ચા સાથે પીવાની એ ક્ષણ ..

ભારત ગઈ હતી દર વર્ષે જાઉં છું…આ વખતે બીજો એક અનુભવ થયો સાચું કહું અનુભવ હતો પણ જ્ઞાન થયું કહીશ.. વાત ચાની છે.
ચાની વાત આવે એટલે મારા પતિદેવ નો ચાનો જબરજસ્ત શોખ પણ યાદ આવે એને માત્ર શોખ નહિ  ચાની ચુસ્કીનું બાંધણ, ફાવે ત્યારે ફાવે તેવી અને ફાવે તેટલી ચા પીવે, મને બનાવી પડે ત્યારે હું કહું કે તમે  ચાનું અવમૂલ્યન કરી નાખ્યું છે. એમને મેડિકલ ચેક-અપ પહેલાં સૂચના મળી હોય  કે કંઈ ખાધા-પીધા વગર આવજો ત્યારે એના બાર વાગી જાય.. અને કંટ્રોલ કરેલું મન રાત્રે ૧૨ વાગે ચા પી લે અને કહે   ભૂલી ગયો મેં ચા પી લીધી.  ફરી અપોઇન્ટમેન્ટ લે…કામે બહાર જાય ત્યારે બપોરે અડધી ચા પીવે આ અડધી ચા એમના માટે અમૃતનું કામ કરે એમના માટે …અને હા એમને લારીની ચાનો નશો જ કોઈ ઓર હોય છે. એકના એક કૂચા ઉકાળી ઉકાળીને બનાવાતી હોવાથી કદાચ ‘ચડતી’ હશે .આમ જોવા જઈએ તો મેં લગ્ન પહેલા ક્યારેય ચા પધી ન્હોતી, હું લગ્ન પછી ચા પીતા શીખી મારા પતિ મને કહે સફળ વ્યક્તિની સફળતા પાછળ અડધી ચા અને અધૂરી ચાહનો સાથ હોય છે.અને મારો બધો જશ ચા લઇ લે… તો મારી બન્ને ભાભી જમાઈને બપોરની ચા પીરસી મન જીતી લે ….એ ડરથી કદાચ મેં ચા શરુ કરી .  
 
અમારે ત્યાં એટલે મારે પિયરની વાત છે, ત્યાં દિવસમાં માત્ર બેજ વખત ચા બને,  સિવાય અચાનક મહેમાન આવે તો ..મહેમાનને પણ ખબર કે શાહ પરિવારમાં  બપોરે ચાર વાગે ટેબલપર ચા મળે.ચા માં માપસર  દૂધ, પ્રમાણસર ખાંડ, ફુદીનાનાં પાન, લસોટેલુ આદુ, અને થોડી ખાંડેલી ઈલાયચી.આ  ચા ની તાકાત જુઓ, બે ઘૂંટડા અંદર જતા જે કિક વાગે, કાઠિયાવાડી માં કહીએ તો ‘કાંટો ચઢી જાય હો!’સાથે હળવો નાસ્તો. મારા પપ્પા બ્રૂક બોન્ડ કંપનીમાં હતા માટે ચા મોધી પડે તેવું નહોતું પણ  શાહ પરિવારમાં દિવસમાં બે જ વખત બનતી,” ચાનો એક મલાજો”, એક દરજ્જો હતો! એમાં પણ ઘરની બપોરની  ચા, બપોરે જમી સુઈ જવાનું અને ચાર વાગે ટેબલ પર કપ રકાબીના અવાજ થતા એક પછી એક સૌ પોતાની રૂમમાંથી ઉઠી આવે ..મારી જેવા બહાર ગયા હોય તો તે પણ આ સમયે હાજર થઇ જાય..બપોરની ચા, જરા હટકે! બપોરની ચા તો ઘરની સભ્યતા હતી., એટલે કે રીવાજ આહા! એ માહોલનું સ્મરણ કરતાં થાય છે.. કેવી સુંદર થોડી પણ પારિવારિક ક્ષણ…આ વખતે પણ મારા ભાઈ સાથે આવી ક્ષણો માણી, મમ્મીની ખામી દેખાણી,ચા સાથે ઘીમાં વઘારેલા મમરા,બિસ્કીટ કે કોઈ સુકો નાસ્તો..  ભાઈને ત્યાં  ચા હમેશાં નિર્ધારિત સમયે, ઘડિયાળના ટકોરે જ મૂકાય.બપોરની ચા તો ખરેખર ભાઈના ઘરમાં પરિવારના સાનિધ્યમાં મારી અંગત પળો કહી શકું. સમાચાર અને સલાહ-સૂચનોની આપ-લે થાય, કાળઝાળ નકારાત્મકતામાં જીવવાનું બળ મળે ,સૌમાં શક્તિનો પાછો સંચાર થાય.બધા હવે પાછા ફ્રેશ થઇ ગયા એની પ્રતીતિ વાતની ગરમી પરથી જણાય. ચાના સબાકા સાથે એકબીજાની આંખોના ભેજ ને હૈયાના થડકારા પણ અમે  વરતી શકીએ..  શબ્દોમાં ન વણી શકે કે મૌનમાં ગૂંથી શકે.સાકરથી ભરપુર ચા પીતા પીતા સ્વાસ્થ્યની વાતો પણ થાય..હું બપોરે ચા હવે પીતી નથી સાકર વધી જાય તેના ડરથી ..પણ સાચું કહું પરિવાર સાથે બપોરે ચા પીવી એક લહાવો છે હો …ભાઈના ઘરે બપોરે ચા પીતી બધા સાથે રોયલ ટી પીતા હોય તેમ લાગે પછી ભલેને ક્યારેક કપમાં તો ક્યારે વાટકીમાં,હવે  પાછી અહી અમેરિકામાં મારા ઘરે આવી હવે કોઈ બપોરે ચા પીતું નથી..ચાર વાગ્યાનો સમય થાય ત્યારે છેક ડુમસ સુધી ચા નો ટેસ્ટ આવી જાય છે અને વિચાર આવે છે. જીવન આપણને કેટલું પણ પરિપૂર્ણ અને સંતુષ્ટ લાગે, પણ આપણા ખાસ વ્યક્તિ  સાથે “બે કપ ચા” પીવી એક લહાવો છે.  ચા ના બહાને વ્યાપેલા હૃદયમાં વ્હાલના વિસ્તાર અસીમ છે,એની ખાતરી હવે થઇ ગઈ છે .પરિવાર સાથે બેસી ચા પીવાની એ ક્ષણ યાદ આવતા  મને મારું આખી  રાજશાહી ક્ષણ  લુટાઈ ગયાની અનુભૂતિ કરાવે છે અને હતાશા ઘેરી વળે છે!પ્રેમ, સ્નેહ, મમતા, કરુણા….  આ જ તત્વો છે કે જે પૃથ્વી પર જીવનને ધબકતું રાખે છે.યુગો વીતી ગયા અને યુગો વીતી જશે પણ પ્રેમ એ એક એવું તત્વ છે કે જેનો મહિમા માણસજાતના અસ્તિત્વ સુધી રહેવાનો છે.

