આમ તો ‘જીવન’ શ્રેણી લખવાનો ઉન્માદ તા. ૨૯ જુલાઈ -૨૦૦૯ થી અટકી ગયો હતો. એ શ્રેણીમાં લખાઈ ગયેલ ‘સરીતા દર્શન’ આ રહ્યાં …….
ભાગ -1 : ભાગ -2 : ભાગ -3
પણ મુંબાઈગરા મિત્ર શ્રી. મહેન્દ્ર ઠાકરે ‘અતકામા’ રણની વસંતના ફોટાઓ મોકલ્યા અને મન મ્હોરી ઊઠ્યું.
માટે ફરીથી….
‘ एक और बार जीवन फिरसे सही । ‘
સંસ્કૃત અને સમૃદ્ધ જગતમાં રહેતા આપણને ‘જીવનનો ઉન્માદ’ શું છે –એ કદાચ ખબર જ નથી.
પણ દક્ષિણ અમેરિકાના ચીલી દેશના મધ્યમાં આવેલ અતકામા રણ એ દુનિયાનો સૌથી વધારે સૂકો પ્રદેશ છે. એના મોટા ભાગના વિસ્તારમાં છેલ્લા ૩૦૦ વર્ષમાં વરસાદનું એક પણ ટીપું પડ્યું નથી. પણ દરેક શિયાળામાં થોડી ઘણી ઝાકળ વરસે, એ ત્યાંની વનસ્પતિ સૃષ્ટિ માટે એક ઉત્સવ હોય છે. અને તેમાં પણ ‘બાર વર્ષે બાવો બોલે’ એમ ‘અલ નિનો’ની મહેર થાય તો એ બધીઓને બત્રીસે કોઠે દીવા પ્રગટી જાય!
આ વખતે આશરે ૩૦૦ વર્ષ પછી ઓલ્યા નિનોએ બહુ મહેર કરી નાંખી અને રણરાજી(!) રાજી રાજી થઈ ગઈ. આ બધા ફોટા એની મહેરબાનીનો પ્રતાપ છે.
અહીં તો બસ ‘અવલોકન’નો આનંદ – જીવનનો આનંદ વહેંચવાનો ઉમંગ હોય છે.
માટે….
જમાનાના ઉષ્ણાતિઉષ્ણ વાયરા ભલે વાય. આપણે ફાળે ઝાકળની જે એક બે બુંદ આવેલી હોય; એનાથી આ ક્ષણમાં આમ મહોરી ઊઠીએ તો કેવું ભલા?
અને રમણભાઈ નિલકંઠ યાદ આવી ગયા-
જાઓ ભલે જીવનઆશ સર્વે,
ઉત્પાત થાઓ, ઉપહાસ થાઓ,
થાઓ તિરસ્કાર, વિનાશ થાઓ.
ન એક થાજો પ્રભુ-પ્રીતિ-નાશ.
અને…
એ શ્રેણીના છેલ્લા શબ્દો દોહરાવીએ; આત્મસાત્ કરીએ તો ?
જીવન શું છે?
જીવવું શું છે?
હોવાપણું શું છે?
બનવું શું છે?
બદલવું શું છે?
એ શોધ શું છે?
એ પથ શું છે?
એ પથિક શું છે?
એ લક્ષ્ય શું છે?
એ મૂળ શું છે?
એ પરિણામ શું છે?————
ૐ તત સત્
સુદર તસવિરો.
LikeLike