૧૬-એવું કેમ ? એક સિનેમા પાછળ આટલાં તોફાન ?

માતૃભૂમિ પર પગ તો મુક્યો-
આતુર નયને , અધીર મનડે,
હરખપદુડાં ,હેત નીતરતાં ,
ફર્લાંગ ભરતાં, મોં મલક્તાં ,
અહોભાવ ને ઉમળકાથી –
માભોમને મળવાં,
આવી તો પહોંચ્યા :
પણ ?
પણ અહીંની પરિસ્થિતિ જોઈ ડર લાગ્યો , દુઃખ થયું અને ચિંતા એ ઘર કર્યું!
અહીં તો અમદાવાદ બંધનું  એલાન હોય તેમ લાગે છે. ચારે બાજુ હિંસા , હુલ્લડ -તોફાનો,અરાજકતા – અરે આ બધું શું છે ?
અચાનક આવું કેમ ?
શું બની ગયું એટલામાં ?
આ એ જ ગુજરાત છે જ્યાં ઔદ્યોગિક તકોને લીધે વિશ્વભરની કંપનીઓએ વિશ્વાસ મૂકીને નાણાં રોક્યાં છે ? જ્યાં શાંતિ અને સલામતીને લીધે દેશ પરદેશથી લોકો હરવા ફરવા વેકેશન માણવા આવે છે, જેને લીધે ટુરિઝમ – પ્રવાસ પર્યટન વિભાગ ફૂલ્યો ફાલ્યો છે. છેલ્લા વીસેક વર્ષથી અહીંયા કોઈ તોફાન છમકલાં થયાં નથી  તો આ લૂંટફાટ, આગ અને ભાંગફોડ બધું ક્યાંથી એકાએક ? ટી વીમાં હું બળતી બસો , મોટરગાડીઓ અને ગરીબોની રોટી રોજીનો આધાર એવી પચ્ચીસેક મોટરબાઈક તૂટેલી ફૂટેલી હાલતમાં ખડકાયેલા જોઉં છું અને સાથે ચોધાર આંસુએ રડતો એક યુવાન મજુર મને બેચેન કરી દે છે.
એ સાથે એક બીજા સમાચાર પણ છે:
કોઈ નાની બાળકી ઉપર ગેંગ રેપ અને પછી મર્ડર… થયું છે. શું ? આ માસુમ બાળકી પર થયેલ અત્યાચાર સામેનો આ આક્રોશ છે?
ના રે ! સમાજનું આ નામોશીભર્યું અંગ – એ તો કોઈને દેખાતું જ નથી. એનાથી તો કોઈનાયે પેટનું પાણી હાલતું નથી.
આ ધાંધલ ધમાલ તો છે એક મુવી ‘પદમાવતી બતાવી તેની. જેમાં ડિરેક્ટરે ઇતિહાસ સાથે સમજૂતી કરી છે- રજપૂત લોકોને નીચા બતાવ્યા છે -એમ કેટલાક લોકોનું કહેવું છે. ઇતિહાસમાં સાચું શું હતું એ એક સંશોધનનો , અભ્યાસુનો વિષય છે. પણ આ મુવી જોયા પછી મને તો એમાં કાંઈજ વાંધાજનક લાગ્યું નથી. રજપૂતોની ગરિમા વધારતું એક સ્વચ્છ મુવી !એક સરસ સિનિમા જોયાની અનુભૂતિ થાય તેવું આ મુવી છે.

પણ ,તો આવું કેમ ?
કેમ આટલાં તોફાનો ?
કેમ એનો આટલો સખ્ત વિરોધ ?
એવું કેમ ?

હું જુદા જુદા દ્રષ્ટિકોણ ધરાવતાં છાપાં, મેગેઝીન અને ઇન્ટરનેટ સમાચારો સાથે અહીંના લોકલ લોકોના અભિપ્રાય -માન્યતાઓનો અભ્યાસ કરું છું.ગુજરાત, મહારાષ્ટ્ર ,રાજસ્થાન , મધ્યપ્રદેશ ,છેક હરિયાણા સુધી પ્રસરેલ આ તોફાનો પાછળ માત્ર દેશની શાંતિ હણવાનો, પ્રગતિ રૂંધવાનો અને અરાજકતા ફેલાવી સરકારને મુંઝવવાનો જ ઈરાદો દેખાઈ આવે છે. આ તે કેવી ખુલ્લેઆમ દાદાગીરી ? સુપ્રિમ કોર્ટે તો આ મુવી રિલીઝ કરવાની પરવાનગી આપી દીધી. તો પછી આ વિરોધ શાને ?

