મારી ડાયરીના પાના

21.-અંતિમ ઘડી

ફાઇનલ C.A ની પરીક્ષા નજીક આવી રહી હતી. વાચવાનું સમય કાઢી ચાલુ હતું. મોટાઈ થી પેથડિન વગર સુવાતું નહિ. અને ડોક્ટર તેની ના પડતા. એક દિવસ પેથડિન ને બદલે ડી સ્ટીલ વોટર નું ઇન્જેકશન આપ્યું. અસર ના થઇ એટલે ચિડાઈ ગયા. તેમને ખાત્રી હતી કે આજે પેથેડીન આપ્યું નથી. બહુ જીદ ને લઈને છેવટે અમારે આપવું પડયું. જેમ દિવસો જતા ગયા તેમ તેમનું શરીર ક્ષીણ થતું ગયું. જીવંત હાડ પિંજર લાગતું. અમારા દુર ના સગાં ને શુભચિંતક જગમોહનદાસ ખબર કાઢવા આવ્યા ત્યારે જોઇને બહુ દિલગીર થયા. તેમણે વ્રજેશ્વરી વાળા મહારાજ ને બતાવવાનું સુચન કર્યું. મહારાજે દર્દી ને જોયા વગર જડી બુટ્ટી આપવાની ના કહી. આથી જગમોહનદાસે એક દિવસ નક્કી કરી તેમની ગાડી માં મહારજને લઇ આવ્યા. મહારાજે જોઈ પછી ધ્યાન કરી કહ્યું કશું કામ લાગે તેમ જણાતું નથી. ફક્ત સમય ની વાર છે પણ હું જડી બુટ્ટી ની દવા આપીશ તેનાથી રાહત જરૂર મળશે. પંદર દિવસ પછી દવા આશ્રમ પર થી લઇ જશો દવા બનાવી જમીનમાં ઝાડ નીચે પંદર દિવસ સુધી દાટવી પડશે. પંદર દિવસ પછી દવા આવી. પિતાની સાથે થોડી સ્ફ્રુતી આવી ને લાગ્યું કે ધીરે ધીરે સુધાર થશે. પણ આશા ઠગારી નીકળી. થોડા દિવસ પછી પાર્લાના ડોક્ટર અરવિંદ શાહ ને બોલાવવા પડ્યા. દવા તો કાંઈ અપાઈ તેમ ન હતું. પૂછપરછ કરી નાડી,હાર્ટ બિટ ને બ્લડપ્રેશર તપાસી સલાહ સુચન આપી જતા રહ્યા. હવે પરિક્ષા ગણતરીના દિવસો માં શરુ થશે. એક બાજુ જીવન મરણની લડાઈ અને બીજી બાજુ પરીક્ષાનું પ્રેશર. જો હું પાસ ન થયો તો કુટુંબ નું ભવિષ્ય અંધકારમય. હવે મોટાઈ ની વગર પગારની રજા ચાલુ થઇ. આવક બંધ અને ખર્ચો ચાલુ. મનુ ભાઇ તથા મહેશનીઇન્ટર કોમર્સ ની પરીક્ષા હવે પતી ગઈ.મોટાઈના કેહવાથી તેઓને કોન્ટ્રાકટરને ત્યાં નોકરી મળી ગઈ. બહુ સ્ટ્રેસ અને થાક ને લઈને મહેશને લોહીની ઉલટી થઇ. કુટુંબ માટે એક વધુ ચિંતાનો વિષય થયો. ડોક્ટર પાટણકર ની સારવાર ને દવાથી ઠીક થઇ ગયું. એ મેં મહિનો હતો ને વરસ. 1957નું હતું. પરીક્ષા સરુ થઇ. મારે હવે એકજ ગ્રુપ ની બાકી હતી. તેથી ચાર દિવસ ચાલવાની હતી. મોટાઈ ની તબીયત બહુજ લથડી ગઈ હતી અને કઈ ઘડીએ અચાનક મૃત્યુ થાય તે કળવું મુશ્કેલ હતું. આ સંજોગોમાં પરીક્ષા ના ત્રણ દિવસ તો નીકળી