ડાયરીના પાના -૩૧થી -૪૦ -ધનંજય સુરતી

દ્રશ્ય 31- સરલાના લગ્ન

બેન સરલા માટે છોકરો જોવા ભરૂચથી હીરાલાલમાસા નો પત્ર આવ્યો હતો સરલા મારી નાની બેન હતી સ્વભાવે તે ઠરેલ ને સરળ સીધી સાદી હતી પણ જવાબદાર વ્યક્તિ હતી.પિતાના મૃત્યુ બાદ ઘર ઉભું રાખવામા તેનો મને સહકાર ઘણો હતો.મુબઈમાં રહી ભરૂચ છોકરો જોવા જવાની વાત મને ગળે ઉતરતી નહિ.પણ માસા ના પત્રો થી લાગતું કે એક વાર જોઈતો આવવો જોઈએ.બા મનુભાઇ વગરે ભરૂચ જવાના હતા મેં તેઓને જલ્દીજ રવાના કરી દીધાને માસાને જાણ કરી. છોકરાનું નામ શરદચંદ્ર હતું.એક નો એક હતો.બાપ જીવંત નોતા.ઘરડા માં હતા.નામ મટુબા હતું.છોકરાનું ભણતર બી ઈ સીવીલ એન્જીનીયર હતું અને તે અંકલેશ્વર ONGC માં એનજીન્યર છે બા તથા મનુભાઈ તેમને મળ્યા.મટુબા એ જણાવ્યું કે એમની પાસે પોતાનું ઘર નથી તેઓ ભાડેથી રહે છે.બાએ ઉપર પ્રમાણે મને રિપોર્ટ આપ્યો પણ નિર્ણય મારા પર મુલતવી રાખી ને કહ્યું કે મારો મોટો છોકરો જે કરે તે ખરુ.મનુભાઈ એ તેમાં ટાપસી પુરાવી તેમના આવ્યા પછી હું ગયો ને ભરૂચ માસા ને મળ્યો. .વિગતે વાત કરી. હું તથા માસા બે વાર મળવા ગયા પણ મેળાપ થયો નહિ.મેં છેવટે સરલાને પૂછી જોયું કે છોકરો કેવોક લાગ્યો ?તને ગમ્યો ? તેણે  હકાર માં જવાબ આપ્યો.મને સરલા પર વિશ્વાસ હતો.મેં કહ્યું ઘર હમણાં નથી તો પછી થશે પણ મુળે છોકરો તને સુખી કરે તેવો હોવો જોઈએ.બાકી બધું તો ઠીક. તેને હકાર ભણ્યો. તો મેં કહ્યું તો કરો કંકુના.ને વેવીસાલ કર્યાં ને તૂરંત જુલાઈ માં લગ્ન ન ક્કી કર્યા.લગ્ન અંકલેશ્વર ખાતે નક્કી કર્યા અમારું ઘર તો રિટાયર્ડ સ્ટેશન માસ્ટર ને મોટા મામાની ભલામણ થી ભાડે આપેલું. આથી લગ્ન દસાલાડ ની વાડી માં રાખ્યા હતા મોસાળ માં અમે રહેતા. લગ્ન તથા સ્વજનો સાથે રહેવાનો ભાધોજ ખર્ચ મેં ઉપાડી લીધો હતો ને ઘરે રાંધવા મહારાજ રાખ્યો હતો. હું ને બા સરલા માટે ઘરેણા તથા કપડાની ખરીદી કરવા ભરૂચ માં ગયા હતા. જસુભાઈ ચોકસી મોટાઈ ના ખાસ દોસ્ત હતા. તેઓની વડ પાડા ખાતે મોટી દુકાન હતી. લગ્નની વાત સાંભળી ખુબજ રાજી થયા અને અમને પસંદ પડે તેવા ઘરેણા આપ્યા ચોખાની તે વખતે બંધી હતી , પણ માસાના પ્રયત્નથી કોઈ વાંધો આવ્યો નોતો.લગ્ન રંગે ચંગે પતિ ગયા અને બહેન સરલા વિદાઇ થઇ ગઈ. ઘર માં તેની ગેર હાજરી વર્તાઈ.આજે સરલા સુખી છે તેનો અંકલેશ્વર માં બંગલો છે શરદચન્દ્ર ડેપ્યુટી જનરલ મનેજર ની કામગીરી બજાવી રીટાયર થયા એમના પરિવારમાં ત્રણ પુત્રી છે.નામ નીપા, લોપા ને ધરતી છે.ત્રણે પરણીત છે અને તેમના પરિવાર સુખી છે ત્રણે ભરૂચ તથા અમદાવાદમાં સેટલ થઇ. હીરાલાલ માસા ની મદદ અને દોરવણી માટે બહુ આભારી છુ મોસાળનું પ્રેમાળ વાતાવરણ હું આજે પણ યાદ કરું છું.મારા સરોજ માસી સૌથી નાના હતા તેઓ હમણાજ એશી વરસે ગુજરી ગયા.

દ્રશ્ય -32-મારુ વેવિશાળ

બેન સરલાના લગ્ન પછી કુટુંબમાં બે વ્યક્તી ઓછી થઇ હતી.સુનું તો જરૂર લાગતું થોડા દિવસ દિલ બેચેન હતું પણ ઈલાજ નહિ.મારી ઉમર પણ વધતી જતી હતી. મારા વિલંબથી નાનાઓ ને અન્યાય થાય. એ મને રુચતું નહિ આ સમયે ધનસુખલાલ ઘર શોધતા આવી પોહ્ચ્યા. તેમને કોઈકે મારું નામ સજેસ્ટ કર્યું હતું. એમનો શોખ મેચ મેકિંગ હતો.તેઓ લગ્નના ચોકઠા બેસાડતા.તેઓ સીધા સાદા આદમી હતા.કફની બંડી ધોતિયું ને પગમાં ચંપલ તેમનો પહેરવેશ હતો.તેઓ મુંબઈમાં આરબની ચાલ માં રેહતા હતા.તે દર થોડા વખતે નવા નવા પ્રપોસલ લાવતા.તે વખતમાં મેરજ બ્યુરો જેવી સંસ્થાઓ ન હતી. મારા લગ્નનું ડીસીસન મારેજ લેવાનું હતું. મારે અન્ય કુટુંબીક જવાબદારી ઓ પણ હતી. મારે નાના ભાઈ બેનોનું ભણતર પૂરું કરાવાનું હતું. મને બીક હતી કે પરણ્યા પછી કદાચ વિક્ષેપ આવે તો તેઓ રખડી પડે. મારે સેકંડ લાઈન ઓફ ડિફેન્સ નબળી હતી. આ વિચાર મને ગમગીન કરી દેતો.તેથી હું લંબાવે રાખતો. અગાઉ હું મારા મિત્ર રમેશના લગ્નમાં તેની સાથે ગયો હતો.ત્યારે અમે વડોદરા રમેશ ના મિત્ર કુલેન્દુ ને ઘરે રહ્યા હતા.તેઓ નાગર બ્રાહ્મણ હતા. કુલેન્દુ બી.કોમ. ફર્સ્ટ કલાસ ફર્સ્ટ હતો ને ત્યાની સ્ટેટ બેંકમાં નોકરી કરતો હતો  તે વખતે તેની નાની બહેન માળા સાથે પરિચય થયો.તે મેટ્રિક માં હતી.તે રેડીઓ આર્ટિસ્ટ હતી હું ત્યારે જુનીઅર બી.કોમ. માં હતો અમે લગભગ આઠ દિવસ પરિચય માં આવેલા. પાછા વળતા તેના માં એ મને અણસાર આપ્યો હતો. પણ મારા અધૂરા ભણતરે મારી ઈચ્છા ન હતી. અને મોટાઈ ની ધાક. એટલે હું ચુપ રેહ્યો.આ વાતને પાચ વર્ષ વીતી ગયા હશે ત્યારે હું C A થઈ ગયો હતો પણ સંજોગો બદલાઈ ગયા હતા મોટાઈ હયાત ન હતા માળા કદાચ ગ્રેજ્યુએટ થઇ પરણી ગઈ હશે.વાતપર પડદો પડી ગયો.ધનસુખલાલ પ્રપોસલો લાવતા તે દરમિયાન નગીન કાકાએ મને અને બાને વાત કરી.વાત એમ હતી કે તેઓ જ્ઞાતના કારભારીના સંપર્ક માં આવ્યા હતા. કારભારી એ તેમની છેલ્લી બાકી રહેલી છોકરી વિશે વાત કરી. નામે સુકન્યા અને ભણતર બી.કોમ. બી.એ. એલ એલ બી. વ્યવસાયે નોકરી સ્કોડા જર્મન કુ માં.પગાર સારો.નગીન કાકા બા ના સગ્ગા કાકા ને વ્યવસાયે શેર બ્રોકર હતા પેહલી પરિચય મીટીંગ નાના કાકાએ ગોઠવી.હું છોકરી ને મળ્યો.મને તે ઠીક લાગી.અને વધુ વાર મળવાની ઈચ્છા બતાવી.અમારી એક મીટીંગ એપોલો બંદર પર થઇ.બીજી ગ્રાન્ટરોંડ પર સિનેમા માં થઇ.એવી કેટલીક મીટીંગો પછી વેવીસાલ નક્કી કર્યું.વેવાઈએ વેવીસાલની વિધિ સારી રીતે ઉજવી.જમણવાર થયો તેમના સગાં સબંધીને મળ્યો. પછી ઘરે ગયો. થયું કે એક મોટું કામ પતિ ગયું. તે પછી અમે અવારનવાર મળતા. હું સુકન્યાને ભરૂચ તથા અંકલેશ્વર પણ લઇ ગયો હતો જેથી બહેન ,મામા મામી તથા માસીના પરિચયમાં આવે. તે બધા સાથે હળી તો ગઈ પણ મારી સાથે કોઈ વાતચીત કરી નહિ કે પ્રતીસાદ આપ્યો નહિ.બે દિવસ પછી અમે મુંબઈ પાછા ફર્યા અને રોજ ના રૂટીનમાં જોડાઈ ગયા.મને પ્રવાસમાં ને બે દિવસના રોકાણ દરમિયાન એવો એહસાસ થયો કે તે મને સતત અવગણે છે  આગળ પણ મને એવા અનેક અનુભવો થયા. મારી અન્ય કુટુંબીક જવાબદારીઓ થી હું અતિ ચિંતિત હતો અને તેથી સતત વિચારતો રેહતો.નાનેરના ભણવાના પ્લાન તેમને અમેરિકા મોકલવાના પ્લાન અને તે માટે આવક તેથા ખર્ચા ના પ્લાન.તે સમયે એક ડોક્ટર અને બે અન્જીનીયેર નું ભણી રહ્યા હતા.અને નાની બહેન હાઈસ્કૂલ માં હતી. મને સતત થયા કરતું કે શુંકન્યા સાથે લગ્ન થયા પછી શું હું જવાબદારી ઓ પૂરી કરી શકીશ? અને જો ના કરી શકું તો તેમનું ભવિષ્ય શું ?લગ્નની તૈયારી ચાલતી હતી. બધું હું જ કરતો. હોલ જોતો ડેકોરેશન નો પ્રબંધ, કેટરિંગ ની વ્યવસ્થા. પણ મન માનતું ન હતું. ઊંડે ઊંડે થયા કરતું કે કાઈ ખોટું તો થતું નથી ને? અમારું વેવીસાળ લગભગ છ મહિના ચાલ્યું હશે. આ દરમ્યાન સુ કન્યા મારા કુટુંબ તથા મારી જવાબદારીથી સારી એવી માહિતગાર થઇ હશે. પછી તેણે રસ ના લીધો. મળવાનું બંધ થયું.થોડાજ દિવસોમાં વેવીસાલ વખતે આપેલી સાડીઓ અને ઘરેણા નાના કાકા મારફતે પરત કર્યા. જીવનનું એક ચૅપ્ટર પૂરું થયું. પાછો હું રૂટીન માં પડી ગયો પ્રોપોસલો આવતા ગયા ને હું જોતો રહ્યો ને ના પાડતો રહ્યો. મારા જન્માક્ષર ઘણા જોશીઓએ જોયા હતા પણ સર્વ પક્ષે નિદાન એજ હતું કે લગ્ન સ્થાન કલુષિત છે મારી ઉમર હવે છત્રીસ ની અને મોટી ઉમરની કન્યાઓ મળતી તો મને કામ લાગે તેવી નહતી.મનમાં એક ધુનકી લાગી હતી કે આ પ્રશ્ન નો નિવેડો લાવવો.એવામાં ભરૂચથી મુ.હીરાલાલ માસાનો પત્ર આવ્યો કે તું ત્વરિત આવ અહીં છોકરી હાજર છે. કોઈ કામ સર હું ના જઈ શક્યો. વળી મને એમ થતું કે મુંબઈ માં કા છોકરીઓ ઓછી છે કે ખાસ ભરૂચ જવું પડે ?છોકરી તથા તેના સગાં મારી ઘેર હાજરી ને લઈને પાછા ફર્યા. વાત બંધ રહી.

