળાઈ અને એનોઉંન્સ થયું કે સીપ ઉપડી ગઈ. અમો સર્વે વિખરાયા. અમે ઘરે આવ્યા ને લાગ્યું કે કશુક ખોયું હતું. તે દિવાળીની એક રાત હતી ફટાકડાના અવાજ આખી રાત ગુંજતા હતા. તે રાત્રે મને ઉઘ ના આવી. વિચારો કરી મગજ થાક્યું ને આખ બંધ થઇ ગઈ. હું ને મનુભાઈ કેબીનમાં હતા. મહેશની ગેરહાજરી સાલતી હતી. તે દિવસ હતો 31ST OCTOBER 1964.

દ્રશ્ય 29-પ્રોફ્સી

મારા જીવન માં મને અનેક વાર ઈશ્વરની પ્રતીતિ થઇ છે મહેશ ના જવાથી બધો ભાર મારે માથે આવી ગયો. સરલાના પૈસા હવે લેતો નહિ. તે તેના નામથી એકઠા કરતી. તેને મેં બેંક ઓફ બરોડા માં ખાતું ખોલાવી આપ્યું હતું. તેની થાપણ નો કારભાર પણ હું કરતો.તેના લગ્ન પછી પણ હું કરતો. ઘણા સમય પછી તેને મેં તેને થાપણ પાછી સોપી  મારી નવી નોકરીને બે અઢી વર્ષ થયા હશે. તે વખતે અમો મોર્નિંગ ક્લબ ચલાવતા જેમાં સવારના છ થી આઠ બેડમિંગટન રમતા.રમ્યા પછી આપણા ઘરે ચા પાણી થતા. એક દિવસ જન્માક્ષર ની વાત નીકળતા ભાગવતે મારા જન્માક્ષર માગ્યા અને મેં આપ્યાં. તેમણે ગણતરી કરી કહ્યું કે પરિવર્તન આવશે અને તે પણ પેહલી અપ્રિલ થી. તેજ દિવસ પેહેલી અપ્રિલ હતો અને સાલ. 964. મારા માનવામાં આવે તેવી વાત ન હતી. હમેશ મુજબ હું ઓફીસ ગયો. દસ એક વાગ્યા હશે રાબેતા મુજબ સવારની ચાહ આવી. કેન્ટીન બોય ચાહની ટ્રે ટેબલ પર મૂકી ગયો. હું ચાહ પીતોતો એટલામાં પટાવાળાએ કહ્યું કે બડા સાબ બુલાતા હૈ. હું જલ્દી ચાહ ખતમ કરી ઉપર આપ્ટે સાબ ની ચેમ્બરમાં ગયો. આપ્ટે સાબ અમારી કંપની ના ચીફ બોસ હતા. તેમનું ટાઈટલ રેસીડેન્ટ એન્જીનીયર હતું. મને કેહવામાં આવ્યું કે તમે એમ આર ભટ્ટ સાથે જાવ ને નવી કંપની નો ચાર્જ લેવામાં તેમને મદદ કરો. હું ભટ્ટ સાહેબને મળ્યો. તેઓ બાજુની ચેમ્બરમાં બેસતા. મારી સર્વિસ છ મહિના નવી કંપનીને લોંન કરી મારો પગાર રૂ.250થી વધી ગયો નવી કંપની થાણા હતી ભટ્ટ સાહેબ ટેકનીકલ સાઇડ જોતા હતા ને હું અકોઉંનટસ અને એડ્મીનીસ્ટ્રેસન સંભાળતો. પણ કંપની ના બોસ ભટ્ટ સાબ હતા અમે થાણા પોહચી નવી કંપનીના માણસોને મળ્યા. ઠાકારાજી ત્યાના બોસ હતા. તેઓ પારસી હતા. કંપની માલિક પણ પારસી હતા. સ્ટાફ બહુતિક પારસી ને મરાઠી હતો. લોકલ માણસ ઘણા હતા પણ મકાન નાનું હતું. ફૂર્નીચર સરખું ન હતું. હું ને ભટ્ટ બાજુ બાજુમાં નાના ટેબલ પર બેસતા. અમે નજીકનું સ્કુલ બિલ્ડીંગ સરુઆત માં ભાડે લીધું પાછળથી વેચાણ લઇ લીધું. મકાન બે માળનું અને રસ્તા પર નું હતું.પછી ફૂર્નીચર ઓર્ડર કર્યું અને કેબીન બનાવ્યા. સ્ટાફ રિક્રુટ કર્યો. મારી કેબીન કાચની કરી જેથી સ્ટાફ પર ચાંપતી નજર રખાઈ. અમે રવિવારે ઈન્ટરવ્યું લેતા અને માણસો સિલેક્ટ કરતા. હું મારા રીપોર્ટ તૈયાર કરતો ને ભટ્ટ સાહેબને આપતો તે પછી અમે હેંડ ઓફીસ મોકલતા. થાણા એરિયા ફાસ્ટ ડેવેલપીંગ હતો. છ મહિના બહુ હેકટીક વીત્યા. ભટ્ટ સાબ પાછા અમારી જૂની કંપની માં જતા રહ્યા મને કેહવામાં આવ્યું કે તમે ફોઉં ડેસન નાખ્યું તમેંજ ચણતર કરો તો સારું. તમારા જે કઈ પ્રોબલેમ હશે તેનો કંપની નિકાલ કરશે. હું ચેરમેંન ને નાખુશ ના કરી શક્યો. અને મનેવધારે પૈસાની જરૂર હતી. મારો પગાર પાછો લગભગ રૂ 200 થી વધી ગયો. મહેશ ના જવાથી આવકમાં જે ફટકો પડ્યો હતો તેમાં થોડી રાહત થઇ. અને ગાડી આગળ ચાલી. ગોપાલ ને ભુપેન્દ્ર કોલેજમાં છેલા વરસો માં હતા ને કનું V.J.T.I. માં હતો.

