મારી ડાયરીના પાના -૧૯,૨૦,૨૧,૨૨.-ધનંજય સુરતી

19-ઘરે સારવાર

મોટાઈ માટે  ઘરે તેમનો ખાટલો તૈયાર હતો. ખટલો ઉપર માળે હતો. ત્યાં લઇ જઈ સુવાડ્યા. બાજુમાં ટેબલ પર દવાઓ ગોઠવી અને પાણીનો ગ્લાસ મુક્યો. જમવામાં સોફ્ટ સ્પગેટી પાસ્તા સૂપ વગેરે વારાફરતી કોશિશ કરતા. અમારા દૂરના સગા DR નવનીતલાલ ના દીકરા બાબુભાઈ ડોક્ટર મોટાઈ ની ડૉક્ટરી તપાસ નિયમિત કરતા. તેઓ સ્વભાવે સેવાભાવી હતા હવે ઓપરેશન ઘા રુઝાઈ ગયો હતો પણ ખાવાનું ઊતરવાની તકલીફ ગઈ ન હતી. એક રૂટીન ચેક વખતે ડોક્ટરે જણાવ્યું કે કીમો થેરાપી લેવી પડશે. તેને માટે નિયમિત ટાટા હોસ્પિટલ જવું પડે. મોટાઈ ની સ્થિતિ ટ્રેન માં જવાની નહોતી. મગનમાંમાં એ જાણ્યું કે કે દર બે ત્રણ દિવસે ટાટા હોસ્પિટલ લઇ જવા પડે છે. તેમણે બા ને તેમના દાદર નિવાસસ્થાને મોટાઈ ને ખસેડવા કહ્યું. મોટાઈ ની સંમતી થી ત્યાં લઇ ગયા. મગનમાંમાં બાના માસિયાઈ ભાઈ થતા. તેમણે આગલો રૂમ મોટાઇ માટે કાઢી બાકી ના રૂમમાં સાકડ્મોકડ રહી લેતા. પણ કોઈ જાતનો ઉચાટ નહિ. રોજ દુકાને થી આવી મોટાઈ સાથે બેસતા. મોટાઈ ને બા પ્રોત્સાહિત થાય તેવી વાત કરતા. આવા પ્રેમાળ માણસો આજે મળવા મુશ્કેલ છે. કેટલીક કીમો થેરાપી લીધા પછી શરીર સુધરવાને બદલે સુકાવા માંડ્યું. શરીરમાં લોહી ઓછુ થઇ ગયું, કાયા હાડપીંજર સમી થઇ ગઈ. બાબુ દાક્તરે લોહી ચઢવાની સૂચના આપી. લોહી ક્યાંથી લાવવું તે સવાલ થઇ ગયો. બાબુ ડોક્ટર ટી બી હોસ્પિટલમાં કામ કરતા ત્યાંથી પૈસા ભરી લોહી લાવવા નું નક્કી કર્યું.  તે માટે હું વહેલી સવારે અંધારામાં ટ્રેન પકડી એલ્ફિસ્ટન પહોચ્યો.પાછળની બારી ખટખટાવી. બારી ઉઘાડી અને બાટલી મને મળી. મેં બાટલી થેલી માં સરકાવી ઝડપથી ચાલવા માંડ્યું થોડું ચાલ્યો હોઈશ ત્યાં પોલીસે રોક્યો. ઘડી ભર ભયભીત થઇ ગયો. અંદર કા ચીજ નિકા લો ઔર ક્યાં હૈ વો દિખાવ. મેં બાટલી કાઢી બતાવી. એણે અજવાળામાં લઇ જઈ જોઈ. પૂછ્યું કે એ ક્યાં હૈ ?મેં કહ્યું કે બીમાર દર્દી કે લિયે લહુ હૈ દારૂ નહિ. મને કહ્યું ઠીક જાવ. હું ઝડપ ભેર ટ્રેન પકડી પાર્લા આવ્યો. ઘરે પહોંચતાં ઠીક અજવાળું થઇ ગયું. નાહી પરવારી હું જોગસ્વરી મોટાઈ ના ટાટા મેલ નર્સ ને ઘરે પહોંચી ગયો. તેનું ઘર જોગેશ્વરી ની ઝૂપડ પટ્ટીમાં હતું. તેને ટાઇમ આપી ઘરે બોલાવ્યો. બાબુ ડોક્ટર ના સુપવીઝન નીચે નર્સે લોહી ચડાવ્યું. ઈશ્વર કૃપા થી કોઈ મોટી તકલીફ થઇ નહિ. આમ ત્રણ થી ચાર વાર ઘરે લોહી ચડાવ્યું હતું. મેલ નર્સ તે વખતે વિઝિટ ના ત્રીશ રૂપિયા લેતો. બધી સારવાર કરતા પણ ખાવાની તકલીફ ઓછી થતી નહિ. આથી ટાટાના ડોક્ટર બોર્જીસે કહ્યું કે નાનું ઓપરેશન કરવું પડશે. તે માટે દિવસ નક્કી થયો ને. મોટાઈ નું બીજું ઓપરેશન થયું. બીજા ઓપરેશન થી પેટમાં કાણું પાડી ટ્યૂબ મૂકી. દર થોડા વખતે ગરણી વડે દૂધ જ્યુસ વગેરે પ્રવાહી ખોરાક આપવાના. આનાથી થોડી રાહત જરૂર થઇ. પણ રોજ તેને ડ્રેસિંગ કરવું પડે. આમ સારવારમાં સમય જતો. ટાઇમ મળે ત્યારે પરીક્ષાનું વાંચતો. મેં સમયના અભાવે ફક્ત લો ગ્રુપ આપવાનું નક્કી કર્યું હતું અને તે પ્રમાણે વાંચતો.