દ્રશ્ય-33-મારું બીજું વેવિશાળ

 

હું રોજ ના રૂટીન માં ગુથાઈ ગયો ને વાત ભૂલી ગયો તેવામાં પાછો હીરાલાલ માસાનો પત્ર આવ્યો. આ વખતે તેમણે લખ્યું હતું કે છોકરી જાણીતી છે તેઓ તારાબેનની બાજુમાં વરસો રહેલા.તારાબેન મારી બા ની બા અને મારા દાદી હતા.છોકરી બી.એ. બી એડ છે અને સુરતમાં ઇંગ્લિશ મીડી અમ પ્રાઈમરી સ્કુલમાં પ્રિન્સીપાલ છે. તેને જન્માક્ષર માં મંગળ હોવાથી તેઓ વિવાહ તુટલો છોકરો શોધે છે મેં અને બાએ વાતચીત કરી નક્કી કર્યું કે મારે જવું. છોકરી જોવી. જો ના પસંદ પડે તો મુંબઈ પહોંચી ના લખી દેવી. આ વખતે મિટીંગ અંકલેશ્વરમાં રાખી હતી.સરલા નું ઘર હવે અંકલેશ્વરમાં હતું. હું બહેન સરલાના ઘરે પહોંચી ગયો. કેટલીક માહિતી મેં સરલા અને હીરાલાલમાસા પાસેથી મેળવી. બીજે દિવસે સવારના હું ચાહ પાણી પી દાઢી કરતો હતો તે સમયે છોકરી ના બનેવી ભુપેનદ્રભાઈ સરલાના ઘરે આવી પોહ્ચ્યા.તેમણે ખબર આપી કે બપોર ના ત્રણ વાગે છોકરી ના ઘરે મીટીંગ રાખી છે ચાપાણી પતી ગયા પછી તેઓ ગયા. તેમના ગયા પછી નક્કી કર્યું કે હું તથા હીરાલાલમાસા જઈશું.ઠરાવિક સમયે અમો ત્યાંપોહચી ગયા. ત્યાં છોકરીના માં તેમજ બે બનેવી અમ્રતલાલ તથા ભુપેન્દ્રભાઇ હાજર હતા.અમ્રતલાલ ને ભુપેન્દ્રભાઈ તેમનો કારભાર કરતા.અમ્રતલાલ વિધુર હતા તેઓ રિટાયર્ડ હતા છોકરી ના બાપ હયાત ન હતા. માણસો સરળ લાગ્યા. છોકરી નું નામ મીનાક્ષી પણ તેને ઘરમાં મીના કહેતા  તેઓ ની અટક દેસાઈ હતી ઓળખ વિધી પૂરી કર્યા પછી જનરલ વાતચીત થઇ. છોકરીને બોલાવી તેની સાથે ઓળખાણ કરાવી ઉપલા માળ માં અમારા બે વચ્ચે મીટીંગ થઇ. મીટીંગ લગભગ પંદર મિનિટ ચાલી ઉપરના માળ માં પતરા હતા. ઉનાળાનો દિવસ હતો અને ગરમી સખત હતી. છોકરી સહેજ ભરાવદાર હોવાથી પરસેવે રેબઝેબ થઇ ગઈ. હવે નીચે જઈશું?નીચે પણ વાતો થાય તેણે કહ્યું. મેં કહ્યું ચાલો. અમો નીચે આવ્યા.ચાહ્પણી થયા વડીલોએ અંદરના રૂમમાં જઇ મંત્રણા કરી બહાર આવ્યાં પછી એકાંત માં છોકરી અને તેના વડીલો એ મસલત કરી. મને માસાએ પૂછ્યું કેમ લાગે છે મેં કહ્યું દૂધ નો દાજેલો છાશ ફૂકી ફુકીને પીએ. માણસો જાણીતા હતા સ્વભાવે સરલ હતા. તો માસાએ કહ્યું કરો કંકુ ના.હું પણ જોઈ જોઇને કંટાળ્યો હતો. ક્યારેક હું પસંદ કરું તો સામે ના પસંદ આવે અને v.I ce a versa. જેવું માસાએ ઓકે કર્યું કે વાતાવરણમાં તેજી આવી ગઈ. ઘર ખુશ ખુશહાલ થઇ ગયું.નારિયલ ને સવા રૂપિયાની વિધી થઇ અને ચાંદલા થયા. ખુશાલી ઉજવ્યા પછી બધા વિખરાયા, વેવિશાળ પૂરું થયું. મારે આવતી કાલે મુંબઈ પાછા જવાનું હોવાથી હું પણ સરલાને ઘરે ગયો.સરલા તેમના વિશે બહુ જાણતી નહિ સિવાઈ કે તેઓ દેસાઈ ફળિયામાં રહેતા હતા. આ હતું વર્ષ 1968 નું..

