ઝાટકો – એક પ્રશ્ન કથા, સુરેશ જાની

 તે સ્કૂટર ચલાવવામાં મશગૂલ હતો. કદાચ તે જેટ વિમાનીના સ્વાંગમાં હતો. દુશ્મનને જેર કરવાની મહત્વની કામગીરી અદા કરવામાં, તેને કશું સૂઝે તેમ જ ક્યાં હતું? મોટા ભાગના ચારેક વર્ષના છોકરા હોય, તેવો તે તોફાની લાગતો હતો.

    અને ત્યાં જ એનું સ્કૂટર એની મોટી બહેનના પગ સાથે જોરથી ભટકાયું. તે  રસ્તાની પાળી પાસે મોં ચઢાવીને બેઠેલી હતી. બહેન ચિત્કાર કરીને કરાંજી ઊઠી. બન્નેની મા રસ્તાની બાજુના બાંકડા પર બેસી હતી; તે આ અકસ્માતના કારણે દોડી આવી. છોકરાને વઢી અને છોકરીને શાંત કરવામાં પરોવાઈ.

    સ્વાભાવિક રીતે જ, થોડે દૂરના બાંકડા પર બેઠેલા મારી નજર આ દૃષ્ય પર પડી. છોકરીને કેટલું બધું વાગ્યું હશે, તેની કલ્પના કરી, મનને દુઃખ પહોંચ્યું. મદદ કરવા માટે હું તે બાઈ અને છોકરી પાસે પહોંચી ગયો અને કહ્યું,” મારી કારમાં બેન્ડ એઈડ છે; તે લાવી દઉં?” પણ છોકરીને ઘા થયો ન હતો અને લોહી નીકળતું ન હતું.  બાઈએ મિતાક્ષરી ના પાડી.

      હું પાછો આવીને મારા બાંકડા પર બેઠો. મારી બાજુમાં એક મેક્સિકન જેવો લાગતો માણસ બેઠેલો હતો. તેની પાસે તેનાં બાળકોને નાસ્તા પાણી કરાવવા માટે એક પાઉચ દેખાયું. મને થયું ,” જો તેની પાસે પાણીની બોટલ હોય તો તે  છોકરીને પહોંચાડું; જેથી એને કળ વળે.” મેં તેને મારી ભાવના જણાવી. સદભાગ્યે પાણીની અકબંધ બોટલ તેની પાસે હતી. તેણે સસ્મિત એ મને આપી. મેં તેનો આભાર માન્યો અને ફરીથી એ બાઈ પાસે પહોંચી એને છોકરીને કળ વળે તે માટે પાણી પીવડાવવા ધરી.

     અને ઝાટકો લાગે તેવો જવાબ મળ્યો,

” મહેરબાની કરીને અમને અમારી રીતે જીવવા છોડી દો. ”  

 પ્રશ્ન

તમે  મારી જગ્યાએ હો, તો તમારા મનમાં આ ઘટના શા વિચાર જન્માવશે? 

9 thoughts on “ઝાટકો – એક પ્રશ્ન કથા, સુરેશ જાની

 1. આપણે માનેએ કે આપણી સહાય સામેવાળા સાચા અર્થમાં લેશે પણ તેમની સમ્સ્યાઓઈ આપણને જાણ ન હોઈએ એટલે આપણે ધાર્યા જેવું પ્રતિસાદ ન મળે તે સ્વાભાવિક છે. પણ આપણે આપણી ફરજ બજાવી તેનો સંતોષ લેવો રહ્યો.

  Like

 2. તમારૂં પ્રથમ Reaction બરાબર હતું, પણ પછી એ વાતને આગળ વધારવાની જરૂર ન હતી. જે જરૂરી હોય તે કરવા એની મા સક્ષમ હતી.