20-પરીક્ષા

મારી પરીક્ષા નવેમ્બેરમાં હતી. મનુભાઈ અને મહેશની માર્ચમાં હતી. પણ મોટાઈ ને મારી અથવા બા ની સારવાર ફાવતી.રોજ રાતના પેથેડીન નું ઇન્જેકશન મારે આપવું પડતું સવારના પેટ ના કાણા નું ડ્રેસિંગ હું કરતો. શરુઆત માં મેલ નર્સ કરતો જેની પાસેથી હું શીખ્યો. હવે મોટાઈ ની કપાતે પગારની રજા સરુ થઇ હતી. એટલે પૈસા ઓછા આવતા તેમાંથી ઘર ખર્ચ દસ માણસનો તથા દવાદારૂ ના ખર્ચો માંડ નીકળતા. તે એકલા કમાનાર વ્યક્તિ હતા. મારી પરીક્ષા કઠીન હતી રિઝલ્ટ ફક્ત પાચ ટકા ભાગ્યે જ આવતું. તે જમાનામાં કોઈ ગાઈડન્સ હતી નહિ. કોઈ ટ્યુટોરીયલ નહિ. કઈ ચોપડીયો વાચવી તે પણ ખબર નહિ. દરેક પોતાની સુજ પ્રમાણે વાંચતું દરેક વિષય માં કોઈ સીમા નહિ. છોકરાઓ છેલા ત્રણ ચાર વરસના પેપર સોલ્વ કરતા. એ માટે વિશાલ વાચન અને સમયની ની જરૂર હતી. અને સમય ઓછો મળતો. આથી મેં પહેલા લો ગ્રુપ ની આપવી. તેમ નક્કી કર્યું. લો ગ્રુપ માં ચાર વિષય હતા. દિવસ ના સમય મળતો નહિ એટલે રાત ના મોડે સુધી વાંચતો. ક્યારેક બે ત્રણ વાગી જતા ને ટેબલ ખુરસી પરજ સુઈ જતો આખો દિવસ મોટાઈ ની સારવાર, લાવવા મુકવાના ધક્કા અને વિઝિટર ની કતાર ને લીધે થાકી જતો છતાં રાત્રે મોડે સુધી વાંચતો.  આખરે પરીક્ષા આવી ને જતી રહી. પૂરી થઇ એટલે થોડી રાહત અનુભવી. રોજ ના રૂટીનમાં બે મહિના વીતી ગયા ને રિઝલ્ટ નો દિવસ આવી ગયો. સવારે પરવારી ઉપર મોટાઈ સાથે બેઠો તો. કાર્પેટ પર બેસી પેપર ધ્યાન થી જોતો હતો. મોટાઈ ની નજર મારા પર પડી ને પૂછ્યું શું રિઝલ્ટ આવી ગયું ?મેં હા કહ્યું. તેમણે પેપર માગ્યું. મારો નંબર માંગ્યો ને જોયું. પણ નંબર નહોતો. તેમણે કહ્યું નપાસ થયો, મેં હ કારમાં ડોકું ધુણાવ્યું. તેમણે કહ્યું બહુ સ્ટ્રીક લાગે છે કારણ બહુજ ઓછા છોકરા પાસ થયા છે જીવનમાં પહેલી જ વાર તેમણે મને કહ્યું કે તારો કઈ વાંક નથી તારા સંજોગો જ વિપરીત હતા અને મને હિંમત આપીને કહ્યું નેક્સ્ટ ટાઇમ થોડી વધુ મેહનત કરજે. તે દિવસે સાંજે વિઝિટર ખુબજ આવ્યા ને બધા નપાસ ના સમાચાર જાણી નિરાશ થયા. મને ખુબજ દિલાસો ને સલાહ મળી. મોટાઈ ના દોસ્ત ઉમેદચંદ ખુબ નારાજ થયા. તે રાત્રે હું જામી પરવારી કેબિનમાં ગયો. અને ચોપડા વ્યવસ્થિત કર્યા ને વાંચવાનો આરંભ કર્યો. મોડી રાત સુધી વાંચી સૂઈ ગયો. સુતા પહેલા નિરાધાર કર્યો આર્ટિકલ પુરા થાય તે પહેલા પાસ થઇ જવું. હવે લાંબુ ભણવાનું પર વડે તેમ નથી.

