અવલોકન-૧૦ -ચાના કૂચા

    રોજ ચા બનાવવાની પ્રક્રિયાનો અંત આવે એટલે, ઝટપટ કૂચા કચરાપેટીમાં નાંખી, આદૂ અને ઈલાયચીની સોડમથી મઘમઘતી,ખુશબોદાર, ચા પીવા મન લાલાયિત હોય, એટલે કૂચા કદી ધ્યાન પર ના આવે.

     પણ, કોણ જાણે કેમ? બે દિ’થી એ કેડો જ નથી મુકતા.

 • ચાના કૂચા
 • બધો રસ કસ બીજા માટે સમર્પિત કરી, જાત નિચોવી નાંખનાર, મૂર્ખ મનેખ જેવા કૂચા
 • કચરાપેટી માટે જ લાયક 
 • સાવ નકામી ચીજનો પર્યાય વાચક શબ્દ

       પણ એનો ય એક જમાનો હતો! એ તો હરિયાળી અને ખુશનુમાથી છલકતી ટેકરીઓના ઢોળાવ પર પવનની લહેરીઓમાં લહેરાતા લીલાંછમ્મ પાન હતાં

गुज़र गया वो ज़माना

અને આજે એમની અવસ્થા આ છે…

tea4

        એમનો જીવન ક્રમ…

 • પોષક ક્ષારોથી તરબતર, પર્વતીય ધરાનો રસકસ ચૂસી મહેંકતાં થયેલાં પાન
 • સૂકાઈને પેકિંગમાં કેદ થયેલી ચાની પત્તી
 • ઉકળતા પાણીમાં ખદબદવાની મહા સજા
 • કચરાપેટીમાં વીતેલી તવારીખનાં રોદણાં રડતા કૂચા

પણ…

         કહે છે કે, ચાના કૂચા સુંદર ગુલાબના છોડનું માનીતું ખાતર બનાવે છે!

[ ચા ના કૂચાના ઉપયોગો વિશે એક સરસ લેખ આ રહ્યો – સાભાર શ્રી. સંજય પટેલ  ]

         આ એનું ભવિષ્ય?

tea5

           જે હોય તે…

           આપણું જીવન પણ આવું બને તો? સતત સેવાનો મઘમઘાટ.

ચાના કૂચા જેવું જીવન

 

2 thoughts on “અવલોકન-૧૦ -ચાના કૂચા

 1. “બધો રસ કસ બીજા માટે સમર્પિત કરી, જાત નિચોવી નાંખનાર, મૂર્ખ મનેખ જેવા કૂચા
  કચરાપેટી માટે જ લાયક”
  સુરેશભાઈ, આટલું ઉચ્ચ અને ગૂઢ ના લખો, કંઈક અમારા લેવલનું લખો. આ વાંચ્યા પછી તો મને એક ક્ષણ લાગ્યું કે તમે મારી વાત તો નથી કરતાને?

  Like

 2. ચાના કૂચાના નસીબમાં તો ગુલાબને સમૃદ્ધ કરવાનું લખાયું હશે
  પણ ચોતરફ સુગંધ ફેલાવતી ધૂપસળી તો અંતે રાખ થઈને ક્યાંય ફેંકાઈ જાય છે .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s