એક કબુલાત -વર્તમાન માણી લે..

આ વખતે ભારતની મુલાકાતમાં અનેક ફોટા પડ્યા  સીધા, આડા. હસતા રોતા, મિત્રો સાથે અજાણ્યા સાથે પત્થર, કારીગરી, કળા, આકાશ, જમીન, ખેતરો… શું નથી ઝડપી લીધું .આ અપેલના ફોને આંખોને તસ્તી ઓછી આપી મગજને કહ્યું હું તને ગમતું ચિત્ર સાચવું છું.નવરી પડે ત્યારે જોજે ..અને આંખોમાં ભરી લેવાનું અને હૃદય સાથે કોતરી નાખવાની વાત સાવ વહી ગઈ..એ સાથે એ ક્ષણ માણવાની તક પણ ફોટા પાડવામાં ગઈ ..મિત્રો સાથે કેટલી વાતો કરવી હતી પણ સમય ફોટામાં ગયો…વર્તમાન ક્ષણને જીવવાનો આનંદ જુદો હોય છે એ વાતની પ્રતીતિ થઇ… મને સમજાણું વર્તમાન માણી લે .. પ્રત્યેક ક્ષણ  આનંદ આપશે. ફોટા વગર પણ એક એવો આનંદ, ઉત્સવ અને પ્રતિપળ નવા થઈને જીવવાનું સુખ પણ …….પણ ના  જિંદગીનું ફોકસ જ બદલાઈ ગયું.. મનની આવી દશા એ વર્તમાનના આનંદથી મને વંચિત કરી દીધી, આધ્યાત્મિક જગતમાંથી નવા નવા સત્યો મને સમજાયા, ફોટા માંથી સુખ મને પણ મળશે એવી અટપટી આશાભરી મનોદશા સાથે  મારી જેમ અનેક માનવી અતૃપ્ત અને અસંતુષ્ટ જીવી રહ્યા છે. આ એક વિચારે મને લખવા પ્રેરિત કરી,અત્યારે જાણે હું  ફોટા જોઉં છું ત્યારે ઐતિહાસિક ક્ષણો માં જીવી રહી છું  તેમ લાગે છે.  પરિવર્તન એટલુ ઝડપી છે કે આપણી નજર વર્તમાન પર પડે ત્યારે વર્તમાન ની ક્ષણ ભૂતકાળ બની ચૂકી હોય છે.પણ ખરેખર, જીવતું જાગતું અસ્તિત્વ, ધબકતું જીવન તો આ ક્ષણમાં જ છે ને? ..વર્તમાન જીવંત હોય છે.એ કેમ ભૂલી ગઈ ? વર્તમાન  ચેતનાના દરિયામાં લહેરાતું હોય છે.આનંદના આકાશમાં વિહરતુ હોય છે.સ્વર્ગ જેવો આનંદ અને આંખની કીકીમાં સાચવવાનો હોય ને ?હૃદયમાં આંકવાનો હો ને ..મારી સખીને  મળી, છેટ દેવલાલીથી  મને મળવા આવી ત્યારે ચશ્માં પહેર્યા હતા ૩૫ વર્ષે  મળ્યા હું એના ચશ્માની પાછળ મારી સખી  અલકાને શોધતી હતી..જૂની યાદો ગુલાબનાં પાંદડાં પર પડેલા ઝાકળના ટીપાની જેમ તાજી થઈ ગઈ..એ યાદો મારો એપલનો કેમેરો ઝડપી ના શાક્યો…. અને ફોટા પાડવામાં એક એક કરીને જીવનની ઘણી અમૂલ્ય ક્ષણો હાથમાંથી કોરી જ સરી ગઈ .આજે કબુલ કરીશ કે મેં પણ બીજાની જેમ એક તક ઝડપી ફોટા પડવાની,અને એની  લયમાં ક્ષણ ગુમાવી અને સાથે ફોટા પાડ્યા પણ ખરા અને મિત્રોને મળવાનો લ્હાવો લીધો.પણ સાચું કહું આંખોમાં સમાવેલું મારી સખીનું ચિત્ર ,હૃદયમાં ઉગેલી યાદો અને  મારા સ્વહસ્તાક્ષરના  ડાયરીના પાના સામે આ ઢગલો ફોટા સાવ ફિક્કા લાગે….હો .. સાવ ફિક્કા લાગે….

