અવલોકન-૧૨-કેરીનો રસ કાઢતાં

     કેરીનો રસ કાઢવા માટે આ જણને કામ સોંપવામાં આવ્યું- કેરીના ટુકડા કરવાનું. પછી એ ટુકડા મિક્સરમાં પીલીને રસ નીકળશે.

    જુનો   જમાનો યાદ આવી ગયો. સીઝનમાં કેરીઓના ટોપલે ટોપલા ઘરના ઉપલા માળે ભરેલા રહેતા – ઘાસથી વિંટળાયેલ અને શિયાળામાં આવેલા ઘઉંના કોથળા ઓઢાડેલ કેરીઓ. છાનામાના ઉપર જઈ મઝેથી પાકેલી કેરીઓ ચૂસવાની એ મજા જ ગઈ. આખા કુટુંબ માટે રસ કાઢવાનું કામ પણ આ જણનું જ. કેરીઓ ગોળી ગોળીને તપેલી પર મુકેલ ચાળણામાં રસ કાઢવાનો. કેરીનાં છોતરાં અને ગોટલા ધોઈને એનો બાફલો બને અને ગોટલા પણ ફેંકી શેના દેવાય? એ તો ઉનાળાની ગરમીમાં છાપરે સુકાય અને પછી એને ભાંગીને નીકળેલી ગોટલીઓનો મુખવાસ બને અને બાકીના ગોટલા પાણી ગરમ કરવાના બંબા માટે શિયાળા સુધી કોથળાવાસી!

     અરે, પણ એ અમદાવાદી રીતની સ્મૃતિઓ તાજી કરવા થોડું જ આ અવલોકન હાથ ધર્યું છે?

     વાત છે – છાલ કાઢી નાંખેલી કેરીના ટુકડા કરતી વખતની અને ગોટલા પર વધેલા માલના અવશેષો ઉશેટી લેવા વખતની. બંને  વખતે કેરીના ડિંટા આગળથી વાઢ શરૂ કરીએ તો સરળતાથી કપાય. ઉંધી દિશામાં રેસા નડે નડે ને નડે જ. એક દિશામાં રેસા અવરોધ ન કરે.

     લાકડાના પાટિયાંને વ્હેરતાં પણ  આમ જ બને –  એક દિશામાં એના રેસા પણ અવરોધ ન કરે.

     બે દિ’ પહેલાં બેક યાર્ડમાંથી ઊતારેલાં ફુદીનાનાં પાન ચૂંટતાં પણ આવો જ અનુભવ થયો. એક એક પાનું ચૂંટવા કરતાં છેક ટોચના ભાગથી ડાળી પકડી, બે આંગળી સરકાવીએ તો, ફટાફટ બધાં પાંદડાં કપાઈ જાય અને કામ સરળ બની જાય. અહીં પણ એક દિશામાં પાનનાં છેડા અવરોધ ન કરે.

    ——————-

     જીવનના અનુભવો સાથે કેવી સામ્યતા? પ્રવાહની સામી દિશામાં તરી તો જોઈએ? એની સાથે તરતા રહેવાનો અનુભવ જ સુખદ હોય ને?

જે પ્રવાહની સામે તરતા રહી શકે છે,
એમની શુરવીરતાને સલામ.

4 thoughts on “અવલોકન-૧૨-કેરીનો રસ કાઢતાં

 1. જીવનમા એક સાચી દિશા હોય છે એક અવળી દિશા હોય છે. બિન અનુભવીની એકવાર ભૂલ થાય પણ ખરી, પણ એકવાર સાચી દિશા મળી જાય તો બેડો પાર.

  Like

 2. સામી દિશાએ જવું એટલે નાહકનું પેટ ચોળીને શૂળ ઉભું કરવા જેવું થાય ! ડાહ્યા માણસોનું કે ગણતરીબાજોનું કામ નહીં .. એ તો કોઈ વિરલા જ હોય જે કહેશે “ મારી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે , હું એમાંજ ટ્રાવેલ કરીશ !” અને એ લોકો જ મહાત્મા ગાંધી બને છે.. કેરી ની વાત કરતાં ક્યાં થી ક્યાં પહોંચી ગયાં

  Like

 3. *એકવાર સાચી દિશા મળી જાય તો બેડો પાર.
  साची दिशा! आपणे मानिए ते ज !
  प्रयोगात्मकता,सर्च,रीसर्च लगभग सहज,साची,मायतां-दिशा सुधी पहोंचाड़ी शके!
  **
  (अ)ડાહ્યા માણસોનું કે ગણતરીબાજોનું કામ નહીં ..
  (ब) એ તો કોઈ વિરલા જ હોય જે કહેશે “ મારી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે , હું એમાંજ ટ્રાવેલ કરીશ !

  *अ* मां कटाक्ष 【 पोतानी पूर्व बद्ध (“कन्विक्शन मानेली)मान्यता मांथी लगीरे न चसकवानो अभिगम-वलण) अभिप्रेत!
  *ब* हूँ ज साचो छुं, अने हुं आम ज करीश नी ” जिद्द” ,कोइकने क्यांक/जीवनना अंत सत्य सुधी पहोंचाड़ी शके,कर्माधीन पूर्वनिश्चित परिणति अनुसार !
  ***
  तत्त्वग्नान दर्शन ! ए अंगत भ्रामक मान्यता होइ शके!

  इति “अलम”

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.