૧૫-હકારાત્મક અભિગમ – સમીક્ષા-રાજુલ કૌશિક

Question: What is the best advice your mother ever gave you?

Answer By Jonathan Pettit

જ્હોનાથન પેટીટ નામથી તો આપણે સૌ સાવ અજાણ્યા છીએ .એ નામ આજ સુધી આપણા કાને પડ્યું પણ નહીં હોય શક્ય છે ભવિષ્યમાં પણ નહીં પડે. પરંતુ એમણે એમના જીવનની એક એવી મર્મ સ્પર્શી વાતનો ઉલ્લેખ કર્યો હતો એ આજે અહીં મુકુ છું.

એ કહે છે કે જ્યારે તેઓ દસ વર્ષની ઉંમરના હતા ત્યારે એમની માતાએ બનાવેલું અત્યંત ટેસ્ટી ખાવાનું મઝાથી ખાધું. ત્યાર બાદ એ એમની પ્લેટ સાફ કરતાં હતાં ત્યાં એમના માતાએ આવીને કહ્યું, “ સોરી દિકરા, આજે પણ ખાવાનું અત્યંત ખરાબ હતું નહીં?”

જ્હોનાથને આશ્ચર્ય અને આઘાત પામતા મા ને કહ્યુ, “ ના , ખાવાનું અત્યંત સ્વાદિષ્ટ હતું. મને ખરેખર ખુબ ભાવ્યું.”

“ ખરેખર ? હવે આશ્ચર્ય પામવાનો વારો એમની મા નો હતો. “ તું કાયમ કશું જ બોલ્યા વગર ચૂપચાપ ખાય છે. ક્યારેય કશું કહેતો નથી, મારું બનાવેલું ખાવાનું તને ભાવે છે એવું ક્યારેય તેં મને જણાવ્યું નથી એટલે મેં ધારી લીધું કે તને મારું બનાવેલું ખાવાનું નહીં ભાવતું હોય.”

“ ના મા, તું તો ખરેખર શ્રેષ્ઠ કૂક છું.”

“ તો તારે મને ક્યારેક તો જણાવવું જોઇતું હતું.” મા એ જવાબ આપ્યો. “ જ્યારે કોઇ તમારા માટે કશું સારું કરે ત્યારે તમારે એના માટે ક્યારેક તો ઉલ્લેખ કરવો જોઇએ, ક્યારેક તો  જો ક્યારેય પણ એના કરેલા કામની કદર નહીં થાય તો જાણે-અજાણે એનો કશું કરવાનો ઉત્સાહ ઓસરી જશે.

જ્હોનાથન કહે છે,  “એ વાત મને ખુબ સ્પર્શી ગઇ, મને એ શબ્દનું મૂલ્ય સમજાયું અને એ દિવસથી મહદ અંશે મેં દરેકનો આભાર માનવાનું શરૂ કર્યું. જ્યારે પણ કોઇએ કરેલી નાની અમસ્તી મદદ માટે મેં આભાર માનવાનું શરૂ કર્યું ત્યારથી એની મને એક આદત થઈ ગઈ અને એની મારા જીવનમાં જાણે જાદુઇ અસર થવા માંડી. હું લોકોને ગમવા માંડ્યો. લોકો મારી સાથે તાદાત્મય અનુભવવા લાગ્યા , મારી સાથે ખુલીને વાતો કરવા લાગ્યા.

એક દિવસ મારા હાઇસ્કૂલના વર્ષના અંતિમ દિવસો હતા ત્યારે હું ઘરે આવ્યો અને મેં એક મોટી ફ્રોઝન કેક ટેબલ પર જોઇ. આદતવશ હું બોલી ઉઠ્યો, “ થેન્ક્સ મોમ.”

“ એ હું નથી લાવી,” મા એ કહ્યું “ એ તારી સ્કૂલના બસ ડ્રાઇવર તરફથી છે.”

હાઇસ્કૂલના વર્ષો દરમ્યાન જ્યારે અમે બસમાંથી ઉતરતા ત્યારે એક માત્ર હું અને મારા સહોદર હતા જે કાયમ એમને થેન્ક્સ કહેતા. આ નાના અમસ્તા શબ્દોએ મારા જીવનમાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો. કદરની પણ કિંમત હોય છે. પ્રશંસાનો એક શબ્દ કેટલો શક્તિશાળી છે એ મને મારી  મા એ શિખવ્યું.

હવે આ આખી વાતને જરા અલગ રીતે જોઇએ. આપણે એવા કેટલા લોકોને જોયા હશે કે જેઓ પોતાની જાતને સારા ક્રિટિક –ટીકાકાર, પરિક્ષક, સમાલોચક કે વિવેચક કહેવડાવીને ગૌરવ અનુભવતા હશે પણ હું એક સારો પ્રશંસક છું એવું કહેતા જવલ્લે જ સાંભળ્યા હશે.

હા પણ સાથે એક વાત પણ એટલી જ સમજી લેવી જોઇએ કે પ્રશંસાના એ મીઠા શબ્દો માત્ર મધમાં બોળાયેલા કે કહેવા ખાતર કહેવાયેલા ન હોવો જોઇએ, એ દિલથી અનુભવેલા પણ હોવો જોઇએ.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

11 thoughts on “૧૫-હકારાત્મક અભિગમ – સમીક્ષા-રાજુલ કૌશિક

 1. આભાર માનવાનો એક શબ્દ Thank you
  કેટલો જાદુઈ શબ્દ છે, બોલનાર અને સાંભળનાર બંને
  પ્રસન્ન .

  સરસ !

  Liked by 1 person

 2. રાજુલબેન ,દિલખોલીને બીરદાવાની વાત ગમી …જ્યારે આપણે કોઈ વ્યક્તિની વિશિષ્ટ ગુણવત્તાનો આદર કરીએ છીએ ત્યારે સંબંધને જાળવતા અને આપણા વિકાસ માટે પાયો નાખીએ છીએ..તમે વ્યક્તિનો તેના ગુણોનો આદર કરો છો. ત્યારે એ વ્યક્તિ દ્વારા તેના ગુણો માંથી પ્રેરણા મેળવીએ છીએ. શારીરિકતાને પાર કરી… વ્યક્તિના આંતરિક ગુણો મેળવીએ છીએ..નકારાત્મકતા થી દુર થઇ હકારાત્મક વલણ સર્જે છે.આપણે આ બ્લોગની રચના પણ કલમને, વિચારને,બિરદાવા માટે જ કરી છે.આપના વિચારો ગમ્યા, વિષય અનુરૂપ છે અને લખાણ પ્રેરણા આપે છે.

  Liked by 1 person

 3. Pingback: ૧૫ – (હકારાત્મક અભિગમ) સમીક્ષા. | રાજુલનું મનોજગત

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s