30મીજાન્યુઆરીનાં ગાંધીજીનાં નિર્વાણ દિનની દેશભરમાં ઠેરઠેરમાં ઉજવણી કરવામાં આવે છે.વિશ્વના સૌથી મોટા, મહત્વના એવાં લોકશાહી રાષ્ટ્ર ભારતની આઝાદીના પ્રણેતા આઝાદી સંગ્રામના અડીખમ યોધ્ધા અને રાષ્ટ્રના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સત્ય, અહિંસા અને પ્રેમના એ પૂજારી ને યાદ કરી ‘બેઠક’માં દીપલબેને વાચિકમમાં આપેલી ગાંધીબાપુને શ્રધ્ધાંજલિ
સાંભળો
બહુ સરસ પુસ્તક છે. મેં મૂળ અંગ્રેજી પુસ્તક વાંચ્યું છે. મારી પાસે એની ઈ-કોપી છે.
LikeLike
ઉમદા સંકલન અને સરસ રજૂઆત…નિર્વાણ દિને
………
જાશે ના એળે ગાંધી નઝરાણું…..રમેશ પટેલ(આકાશદીપ)
તારીખ ત્રીસને જાન્યુઆરી
વહે અશ્રુ ધાર ચોધારી
કેમ લખી કાળ જ તેં આ કહાણી!
વિશ્વની માનવતા લજવાણી
માનવતાની સઘળી જ મીઠાશું
લે ગાંધી ઉર હીલોળા ભક્તિ
દેખ ગુલામી દ્રવ્યું તવ હૈયું
છેડ્યો સંગ્રામ જગવી જનશક્તિ
‘છોડો હિન્દ‘ બુલંદી રણહાકે
ભેટ ધરી મહામૂલિ આઝાદી
તૂટ્યા વિશ્વાસ; ઘરઘર ઉપાધી
કાળ બળે ઊઠી નફરતની આંધી
ખંજર ખડગ રમતું રક્ત પ્યાસી
વ્યથિત બાપુ જ થયા ઉપવાસી
રૂએ રે માનવતા ખૂણે ભોળી
કાળમુખી લાજમૂકી હાલી ગોળી
જાશે ના એળે ગાંધી નઝરાણું
એ ધરશે વિશ્વશાન્તિ અજવાળું
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
દિપલબેન ખુબ સરસ ..વધુ મોકલાવો
LikeLike
I enjoyed.
LikeLike
srs bhavvahi rite rjuaat kri.abhinndn dipalben.
LikeLike
ખુબ મધુર અને ભાવવાહી અવાજમાં આજે ગાંધી નિર્વાણ દિને મુકેલી હ્રદયસ્પર્શી વાત હ્રદયને ના સ્પર્શે તો જ નવાઇ!
LikeLike