આ તહેવારોના દિવસોમાં અમારી પાડોશી કેરનને ઘેર હોલીડે પાર્ટીમાં જવાનું થયું. પંદર – સોળ સિનિયર સાથે રાજકારણ , સોસાયટી મેનેજમેન્ટ ઈકોનોમી ( અર્થ તંત્ર ) વગેરેની વાતો કરી , ખાઈ – પીને છૂટાં પડ્યાં.
પણ મારુ મન તો ઉડીને વર્ષો પહેલાનાં, દેશમાં ,અમારી સોસાયટીના એ દિવાળી , દશેરા , ધ્વજ વંદનના તહેવારોના સ્નેહમિલન દિવસોની યાદમાં ખોવાઈ ગયું. નાનાં મોટાં , અબાલ વૃદ્ધ , બધાં જ ભેગાં થાય. ત્યારે માઈક નહોતાં પણ નાનાં બાળકો પ્રાર્થના કરાવે , દોડાદોડી ને ઘાંટા ઘાંટી પણ થાય, જરા અવ્યવસ્થા ય ખરી ; પણ ત્રણ પેઢીનાં લોકો ભેગાં થાય.. સાથે તહેવારની ઉજવણી થાય. ઘરડાં ને જુવાનિયાઓ બધાં હોય એટલે રિસ્ટ્રિક્શન પણ ખરાં જ! તોયે બધાને એક બીજાની હૂંફ રહે . અને પાછું , અમારે નાનાં બાળકોએ વડીલોને પગે લાગવાનું ને આશીર્વાદ લેવાનાં!
પણ હવેની પેઢી આવા તેવા પ્રસંગોએ વિડીયો કોલ કે ફોન કૉલ કરે ! . મળવાનું થાય તોયે લિમિટેડ સમય માટે ! કારણકે હવે સમય બદલાયો છે . વાર – તહેવાર પ્રસંગોની ઉજવણીની રીત બદલાઈ છે.. નવી નવી ટેક્નોલોજી , અવનવાં માધ્યમ ને નવી રીતે તહેવારો ઉજવાય. સમયનું ચક્ર ફરતું જ રહે છે…પણ માણસ સામાજિક પ્રાણી હોવાથી પાયામાં સતત સહવાસ ઝંખે છે .. આમ તો ભગવાને પણ આ સૃષ્ટિની ઉત્તપત્તિ પોતાને એકલવાયું લાગ્યું એટલે જ “એકાકીના રમે તસ્માત સાવૈ દ્વિતીયમ ઇચ્છેત “ એમ આ સૃષ્ટિની રચના કરી ને?તો આપણને સૌને ” હૂંફ” ની જરૂર છે જ; કારણકે એ મનુષ્યની પ્રકૃતિ છે- એ આપણો સ્વભાવ છે! તેથી જ તો રોજ – બ – રોજના રૂટિન જીવનમાંથી આ તહેવારો દરમ્યાન પોતાનીપોતાની વ્યક્તિઓની હાજરી કે પોતાની વ્યક્તિઓની ગેરહાજરી વધારે તીવ્રતાથી અનુભવાતી હોય છે!
પણ બદલાતાં સમયના આ વહેણમાં આપણે પણ વહેવાનું તો છે જ ને? કારણ કે જગત એટલે જ જે ગતિ કરે છે તે ! જયારે ગતિ અટકી ત્યારે આપણું સ્ટેશન આવી ગયું !
તો કેવી રીતે ઊજવશું આ તહેવારો ?
પહેલાં જે ઘરે પ્રાર્થનાઓ થતી ,લાપસીનાં આંધણ મુકતાં , ત્યાં હવે મોલમાં હરવું ફરવું , શોપિંગ કરવું ને પિઝા ,ચાઈનીઝ ડીશ કે મેક્સિકન ટાકો આવી ગયાં ! સેલિબ્રેશનની રીત બદલાઈ. વડીલોનો રોલ પણ બદલાયો પણ તો સામે પહેલાં ચાર માઈલ હડી કાઢી દોડતું શરીર હવે કાં તો વ્હિલ ચેર કે વોકરની મદદથી ડગલું ભરે છે, ડાયાબિટીસને લીધે નબળું પડ્યું છે કે બ્લડપ્રેશરથી હાંફી રહે છે, એ પણ એક વાસ્તવિક હકીકત છે ને ?
મોતિયાના ઓપરેશન પછી યે આંખ ઓછું ભાળે છે, કાં તો કાનમાં ઓછું સંભળાય છે.. કાં આ શરીર કેડેથી નમવા લાગ્યું છે કે પગમાં જરા તકલીફ થવા માંડી છે..આ કે આવાં લિમિટેશન છતાં મન? એને તો એય નિજાનંદ રૂપમ શિવોહંમ શિવોહંમ! મન ઉપર ઉંમરની કોઈ અસર થતી નથી !અને એ જ તો ભગવાનની મનુષ્યને દેન છે! ત્યાંજ તો ભગવાને રમત મૂકી છે ! મનને શરીર સાથે કાંઈ લેવા દેવા નથી . એટલે એ ગમે ત્યારે ગમે ત્યાં પહોંચી જાય !
