14 -આવું કેમ ? :માનવતા અને માર્ટિન લ્યુથર કિંગ

હમણાં આપણે એક શાંતિદૂત માર્ટિન લ્યુથર કિંગની જન્મજ્યંતિ ઉજવી ! પણ માર્ટિનલ્યુથર કિંગ ની જન્મ જ્યંતી રાષ્ટ્રીય ધોરણે ઉજવાય છે ; એવું કેમ ?

આમ તો તેઓ કોઈ મોટો રાજકીય હોદ્દો ધરાવતા પ્રેસિડન્ટ કે મહાન ધર્મગુરુ કે એવું કાંઈ નહોતા પણ તોયે એમની જન્મજયંતિ રાષ્ટ્રીય કક્ષાએ ?
એવું કેમ ?

એ પ્રશ્ન સાથે જ ત્રીસેક વર્ષ પહેલાં બનેલો એક પ્રસંગ યાદ આવી  જાય છે..
શિક્ષકોના એક સેમિનારમાં પહેલી સેશન્સ પુરી થયા બાદ બધાંને જુદા જુદા ક્લાસરૂમમાં જવાનું હતું . રિસેસપુરી થતાં જ અમે બધાં ક્લાસ તરફ વળ્યાં .અમને બારણાં પાસે જ રોકીને જે લોકોની આંખની કીકીનો કલર નીલો – બ્લ્યુ હતો તે સૌને આગળના ટેબલ ખુરસી પર બેસવા જણાવ્યું . જયારે જેમની આંખોની કીકીનો રંગ કાળો હતો એવાં અમને બધાંને કાળી આંખવાળાઓને માટે પાછળની જગ્યા હતી. સ્વાભાવિક રીતે જ એ અપમાનજનક હતું : ” Just because our eyes’ color is black ??” એમ કહીને બધાંએ ઊહાપોહ શરૂ કર્યો . એટલે સામેથી વધારે તોછડાઈથી જવાબ મળ્યો ;” Yes ! Now go and get a seat in those back tables !”

હવે અમારા ટેબલપર એકદમ ગરમી આવી ગઈ ! હાથ પછાડી મોટેથી બુમાબુમ અને ઘોંઘાટ શરૂ થયાં! આગળના વર્ગમાં જે શાંતિથી અમે બાળઉછેર વિષે ભણેલાં એ બધું વિસરાઈ ગયું , એની જગ્યાએ ઊહાપોહ શરૂ થયો ..કાયદેસર પગલાં લઈશું .. વગેરે ધમકી ધાંધલ શરૂ થઈ ગયા.

દશેક મિનિટના આ નાટક પછી અમારા ઇન્સ્ટ્કટરે ઘટસ્ફોટ કરતાં કહ્યું;” બધાં શાંત થઈ જાવ; આ તો એક માત્ર પ્રયોગ હતો ! “
અને ત્યાર પછી એમણે અમને -શિક્ષક વર્ગને અમેરિકાના “ભવિષ્યના કુશળ ઘડવૈયાઓને” સમજાવ્યું કે જયારે આપણે કોઈની તરફ ભેદભાવનું વર્તન રાખીએ છીએ તો શું થાય છે ેનો અમને પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો હતો. કાળા અને ધોળા લોકો વચ્ચે , ઇમિગ્રન્ટ્સ અને લોકલ પ્રજા વચ્ચે , ગરીબ અને પૈસાદાર બાળકો વચ્ચે, હોશિયાર અને થોડાં ચેલેંજિંગ બાળકો વચ્ચે જો ભેદભાવ રાખીશું તો બાળકના વિકાસમાં અને આખરે સમગ્ર સમાજના વિકાસમાં આવી જ રીતે ખળભળાટ થઈ જશે -સમાજમાં પણ આવી જ રીતે ઊહાપોહ થશે તો એક સ્વચ્છ તંદુરસ્ત સમાજ માટે માર્ટિન લ્યુથર કિંગે ગોરા કાળા વચ્ચેનો ભેદભાવ દૂર કરવા પ્રયત્ન કર્યો હતો.

