અહેવાલ – ‘બેઠક’ નવેમ્બર ૨૪, ૨૦૧૭ – કલ્પના રઘુ

અહેવાલ

નવેમ્બર ૨૪ના રોજ મીલપીટાસ, કેલીફોર્નીયાની ICCમાં વર્ષ ૨૦૧૭ની છેલ્લી ‘બેઠક’ મળી. થેંક્સ-ગીવીંગ અને બ્લેક-ફ્રાઇડેના માહોલમાં ૨૨ સભ્યોની હાજરીમાં સૌએ ‘હજી મને યાદ છે’ વિષય પર બોલીને જૂની યાદોની લ્હાણી કરી. શરૂમાં પોટલક ડીનર પછીબેઠકની શરૂઆત થઇ. આજે દીપીકાબેન શેઠની વર્ષગાંઠ હતી. બધાએ તેમના સુખી અને તંદુરસ્ત જીવનની શુભેચ્છા પાઠવી. તેમના હાથે બનાવેલા રસગુલ્લા માણ્યાં.x_DSC0269

 કલ્પના રઘુએ બેઠકના ગુરુ દાવડાસાહેબ અને તરુલતાબેનને આમંત્રિત કરીને સ્તુતિ ગાઇને બેઠકની શરૂઆત કરી. આયોજક પ્રજ્ઞા દાદભાવાલાની અનુપસ્થિતિમાં તેમની ફોન પરની શુભેચ્છા સાથે અને મુ. પ્રતાપભાઇનાં શુભેચ્છા સંદેશ સાથે કલ્પના રઘુએ સૌને થેંક્સ ગીવીંગના હીસાબે ઇશ્વર, માતા-પિતા, ગુરૂજી, દેશ-કાળ, પોતાના સાથી, બેઠક, પ્રજ્ઞાબેન, પ્રતાપભાઇ અને પોત-પોતાનો આભાર માનવા જણાવ્યું. રાજેશભાઇની ગેરહાજરીની સૌએ નોંધ લીધી.

x_DSC0274x_DSC0278x_DSC0282x_DSC0294

દાવડા સાહેબે આજના વિષય અંગે રજૂઆત કરી. પોતાના જીવનના વળાંકની અંગત ઘટનાની ચર્ચા કરી જે હ્રદયસ્પર્શી હતી. જયવંતિબેને ‘ઋણ’ વાર્તા અંગે જીવનમાં આપણે કોઇનું ઋણ ક્યારે ચૂકવીએ છીએ તેની તેમના જીવનમાં બનેલી ઘટના વાંચી સંભળાવી. જીગીશાબેન તેમના સગા ભાઇ સાથેની ‘અબોલ’ની સંવેદનાની વાત કહી જે કરૂણ હતી. ત્યારબાદ દર્શના વારિયાએ ‘કુટુંબ એટલે ફ્રુટ જ્યુસ નહીં પણ સલાડ. મા સલાડ પર ડ્રેસીંગનુ કામ કરી દરેકની જરૂરીયાત પૂરી કરે છે’. આમ કહી ‘મા’ને ખૂબ હળવી રીતે યાદ કરી વાતાવરણને હળવું બનાવ્યું. ત્યારબાદ અમીતા ધારિયાએ ‘કબૂતરની ઊડાન’ વાર્તા વાંચી સંભળાવી. પતંગની દોરીમાં ફસાયેલા કબૂતરની ઊડાન તેમણે કેવી રીતે પાછી આપી! આ વાત બોધદાયક હતી. કુંતાબેને તેમની સંવેદનશીલ વાત કહી તો સતીશભાઇએ તેમના જીવનમાં બનેલા જીવલેણ અકસ્માતનુ તાદ્રશ્ય વર્ણન કર્યું. મોઢા પર આવેલા ૨૬ ટાંકા છતાં કેવી રીતે બચી ગયાં! તો વળી દીલિપભાઇએ ભાષા વાંચીએ છે કે લખાણ? તે કહીને લોકોને વિચાર કરતાં મૂક્યા.

This slideshow requires JavaScript.