ગયા. રોજ મને પૂછતાં પેપર કેવા ગયા ? હું હમેશાં સારા ગયા કહેતો. ત્રીજા દિવસની મધરાતે મારે કેબિનમાં થી વાંચવું પડતું મૂકી તેમની પાસે જવું પડ્યું તેમને ઉઘ આવતી નહિ. થોડું સુવે તો આરામ થાય. ચર્ચા વિચારણા પછી પેઠેડીનનું ઇન્જેકશન આપી હું કૅબિન માં આવી વાચવા બેઠો ને વાંચતા વાંચતા સૂઈ ગયો. સવારે ઊઠ્યો ને કેમ લાગે છે તે પૂછવા ઉપર ગયો. તેમણે મને કહ્યું કે હમણાં ને હમણાં ઘરની બહાર ચાલ્યો જા મારે તારું મોઢું નથી જોવું. આમ વિચિત્ર વર્તન જોઈ મને નવાઈ ને દુખ થયું. બા ને તેનો અમલ કરવા કહ્યું. હું પરિક્ષાનો સમાન લઇ નીકળી ગયો. ગાડી પકડી ચર્ચ ગેટ પહોંચ્યો. ટોઇલેટ રૂમમાં જઈ હાથ મોં ધોઈ સામે એશિયાટીક હોટેલમાં જઈ ચાહ પીધી. પણ કયા કારણ થી કાઢી મૂક્યો તે વિચાર મારો પીછો છોડતા નહિ. હું પરીક્ષા હોલ પર ગયો. કોઈ ત્યાં આવ્યું નહોતું. પરીક્ષા ને બે કલાક બાકી હતા. હોલ ખૂલ્યો નો તો તેથી હું પગથીયે બેસી વાંચતો હતો. આજે છેલો દિવસ હતો. ટાઇમ થયો એટલે પરીક્ષા હોલ ખૂલ્યો. આજનું પેપર ચાર કલાક નું હતું. પરીક્ષા ચાલુ થઇ. મેં પેપર લખવા નું સરુ કર્યું. એક પછી એક જવાબો લખતો ગયો. લગભગ કલાક બાકી હતો ત્યારે એકદમ પરસેવો છૂટ્યો અને ટ્વીલ નું પાટલૂન પણ ભીનું થઇ ગયું. મને કઈ ગરબડ ની શંકા મનમાં આવ્યા કરતી. હું ઊઠ્યો પેપર આપવા. મને નિરીક્ષક કે કહ્યું હજુ કલાક બાકી છે વિચારો, ચાહ કે સોડા માગવું ?.  પણ મેં કહ્યું મારો પેપર પૂરો થઇ ગયો મારે કશું વિચારવા નું નથી. હું ઝડપથી પેપર આપી બહાર નીકળી ગયો. તરત ગાડી પકડી ઘરે ગયો. વિલેપાર્લે સ્ટેશન થી ઘરે જતો હતો ત્યાં મારો ભાઈ સામે મળ્યો. તે ડોક્ટરે લખી આપેલું ઇન્જંક્શન લેવા જતો હતો. મેં તેને હાલ પૂછ્યા તો એણે મને ઘરે જલ્દી પહોંચવા કહ્યું. મેં ઘરે પહોંચી પહેલા બા ને મોટાઈ ની તબિયત વિશે પૂછ્યું. તેણે જણાવ્યું કે સવારે લગભગ બાર વાગે બે ડોક્ટરને બોલવા પડ્યા. ડોક્ટર પાટણકર તથા અરવિંદ શાહ. ડોક્ટર એ નિદાન આપ્યું કે હવે બહુ સમય નથી ગમે તે વખતે આંખ મીંચાઈ જાય માટે છોકરાને પરીક્ષા માંથી પાછો બોલાવી દો. પરીક્ષા તો છ મહિના પછી પણ આપી શકશે પણ બાપ ને નહિ મળી શકે. આ વાક્ય સાંભળી મોટાઈ બોલ્યા ખબરદાર એવું કઈ કર્યો. એ આવે ત્યાં સુધી મને