દ્રશ્ય-30-આગાહી

સાલ 1965ની -ગોપાલ મારો ચોથો નાનો ભાઈ હવે બી. ઈ સિવિલ, વી.જે.ટી.આઈ.માં થી થઇ ગયો અને ટુક સમય માં કન્સલ્ટીંગ ફર્મ માં કામે લાગી ગયો. થોડો વખત કામ કર્યા પછી જોશી કન્સ્ટ્રકસન કંપની માં જોડાયો.કંપની બ્રીજનુ બાધકામ કરતી હતી. તેમાં તેને પટના જવું પડેલું.સાઈટ ની લાઈફ તેના સ્વભાવ ને માફક ના આવી.પરિણામે પાછો ફર્યો.મેં મારી કંપની માં કોશીસ કરી પણ સફળ ના થયો.અમારા ફોઈ નો દીકરો ભગવત અમેરીકા ગયો હતો.તેના પત્રો આવતા હતા તે ગોપાલને ત્યાં બોલાવતો.નાના ભાઈઓ ભુપેન્દ્ર ને કનું હજુ ભણી રહ્યા હતા.મનુભાઈ મારા બીજા નંબર ના ભાઈ તેમની નોકરી વારે વારે છુટી જતી ક્યાં છોડી દેતા.બહ આશાવાદી તેનો સ્વભાવ અને વાતો શેખચલ્લી જેવી લાગતી.તેની વાતોમાં કોઈને વિશ્વાસ આવતો નહિ.પગાર કરતા ખર્ચ વધારે.શોખ પણ ગજા વગરના.રોજ રૂ પાચ ના પાન, બેન્ડબોક્ષમાં કપડા ધોવાડવા અને બહુતીક બહાર ખાવું.રોજ બા પાસે બહાર જાય ત્યારે પૈસા લેવા. આ તેની ખાસ ટેવો હતી. આ દરમિયાન એક દિવસ બપોરના સમયે બે માણસો આવ્યા.બેલ માર્યો એટલે બાએ દરવાજો ખોલ્યો અને પૂછ્યું કોણ છો ? તથા ક્યાંથી આવો છો ? કોનું કામ છે.? તેઓએ કહ્યું કે અમને તમારા સગા હીરાલાલ ગાંધી જે વકીલ છે અને ભરૂચમાં રહે છે તેમણે ભલામણ કરી છે કે ધનંજય ને મળજો.તેમણે તમારું સરનામું આપ્યું હતું.અને કામ તો અમારા ગુરૂ ને ધનંજય ને મળવું છે.અમે બેલુર મઠ ના સ્વામીઓ છીએ.હું ઓફીસ ગયો હોવાથી બાએ રવિવારે બપોરે આવવા જણાવ્યું.તેઓ રવિવારને દિવસે આવ્યા.હું પેલે ઘરે બપોરે આરામ કરતો હતો.પેલું ઘર નજીક હતું.મારા નામની બુમ પડી એટલે હું અગાસીમાં ગયો ને હાથ કર્યો ને ત્યાં જવા જુના ઘરે તાળું મારી ને નવા ઘરે પોહ્ચ્યો.જોયું તો ગુરુ સોફા પર બેઠેલા. બાએ ઓળખ આપી કે આ આમારો જ્યેષ્ઠ પુત્ર ધનંજય.સ્વામીજી એ નીચે સાદડી પાથરવા કહ્યુ અને બધાના જન્માક્ષર આપવા કહ્યું. પોતે નીચે સાદડી પર બેઠા અને મને તેમની સામે બેસવા કહ્યું.મેં કહ્યું હું જ્યોતિષ માં નથી માનતો.તેમણે કહ્યું પહેલે બેઠ જાવ.બાનાં આગ્રહ થી બેસી ગયો.