અવલોકન -૧૧-પ્રવાસની ખાલી પેટીઓ

     દેશના પ્રવાસે છું. ત્રણ જણનો પ્રવાસ – છ મોટી પેટીઓ, ત્રણ હેન્ડ બેગો અને ત્રણ પર્સો બાજુમાં સાવ ખાલી પડ્યાં છે, નીકળ્યા પહેલાંના બે એક અઠવાડિયા પહેલાં પણ એ બધી ખાલી જ પડી હતી. પાછા જઈશું એટલે પણ  એ ખાલી જ પડી રહેવાની છે. ખરીદીને લાવ્યા ત્યારે હતી એવી જ ખાલી.

   એનો જીવનકાળ ૧૦ કે ૧૫ વરસ. એમાં આવા ત્રણ ચાર પ્રવાસો થઈ જાય; તે દરમિયાન કટકે કટકે, સાવ નાનકડા સમય માટે ભરાય; અને તરત પાછી ઈવડી ઈ તો ખાલી ને ખાલી જ.  પેટીનો ઉપયોગ ભલે ભરવા માટે હોય; એનું ગૌરવ તો એના ખાલીપણામાં જ છે. આપણે ખાલી પેટીમાં જ કાંક ભરી શકીએ. ભરેલી તો ભરવા માટે નક્કામી જ!

  પણ…

     એના વાપરનારા આપણે? જીવનના બહુ જ થોડા, શરૂઆતના ભાગમાં જ આપણે ખાલી હોઈએ છીએ – કોરી સ્લેટ જેવા. જેમ જેમ ભરાવાની પ્રક્રિયા ચાલુ થાય, એમ એમાં ભરાતું જ જાય. લોહી, માંસ, હાડકાં અને સૌથી વધારે તો ગનાન, વિચારો, માન્યતાઓ, પૂર્વગ્રહો અને એવું બધું ઘણું. એને વધારે ને વધારે ભરતા જ રહેવાની લ્હાય સતત  બળ્યા જ કરે. શરીર અને મનનું કદ પણ આપણને ઓછું પડે!  મકાનો, જમીનો, સામ્રાજ્યો, સંબંધો, લાલસાઓ, વાસનાઓ …. બસ ભરે જ રાખો બાપુ!

    જો સદનસીબે સાધનાની બે પળ માટે ખાલી થવાનું શીખ્યા હોઈએ; તો તે સમયમાં ધ્યાન કરવાનું પણ કારેલા જેવું કડવું લાગે!

   પણ એવી ઘડી બે ઘડી ખાલી ખમ્મ થઈ જવાનો લ્હાવો મળી જાય તો? બધીય ભરેલી માયાઓથી અનેક ગણી શક્યતાઓનું ક્ષિતીજ ખૂલવા લાગે.

અંદર તો એવું અજવાળું અજવાળું
અંદર તો એવું અજવાળું અજવાળું

ટળવળતી હોય આંખ જેને જોવાને
એ મીંચેલી આંખે ભાળુ

– માધવ રામાનુજ

આ સુમધુર રચના માવજીભાઈના બ્લોગ પર વાંચો અને સાંભળો …… અહીં

 

5 thoughts on “અવલોકન -૧૧-પ્રવાસની ખાલી પેટીઓ

 1. જીવન જીવવાની આપાધાપીમાં ખાલીપણું લાવવું એ ખરેખર ખૂબ મુશ્કેલ છે. કોઈ એકલ દોકલ વિરલો જ એ કરી શકે છે. ગીતામાં ભગવાને એનો સરસ ઉપાય બતાઅવ્યો છે જે કુરાને પણ બીજા શબ્દોમાં કહ્યું છે, “નેકી કર, દરિયા મેં ડાલ”. આ કદાચ પ્રયત્ન કરવાથી કરી શકાય.

  Like

 2. ઇવડી એ પેટીની જેમ આપણને પણ ખાલીખમ થવાનો લ્હાવો મળે તો ભયો ભયો ને!
  આપણે તો એ ય ને ક્યાંક જરાક ખાલી થયા નથી કે પાછું બીજું ક્યાંકથી ભેગું કરીને મનમાં ઠલવવા જ માંડીએ છીએ ને?
  ખાલી પેટી સાથે માયા ભરેલા મનની વાત……વાહ !

  Like

 3. Sureshbhai, very good comparison. Manma prem and Bhavna bhareli rakhiye to teno bhar n lage. Baki badho Kachro. Saras.

  Like

 4. સુરેશભાઈ,આપની વાત ખૂબ ઉંચી છે,આ વાત વાંચીને સ્વાનુભવ કરીને રોજ તેનો અનુભવ કરવાથીજ સમજાય.અંદર ઉતરવા માટે ખાલી થવુંજ પડે .સાધના વગર તે શક્ય નથી.એક વાર અંદરનું અજવાળું જોયા પછી તેનું વ્યસન થઇ જાય છે.તેનો આનંદજ અદ્વિતીય હોય છે.સત્તચિત્તાનંદ!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.