 

કાંઈ થવાનું નથી. એ છોકરા પર આખા ઘરનું ભાવી છે. બારણા બંધ કરાવી બધાને નજર આગળ ખુરશી પર બેસાડી દીધા ને ઉઠવાની મનાઈ કરી. હું સત્વર ઉપર ગયો ને તેમના ખાટલા સામે ઉભો. તેમણે મને ખુરસી ખેંચી બેસવા કહ્યું. મેં તે પ્રમાણે કર્યું ને બેઠો. મને પૂછ્યું કે પેપર કેવા ગયા. મેં જવાબ દીધો કે સારા ગયા. પછી તેમણે મારો હાથ પકડી કહ્યું. YOU WILL CERTAINLY PASS WHAT EVER THE PERCENTAGE OF RESULT MAY BE. THESE ARE MY BLESSINGS TO YOU.આટલું કહી મૃત્યુ સરણ થઇ ગયા. ડોક્ટરે તપાસી કનફર્મ કર્યું. આખું ઘર શોક માં ડૂબી ગયું. તે દિવસે રાત્રે કોઈ સુતું નહિ. ઘર આખું સગા સંબંધીઓ થી ઊભરાઈ ગયું.

 

 

 

22- અસ્થિ વિસર્જન

બીજે દિવસે અગ્નિ સંસ્કાર કર્યા. બોડી લઇ જતી વખતે બહુ રડારોળ થઇ. પડોશી ઓ ની આખો પણ ભીની થઇ.થોડાદિવસ ક્રિયાકાંડ માં ગયા. હવે ઇન્કમ તો કઈ હતી નહિ. અને મારી પરીક્ષા પત્યે બે દિવસ થયા હતા અને મારા આર્ટીકલ્સ છેક જુલાઈ માં પુરા થશે. ત્યાં સુધી રાહ જોવાની રહી. બધાની નજર મારા પર હતી. ઘરમાં સૌથી મારી નાની બેન ફક્ત પાચ વરસ ની હતી. બાકી ના બે થી ચાર વરસ ના તફાવત મોટા. હતા. આટલા મોટા ફેમિલીને ચલાવવા કોઈ સક્ષમ ન હતું. વણ માગી સલાહ લોકો બહુ આપતાં. બહુજ નિકટ ના સગાએ કહ્યું કે આ મુંબઈ માં રહેવું તમારે માટે અઘરું છે. અહીં કોઈ હેલ્પ કરે નહિ. માટે ભરૂચ ચાલ્યા જાવ. ત્યાં ભાડૂતને ખાલી કરાવી રેહજો. પણ મોટાઈ એ મને હોસ્પિટલના દિવસોમાં સલાહ આપી હતી. કે કોઈ પણ કહે પણ મુંબઈ છોડશો નહિ. આપણા મકાનનું ભાડું ભૂરચના ભાડામાં થી નીકળી જશે અને તું પાસ થયા પછી કમાશે એટલે ગાડી ચાલશે. હાલ તો અમે મૂડી વાપરતાં. હું મોટાઈ ના અસ્થિ લઇ ભરૂચ નર્મદામાં પ ધરાવવા ગયો. દ્સાશમેધ ઓવારે અસ્થિ વિસર્જન કર્યા. મારી સાથે કીકા મામા આવ્યા હતા. મહારાજે મંત્રો ભણ્યા અને મેં નમસ્કાર કર્યા અને અમો ઘરે પાછા ફર્યા. એક સવારે હું માળીયે સુતો હતો. નીચેથી મારા નામની બૂમ આવતા હું સફાળો ઊભો થઇ નીચે આવ્યો. નીચે આવી મોટા ઘડિયાળમાં ટાઇમ જોયો. સવારના સાત વાગ્યા હતા. ડોક્ટર રતિલાલ વખારિયા હીચંકા પર ઝુલતા હતા. હું બ્રશ કરી મોઢું ધોઈ હિચંકે બેઠો. તેમણે એક પેંડો બોક્સ માં થી કાઢી મારા મોમાં મૂક્યો. હું સમજો કે તેમની છોકરી ના એગેજમેંટ થયા હશે. મેં કારણ પૂછ્યું. તેમણે કહ્યું ખબર નથી આજે તારું રિઝલ્ટ આવ્યું છે અને તું CA માં પાસ થઇ ગયો. આ સાંભળતા જ મને ખુબજ આનંદ થયો. અને મનોમન ઈશ્વરનો બહુ ઉપકાર માન્યો. લાગ્યું વિધાતા મારે માટે નવા રસ્તા ખોલે છે કેવા કેવા સંજોગોમાં પરિક્ષા આપી હતી. કઈ પણ ઘડીએ હાદસો થઇ જાય ને પરીક્ષા પડતી મૂકવી પડે. હું જલદી થી મુંબઈ મારે ઘરે જવા ઉતાવળે થઇ ગયો. આ સારા ખબર હીરાલાલ મસા ને ચંપા માસી ને તેમને ઘરે આપ્યા બન્ને ખુબજ ખુશ થયા બીજે દિવસે હું મુંબઈ જવા નીકળી ગયો. ઘરે પહોંચી માણેકલાલ ને ઓફિસે ફોન કર્યો. અને જણાવ્યું કે હું બપોર સુધીમાં ઓફિસે પહોંચી જઈશ. જમી પરવારી ઓફિસ પહોંચી ગયો. પેપર માં નામ જોયું. ઇન્સ્ટીટ્યુટની ઓફિસે જઈ માર્ક સીટ લીધા અને બોસ હરિદાસ પણ ખુશ થયા હું તથા માણેક લાલ મેટીની શો જોવા લીબર્ટી ટોકીઝ ગયા. ઝનક ઝનક પાયલ બાજે પિક્ચર જોયું. મારો તો વિચાર ઘરે જવાનો હતો પણ માણેકલાલ જવા દે તેમ ન હતા. પિક્ચર સમાપ્તિ પછી હું ઘરે ગયો. પાસ થયો તેની ખુશાલી માં

શાંતિલાલ ફુવા એ મને એક પેન્ટ અને બુસસર્ટ નું કાપડ ભેટ આપ્યું હતું.

