આ દેશમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ક્રિસમસ એટલેકે નાતાલનો તહેવાર પૂર જોશમાં ઉજવાઈ રહ્યો છે ! સ્કૂલમાં બે અઠવાડિયાનું વેકેશન અને જાહેર ઓફિસોમાં અને બેંકમાં પણ ક્રિસમસની રાષ્ટ્રિય રજા ! જેનો જન્મદિવસ માત્ર ક્રિસ્ચન જ નહીં દુનિયા આખ્ખી ઉજવે અને જેમના જન્મદિવસથી આ ઈસ્વીસન સંવત શરૂ થઇ , કોણ છે આ જીસસ ક્રાઈસ્ટ? અને કૃષ્ણ અને ક્રિસ્ટ વચ્ચેના સામ્યનું શું છે ?
ભગવાન શ્રી કૃષ્ણ સાથે ક્રાઈસ્ટ ને શું લાગેવળગે ?
પણ એ સરખામણી કરવાનો વિચાર અનાયાસે જ આવ્યો’તો !
વર્ષો પહેલાં એક ક્રિસમસ પાર્ટીમાં અમારા એક મિત્રની દીકરીએ બાળક જીસસના જન્મ સ્થળનું મોડલ બનાવેલ. નાનકડાં એક ખોખામાં એણે તબેલો કે ઘેટાં બકરાં માટેનો વાડો બનાવેલ અને એક ટોપલામાં બાળક ઈશુ ખ્રિસ્તને બેસાડેલા ; એ જોઈને મને મથુરાથી ટોપલામાં ગોકુલ આવેલ બાળ કાનુડો યાદ આવી ગયો ! આ જીસસ ક્રાઈષ્ટ છે કે જશોદાનો કૃષ્ણ? ! માતા યશોદાના ઘરના વાડામાં ગાયોની ગમાણમાં જાણેકે રમતો કાનુડો!
કૃષ્ણ અને ક્રાઈસ્ટ બંને નામ પણ સરખાં છે ! મૂળ ગ્રીક ભાષામાં તો બનેનો અર્થ ” શ્યામમાંથી સુંદર ” એમ કાંઈક થાય છે! બંને અસામન્ય જગ્યાએ જન્મ્યા : એક જેલમાં , બીજાનો જન્મ મેન્જરમાં ( ઢોરને ખડ નાખવામાં આવે તેમાં ) અને બંનેના જન્મસમયે કાંઈક દિવ્ય સંકેત મળ્યો : એકમાં આકાશવાણી થઈ તો બીજામાં એંજલે આવીને કહ્યું ! વળી બંનેના જન્મ સમયના સંજોગો જુઓ ! મથુરાથી કૃષ્ણ ગોકુલ આવે છે!
તો જીસસ ક્રાઈષ્ટના જન્મ પહેલાં મેરી નઝારેથ રહેતી હતી અને જોસેફ સાથે લગ્ન કરવાની હોવાથી , એની નોંધણી કરાવવા એ લોકો ૬૫ માઈલ દૂર બેથ્લેહામ આવે છે. ત્યાં રહેવાની જગ્યા ના મળતાં છેવટે ઢોરોનાં વાડાની મેન્જર – જ્યાં ઘેટાં બકરાને ખાવાનું ખડ રાખવામાં આવે તેવી જગ્યાએ દુનિયાની આ મહાન વિભૂતિનો જન્મ થાય છે!
જન્મસ્થળ પણ જુઓ ! ક્રષ્ણના જન્મ પછી દૈવી રીતે જેલના દ્વાર ખુલી જાયછે અને મથુરાથી કૃષ્ણ ગોકુલ આવે છે!
તો જીસસ ક્રાઈષ્ટનો જન્મ થયો ત્યારે ત્રણ ભરવાડોએ આકાશમાં તેજસ્વી તારો જોયો ! (દૈવી રીતે )અને રોમન ઍમ્પરરને એની જાણ કરી ; રાજાને પેટમાં ધ્રાસ્કો પડ્યો પણ ડહાપણથી ત્રણ વાઈઝ મેનને એની તપાસ કરવા મોકલ્યા . અને બે વર્ષથી નાના બાળકોને મારી નાખવાનું કાવતરું ઘડ્યું . જોકે કૃષ્ણની જેમ આ ક્રાઈષ્ટ પણ બચી જાય છે ! રોમન સામ્રાજ્યના હાથમાંથી બચવું એ સહેલી વાત નહોતી જ- જેમ ભગવાન કૃષ્ણની જીવન કથામાં આવે છે તેમ !