  Liked by 1 person

 3. સુરેશભાઈ, તમને સલાહ આપવી સહેલી છે, પણ હું તમારી જગ્યાએ જો હૌવ અને તમારા સ્વભાવ સાથે મળતો હૌવ તો હું પણ એમજ કરું; હાં પણ, જમાનો બદલાઈ ગયો છે ત્યારે આપણી પેલી કહેવત યાદ કરવા જેવી છે કે ” સારા કામમાં સો વિઘન !

  Like

 4. પહેલા પૂછવું જોઇએ-‘આર યુ ઓ કે?’
  પછી મદદ માગે તો હુશિયારી કરવાની…
  આ તો ઠીક છે આવુ કહ્યું ‘” મહેરબાની કરીને અમને અમારી રીતે જીવવા છોડી દો. ”
  બાકી

  લેને ગઇ પુત ઔર કો આઇ ખસમ થાય !

  Like

 5. કોઈ ને માટે અભિપ્રાય ન બાંધવો ,એનો મહેરબાની શબ્દ સૂચવે છે કે request કરી છે. બીજું તેમના વિચારો ને માન આપો ,ઘણી વાર કોઈને પડતા અખડતા જિંદગીમાં આગળ વધવું ગમે છે ..ત્રીજું સ્વમાનની વાત પણ દેખાય છે.અને અમેરિકામાં privacy નું મહત્વ જ નોખું છે ..હા પણ તમે કશું ખોટું કર્યું નથી …માનવતા કરુણા તો આંતરરાષ્ટ્રીય ભાષા છે તમારી જગ્યા એ હું હોત તો પણ આમ કરત ….હા પહેલા પૂછવું જોઇએ-‘આર યુ ઓ કે? એ હું પણ અહી આવી શીખી ….બાપુ દેશ એવો વેશ …

  Like

 6. હુંઉઉ ! દેશ તેવો વેશ ! Approaching her second time was not a right move. If she needed help then she could have call 911 ! બીજી વખત પૂછવા ગયા ત્યારે એને મનમાં શું થયું હશે તે જાણવા આપણાજ સન્તાનોને એ સ્થાને કલ્પો ! હજુ કદાચ કોઈ છોકરી પૂછવા ગઈ હોત તો પ્રતિભાવ જુદો હોત.. પણ પરદેશી અંકલને જોઈને એ કદાચ નર્વસ થઇ હોય ! પણ તમારી ભાવના ઉમદા હતી તેથી તમને દુઃખ ને ગુસ્સો થાય તે સહજ છે .. વધારે વાગ્યું હોય તો મદદ માટે પોલીસને બોલાવવું જ હિતાવહ છે.. કઈ ઊંધું વેતરાઈ જાય તો આપણેજ સલવાવી દે

  Like

 7. સુરેશભાઈ,
  તમે તમારો માનવધર્મ કર્મના ફળની આશા રાખ્યા વીના દયા ભાવથી નિભાવ્યો,
  સામેની વ્યક્તિએ કેવુ રીએક્શન આપ્યુ તેને માટે મદદ કરનારને કોઈ ફરક નથી પડતો.
  આપણે તો બસ આપણુ કર્મ કરે જવાનુ છે.

  Like

 8. જ્યાં સુધી મનમાં માનવતા અને દિલમાં દયાભાવ હશે ત્યાં સુધી તો કોઇને તકલીફમાં જોઇને દોડી જવાનું મન થવાનું જ પણ અમેરિકન સંહિતા એમ કહે છે કે પૂછ્યા વગર તો પાણી પણ ના આપવું..

  Like

 9. મગજને એક ઝટકો લાગશે.પછી થશે કે હુંય દોઢડાહયો થઈને એક વાર મદદની ના પાડી તોય બીજી વાર પૂછવા ગયો.અને એય જાણ્યાપછી કે એનેકશું વાગ્યુજ નથી.અને આ પાછુ અમેરિકા.શું જરૂર હતી ડહાપણ કરવાની? કઈ નહી.આપણે આપણી ફરજ બજાવી.સારું છે,બિચારીને વાગ્યું નથી,બચી ગઈ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.