એવું કેમ?
હું ભગ્ન હ્રદયે દેશના આ અમીચંદોને જોઈ રહું છું. પૈસા આપી ભાડુતી માણસોને ભેગાં કરી સામાન્ય જનતાને પરેશાન કરતાં આ અસામાજિક તત્વો જ તો અમીચંદો બની દેશને પાયમાલ કરે છે.  જ્ઞાતિવાદ,જાતિવાદ, કોમવાદ B. C; કે O.B.C  કે S.C કે જે તે વર્ગમાં દેશને વિભાજીત કરી કે ગમે તે વાહિયાત પ્રશ્ન ઉભા કરી દેશની પ્રજાને બહેકાવવાની વાત છે આ તો.

દેશના વિકાસમાં એમને રસ નથી? જો સરકાર આવાં છમકલાઓ દાબી દેવા પોતાની શક્તિ વાપરે તો પ્રગતિના મહત્વનાં કર્યો કરી શકે નહીં  અને એ જ તો આ દેશદ્રોહીઓને જોઈએ છે.
“ અમે તો અમારો વિરોધ દર્શાવીએ છીએ ! અમારી કરણી જાતિ – ક્ષત્રિય કૉમનું એમાં અપમાન છે !” એમણે કહ્યું.
પણ ,અહીંયા રોજ ગમેતે સ્ત્રીની આબરૂ લૂંટાય છે ,સમાજનું એ મોટામાં મોટું કલંક છે.કોઈ બંધ કે બહિષ્કારના એલાન નથી આપતાં? અને એક મુવી માટે આટલો વિરોધ? અને વિરોધ દર્શાવવાની આ કેવી રીત ?

હું અનાયાસે જ પ્રેસિડન્ટ ટ્રમ્પના વિરોધમાં થતાં સભા સરઘસ યાદ કરું છું. ‘નથી ગમતું તો હું એનો વિરોધ જરૂર કરીશ પણ કોઈની જાનહાનિ કે ચીજ વસ્તુને જોખમમાં મૂકીને નહીં જ.  મેં પ્રેસિડન્ટ ટ્રમ્પ સામે વિરોધ કરતાં લોકોને જોયા છે: કોઈને બસ સ્ટેન્ડ બાળતાં, દુકાનો તોડતાં જોયા નથી.  ત્યાં કાયદો અને વ્યવસ્થાનું કડક હાથે પાલન થાય છે.
લાગે છે કે કાયદા કાનૂનમાં પણ અહીં ઉધઈ લાગી ગઈ છે. 
એવું કેમ?

કેમ મારા દેશવાસીઓ એ સમજતાં નથી કે તૂટેલા બસસ્ટેન્ડ ફરી જલ્દીથી નવા નહીં થાય. બળેલી બસો ફરીથી નવી નહીં મળે. જે સ્કૂટર ગરીબની રોટીનો આધાર હતાં એ ગરીબ હવે નવાં નહીં વસાવી શકે. સમજ્યા વિના ગાડરિયા પ્રવાહમાં જોડાઈને રાષ્ટ્રની જાહેર પ્રોપર્ટીને નુકશાન પહોંચાડવું ,અશાંતિ ઉભી કરવી એ દેશદ્રોહ છે. શું સાચો ક્ષત્રિય આવું કરે?

એક બાજુ ,”ક્ષત્રિય કોમને નીચી બતાવી તમે અપમાન કર્યું છે” કહી તોફાનો કરવા .
અને બીજી બાજુ બિચારાં નિર્દોષ સામાન્ય માણસોનું રક્ષણ કરવાને બદલે ત્રાસ પહોંચાડવો.  એવું કેમ ?

આજે દાવાનળ જરા શાંત થયો છે કારણ અમુક રાજ્યોએ સ્વૈચ્છિક આ મુવી લોકોને નહીં બતાવવાનું નક્કી કર્યું છે.  એક સરસ મૂવીથી સિનેમા પ્રેમી જનતાને વંચિત રાખવામાં આવશે.
એવું કેમ?

જો કે મુવી પોતે જ એ જ વાત પર રચાયું છે કે જયારે પદ્માવતીનો પતિ રાજા રાણા રતનસિંહ અને પ્રિય સંગીતકાર રાઘવચેતન વચ્ચે કાંઈ અણબનાવ થાય છે એટલે એ દિલ્લીના સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીને જઈ ચિત્તોડની રાણી પદ્માવતીના અપ્રતિમ સૌંદર્યની પ્રસંશા કરી અલ્લાઉદ્દીનને ભંભેરણી કરે છે પછીની વાત આપણને ખબર છે.. ઘર ફૂટ્યે ઘર જાય ..  આપણે ઇતિહાસ પાસેથી પણ કાંઈ ના શીખ્યાં?