23-મારી ઓડિટ ટુરો

પહેલા જ દિવસે ઓફિસ માં થી મને ફર્સ્ટ ક્લાસ ની ટીકી ટ ને એડવાન્સ આપી સૂચના કરી કે કાલે તમારે નાગદા જવાનું છે. ગાડી ફ્રન્ટીયર મેલ છે. તમારી સાથે ગોરડિયા એસિસ્ટ કરવા આવશે. હું ભારે ઉત્સાહ માં આવી ગયો. ઘરે જતા જતા રંજન માટે બૂટ લીધા. અને ઉતાવળે ઘરે પહોંચ્યો. રંજન મારી સૌથી નાની બહેન હતી ઉમર વર્ષ પાચ  અને બધાની લાડકી હતી. ઘરે પહોંચી હેરત પામ્યો. રંજન ખાટલે સુતી હતી. તાવ સખત હતો મનુભાઈ પણ શિતલાથી ભરાઈ ગયા હતા હું દ્વિધા માં પડી ગયો બાએ ઘરગથ્થુ ઈલાજો કરવા માંડ્યા હતા બા  ડૉક્ટરી તપાસ નિષેધ છે એવું માનતી. મહેશ ને ગળાની અંદર શીતલા થયા હતા ત્યારે ગભરાઈ ડોક્ટર પાટણ કરે લખી આપેલી દવાથી સારું થઇ ગયું હતું બા એ હિંમત આપી કે તું જા અમે સંભાળી લણશું. બા ની તનતોડ મેહનત લીધે બંને સારા થઇ ગયા એમ બાના પત્ર પરથી જાણ્યું. નવી નોકરી હતી એટલે હું ગયો. પછી તો સિલસિલો ચાલુ રહેતો. હું વરસ માં આઠ મહિના બહારગામ ફરતો રહેતો. મારી ટુરીંગ લાઈફ માં અનુભવો તો ઘણા થયા પણ થોડાક નોંધ પાત્ર હતા. એમાં નો એક બનાવ એ હતો કે જ્યારે જ્યારે હું ગોંડલ જતો ત્યારે હું રેલવે ના રિટાયરિંગ રૂમમાં રહેતો. એક સાંજે હું પોરબંદર મરીવાલાની કુ નું ઓડિટ પતાવી ગાડીમાં બેઠો. મારે ગોંડલ યુકો બેંક માં જવાનું હતું. ગાડી ધીમી ગતિએ જતી હતી. ફર્સ્ટ ક્લાસ માં હું એકલો જ હતો અને બેઠે બેઠે બોર થતો હતો. કેટલાક સ્ટેશન ગયા પછી એક સજ્જન આવ્યા ને મારી સામેની સીટ પર બેઠા. ગાડી ઉપાડી પછી વાતચીત થઇ. તેમણે કપડાની પાન સોપારી મુકવાની થેલી કાઢી પાન બનાવ્યું સોપારી કાપી મોમાં મૂકી. મને ઓફર કરી મેં ના પાડી થેંક્યું કહ્યું. મને પૂછ્યું કા ઉતરવાનો છો? મેં કહ્યું ગોંડલ. રહેશો ક્યાં? મેં કહ્યું રેલ્વે ના રિટાયરિંગ રૂમ માં. બીજો કોઈ વિકલ્પ નથી. એમણે કહ્યું ત્યાં ના રહેતા કારણ નીવેટિયા રાતે ત્યાં રહેલા તે સવારે ઉઠ્યા ત્યારે રૂમના ખાટલા ને બદલે અગાશી માંથી ઉઠ્યા તેમને ખબર ના પડી કે તેઓ બહાર ક્યાંથી આવી ગયા. તેઓ તેજ સવારે રિટાયરિંગ રૂમ છોડી ગાડી પકડી જતા રહ્યા. પેલા ભાઈ તેમનું સ્ટેશન આવે થી ઉતરી ગયા અને જતા જતા કહી ગયા BE CAREFUL AND TAKE CARE.