અવલોકન -૯-કેલેન્ડર

     રોજ સવારે હું એને ખોલું છું; અને અદરથી બે ગોળી કાઢીને ગળી જાઉં છુંકેમ નવાઈ લાગી ને? હા! એમ જ છે. અહીં એને આમ તો પિલબોક્સ કહે છે.

પિલબોક્સ

       રવિવારથી શનિવાર સુધીના સાત ખાનાંરોજ લેવાની ગોળીઓ એમા મૂકી દઈએ, એટલે ગોળી લીધી તેનો હિસાબ સચવાઈ રહે. આથી એને હુ કેલેન્ડર કહું છું. પહેલાં આમાં બહુ ગોટાળો થઈ જતો હતો. લોહીના દબાણને મર્યાદામાં રાખવા લેવાની ગોળી લીધી કે નહીં; તે ઘણી વાર ભૂલાઈ જતું હતું. હવે આ કેલેન્ડર આવવાથી રાહત થઈ ગઈ છે.

       જાતજાતના કેલેન્ડરદિવાલ પર રાખવાનું મહિનાવાર કેલેન્ડર. રોજની તારીખ ફાડવાનું ડટ્ટા કેલેન્ડર. આખા વર્ષના બધા મહિના બતાવતું વાર્ષિક કેલેન્ડર. સૌથી સરસ તો કોમ્પ્યુટરનું કેલેન્ડર. એમાં આજની તારીખ તારવેલી જુદી દેખાઈ આવે. જોડે પાછી રૂપાળી ઘડિયાળ તો ખરી જ!

કોમ્પ્યુટરનું કેલેન્ડર

        કેલેન્ડરનો પ્રતાપ – વીતતા દિવસોની, મહિનાનોની, વર્ષોની ગણતરી હાથવગી કરી દે. રોજનો હિસાબ. ભૂત અને ભવિષ્યનો ચિતાર.

       રોબિન્સન ક્રુઝો યાદ આવી ગયો. એ બિચારો, વખાનો માર્યો અજાણ્યા ટાપુ પર એકલો આવી પડ્યો અને પહેલા કે બીજા દિવસે તેને વીતતા દિવસોનો હિસાબ રાખવાનું સૂઝ્યું. ઝાડ પર ચપ્પાથી કાપા પાડી, તેણે પોતાનું આગવું કેલેન્ડર બનાવી દીધું. સાત કાપે મોટો કાપો એટલે રવિવાર જુદો તરી આવે. મહિનો પૂરો થાય એટલે વળી વધારે લાબો કાપો. આમ એ જેટલા વર્ષ એ ટાપુ પર રહ્યો; તેની તારીખ, મહિનાની બધી વિગત તેણે સાચવી રાખી.

      અમેરિકા આવ્યો હતો; ત્યાર બાદ પહેલી વાર દેશમા પાછો ગયો હતો ત્યારની યાદ તાજી થઈ ગઈ. જૂની ડાયરીઓ કબાટમાં સાચવીને રાખી હતી. નકામી વસ્તુઓ કાઢી નાંખવાનું અભિયાન હાથ ધર્યુ હતું. તેના અંતર્ગત, આ ડાયરીઓ ફેંકી દેવા વિચાર હતો. એક વર્ષની એક ડાયરી. ઘણી બધી ભેગી કરેલી હતી. પાનાં ફેરવતાં વિતેલા ભૂતકાળમાં સરી ગયો.

     નાની નાની ઘટનાઓ. ઘણી બધી બિન જરૂરી બાબતોપણ અમૂકે તો યાદગાર ઘટનાઓની તવારિખ નજર સમક્ષ ખડી કરી દીધી. પ્રવાસો, મુલાકાતો, કરેલાં, નહીં કરેલાં, કરવાનાં કામોની વિગતો. વ્યથાઓ, સંઘર્ષો, ચિંતાઓ, યુદ્ધો, આશાઓ, ઉલ્લાસો, વિજયો, પ્રાપ્તિઓ, ઉપલબ્ધિઓ, નવા પરિચયો, તૂટેલા સંબંધો. વિતેલા આયખાનો દિવસવાર ચિતાર.

