13 -આવું કેમ ?- નશાકારક ડ્રગ્સ ગાંજો – ચરસ હવે કાયદેસર ?

નશો કરો, અને આંનદ અનુભવો ! આ છે આ બધાં નારકોટીક ( જેની આદત પડી જાય )નશાકારક ડ્ર્ગનો અનુભવ ! અને હવે તે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન  વિના પણ મળી શકશે.
” પણ એમાં વાંધો શું છે?” કોઈ પૂછશે ,” એમ તો સવારે ચા પીવાનો કેવો આંનદ આવે છે?  અને એનાં બંધાણી ઘણાં હોય છે! તો એટલો બધો ઊહાપોહ આ બધાં ડ્રગ્સ માટે શા માટે ?

આપણે સવારે ઉઠીએ પછીનું આપણું પહેલું પ્રિય પીણું હોયછે સવારની આદુવાળી ,મસાલેદાર ,ફુદીનાથી મઘમઘતી ગરમ ગરમ ચા  અને એ ના મળે તો આપણને પણ બેચેની લાગે છે ને ? હા , એ બંનેથી  મન મોજમાં આવી જાય છે ; અને સ્ફૂર્તોમાં હોય તેમ અનુભવાય છે પણ શું ખરેખર ચા અને ચરસ સરખાં છે? ના , એ ભ્રામક સરખામણી છે ! ગાંજો અને ચરસ જેવાં ડ્રગ્સ  દેખીતી રી તે જ હાનિકારક છે. એ મનને શિથિલ બનાવે છે, તનને ભાંગી નાખે છે અને કુટુંબને તોડી નાંખે છે ! અને એવાં નશાકારક તત્વો શું હવે કાયદેસર થઇ ગયાં ?
ચાલો એક ઊડતી નજર આ નશાકારક ડ્રગ્સ ઉપર કરીએ.

આમ તો આવાં નશીલાં તત્વોનો ઉપયોગ હજારો વર્ષ પૂર્વેથી ચાલ્યો આવે છે! ” વાંદરાને ભાંગ ના પીવડાવશો ” એમ કહીને પશુ સૃષ્ટિમાં પણ એનો વપરાશ હશે તેમ લાગે છે.
આપણે ત્યાં દેવ દાનવોની વાર્તાઓમાં સુરાપાન કરવાની વાત કે કાળ ભૈરવને ભાંગ આપવાની વાતોનો ઉલ્લેખ છે જ! આ બધાં આનંદ પ્રમોદ માટે વપરાતાં નશાકારક ડ્રગ્સ , પણ આયુર્વેદમાં એના મેડિકલ હેતુથી ઉપયોગો દર્શાવ્યા છે.. નાનું બાળક શાંતિથી ઊંઘે અને એનું શરીર તંદુરસ્ત રહે તે માટે ‘જલારામ ચમચો ‘ચટાડવામાં આવતો જેમાં બહુ ઝીણી માત્રામાં આવું ઘેનનું તત્વ હોવાનું યાદ છે . જો કે આમ તો એ ચરસ કે ગાંજાનો ઉપયોગ મોટાભાગે તો સાધુ બાવાઓ ગામની ભાગોળે પડ્યા પડ્યા ચલમ – હુક્કામાં કરતા હોય છે.

એવી જ રીતે ઇજિપ્તના સિવિલાઇઝેશનમાં અને ગ્રીસની સંસ્કૃતિમાં પણ સદીઓ પૂર્વેથી ગાંજો – ચરસ – દારૂ વગેરે નશીલા ડ્રગ્સનો ઉલ્લેખ છે.

અમેરિકા તો નવો શોધાયેલો દેશ ! તેથી તેનાં ઇમિગ્રન્ટ્સ આ બધાં ડ્રગ્સ લઇ આવ્યાં. મોટા ભાગનો ગાંજો ( marijuana : મેરૂવાના ) મેક્સિકોથી આવતાં . વીસમી સદીની શરૂઆતમાં અમેરિકાએ જોયું કે લોકો પર એની ઘણી આડ અસર થાય છે ( કારણકે લોકો અતિશય એવાં નશીલા પદાર્થો લેવા મંડ્યા હતા ..અતિ સર્વત્ર વર્જયેત ) આનંદ માટે લેવાતાં આ ડ્રગ્સ માણસના શરીરને ભાંગી નાખે છે અને માણસ આળસુની જેમ લિથાર્જિક બનીને સાન ભાન ભૂલીને પડ્યો જ રહે છે! એટલે ૧૯૨૦ માં તમામ પ્રકારના માદક પદાર્થ પર પ્રતિબંધ મુક્યો.  જેમાં ચરસ ( opium ) marijuana , કોકેઈને , આલ્કોહોલ વગેરે લેવાની મનાઈ ફરમાવી . જોકે લોકોના સરઘસો અને દેખાવો સામે નમતું જોખીને ૧૯૩૩ માં આ પ્રતિબંધ ઉપાડી લીધો. બીજા વિશ્વયુદ્ધ પછી , એટલે કે પોસ્ટ વર્લ્ડવોર જન્મેલાં સંતાનો જેને અહીંયા ‘બેબી બુમર્સ ‘ પેઢી કહે છે, એ બધાંએ આ ડ્રગ્સનો ઉપયોગ અનેક ગણો વધારે કરી દીધો.