અને વિધિની વિચિત્રતા તો જુઓ ! આજે રાષ્ટ્ર ગાંધી નિર્વાણ દિન મનાવી રહ્યો છે:
વૈષ્ણવ જન તો તેને રે કહીયે જે પીડ પરાઈ જાણે રે.. ચારે બાજુ એના સૂર વહી રહ્યા છે.. કોણે કેટલાની પીડા દૂર કરી તે પ્રશ્ન છે!
“ મેરા ભારત મહાન !” એમ બોલવાનું તો સૌને ગમે ! પણ રાષ્ટ્રને મહાન બનાવવા કોણે કેટલો ફાળો આપ્યો ? એ વિચારે હું અસ્વસ્થ છું.હું પણ સવા કરોડ લોકોની જેમ ટી વી બંધ કરું છું.
નાનકડો એક દીવો ખૂણામાં પ્રકાશ પાથરતો આશ્વાસન આપતાં કહી રહ્યો છે ,” કરીશ હું મારાથી બનતું !” આંખના ખૂણા લૂછતાં હું વિચારું છું:
એવું કેમ ?

ગીતા ભટ્ટ 

6 thoughts on “૧૬-એવું કેમ ? એક સિનેમા પાછળ આટલાં તોફાન ?

 1. તમારી વાત સાચી છે. પણ એક જૂદી નજરે અંદાજ઼
  ….
  દરેક સમાજમાં કદી એક વિચાર પ્રવર્તતતો નથી હોતો. દરેક જણનું ‘સત્ય’ અલગ અલગ હોય છે.
  આનો સાદામાં સાદો દાખલો – મહાન પેગંબરો પછી ધર્મ વિચારમાં આવેલા આમૂલ પરિવર્તનો – વિરોધો, વિવાદો, વિગ્રહો ( લોહિયાળ પણ!) ,ફાંટાઓ, ઉપફાંટાઓ અને એના પણ નવાં નવાં ઊભરતાં જતાં બચ્ચાં !!

  લોકશાહીમાં આવા બખેડાને પૂર્ણ રાજકીય રક્ષણ મળે છે, એટલે એ પ્રક્રિયા વધારે જોશીલી બની જાય છે.
  —–
  પણ યુરોપ , અમેરિકા, વિ, દેશોની લોકશાહીો પાકટ, અનેક યાતનાઓથી અને સૈકાંઓથી ઘડાયેલી બની છે. જાપાન એ ક્લબમાં જોડાયેલો છેલ્લો દેશ હોવા છતાં, ત્યાંની સંસ્કૃતિ આખા વિશ્વમાં વિરલ કહી શકાય તેવી છે. મારી નજરે એ ટચૂકડા દેશનું સામાજિક કૌવત વિશ્વમાં ટોચ સ્થાને છે. આનો એક સાદો દાખલો જાપાનનું મેનેજમેન્ટ મોડલ –

  જાપાની વેપારી સંસ્થાનું મોડલ પિરામીડ નહીં પણ વૃક્ષ છે. સૌથી સિનિયરો સૌથી નીચે મૂળમાંથી આખા ઢાંચા (Structure) નું પોષણ કરે છે. અને સૌથી નાની બાળ કૂંપળો સૌથી ટોચે, મુક્ત હવામાં વિચરે છે. નવી સર્જકતા ત્યાં જેટલી મ્હોરી શકે છે, એટલી બીજા કોઈ સમાજમાં મ્હોરી નથી શકતી. જાપાની શિસ્ત પણ બેમિસાલ છે.
  કમભાગ્યે આપણા ઈતિહાસમાંથી આપણે મીડલ ઈસ્ટ અને પછી બ્રિટનની બધી જ સામાજિક કુરૂપતાઓને અપનાવી લીધી છે. ગાંધી યુગમાં આવેલી જાગૃતિ પણ ગાંધીજી સાથે અવસાન પામી ગઈ.
  —————–
  દુઃખ સાથે જણાવવું પડે છે કે, ભારતીય સમાજમાં નીચલા અને અશિક્ષિત વર્ગ કરતાં કહેવાતા બૈદ્ધિકોમાં આ કુરૂપતા સૌથી વધારે વકરી છે. આ લખનારના બ્લોગિંગના અત્યંત કડવા અનુભવો આની અંગત પ્રતીતિ છે. આપણા બૌદ્ધિકો આગળ મતના બે જ વિકલ્પ હોય છે.- મારો અને ખોટો !
  —————-
  માટે , ફરીથી…..
  જ્યં સુધી અંગત સ્તરે આ બાબત જાગૃતિ નહીં આવે અને એ જાગૃત સમાજનો ક્રિટિકલ ઇન્ડેક્સ ૩૦ % ની ઉપર નહીં જાય, ત્યાં સુધી સામાજિક ચેતનામાં કોઈ જ ફેર પડવાની શકયતા નથી – આવા લાખો લેખ શકાશે તો પણ !
  સ્પષ્ટ વક્તા પણા માટે ક્ષમાયાચના.

