મારી ડાયરીના પાના -૧૬,૧૭,૧૮.

16-અમારી ઓફિસ

આમ ને આમ વરસ પૂરું થાય તે પહેલા એક ગૂંચ આવી. ગૂંચ એ આવી કે મારે ફર્સ્ટ સી. એ ની પરીક્ષા આપવાની કે નહિ ? તેની જોરદાર પૂછ પરછ કરવા માંડી. પણ કાંઈ સુજ પડતી નહિ. આખરે ઘાટેલ્યા કુ ના ઘાટેલ્યા ને મળ્યો. તેમણે કહ્યું કે કોઈ નોટીફીકેશન હજુ આવ્યું નથી. પણ આપી દેવી સારી. કારણ કે બે પરીક્ષા ફર્સ્ટ અને ફાઇનલ વચ્ચે અગીઆર મહિના નો ગેપ જોઈએ. આથી મેં ઉતાવળે પરીક્ષા આપી દીધી. પરિણામ સારું ન આવ્યું. પણ હું હિંમત હાર્યો નહિ. મોટાઈ પણ હિંમત હાર્યા નહિ. તેમણે ગુસ્સો કરી બુમો જરૂર પાડી. તેમની ઓફિસ માં સ્ક્રૂવાલા સાહેબે તેમને કહ્યું કે છોકરા નું ગજું હોઈ તેમ લાગતું નથી. નકામી જીંદગી વેડફે છે. પણ મોટાઈ મક્કમ રહ્યા. તેમને ત્રણ શહેરમાં ફર્મ ખોલવીતી.છ મહિના પછી હું પાછો પરિક્ષા માં બેઠો અને પાસ થયો. હવે સી. એ થવાશે ની આશા બંધાઈ. કેટલાક દિવસ પછી મને દિલ્હીથી અમારી સંસ્થાનો પત્ર આવ્યો કે તમારે ફર્સ્ટ સી. એ ની પરિક્ષા આપવાની જરૂર નથી. જે છોકરાઓએ ચાર વરસ ના આર્ટિકલ સાઇન કર્યા હોઈ તેમણે આપવી પડશે. હવે પોદાર ચેમ્બેર્સમાં અમોને ઓફિસ મળી હતી.  અમે ત્રણ આર્ટીકલ્સ હતા. માણેકલાલ શાહ અને આરડી પટેલ નવા આર્ટીકલ્સ હતા જૂનમાં પટેલ (નિરંજન પટેલ ના ભાઈ) ને રાજુભાઈએ આર્ટીકલ્સ પુરા કર્યા હતા નિરંજન મારા કોલેજ મિત્ર હતા. રાજુભાઈ તેમના ભાઈબંધ ની ઓફિસમાં મેનેજર થઇ ગયા. પટેલ હું માનું છું કે તેમના ભાઈ નિરંજન જોડે લંડન જતા રહ્યા. સંપટ પણ જુના આર્ટીકલ્સ હતા. તેઓ પોતાની પ્રેક્ટિસ કરતા. હું તેમની ઓફિસમાં અવારનવાર જતો. તેમના પિતાશ્રી તેમની ઓફિસનો કારભાર કરતા. મારી તેમની સાથે બેઠક હતી.  હવે અમને કોંગ્રેસ હાઉસ, યુનિવર્સલ ઇન્સ્યોરન્સ, એશિયન ઇન્સ્યોરન્સ, હિન્દુસ્તાન ઇલેક્ટ્રિક વગેરે ઓડિટ મળ્યા. અમે ક્લાયન્ટ ની ઓફિસમાં ઓડિટ કરતા. પોદાર ચેમ્બેર્સમાં શર્મા અને બીજા એક આફ્રિકા ના પટેલ બેસતા. બન્ને કામ વગરના હતા.  સિગારેટ પીતાં ને ગપ્પાં મારતાં ને ચાહો પિતા.  હવે બોસ હરિદાસે એક સિપાઈ રાખ્યો હતો. તે ઓફિસની ટપાલ નોબલ ચેમ્બેર્સ માં થી લાવી શર્માને આપતો. અને શર્મા હરિદાસને પોચાડતા. પોદાર ચેમ્બેર્સ પહેલા અમને યુનિવર્સલ ઇન્સ્યોરન્સ ના બિલ્ડીંગ માં પહેલા માળે ઓફિસ આપી હતી. અત્યાર સુધી અમો ઘરની ઓડિટ પેન્સિલ વાપરતાં. અમારે પૈસે ઓફિસમાં ચાહ પિતા અને મફત નોકરી કરતા. ઓડિટ મળ્યા પછી કલાયન્ટ તરફથી ચાહ ને નાસ્તો મળતો.  આમ વરસ નિકળી ગયું. હરિદાસ ક્યારે પણ ઓફિસ માં આવતા નહિ. તે બે ત્રણ કંપની માં ડિરેક્ટર હતા. તેમાં વિઝિટ મારી બપોરે ઘરે જતા. લંચ કરી. બપોરે પત્તા રમતાં. સાંજે મોટરમાં બેસી ઈમ્પીર્યલ સિનેમા જતા અને હીરાલાલ પાસે બેઠક જમાવ તા. રાત્રે જામી પરવારી પત્તા સેશન સરુ થતું. મારા મિત્ર તલવલકર ની ઓફિસ માં કામ ખાસ હતું નહિ. એમની રીક્વેસ્ટને કારણે હું તેમને ઓડિટ માટે કલાયન્ટની ઓફિસે  બોલાવતો. તે આવતા ને શી ખતા. શર્માને લીધે બીજા ફાલતુ લોકો પણ પોદાર ચેમ્બરની  ઓફિસ માં આવતા.