તેમણે કહ્યું જો પૂછના હે વો પૂછો ને ડાયરી મેં નોધ કરો.મેં તેમનો ટેસ્ટ કરવા મારા જન્માક્ષર ન આપતા મહેશના જન્માક્ષર આપ્યા.જોઇને તેમણે કહ્યું એ તુમારા નહિ હૈ એ આદમી અબ દરિયા પાર હૈ.ને ખરેખર મહેશ લંડન હતો.મનુભાઈ ના જન્માક્ષર જોઈ કહ્યું કે એ આદમી અભી પહાડો મેં હૈ.મેં કહ્યું એતો કાશ્મીર ખીણ મેં ગયા હૈ.સ્વામીજીએ કહ્યું તસ્સ્લી કર લેના.અને ખરેજ મનુભાઈને પ્લાન બદલવો પડ્યો હતો.ને તે પહાડ ઉપર ગયો હતો.મેં આગળ પૂછ્યું કે હવે ઘરમાંથી કોઈ ફોરન જશે કે નહિ ? સ્વામીજીએ કહ્યું કે ફોરન જાના તુમારે ઘર મેં ફુદીના કી ચટણી જૈસા હો જાયગા.અને ખરેજ બધા અમેરિકામાં વસી ગયા.પછી મેં મારી બેન સરલાના જ્નામક્ષર આપી પૂછ્યું કે ઈન કી સાદી કબ હોગી ?સ્વામીજીએ કહ્યું લડકી હાજર કરો ઇસકા કપાળ દેખકે બતાયેગા બેન સરલાને અંદરના રૂમમાંથી બોલાવી સ્વામીજી સામે બેસાડી.સ્વામીજીએ કપાળ ની રેખાનું નિરક્ષણ કરી કહ્યું જુલાઈ મેં હો જાયેગા.મેં કહ્યું યે અપ્રિલ ચલ રહાહૈ અમને અભીતક કોઈ લડકા દેખા નહિ અને દેખને કી કોસિસ ભી કી નહિ ?.સ્વામીજીએ કહ્યું લીખ લો ના હોવે તો મુજે બતાના.અને ખરેજ સરલાના લગ્ન જુલાઈ માં થઇ ગયા.એક જ છોકરો જોયો ને બન્નેને પસંદ પડી ગયો.ઉઠતા સ્વામીજીએ કહ્યું જ્યોતીષ વિદ્યામેં પઢે લિખે લોકો કા વિશ્વાસ જગાને કે લીયે મેં જગા જગા જાતા હું,મારી કને નવું નામ માગ્યું. સ્વામીજી પોતે M.A ( wIth eng.) હતા મેં રાજુમાંસાનું નામ તથા સરનામું આપ્યા.રાજુમાસાને તેમના પાર્ટનર થી છુટા થઇ પોતાની ફેક્ટરી કરવી હતી.સ્વામીજીએ તેમનો ભૂતકાળ બતાવ્યો અને નવી ફેક્ટરી થશે તેમ વિશ્વાસ થી કહ્યું.સ્વામીજીએ ઘણા ઓળખીતા ના ભવિષ્ય જોઈ આપ્યા અને બધાને વિસ્મય પમાડી દીધા આ વાતને બહુ સમય વીત્યા પછી માસાએ મારી પાસે સ્વામીજીનું સરનામું માગ્યું.મને ફક્ત એટલીજ ખબર હતી કે તેઓ બેલુર મઠ થી આવ્યા હતા.માસા બેલુર મઠ પોહચી ગયા.તપાસ કરતા માલમ પડ્યું કે સ્વામીજી ગુજરી ગયા.મારી ડાયરી જુનું ઘર કાઢતી વખતે ખોવાઈ ગઈ અને તેની સાથે પુછાયલા સવાલો પણ ભુલાઈ ગયા.મારા જીવનમાં આ અનેરો અનુભવ હતો.