દ્રશ્ય 34-મારા લગ્ન
વળતા દિવસે હું ગાડી પકડી મુંબઈ પાછો આવતો હતો. ત્યારે મીના એજ ગાડીમાં મારા ડબ્બામાં હતી. તે તેની નોકરી પર સુરત જતી હતી. ગાડી એક્ષપ્રેસ હોવાથી બીજું સ્ટોપ સુરત હતું. એમ તો મીના બોલ્ડ હતી તેણે વિના સંકોચે મારી સાથે ઠરેલ વાતચીત કરી.એટલામાં સુરત આવી ગયું તેને રજા લીધી ને જતા જતા મને તાળી આપી ને બાય કર્યું ને ઊતરી ગઈ.તાળીનો ચમચમાટ મારા હાથમાં રહી ગયો. આ મારા જીવનનો એક સુખદ અનુભવ હતો હું મુંબઈ પહોંચી ગયો અને રોજની ધમાલ માં પડી ગયો.બાંએ પૂછ્યું કે શું થયું ?મેં કહ્યું મેં ડીસીસન લઇ લીધું. ખરું કે ખોટું એ તો માલમ નથી પણ મારી કુટુંબી ક જવાબદારી ઓ નો વિચાર કરીને ભણેલી પણ સરળ ગામની છોકરી પસંદ કરી. હું મારું વેવીસાલ વિધિસર કરી આવ્યો. માસા અને સરલાબેન હતી. મને માણસો સીધા સરળ ને પ્રેમાળ લાગ્યા. સમય વહેતો ગયો દિવસો થઇ ગયા. મારી વ્યસ્તતા અને કામના કારણે હું કોઈ કોમ્યુનિકેશન કરી શક્યો નહિ. પરિણામે સામે પક્ષે ચિતા થઇ.વેવાઈપક્ષનો પત્ર આવ્યો કે લગ્ન ક્યારે અને ક્યાં ?મેં ને બાએ તે બાબતની ચર્ચા કરી. ભરૂચ અમારું ઘર હતું પણ ભાડૂત રહેતો હતો. તેણે ખાલી કરવાની ના પાડી. વધુ દબાણ થતા કહ્યું કે ખાલી નહિ થાય પણ લગ્ન માટે ઘર વાપરી શકો છેવટે અમે નક્કી કર્યું કે લગ્ન વાડી માં કરવા ત્યાં બધી વ્યવસ્થા હતી. મેં બાને કહ્યું આપણે મોસાળ માં રહી શું ને લગ્ન વાડી માં કરીશું. મેં તે પ્રમાણે અમરતલાલ ને ભૂપેન્દ્રભાઈ ને પત્ર લખી દીધો.બા ને પંદર દિવસ પહેલાજ ભરૂચ તૈયારી માટે મોકલી દીધી.નક્કી કર્યુકે જે ખર્ચ થાય તે આપણે ઉપાડી લેવો.બાએ પહોંચી તુરંત તૈયારી સરુ કરી રોજબરોજના વપરાશ ની બધી વસ્તુઓ મંગાવી લીધી.લગનના ઘર માટે કામ કરવા બાઈ પણ રાખી લીધી. હું આવ્યો પછી ઘરેણા અમે જસુભાઈ ચોકસી ની પાસે કરવ્યા.જસુ ભાઈ મોટાઈ ના ખાસ દોસ્ત હતા. વડા પડામાં તેમની દુકાન હતી જાન અંકલેશ્વર લઇ જવાની હોવાથી મેં બસ બૂક કરી. લગ્નની વિધિ માટે મહારાજ નક્કી કર્યો. કંકોત્રી મુંબઈ માં છપાવી ને ત્યાંથી બધે મોકલાવી હતી.વાડીમાં માઈક નો બંદોબસ્ત કર્યો. .રસોઇઆ નક્કી થઇ ગયા કુટુંબ ના વરસો જુના ગોર રેવાશકર.તપાસ કરતા માલમ પડ્યું કે તેઓ ગુજરી ગયા પણ તેમનો છોકરો ક્રિયા કાંડ કરે છે તેને લગ્નની વિધિ માટે લીધો.અગલે દિવસે મોહનરાધે મને પીઠી ચોળી પીળો કર્યો ને પોતાનો લાગો વસુલ કર્યો.મોહનરાધ અમારા જુના હજામ હતા તેઓ બહુતિક વાણિયાના હજામ હતા.તેમની રીતભાત અને દેખાવ પરથી કોઈ ના માને કે તે હજામ છે મારા લગ્ન ને મારે જ બધી વ્યવસ્થા કરવાની હતી. સવારના નાહી ધોઈ બધા વાડી માં એકઠા થયા. મારી ચાર માસીઓ તથા તેમનો પરિવાર.નાના મામા તથા તેમનો પરિવાર મોટા મામા અને તેમનો પરિવાર. ચંપા માસી નો ભગવત મારો ખાસ મિત્ર પણ હતો.તે આવા કામમાં કુશળ હતો.અમે સાથે ભણતા. તે મેટ્રિક પાસ થઇ કોલેજમાં બે વરસ ભર્યો પછી સ્ટેટબેંકમાં લાગી ગયો મેં તેને વાડીનો ચાર્જ આપ્યો. સવારથી જ મહારાજ આવી ગયા હતા શાક ભાજી વગેરે કાપવા ચોરા પર સગા સ્નેહીઓ કુંડાળે બેઠા હતા વચ્ચે મોટી કથરોટ હતી તેમાં કાપેલું શાક નખાતું હતું.વાડીના રસોડામાં ચાહ બનતી હતી.લાઉડ સ્પીકર માં ફિલ્મી ગીત વાગતા હતા.નાના મામાને બહારના કામનો ચાર્જ આપેલો. મુકરર સમયે લગ્નની વિધિ કરાવનાર ગૌરીશકર ગોર આવી ગયા.મંત્રો ઉચાર થયા અને મહારાજે વિધિ સરુ કરી સગા સબંધીઓ ખુરશી પર ગોઠવાઈ ગયા.વિધી દરમિયાન લાઉડ સ્પીકર બધ રહ્યા. ચોરીમાં હવન થયો.ગ્રહ શાન્તિ થઇ ગઈ. બીજી બાજુ પાટલા મંડાઈ ગયા અને બાજો બટેરા પણ ગોઠવાઈ ગયા સવારના જમવાની તૈયારીઓ થઇ ગઈ. શુકન કંસાર હતો. જમી પરવારી કાલની તૈયારી માં પડી ગયા. કાલે જાન અંકલેશ્વર જવાની હતી. બીજે દિવસે બસ સાડા અગિયારે આવી ગઈ.ભરૂચની ગલીઓ માં બસ આવી ના શકે એટલે સુનેરી મેહલ પર ઝાડ નીચે ઉભી હતી. ડ્રાઈવરે બસ આવ્યા ની શેઠ ફળીયે ખબર આપી. બધા તૈયાર થઇ આગંણે ભેગા થયા હું સૂટને ટાઈ માં સજ્જ હતો. હાથમાં નારિયલ હતું કપાળ માં ચાંદલો હતો. અમારું પ્રોસેસન ભરૂચની ગલીઓ વટાવી સુનેરી મહેલ ના ચોગાનમાં પહોંચી ગયું. હું આગળ મર્દો પછી અને લેડીઝ પાછ્ળ લગ્નના ગીતો ગાતા હતા. રાજુ માસા મારી સાથે હતા.ભગવત તથા નાના મામા કોઈ પાછ્ળ રહી ના જાય તેની દેખરેખ માં હતા. બધાં ગોઠવાઈ ગયા શ્રીનાથજી બાવાની જે બોલાવી બસ ઉપાડી.અંકલેશ્વર ભરૂચ થી બીજું સ્ટેશન એટલે બહુ વાર લાગી નહિ.  વેવાઈ પક્ષ તેમના સગાં સ્નેહી ઓ સાથે અમને સત્કારવા દેસાઈ ફળિયાના દરવાજે ઊભા હતા. જેવી બસ આવી કે આનંદ ને ઉત્સાહ થી વાતાવરણ તેજ થઇ ગયું. અમોને એક ઘરમાં ઉતારો આપ્યો હતો. અમે સર્વ માળિયામાં ગોઠવાયા. બેસવા પાથરણા અને ગાદી તકિયા હતા અસ્તાવાસ્તા માં ચાહ તથા શરબત ને નાસ્તો આવ્યો. પાંચ વાગે વરઘોડો કાઢવા નો હતો બહેન સરલા ત્યારે દગા ફળિયામાં રેહતી.વરઘોડો દગા ફળીયા માં થી કાઢવો અને ગામમાં ફેરવવો ને પછી કન્યાને માંડવે લાવવો એમ બનેવી સરદચંદ્રે સંમતી થી નક્કી કર્યુ.તેમણે બેન્ડ વાજા વાળા નો બંદોબસ્ત પહેલેથી જ કરી દીધો હતો ઓપેન મોટર નો પણ. મને આ બધું પસંદ નહોતું પણ ચલાવી લેતો. પાચ વાગે બેન્ડ વાળા આવી ગયા. અને ફિલ્મી ગીતોની ધુન સરુ થઇ ગઈ. હું તૈયાર થઇ ગયો. લગ્નનો સુટ અને ટાઈ મેં પહેર્યા હતા નવા બૂટ તેમજ મોજા પહેરી લીધા.કોટના આગળના ખિસ્સામાં રૂમાલ ગોઠવ્યો.અત્તર છાંટ્યું શરદ ચંદ્ર એ બનારસી પાનનું બીડું આપ્યું. ને હું મોટરમાં ગોઠવાયો.વરઘોડો ધીમી ગતિએ આગળ ચાલવા માંડ્યો. આગળ વાજાવાળા પછી મરદો પછી મોટર અને સ્ત્રી વર્ગ.વાજા વાળાએ ફિલ્મી ધુન ચાલુ કરી બહારો ફૂલ વરસાવો મેરા મેહમુબ આયા હૈ મેરા મેહબૂબ આયા હે.પાછ્ળ સ્ત્રી વર્ગ લગ્નના ગીતો ગાતા હતા.વરઘોડો જોવા શેરીએ અને ચૌટે લોકો ભેગા થયા.આખરે મારી મોટર ગલીઓ તથા ચૌટા ના ખાબડ ખૂબડ રસ્તા પાર કરી કન્યાને માંડવે પોહચી ગઈ. મોટર નીચે ઉતરી દેસાઈ ફળિયા નો દરવાજો વટાવી ઘર આગણે આવ્યા. ત્યાં પોખવા ની વિધિ થઇ. આ દરમિયાન કલબલાટ વધી ગયો નારીઅલ ને સોપારી વેહેચ્યા.પછી ચોરીની ચોખટમાં વિધિ સરુ થઇ. તેમાં આઠ વાગી ગયા. હસ્ત મેળાપ ના સમયે જ્યારે ગોરે સાવધાન સાવધાન ઉચાર્યું ત્યારે મારી બાજુ માં આવી કોકે કાનમાં કહ્યું કે ગોપાળ ની નોકરી છુટી ગઈ.ગોપાળ મારો નાનો ભાઈ.તે સીવીલ એન્જિનિયર થઇ નોકરી કરતો. થોડો વખત મારો મૂડ ખરાબ થઇ ગયો થયું કે મારા નસીબ માં સેકંડ લાઈન ઓફ ડિફેન્સ જ નબળી છે.મારે એકલે હાથે જ ભાર ખેચવાનો છે મેં હસતે મોઢે ચુપચાપ ફેરા પુરા કર્યા હસ્તમેળાપ થઇ ગયો. કંચન બા મીનાના બા તથા મારા સાસુ થતા હતા.મારા ભણતર નો તેમને બહુ ગર્વ હતો.મીના તેમની સૌથી નાની દીકરી હતી અને બહુ વહાલી હતી.જમણ વારમાં પાચ પકવાન હતા.આખી દેસાઈની નાતને નોતરા દીધા હતા જમી કરી સૌ ઉતારે જતા રહ્યા.જાન બીજે દિવસે કન્યા લઇ ભરૂચ પાછી ફરી.લગ્ન પતિ ગયા.આ હતી 1967 ની સાલ ને મહિનો જુલાઈ.