આમ જોવા જઈએ તો એ એક સામાન્ય આફ્રિકન અમેરિકન ( કાળા) માતા પિતાના સંતાન  જેઓ એક બાપ્ટિસ્ટ ( સ્વતંત્ર ) ચર્ચમાં પાસ્ટર હતા. એમણે ૧૯૫૫માં અલાબામાના મોન્ટગામારી ગામમાં એક બસમાં બેસવા બાબતના વિવાદમાં ભાગ લીધો .રોઝા પાર્કસ નામની એક સ્ત્રીએ બસમાં પાછળની સીટ પર બેસવા ઇન્કાર કર્યો અને તેમાંથી ચળવળ ઉભી થઇ.. અને એ અસહકારની લડત પુરા તેર મહિના ચાલી ; છેવટે સરકારને નમતું જોખવું પડ્યું . રોઝા પાર્કસને બળ મળ્યું. ગાંધીજીના વિચારે રંગાયેલ માર્ટિને અમેરિકાનો ઇતિહાસ બદલવા મંડ્યો ..અને ત્યાર પછી સિવિલ રાઇટ્સ મુવમેન્ટ્સ શરૂ થઇ .. જેણે અમેરિકાનો ઇતિહાસ બદલ્યો  અને એટલે એમને આપણે યાદ કરીએ છીએ.

હજુ ગઈ સદી સુધી અમેરિકામાં કાળા – ધોળા માનવીઓ વચ્ચે કેવો ભેદભાવ રાખવામાં આવતો હતો ! અરે વીસમી સદીમાં પણ હબસી લોકો માટે અલગ રેસ્ટરૂમ્સ , પીવાના પાણી વગેરેની અલગ વ્યવસ્થા હતી ! તેઓને ખરાબ રીતે , ઉપેક્ષિત કે અપમાનભરી રીતે જોવામાં આવતાં હતાં ! ( જો કે આપણે ત્યાં હરિજનોને કેવી રીતે ટ્રીટ કરીએ છીએ .. પણ એની વાત ફરી ક્યારે ) અમેરિકાના ઇતિહાસનું આ નામોશીભર્યું કાર્ય છે.

ત્રીસ વર્ષ પહેલાં બનેલા “ કાળી કીકી- બ્લુ કીકી વાળા પ્રસંગે  મને અને અમારા ક્લાસમાં બેઠેલાં સૌને સમજાવ્યું કે જાહેર જગ્યાઓમાં થતું આ અપમાન – કે ઉપેક્ષા કેટલાં હૃદયસોંસરાં ઉતરી જાય છે.

માર્ટિન લ્યુથર કિંગ અને રોઝા પાર્ક્સ જેવા અનેકોએ બલિદાન આપ્યાં સમાજમાં સમાનતા લાવવા ! ગાંધીજીના અનુયાયી MLK junior ક્યારેય ગાંધીજીને પ્રત્યક્ષ મળ્યા નહોતા પણ ગાંધીજીના સત્ય અનેઅહિંસાના માર્ગથી પ્રભાવિત થઈને કાળા – ગોરાના ભેઘ મિટાવવા પ્રતિબદ્ધ હતા અને અમેરિકા એટલે જ તો આ અસહકારની લડતથી આશ્રચર્ય ચકિત થઇ ગયું ! જ્યાં “Might is Right “હતું ત્યાં અહિંસા અને અસહકાર ? એમણે ભૌતિક સમૃદ્ધિ પાછળ ભાગતા દેશને બતાવ્યું કે તલવાર કે બંદૂકની તાકાત કરતાં અસહકારની તાકાત મહાન છે! અને એમને એ માટે શાંતિ માટેનું નોબલપ્રાઈઝ પણ મળ્યું ! અમેરિકામાં નવા કાનૂન અમલમાં આવ્યા ! સૌ સમાન !
કાયદેસર રીતે ગોરા કાળાના ભેદ રાખવા ગુનો ગણવામાં આવે! કાળા – હબસી પ્રજા માટે હવે જુદી બાથરૂમ કે અલગ સીટ વગેરે બંધ. સૌને સમાન હક્ક.
” આ મારુ સ્વપ્નું છે કે જયારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને માનવી તરીકે ઓળખશે એના શરીરના રંગ ઉપરથી નહીં એના દિલના ભાવ થકી ઓળખશે! ” એમના એક પ્રવચનમાં કહ્યું હતું!
પણ ૧૯૬૮માંમાત્ર ૩૯ વર્ષની ઉંમરે ટેનસિના મેમ્ફિસ શહેરમાં ગન શોટમાં એમનું મૃત્યુ થયું ! જેણે આખી જિંદગી પ્રેમ અને અહિંસા પાછળ ખર્ચી દીધી એનું મૃત્યુ બંદૂકની ગોળીથી ?
એવું કેમ?