પ્રજ્ઞાજી

​ ​

12 thoughts on “એક કબુલાત -વર્તમાન માણી લે..

 1. હ્ૃદયમાં ઉકેલી યાદો દ્વારા આપે મધુરી પળોનું ઉપવન લહેરાવી દીધું.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. વર્તમાનને કેમેરાની ક્લિકથી તો કંડારી લેવાય. એને આલ્બમમાં સાચવી શકાય અને ફરી ફરી એને જોઇને રાજી પણ થવાય પણ જે અનુભૂતિ પ્રત્યેક્ષ મળીને થાય એ લાગણીનો ગાઢો રંગ ક્યાંથી લાવવો?

  Like

 3. એકદમ સાચી વાત. ક્ષણને કેદ કરવાની આપણી ઘેલછા આપણને આ ક્ષણમાં જીવવાથી વિમુખ બનાવી દે છે. છેલ્લા ૧૫ વર્ષમાં પાડેલા ફોટાઓના સ્કેન અને ડિજિટલ ફોટાઓનો મેં પોર્ટેબલ હાર્ડ ડ્રાઈવમાં સંગ્રહ કર્યો છે. કમસે કમ ૧૦,૦૦૦ ફોટા હશે – કદાચ એનાથી પણ વધારે.
  પણ એમાંના એક ટકો જોવાની પણ ફૂરસદ કોને છે – અમારા જેવા નવરા ધૂપને નેથી તો નોકરી અને સમાજમાં વ્યસ્ત દીકરા/ વહુ/ દીકરી/ જમાઈને તો ક્યાંથી હોય?
  પણ એ જ રગશિયું ગાડું હલાવ્યે રાખીએ છીએ- આજના જીવનની આ હકિકત છે. દલપત/ નર્મદ સુધારા યુગના પ્રણેતા ગણાય છે. હવે નવા દલપત/ નર્મદ જન્મ લે – તે સમય પાકી ગયો છે.
  એક નિર્ધાર – આ વખતની દેશ મુલાકતનો એક પણ ફોટો બ્લોગિત નહીં કરું !!

  Like

 4. Ummm.. not really! A picture is worth thousand words! The moments you spent with friends are past, but pictures are the “ present”! I wrote a poem for a youth camp while departing.. May be you will enjoy it :

  While I’m here , I’ll live my time!
  And when I’ll leave with memories in mind –
  I’ll do what I can , to make my fellow pride,
  And even if I can’t , I still know , I had tried !
  Life is a wonder game of ours;
  We are here just to play!
  Let’s play the game as fair as we can
  ‘Cause we are here just to play!
  You cry , you smile, you pout or surprise !
  It is the choice you make;
  The time will come when the play will be done;
  Memories will stay in the air!
  Geeta Bhatt.

  Like

  • wahhh Geetaben new side of you!! and really very true!! Nam gum jayega chahera yeh badal jayega meri aavaz hi pahechan hai gar yaad rahe!!Pictures trough I can still see my parents! Yes Praghaben is also Right!! Don’t involve your self with Camera too much !! Keep some moments with your self!! LOVE!!

   Like

 5. મારી સખીને મળી, છેટ દેવલાલીથી મને મળવા આવી ત્યારે ચશ્માં પહેર્યા હતા ૩૫ વર્ષે મળ્યા હું એના ચશ્માની પાછળ મારી સખી અલકાને શોધતી હતી..જૂની યાદો ગુલાબનાં પાંદડાં પર પડેલા ઝાકળના ટીપાની જેમ તાજી થઈ ગઈ..એ યાદો મારો એપલનો કેમેરો ઝડપી ના શાક્યો… waah ekdam touchy vaat ..!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.