હું વિચાર માં પડી ગયો કે શું કરવું. ? એટલા માં ગોડંલ સ્ટેશન આવી ગયું. બેગ ને એટેચી કુલીએ ઉતારી. રેલવે સ્ટેશન પર લાઈટો ઝગારા મારતી માણસો ની અવરજવર ખુબ હતી તેથી રળિયામણું લાગતું. કુલીએ પૂછ્યું ઘોડા ગાડી કે ચાલીને ? મેં કહ્યું ચાલીને રિટાયરિંગ. રૂમ માં લઇ જા. અમો રિટાયરિંગ રૂમમાં ઉપર પહોંચ્યા ત્યાં તો ગાડી ઊપડી ગઈ ને સ્ટેશન ની લાઈટો ઓલવાઈ ગઈ. ઘોડાગાડીઓ જતી રહી ને બધું અંધારું ઘોર થઇ ગયું અને નિર્જન ભેંકાર લાગવા માંડ્યું.  હું રૂમમાં બધી ટ્યૂબ લાઇટો ચેતાવી એટેન્ડડઁટની રાહ જોઈ રહ્યો હતો.. થોડી વારમાં અટેન્ડડંટ આવ્યો મેં ખાવાના વિશે પૂછ્યું તેણે જણાવ્યું કે કાઠિયાવાડ લોજે બંધ થઇ ગઈ. પણ સ્ટેશન ની હોટેલ બંધ થવાની તૈયારી માં છે. અને ત્યાં ચાહ બિસ્કિટ સિવાય કશું નહિ મળે. મેં જે મળે તે ચાલશે કહ્યું. તે ઝટ પટ લઇ આવ્યો. મેં જતા પહેલા તેને અહીં રાતે સુવા કહ્યું. પણ તેને લાચારી દાખવી ને કહ્યું કે તેની પત્ની છેલ્લા કેટલા દિવસથી બીમાર છે ને તેને મારી જરૂરત છે તે ગયો ને મેં ચાહ બિસ્કિટ પુરા કર્યા. માળિયા પર અગાશેમાં એક બાજુ લાઈનમાં રિટાયરિંગ રૂમ હતા બાજુમાં અગાશિ હતી. અગાશી માં વડનું તોતિંગ ઝાડ અને ઝાડ પાસે અંધારિયો દાદર. હવાથી ઝાડ ના પાન ખખડતા. ને અગાશી માં વેરાતા.જયારે પવન આવતો ત્યારે ઉડતા અને ખડ ખડ અવાજ કરતા હું ચોપાનીયાં તથા પેપર લઇ શરુઆત માં સુતા સુતા વાચતો ઉઘ બિલકુલ આવતી નહિ. એટલા માં પવન ફુકાયો ને પાંદડાનો અવાજ વધી ગયો. હું બેચેન થઇ ગયો. બહાર જવાની હિંમત ચાલી નહિ બધા રૂમ ખાલી હતા હું એકલો ને અટુલો. થોડી વારે પવન ઠંડો પડ્યો ને ખખડાટ બંધ થયો ને મેં ઉઘવાની કોશિશ કરી. બાર વાગી ગયા હતા. પેપર વાંચતા ઝોકું આવ્યું ત્યાં તો ટાંકી બાથરૂમ માં ઉંઘ ભરવા માડી એના વિચિત્ર અવાજથી હું સફાળો બેઠો થઇ ગયો ને ઉંઘ ઉડી ગઈ. બાથ રૂમમાં જવાની હિંમત ના હતી. દરેક વખતે નિવેટિયા ની યાદ આવતી રાત્રી ના છેલ્લા પહોર માં છાપું વાંચતા ક્યારે આખ મીચાઈ ગઈ તેનો અંદાજ ના રહ્યો. સવારના ઊઠ્યો ત્યારે દશ વાગી ગયા હતા લાઈટો તેમજ પંખા ચાલુ હતા. તે ઓલવ્યા અને દરવાજો ખોલ્યો. બારણા સામે અટેન્ડડંટ  રામલો માથે હાથ દઈ બેઠો હતો. મને જો તાજ તે બોલ્યો બહુ વાર દરવાજો ખડ ખટાવ્યો પણ જવાબ ના મળ્યો તેથી લાગ્યું કે તમે ચોક્કસ ખલાસ થઇ ગયા. તેણે કહ્યું કે હું બીજી પાંચ મિનિટ પછી સ્ટેશન માસ્ટર ને રિપોર્ટ કરવા જવાનો હતો. હું જલ્દી જલદી તૈયાર થઇ બેંક નું ઓડિટ પતાવી રાત પહેલા રવાના. થયો. રામલાએ કહ્યું ઘણા લોકો ને ભૂતકાળ માં વિપરીત અનુભવ થયા હતા તેથી મને તમારી ચિંતા હતી.

