01/26/2018 -‘બેઠક’નો અહેવાલ -તરુલતાબેન મહેતા

અમેં  સૌ  ગુજરાતી છીએ,સાકર સરખા મીઠા,સૌ જન સાથે હળીએ મળીએ હળવે હસતા હસતા.’ (પદમાબેન કનુભાઈ શાહ )


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

26મી જાન્યુઆરી 2018ની શુક્રવારની સાંજે મિલ્પીટાસના આઈ.સી.સી.હોલમાં ‘બેઠક’નું આયોજન થયું . ‘બેઠક’ના આયોજક પ્રજ્ઞાબેનને સૌને પ્રેમથી આવકાર્યા .કાતિલ  ઠન્ડી અ ને વાદળ  ઘેરી  સાંજે ચાળીસેકની સંખ્યામાં ગુજરાતીઓ બેઠકમાં આવ્યા હતા . ઊષ્માભર્યા આવકારથી ગુજરાતી ભાષાપ્રેમીઓ  -સાહિત્યરસિકો ખુશખુશાલ બેઠકના કાર્યક્રમને માણવા ઉત્સુક હતા .પ્રજ્ઞાબેન દ્વારા  પસન્ન વદને થતા  સંચાલનની શરૂઆત કલ્પનાબેન રધુ શાહના મધુર કંઠે ગવાયેલી    પ્રાર્થનાથી  થઈ . ભારતમાં સ્વાતંત્ર દિનની ઉજવણી વતનપ્રેમીઓ બેઠકમા પરસ્પર અભિવાદન કરી કરતા હતા.

સ્ટેજ પર વચ્ચેની ખુરશીમાં બિરાજમાન વડીલ સભ્ય  કવિયત્રી પદમાબેન કનુભાઈ શાહ આજની બેઠકના ધ્યાનાર્હ વ્યક્તિ હતા.તેમના ‘મા તે મા ‘( આ..બે 2017) પુસ્તકનું લોકાર્પણ તરૂલતા મહેતાના હસ્તે થયું.આ પુસ્તકની પહેલી આવૃત્તિ 2016માં પ્રજ્ઞાબેન દાદભવાળાએ તૈયાર કરી ‘બેઠક ‘તરફથી તેમને ભેટ આપી હતી જેનું વિમોચન જાણીતા કવિ  અનિલ જોશીના હસ્તે થયું હતું। .બેઠક ગુજરાતીમાં  વાંચવા લખવાનું વાતાવરણ પૂરું કરી ગુજરાતી ભાષાની સેવા કરે છે.બેઠકના બગીચામાં ફૂલોને ખીલવવાનું માળીનું કામ પ્રજ્ઞાબેન અને સૌ સહાયકર્તાઓ ઉમંગથી કરે છે.  ખરેખર “શબ્દોના સર્જન”ને વયની મર્યાદા  નથી .પ્રજ્ઞાબેનના સતત ઉત્સાહથી જેમણે કદી કલમ ચલાવી નહોતી તેઓએ શબ્દોના સર્જન બ્લોગ પર વિવિધ વિષયો પર લખવાની શરૂઆત કરી.પદમાબેન શાહ તેમનાં કાવ્યો ,લેખો અવિરતપણે શબ્દોના  સર્જન પર લખતા રહ્યાં ‘ટીપે ટીપે સરોવર ભરાય ‘ તેમ તેમનાં કાવ્યો,નિબંધો નું દળદાર 130 જેટલાં પાનાનું સુંદર પુસ્તક તૈયાર થયું ,પોતાની જન્મદાત્રી માનું  અને માતૃભાષનું ઋણ અદા કર્યું છે.પદ્માબેન ખૂબ ખુબ અભિનન્દન ।.પુસ્તકનું આવરણ પુષ્ઠ ગુજરાતના સ્થાપત્ય વારસાને પ્રગટ કરે છે.સરસ રીતે તૈયાર થયેલું પુસ્તક માની કોખને ગૌરવ અર્પે છે.ત્રણ પેઢીઓને ભાષા અને સંસ્કુતિના વારસાથી સાંકળે છે। આ કામ પદમાબેનની જેમ દરેક કુટુંબમાં માં જ કરી શકે..એમના સ્નેહી પરિવારને અભિનન્દન અને શુભેચ્છા।

