ફરતા ફરતા …

ગુજરાત આપણું  વતન, ઘણી વાર ગઈ છું પણ આ વખતે ખાસ વિશેષ સફર કરી….
 હું અમદાવાદ આવી તો મારી નજર દરેક જગ્યાએ બોર્ડ માર્યા હતા તેની ઉપર ગઈ, લખ્યું હતું “અમદાવાદ ફર્સ્ટ વર્લ્ડ હેરીટેજ સીટી”  અમદાવાદ એ ભારતના તે ઔદ્યોગિક શહેરોમાંનું એક છે જ્યાં ભૂતકાળ અને વર્તમાનને  લોકોએ સુંદર રીતે એકીકૃત કર્યું  છે,  અહમદશાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો ..ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર મહમદ બેગડાએ અમદાવાદની ચોતરફ ૧૦ કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો, જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે…અમદાવાદ ૧૭૫૮ સુધી મુગલોનું મુખ્યાલય રહ્યું,અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલોને કારણે અમદાવાદ ‘પૂર્વનું માંચેસ્ટર’ પણ કહેવાતું હતું. મે ૧૯૬૦થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ રહી છે.એક ભવ્ય ઈતિહાસ અને ગુજરાતની ભૂમિ સાથે જોડાયેલ છે.
 અમે આ વખતની અમારી ભારતની મુલાકાતમાં અનેક ગુજરાતમાં અનેક  મંદિરો અને શહેરના દર્શન કર્યા આ એક વાક્યે મારી દર્ષ્ટિ બદલી નાખી હું ગુજરાત  ફરીશ પણ અનોખી રીતે,જ્યાં જતી ત્યાં મારા સવાલો ઈતિહાસ ઉખેડી નાખતા,ઘણું જાણ્યું અને માણ્યું સાથે આપણા વતનના ઈતિહાસ માટે ગર્વ અનુભવ્યો…હું અહી એક વાત જરૂર કહીશ કે ક્યારેક મુલાકાત કરો તો વ્યવસ્તિત ગાઈડ ટુર કરજો..ત્યાંના એક એક પથ્થર બોલે છે.ત્યાની ભૂમિ માં ઈતિહાસની અનેક ગાથા સમાયેલી છે.આવું પણ હોય ? અથવા ત્યારે એ જમાંનાનામાં પણ આવું બાંધકામ ?એવા ઉદગારો જરૂર તમારા મોમાંથી સારી પડશે.મને જે સ્થળો ગમ્યા છે. એના વિષે મારા સ્મરણ અને વિશેષતા તમારી સાથે વહેચતા આનંદ થશે..
અમે શરૂઆત દીવાનના બંગલામાં ઉતરીને કરી…….. એક સુંદર વારસાગત  મિલકત એટલે દિવાનનો બંગલો , અસ્તવ્યસ્ત,  અમદાવાદ શહેરમાં હસ્ટલ અને ખળભળાટ વસ્તીમાં  સ્થિત એક સાક્ષાત્ ઈતિહાસ જેવો છે.કાદરી પરિવાર 150 વર્ષોથી દિવાનના બંગલાની માલિકી ધરાવે છે. આ નામ સૈયદ બાવામીયાન કાદરી પરથી આવેલ  છે, જેઓ  એક વખત રાધનપુરના દીવાનનું સ્થાન રાખ્યું હતું. તેમણે નિવૃત્તિ બાદ અમદાવાદમાં આવ્યા  અને આ મકાન બાંધ્યું. 150 વર્ષ પહેલા વિદેશ આર્કિટેક્ચર દ્વારા તૈયાર કરાયેલો આ દિવાન બંગલામાં ફાઉન્ટેન કોર્ટ, હિડન ગાર્ડન અને આઠ રૂમ શું નથી? સાથે  પરવારિક ભાવના ડોકિયા કરે છે.આ બંગલાના સાંકડા રસ્તાને આઇ.એમ. કાદરીના પિતા એમ.બી. પછી નામ આપવામાં આવ્યું છે. કાદરી, જે શહેરના પ્રથમ નાયબ મેયર હતા.
દિવાન બંગલો આઠ રૂમ ધરાવતી એક હેરિટેજ પ્રોપર્ટી છે.. રાયખડમાં આવેલા દિવાન બંગલોનું ઈન્ટીરિયર મુસ્લિમ સમાજની જીવનશૈલી પ્રમાણેનું છે. જેમાં યુરોપીયન સ્ટાઇલથી  ટાઇલ્સ રૂફ તૈયાર કરવામાં આવી છે.આ  ઉપરાંત લાકડાંમાંથી બનાવેલા બે ઝરોખા છે થોડા નબળા થઇ ગયા છે પણ  મુસ્લિમ અને ગુજરાતી સ્થાપત્યનું અહી મિશ્રણ જોવા મળે છે સમયની સાથે થોડી  નબળી થઇ ગયેલ હવેલીને રીપેરકામ જરૂર માંગે છે પણ  આ સિવાય સિરાજ ખાના અને ફર્સ્ટ ફ્લોર પર ટ્રેડિશનલ સ્ટાઇલથી ડિઝાઇન કરવામાં આવેલો ફુરીશી બેઠક મનને આકર્ષે છે.આ મિલકત એક મુસ્લિમ ઘરની જીવનશૈલીનું રસપ્રદ ઉદાહરણ છે, જ્યાં ફુવારા સાથેનો આંગણું,લાંબા અને  દીવાનખાન છે.જે  એક અલાયદા બગીચાના તરફ દોરી જાય છે જ્યાં મહિલાઓ ભેગી થઇ શકે. દરેક “રૂમ”, પરિવારના સભ્યો નામ પરથી આપવામાં આવ્યા છે, તેથી તારિકખાન, ઝીયા ખના અને ઇફ્તિખર ખાના છે. બધા રૂમમાં આઠ અલગ રંગ થીમ્સ છે અને દરેક પાસે અલગ પ્રવેશ છે. યુરોપીય શૈલીના બે ટાવરોમાં ટાઇલની છત છે, જેમાં બે ગ્રાન્ડ ગુજરાતી-શૈલીના લાકડાની જુરોખા છે જે બાહ્ય કૌંસમાં બહારથી પણ દેખાય છે.ટાવર રૂમને સિરજ ખાના તરીકે મર્જ કરવામાં આવ્યાં છે, જે પરંપરાગત શૈલીમાં શણગારવામાં આવ્યા છે જેમાં દિવનની તખ્ત (સીટ) અને મૌનમ પેટ્ટી (લેખન ડેસ્ક) મૂકવામાં આવે છે. આ સૌથી મોટું અને સૌથી મોંઘુ સુટ છે.
ચાલો આ હવેલીને બોલીવુડ સાથે જોડીએ તો અથિયા શેટ્ટી બોલિવૂડના પ્રસિદ્ધ એક્ટર સુનીલ શેટ્ટીની દિકરી છે. જોકે, અથિયાના નાના આઇ.એમ.કાદરી અમદાવાદી છે. હવે તેઓ મુંબઇમાં જ રહે છે, પણ અમદાવાદના રાયખડ ખાતે તેમનું બાળપણ વિત્યું.. છે અમદાવાદમાં જ રહીને લાંબી મુસાફરી કર્યા વગર જ હોટેલ અને જાહોજલાલીનો આનંદ તમે ઉઠાવી શકો છો.આઇ.એમ.કાદરીની રાયખડ વિસ્તારમાં એક સ્કૂલ પણ છે ‘રાહે ખૈર ગર્લ્સ હાઇસ્કૂલ’, જે ‘બેગમ એમ.બી.કાદરી ફાઉન્ડેશન’ દ્વારા સંચાલિત છે.. રાજવીઓની મુલાકાતે સાથે આ બંગલાની ઘણી સ્મૃતિઓ જોડાયેલી છે.બગીચા ની બાજુની રૂમમાં ટાંગેલ ફોટામાં ડૉ.રાધા કૃષ્ણનો ફોટો પણ છે.ભૌતિક સુવિધાઓથી ભરેલા મકાન સાથે અહી ઈતિહાસ જોડાયેલો છે સ્વચ્છ સુઘડ બંગલો એક વખતની જહોજલ્લીના ચાડી ખાય છે.દીવાલોના ઉખડી ગયેલા પોપડામાં સાથે રહેવાની એક જુદી મજા છે. ઘરનું સ્થાપત્ય કે બાંધણી પણ આકષર્ણ કરે….સમય સમયનું કામ કરે છે.રાયખડ, એમબી કાદરી માર્ગ પર આવેલી  ‘લિવિંગ લેજેન્ડ’ જેવી હવેલીમાં ઈતિહાસ સાચવી પરિવર્તન આવવા માંડ્યા છે..જે માણવા જેવા ખરા . .
પ્રજ્ઞાજી –
 અવલોકન 
શા માટે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ, યુદ્દો, ગુલામી, આઝાદી માટેનાં સંઘર્ષો તથા આઝાદીની ગાથાઓ જાણવી તથા સમજવી જરૂરી છે ?
જે નથી અને કેવું હતું?  શા માટે વધુ જાણવાની ઉત્સુકતા માનવીમાં હોય છે ?
ઈતિહાસ —તપાસ,સંશોધન દ્વારા મેળવેલું જ્ઞાન”.ખંડેર માનવીની પ્રજ્ઞા ને જીવંત અને ગતિમય રાખે છે.
સાથે  “આત્મનિરક્ષણ  કરવું’પણ જરૂરી છે.