વધુ આવતા અંકે ….
ધનંજય સુરતી

 

 

 

 

 

 

૧૩-વાંચવા જેવું પુસ્તક -સાગરપંખી

સાગરપંખી

મારા શહેર નડિયાદમાં મહિનાના પહેલા રવિવારે ડાહ્યીલક્ષ્મી લાયબ્રેરીમાં સવારે ૯ થી ૧૨ એક ઉત્તમ કાર્યક્રમ થાય છે જેનું નામ છે ‘ગ્રંથ નો પંથ’ – જેમાં ગુજરાતી ભાષાના અલગ અલગ સાહિત્યકારો આવે અને પોતાના મનગમતા પુસ્તક વિષે ૨ કલાક બોલે. મને કાયમ અફસોસ રહે કે મારા શહેરમાં આટલો સરસ કાર્યક્રમ થઇ રહ્યો છે અને હું જઈ નથી શકતી પણ Google નો અમારા જીવનમાં બહુ મોટો ભાગ રહ્યો છે અને એમાય youtube નો ખાસ. youtubeની અસીમ કૃપાથી આ બધા વ્ય્ખ્યાનનું રેકોર્ડીંગ મને મળી રહે છે અને હું ‘ઘેર બેઠા ગંગા’ કરું છું. (મને રસોઈ બનાવતા કે ગાડી ચલાવતા આવા વ્ય્ખ્યાન સાંભળવાની ટેવ છે, ખરેખર આ પ્રયોગ કરવા જેવો છે.) હા તો એક દિવસ મે ‘ગ્રંથ નો પંથ’ માં R.J. ધ્વનિત ને સાંભળ્યા. અને એ જે પુસ્તક વિષે બોલ્યા એ હતું ‘સાગરપંખી’
પાન સખ્યા : ૫૦
કિમંત : ૧૫ રૂ.

આ પુસ્તકના મૂળ લેખક રીચાર્ડ બેક છે પણ એનું ગુજરાતી અનુવાદ મીરાં ભટ્ટએ કર્યો છે. મે અંગ્રેજી પુસ્તક જ વાંચ્યું. વાંચતા મને કલાક જ થયો પણ પછી એના પર વિચારો હજુ ચાલુ જ છે 🙂 આ પુસ્તક amazon પર ૨$ માં છે તમે મેળવીને વાંચી શકો. આ પુસ્તક વિષે વાંચતા પહેલા આ વિડીયો જોઈ લેશો તો પુસ્તક વાંચવાની વધારે મજા આવશે.