દરેક વાતને અંતે, બન્ને ગુરુના અભિપ્રાયથી દરેકને શીખવા મળતું. તરુલતાબેને કહ્યું, ‘કેટલાક બનાવો યાદ રાખવા તો કેટલાક ભૂલી જવાના. દરેક વાતમાં આપણે સંકળાયેલા હોવા જરૂરી છે. શબ્દ પુરુષ છે તો વાણી સ્ત્રી છે. શબ્દથી વાણી બને છે’. તેમણે પોતાની વાર્તા ‘એક માની આંતરડી’ વિષે કહ્યું. નહીં આવેલાની લખીને મોકલેલી વાર્તાની ચર્ચા કરી. ‘બેઠક ચાલશે નહીં પણ દોડશે’ એવા આશીર્વાદ આપ્યા. સૌ બેઠકમાં ખૂલ્લા થઇને હળવા બન્યા. છેલ્લે દાવડાસાહેબે જોક કહીને બધાને હસાવ્યા.

ક્યારેય નહીં લખનારે બોલીને ભાગ લીધો અને કેટલાંકે શ્રોતા બનીને સહકાર આપ્યો. દરેક વોલન્ટરે સાથ અને સહકાર આપ્યો. રઘુભાઇએ આખા પ્રસંગને કેમેરામાં કંડાર્યો. કલ્પના રઘુએ આભારવિધિ કરી. લોંગ વિકએન્ડમાં બેઠક રખાતી હશે તેવું વિચારનારને તેનો જવાબ મળી ગયો. આનંદ, યાદો, જ્ઞાનની વહેંચણી, મન અને ખોરાકના જમણવાર સાથે તૃપ્તિનો ઓડકાર લઇને સૌ છૂટા પડ્યા.

કલ્પના રઘુ

This entry was posted in અહેવાલ and tagged by Kalpana Raghu. Bookmark the permalink.

About Kalpana Raghu

૨૦૧૧થી અમદાવાદથી અમેરીકા દિકરાનાં પરિવાર સાથે સ્થાયી થયાં છે. B.Com, LL.B.નો અભ્યાસ કરેલ છે. સંગીત, સાહિત્ય, રસોઇકળા અને આધ્યાત્મિક વિષયોનો શોખ છે. ફેમીલી કાઉન્સેલીંગનો શોખ ધરાવે છે. ૬૫ વર્ષની ઉંમરે પણ નવું જાણવાનો અને શીખવાનો રસ છે. શબ્દોનું સર્જન અને સહિયારૂ સર્જન પર કેટલીક રચનાઓ મૂકેલી છે.

8 thoughts on “અહેવાલ – ‘બેઠક’ નવેમ્બર ૨૪, ૨૦૧૭ – કલ્પના રઘુ

 1. બેઠકમાં હાજર ન રહી શકવાનો અફસોસ આ અહેવાલ વાંચીને
  જરા હળવો તો થાય છે .
  ખુબ સરસ અહેવાલ.

  Like

 2. કલ્પનાબેન ! સરસ અહેવાલ લખ્યો : ઘરમાં ક્યારેક મમ્મી ના હોય અને એની ગેરહાજરીમાં મોટાં ભાઈ બેન ઘર સંભાળે તેમ જ સ્તો ! “ બધાં પ્રેમની વાતો કરે , ને તમે વહેંચ્યો કુટુંબ પ્રેમ !
  પ્રજ્ઞાબેન ! મને તો આ બધામાં કોઈ ઋણાનુબન્ધન લાગે છે ! Happy
  Holidays to all..

  Like

 3. ખુબ સરસ અહેવાલ સુંદર આયોજન સુંદર સૌની રજૂઆત, બેઠક ગતિમય રહે તેજ મારા માટે મહત્વનું ,
  ઘરનાનો આભાર થોડો મનાય ? પણ મેં જાણે ઘણું ગુમાવ્યું તેવો અહેસાસ થાય

  Like

 4. અભિનંદન કલ્પનાબેન સરસ એહવાલ ના આવી શકી એનો અફસોસ થયો પણ હું હાજર હોઉં વો એહસાસ કરાવ્યો દિપીકાબેન જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા

  Like

 5. આપ સૌનો અહેવાલને આવકારવા માટે આભાર.’બેઠક’ને માણવાનીખરેખર મજા આવી હતી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.