આમ તો આપણામાં કહેણી છે કે ‘માં તે માં ,બીજા બધા વગડાના વા ‘ માની તોલે કોઈ નહિ। અહીં હું જરા જુદી રીતે કહેવા માંગુ છું ,એક માં જન્મ દેનારી અને બીજી માં માતૃભાષા જેના ધાવણ જીવનને પોષે ,વિકસાવે .આપણાં સુખ -દુઃખ ,પ્રેમ આનન્દની અભિવ્યક્તિ માતૃભાષામાં અનાયાસ થાય। માના હાથનો રોટલો અમૃત જેવો લાગે તેમ ગુજરાતીમાં વાતચીત કરવાનો ,લખવાનો અનેરો આનંદ છે ,ભાઈ આપણે તો જનેતાની બોલીમાં  ગાણાં ય ગાવા ,ગરબા રમવા ,નાટકો અને ભવાઈ કરવી અરે પ્રેમ કરવો ,લડવું ઝગડવું અને સપના ય ગુજરાતીમાં જોવા.માની જગ્યા ઓરમાન માં  ન લઈ શકે તેમ બીજી ભાષાથી આપણો વ્યવહાર ચાલે પણ ગુજરાતી જેવી મીઠાશ ના  મળે.

બેઠકના સભ્ય કવિયત્રી ,લેખિકા સપનાબેન  પદમાબેનના પુસ્તક  વિષે બોલવા પધાર્યા .તેમણે કહ્યું। માં તે માં શીર્ષક જ ખૂબ સુંદર છે.એમાંની કવિતાઓ લાગણીથી છલકાતી અને સુંદર રીતે લખાયેલી છે.જીવનના તહેવારો,પ્રંસગો,જન્મદિવસ ,પ્રકૃતિ ,પરિવારના સભ્યો એમ વિવિધ વિષયોનો રસથાળ પદમાબેને શાહે ‘માં તે મા ‘પુસ્તકમાં માતૃભાષાને ચરણે અર્પ્યો છે.કલ્પનાબેન રધુ શાહે તેમણે અગાઉના પુસ્તકવિમોચનની ફિલ્મ યુ ટ્યૂબ પર મૂકી છે.તેમણે પદમાબેનના સર્જનકાર્યને વધાવ્યું છે.

‘બેઠક’ના લેખિકા વસુબેન શેઠે સ્વહસ્તે બનાવેલું કલાત્મક કાર્ડ અને મનીષાબેને પીળા ફૂલોનો સુંદર પુષ્પગુછ પદમાબેનને અર્પણ કર્યો અને મનીષાબેનને અભિનંદન આપી પદ્મામાસીના આશીર્વાદ લીધા ત્યારે સૌએ તાળીઓથી વધાવી પુસ્તક પ્રકાશનની ખુશી વ્યક્ત કરી.આમ બેઠકના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યાની ખોટ તેમના પુત્રી મનીષાબેને પુરી.

માનનીય પદમાબેને ભાવવિભોર થઈ સૌનો આભાર માન્યો. સહજ અંતરની લાગણી થી તેમણે પોતાની લખવાની પવૃત્તિનો જશ પ્રજ્ઞાબેનને આપ્યો।’બેઠખ અને ‘શબ્દોનું સર્જન ‘ તેમની લેખિનીને સતત બળ આપતા રહ્યા.તેમનાં સ્વ માતુશ્રીના ઋણ અને ગુણોને  યાદ કરતા ગળગળા થઈ ગયા.તેમના બાળપણની મીઠી યાદો હાજર રહેલા કુટુંબીજનો અને પરિવાર સમી બેઠકના સૌ કોઈને સ્નેહથી ભીંજવી ગઈ.પ્રજ્ઞાબેને વડીલને પ્રણામ કરી પદમાબેન અને સ્વ.કનુભાઈ શાહના ઋણને વ્યક્ત કર્યું। ભાષાપ્રેમી દંપતીએ પ્રજ્ઞાબેનને સહકાર અને માર્ગદર્શન પર પાડ્યા .