દ્રશ્ય-35-હનીમુન

તે વખત માં હનીમુન શબ્દ બહુ પ્રચલિત નહોતો. નામ લેતા શરમ આવતી  બહુ થાય તો નવદંપતી ડાકોર કે શ્રીનાથજી જતા. મેં બધાના હિસાબ કિતાબ ચૂકતે કરવા માંડ્યા બાને બધું પતાવી મુંબઈ પાછા જવાની ઉતાવળ હતી અન્ય ભાઈ બેનોને પણ તેમની કોલેજો ચાલુ હતી. મારું અને મીનાનું મારા સગાં તેના ઓળખીતાને મળવાનું ચાલુ હતું. એક સવારે મને તેમના ઓળખીતા વૈદ મામા પાસે લઇ ગઈ. મારી ઓળખ કરાવી ને મારા વજન વધારવા માટે કોઈ વૈદિક સુ જાવ માંગ્યો જે તેમણે આપ્યો. .બા તેનું કામ પતાવી મુંબઈ ગઈ. ભાઈ બહેનો પાછા ગયા. અમે અમદાવાદ ગયા ,ત્યાં કલાબેન સાથે બે એક દિવસ રહ્યા. કળા બહેન મીનાનાસૌથી મોટા બહેન થાય. અમે મિલન પિક્ચર જોયું. પછી બે દિવસ બાબુ ભાઈ ની સાથે રહ્યા ત્યાંથી પછીમાઉન્ટ આબુ ગયા. તેમાં ટ્રૈન અને બસ ની મુસાફરી હતી.ટ્રૈનમાં થી ઉતરી બસમાં બેઠા. બસ પહાડ પર લઇ ગઈ. સામાન ઉપાડવી હોટલમાં ગયા. અમે જગ્યાએથી અજાણ્યા હતા. કુલી લઇ ગયો તે હોટલ માં ઉતર્યા.સાંજ થઇ ગઈ હતી. અજાણી જગ્યામાં રાતે બહાર જવાનો બહુ વિચાર ન હતો.ત્યાજ જે મળ્યું તે જમી લીધું આખી હોટલમાં અમે એકલા જ હતા બહુ ભેંકાર લાગતું હતું. વળી વરસાદની સિઝન સરુ થઇ ગઈ હતી. બહાર વરસાદ જોર થી આવતો હતો હોટલમાં કોઈ વાત કરનાર પણ ન હતું પવન ના સુસવાટા રૂમ અંદર પણ સંભળાતા હતા વાતાવરણ ઠંડુ ગાર હતું બહુ થાકી ગયા હોવાથી ઉ ઘી ગયા. ક્યારે સવાર થયું તે માલમ ના પડ્યું. જલદી નિત્ય ક્રમ પરવારી બહાર ગયા. જગા અજાણી હોવાથી ક્યાં જવું ,શું જોવું ?વરસાદની સિઝન મા કન્ડક્ટેડ ટુર ન હતી.હોટલો બધી ખાલી હતી.એકલ દોકલ માણસો રસ્તે દેખાતા.અમે થોડુક ફર્યા હશે કે વરસાદ ચાલુ થઇ ગયો.અમો પાછા ફરતા સુધીમાં તરબોળ થઇ ગયા.આમ આબુનો પ્રવાસ બહુ ફળ્યો નહિ.અમો બીજે દિવસે થોડું ફરી અંબાજી ની બસ પકડી એક દિવસ અંબાજી માં રહી દર્શન કરી ત્યાનું પવિત્ર અને સુંદર વાતાવરણ માણી ત્યાંથી ડાકોર ગયા.ત્યાં બે દિવસ રહ્યા.ને પાછા મુંબઈ ફર્યા ને રોજની ધમાલ માં પડી ગયા.ધાર્મિક સ્થળો અને ત્યાં નું સુંદર વાતાવરણ અને પવિત્રતા મન ને નિર્મળ કરે છે

દ્રશ્ય- 36-પ્રીતિ નો જન્મ

મારી પત્ની મીનાને બહુ મુંબઈ માં રહેવું ગમતું નહિ. વળી મોટા ફેમિલીમાં રહેવાની આદત ન હતી. તેથી મુંઝારો થતો. અને વારંવાર તે તેની માં પાસે નવસારી જતી રેહતી.ત્યાં પૂરી સ્વતંત્રતા હતી. ફેમિલીમાં ફક્ત ત્રણ જણા તેમાં માં અને બનેવી વૃદ્ધ. આ અવર જ્વરમાં એક વાર મુંબઈ માં હતી ત્યારે પેટમાં દુખાવો થયો. એટલે ડોક્ટર પુરંદરે ને બતાવ્યું. નિદાન એ થયું કે પ્રેગનન્સી સાથે ટયૂમર છે. પણ હાલ માં ઓપરેશન થાય નહિ.ડીલીવરી પછી જ થાય. વખત વહેતો ગયો. થોડાક મહિના થયા હશે ત્યાં અમૃતલાલ નો પત્ર આવ્યો કે અમે સુરતમાં મકાન ભાડે રાખ્યું છે ને સુરત મોટું શહેર હોવાથી અહીં બધી સુવિધા છે. તેથી મીનાને ડિલિવરી માટે સુરત લઇ જવા હું આવું છું મીના સુરત ગઈ. હું કામકાજના બોજ માં સુરત જઈ ના શક્યો. પણ અમૃતલાલ નો પત્ર આવ્યો કે ડોક્ટર શેલત સુરત જનરલહોસ્પીટલના ગાયનેકોલોજિસ્ટ છે. ને બહુ સારા ડોક્ટર છે મને કામમાં થોડી રાહત થઇ એટલે મેં સુરત જઈ ડોક્ટર સેલત ને મળવાનો વિચાર કર્યો.બાને પણ એ ઠીક લાગ્યું. હું બીજે જ દિવસે રવાના થયો સુરત પહોંચી ડોક્ટર સેલત ને મળ્યો. તેમણે મને ખાત્રી આપી કે સેફ ડિલિવરી થશે. સારો એવો વખત મારી સાથે વાતચીત કરી.અમૃતલાલ તથા કંચનબા ને કઈ કામ પડે તો વિના સંકોચે જણાવશો કહી મુંબઈ પાછો આવી ગયો ત્રીજી જુલાઈ 1968 ને દિવસે ડોક્ટરે ખબર આપ્યા કે ડિલિવરી સેફ થઇ છે અને છોકરી જન્મી છે અમૃતલાલનો હરખનો પત્ર આવ્યો કે કન્યા રત્ન છે અને બન્ને ની તબિયત સારી છે બધું નીર વિઘ્ન પતિ ગયું. હું તથા બા સુરત ગયા. ત્યાં થોડા દિવસ રહ્યા ને પ્રીતિ તથા મીનાને મળ્યા. પ્રીતિ ની તબિયત મને નાજુક લાગી.ડોકટરે ગ્લેક્સો ના પાઉડર નું દૂધ આપવાનું ચાલુ કરવા કહ્યું.પ્રીતિને તે માફક આવી ગયું અમે રહ્યા ત્યાં સુધી રોજ હોસ્પિટલ જતા હતા અને જોઈતી વસ્તુ લઇ જતા મારી રજા પૂરી થઇ એટલે મુંબઈ જતા રહ્યા. તે વરસે સુરતમાં વરસાદ ખુબજ પડ્યો. સુરત શહેર જળ બમ્બાકાર થઇ ગયું. તાપી નદી માં રેલ આવી હતી બજારો ને ઘરો માં પાણી ભરાઈ ગયા હતા. કંચન બા ને અમૃતલાલ ના મકાન માં ભોઈ તળિયું પાણી માં હતું. દાદર અડધો ડૂબેલો હતો. નીચે ઉતારાય તેવી પ્રશસ્તિથી ન હતી. તેવામાં પ્રીતિ ને પીવા દૂધ લાવવા જવું અશક્ય હતું. થોડા દિવસ તેને ચલાવું પડ્યું. ધીરે ધીરે રેલ ના પાણી ઓસરી ગયા ને બધું નોર્મલ થતા સારો એવો સમય વીતી ગયો. ત્રણ એક મહિના વીતી ગયા હશે હું પ્રીતિ ને મીનાને લેવા નવસારી ગયો હતો ડિલિવરી પછી મહિનો માસ પછી તેઓ સુરતનું ઘર બંધ કરી.નવસારી જતા રહ્યા. સુરતનું મકાન લીમીટેડ પિરિયડ માટે ભાડે લીધું હતું પ્રીતિ, બા તથા મીનાની સંભાળ માં મોટી થતી ગઈ. તેની નામ વિધિ કરણ નો પ્રોગ્રામ કર્યો પછી દિવસો વીતતા ગયા ને પ્રીતિ અઢી વરસે અલવારીસ ની સ્કૂલ માં જતી થઇ ગઈ ને આખી એબીસીડી બોલતાં શીખી ગઈ.મીનાએ શિક્ષક ની નોકરી છ એક મહિના કરી. પ્રીતિ બા સાથે મંદિર રોજ જતી અને ચાર મિલે ચોસઠ ખીલે આખું ભજન ગાતી.જેમ મોટી થતી ગઈ તેમ નવું નવું શીખતી ગઈ. ઘણા વર્ષ ભારત નાટ્ય ડાન્સ નો ક્લાસ અટેન્ડ કર્યો.સ્કુલના પ્રોગ્રામમાં વરસો વર્ષ ભાગ લીધો. પૂર્વી પણ તેમજ કરતી. બંને બહેનો એકજ સંકુલમાં હતી. પૂર્વી પ્રીતિ થી ચાર વરસે નાની હતી. તેમના પ્રોગ્રામ હું ને મીના જોવા જતા. અમે તેઓને પ્રોતશાહિત કરતા. બંને GBES સ્કુલમાંથી દશમી મી પાસ થઇ કોલેજમાં ગયા. બેઉની કોલેજ પાર્લામાં હતી. પ્રીતિ ની પાર્લે કોલેજ અને પૂર્વી ની મીઠીબાઈ કોલેજ. બને ગ્રેજ્યુએટ થઇ અમેરિકા જતા રહ્યા પહેલા પ્રીતિ 1988માં અને ચાર વરસ પછી પૂર્વી ને લઇ 1992માં હું પહોંચી ગયો.. મીના નિયમિત તેમને ભણાવતી. બંને ની પર્વ રીસ તેણે કાળજી પૂર્વક કરી.

