1૨-વાંચના-થેંક યુ પપ્પા-દીપલ પટેલ

 

Image result for થેંક્યું પપ્પા

DECEMBER 9, 2017 ~ DIPAL018
હમણાં પ્રતાપકાકાને મળવા એમના ઘરે ગઈ હતી. ખુબ વાતો કરી અને મજા કરી. મને ઘરે જતા એમની કાયમની ટેવ મુજબ થેલી ભરીને પુસ્તકો આપ્યા. 🙂 મનીષાબહેને મને ભાર દઈને કીધું કે સૌથી પહેલા થેંકયુ પપ્પા પુસ્તક વાંચજે તને ખુબ જ ગમશે. ઘરે આવી અને સાંજે પહેલા ૨ પ્રકરણ વાંચ્યા. એકદમ દિલ ખોલીને રડી છું 🙂
પુસ્તક વિષે પહેલા વાત કરું.

Image result for થેંક્યું પપ્પા
સંપાદન : અમીષા શાહ, સંજય વૈદ્ય
કીમત: ૩00 રૂ
પાન : ૨૪૬

પ્રસ્તુત પુસ્તકમાં નદી જેવી દીકરીઓએ પોતાના પપ્પા-ડેડી-બાપુ-અબ્બા-બાબા વિષે પોતાની લાગણીઓ શબ્દરૂપે વ્યક્ત કરી છે. આ પુસ્તકમાં ભારત અને વિદેશમાં નામના મેળવી ચુકેલી અનેક સ્ત્રીઓએ એમના પિતા ઉપર લખેલા લેખો છે. અમુક ગુજરાતી ભાષામાં ન હોવાથી એનું ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. અમુક અત્યારે હયાત ન હોય એવા બાપ-દીકરીની વાતો એમના જુના પત્રો, પુસ્તકો અને ઘણા લાંબા સંશોધન પછી લખવામાં આવ્યા છે. એક એક લેખ એટલી અદ્ભુત રીતે લખાયો છે કે વાત ના પૂછો. કઈ વાત અહી લખું અને કઈ નહિ એમાં મૂંઝવણ થાય છે.

આ પુસ્તકમાં ગુજરાતી અને ભારતભરની, જે શ્રેષ્ઠતર 46 દીકરીઓએ પોતાના પિતા વિશે કલમ ચલાવી છે, એમાં વર્ષા અડાલજા, ઈલા આરબ મહેતા, હિમાંશી શેલત, શરીફા વીજળીવાલા, અદિતિ દેસાઈ, વંદના પાઠક, પુરબી જોશી, રિવા બક્ષી, રીના મહેતા, કાજલ ઓઝા-વૈદ્ય, અમીષા શાહ, મનીષા મનીષ, રાજુલ મહેતા, મેઘના ગુલઝાર, નંદીતા દાસ, દિપ્તી નવલ, શબાના આઝમી, નિશા દકુણીયા સહિત ઈન્દિરા ગાંધી, બેનઝીર ભુટ્ટો અને મણીબહેન પટેલના લેખો અહીં સંગ્રહાયેલા છે.

દીકરીઓએ પોતાના પિતા વિશે લખેલા લાગણીસભર લેખો-પત્રોનો અને આંખને ભીંજવી નાખે એવા સુંદર અને મનનીય નિબંધોનો સમાવેશ કરતું આ એક અદ્દભુત પુસ્તક છે. હું દીકરી છું એટલે કદાચ આ પુસ્તકની તમામ વાતો મને વધારે સ્પર્શી હોય એમ ચોક્કસ બની શકે પણ તમે વાંચશો પછી અનુભવશો કે મે આમાં સહેજ પણ અતિશયોક્તિ નથી કરી.

કેવા સંજોગોમાં અને કેટલી વ્યસ્તતા વચ્ચે આ પપ્પા-ડેડી-બાપુ-અબ્બા-બાબાઓએ એમની દીકરીઓને જીવતા શીખવ્યું છે મને તો એ વાંંચીનેજ આશ્ચર્ય થયું! કેળવણીની કેટલી નાની વસ્તુઓને પપ્પાઓએ જીવીને શીખવાડી. દરેક ઘરના અલગ નિયમો, બાળ ઉછેરના દરેકના અલગ અલગ કાયદાઓ, પ્રેમ કરવાની અલગ રીતો, અલગ આર્થિક સ્થિતિ, વ્યસ્તતા સાથે પણ અદ્ભુત સિંચન કર્યું છે દીકરીઓનું.