3 thoughts on “ફરતા ફરતા …

  1. kindly  visit kasturbhai  lalbhau  museum.

    From: “u0AACu0AC7u0AA0u0A95″ Bethak” To: girishchitalia@yahoo.com Sent: Friday, December 29, 2017 11:33 AM Subject: [New post] 8463 #yiv9645574141 a:hover {color:red;}#yiv9645574141 a {text-decoration:none;color:#0088cc;}#yiv9645574141 a.yiv9645574141primaryactionlink:link, #yiv9645574141 a.yiv9645574141primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv9645574141 a.yiv9645574141primaryactionlink:hover, #yiv9645574141 a.yiv9645574141primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv9645574141 WordPress.com | Pragnaji posted: “ગુજરાત આપણું  વતન ઘણી વાર ગઈ છું પણ આ વખતે ખાસ વિશેષ સફર કરી….હું અમદાવાદ આવી તો મારી નજર દરેક જગ્યાએ બોર્ડ માર્યા હતા તેની ઉપર ગઈ, લખ્યું હતું “અમદાવાદ ફર્સ્ટ વર્લ્ડ હેરીટેજ સીટી”  અમદાવાદ એ ભારતના તે ઔદ્યોગિક શહેરોમાંનું એક છે જ્યાં ભૂતકાળ અને વર્” | |

    Like

  2. અમદાવાદમાં જનમ્યા, ઉછર્યા પણ આ દિવાન બંગલા વિશે તો અજાણ જ રહ્યા.
    આજે ફરી એકવાર તમારી સાથે અમદાવાદમાં ફરવાનું ગમ્યું.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.