બીજે દિવસે સવારના નાહી ધોઈ પરવારી મોટાઈ સાથે ઉપર હતો. તેમનું ડ્રેસિંગ કરી રહ્યો હતો ત્યારે બાજુ વાળા નો ઘાટી મધુ તેડવા આવ્યો કે તમારો ટેલીફોન છે. હું દોડી તેમને ત્યાં ગયો. ટેલીફોન મારા કલીગ માણેકલાલ નો હતો. તેમણે મને અભિનંદન આપી જણાવ્યું કે હું પાસ થઇ ગયો. ઓફિસ માં આવવા જણાવ્યું. સંદેશો પહેલા મજાક લાગી પણ તેમણે દાવાથી કહ્યું કે તેમની પાસે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા પેપર છે અને તમારું નામ તેમાં છે. મારી ખુશાલીનો પાર નહોતો. આ ખુશ ખબર મારા બીમાર બાપ ને આપી તેઓ પથારીમાં બેઠા થઇ ગયા અને ખુબજ ખુશ થયા મેં ખુલાસો કર્યો કે રોજની ધમાલ ને ટેન્શન માં ભૂલથી ખોટો નંબર યાદ રહી ગયો. અને તે નંબર નપાસ હતો. હું પાસ થયો તેથી આશા બંધાઈ કે હવે c.A થવાશે. અમારા બોસ હરિદાસને પણ થયું કે તેમની ફર્મ હોશિયાર છોકરા લે છે. હવે અમે ત્રણ આર્ટીકલ ક્લાર્ક થયા. હું સીનીઅર હતો. માણેકલાલ નંબર ટુ અને રવજીભાઈ નંબર થ્રી. રાજુભાઈ મારા સગપણે માસા થતા હતા. તેમના આર્ટિકલ હવે પુરા થઇ ગયા હતા. તેઓ તેમના દોસ્ત જીતેન્દ્ર સાથે તેમની પેટીમાં મૅનેજર થઇ ગયા. હવે અમારી ઓફિસ યુનિવર્સલ ઇન્સ્યોરન્સ માં થી પોદાર ચેંબર ગઈ હતી સમય પસાર થઇ રહ્યો હતો.મોટાઈની તબિયત માં કોઈ સુધારો થતો નહિ. પ્રવાહી રોજ પેટમાં ટ્યૂબ વાટે ઊતરતા તેથી રોજ પુરતી શકિત રેહતી. ધીરે ધીરે શરીર ગળાતું જતું હતું.