રાજેશભાઈએ બેઠકની 2017ની અનેકવિધ પ્રવુતિઓનું  વિગતવાર સરવૈયું કર્યું। તેમના વ્યક્તવ્યમાં તેમણે કહ્યું  જીવનમાં આનન્દ કરવો અને આપવો તો જ ફેરો સાર્થક થાય.રાજેશભાઈ હું તમારા મત સાથે સહમત છું તેથી જ સર્જનની પવૃત્તિ સાથે સંકળાયેલી છું .’બેઠક ગમતાનો ગુલાલ કરવાનો મોકો આપે છે.

પ્રજ્ઞાબેનની બે વાર્તાઓના વાચિક્મ પ્રયોગથી સૌને મોકળા મને હસવાનું મળ્યું। ઉપાધ્યાય દંપતીએ મઝાના લ્હેકામાં વાર્તાને નાટયમય બનાવી ગુજરાતીની મસાલાવાળી ‘ચા તે ચા ‘.બીજી વાર્તા ‘આયેગા આનેવાલા ‘ રહસ્યમય વાર્તાનું વાચિક્મ જિગીષાબેન અને ઉષાબેને સરસ કર્યું। પ્રજ્ઞાબેનના સહકારથી બન્ને વાર્તાઓના વાચિક્મ થી સૌને ભરપેટ આનંદ મળ્યો.ભવિષ્યમાં જુદા જુદા લેખકોની કુંતિના વાચિક્મ થતા રહેશે તેથી રાજેશભાઈએ ક્યુ તેમ બેઠક મુગટમાં નવા પીંછા ઉમેરાતા રહે છે.

સ્વાદિષ્ઠ ભોજન અને મિલન મુલાકાતનો આનંદ બોનસમાં!

‘ઝાઝા હાથ રળિયામણા ‘ તો આપણી ગુજરાતી ભાષાને ઉજાગર કરવા મળીએ,લખીએ ,બોલીએ અને ફૂલની પાંખડી માતુભાષાને અર્પીએ !

સૌ મિત્રોને વાંચન -સર્જન માટે શુભેચ્છા।

તરૂલતા મહેતા જા .2018

9 thoughts on “01/26/2018 -‘બેઠક’નો અહેવાલ -તરુલતાબેન મહેતા

  1. સ્વ. કનુભાઈ અને પૂ. પદ્માબહેનના બેઠકમાં પ્રદાનનો હું સાક્ષી છું. બન્નેની સમાજ અને સાહિત્યની સેવાને મારા નમસ્કાર.

    Like

  2. પ્રિય તરૂલતાબેન,
    ખુબ સુંદર અહેવાલ લખ્યો છે. આભાર. આ સાથે વસુબેન ને પણ
    એમની કલાકુશળતા બદલ ધન્યવાદ અર્પું છું.પરીસ્થિતિ પ્રમાણે ” નિયમિત મળાય
    કે ન મળાય “, પરંતુ અમે આપ સૌની સાથે જ છીએ.આપણું માધ્યમ “ઈ-મેઈલ
    અને ફોન” છે . આટલાં સમય બાદ સૌ પરિચીત ચહેરા જોઈ ખુબ આનંદ થયો છે.
    અને નવા સબંધીઓ મળ્યાં તેનો પણ ઘણો આનંદ થયો છે. “બેઠક” દ્વારા આપણે
    સૌ એકબીજાની નજીક આવી શક્યાં તે બદલ આભાર પ્રજ્ઞાબેન ને વ્યક્ત કરું છું.
    ફુલવતી શાહ

    Like

  3. Good presentation of the program updates. Those who could not attend this program will still enjoy the happy hours we had. It`s like extended family members meeting and enjoying life.

    Like

  4. તરુલાતાબેનનો આંખે દેખ્યો અહેવાલ ઝીણવટ ભરેલો,સાહિત્યકારની કલમે લખાયેલો દેખાય છે.આભાર.ખૂબ રસપ્રદ રહી ,સમગ્ર બેઠક!

    Like

  5. આપ સૌનાં સ્નેહ અને આદર માટે આભારી છુ.પ્રજ્ઞાબેનનું માર્ગદર્શન અવિરતપણે આપણને
    મળ્યા કરે એ અભિલાષા સહ વિરમું છું.
    પદ્માબેન કનુભાઈ શાહ.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.