હવે વાત કરીએ પુસ્તકના મૂળ વિષય પર,
જોનાથન એક નાનકડું સાગર પંખી છે. પણ સર્વસામાન્ય સાગર પંખીઓથી કાંઇક જુદું પડે છે. જયારે એના જાતબાંધવો દરિયાકાંઠે પોતાનો શિકાર શોધવામાં મશગૂલ હોય છે, ત્યારે એ મથે છે ઊચાંઈઓ આંબવા, આ સાગર પંખીને ઊડવું છે ઊંચે-ઊંચે, દરિયાને પેલે પર, દૂર- ક્ષિતિજોને અડીને આકાશે પહોંચતી ઊંચી ગિરિકંદરાઓને પેલે પાર ! બસ આ નાનકડા પંખીના જીવનરસની વાર્તા આ પુસ્તકમાં છે.
આખરે આ એક રૂપક છે. વાસ્તવમાં સાગરપંખી છે, માનવનું આતમપંખી. કેટલાક માણસો જન્મથી જ એવો માંહ્યલો લઈને અવતરે છે, જેની પાંખો સતત વિકાસ માટે ફફડ્યા જ કરે છે. આ એવા લોકો માટે એક વાર્તા છે કે જેઓ તેમના હૃદયના પગલે ચાલે છે અને પોતાના નિયમો બનાવે છે. જે લોકો કંઈક સારી રીતે કરવાથી વિશેષ આનંદ મેળવે છે, ભલે તે પોતાના માટે જ હોય !
વધુ આનંદ તો પુસ્તકને વાંચીને જ આવશે પણ હા..
મીરાબેનના અનુવાદિત આ પુસ્તકની પ્રસ્તાવના શબ્દસહ અહી ટપકાઉ છું. એ વાંચવામાં વધારે આનંદ આવશે.
“વર્ષો વીતી ગયાં એ વાતને. રેલગાડીમાં બેસી કયાંક બિહાર-આસામનો પ્રવાસ ખેડી રહી હતી. કોઈક સ્ટેશને બારીમાંથી અચાનક પુસ્તકોની લારીમાં ‘Jonathan Livigstone Seagull’ પુસ્તક જોયું. એની ખ્યાતિ મારી પાસે પહોંચી ગઈ હતી. પછી તો કેડો મૂકે એવું એ પુસ્તક ક્યાં હતું ? મિત્રોમાં એને મમળાવતી રહી. ત્યાં ‘નવનીત’ નાં સંપાદિકા કુન્દનિકાબહેનનું નિમંત્રણ મળ્યું કે પુસ્તકનો સંક્ષેપ કરી આપો. અને ‘સાગરપંખી’ ગુજરાતી પરિવેશ ધારણ કરી જમીન પર જેવું ઊતર્યું તેવું ગુજરાતના સુજ્ઞ વાચકોએ એને વહાલપૂર્વક વધાવી લીધું. પછી તો ‘વિચાર વલોણું’ નાં સંપાદક શ્રી સુરેશ પરીખે એને પુસ્તકાકારે ત્રણ-ચાર આવૃત્તિમાં પ્રગટ કર્યા કર્યું. અને પાઠકો એને ઉમળકારભેર આવકારતા રહ્યા. પરંતુ છેલ્લાં ઘણાંયે વર્ષોથી ‘સાગરપંખી’ અપ્રાપ્ય બની ગયું હતું અને જાણ્યા-અજાણ્યા અનેક મિત્રો સતત એની માગણી કરતા રહેતા હતા. એટલે એ સૌની લાગણીનો પડઘો પાડવા માટેની આ નવી આવૃત્તિ સૌ પાઠકો સમક્ષ પ્રસ્તુત છે.

આવું ઉમળકાભેર વધાવવા જેવું આખરે છે શું આ નાનકડી પુસ્તિકામાં ? મેં એક ગ્રંથપાલને આ પુસ્તક વસાવવા સૂચવ્યું તો મને સાંભળવા મળેલું કે, ‘હું વાંચી ગયો છું એ ચોપડી. ખાસ કશું છે નહિ એમાં. એક પંખી આમતેમ ઊડ્યા કરે છે.’ હું આ જવાબ સાંભળી થીજી ગયેલી. જે પુસ્તક મને આટલું બધું હલાવી ગયું એમાં એમને કશું ના જડ્યું ? ઉપર ઉપરથી પાનાં ફેરવી જઈએ તો આવું જ લાગે. ન કોઈ વિશેષ ઘટના, ન નાયક-નાયિકા, ન કોઈ ખલનાયક. વાત માત્ર એક પંખીની અને એની પાંખોના ફફડાટની.

‘જોનાથન’ એક નાનકડું સાગરપંખી છે. પણ સર્વસામાન્ય સાગર પંખીઓથી એ કંઈક જુદું પડે છે. જ્યારે એના જાતબાંધવો દરિયાકાંઠે પોતાનો શિકાર શોધવામાં મશગૂલ હોય છે, ત્યારે એ મથે છે ઊંચાઈઓ આંબવા. આ સાગરપંખીને ઊડવું છે ઊંચે-ઊંચે, દરિયાને પેલે પાર, દૂર-ક્ષિતિજને અડીને આકાશે પહોંચતી ઊંચી ગિરિકંદરાઓને પેલે પાર !