આપણામાંથી ઘણાંને ખ્યાલ હશે કે સાઠ અને સિત્તેરના દશકામાં અહીં ડ્રગ્સ અને દારૂનું પ્રમાણ અતિશય વધી ગયું હતું . માદક પદાર્થો – પછી એ દારૂની જેમ પીવાના હોય કે હુક્કામાં ફુંકવાના હોય- એનો ઉપયોગ સ્વતંત્રતા અને આઝાદીનું પ્રતીક બની ગયાં. આખી આ જનરેશન જાણે કે સંસ્કૃતિની સામે થઈ.  એ હિપ્પી એરા હતો . આમ પણ બબ્બે વિશ્વયુદ્ધોમાં ઘવાયેલ પ્રજા દિશા વિહોણી હતી. અને આ બધાં નાર્કકોટિક  કેફી પદાર્થો મનુષ્યના મગજને બહેર મારીને દુઃખ ભુલાવતાં હતાં.  મગજ શાંત થઇ જાય.  જોકે એની અસર ઓછી થતાં શરીરના ભાગો ભાંગી પડે , મનમાં ભય પેદા થાય, માણસ ડિપ્રેશનમાં જતો રહે જો એ દવા ફરીથી ના મળે તો! એટલે એક અજંપો અને એન્ઝાઇટી ઉભી થાય.
મોટાં મોટાં બિઝનેસમેન અને કલાકારો  રિલેક્સ થવા આવાં ડ્રગ્સ લે. જોકે એક વાર આના બંધાણી થયા પછી એનો ડોઝ વધારવો જ પડે  અને વધુ માત્રામાં લેવાથી હાર્ટ કે લીવર પર એની અસર થાય જે વ્યક્તિને મારી નાંખે ..
અમેરિકાની સરકાર વિચારે છે કે ઝેરી સાપના બચ્ચાને હવે કેવી રીતે નાથવો ? ગવર્મેન્ટે એની ઉપર પ્રતિબંધ મુક્યો તો ગેરકાનૂની સ્મગલિંગ શરું થયું ! મેક્સિકો ઉપર દબાણ લાવી એ દ્વાર બંધ કરાવ્યું તો કોલંબિયાથી સ્મગલિંગ શરું થયું.  મોટાં સોશ્યોલોજીસ્ટસ નું કહેવું છે કે હવેની જનરેશન આજની જનરેશન કરતાં વીસ વર્ષ ઓછું જીવશે . એક ગણતરી મુજબ ગયાં વર્ષે એક્સિડન્ટથી થયેલા મૃત્યુમાં ચાલીસ ટકા મૃત્યુ ડ્રગ રિલેટેડ હતાં.
તો આવાં ડેન્જરસ નશીલા પદાર્થોને કાયદેસર શા માટે કરવાં?
એવું કેમ ?

જે સમાજને નુકશાનકારક છે તેને સરળ રીતે પ્રાપ્ય બનાવવાનું ?
પણ લોકશાહીમાં સરકાર પોતાનો ફાયદો જુએ !
જો આ નશાકારક ડ્રગ્સને કાયદેસર કરીએ તો સ્મગલિંંગનો ધંધો  બંધ થાય અને સરકારને આવક થાય( જેમ સિગારેટ કે દારૂ લેનારને મોટો ટેક્સ પડે છે તેમ )

ડોકટોરો પણ પૈસા કમાવા ખોટા પ્રિસ્ક્રિપશન લખી લોકોને ડ્રગસ વેચવા દે છે તે બધું બંધ થાય. વળી પોલીસ ડિપાર્ટમેન્ટને એક વધારાનું કામ મળે અને કાયદાની વાત આવે એટલે વકીલોનેય લ્હેર પડી જાય. એવું  માનવામાં આવે છે કે  સ્ટારબક્સના કોફી શોપ કરતાંયે વધારે એ નાર્કોટિક ડ્રગ્સની દુકાનો ખુલશે. એટલે અનેકને નોકરી મળશે !
તો આજની પેઢીએ શું વિચારવું જોઈએ ?

આ નશાકારક દ્રવ્યો ઘડીભર દુઃખમાંથી મુક્તિ આપે છે: ખરેખર દુઃખ ઓછું નથી થતું પણ એ મગજને શિથિલ કરે છેે તેથી  ક્ષણિક દુઃખ ઓછું થાય છે. લિવર ખરાબ થઈ જાય છેે.  ફેફસા નબળા થઇ જાય છે એ ડ્રગની આદત પડી જાય છે અ ને કુટુંબ પાયમાલ થઈ જાય છે! અને છતાંયે કેટ કેટલાં લોકો એમાં ફના થઈ જાય છે પણ એને છોડતાં નથી…..

એવું કેમ?

5 thoughts on “13 -આવું કેમ ?- નશાકારક ડ્રગ્સ ગાંજો – ચરસ હવે કાયદેસર ?

  1. ગીતાબેન,તમે ઘણાને વિચાર કરતાં કરી મૂક્યા…….આવું કેમ, કેમ ,કેમ,!!!

    Liked by 1 person

  2. Thanks , Tarulataben, Kalpnaben and Rajulben for your valuable views. માણસને ઘેન ચડાવે એવી અનેક દવાઓ હોય છે ; ક્યારેક એ જરૂરી પણ હોય: કેન્સરના દર્દીને કીમો થેરાપીની અસહ્ય બળતરા પછી જરા શારીરિક રાહત રહે ; અથવા અસહ્ય ચિંતા હોય તો આવાં હેવી ડ્રગ્સ જ્ઞાનતંતુઓને શિથિલ કરીને થોડી માનસિક રાહત આપે , અથવા ભયન્કર દુઃખ ઘડીભર ભુલાવે એ એક જરૂરિયાત થઈ; પણ નશામાં ચકચૂર બની એના બન્ધાણી બની જવું એ ભયન્કર વાત છે.. પણ એ લોકોને એ કોણ સમજાવે ? It’s a short cut to the real problem.. Let us hope , there will be more awareness in the society!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s