21.-અંતિમ ઘડી

ફાઇનલ C.A ની પરીક્ષા નજીક આવી રહી હતી. વાચવાનું સમય કાઢી ચાલુ હતું. મોટાઈ થી પેથડિન વગર સુવાતું નહિ. અને ડોક્ટર તેની ના પડતા. એક દિવસ પેથડિન ને બદલે ડી સ્ટીલ વોટર નું ઇન્જેકશન આપ્યું. અસર ના થઇ એટલે ચિડાઈ ગયા. તેમને ખાત્રી હતી કે આજે પેથેડીન આપ્યું નથી. બહુ જીદ ને લઈને છેવટે અમારે આપવું પડયું. જેમ દિવસો જતા ગયા તેમ તેમનું શરીર ક્ષીણ થતું ગયું. જીવંત હાડ પિંજર લાગતું. અમારા દુર ના સગાં ને શુભચિંતક જગમોહનદાસ ખબર કાઢવા આવ્યા ત્યારે જોઇને બહુ દિલગીર થયા. તેમણે વ્રજેશ્વરી વાળા મહારાજ ને બતાવવાનું સુચન કર્યું. મહારાજે દર્દી ને જોયા વગર જડી બુટ્ટી આપવાની ના કહી. આથી જગમોહનદાસે એક દિવસ નક્કી કરી તેમની ગાડી માં મહારજને લઇ આવ્યા. મહારાજે જોઈ પછી ધ્યાન કરી કહ્યું કશું કામ લાગે તેમ જણાતું નથી. ફક્ત સમય ની વાર છે પણ હું જડી બુટ્ટી ની દવા આપીશ તેનાથી રાહત જરૂર મળશે. પંદર દિવસ પછી દવા આશ્રમ પર થી લઇ જશો દવા બનાવી જમીનમાં ઝાડ નીચે પંદર દિવસ સુધી દાટવી પડશે. પંદર દિવસ પછી દવા આવી. પિતાની સાથે થોડી સ્ફ્રુતી આવી ને લાગ્યું કે ધીરે ધીરે સુધાર થશે. પણ આશા ઠગારી નીકળી. થોડા દિવસ પછી પાર્લાના ડોક્ટર અરવિંદ શાહ ને બોલાવવા પડ્યા. દવા તો કાંઈ અપાઈ તેમ ન હતું. પૂછપરછ કરી નાડી,હાર્ટ બિટ ને બ્લડપ્રેશર તપાસી સલાહ સુચન આપી જતા રહ્યા.