આમ તો દરેક લેખની પોતાની આગવી વિશેષતા છે એટલે પહેલેથી જ માફી માંગું છું કે મે અહી અમુક લેખની મને ખાસ સ્પર્શી ગઈ હોય એ બાબતો અહી ટાંકી છે. પણ આ પુસ્તકમાંથી પસાર થવું જ રહ્યું!

MVIMG_20171209_001303.jpg
અમીષા શાહ (પિતા: ગુણવંત શાહ)
MVIMG_20171209_001748.jpg
મનીષા પંડ્યા (પિતા: પ્રતાપ પંડ્યા)
MVIMG_20171209_001835.jpg
મેઘના ગુલઝાર (પિતા: ગુલઝારસા’બ)
MVIMG_20171209_002737.jpg
મિતાલી દલાલ (પિતા: સુરેશ દલાલ)
MVIMG_20171209_002826.jpg
નંદીની ત્રિવેદી (પિતા: જયંત પંડ્યા)
MVIMG_20171209_002856.jpg
નંદિતા દાસ (પિતા: જતીન દાસ)
MVIMG_20171209_004322.jpg
રીવા બક્ષી (પિતા: ચંદ્રકાંત બક્ષી)

ભાગ્યેશ જહા પર એમની દીકરી પ્રાર્થના જહાએ લખેલો લેખ મને ઓનલાઈન મળ્યો જેની લીંક અહી ટપકાઉ છું – http://archive.readgujarati.in/sahitya/?p=769

ગમે ત્યાંથી મેળવીને પણ આ પુસ્તક વાંચી જાઓ. પ્રસ્તાવનામાં સંપાદકોએ ખુબ સુંદર વાત નોંધી છે કે “આ પુસ્તક વાંચીને, તમે જો દીકરી હશો તો આ પુસ્તકમાં ક્યાંકને ક્યાંક પોતાની જાતને વ્યક્ત થતી જરૂર ભાળશો. તમે દીકરીના પિતા હશો તો વાંચતા વાંચતા ક્યાંક તમારી આંખનો ખૂણો જરૂર ભીંજાશે, તમને તમારી શકુંતલા જરૂર યાદ આવશે અને તમે માત્ર દીકરાના બાપ હશો તો તમને મનમાં ચોક્કસ થશે , ‘કાશ, મારે પણ એક દીકરી હોત..’”

ખરેખર, પ્રસંગોમાં ભેટ આપવા જેવું અને વસાવવા જેવું આ સુંદર પુસ્તક તમામ પુસ્તક કેન્દ્રો પર ઉપલબ્ધ છે તેમજ આ માટે આપ સંપાદક – અમીષા શાહ, ફોન +91 265 2483847 અથવા sampark97@yahoo.com પર પણ સંપર્ક કરી શકો છો.é

4 thoughts on “1૨-વાંચના-થેંક યુ પપ્પા-દીપલ પટેલ

  1. એક બાપ તરીકે એ પુસ્તક વાંચવું જ રહ્યું .
    અમારે ૧૦ કે ૧૧ મા ધોરણમાં હિન્દીમાં ભણવામાં આવતી વાર્તા ‘बापका दिल’ યાદ આવી ગઈ. મા ના પ્રેમ વિશે તો અઢળક લખાયું છે. અને એ ન લખાયું હોત તો પણ માના પ્રેમથી ચઢિયાતો પ્રેમ ન જ હોઈ શકે. પ્ણ બાપના પ્રેમને પણ આમ બીરદાવાય તે ગમ્યું.
    જો કે, સાચા પ્રેમમાં કોઈ સરખામણી હોતી નથી.

    Like

  2. દીપલ,તે ‘થેંક યુ પપ્પા ‘પુસ્તક વિષે ટૂંકમાં સરસ માહિતી આપી છે.મારે દીકરી નથી પણ હું મારા પપ્પાની દીકરી છું.આ વાંચીને મને એમ થાય કે,દીકરીનો પિતા માટેનો પ્રેમ ગરીબ હોય કે તવંગર સરખોજ રહેવાનો.હા,દીકરીના ઉછેર માટે પિતા તરફથી તે કહ્યું તેમ ચોક્કસ અલગ અલગ રીતો જોવા મળે.સ્વાભાવિક છે.પરંતુ બંને પક્ષે પ્રેમ તો એટલોજ રહેવાનો.કહેવાય છેને કે માને દીકરો અને પિતાને દીકરી વહાલી હોય છે.માટેજ દિવસમાં એક વખત તો પિતાની હયાતી ના હોય તો પણ દીકરીનું હૈયું બોલી ઉઠશે….’થેંક યુ પપ્પા’

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.