સમાજમાંથી ગરીબી હઠાવવા એમણે આખી જિંદગી પ્રયત્ન કર્યા મૃત્યુ વેળાએ એ મેમ્ફિસમાં ગરીબાઇ દૂર કરવાના ભાગ રૂપે એક કાર્યક્રમ માટે આવેલા .
શું સમાજમાંથી ગરીબી દૂર થઇ?
ગાંધીજી અને માર્ટિન લ્યુથર કિંગ જેવાઓએ પોતાના જીવનનું બલિદાન આપી દીધું ; પણ ક્યાંય શાંતિ કે સૌમ્યતા વર્તાય છે ખરાં?
એવું કેમ?
અને આજે હવે એક પ્રશ્ન મનમાં ઉદ્દભવે છે:
એવું કેમ ? માણસ જન્મથી તો અહિંસક છે: તો આ હિંસાનો માર્ગ ક્યાંથી? અને માણસની પ્રકૃતિ જો હિંસા તરફી હશે તો વિશ્વમાં શાંતિ એ તો એક સ્વપ્નું  જ રહેશે.

એવું કેમ એ લોકો સમજતા નથી કે જે મહાન વિભૂતિઓને તમે ગોળીએ ઉડાડી દીધા એ શું ખરેખર મૃત્યુ પામ્યા છે? ગાંધીજી એ એક વાર માર્મિક રીતે હસીને કહ્યું હતું : હું મરીશ ત્યારે પણ થોડો જ શાંત બેસવાનો છું ?
તેજ પુંજ સૂર્ય સાંજે આથમી જાય છે; પણ ખરેખર શું એ તેજવિહીન બની જાય છે?
શું ખરેખર સૂર્ય શાંત થાય છે?

આ મહાન શાંતિદૂતો સમાજમાં શાંતિ અને પ્રેમ માટે બલિદાનો આપતાં જ રહેશે અને -અસામાજિક તત્વો એમનો ધ્વંશ કરવા સમાજને ખળભળાવતા જ રહેશે.. અને શાંતિદૂતો બલિદાનો આપતાં જ રહેશે…કેમ?
એવું કેમ?

This entry was posted in Uncategorized and tagged by Geeta & Subhash Bhatt. Bookmark the permalink.

About Geeta & Subhash Bhatt

Geeta started her carrier as a lecturer in Gujrati , in India , and when migrated to Chicago with family of two toddlers she changed her carrier to Early Childhood Educator ; started her Childcare center and running it for 30 years , she retired and moved to sunny state of California . Subhash started as an engineer back at homeland and after coming to Chicago with family created his apartment rental business while contributing his share in Day care center management . Now , Retired couple is involved in many social activities.

7 thoughts on “14 -આવું કેમ ? :માનવતા અને માર્ટિન લ્યુથર કિંગ

 1. સદીઓથી સમાજની બદી દૂર કરવા ગાંધીજી કે માર્ટીન લ્યૂથર જેવા લોકો જન્મે છે અને એ જ સમાજમાંથી કોઇ એમને આ દુનિયામાંથી જ વિદાય કરી દે છે.
  અને એટલે જ આપણે એમની જન્મજયંતિના દિવસે એમને યાદ કરીએ છીએ.
  માર્ટિન લ્યૂથર પર સરસ લેખ અને એ સંદર્ભે રોઝા પાર્કરને પણ યાદ કર્યા …..એ જ એમના કાર્યોની ખરી સાર્થકતા.

  Liked by 1 person

 2. ગાંધીજી અને માર્ટિન લ્યુથર કિંગ જેવાઓએ પોતાના જીવનનું બલિદાન આપી દીધું ; પણ ક્યાંય શાંતિ કે સૌમ્યતા વર્તાય છે ખરાં?
  એવું કેમ?
  ————-
  કોઈ નેતા સમાજના માનસને બદલી ન શકે.તેમણે આણેલ બદલાવ બહુ ટૂંકા ગાળાનો જ રહેવાનો. ગાંધીજીએ સૌથી વધારે અંત્યજોના બહુમાન માટે ‘ હરિજન’ શબ્દ પ્રયોજ્યો. તમે, હું, આપણે સૌ આપણી જાતને હરિજન કહેવડાવવા તૈયાર છીએ ખરા? છાતી પર હાથ રાખીએ કોણ ‘હા’માં જવાબ આપશે?
  ——–
  વ્યક્રિગત, આંતરિક જાગૃતિ આવે અને તેનો વ્યાપ ક્રિટિકલ માસ ( ૩૦ %) સુધી પહોંચે, તે વિના આમૂલ પરિવર્તન શક્ય નથી નથી ને નથી જ.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.