હવે પરિક્ષા ગણતરીના દિવસો માં શરુ થશે. એક બાજુ જીવન મરણની લડાઈ અને બીજી બાજુ પરીક્ષાનું પ્રેશર. જો હું પાસ ન થયો તો કુટુંબ નું ભવિષ્ય અંધકારમય. હવે મોટાઈ ની વગર પગારની રજા ચાલુ થઇ. આવક બંધ અને ખર્ચો ચાલુ. મનુ ભાઇ તથા મહેશનીઇન્ટર કોમર્સ ની પરીક્ષા હવે પતી ગઈ.મોટાઈના કેહવાથી તેઓને કોન્ટ્રાકટરને ત્યાં નોકરી મળી ગઈ. બહુ સ્ટ્રેસ અને થાક ને લઈને મહેશને લોહીની ઉલટી થઇ. કુટુંબ માટે એક વધુ ચિંતાનો વિષય થયો. ડોક્ટર પાટણકર ની સારવાર ને દવાથી ઠીક થઇ ગયું. એ મેં મહિનો હતો ને વરસ. 1957નું હતું. પરીક્ષા સરુ થઇ. મારે હવે એકજ ગ્રુપ ની બાકી હતી. તેથી ચાર દિવસ ચાલવાની હતી. મોટાઈ ની તબીયત બહુજ લથડી ગઈ હતી અને કઈ ઘડીએ અચાનક મૃત્યુ થાય તે કળવું મુશ્કેલ હતું. આ સંજોગોમાં પરીક્ષા ના ત્રણ દિવસ તો નીકળી ગયા. રોજ મને પૂછતાં પેપર કેવા ગયા ? હું હમેશાં સારા ગયા કહેતો. ત્રીજા દિવસની મધરાતે મારે કેબિનમાં થી વાંચવું પડતું મૂકી તેમની પાસે જવું પડ્યું તેમને ઉઘ આવતી નહિ. થોડું સુવે તો આરામ થાય. ચર્ચા વિચારણા પછી પેઠેડીનનું ઇન્જેકશન આપી હું કૅબિન માં આવી વાચવા બેઠો ને વાંચતા વાંચતા સૂઈ ગયો. સવારે ઊઠ્યો ને કેમ લાગે છે તે પૂછવા ઉપર ગયો. તેમણે મને કહ્યું કે હમણાં ને હમણાં ઘરની બહાર ચાલ્યો જા મારે તારું મોઢું નથી જોવું. આમ વિચિત્ર વર્તન જોઈ મને નવાઈ ને દુખ થયું. બા ને તેનો અમલ કરવા કહ્યું. હું પરિક્ષાનો સમાન લઇ નીકળી ગયો. ગાડી પકડી ચર્ચ ગેટ પહોંચ્યો. ટોઇલેટ રૂમમાં જઈ હાથ મોં ધોઈ સામે એશિયાટીક હોટેલમાં જઈ ચાહ પીધી. પણ કયા કારણ થી કાઢી મૂક્યો તે વિચાર મારો પીછો છોડતા નહિ. હું પરીક્ષા હોલ પર ગયો. કોઈ ત્યાં આવ્યું નહોતું. પરીક્ષા ને બે કલાક બાકી હતા. હોલ ખૂલ્યો નો તો તેથી હું પગથીયે બેસી વાંચતો હતો. આજે છેલો દિવસ હતો. ટાઇમ થયો એટલે પરીક્ષા હોલ ખૂલ્યો. આજનું પેપર ચાર કલાક નું હતું. પરીક્ષા ચાલુ થઇ. મેં પેપર લખવા નું સરુ કર્યું. એક પછી એક જવાબો લખતો ગયો. લગભગ કલાક બાકી હતો ત્યારે એકદમ પરસેવો છૂટ્યો અને ટ્વીલ નું પાટલૂન પણ ભીનું થઇ ગયું. મને કઈ ગરબડ ની શંકા મનમાં આવ્યા કરતી. હું ઊઠ્યો પેપર આપવા. મને નિરીક્ષક કે કહ્યું હજુ કલાક બાકી છે વિચારો, ચાહ કે સોડા માગવું ?.  પણ મેં કહ્યું મારો પેપર પૂરો થઇ ગયો મારે કશું વિચારવા નું નથી. હું ઝડપથી પેપર આપી બહાર નીકળી ગયો.