24-આગે કુચ

મેં મારી ફર્સ્ટ જોબ ભાગ્યે પાચ છ મહિના કરી હશે. ત્યાં બીજી સારી જોબ મળી ગઈ. અને તે પણ ફર્સ્ટ ક્લાસ ફર્મ માં. વળી મોટાઈ ની ઈચ્છા હતી ત્યાં જ. એટલે તેમનું બીજું સ્વપ્ન પૂરું થયું. પહેલું કે મારે CA થવાનું બીજું જી. પી કાપડિયાને ત્યાં કામ કરવાનું.  મેં અહીં સાડા ત્રણ વર્ષ કામ કર્યું આ વરસો દરમિયાન નાગદા ,રતલામ ઉજ્જૈન ગ્વાલીયર ,લશ્કર ,અમદાવાદ , ,ગોંડલ,ડીસા ,રાજકોટ ભાવનગર જામનગર પોરબંદર,આગ્રા વગેરે શેહરો ને ગામો જવાની અને જોવાની તક મને મળી અને ઓડિટર તરીકે રૉયલ ટ્રીટમેન્ટ મળી. ચિત્ર વિચિત્ર અનુભવો પણ થયા નાગદા માં સુંદર ગેસ્ટ હાઉસ હતું મોટા ભાગે ત્યાં ગોરા લોકો રહેતા. કુ. નો રેયોન પ્લાન્ટ ઈરેકટ કરવા  આવ્યા હતા કંપની એ અમને ગેસ્ટ હાઉસ માં ઉતારો આપ્યો હતો.ગાયવાળા ફૉરેસ્ટ ઓફિસર અમને ગેસ્ટ હાઉસમાં મળવા આવ્યા તેઓ મુંબઈના હતા. તેમણે  જોયું કે અમને ખાવાનું ફાવતું નથી. બીજે દિવસે તેમને ઘરે થી ટીફીન આવ્યું. કેન્ટીન મેનેજરને ખબર પડી કે તેઓ દોડીને અમારી પાસે આવ્યા  અને કહ્યું  મારી નોકરી ખતરા માં ના મુકો ?તમને રૂચે તેવું ખાવાનું બનશે. મેં ગાયવાળા ને કહી બંધ કરાવ્યું. ગોવાનીઝ કુક ને ગુજરાતી જેવું ખાવાનું બનાવતા ન આવડે. અમારે લાંબુ રહેવું પડે તેમ હતું. અમો કંટાળી સ્ટાફ કેન્ટીન મા થોડા વખત માટે જતા રહ્યા અને ગેસ્ટ હાઉસ મૅનેજર ને સમજાવી દીધું. ગેસ્ટ હાઉસમાં પાર્ટી અવર નવર થતી. અમો પાર્ટી માં જતા. રવિવાર બહુ કંટાળા જનક હતો. કારણ કે રવિવારે કાંઈ કામકાજ રહેતું નહિ.નાગદા ગામમાં કંપની ની ફેકટરી તેમજ વસાહત સિવાય કાઈ હતું નહિ. રેલવે ની એક બાજુ વસાહત ને ફેકટરી અને બીજી બાજુ ગામ. ગામમાં બહુ વસ્તી હતી નહિ. બજાર તથા થોડા જુના ઘરો હતા. બજારમાં રવિવારે ગુજરી ભરાતી. ગામ લોકો માટે ફૅક્ટરી બહુ લાભદાયી હતી. ગામના બહુંતિક લોકો ફેક્ટરીમાં કામ કરતા. ફેક્ટરીની એક સ્કૂલ પણ હતી.જ્યાં ગામના તથા કંપનીના એમ્પ્લોઇઝ ના છોકરા ભણતા. ક્યારેક અમો ટ્રેન માં ઉજ્જૈન જતા અને રવિવાર ત્યાં ગુજારતા. સિનેમા જોતા જમતા તેમજ જોવા જેવી જગ્યાએ જતા. મહાકાળનું મંદિર તથા જંતરમંતર વગેરે જગ્યાએ ત્યાનું આકર્ષણ ગણાતી કયારેક કંપની વાળા અમોને ઇન્દોર લઇ જતા. ઇન્દોર એ મધ્ય પ્રદેશ નું છોટામુંબઈ કહેવાતું. ત્યાં ફરવાની તથા રેસ્ટોરાં માં જમવાની ને લેટેસ્ટ પિક્ચર જોવાની મજા આવતી. કંપની ના બોસ બિરલાજી માટે કંપનીએ એલીફન્ટ હાઉસ બનાવ્યું હતું. જેના બેડ રૂમ માં થી અહેસાસ થાય કે બારી બહાર હાથ કાઢો એટલે પાણી અડકે પણ ખરું જોતા પાણી દુર હતું. બોસ ના રાયટ હૅન્ડ મડેલ્યા હતા. તેમનો ધાક જબરો હતો. તેનો મને અનેક વાર અનુભવ થયો હતો. તેમને રોજ સવારે પાચ વાગે તરત દોહીલું દૂધ પીવા જોઈતું. સવારના ત્રણ સાડા ત્રણથી ગેસ્ટહાઉસમાં  દોડાદોડ સરુ થતી. એટલી મોટી કંપની ના હિસાબ હિન્દી માં લખતા. મોટા ભાગનો સ્ટાફ મારવાડી હતો કંપનીની એક બોટ પણ હતી. ગેસ્ટ હાઉસ પાછળ ચંબલ નદી વેહતી હતી. અમો ક્યારેક તેમાં ફરવા જતા હલેસા મારી હાથ દુઃખી જતા. બગ્રોડીયા કંપની ના સેક્રેટરી હતા અને પારેખ જનરલ સેક્રેટરી હતા. ઓડિટ પતાવી અમે મુંબઈ પાછા ફર્યા ને પોદાર મિલ નું ઓડિટ શરૂ  કર્યું. કંપની દિવાળીમાં બધા સ્ટાફ ને મુંબઈ બોલાવી લેતી. ધનતેરશ ને દિવસે ચોપડા પૂજન થતું તેમાં બધો સ્ટાફ હાજરી આપતો. ચોપડા પૂજન પછી જી પી હસ્તક દરેકને બોનસ ના પકેટ અપાતા. તેમજ પ્રસાદ વેહ્ચાતો. મને પહેલું બોનસ રૂ 750.નું મળ્યું. મેં તેમાંથી રૂ 550નો મરફી રેડીઓ લીધો. બહુ સરસ હતો. જેને માટે લાકડાનું શોકેશ લીધું. તે વખતે TV નહોતા. બીનાકા ગીતમાલા અને ગોવા રેડીઓની બોલબાલા હતી. દર મંગલવારે રેડીઓ પર આવતા નાટક સાંભળવાની મજા આવતી. કાપડિયા કંપની ની સતત ટુ રિંગ ની જોબ છોડી સ્થાઈ જોબ માં જોડાઈ ગયો તારીખ. સપ્ટેમ્બર. 1996..

