૧૩ – શબ્દના સથવારે – પટારો – કલ્પના રઘુ

પટારો

પટારો એટલે મોટી પેટી, પૈડાવાળો પટારો, પાણીની નીચે પાયો નાંખવા માટે વપરાતી લોઢાની જલાભેદ્ય પેટી. કચ્છી ભાષામાં તેને મજૂસ કહે છે. અંગ્રેજીમાં તેને બોક્સ, ચેસ્ટ કહેવાય છે. સામાન્યતઃ પટારો લાકડાનો બનેલો હોય છે. તેને ઉપરથી ખોલવામાં આવે છે. તેમાં ડ્રોવર તેમજ અંદરની બાજુ વિવિધ ખાના હોય છે. તેને લોખંડનાં કે બ્રાસનાં ચપલાઓથી મઢવામાં આવે છે. તેને નકૂચો હોય છે જેને મોટા તાળાથી બંધ કરવામાં આવે છે.

પટારો શબ્દ303-wooden-dometop-antique-trunk બોલતાં જ તેની ભવ્યતા, ગહનતા અને ગર્ભિતતા આંખ સામે આવે છે. પટારાની ચાવી ઘરના વડીલ બા-દાદા પાસે હોય છે. જે ઘરમાં પટારો હોય તે ઘરમાં વડીલોનો વાસ અને આશિર્વાદ હોય જ. એ ઘર પરંપરાને આધારે ચાલતું હોય છે. પટારો એ કુટુંબની ધરોહર છે. બા-દાદા ગુજરી જાય પછી પટારામાંથી જે દલ્લો મળે તે દરેક માટે વીલની ગરજ સારે છે. સૌ કૂતુહલથી પટારાને ખોલે અને કૌતુકનો અંત આવે. પટારામાં મૂકેલી એકએક વસ્તુની પોતાની વાર્તા હોય છે. આ વસ્તુઓ યાદોના રંગોથી રંગાયેલી હોય છે. પહેલાના જમાનામાં દરેક ઘરમાં પટારાનું અનોખુ સ્થાન રહેતું. પહેલાં સાસરે જતી દીકરીને પટારો આપવામાં આવતો. હવે ઓરડામાંથી આ પટારો દિવાનખાનાની શોભા માટેનું ફર્નીચર બની ગયો છે.

 

પટારાને વડીલો સાથે સરખાવતાં વિચાર આવે કે વડીલોની વાતોનાં પટારાના ખજાનામાં ફીલોસોફીકલ વાતો વધુ જોવા મળે. તેમના જીવનનાં અનુભવોને વાચા મળે. દાદા-દાદીની વાતો સાંભળવાની કેવી મજા આવે? ક્યારેક થાય કે લાવને પાછા બાળક બની જઇએ અને બા દાદાના પટારામાંથી વાર્તાઓ અને જોડકણાની મઝા માણીએ.

પટારાની પાછળ સંસ્કૃતિ અને લોકવાયકા સંક્ળાયેલી હોય છે. કેટકેટલા પ્રકારના પટારા હોય છે? જ્ઞાનનો પટારો, અનુભવોનો પટારો. સ્મરણોની ધૂળમાં દટાયેલી કડવી-મીઠી યાદોનો પટારો, ધનનો પટારો, રાહતનો પટારો, દાનનો પટારો, પેટનો પટારો અને આ બધા કરતાં માનવ મગજ, એ પણ એક જાદૂઇ પેટીજ છે ને? તેને કોઇ કળી શક્તુ નથી. તેમાં શું અને કેટલું ભરેલુ હોય તે કોઇ કહી શક્તું નથી. એક જીવતુ જાગતુ કોમ્પ્યુટર. ડીલીટ થયેલી વસ્તુ પણ ગમે ત્યારે પોપ-અપ થાય! ખૂબ ઓછી જગ્યામાં પોતાનું સમગ્ર વિશ્વ સમાય. ધન્ય છે આ માનવ મગજનાં પટારાને!.

મિત્રો, હું દર અઠવાડીયે મારા પટારામાંથી શબ્દ કાઢીને ભાષાની થાળીમાં અવનવા શબ્દોને મારી કલ્પનાથી સજાવીને આપને પીરસી રહી છું. જેનાં અલગ રૂપ, રંગ અને સ્વાદ છે. આપ તેને આપની મજૂસ, પટારામાં આપની કલ્પના અને ચેતનાશક્તિ મુજબ અલગ અલગ ખાનામાં ગોઠવી રહ્યાં છો. આ મજૂસ એક જાદૂઇ પટારો બની રહે એમાં જ પટારાની સાર્થકતા છે. તે માટે નવા વર્ષમાં સૌને શુભેચ્છા.