..દ્રશ્ય-37-મનુભાઈનું પરદેશ ગમન-

મનુભાઇ મારો નાનો ભાઈ અને નંબર ટુ હતો. તે મુંબઈની સીડ નામ કોલેજ માંથી બી.કોમ. થયો હતો. તે પછી તેને સેલ્સ અને માર્કેટિંગ માં અભ્યાસ કર્યો હતો. અને છેલ્લે એશિયા પબ્લિશિંગ હાઉસ માં સેલ્સ એક્સીક્યુટીવની નોકરી કરતો હતો. મોટે ભાગે ઓફિસ ના કામ કાજ અંગે મુંબઈની અંદર બહાર જા આવ કરતો. વળી મરીન લાઇન્સ સ્ટેશન નજીક નાની સરક્યુંલેટીગ લાઈબ્રેરી નો સ્ટૉલ હતો. તેમાં તે ત્રીજો ભાગીદાર હતો.. જ્યાં નવારસ ના સમયે જતો અને રાત ના નવ વાગે દુકાન બંધ કરી ત્રણે ભાગીદાર ઘરે જતા આ દુકાનમાં માંથી આવક તો ક્યારે મેં જોઈ નથી ઉપરથી મારી પાસે બે વાર હજાર. હજાર રૂપિયા લઇ ગયો જે દુકાન માંથી કદી પાછા મળ્યા નથી. તે તેના પૈસાદાર ચિત્રની દુકાનની સરસાઈ કરતો તેના મિત્ર બાબા ની મરીન લાઈન્સ પર મોટી એસ્ટાબ્લીસ ચોપડીયો ની દુકાન હતી.બાબો મનુભાઈનો એશિયા પબ્લીસીંગ રૂએ ઘણો લાભ લેતો. પણ મનુભાઈને તેની ખબર પડતી નહિ. મનુભાઈએ ત્યાર પછી વાયટાપોલ નો ધંધો બાજુમાં રહેતા જયંતી લાલ સાથે શરુ કર્યો.જયંતીલાલ વ્રજલાલ શેઠના છોકરા હતા. મારી પાસે તે માટે ય પૈસા લઇ ગયો.જંતીલાલ નું મુખ્ય કામ મકાન ને જમીન ની દલાલી હતું મનુભાઈનો કોઈ કંટ્રોલ નહી પૈસાની વાત જયંતીલાલના હાથમાં હતી શરુ શરુ માં પોસ્ટર લગાવ્યા હૅન્ડ બીલો ઘરે ઘરે છાપાં સાથે વેહ્ચ્યા.પણ સરવાળે કાઈ વળિયું નહિ અને જયંતી લાલ બેંક નું ખાતું દબાવી ગયા. પણ હિંમત હારે તે મનુ ભાઈ નહિ તે પછી મનુ ભાઈએ ઓલ્ડ કસ્ટમ હાઉસમાં ટેબલ સ્પેસ લેવડાવી અને એકાઉન્ટ બ્યુરો શરુ કર્યો.ઓફીસમાં જતો દોસ્તારો આવતા, રોજ ચાહ પાણી થતા પણ લાંબા સમય સુધી પ્રયત્ન કરવા છતાં કોઈ કામ મળ્યું નહિ. અને ખર્ચા ચાલુજ હતા.છેવટે મેં કંટાળી ટેબલ સ્પેસ કાઢી નાખી.મનુભાઈએ શેર બજારમાં પણ હાથ અજમાવી જોયો પોતાની પાસે પૈસા નહિ એટલે શેર નો સટ્ટો ખેલ્યો.બાના કાકા નગીનલાલ પોતે શેરો ની દલાલી કરતા.તેઓની મારફત શેરો ખરીદ્યા.તે પછી ભાવ ખુબ બેસી ગયા સેટલમેન્ટ વખતે પૈસા નહિ તેથી સેર બજાર જવાનું બંધ.એક દિવસ કાકાને મળવા હું ગયો ત્યારે કાકાએ મને વાત કરી મેં કહ્યું મને તો આજે ખબર પડી મેં ઘરે જઈ તેની ઉલટ તપાસ કરી ત્યારે કબુલ કર્યું.નગીન કાકા વયોવૃદ્ધ માણસ.વળી તેમનો છોકરો બહુ હોશિયાર નહિ. એ પોતાનું ગાડું જેમ તેમ ચલાવતા.તેમના પૈસા દુબાડાઈ નહિ. મેં રૂપિયા પાચ હજાર નો ચેક તેમને લખી દીધો. અને શેરો ની ડિલિવરી લીધી. એ શેર ક્યારે પણ ઉપર ના ગયા. અને કંપની ફડચા માં ગઈ. મારા અમેરિકા આવતા પહેલા શેરો કચરા પેટીમાં નાખી દીધાં હું તેનાથી કંટાળી ગયો. મેં કહ્યું કે સીધી નોકરી કર. હું મહેશ ને પત્રમાં જણાવતો.મહેશ તે વખતે કેનેડાના માં હતો ને સેટલ હતો તેણે લખ્યું કે મનુભાઈને આવવું હોઈ તો કેનેડા મોકલી દો મેં મનુભાઈને વાત કરી તે તરત માની ગયો મહેશે તેને સ્પોન્સર કર્યો. તેનો ઈન્ટર્વ્યુ દિલ્હી માં થયો.મેડીકલમાં પાસ થયા પછી વીસા મળ્યો હવે પૈસાનો બંદોબસ્ત કરવાનો રહ્યો એક પરદેશ ગમન ,બે લગ્ન, બે ડીલીવરી અને નાનેરાને ભણાવા ના કોલેજ ના ખર્ચા પછી ખાસ બચત રેહતી નહિ.કમાનાર હું એકલોજ.જે કઈ બચાવેલા હતા તે ઘર ખર્ચ,કોલેજની ફીઓ તથા પરદેશ ગમનમાં વપરાઈ જાય તો આગળના પ્રોજેક્ટ તથા તેના ખર્ચા તેમજ કોન્ટીજ ન્સી ને પહોંચી કેમ વળાય તે મારી ચિંતા હતી એક દિવસ હું કામ અર્થે પ્રિન્સેસ સ્ટ્રીટ ગયો હતો. કામ પતાવી ઉમેદચંદ કાકા ને મળવા ગયો. તેઓ મોટાઈ ના ખાસ દોસ્ત અને અમારા ખાસ હિતેચ્છુ હતા. મેં તેમને મનુભાઈના પરદેશ ગમનની વાત કરી. તેઓ અત્યંત ખુશ થયા તેમણે મને ત્રણ હજાર રૂપિયા માગ્યા વગર આપ્યા અને કહ્યું કે મનુ ભાઈ ને કહેજો કે પરદેશમાં કમાઈ ત્યારે આપજે મારે કોઈ જ ઉતાવળ નથી. નહિ આપે તો પણ ચાલશે. હું તેમનો ઉત્સાહ અને લાગણી જોઈ તેમને નારાજ ન કરી શક્યો. તેમણે મનુ ભાઈ ને શુભેચ્છા મોકલી.  હું હાથ મિલાવી ચાહ પી હું નીકળી ગયો. બીજે દિવસે કોઈક ના કેહવાથી હું મામા તાહેરને મળ્યો તેની ઓફિસમાં. તે ટ્રાવેલ એજન્ટ હતા તેમજ સારો ડિસ્કાઉન્ટ આપતા.મનુભાઈ ને પૂછી તેમની કેનેડાની ટિકિટ બુક કરી. કપડા લત્તા ની ખરીદી કરી નવા વુલન સુટ કરાવ્યા. નવી પેટી લઇ સમાન જેમ તૈયાર થાય તેમ મૂકવા માંડ્યો. મનુ ભાઈની વિદાઇ ની તારીખ આવી ગઈ. તેમને માટે પણ સત્ય નારાયણની કથા રાખીતી.સગા સેન્હી તથા પડોશીઓ તેમજ મિત્રો ને આમંત્રિત કર્યા હતા. કથા પછી સગાને જમવા નું અને અન્યને માટે અલ્પાહાર હતો. પ્રસંગ રંગે ચંગે ઉજવાઈ ગયો.પાસપોર્ટ ટીકીટ વગેરે આવી ગયા.નાડકરર્ણી, ઉપાદ્યાય વગેરે મનુભાઈને મળવા આવી ગયા જવાને દિવસે મનુ ભાઈ ને શુકન નું નારીએલ તથા ચાંદલો કરી સુખડ નો હાર પહેરાવ્યો.અમે ત્રણ ટૅક્સી કરી સાન્તાકૃઝ એરપોર્ટે ગયા. ત્યાં ફોટોગ્રાફર સાથે ફોટા પડાવ્યા.મનુભાઈ સિક્યુરિટી ગેટ માં દાખલ થયા પછી અંદર ને અંદર જતારહ્યા.દેખાતા બંધ થયા ત્યાં સુધી આવજો આવજો કર્યા કર્યું. અમે તેમને વળાવી પાછા ફર્યા.ચિંતા તો એ હતી કે ક્યાં ખોટું તો સાહસ નથી કર્યું ને? વળતા અઠવાડીએ હું મુંબઈ ગયો ત્યારે ઉમેદચંદ કાકાને તેમના રૂ 3000 પાછા આપી આવ્યો. આજે મારો એ ભાઈ તો નથી પણ એની યાદો છે. એ ન્યુયોર્ક સીટી (મ્યુનીસીપાલીટી) માં એકાઉંટ ડીપાર્ટમેન્ટમાં  હતો.સુગર નો મરીઝ હતો.કદી પરેજી પાળતો નહિ.મરવાથી કદી બીતો નહિ.લોટરી અને ઘોડા નો શોખીન.કોમા માં ગયો ત્યાં સુધી લોટરી લતો.આખો ગુમાવી પગ ખોયા અને વીલ ચેર માં ફર્યો. એની દેખભાળ નાનો ભાઈ ગોપાલ જે સીવીલ એન્જિનિયર છે તે લેતો. ગોપાળ બા તથા મનુ ભાઈ ની સંભાળ લેવા ફ્લોરીડા થી ન્યુયોર્ક આવી ગયો. તેની 42 રૂમ ની મૉટેલ નામે THUNDER Bird વેંચી કાઢી મનુ ભાઈ 18મી માર્ચ 1999માં અને બા 18 જુન 1989માં મૃત્યુ પામ્યા.