25-ગ્વાલીયર ઓડિટ

અમે નાગદા નું ઓડિટ કરતાતા તેવામાં એક દિવસ ટેલીગ્રામ આવ્યો કે મારે ગોરડિયા ને લઈને ગ્વાલીયર જવું. આ સાંભળી ઇન્દ્રવદન ડાંગર વાળા જે મારી સાથે મને મદદ માં આવેલા તે નિરાશ થઇ ગયા. અમારી બે જણા ની ટિકિટો બુક થઇ ગઈ. અમારે વળતી સવારે ગ્વાલીયર જતી ગાડી માં જવાનું હતું ઇન્દ્રવદન ને સલાહ સુચન આપી અમોએ ગાડી પકડી. ગ્વાલીયર ઉતરી ટાંગો કરી અમે ગેસ્ટ હાઉસ પહોંચ્યા. ત્યાં અમારી કંપની ના માણસો જી સી શેઠ,ગાંધી વગેરે હતા. ત્યાં બાટલી બોઇ કુ ના સંપટ તથા બીજા એક ભાઈ હતા. તેઓ અમારી સાથે જોઈન્ટ ઓડીટર હતા. સંપટ ઉમરમાં સૌથી મોટા હતા તેમના અડધા વાળ સફેદ હતા. તેઓ રંગીન સ્વભાવના હતા. આખો આંજતા પાઉડર લગાવ તા અને પાન નો ડૂચો મોમાં રાખતા ટૂંકમાં ઇસકી હતા. આખો વખત તેમની બહાદુરી ની વાતો કરતા. તે કલકત્તા ના હતા. શેઠ બહુ વાતોડિયા હતા. આખો દિવસ કામને બદલે વાતો કરતા અને ઓફિસ બંધ થાય ત્યારે એકદમ સભાન થઇ કામે વળગતા ને મોડે સુધી બધાને બેસવાનો આગ્રહ કરતા. બધા તેમનાથી કંટાળી જતા સંપટ પણ તેવા જ હતા. મેં તેમને કહ્યું મને ઓફિસ અવર દરમ્યાન કામ કરવાની આદત છે માટે હું જુદો બેસી કામ પતાવી દઇશ. ઓફિસ અવર પછી હું ને ગોરડિયા સ્વિમિંગ પુલ માં તરતા સુંદર પુલ હતો. અંદર રંગ બે રંગી લાઇટો હતી રવિવારે સાંજે રસોડું બંધ રહેતું એટલે અમે તૈયાર થઇ ટાંગામાં બેસી લશ્કર જતા. લશ્કર ગ્વાલીયર થી દુર હતું. સાંજે પાણી પૂરી ભેલ વગેરે ખાઈ સિનેમા જોવા જતા અને રાતે બાર વાગ્યે ગેસ્ટ હાઉસ પાછા ફરતા શનિ રવિ ક્યારેક આગ્રા જતા ને તાજ મહાલની મજા માણતાં. મને બરાબર યાદ છે એક વાર હું ટ્રેન માં આગ્રા જઈ રહ્યો હતો ત્યારે ફટાફટ બારી બારણા લોકોએ બંધ કર્યા કેટલાક તો સીટ ની નીચે ભરાઈ ગયા. નાના છોકરા રડી ઉઠ્યા. મને નવાઈ લાગી કે એકા એક શું થઇ ગયું ?તેમણે જણાવ્યું કે ચાલતી ગાડીએ ચંબલ ની ઝાડિયો આગળથી ગાડી પસાર થતી હતી ત્યારે કેટલાક બહારવાટિયા સાથે ડાકુ ભૂપત ટ્રૈન માં સવાર છે ને લૂટમાર ચાલી રહી છે. પણ થોડીવારમાં બધું શાંત થઇ ગયું. મેં પૂછ પરછ કરી તો માલમ પડ્યું કે કેટલાક ગામડા વાસીઓ માથે ફાળિયા અને ચાંચીયા જોડા પહેરી હાથમાં ડંગોરા લઇ ગાડી માં પ્રવેશેલા એ કેસ ઓફ મિસ્ટેકન આયડેન ટી.ટી. હું આગ્રા આવતા ઊતરી ગયો.હોટેલમાં જઇ જમ્યો. પછી ટાંગો કરી તાજમહાલ જોવા ગયો ત્યાં રાત સુઘી રહ્યો. તે દિવસે પૂર્ણિમા હતી. ધરાઈ ને મૂન લાઈટ માં તાજ જોયો. રાત્રે નવ વાગે હું હોટેલ માં રેહવા ગયો પણ મારી સાથે કોઈ સામાન નાહોવાથી મને કોઈએ રૂમ આપી નહિ.થાકી હું સ્ટેશન પોહચી ગયો મોડી રાતે ગાડી મળી તેમાં ગ્વાલીયર પાછો આવ્યો.પ્રસંગો પાત અમે બીરલા ના વીઆઈપી ડાઈનીગ રૂમમાં જમતા. અહી પણ હિશાબ હિન્દીમાં લખતા. મોસ્ટલી સ્ટાફ મારવાડી હતો. એકાઉટંટ રાઠીજી હતા જવાના વખતે કામ રેહતું ત્યારે મોડે સુધી કામ કરતા. એક વીઝીટ દરમિયાન અમે તાનસેન કબર ,ગ્વાલીયાર પેલેસ અને બોરડીગ સ્કુલ વગરે જોયા.અમારી ઓફિસમાં અમારી બહુ ઈર્ષા થતી. ખાસ કરીને જે લોકોને ઓફિસમાં ગોધાવું પડતું તેમને મારી બહુ ઈર્ષ્યા થતી. મારા સાડા ત્રણ વર્ષ દરમિયાન મેં બહુ ફરી લીધું પછી અલવિદા કહી દીધુ.

26-અલવીદા –જી. પી. કાપડિયા કુ.