       કલાક, બે કલાક વિતી ગયા. હવે આ બધુ વ્યર્થ લાગતું હતું. એ હવે પ્રસ્તુત ન હતું. બધી ડાયરીઓ પત્નીની તાકીદ યાદ કરી ફગાવી દીધી. પસ્તી ભેગી કરી દીધીમનમા તુમૂલ યુધ્ધ જાગી ઊઠ્યું. જીવનની ઘટનાઓ જ્યારે ઘટતી હતી; ત્યારે કેટલો બધો મનનો કબજો લઈ લેતી હતી? સમગ્ર ચિત્તને ખળભળાવી દેવાની એમનામાં ગુંજાઈશ હતી. હવે તે બધીયે વહી ગયેલા પવનની કની અદ્રશ્ય થઈ ગઈ હતી. ડાયરી એની યાદ તાજી કરાવી ગઈ એ ડાયરીઓ હવે નષ્ટ થઈ ગઈ છે. બધો ભૂતકાળ ભૂંસી દીધો. હવે તો નિવૃત્ત થઈ ગયો છું.

નવી ડાયરી નથી રાખી.

હવે માત્ર વર્તમાનમા જીવવાની ટેવ પડવા માડી છે.

      હવે તો એ નષ્ટ કરેલી ડાયરીઓની વિગતોએ વધારી દીધેલા, લોહીના દબાણને સંયમિત કરવા લેવાની ગોળીઓનો હિસાબ રાખવા આ પિલ બોક્સ જ એક માત્ર જરૂરી કેલેન્ડર છે!

 

5 thoughts on “અવલોકન -૯-કેલેન્ડર

 1. સુરેશભાઈ ! ભૂતકાળમાં બનેલ બનાવો , વિચારો , આશા અરમાનો ઉપર જ તો ભવિષ્ય રચાતું હોય છે ! ..મારી અનેક ડાયરીઓમાંની એક ઉપર મેં માર્ક ટ્વાઈનનું એક વાક્ય લખ્યું છે: દરેક માણસ એક પ્રકારનું જીવન જીવવા ઈચ્છતો હોય છે પણ એનાથી કાંઈક જુદાજ પ્રકારનું જીવન જીવાઈ જતું હોય છે ! અને જયારે તે એ બન્નેની સરખામણી કરેછે ત્યારે જીવનની નમ્ર પળ સર્જાય છે..

  Like

 2. આજે પણ ડાયરીની ઉપયોગીતા તદ્દન નકારી તો ન શકાય. વધતી વય સાથે, યાદ શક્તિ ધટતી જાય ત્યારે અમુક વિગત પૂરી પાડવામાં ડાયરી ખૂબ જ ઉપયોગી થાય છે. આજે પણ હું એક નાની ખીસ્સા ડાયરી રાખું છું જેમાં મારા બધા કાર્ડસના નંબર, પાસપોર્ટની વિગત, કોમપ્યુટરના પાસવર્ડ વગેરે લખી રાખું છું. હા આ ડાયરીમાં હંમેશાં તારીખ મહત્વની નથી હોતી.

  Like

 3. સુરેશભાઈ સુંદર અવલોકન અને વિષય પણ બહુજ સરસ.
  કેલેન્ડરમાં જેમ દિવસો, અઠવાડિયું, મહિનો, વર્ષ હોય છે તેમ એક દિવસમાં સેકંડ, મિનિટ, કલાક હોય છે . આ એક દિવસી કેલેન્ડર પણ આપણી ઉંમરે પહોંચેલાઓ માટે ઘણુ જ અગત્યનુ છે.ઘડિયાળને કાંટે ચાલવાની ટેવ હોય માટે સવારે ઉઠવાથી માંડીને રાત્રે સુતા સુધી બધું જ ટાઈમ ટુ ટાઈમ ચાલતું હોય એમાં જો કોઈ કારણથી લંચ કે ડીનરનો ટાઈમ બદલાય, કે કોઈ દિવસ સુવામાં વહેલુ મોડુ થાય , રુટીનમાં ગરબડ થઈ તો શરીરમાં અનઈઝીનેસ ફીલ થાય. શરીર તરત જ બોલી ઉઠે.
  खेर, बहोत गई थोडी रह गई .

  Like

 4. Sureshbhai, khub j saras vishay che. I think everybody, must be keeping some sort of diary. Pill box is also very necessary item in our life at this stage. Khub Saras Avlokan. Abhinandan.

  Like

 5. ભૂતકાળને સાચવીને બેઠેલી ડાયરી અને ભવિષ્ય સૂચક કેલેન્ડરની વચ્ચે વર્તમાનનો તકાજો યાદ કરાવતા પીલ્સ બોક્સ …….
  એની વચ્ચે આપણે તાલમેલ જાળવીએ તો ભયોભયો .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.