તરત ગાડી પકડી ઘરે ગયો. વિલેપાર્લે સ્ટેશન થી ઘરે જતો હતો ત્યાં મારો ભાઈ સામે મળ્યો. તે ડોક્ટરે લખી આપેલું ઇન્જંક્શન લેવા જતો હતો. મેં તેને હાલ પૂછ્યા તો એણે મને ઘરે જલ્દી પહોંચવા કહ્યું. મેં ઘરે પહોંચી પહેલા બા ને મોટાઈ ની તબિયત વિશે પૂછ્યું. તેણે જણાવ્યું કે સવારે લગભગ બાર વાગે બે ડોક્ટરને બોલવા પડ્યા. ડોક્ટર પાટણકર તથા અરવિંદ શાહ. ડોક્ટર એ નિદાન આપ્યું કે હવે બહુ સમય નથી ગમે તે વખતે આંખ મીંચાઈ જાય માટે છોકરાને પરીક્ષા માંથી પાછો બોલાવી દો. પરીક્ષા તો છ મહિના પછી પણ આપી શકશે પણ બાપ ને નહિ મળી શકે. આ વાક્ય સાંભળી મોટાઈ બોલ્યા ખબરદાર એવું કઈ કર્યો. એ આવે ત્યાં સુધી મને કાંઈ થવાનું નથી. એ છોકરા પર આખા ઘરનું ભાવી છે. બારણા બંધ કરાવી બધાને નજર આગળ ખુરશી પર બેસાડી દીધા ને ઉઠવાની મનાઈ કરી. હું સત્વર ઉપર ગયો ને તેમના ખાટલા સામે ઉભો. તેમણે મને ખુરસી ખેંચી બેસવા કહ્યું. મેં તે પ્રમાણે કર્યું ને બેઠો. મને પૂછ્યું કે પેપર કેવા ગયા. મેં જવાબ દીધો કે સારા ગયા. પછી તેમણે મારો હાથ પકડી કહ્યું. YOU WILL CERTAINLY PASS WHAT EVER THE PERCENTAGE OF RESULT MAY BE. THESE ARE MY BLESSINGS TO YOU.આટલું કહી મૃત્યુ સરણ થઇ ગયા. ડોક્ટરે તપાસી કનફર્મ કર્યું. આખું ઘર શોક માં ડૂબી ગયું. તે દિવસે રાત્રે કોઈ સુતું નહિ. ઘર આખું સગા સંબંધીઓ થી ઊભરાઈ ગયું.

22- અસ્થિ વિસર્જન

બીજે દિવસે અગ્નિ સંસ્કાર કર્યા. બોડી લઇ જતી વખતે બહુ રડારોળ થઇ. પડોશી ઓ ની આખો પણ ભીની થઇ.થોડાદિવસ ક્રિયાકાંડ માં ગયા. હવે ઇન્કમ તો કઈ હતી નહિ. અને મારી પરીક્ષા પત્યે બે દિવસ થયા હતા અને મારા આર્ટીકલ્સ છેક જુલાઈ માં પુરા થશે. ત્યાં સુધી રાહ જોવાની રહી. બધાની નજર મારા પર હતી. ઘરમાં સૌથી મારી નાની બેન ફક્ત પાચ વરસ ની હતી. બાકી ના બે થી ચાર વરસ ના તફાવત મોટા. હતા. આટલા મોટા ફેમિલીને ચલાવવા કોઈ સક્ષમ ન હતું. વણ માગી સલાહ લોકો બહુ આપતાં. બહુજ નિકટ ના સગાએ કહ્યું કે આ મુંબઈ માં રહેવું તમારે માટે અઘરું છે. અહીં કોઈ હેલ્પ કરે નહિ. માટે ભરૂચ ચાલ્યા જાવ. ત્યાં ભાડૂતને ખાલી કરાવી રેહજો. પણ મોટાઈ એ મને હોસ્પિટલના દિવસોમાં સલાહ આપી હતી. કે કોઈ પણ કહે પણ મુંબઈ છોડશો નહિ. આપણા મકાનનું ભાડું ભૂરચના ભાડામાં થી નીકળી જશે અને તું પાસ થયા પછી કમાશે એટલે ગાડી ચાલશે. હાલ તો અમે મૂડી વાપરતાં. હું મોટાઈ ના અસ્થિ લઇ ભરૂચ નર્મદામાં પ ધરાવવા ગયો. દ્સાશમેધ ઓવારે અસ્થિ વિસર્જન કર્યા. મારી સાથે કીકા મામા આવ્યા હતા. મહારાજે મંત્રો ભણ્યા અને મેં નમસ્કાર કર્યા અને અમો ઘરે પાછા ફર્યા.