આજથી અઢી હજાર વર્ષ પહેલાં ઈટાલીના એક શહેર રોમના રાજાએ ધીમે ધીમે એક પછી એક ગામ , શહેર અને આજુબાજુના દેશો જીતીને રોમન સામ્રાજ્યનો ફેલાવો કર્યો હતો . મેરી અને જોસેફ ઇજિપ્ત જતાં રહે છે. ત્યાર પછીના અમુક વર્ષો વિષે કોન્ટ્રવર્સી છે પણ જીસસ ત્રીસ વર્ષની ઉંમરે જેરૂસલમ પાછા આવે છે. અને ત્યાંથી પ્રેમ અને શાંતિનો ઉપદેશ આપે છે
(જોકે હજુ આજે પણ જેરૂસલમ શહેર માટે વિવાદ છે: મિડલ ઈસ્ટમાં મેડીટરેનીયન અને ડેડ સી વચ્ચે ડુંગરોથી ઘેરાયેલ આ શહેર ઇઝરાયલનું છે એ બાબત અશાંતિ પ્રવર્તે છે).પૂરાં બે હજાર વર્ષ પૂર્વે બનેલ યુરોપ – મિડલ ઇસ્ટ માં બનેલ ઐતિહાસિક આ ઘટનાઓ અને તેથીયે કાંઈક હજાર વર્ષ પૂર્વે ભારતમાં બનેલ આ પ્રસંગો ઉપર વિચારતાં થયું :
આવું કેમ ? આ સામ્યતાઓ ? પણ એ સમયે એવું બધું બનતું જ રહેતું . ગોવાળિયા હોય કે ભરવાડ , સામાન્ય પ્રજા સ્વપ્નમાં કાંઈ દેવદૂત કે ફરિસ્તાને જુએ , સારી વ્યકિત પર ખરાબ – તાકાતવાન આધિપત્ય જમાવે .. એને રહેંસી નાંખવા પ્રયત્ન કરે અને કોઈ દૈવી શક્તિથી એ બચી જાય ..
જો કે સારા અને ખરાબ – Good v/s evil – નો સંઘર્ષ હજારો વર્ષોથી થતો જ આવ્યો છે! જયારે સમાજમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી જાય ત્યારે ભગવાન પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા કોઈ પણ રીતે અવતાર લે છે!
પણ સમાજના ઉત્થાન માટે જેમણે પોતાનું જીવન ખર્ચી દીધું તે મહાન વિભૂતિઓની કદર તેમની હયાતીમાં ભાગ્યે જ થતી હોય છે!
એવુ કેમ?
એમને તો આ નિસ્વાર્થ પ્રેમનો શાંતિ સંદેશો ફેલાવીને છેવટે તો કાં તો યાદવાસ્થળીમાં વીંધાઈ જવાનું હોય છે ને કાં તો વધસ્થંભ ઉપર જ વધેરાઈ જવાનું હોય છે!
સોક્રેટિસ જેવાને ઝેરનો પ્યાલો પીવો પડે છે તો ગાંધીજીને, ગોળીએ વીંધાઈ જવું પડે છે! પ્રેમ અને શાંતિના આ ચાહકો મૃત્યુ પછી અમરત્વને પામે છે ; પણ જીવતાં હોયછે ત્યારે ? ત્યારે તેમની અવહેલના અને ઉપેક્ષા ?
એવું કેમ?
જેઓ નિઃશ્વાર્થ ભાવે વિશ્વને પ્રેમ અને કરુણા , ભાઈચારો અને સમભાવનો સંદેશો આપવામાં જીવન ન્યોચ્છાવર કરી દે એમને આજે બે હજાર વર્ષ પછી પણ દુનિયા ઈશુ ખ્રિસ્ત ને યાદ કરે છે, કદાચ ચાર હજાર વર્ષ પૂર્વે જન્મેલા કૃષ્ણને ” કૃષ્ણમ વન્દે જગતગુરું” કહીને પૂજીએ છીએ છીએ! પણ જીવનની વિદાયની આ કેવી વિચિત્ર રીત ?
એવું કેમ?
આમ તો ઈસ્વીસન સંવત ઈશુ ખ્રિસ્તના જન્મ દિનથી શરૂ થઈ , પણ પહેલા સો વર્ષ તો એ ભુલાઈ જ ગયા હતા અને વર્ષની ગણતરીની શરૂઆત પછી ખબર પડી કે સાચી જન્મતારીખ એક અઠવાડિયું વહેલી છે , એટલે આગલા વર્ષની પચ્ચીસમી ડિસેમ્બર એ એમનો જન્મદિન એમ ઉજવણી શરૂ થઈ! ઇશુના જન્મ પૂર્વેની છઠ્ઠી સદી સુધીનો ઇતિહાસ જોવા મળે છે!