આ મારી છેલ્લી વિસીટ હશે તે ખબર નહોતી. હું ઓફીસ માં ગયો ને બધાને લાંબે વખતે મળ્યો લગભગ બે વાગ્યા હતા ત્યાં ચાહ આવી. તે પીતો હતો ત્યાં પટાવાળાએ કહ્યું કે જતા મીસીસ શ્રોફ ને મળતા જજો. જતા જતા હું તેમને મળ્યો તેમને મને ફ્રન્ટીયર મેલ ની ટીકીટ આપી ગોરડિયાને સાથે લઇ જવા કહ્યું ગોરડિયા તેમની ટીકીટ તથા એડવાન્સ લઇ ગયા છે જવાને દિવસે ઘરે જમવાનો સમય ના મળ્યો કારણ ફ્રન્ટીયર સાત વાગે દાદર સ્ટેશન થી ઉપડે છે એટલે ઘરે થી પાચ વાગે નીકળી ગયો.અમો દાદર થી અંદર બેઠા. ગાડી બહુ રુકતી નથી. ગાડી ઉપડી અને મુબઈ છોડે તે પહેલા રાતના કપડા પેહરી તૈયાર થઇ ગયા અને જમીને પોત પોતાના બર્થ પર નાઈટ લેમ્પમાં વાચતા વાચતા સુઈ ગયા. સવાર ક્યારે પડી ગઈ તેની ખબર ના રહી. રતલામ સ્ટેસન આવી ગયું. મીસ્ટર શારદા સ્ટેશને લેવા આવ્યા હતા.રતલામ આમ તો રેલ્વે જકશન છે પણ મને તો મોટા ગામડા જેવું લાગ્યું. અમારી ગાડી ગામમાં થઇ બહાર આવી ત્યારે સરસ ડામર ના રસ્તા પર મોટો ગેટ આવ્યો જેની પછવાડે વિશાલ જગામાં મીલનો વિસ્તાર હતો. મીલનું નામ સજ્જન મીલ હતું. અંદર પેસતા ઓફિસનું મકાન હતું. સ્ટાફ મોટે ભાગે મારવાડી હતો. શારદા એકાઉ ટંટ હતા તેનાથી આગે ગેસ્ટ રૂમ્સ હતા. અને ગેસ્ટ રૂમની નજીક વિશાલ બંગલો હતો. જેમાં ઉમરાવ સીંગ અને તેમનો પરિવાર રેહતો હતો. ઉમરાવ સીંગ મનેજીંગ ડીરેક્ટર હતા. તેમના નીકટના સગા પબ્લીક રીલેસન સંભાળતા.અમોને ગેસ્ટ રૂમ આપ્યો હતો સવારની ચા તથા બ્રેકફાસ્ટ રૂમ પર મળતા અને જમવા સવાર સાંજ બંગલે જતા. ગેસ્ટ રૂમ્સ ની પાછ્ળ વિશાલ જગામાં શાકભાજી ઉગાડતા ને તે બંગલે વપરાતા. પાર્ટીઓ ઘણી થતી તેમાં જતા. ફરવાનું તો ખાસ હતું નહિ. સાંજે ઉજ્જડમાં આટા મારતા. ક્યારેક શની રવિ અમને ઇન્દોર ફેરવતા. ત્યાં ફરવાનીમઝા આવતી ને પિક્ચર જોવાની મઝા આવતી. નારાયણ બંગલા નો સીનીયર નોકર હતો. તેનો ઠાઠ બહુ હતો. રોજ અસ્ત્રી દાર કપડા પહેરતો. કફની ધોતિયું ને ચાચીયા સફેદ ટોપી તેનો ડ્રેસ હતો. બંગલામાં પાન નો કોર્નર તેનો ચાર્જ હતો. રોજ કલકત્તાથી એક કરંડિયો મગાઈ ના પાન આવતા. નારાયણ પાન ફક્કડ બનાવતો. તે હમેશા પાનનો ડૂચો ગળેફા માં રાખતો. બંગલાના ગેસ્ટ માટે પાન તેજ બનાવતો. અમારું ધ્યાન તેજ રાખતો. જમવાને સમયે ગેસ્ટ રૂમ પર બોલવા તેજ આવતો..બંગલામાં રોજ બાલદી થી દૂધ વપરાતું. નારાયણને હું કેહતો કે અમારે માટે જોઈતુજ દૂધ તથા નાસ્તો લાવ. કારણ ના વપરાયેલ વસ્તુઓ ગટરમાં જતી. જયારે કંપાઉંડમાં કામ કારનારા મજુરો લંચ સમયે સુકા રોટલા અને ઝાડના પાન ખાતા. પણ મારું સૂચન નારાયણને મંજુર નોતું. તે કહેતો સાબ તેમ કરતા મારી નોકરી જતી રહે.  ઉમરાવ સીંગ કલકત્તાના હતા. શરીરે મોટા અને કફની ધોતિયું ને બંડી પેહરતા. બપોરના હમેશા નેપ લેતા. જમીને ચલમ પીતા અને ધુમાડાથી ઓરડો ભરી દેતા. પછી મચ્છરદાની નાખી સુઈ જતા. અમારી સાથે બધી ફોર્મલ વાતો થતી.છેલ્લા દિવસો માં અમારી કુ ના પાર્ટનર કે. એમ કે કાપડિયા આવેલા અને ઓડીટ ક્વેરી સુલટાવી રહ્યા હતા ત્યાં પટાવાળાએ આવી મને મારો લેટર આપ્યો. બધું પતી ગયા પછી વાચ્યો. મારે ઘરેથી લેટર આવ્યો હતો. તેમાં લખ્યું હતું કે બોમ્બે સબરબને પટાવાળા સાથે ઘરે લેટર મોકલ્યો છે એમાં જલદી જોઈન કરવા જણાવ્યું હતું.મુંબઈ પાછા ફરી કે એમ કાપડિયા ને મળ્યો અને નવી નોકરીની વાત કરી રાજીનામું આપ્યું. નવી નોકરી નો પગાર પૂછ્યો અને નવાઈ પામ્યા. ફેર બહુ હતો કોમ્પેસટ થાય તેમ નોહતું એટલે શુંભેછા આપી વિદાય કર્યો. હું પહેલી સપટેમ્બર. 96. થી બોમ્બે સબરબન માં જોડાઈ ગયો આતો મારા જીવનની મીઠી યાદો છે.

ધનનંજય સુરતી

1 thought on “મારી ડાયરીના પાના

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.