મન પતંગિયું ઉડતું પહોંચ્યું , અતિતને ટોડલિયે
હીંચયું, એ હિંડોળે જઈને દાદીમાને ખોળે! !
પણ એ કાંઈ હવે બધે જ શક્ય નથી. ( શા માટે? એ બીજો ચર્ચાનો વિષય ) સંયુક્ત કુટુંબો જેમાં દિકરા વહુ , દીકરી જમાઈ , તેમનાં સંતાનો અને અન્ય કુટુંબીજનો બધાં હળે મળે ને તહેવારોની ઉજવણી સાથે જ કરે એવું ન થાય ત્યારે પણ ભૂતકાળને વાગોળીને એકલાં બેસી રહેવાં કરતાં કાંઈક નવું વિચાર્યું હોય તો કેવું ?
વિભક્ત કુટુંબોમાં પણ ,સાવ એકલા રહેતા હોઈએ તો પણ, સંતાનો સાથે રહેતાં હોઈએ કે સિનિયર હોમમાં રહેતાં હોઈએ તો પણ ,તહેવારો દુઃખ કે ગ્લાનિ વિના શાંતિથી ઉજવી શકાય છે. જરૂર છે માત્ર મનને સમજાવવાની. આપણી પાડોશમાં રહેતા નેવું વર્ષના બૉબ કે બૅકીને દત્તક લીધેલ માં બાપ ગણીને કે પાડોશમાં સામે રહેતાં નાનાં બાળકોને ગ્રાન્ડચિલ્ડ્ર્ન ગણીને , બે મીઠા શબ્દો ને એકાદ ચોકલેટનું બોક્સ એ લોકોને ગિફ્ટમાં આપ્યાં હોય તો કેવું સારું ? બની શકે કે આપણાં કરતાંયે વધારે એ લોકોને એકલવાયું લાગતું હશે ! આ તહેવારોના દિવસમાં એ લોકોને કદાચ કોઈની વધારે ખોટ સાલતી હશે!આપણે આવું કાંઈક નવું વિચાર્યું હોય તો કેવું ?
આવું કેમ?
આપણે કાયમ જેનથી મળ્યું એની ફરિયાદ કરીને જે છે તેને માણતાં નથી ! આપણાં દાદા બા કે પેરેન્ટ્સને આવાં ઝાકઝમાળ મોલ , રોશની , ખાણી પીણી વગેરેનો લ્હાવો ક્યાં મળ્યાં તાં? જમાનો બદલાઈ ગયો છે તેમ કહીને નકારાત્મક વિચારોથી એ ક્ષણનું અવલોકન કરીએ છીએ ને પછી મનને મનાવી લઈએ છીએ ” હશે, ચાલો ચલાવી લઈશું , આપણે બીજું શું કરી શકીએ ?” અને મનને આધ્યાત્મિક વિચારો તરફ વાળવાં પ્રયત્ન કરીએ છીએ. જે સંત છે તેને માટે આ આધ્યાત્મિક એકાંત ઉચિત શક્ય માર્ગ છે. પણ સંત મુનિવર્યોનો એ કઠિન માર્ગ આપણ સામાન્ય જનને હતાશા ને નિરાશાથી ડિપ્રેશન માં પણ લઇ જઈ શકે. તો આપણે કાંઈ નવું સર્જનાત્મક વિચાર્યું હોય તો કેવું?
તહેવારોની ઉજવણી કરવાં જેમ પાડોશીઓને આપણું કુટુંબ બનાવીએ તેવી જ રીતે આપણાજ વડીલ વર્ગના મિત્રો જેઓ ઉપેક્ષિત હાલતમાં નર્સીંગહોમ કે સિનિયર હોમમાં એકલાં છે કે માંદા છે , કે નિરાશાથી ઘેરાયેલાં છે તેમને જીવનનું આંનદનું સંભારણું આપ્યું હોય તો કેવું?
આપણે ‘બીજા બધાં આમ કરેછે’કહીને ટીકા કરીએ છીએ, પણ આપણે કેમ કાંઈ નવું વિચરતાં નથી?
એવું કેમ?
‘જમાનો બદલાઈ ગયો છે ‘કહીને એક ખૂણામાં બેસી નસીબને દોષ આપીએ છીએ, પણ ઉભા થઈને કોઈ બીજી વ્યક્તિને મદદ કરવાં કષ્ટ લેતાં નથી!