દ્રશ્ય-38-ગોપાલ નું પરદેશ ગમન

મારો ચોથો નાનો ભાઈ ગોપાલ.નાનપણ થી તદુરસ્તી સારી.તે ગાય નુજ દૂધ પીતો તેને બીજું ચાલતું નહિ.

અમે રાઘલા ને બે દૂધ લાવવાનું કહ્યું ગાયનું અને ભેસનું તેને ડોક્ટર પણ હોમી જ ફાવતો.જયારે એ બીમાર હોઈ ત્યારે હું ને બા મોટા મામાની ઘોડા ગાડી માં લઇ જતા ડોક્ટર હોમી પારસી હતા.સરલા ની મોટલાબાઈ ગર્લ્સ સ્કુલ ની બાજુમાં તેમનો બંગલો હતો સ્વછ ને સુઘડ.બંગલા માં ભોય તળિયે તેમનું દવાખાનું હતું ને ઉપર તેઓ રેહતા હતા.અમારા ઘર માં કોઈ પણ નાના છોકરા રડે કે તેમને બહાર લઇ જવા પડતા નહિતો મોટાઈ નો ગુસ્સો વધી જતો.એવી એક સાંજે ગોપાલ બહુ રડતો હતો.બાના અથાગ પ્રયત્ન છતાં છાનો રહેતો નહિ હું તેને ઉચકી બહાર ગલી ના પગથીયા ઉતરી ગોલવાડ માં થઇ સોનેરી લાઈન્સ પાર કરી થીએટર પાસે લઇ ગયો.ત્યાં લાઈટો હતી હોટલો માં થી ફિલ્મી ગીતો ના અવાજ આવતા હતા.ગોપાલ રડતો બંધ થયો હતો પણ ઉચકી ઉચકીને હું થાકી ગયો હતો માટે બેસવાની જગ્યા શોધતો હતો.મને થયું કે અંદર જવા મળે તો ખુરસી પર ગોપાલ ને લઈને બેસું.એવામાં ડોર કીપરે પદ્ડો ઉચે કરી મને અંદર લીધો કમ નસીબે એક પણ સીટ ખાલી ન હતી.ગોપાલ તેની ચકળવકલ આખે ફિલ્મ જોઈ રહ્યો બહુ સમય થઇ ગયો ને બા ની ચિંતા ને મોટાઈ નો ગુસ્સો યાદ આવતા હું ત્યાંથી નીકળી ગયો ને ઘરે પોહચી ગયો.ત્યાં મને ડાટ અને શિખામણ મળ્યા તે જુદા.એજ મારો નાનો ભાઈ ગોપાલ, અપ્રિલ 1965 માં બી ઈ સીવીલ થયો.તેણે મુંબઈ ની VJTi માંથી B. E CiViL ની ડિગ્રી1965માં લીધી હતી સરુમાં તેણે કન્સલ્ટીંગ ફર્મ માં નોકરી લીધી હતી કેટલાક મહિના પછી જોબ બદલી જોશી એન્ડ કંપની માં ગયો.તેઓ કન્સ્ટ્રક્ટસનના ધંધા માં હતા. મોટા પુલ તથા બંધ બાંધવા ના કામમાં જાણીતા હતા.ગોપાલનું તેવા એક પ્રોજક્ટ પર પોસ્ટીંગ થયું.સાઈટ પટના માં હતી ત્યાં જવું પડેલું. ઘરના વાતાવરણ થી તદ્દન જુદું.ખાવાનો મેળ પડતો નહિ સુવાનું કેમ્પ માં હતું.વળી કુટુંબ થી દુર જેથી હોમ સીક થઇ ગયો અને છોડી પાછો આવી ગયો આમ ને આમ સમય વીતતો ગયો કસે ઠરી ઠામ થયો નહિ.તેનો મિત્ર વ્યન્ક્ટેસ પણ સિવિલ એન્જીનીયર હતો તે રોજ ગોપાલ ને મળવા ઘરે આવતો. બન્ને તેમના પ્લાન બનાવતા.અમારા ચંપા ફોઈ નો મોટો છોકરો ભગવત પણ સિવિલ એન્જીનિયર હતો.તે ઇન્દોર માં થી થયો હતો.હોસ્ટેલમાં રેહતો એટલે સ્ટ્રીટ સ્માર્ટ હતો.તે મારવાડી કોન્ટ્રકટર પાસે કામ કરતો અને સાઈટ સુપરવાઈઝ કરતો. રોજ સાંજે છુટી મારે ઘરે આવતો અને ભવિષ્યના અમેરિકા જવાના પ્લાન ના સ્વપ્ના જોતો.તેને મિત્રો તરફથી પત્રો આવતા કે જલ્દી આવી જા.એક દિવસ એવો પણ આવી ગયો કે તેને સ્પોન્સોર મળી ગયો અને તે અમેરિકા જતો રહ્યો. તેણે સરુઆતમા શરમ મૂકી અદના કામ કર્યા.પછી લાઈનની જોબમાં જતો રહ્યો.તે સ્વભાવે ખટ પટી હતો.આજે પૈસે ટકે સુખી છે. ગોપાળ ના પાચ વરસ આમ જ ચાલી ગયા અહી સારી અને સ્થાઈ જોબ મળતી નહિ..એટલે મેં તેને અમેરિકા મોકલવાનો વિચાર કર્યો.અમેરિકન એમ્બસીમાં જઈ ઈમ્મીગ્રેશન માટે નું ફોર્મ તેની પાસે ભરાવ્યું.ત્રણ એક મહીને પ્રોસેસ થઇ ઈન્ટરવ્યું આવ્યો.અને મેડીકલ ચેક અપ પહેલા થયું.મેડીકલ ચેકઅપ માં પાસ થયો તે પછી મામા તાહેરને ટીકીટ માટે ટેલિફોન કર્યો.તેને મળવાનો ટાઇમ લઇ તેની ઓફિસે ગયો.મેં તેને કહ્યું આ બીજી ટીકીટ છે અને બીજી વધુ આવશે ની પ્રોમિસ કરી સારો ડિસ્કાઉટ મેળવો.ટીકીટ લીધા પછી સત્ય નારાયણ ની કથા નો દિવસ નક્કી કર્યો.સગા સ્નેહીઓ ને નીમંત્રિત કર્યા.ભાઈ ગોપાલ કથા માં બેઠો હતો. કથા પછી સ્નેહીઓ ને અલ્પાહાર ને સગાને જમાડી ને પ્રસાદ આપી વિદાઈ કર્યા.આ અમારા ઘરમાં ત્રીજું પરદેશ ગમન હતું.સગા વર્તુલ માં આશ્ચર્ય થતું.કારણ કે તેમને સ્વપ્ને પણ ખ્યાલ નોતો કે અમે પરદેશ જઈશું અને તે પણ એકલ દોકલ નહિ પણ બધાજ.જવાના દિવસે ગોપાલ ને મુકવા બધા એરપોર્ટ મુકવા ગયા.રાજુ માસા તેમજ શાંતા માસી પણ આવેલા.ગોપાલ ને સુકન નો સવા રૂપીઓ તથા સુખડ નો હાર પહેરાવ્યો.ફોટોગ્રાફરે ગોપાળ સાથે ગ્રુપ ફોટો પડ્યો.મારી દિકરી પ્રીતિ ત્યારે ત્રણ વર્ષ ની હતી ગોપાલ જેવો સીક્યુરીટી ગેટ માં દાખલ થયો કે બધાએ આવજો બાઈ કહી હાથ હલાવવા માંડ્યા તે દેખાતો બંધ થયો ત્યાં સુધી આ ચાલતુજ રહ્યું.પ્લેન ઉડ્યું તેની એનોઉન્સમેન્ટ થઇ ત્યારે ઘરે પાછા ફર્યા ઘર સુનું સૂનું લાગતું હતું.ઔર એક પંખી દરિયાપાર ઊડી ગયું