  Liked by 1 person

  • વાત તો તમારી સાચી છે , સુરેશભાઈ ! પણ સોલ્યૂશન તો શોધવું જ રહ્યું .. હું અહીં આપણા દેશ ભારત આવી છું ને ડગલે ને પગલે ચારે તરફ આવું ગાડરિયા પ્રવાહનું વલણ જોઈને મૂંઝાવું છું.. કેવો સરસ લોકશાહીને વરેલો આ દેશ! ને ભૌગોલિક રીતે પણ સમૃદ્ધ ! પણ પેલું કહ્યું છે ને,” ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે , તદયપી અર્થ નવ સરે !
   મત્સ્ય ભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ નવ ધરે ! કોઈને કાંઈ સમજવું જ નથી
   હું માનું છું કે રાજ્યમાં કાયદાનું કડક હાથે પાલન કરાય તો જ કાંઈ ફરક પડે .. પણ ખાઈ બદેલા ખંધા પોલિટિશ્યનો એવું થવા જ દેતા નથી.. anyway! Just like everyone I’ll stay here for a while , eat પાણીપુરી buy indian handicrafts and will return home!! But I wish for a strong government ..
   A couple of years ago we were in Japan ; there literacy rate is 100% ! Everyone is minimum high school greaduate ! I asked some college students ;” Don’t you hate America. for bombing your nation? “ They were amazed at my silly question . They said ,” You can’t keep animosity with a nation ! And now we are back in power!” So many things we can learn from that tinny natio.

   Like

   • પણ ખાઈ બદેલા ખંધા પોલિટિશ્યનો એવું થવા જ દેતા નથી.
    માફ કરજો…..એ પણ આપણે જ છીએ !
    ——————-
    હા! સમસ્યાઓનો ઉકેલ હમ્મેશ હોય છે. એ કુદરતી પ્રક્રિયા છે કે, સમસ્યાના જન્મ પામે છે. પણ એ પણ એટલી જ વાસ્તવિકતા છે કે, એના જન્મની સાથે જ એના ગર્ભમાં એના ઉકેલના બીજનું પ્રત્યારોપણ પણ થઈ ચુકેલું હોય છે !
    પણ ઉકેલના એ બીજને અંકુરિત કરવા પ્રયત્નો કરવા પડે છે, ખાતર, પાણી અને પ્રકાશ જરૂરી હોય છે. એ બી બહુ ઊંડે છુપાયેલું હોય છે. એ તપસ્યા વિના અંકુરિત થતું નથી. વ્યક્તિગત વિકાસ અને ઊડ્ડયન માટે અંતરના દ્વાર ખોલવા પડે છે – ‘જીવન જીવવાની કળા’ આત્મસાત કરીને.
    સામાજિક ચેતના એટલે વ્યક્તિગત ચેતનાઓનો સરવાળો – integration, synthesis.
    અંગત સ્તરે કોઈ પણ દેશ અને સમાજમાં આવા વિમુક્ત આત્માઓ હોય જ છે.ભારતમાં તો એની કોઈ જ કમી નથી. આખા વિશ્વને દોરી શકે તેવા સમાજ પરિવર્તકો ભારતે પેદા કર્યા છે. અત્યારે પણ ઘણા બધા પૂણ્યાત્માઓ છે જ.
    પણ જ્યાં સુધી જાગૃત લોકોનો બહોળો સમાજ આકાર નહીં લે, ત્યાં સુધી સામાજિક ચેતનાનું ઉર્ધ્વીકરણ ન થઈ શકે. ક્રાન્તિઓ જન્મ માટે જુવાળ માંગી લેતી હોય છે.

    Like

 2. ” પૈસા આપી ભાડુતી માણસોને ભેગાં કરી સામાન્ય જનતાને પરેશાન કરતાં આ અસામાજિક તત્વો જ તો અમીચંદો બની દેશને પાયમાલ કરે છે. જ્ઞાતિવાદ,જાતિવાદ, કોમવાદ B. C; કે O.B.C કે S.C કે જે તે વર્ગમાં દેશને વિભાજીત કરી કે ગમે તે વાહિયાત પ્રશ્ન ઉભા કરી દેશની પ્રજાને બહેકાવવાની વાત છે આ તો…”
  આપે બરોબર પારખ્યું.નીતિ નાશને માર્ગે વાળવા એક ટીનપતિયો પણ ઇભો થાય તો કરોડો $ ઠલવાય

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.