આખરે આ એક રૂપક છે. વાસ્તવમાં સાગરપંખી છે, માનવનું આતમપંખી. કેટલાક માણસો જન્મથી જ એવો માંહ્યલો લઈને અવતરે છે, જેની પાંખો સતત વિકાસ માટે જ ફફડ્યા કરે છે. એને જીવનની તમામ ઊંચાઈઓ, તમામ ગહરાઈઓ અને અસીમ વિસ્તાર પણ ઓછો પડે છે. ઊંચાઈ, ઊંડાણ અને વ્યાપકતાઓના ત્રણેય પરિમાણને પેલે પારના તત્વને આત્મસાત કરવા મથવું એ જ એની જિંદગીનો પરમ પ્રાણ છે. આપણું આ સાગર પંખી પણ એવું જ છે. એને દૂર દૂર ગગનમાં ઊંચે ઊડવું છે, પરંતુ આગળ વધવા ઈચ્છનાર ક્યા સાધકની યાત્રા નિર્વિધ્ન રહી છે કે એની રહે ? જમાતમાં પાછળથી ટાંટિયા ખેંચનારા હાજર જ હોય છે. જોનાથનને પણ માબાપ વ્યવહારડાહી વાતો સમજાવે છે, ‘બેટા, શા માટે આમ અમથો ઊડાઊડમાં સમય વેડફી મારે છે ? એના કરતાં માછલાં પકડવાની જુદી જુદી રીતો શીખી લેતો હો તો ?’ સામાન્ય સાગરપંખીને હજાર ફૂટ ઊંચે ઊડવા મથતો જોઈ જ્ઞાતિના લોકો આડા ફરી વળે છે, ‘હવેથી તું ન્યાત બહાર ! કારણ, તેં બેજવાબદારી દાખવી છે. ત્યારે નાનકડું પંખી આક્રોશ કરી જિંદગીનો પાયાનો પ્રશ્ન પૂછી બેસે છે, ‘અરે ! જીવનમાં પ્રયોજન શોધવું, પ્રયોજનને પ્રાપ્ત કરવું એ બેજવાબદારી કહેવાય ?’ પણ લોકોને તો એક જ વાત કહેવી છે કે ‘આપણો સંબંધ પૂરો થાય છે.’ હરિનો મારગ પસંદ કરનારને હંમેશા આમ જ એકલા, અટૂતા ચાલવું પડ્યું છે. સાંપ્રત સમાજે એના રસ્તા પર કાંટા જ કાંટા વેર્યા છે. પૃથ્વી પરની ધર્મસભાઓ ધર્માત્મા માટે કેદખાનાં જ સિદ્ધ થતી આવી છે. પણ પંખી અટકતું નથી. એનું ઉડ્યન ચાલુ જ છે. મથામણો પણ. એને છેવટે સિદ્ધિનો પહેલો મુકામ આવે છે, જ્યાં પ્રકાશ છે, વ્યાપક વિસ્તાર છે અને તારોજ્જવળ પાંખોવાળા શાંત, સૌમ્ય હમસફર છે.

પરંતુ જીવનયાત્રા કોઈ એક મુકામમાં તો પૂરી કેવી રીતે થાય ? નિત્ય-નિરંતર નવીન મંજિલો ખોલી આપે એનું નામ તો છે જીવન. એ નવા મુકામ પર પણ સાગરપંખી એક વયોવૃદ્ધ ગુરુસમા વડીલ પંખીને એક વાર પૂછી બેસે છે, ‘ચ્યાંગ, મને સાચેસાચ કહો, આ સ્વર્ગ નથી ખરું ને ?’ – સ્વર્ગ એટલે અંતિમ મુકામ. ત્યાર ચ્યાંગ મજાકમાં કહે છે, ‘તું હવે શીખવા લાગ્યો છે.’ યાત્રા એ યાત્રા છે, મુકામ નથી – જીવનનું આ તથ્ય જોનાથન પકડે છે ત્યારે ગુરુ કહે છે કે હવે તું મર્મ પકડવા લાગ્યો છે. અને પછી ચ્યાંગ જોનાથન સમક્ષ જીવનનું ગર્ભિત રહસ્ય, જીવનનો મર્મ ખોલી આપતાં કહે છે, ‘જોનાથન, સ્વર્ગ ન સ્થળમાં વસે છે, ન કોઈ કાળમાં. જીવનમાં પરિપૂર્ણતા પામવી એ જ તો છે સ્વર્ગ.’