9 thoughts on “ચા સાથે પીવાની એ ક્ષણ ..

  1. આ ‘ફાવે’ શબ્દ સેલમાં લાગે છે! ત્રણવાર એનો ઉપયોગ થયો એની મેં અહિ નોંધ લીધી છે! બીજુ તમારા બીજા વાંચકો પાસે સમય છે ને નથી! તમારા આ લેખ માટે કેટલા પ્રતિસાદ આપે છે એ નોંધ કરજો! મારા જેવા નવરા ધૂપ! આ કામ માટે ચા તો મળશેને? આભાર,

    Like

  2. પ્રજ્ઞાબેન,
    વાહ બહુજ સરસ !
    આ ચાની આદત પણ દારૂડિયા માણસને જેમ દારૂ વીના ના ચાલે તેમ ચાઉધરા માણસને ચા વીના ના ચાલે.
    શરદભાઈનો કિસ્સો વાંચી મને મારી આદત યાદ આવી. સવારમાં નાનો એક કપ જ ચા પીવા જોઈએ પછી નહી પરંતું આ એક કપ જો ના મળે તો પાગલ થઈ જવાય. ફાસ્ટીંગ બ્લડ વર્ક હોય, સવારમાં સૌથી વહેલી એપોઈન્ટમેન્ટ લેવાની,સાથે ચા લઈને જવાનુ, જેવુ કામ પતે તરજ ચા પી લેવાની કારણ જીવ તો ચામાં જ હોય. ખબર છે છતાં નર્સને પણ પુછી જોયુ ચા પીને ટેસ્ટ કરાવીએ તો શું થાય ? નર્સ કહે પાણી ન પીવાય તો ચા કેવી રીતે પીવાય.
    ચા છોડવાનો પ્રયત્ન ઘણી વખત કર્યો, ચા વીના ચેન ના પડે, માથુ દુખે અને પછી ઉલટીઓ ચાલુ થાય. આમ ચાના બંધાણી બની જવાયું .ખાવા ન મળે તો ચાલે પરંતુ ચા વીના ના ચાલે. મને લાગે છે ચાના રસિયાની બધાની આ જ હાલત થતી લાગે છે. આ મીઠુ મસાલેદાર કેફીન બહુ ભારી કહેવાય.

    Like

  3. સવારની ચા તો મારો ME ટાઇમ.
    मै मेरी चाय के साथ अकसर बाते करती हुं
    तु न होती तो क्या होता
    न दिन होता न रात जाती
    दिनमें भी निंदमें ही रह जाती
    तु न होती तो क्या होता.

    સાચુ કહ્યું સવારની સરસ ચા ના બે ધુંટડાથી જ જે કીક વાગે અને ઉંઘ ભાગે…..સ્ફૂર્તિનો સંચાર …

    Like

  4. ચા પુરાણ વાંચવાની મજા આવી ગઈ. કાઠિયાવાડી ભાષામાં – ‘ કાંટો ચઢી ગયો!’
    સાથે ચા પીવાની મજા कुछ और होती है!

    Like

  5. Asha Mehta

    Pragna didi nice article, due to social media we are losing touch of one to one sharing time. This tea time gives pleasure and brings families together. One should make an effort to sit with family or if not possible at least talk to family on phone. Writing messages on SMS or whats app does not give the same warmth and bonding, it just becomes a formality which most of use and then say we are busy.

    Like

  6. વાહ! તમારા લખાણમાં,ચાની ચૂસકી સાથે ઝરમર વરસતો વરસાદ અને ગરમાગરમ ભજીયા આવી જાય તો…..
    મઝા આવી જાય.શું કહેવું છે? હવે મને સમજાયું કે શરદભાઈએ મને પણ ચાનો આગ્રહ કરેલો.તમારી હમણા ભજવેલી ચા પરની સ્કીટ પણ શરદભાઈ નેજ આભારી છે.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.