17-નિદાન

1955 મોટાઈ કેન્સર વિશે બહુ વાંચતા અને તેમના મિત્ર ડો. ભીડે સાથે તેની ચર્ચા કરતા પણ સિગારેટ છુટતી નહિ. એક રજા ના દિવસે મને તથા નાનેરાને લઇ કાલબાદેવી જે. જે. & સનસ ની દુકાને ગયા. ત્યાંથી બધાને જોડા અપાવી અમો ચોપાટી ગયા.ચોપાટી પરથી ભીની સીંગો તથા ગંડેરી લઇ કમલા નહેરુ પાર્ક તરફ જતી બસ માં બેઠા. સ્ટોપ આવે થી ઉતરી પાર્ક માં ગયા. નાનેરાને ત્યાં બધું બતાવ્યું. ઉપરથી બધું બહુ સુંદર લાગતું હતું. અમો એક ઝાડ નીચે બેસી સીંગ તથા ગંડેરી ખાતા હતા. મોટાઈ જેવા ખાવા ગયા કે અમને ગળેચી પેટમાં ઊતરતા તકલીફ પડતી. બહુ કોશિશ કરતા પણ ઉતરતું નહિ. અને સફોકેશન બહુ થતું. આથી અમો ઘરે પાછા ફર્યા. બાએ સૂપ તથા બ્રેડ આપ્યા. નસીબ જોગે ક્યારેક ઉતરતું અને ક્યારેક નહિ. હું બજાર જઈ સ્પગેટી ના ડબ્બા બ્રેડ પાકા કેળાં વગેરે નરમ વસ્તુ લઇ આવ્યો. હજુ પ્રવાહી ઊતરતા બહુ તકલીફ પડતી નહિ. કુટુંબ ના વડીલની તબીયત બગડવાથી આખા ઘરનું વાતાવરણ ગમગીન હતું. લોકલ ડોક્ટર પાટણ કરના પ્રયત્ન બહુ કામ આવ્યા નહિ. તેમને ટાટા હોસ્પિટલમાં બતાવવા કહ્યું. ટાટા હોસ્પિટલ માં ચાર ડોક્ટર હતા કોને બતાવવું તે નક્કી કરવાનું હતું. આ બાબતમાં ડો ભીડે જે મોટાઈના દોસ્ત હતા અને તેમની ઓફિસમાં હેંલ્થઓફિસર હતા તેમની સલાહ સુચન લીધી. મોટાઈ ને તેમનામાં બહુ વિશ્વાસ હતો. અમે ડોક્ટર બોર્જીસની એપોઇન્ટમેન્ટ લેવાનું નક્કી કર્યું. પણ ડોક્ટર બોર્જીસની વહેલી એપોઇન્ટમેન્ટ મળવી અઘરી હતી. એક બાજુ ખાવાનું ખવાતું નહિ અને બીજી બાજુ જલ્દી એપોઇન્ટ મળે નહિ. આ સંજોગોમાં હતાશા આવી જતી. ડોક્ટર ભીડે ની કોશિશ કામ આવી ને અમોને એપોઇન્ટમેન્ટ મળી ગઈ. તે દિવસે હું મોટાઇ ને લઇ ટાટા હોસ્પિટલમાં ગયો. હૉસ્પીટલ એલ્ફિસ્ટનમાં હતી. મને થયું શું આટલા બધાને કેન્સર થાય છે ? ખબર પડી કે માણસો દુર દુર થી આવે છે બીજા શહેરો માં થી પણ આવે છે અમે વેઇટિંગ રૂમમાં બેઠા ને નંબર આવવાની રાહ જોતા હતા એટલા માં અમારું નામ બોલાયું અમો અંદર ગયા. ડોક્ટર બોર્જીસ પાતળા તથા ઘઉં વર્ણા હતા. અને બહુ સ્માર્ટ ને એક્ટીવ વ્યક્તિ હતા. મોટાઈ ને તેમની વચ્ચે સવાલ જવાબ થયા. પછી છાતી ના કેટલાક એક્ષરે લેવડાવ્યા. ત્યાર પછી પાછા આવવા ની તારીખ આપી. જતા જણાવ્યું કે નિદાન આપતા પહેલા કેટલીક ટેસ્ટો કરવી પડશે. અમો આપેલી તારીખે ટાટા હોસ્પિટલ પહોંચી ગયા. તેમણે ફાઇલ તથા એકસરે જોયા અને કહ્યું બાયાપ્સી લેવી પડશે. બયાપ્સી માટે તારીખ પણ આપી. આમ દિવસો જતા પણ ખાવાની તકલીફ ઓછી થતી નહિ કે જવાનું નામ લેતી નહિ. ઈલાજ કોઈ શરુ થતો ન હતો.ઠરાવિક દિવસે બયાપ્શી થઇ ગઈ. બ્યાપ્શી લીધા પછી ડોક્ટરે જણાવ્યું કે ઓપરેશન કરવું પડશે. ઓપરેશન ની તારીખ નક્કી થઇ અને ડોક્ટરે જણાવ્યું કે જે ખવાઈ તે ખાજો. ઓપરેશન નો દિવસ આવી ગયો. મોટાઈને હોસ્પિટલમાં દાખલ કર્યાં. હું હમેશાં તેમની પાસે રહેતો. ક્યારેક બા પણ અમારી સાથે રહેતી. મોસાળ તથા શાંતા માસીને ખબર આપ્યા. હીરાલાલ માસા શાન્તા માસીને ઘરે હતા. ચંપા ફોઈની હૂંફ ને હિંમત સારી હતી. હું ને બા ઓપરેશન ના દિવસે હોસ્પિટલમાં હાજર થઇ ગયા. અમો મોટાઈ ના વોર્ડ માં ગયા. તેમને પૂછ્યું કે રાત્રે ઉઘ આવી કે નહિ ?સવારના ચાહ પીધી કે નહિ?કઈ ખાધું કે નહિ?મને જોઈ મારો હાથ પકડી લીધો મારી પાસે તેમને અપેક્ષા ને ઉમીદ હતી મોટાઈ નું બદલાયેલું નરમ વર્તન અનુભવી મને થયું કે સંજોગો માણસને બદલે છે. ટાઇમ થયે મોટાઈ ને સ્ટેચર પર સુવાડી ઓપરેશન થીએટરમાં ગયા. હવે તેમાં ફક્ત ડોક્ટર, પેશન્ટ અને મદદનીશ હતા. અમને બહાર ઉચાટ ને ચિંતા હતી. કલાક ઉપર થઇ ગયો. અમો સર્વે આતુરતા થી રાહ જોતા બેઠા હતા. એટલામાં ડોક્ટર બોર્જીસ આવ્યા ને તેમણે પૂછ્યું કે ફેમિલીમાં વડીલ કોણ છે ? હીરાલાલ માસા આગળ આવ્યા ને કહ્યું કે હું છુ. ડોક્ટર તેમને દૂર લઇ ગયા ને કહ્યું કે કેસ ઇનઓપેરેબલ છે કારણ કે કેન્સર બધે પ્રસરી ગયું છે. HE CANNOT BE CURED. IT IS ONLY A MATTER OF TIME. હીરાલાલ માસાએ આ વાત મને પછી કરી. હું બાવરો બની ગયો ને આ બાવરવાટ માં ત્રણ ડોક્ટર ચર્ચા કરતા તેમાં ઘુસી સવાલોની ઝડી વરસાવી. અચાનક ખલેલ પડવા થી ડોક્ટર બોર્જીસ ગુસ્સે થયા ને કહ્યું DON’T YOU UNDERSTAND ? WHEN I AM TALKING