દ્રશ્ય-39–ભુપેન્દ્ર ડોક્ટર થયો

ભુપેન્દ્ર નું બધું કામકાજ બહુ ધીરુ હતું.તે સાત વરસ સુધી ચાલી સકતો નહિ.બાએ કેટલીએ માનતા માની. કેટલાય ડોકટરો ને બતાવ્યું.પણ કઈ વળ્યું નહિ.એક વાર અમે ભરૂચ ગયા હતા ત્યારે ચાલન ગાડી તેના માટે લાવ્યા હતા.અમારી ચિંતા તેને ચાલતો કરવાની હતી.સવારના એ રસોડા થી ઘસડાતો જઈ આરામથી ઓટલે બેસતો. અમારા સામે વાળા પડોસી જોષિજી ને તેની બહુ માયા હતી.તેને જોતાજ તે કેહતા શ્રી ગણેશ કેમ છે ? ભુપેન્દ્ર નો આ રોજનો કાર્યક્રમ હતો.એક દિવસ તેની સામે ચાલન ગાડી મૂકી તેને ઉભો રાખી ચલાવાની કોસિસ કરી.સર્વે ના આશ્ચર્ય વચ્ચે તે થોડા ડગલા ચાલી ગયો.પછી તો રોજ ચાલન ગાડી થી ચાલતો થઇ ગયો.બા તથા અમારા સર્વે ને ખુબ આનદ થયો.બાએ તે દિવસે ખાસ પુરી બનાવી તેની સાથે વેહ્ચાવી.આજ ભુપેન્દ્ર આજે ડોક્ટર થઇ અમેરિકામાં પ્રેક્ટીસ કરે છે.ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ગોપાલ ને ભુપેન્દ્ર માટે મને વિશેષ ચિંતા રહેતી.કારણ કે આ લાઈનો માં અધકચરા ની કોઈ વેલ્યુ નહિ. ગોપાલ મારો ચોથા નંબરનોભાઈ નો અને ભુપેન્દ્ર મારાથી પાચમા નંબર નો ભાઈ.ભૂપેન્દ્ર ssc પાસ કરી ખાલસા કોલેજ માં સાયન્સમાં જોડાયો ઇન્ટર પાસ થયા પછી લાઈન સેલેકટ કરવાની હોઈ.તેણે મુંબઈમાં મેડીકલ માં જવાની કોશીસ કરી પણ નાકામયાબ રહ્યો સાથે સાથે તેણે ડેન્ટલ કોલેજો માં પણ અરજી કરી હતી.એવામાં નાયર ડેન્ટલ કોલેજ માં થી તેને કોલ આવ્યો.મેં તેને નાયર માં જોડવા પ્રોસાહિત કર્યો.વિધિ પતાવી ફી ભરી દાખલ થઇ ગયો તે વરસ 1966 નું હતું સરુઆત ના વરસો માં પાસ થઇ ગયો પણ છેલા વર્ષ માં કસોટી થઇ. . કયારેક પરીક્ષા અર્થે પેસંટ મળતા નહિ વખત બેકાર જતો ‘હું નાના ભાઈ બેનોને પ્રોશાહિત કરતો રેહતો.આખરે ભુપેન્દ્ર ડોક્ટર થઇ ગયો 1971માં.મારા એક પછી એક પ્રોજેક્ટ કામયાબ થતા ગયા.હું મનોમન ઈશ્વર નો આભાર માનતો ગયો હજુ મારે બે કામ બાકી હતા.એક તો કનું અને રંજન નું ગ્રેજ્યુંએસન અને બીજું રંજનના લગ્ન.  ભુપેન્દ્ર ડેન્ટીસ્ટ તો થયો પણ પછી શું ?ડેન્ટીસ્ટ માટે નોકરી ના અવેન્યું બહુ ઓછા હતા.ગણી ગાંઠી હોસ્પિટલો માં ડેન્ટલ વિભાગ હતો.તેમાં પણ પેહલાના ડેન્ટીસ્ટ કામ કરી રહ્યા હતા.નવી ઓપેનીંગ બહુ જુજ હતી જેમના બાપા ડેન્ટીસ્ટ હતા અને પોતાની પ્રેક્ટીસ હતી તેઓ બાપા સાથે જોડાઈ ગયા.બાકીના માટે પોતાનું દવાખાનું કાઢવા નું મુસ્કેલ હતું કારણકે ઇનિસિઅલ ઇન્વેસ્ટમેન્ટ બહુ હતું જે મારા ગજાની બહાર હતું.વળી મારે બીજા બે નું પણ કોલેજ ભણતર બાકી હતું.શું કરવું તેની વિચારણા ચાલી રહી હતી.તેવામાં ભુપેન્દ્ર ખબર લાવ્યો કે ડોક્ટર કાપડીને તેની ડેન્ટીસ્ટ પત્નીનું દવાખાનું લીઝ પર આપવું છે મહીને રૂપિયા ચારસો.આ પરવડે તેમ લાગતું હતું.જોકે તે સમયે રૂપિયાની વેલ્યુ સારી હતી હું ડોક્ટર કાપડી ને મળ્યો.તેણે ભુપેન્દ્રને દવાખાનું બતાવ્યું ભુપેન્દ્રને પસંદ આવ્યું.ડોક્ટરે રૂપિયા દસ હઝાર ડેપોસીટ માગ્યા.મેં ચેક લખી દીધો.અને નક્કી કરી નાખ્યું.એગ્રીમેન્ટ પર બન્ને પક્ષો એ સહી સીક્કા કર્યા અને ઉઠ્યા.દવાખાના ના ઉદ્ઘાટન ના નીમત્રણો બધાને મોકલ્યા..તે દિવસે બધા પરેલના દવાખાને સવારના ભેગા થયા.દવાખાનું સારું હતું.બધાને ગોલ્ડ સ્પોટ ની બાટલી પીવા આપી બધાએ શુભેચ્છા આપી.બધા ગયા પછી અમે દવાખાનું બંધ કરી ઘરે ગયા ભુપેન્દ્રએ બીજે દિવસ થી દવાખાને બેસવાનું ચાલુ કર્યું. લોવર પરેલ પરામાં દવાખાનું હતું વસ્તી બધી મિલ એરયાની હતી અટલે ડેન્ટીસ્ટ નું દવાખાનું ચાલવું મુસ્કેલ હતું.આ તો આ બેલ  ગલે લગ જા જેવી વાત હતી.મને ભુપેન્દ્ર ના ભવિષ્ય ની ચિંતા હતી.આમ ને આમ મહિના પછી મહિના ખાલી જતા.હું પણ બીજા અનેક પ્રશ્નો માં ગુંચવાઈલો રેહતો.એવામાં ગોપાલનો પત્ર આવ્યો કે તેને યુએસે મોકલી દ્યો. ઇમિગ્રન્ટ વિસા માટેના પપેર્સ તૈયાર કરવામાં લાગી ગયો જેવા પપેર્સ તૈયાર થયા કે તેને લઇ એમ્બસી ની ઓફીસમાં ગયો અને પપેર્સ ફાઈલ કરી દીધા સાથે સાથે કનુના પણ પપેર્સ ફાઇલ કરી દીધા. હવે કાપડી ના એગ્રીમેન્ટ માં થી બહાર કેમ આવવું તે વિચારવું રહ્યું.મેં ભુપેન્દ્ર મારફત તેને સંદેશો મોકલી મીટીંગ નક્કી કરી અમે મળ્યા ને તેને જણાવ્યુ કે ભુપેન્દ્ર અમેરિકા જવાનો છેતેથી એગ્રીમેન્ટ ખતમ કરાવવું છે. તેણે છ મહિનાના રૂપિયા ચોવીસો કાપી બાકીના પાછા આપ્યા આજે એ રકમ ભલે નાની લાગે પણ તે વખતમાં તેની વેલ્યુ ઘણી હતી.પતિ ગયું એટલે ગંગા નાહ્યા.બધું પત્યું ત્યાં તો વિસા કોલ આવી ગયો અને