એક સવારે હું માળીયે સુતો હતો. નીચેથી મારા નામની બૂમ આવતા હું સફાળો ઊભો થઇ નીચે આવ્યો. નીચે આવી મોટા ઘડિયાળમાં ટાઇમ જોયો. સવારના સાત વાગ્યા હતા. ડોક્ટર રતિલાલ વખારિયા હીચંકા પર ઝુલતા હતા. હું બ્રશ કરી મોઢું ધોઈ હિચંકે બેઠો. તેમણે એક પેંડો બોક્સ માં થી કાઢી મારા મોમાં મૂક્યો. હું સમજો કે તેમની છોકરી ના એગેજમેંટ થયા હશે. મેં કારણ પૂછ્યું. તેમણે કહ્યું ખબર નથી આજે તારું રિઝલ્ટ આવ્યું છે અને તું CA માં પાસ થઇ ગયો. આ સાંભળતા જ મને ખુબજ આનંદ થયો. અને મનોમન ઈશ્વરનો બહુ ઉપકાર માન્યો. લાગ્યું વિધાતા મારે માટે નવા રસ્તા ખોલે છે કેવા કેવા સંજોગોમાં પરિક્ષા આપી હતી. કઈ પણ ઘડીએ હાદસો થઇ જાય ને પરીક્ષા પડતી મૂકવી પડે. હું જલદી થી મુંબઈ મારે ઘરે જવા ઉતાવળે થઇ ગયો. આ સારા ખબર હીરાલાલ મસા ને ચંપા માસી ને તેમને ઘરે આપ્યા બન્ને ખુબજ ખુશ થયા બીજે દિવસે હું મુંબઈ જવા નીકળી ગયો. ઘરે પહોંચી માણેકલાલ ને ઓફિસે ફોન કર્યો. અને જણાવ્યું કે હું બપોર સુધીમાં ઓફિસે પહોંચી જઈશ. જમી પરવારી ઓફિસ પહોંચી ગયો. પેપર માં નામ જોયું. ઇન્સ્ટીટ્યુટની ઓફિસે જઈ માર્ક સીટ લીધા અને બોસ હરિદાસ પણ ખુશ થયા હું તથા માણેક લાલ મેટીની શો જોવા લીબર્ટી ટોકીઝ ગયા. ઝનક ઝનક પાયલ બાજે પિક્ચર જોયું. મારો તો વિચાર ઘરે જવાનો હતો પણ માણેકલાલ જવા દે તેમ ન હતા. પિક્ચર સમાપ્તિ પછી હું ઘરે ગયો. પાસ થયો તેની ખુશાલી માં

શાંતિલાલ ફુવા એ મને એક પેન્ટ અને બુસસર્ટ નું કાપડ ભેટ આપ્યું હતું.

ધનંજય સુરતી

 

 

 

 

 

1 thought on “મારી ડાયરીના પાના -૧૯,૨૦,૨૧,૨૨.-ધનંજય સુરતી

  1. જીવનની લીલી સૂકીનો આટલો વિગતવાર અહેવાલ ખાસ વાંચવા મળતો નથી. તમારી યાદશક્તિ અને આટલું સરસ વર્ણન લખવાની શક્તિને સો સલામ. આટલા વિપરીત સંજોગો છતાં તમે સી.એ. પાસ થયા – એનાથી વધારે સારો પૂરાવો તમારી કાબેલિયત માટે નહીં હોય.
    ———–
    મગનમાંમાં બાના માસિયાઈ ભાઈ થતા. તેમણે આગલો રૂમ મોટાઇ માટે કાઢી બાકી ના રૂમમાં સાકડ્મોકડ રહી લેતા. પણ કોઈ જાતનો ઉચાટ નહિ. રોજ દુકાને થી આવી મોટાઈ સાથે બેસતા. મોટાઈ ને બા પ્રોત્સાહિત થાય તેવી વાત કરતા. આવા પ્રેમાળ માણસો આજે મળવા મુશ્કેલ છે.
    એકદમ સાચી વાત.એ જમાનાની ખાનદાનિયત ગઈ તે ગઈ જ.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.