આ વર્ષે વાર્તા / નિબંધ સ્પર્ધાનો વિષય છે “અષાઢની મેઘલી રાત”.
વાર્તા / નિબંધ સ્પર્ધાના નિયમો નીચે પ્રમાણે રહેશે.
૧. વાર્તા કે નિબંધ મૌલિક અને અપ્રસિધ્ધ (બ્લોગસ, નેટ કે પ્રીન્ટ મિડીયા ક્યાંય પણ પ્રસિધ્ધ ન થયા હોય) હોવા આવશ્યક છે.
૨. વાર્તા કે નિબંધ ૧૨૦૦ થી ૨૦૦૦ શબ્દોની વચ્ચે હોવા જોઈએ.
૩. નિર્ણાયકોનો નિર્ણય અંતિમ અને આખરી રહેશે. એ વિષય પર કોઈ પણ બાંધછોડ કે વિવાદ કરવામાં આવશે નહીં.
૪. વાર્તા કે નિબંધ મોકલતી વખતે શીર્ષક સાથે “નિબંધ” કે “વાર્તા”ની કેટેગરી લખવી જરુરી છે.
૫. દરેક કેટેગરીમાં પહેલું ઈનામ $૧૦૧
અને બીજું $૫૧, એમ, બે ઈનામો આપવામાં આવશે.
દરેક કેટેગરીમાં $૨૫ના એક એક આશ્વાસન ઈનામ પણ આપવામાં આવશે.
૬. વાર્તા કે નિબંધ મોકલવાની અંતિમ તારીખ માર્ચ ૩૧, ૨૦૧૮ રહેશે.
૭. નિર્ણાયકને વાર્તા કે નિબંધ, સર્જકના નામ વિના , માત્ર નંબર આપી મોકલવામાં આવશે.
આશા છે કે આ વખતે પણ આગલા વર્ષોથી પણ વધુ ઉત્સાહથી આપ સહુ ભાગ લેશો.
આપ સહુનો, આ હરિફાઈમાં ભાગ લેવા માટે આગોતરો આભાર માનું છું.
પ્રજ્ઞાબેન અને “બેઠક”નો આભાર કે આ સ્પર્ધા યોજવાની મને તક આપી.
Jayshree