આવું કેમ? માત્ર ફરિયાદો જ કરવી છે, સર્જનાત્મક સોલ્યુશન શોધવા નથી!
એવું કેમ?
ગીતાબેન બહુજ સરસ લેખ છે.
તેહેવારો એ પ્રેમ અને ખુશી આનંદનુ પ્રતિક છે , તે કોઈ પણ દેશના હોય નાના-મોટા સૌને આનંદ આપે છે, એક બીજાના પ્રેમનો અહેસાસ અને અનુભવ થાય છે. ઘર-પરિવાર અને સમાજની એકતા માટે તહેવારોની ઉજવણી ખુબજ અગત્યની છે. આપણે ભારતથી અમેરિકા આવ્યા. અહિયાંની રિતભાત અપનાવી, અહિયાંના દરેક તહેવાર પ્રેમથી ખુશી ખુશી ઉજવીએ છીએ.
હા તમારી વાત સાચી છે, સિનિયરહોમ અને નર્સિંગહોમમા રહેતા વ્યક્તિઓ પરિવારથી દુર છે માટે તેઓ નિરાશામાં ઘેરાયેલા હોય તેઓને પ્રેમ અને હુંફની ખુબજ જરૂર છે.
LikeLiked by 1 person
Thanks Hemaben ! સિનિયર વર્ગનો પ્રશ્ન આમ તો નવો નથી જ , પણ આ દેશમાં ઇમિગ્રન્ટ વડીલોને ઘણાં નવા પ્રશ્નો હોય છે . ૨૦૦૭ થી શિકાગોના નર્સીંગ હોમમાં જાઉં . શરૂઆતતો અનાયાસે – અકસ્માત જ થયેલી . પણ દર અઠવાડિયાની એ ( al most 9 years) મુલાકાતોએ ઘણાં પ્રશ્નો ઉભા કર્યા . મારુ પોતાનું દુઃખ ને ગ્લાનિ કોઈ અજાણ દસ બાર -દાદા બા -અંકલ આન્ટીને સકારાત્મક આશ્વાસન કરવા તરફ વળ્યું ! ( ક્યારેક વાર્તાઓ રૂપે લખાશે )
સિનિયર ઘરમાં રહેતાં કે કદાચ સંયુક્ત કુટુંબમાં રહેતાં વડીલ પણ sometimes ઉપેક્ષિત હોવાપણું અનુભવે છે.. પણ જયારે આપણે હકારાત્મક વિચાર અપનાવીએ છીએ ત્યારે એ નિરાશમાંથી પણ આશાનું કિરણ બહાર આવે છે. When we do some selfless act it boosts our mood and we feel good about !
Merry Christmas and Happy Holidays !
LikeLike
કોઈ એકલવાયા કે જરૂરિયાતમંદને જો થોડી ખુશહાલીની પળો
આપી શકીએ તો એ જ તહેવારની સાચી ઉજવણી .
ગીતાબેને ખુબ મહત્વની વાત કરી .
LikeLiked by 1 person
Thanks, Rajulben
LikeLike
ગીતાબેન આવું કેમ ?કહી તહેવારના મૂલ્યો આપ્યા લોકોમાં પ્રેમભાવ,સ્નેહ,સામાજિક સેવાઓના ભાવ તહેવાર આપે છે. તહેવાર એટલે ઉર્જા, સામુહિક ઉર્જા એક બીજામાંથી લેવાની …..તહેવારમાં આપણે સંસ્કૃતિનાં કેટલાંક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકીયે છીએ,અને વડીલોએ વિશિષ્ટ પ્રસંગો અને તેમનું મહત્વ સ્મરણમાં રાખી આગળ વધવું અને વિકસવું જરૂરી છે.સર્જનાત્મક સોલ્યુસન ગમ્યું …….હમણાં સફર દરમ્યાન એક વાત ગાઈડ પાસે થી શીખી …રૂમાલ આમ તો હળવો કહેવાય,, ગાંઠ બાંધો તો ભારે થાય અને એજ ગાંઠને છોડી દો તો ….હવામાં હળવો થઇ ફરફર ઉડે ને …..તહેવારો ગાંઠ છોડી આનંદ કરવા માટે છે…..
LikeLiked by 1 person
અરે વાહ પ્રજ્ઞાબેન , તમારી રૂમાલની વાત તો ગાંઠે બાંધવા જેવી છે ! Thank you for your encouraging words! Enjoy yr vacation..
LikeLike
બહુ સુંદર અને એકદમ સચોટ નિરક્ષણ અને નિરૂપણ પણ કર્યું છે.
LikeLiked by 1 person
Gitaben, khub saras vicharo kahya. Everybody should open up and think positively, then and then only can be helpful to others. Happy New Year to all the readers and Writers. Varshabhinandan- 2018.
LikeLiked by 1 person
Thanks Jayvantiben ! Happy New Year to you too.
LikeLike