WITH OTHER DOCTORS YOU SHOULD HAVE PATIENCE? હું હતાશ થઇ ગયો. ધરતી પગ નીચે સરકવા લાગી. નાની વય ને નોકરી ધંધા વગર આટલા મોટા કુટુંબની જવાબદારી મને નર્વસ કરી દેતી.

 

 

 

18- દ્વિધા

એક બાજુ મારી C. A ની ફાઈનલ પરિક્ષા ને મનુ ભાઈ તથા મહેશ ની ઇન્ટર કોમેર્સ ની પરિક્ષા આવી રહી હતી. બીજી બાજુ મોટાઈનું ટાટા હોસ્પિટલમાં કેન્સર નું ઓપરેશન અને તે પછી ની કાળજી. રોજ આખો દિવસ હોસ્પિટલમાં હાજરી અને રાત્રે પણ. આમતો ટાટા હોસ્પિટલ રાત્રે કોઈને સુવા દેતી નથી. પણ નાજુક કેસમાં રૂપિયા પાચનો એક રાતનો પાસ લઇ સુવા દેતા. રોજના પાચ ભરી પાસ લેવા છતાં હેરાનગતિ થતી. મોટાઈ ને રાત્રે ઘરના માણસની જરૂર પડતી. ઉઠવા બેસવાનું થતું નહિ. અને આખા વોર્ડ ખાતે ફક્ત એક નર્સ રહેતી જે તેના રૂમમાં પેપર વર્ક  કરતી. મહેશ રાત્રે હોસ્પિટલમાં રહેતો. રોજ ના રૂપિયા પાચ ભરી ને પણ ચોરી છુપી રહેતો. ચેકિંગ થતું ત્યારે છ્ત પરની પાણી ટાંકી પાછળ છૂપાઈ જતો. જ્યારે સદંતર સોપો પડી જાય ત્યારે મોટાઈ ના ખાટલા નીચે સુઈ જતો. બાકી બહાર બાસ્ટી પર બેસી પરીક્ષાનું વાંચતો. એક દિવસ મહેશને તમારા દર્દીને કોઈની જરૂર નથી કહી હોસ્પિટલ બહાર કાઢી મુક્યો અને હોસ્પિટલની બિલ્ડીંગોનો મુખ્ય દરવાજો બંધ કરી અંદરથી લોક કરી દીધો. આખી રાત હોસ્પિટલના ઓટલા પર ગેટની લાઇટથી વાંચતો રહ્યો. સવારના દરવાજો ખુલતા જ ઉપર જઈ મોટાઈ ના કામકાજ કર્યા. મહેશને છોડાવવા હું સવારના હોસ્પિટલ પહોંચી જતો મહેશ ઘરે આવી જામી પરવારી સુઈ જતો. બા સાંજનું જમવા નું બનાવી હોસ્પિટલ આવી જતી. બહેન સરલા જે હવે SSC માં આવી તે રસોડું સંભાળી લેતી. હું અને બા રાત્રે આઠ વાગ્યા સુધી હોસ્પિટલ માં રહેતા ત્યાં સુધીમાં મહેશ જમી પરવારી હોસ્પિટલમાં રાતની ડ્યુટી માટે હાજર થઇ જતો હું ને બા રાત્રે ઘરે પાછા ફરતા ત્યારે સહેજે નવ વાગી જતા. ત્યાં સુધીમાં સરલા તથા અન્ય કુટુંબીજનો જમી પરવારી ઉપર પોતાની પરીક્ષાનું વાંચતા. બા ને હું જમી પરવારી ને સાવજી ને