6 thoughts on “૧૩ – શબ્દના સથવારે – પટારો – કલ્પના રઘુ

 1. ” કેટકેટલા પ્રકારના પટારા હોય છે? જ્ઞાનનો પટારો, અનુભવોનો પટારો. સ્મરણોની ધૂળમાં દટાયેલી કડવી-મીઠી યાદોનો પટારો, ધનનો પટારો, રાહતનો પટારો, દાનનો પટારો, પેટનો પટારો અને આ બધા કરતાં માનવ મગજ, એ પણ એક જાદૂઇ પેટીજ છે ને? તેને કોઇ કળી શક્તુ નથી. તેમાં શું અને કેટલું ભરેલુ હોય તે કોઇ કહી શક્તું નથી. ”
  વાહ ! તમારા પટારામાંથી તો બીજા અનેક પટારા નીકળ્યા!!
  પટારા શબ્દને સરસ રીતે વિસ્તારીને એમાંથી ઘણી જાણવા જેવી વાતો રજૂ કરી.

  Like

 2. કલ્પનાબેન તમારા પટારામાંથી નીત નવું ,જાત જાતનું અને ભાત ભાતનું કંઈક ને નીકળતું જાય છે પટારામાં કેટલો ખજાનો ભરેલો છે ?
  બહુજ સરસ આલેખન કર્યું છે.

  Like

 3. આ પટારો ય કેવી અદભૂત ચીજ છે નહીં ?
  કહેવાય નિર્જીવ પણ કેટલી ય યાદોને જીવંત રાખે .
  પેઢીઓ ને એકમેક સાથે સાંકળી રાખે .

  Like

 4. AMRELI  no  ‘pataro’  taj mabal  hotel Mumbai,  was  shown  at the  main  gate.  one  more  feather  additional  of  your  book,  aabhindaanchitalias

  From: “u0AACu0AC7u0AA0u0A95″ Bethak” To: girishchitalia@yahoo.com Sent: Thursday, December 28, 2017 12:59 AM Subject: [New post] ૧૩ – શબ્દના સથવારે – પટારો – કલ્પના રઘુ #yiv3819066637 a:hover {color:red;}#yiv3819066637 a {text-decoration:none;color:#0088cc;}#yiv3819066637 a.yiv3819066637primaryactionlink:link, #yiv3819066637 a.yiv3819066637primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv3819066637 a.yiv3819066637primaryactionlink:hover, #yiv3819066637 a.yiv3819066637primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv3819066637 WordPress.com | Kalpana Raghu posted: “પટારોપટારો એટલે મોટી પેટી, પૈડાવાળો પટારો, પાણીની નીચે પાયો નાંખવા માટે વપરાતી લોઢાની જલાભેદ્ય પેટી. કચ્છી ભાષામાં તેને મજૂસ કહે છે. અંગ્રેજીમાં તેને બોક્સ, ચેસ્ટ કહેવાય છે. સામાન્યતઃ પટારો લાકડાનો બનેલો હોય છે. તેને ઉપરથી ખોલવામાં આવે છે. તેમાં ડ્રોવર ત” | |

  Like

 5. ભાષા માત્ર સંપર્કનો સેતુ નથી. …ભાષા એક પટારો…પટારા એ પુરવાર કર્યું ……

  Like

 6. પટારો એ કાઠી જ્ઞાતિનું ખાસ રાચરચિલા રૂપ સાધન છે. કોઇપણ કાઠી ઘર પટારા વિનાનું હોઇ શકે નહી. દરેક. દીકરીનાં લગ્ન પ્રસંગમાં પટારો તેને દાયજામાં અવશ્ય આપવામાં આવે છે. આ પટારાઓ સાદા અને પીતળથી મઢેલા. એમ બે પ્રકારનાં હોય છે. પટારાઓ પૈડાવાળા બનાવવામાં આવે છે. સામાન્ય રીતે સામાન્ય લોકોનાં પટારા આાંબા,. મહુડા અને સાજડનાં લાકડામાંથી બનતા…..પણ આપણી પાસે તો ભાષાનો પટારો છે…..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.