બિલકુલ આપણા ઉપનિષદોની વાત. સ્થળાતીત કાળાતીત અસીમ અનંત શાશ્વતીમાં સ્થિર થવાની વાત. માણસે પોતાનાથી બહાર બીજે ક્યાંય પહોંચવાનું નથી. પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર થવાનું છે. પૂર્ણગતિ એટલે અત્યંત વેગમાં ગોળગોળ ફરતા ભમરડાની સ્થિર ગતિ. પરંતુ જુઓ કમબખ્તી ! જ્યાં પહોંચવા માટે જનમ ધરીને સતત તરફડતાં રહી, મથામણો કરતાં રહી અંતે મુકામ સર કર્યો. પણ ત્યાં પહોંચ્યા પછી શું ? ઈશ્વરે માનવમાં એવું હૃદય મૂક્યું છે કે એ સુખ કે દુ:ખ તો એકલો ભોગવી જ શકતો નથી, પણ મુક્તિ પણ એકલો ભોગવી શક્તો નથી. જીવનની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચ્યા પછી પોતાના માદરે વતનની તળેટીમાં ઊંચાઈ આંબવા મથતાં જીવ એને સાંભરી આવે છે અને એ મજબૂર બને છે નીચે ઊતરવા.

શ્રીરામ-કૃષ્ણ, બુદ્ધ-મહાવીર, ઈશુ-ગાંધી આમ જ સહુજનહિતાય – સહુજનસુખાય પાછા ધરતી પર આવે છે અને ઊંચે ચઢવા ઈચ્છનાર માટે હાથ લાંબા કરે છે. માણસ જ્યારે સમગ્રતામાં જીવે છે, ત્યારે જ જીવનને સમગ્રપણે જીવી શકે છે. આપણા સાગરપંખીને પણ જીવનની સમગ્રતાની ચાહત છે, એટલે ફરી પાછો હજારો ફૂટ નીચે પાછો ઊડીને પોતાના સાગરકાંઠાના જાતબંધુઓ સમક્ષ આવીને ઊભો રહે છે. જિજ્ઞાસુ અને મથનારા જીવોને એ મમતા અને વાત્સલતાપૂર્વક ઊંચે ઊડતાં જ માત્ર શીખવતો નથી, પોતાને તિરસ્કારતાં જ્ઞાતિબંધુને પણ કરુણાપૂર્વક સમજવાની કળા શીખવે છે, ‘ફ્લેચર, તું એમના પર ગુસ્સે ન થઈશ. તારો બહિષ્કાર કરી એમણે પોતાનું જ નુક્શન કર્યું છે. એમની ઘૃણા કે ઘૃષ્ટતા સામું ન જોઈશ. આપણે તો તેમને મદદ કરવાની છે.’ જોનાથનનું આ અવતાર-કાર્ય ખૂબ સુંદર અને કળાત્મકરૂપે અહીં પ્રગટ થયું છે. એની વાણીમાં ક્યારેક ઈશુ વંચાય, તો ક્યારેક ભગવાન બુદ્ધ !

અને કદી ન કદી તો અવતારે પણ સંકેલો કરવો પડે છે. હવે જોનાથન પણ મહાપ્રયાણ માટે તૈયારી કરે છે, પરંતુ પાછળ બીજો એક જોનાથન મૂકી જાય છે. પોતાના ઉત્તરાધિકારી ફલેચરને જતાં જતાં જીવનનું એક બીજું મહાસત્ય કહેતો જાય છે, ‘ફલેચર, મહેરબાની કરીને પાછળથી મને ભગવાન ન બનાવી દઈશ. પંખી માત્રમાં અસીમ આત્મા પડેલો છે. એને વધુ ને વધુ ઓળખવો, પામવો એ જ જરૂરી છે.’ આમ કહી સાધારણ માનવમાં પણ જે અપ્રગટ સંભાવના પડી છે, તેની સામે અંગુલિનિર્દેશ કરી ફલેચર માટે શક્યતાઓનું વિશાળ જગત ખુલ્લું કરી આપી જોનાથન અંતિમ વિદાય લે છે.