રસોડું સુપ્રત કરી ઉપર જતા. સાવજી રસોડાની સફાઈ કરી એઠાં વાસણ સાફ કરી ગોઠવી રસોડાને તાળું મારી બાને ચાવી ઉપર આપી જતો. પછી બા નીચે આવી મારે માટે કોફી બનાવતી જે પીને હું બંગલી માં ઉપર વાચવા જતો. ટેબલ ખુરસી પર વાંચતા વાંચતા ઉઘી જતો અને લાઈટ ચેતતી રહી જતી ત્યારે ત્રણ  વાગ્યા હશે. સવારના નિત્ય કર્મ પરવારી હોસ્પિટલમાં ડ્યુટી માટે હાજર થઇ જતો. મનુભાઈ રાત્રે તેનું વાચી અગાશી માં સુવા ચાલી જતો. મનુભાઈને હોસ્પિટલની કોઈ ડ્યુટી હતી નહિ. કારણ કે મોટાઈ ને તે ફાવતું નહિ. એટલે મોટાઈ ની સૂચનાનો અમલ કરવો પડતો.મોટાઈને ઓપરેશન વખતે છાતી પર 6″ઈચ નો કાંપ મુક્યોતો. અંદરનો ભાગ તપસ્યા પછી માલમ પડ્યું કે કેન્સર બહુ પ્રસરી ગયું છે. તેથી કાપ સીવી લીધો. રોજ ડ્રેસિંગ થતું હતું. ઘા ધીમે ધીમે રુઝાઈ રહ્યો હતો. તે વખતમાં ટાટાની હોસ્પિટલ એક લોટી હોસ્પિટલ હતી જે કેન્સર નો ઈલાજ કરતી. આથી ધસારો ખુબજ રેહતો.પરિણામે દર્દીને ઈલાજ કરી જલદી રજા આપી દેતા. અમો ડોક્ટરનું સન્માન હારતોરા પેહરાવી કરતા. નર્સ ને સિનેમા ની ટી કીટો લાવી આપતા તથા વોર્ડબોય ને સાધનો અને સેવા માટે રોકડ આપતા. પરિણામે તેઓ સાંભળતા. અમે તે બહાને મોટાઈ ના મેલ નર્સ ની મિત્રાચારી કરી. માણસ ભલો હતો. તેને વિશ્વાસ માં લઇ પૂછી જોયું કે ઘરે ગયા પછી શું ડ્રેસિંગ કરવા ઘરે આવી શકશે ? સમય પસાર થઇ રહ્યો હતો. હોસ્પિટલના ચક્કર ચાલુ હતા. મોટાઈ ની સીક લીવ હવે ખલાસ થતી હતી માટે તેને લંબાવવા અરજી આપવા કહ્યું હતું મેં મોટાઈ ની સહી લઇ અરજી સુપ્રત કરી. તે મંજુર થઇ પણ હવે કપાતે પગારે અને તે પણ થોડા સમય પુરતી. દર્દ હઠીલું હતું જલદી ઊભા થવાના કોઈ જ ચિન્હ દેખાતા નહિ. હવે સંઘર્ષ સરુ થયો રોજની દોડાદોડી. ખાવાના કોઈ ઠેકાણા નહિ. ડોક્ટર તથા હોસ્પિટલના ખર્ચો અને તેમાં પગાર ખલાસ થઇ જતો. હોસ્પિટલ માટે પી. એફ માંથી લોન લીધી. દસ માણસ નું ભરણ પોષણ ને ભણવાના ખર્ચો. ઈશ્વરે આતે કેવી કસોટી કરી. કુટુંબ ના મુખ્ય માણસ અને તે પણ રળનાર ને તેમની ખરી પ્રગતિ ની ઉંમરે આ દિવસ દેખાડ્યો. તેમની ઉમર ફક્ત 50 વરસની હતી એક સવારે હું હોસ્પિટલ ગયો. મોટાઈ ને મળ્યો ને તબિયત ની પૂછ પરછ કરી. તેમણે મારો હાથ પકડી કહ્યું મારું એક કામ કરીશ ?