આવી આ મહાન વિભૂતિ, અને જીવતેજીવ એની કેટલી ઉપેક્ષા ! કેટલું દર્દ ? કેટ કેટલું દુઃખ ?
હે ભગવાન , એવું કેમ?
ગીતાબેન
જીસસ અને કૄષ્ણના જીવનની અંદર જે પ્રસંગોની ઘટના ઘટી હતી , બંને વચ્ચે જે સમાનતા છે તેનુ ખુબજ સુંદર રીતે આલેખન કર્યું છે. વારંવાર વાંચવો ગમે એવો લેખ છે.
LikeLiked by 1 person
થેંક્યુ હેમાબેન ! કૃષ્ણ અને ક્રિસ્ટ વચ્ચે કઈ પણ સામ્ય હોય એ મને કલ્પના પણ નહોતી પણ પછી મને ખબર પડી જયારે માત્ર જીજ્ઞાશા વૃત્તિથી ( અને ઘરની સામે જ ચર્ચ અને કેથલિક સ્કૂલ હતાં તેથી બાઇબલનો અભ્યાસ કર્યો ) પછી ખબર પડી કે એ વિષય પર તો અનેક સંશોધન લેખ અને ડાક્યૂમેંટ્રી મુવી થયાં છે !
એક તર્ક એ પણ છે કે જીસસ ઇજિપ્તથી ભારતમાં ગયા હતા .. ત્યાં યોગ વગેરે જાણ્યું ..
આપણે તો સાહિત્યની વાત કરીએ છીએ : ઇતિહાસની નહીં .. એટલે “એવું કેમ ?” માં બસ આટલું વિચાર બીજ જ પૂરતું ! Thanks for your encouraging words!
LikeLiked by 1 person
ગીતાબેન,ખૂબ રસપ્રદ ,માહિતીસભર આપનો લેખ છે.વાંચવાની મજા આવી.ગાંધીજી,સોક્રેટિસ,ઇશુખ્રિસ્ત,કે શ્રી કૃષ્ણ દરેકનું જીવન સંદેશ હતો! દરેકના જીવનમાં માત્ર સહન કરવાનું હતું.પરિવારમાં પણ આજ બનતું હોય છે.આવી વ્યક્તિઓને તેના મૃત્યુ બાદજ દુનિયા યાદ કરે છે.આ પ્રશ્નનો કોઈજ જવાબ ના હોય.કોઈ ચોક્કસ કામ માટે આવા દૈવી જીવોનું પૃથ્વી પર અવતરણ થાય,કૈક જીવોના ઉદ્ધાર કરે,પોતે કષ્ટ ભોગવે.અને નિર્વાણ થાય.આવીજ કોઈ વ્યક્તિની આ કળીયુગમાં રાહ જોવાઈ રહી છે!!!
LikeLiked by 1 person
કલ્પનાબેન ! So true !કોઈએ કહ્યું છેને કે કુટુંબને ભેગું રાખવા ટાંકણીની જેમ રહેવું પડે : કોઈ જશ ના આપે ! પણ ટાંકણીના ગયા બાદ બધાં કાગળ ઉડીને વેર વિખેર થઇ જાય ત્યારે બધાને યાદ આવે કે ટાંકણીનું કામ કેવું મહત્વનું હતું !
LikeLike
ગીતાબેન,
આવું કેમ ?ના દરેક વૈવિધ્ય સભર લેખ વાંચવા ની ખૂબ મઝા આવે છે. કૃષ્ણ ની સરખામણી જિસસ સાથે તમે આગવી વિચારસરણી થી કરી છે.
LikeLiked by 1 person
Thanks , Jigishaben .
LikeLike
ગીતાબેન આવું કેમ ? જે પ્રશ્ન તમને ઉદ્ભવે છે એ જીજ્ઞાશા જ તમને જ્ઞાન આપે છે. અને તમે અમને સમૃદ્ધ કરો છો.
આજના વૈજ્ઞાનિક યુગમાં યુવાન પેઢીને દરેક વાતે ‘આવું કેમ ?’ અથવા ‘આમ શા માટે ?’ પ્રશ્ન થાય છે.આપ પાસે પ્રશ્ન છે.પણ પ્રશ્ન અમને વિચાર કરતા કરે છે ?તમારો વિરોધ કરવો હોય તો પણ વિચારવું પડે છે. વાહ માજા પડી ગઈ.જીજ્ઞાશા માનવ સહજ સ્વભાવ છે.જે જ્ઞાન પ્રાપ્ત કરવા જરૂરી છે.
LikeLike
Very nice article!Right time that we know something new!
LikeLike
ગીતાબેન ,
ક્રિષ્ન અને ક્રાઈસ્ટ વચ્ચે અદભૂત સામ્યની ખુબ સરસ વાત .
LikeLiked by 1 person