હું તેની વિદાય ની તૈયારી માં પડી ગયો આ મેં ચોથું પરદેશ ગમન પ્લાન કર્યું મનો મન ઈશ્વરનો અભાર માન્યો  ભુપેન્દ્રના અમેરિકા ગયાને મહિનઓ વીતી ગયા હશે પછી એક રવિવારે અમારી નજીક રેહતા કાપડિયા તેમના ડેન્ટીસ્ટ છોકરા ને અમેરિકા મોકલવા પૂછ પરછ કરવા આવ્યા.તેમનો પુત્ર ભુપેન્દ્ર નો મિત્ર થતો હતો તેવું તેમણે મને જણાવ્યું હતું.મેં તેમને પરિસ્થતિ નો ખ્યાલ આપ્યો હતો.પછી તો એમની અવર જવર વધી ગઈ.અને તે ગયો ત્યાં સુધી ચાલુ રહી.ભુપેન્દ્રના ઇનિસિઅલ સપોર્ટ થી તે ત્યાં સ્થાઈ થયો પણ બીજા સ્ટેટ માં.કારણ કે ન્યુયોર્ક ઘણું મોઘું હતું.

40-ભુપેન્દ્ર તથા કનું નું પરદેશ ગમન

કનું મારો છઠો નાનો ભાઈ.તે પહેલેથી હુસીયાર હતો.મને હજુ યાદ છે કે નાનો હતો ત્યારે ઝબલું પહેરતો.એક દિવસ ગોકલી બાઇ સ્કુલ નો સિપાઈ ઘરે આવ્યો અને પૂછ્યું કે કનું ભાઈ કોણ છે? ત્યારે કનું ઝબલું પહેરી ઘરમાં ફરતો હતો. ઝબલું અને મોઢું ભૂરા રંગથી રંગાઈ ગયું હતું. તેના હાથમાં ખાલી શીશી હતી તે પોટેસીયમ પરમેગનેટની શીશી હતી.સિપાઈ પર્બીડ્યું આપી ગયો તેમાં કનુને સ્કૂલમાંથી મળેલા ઇનામ ની વિગત હતી.તે ભણતા ભણતા બી ઈ ઈલેકટ્રોનીક્સ થઇ ગયો.તેનું એકેય વરસ બગડ્યું નથી તે વખતે ઇલકટ્રોનીક્સ્સ ખાસ ડેવોલપ થયેલું નહિ. તે vjt. માં થી બી..ઈ ઈલેકટ્રોનીક્સ થયો તે વર્ષ 1970 નું હતું.પાસ થઇ નોકરી ના ઘણા પ્રયત્ન કર્યા પણ કેમે કરી ઠેકાણું પડતું નહિ.કારણ આ નવી લાઈન હતી.મેં તેનો અમારી કંપની માં ઇન્ટરવ્યું ગોઠવ્યો હતો પણ જામ્યું નહિ આખરે અમારા ઇડીપી ઓફિસર સર્વોત્તમ ઠાકોર પાસે ગયો તેઓ USA રહી આવેલા પણ ફેમીલી પ્રોબ્લેમ લઇ ને પાછા આવી ગયા હતા.તેમણે સુચન કર્યું કે usa મોકલી દો જલદી ઠેકાણું પડી જશે.એવામાં અમારા સગા કમળનયને પોતાની ઓફીસ ખોલી હતી. ટરબાઇન બનવાનું કારખાનું શરુ કર્યું હતું.તેમણે પ્રસ્તાવ મુક્યો કે કનુને મારી ઓફીસ માં મોકલી આપો કનું રોજ ત્યાં જતો હતો ને તેમને મદદ કરતો.એ અરસામાં ગોપાલના પત્રો આવતા કે કનું અને ભુપેન્દ્ર બેઉને  જલ્દી મોકલી દો.મેં કનુની ઇમિગ્રન્ટ કારવાઈ શરું કરી. પપેર્સ તેમજ જરૂરી ડોક્યુંન્ટસ ભેગા કરી એમ્બસી ઓફીસ માં પોહચી ઈમીગ્રેસન ફોર્મ ફાઈલ કર્યું.આ બધું ચાલતું હતું તેવામાં કમળ નયન ઘરે આવ્યા હતા ત્યારે વાત કરી કે તેમના પાર્ટનરે દગો દીધો ને કલકત્તા ની પાર્ટી એ દેવાળું કાઢ્યું અને ટરબાઇન ના પૈસા ડૂબી ગયા.તેઓના ભાઈએ તેમને સ્પોન્સર કર્યા છે અને તેઓ અમેરિકા જવાના છે તેઓ ફેમીલીને લઈને અમેરિકા જતા રહ્યા.એવામાં એક નવો પ્રોબ્લેમ ઉપસ્તિથ થયો.બા રોજ દ્વાર્કાધીસ મંદિરે જતી હતી ત્યાં બાને ઓળખનારા ઘણા

બૈરા હતા.તેઓ ઘરે પણ આવતા એક દિવસ એક બુઢા માંબાપને છોકરા સાથે બન્યું નહિ અને ઘરમાં થી કાઢી નાખ્યા.તે લોકોએ બા ને ભલામણ કરી.બાએ મને મળવાનું કહ્યું.એક દિવસ બૈરાઓ નું ડેલીગેસન સાંજના વખતે આવ્યું.તેમને વૃદ્ધ માં બાપ નો કિસ્સો મને સભલાવ્યો.મેં જગા મારે જોઈએ ત્યારે પાછી આપવાની બાહેધારી માગી અને તેઓએ આપી.તે વૃદ્ધ બાપ નું નામ બારોટ હતું મને જણાવ્યા પ્રમાણે તેમનો ધંધો મોટર દલાલીનો હતો.મેં કોઈ લખાણ વગર તેમને નીચેના રૂમની ચાવી આપી દીધી, તેઓ લગભગ વરસ થી રેહતા હતા.ખાલી કરવાનું કહેવા છતા કોઈને કોઈ બહાના બતાવી ખાલી ન કરતા.કોમ્પેનસેસન આપવા નું નામ નહિ પણ ક્યારેય પાણી તથા લાઈટ ના બીલ ભર્યા નહિ jજે લેડીસ ડેલીગેસનઆવેલું તેને હાથ ખંખેરી કાઢ્યા.બારોટ ના છોકરાએ પણ ના કહી.તે મુંબઈ ના ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માં કામ કરતો હતો આખરે જગા તો બારોટે ખાલી કરી મેં પણ તેમને ચડેલા કોપેંસેસન તેમજ પાણી અને લાઈટ ના બીલ માફ કર્યા થોડો સમય વીત્યો હશે ને બા વાત લાવી કે બારોટને લોહીની ઉલટી થઇ અને ગુજરી ગયા. કનું ના પપેર પ્રોસેસ થઇ ઈન્ટરવ્યું આવી ગયો.તે પહેલા મેડીકલ ટેસ્ટ થઇ અને વિસા અપાયો આમ ભુપેન્દ્ર અને કનું બન્ને ના વિસા આવી ગયા.તેમની પણ કપડા લત્તા વગેરે ની ખરીદી થઇ ગઈ.સત્ય નારાયણ ની કથા માટે શુભ દિન મહારાજે નક્કી કર્યો.સગા સ્નેહીઓ ને નિમંત્રિત કર્યા.કથા તેમને અર્થે હતી માટે કથામાં તેઓ બેઠા હતા કથા પૂરી થયે પ્રસાદ વેહ્ચાયો અને સ્નેહીઓ ને અલ્પાહાર ને સગા ને જમણ વાર થયો.બધા શુભેચ્છા આપી વિદાઈ થયા જવાને દિવસે અમો સૌ ટેક્ષીઓ કરી એર પોર્ટ પોહ્ચ્યા ફોટોગ્રાફર ને બોલાવી ગ્રુપ ફોટો લીધો.સુખડના હાર પેહરાવ્યા.શુભેચ્છા તેમજ સલાહ સુચન થયા.તેઓ સેક્યુરીટી ગેટમાં દેખાતા બંધ થયા ત્યાં સુધી આવજો આવજો થયું આ સાથે કુટુંબ ના પાચ ઈમીગ્રેસન મેં પુરા કર્યા.અમે સર્વે ટેક્ષીમાં પાછા ફર્યા.હવે કુટુંબ ની ત્રણ વ્યક્તિ અમેરિકા હતી એટલે પહેલા જેવી ચિંતા થતી નહિ.હવે ફક્ત રંજન બાકી હતી.તેનું ભણવા નું ચાલતું હતું

ધનંજય સુરતી

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.