આમ, આ છે એક આતમપંખીનો ફફડાટ, ઉંચાઈઓ અને અનંતતાઓ આંબવાની મથામણ, પોતાનામાં જ સ્થિર થઈ વિશ્વમય અનુભવવાની કળા અને ત્યાર પછી પણ ગાંધીચીંધ્યા ‘સાવ છેવાડે ઊભેલા માણસ’ ને ન ભૂલવાની વાત.

અમારો એક યુવા મિત્ર. સાગરપંખીનો અનહદ પ્રેમી એટલે મારા પણ પણ અપાર પ્રેમ ઢોળે. કહે, ‘પહેલાં ગુજરાતી ‘સાગરપંખી’ વાંચ્યું. ખૂબ ગમ્યું. ત્યાં ખબર પડી કે આ કથા ફિલ્મમાં પણ રૂપાંતરિત થઈ છે. એ પણ એટલી જ ગમી. એને થયું કે મારા સાગરપંખીનાં મીરાંબહેન સાગરપંખીની વાતને ફિલ્મરૂપે ન જુએ તે કેમ ચાલે ? અને એ મુંબઈથી વિડિયો કેસેટ લઈ આવ્યો, પોતે જ ક્યાંક વ્યવસ્થા કરી અમને ફિલ્મ જોવા લઈ ગયો. અને હું શું કહું ? – જીવતા-જાગતા, ઊડતા-પડતા-આખડતા-અથડાતા જોનાથનને જોઈને હું તો પાગલ જ થઈ ગઈ. પુસ્તકની છબીકળા તો સુંદર હતી જ પણ ચિત્રપટની છબીકળા તો અદ્દભુત ! વળી તેમાં સુંદર સંગીત અને અદ્દભુત કથનશૈલી ! પ્રઘોષકનો ઘેરો પહાડી અવાજ ! – સો વાતની એક જ વાત ! સાગરપંખીના પ્રેમીઓ આ ફિલ્મ અચૂક જુએ !

કથામાં આવતું એક લંગડાતું મેનાર્ડ પંખી જ્યારે આકાશમાં ઊંચે ઊડી શકે છે અને આકાશમાં, ‘I can fly, I can fly’ ના ઉલ્લાસોદ્દગાર કાઢે છે, એ તો ઘણી વાર અડધી રાતે મને આજેય ઊંઘમાંથી ઉઠાડી મૂકે છે. ‘સાગરપંખી’ પુસ્તકનું હાર્દ હૃદયમાં એટલું ઘૂંટાતું રહ્યું છે કે આજે જોનાથન લિવિંગ્સ્ટન મને વિનોબા જેટલો જ વહાલો અને આત્મીય થઈ પડ્યો છે. જેમને મન જીવન કેવળ સાગરકાંઠાના પાણીમાં છબછબિયાં કરી પૂરું કરી લેવાની ચીજ નથી અને જેઓ જીવનની ગહનતાના કંઈક ભાગ પામવા ઝંખે છે તેવા સૌ જીવનપ્રેમીઓને આ પુસ્તક વાંચી જવાની મારી પ્રેમાગ્રહભરી વિનંતી છે.

આપણા એક કવિએ ગાયું છે – ‘આભ ભરીને ઊડતાં હજુ શીખવું મારે…’ માનવમાત્ર આભ ભરીને ઊડતા શીખવાનું ઝંખે એ જ ઝંખના.” – મીરાં ભટ્ટ

આ ઉપરાંત મને આ પુસ્તકમાં ગમી ગયેલા અમુક વાક્યો:
– “Howmuch more there is now to living! Instead of our drab slogging forth and back to the fishing boats, there’s a reason to life! We can life our selves out of ignorance, we can find ourselves as creatures of excellence and intelligence and skill! We can be free! We can learn to fly”
– “There is no such place like Heaven. Heaven is not a place and it is not a time. Heaven is being perfect”
– “Break the chain of your thoughts and you break the chains of your body,too”‘

આ પુસ્તકને સાંભળવું હોય તો : https://www.youtube.com/watch?time_continue=679&v=8COt1n3jDq

દીપલ પટેલ