મેં હા પાડી. તેમણે કહ્યું વચન આપ કે તું મારા મૃત્યુ પછી બધાને ભણાવિશ અને પરણવાની કોઈ ઉતાવળ નહિ કરે. મેં કહ્યું વિશ્વાસ કરો હું કરીશ. તેમને શાંતિ થઇ. એટલા માં ડોક્ટર રાઉન્ડ પર આવ્યા. તપાસી કહ્યું હવે તમો ઠીક લાગો છો. તમને કાલે ડિસ્ચાર્જ કરવાના છે માટે તૈયાર રહે જો. નર્સ ને જરૂરી સૂચના આપી ડોક્ટર જતા રહ્યા. મોટાઈ ની મરજી હજુ થોડો સમય હોસ્પિટલમાં રહેવાની હતી જેથી બધું સમય સર થાય. ડોક્ટર ભીડે હોસ્પિટલમાં ખબર લેવા આવ્યા હતા. તેમની ઓળખાણ ને ભલામણ થી સાયન હોસ્પિટલમાં થોડા વખત માટે ટ્રાન્સફર કર્યા. ત્યાં સારવાર તો કાઈ લેવાની નહોતી. કારણ કે આ તેમનો કેસ નોતો.અહી પણ મહેશ રાત્રે રહેતો ને હોસ્પિટલમાં વાંચતો. મોટાઈ ઉઘવા માટે રાત ના ઇન્જંક્શન લેતા. પણ તેમની બાજુના દર્દી ના નસકોરાં બહુ બોલતાં આથી ઇન્જંક્શન ની અસર થતી નહિ મહેશ નું કામ તેના નસકોરાં બોલતાં બંધ કરવાનું હતું. કામ અઘરું હતું. મહેશ તેના નસકોરાં નજીક હાથ રાખી મુકતો તેનાથી થોડોક વાર બંધ થતા. આ પ્રયત્ન રાત ભર ચાલુ રહેતો રોજ રાત્રે વોર્ડ ની લાઈટ બંધ થતી લોબી ની લાઈટ પણ મોટેથી બંધ થતી આ સંજોગોમાં અંધારે બહાર જતા મહેશનો પગ લોબીમાં ઉઘતા કુતરાની પર પડ્યો આથી કૂતરો ચમકી જોર જોર થી ભસવા માંડ્યો. મોટાઈ ની ઊંઘ ઇન્જેકશન લેવા છતાં ઊડી ગઈ. બાજુમાં સૂતેલા દર્દી ના નસકોરાં જોર જોરથી બોલવા મળ્યા. બિચારો મહેશ નિરાતનો દમ લેવા બહાર ગયો હતો તે પાછો ફર્યો ને મોટાઈ ને સુવડાવાના પ્રયત્ન કરતો રહ્યો. આમ સાયન હોસ્પિટલમાં બે એક અઠવાડિયા વહી ગયા ને ઘરે જવાનો વખત આવી ગયો. હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ થઇ ઘરે આવ્યા.

 

ધનંજય સુરતી 

 

 

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.