હજી મને યાદ છે-૬- મીઠો અહેસાસ-હેમાબેન પટેલ

જીવન એક અનોખી સફર છે, તેમાં અનેક જુદા જુદા પ્રસંગો આવે છે, કોઈ સુખદ તો કોઈ દુખદ. આપણું મન એવું છે તેને અતિતમાં મ્હાલવુ ખુબજ ગમે છે. હવે જો અતિત સુખમય હોય અને વર્તમાન દુખી હોય તો તે સુખને યાદ કરીને દુખી થવાનુ, દુખ ડબલ થઈ જાય છે. અને અતિત દુખી હતું અને અત્યારે સુખ છે તો દુખી અતિત યાદ કરીને આજે સુખના સમયમાં પણ દુખી થઈ જવાનુ. માણસને ટેવ છે તે અતિતમા જીવશે યા તો ભવિષ્યમાં જીવશે, કોઈ વર્તમાનમાં જીવવા માટે તૈયાર નથી. ખરેખર તો જે વર્તમાનમાં જીવે છે તે જ સૌથી સુખી માણસ ગણાય.

પરંતું જીવનના ઘણા પ્રસંગો, ઘણી ક્ષણો એવી હોય છે તેને ગમે ત્યારે યાદ કરો, મીઠો અહેસાસ કરાવે અને રોમાંચ અનુભ કરીએ છીએ. આવી સુનેહરી ક્ષણો જ્યારે પણ યાદ આવે ત્યારે અતિત વ્હાલુ લાગે છે, તે યાદો પ્યારી લાગે છે. સુખના દિવસો કે દુખના દિવસો હોય તે ક્ષણો ગમે ત્યારે યાદ કરો બસ તે આનંદ આપે છે.

હજી મને યાદ છે એ સુખદ ક્ષણ જ્યારે મારા પુત્રનો જન્મ થયો, મેં એને ગોદમાં લીધો, હ્રદયે લગાડ્યો તેના નાજુક, મુલાયમ,કોમળ અંગનો સ્પર્ષ થતાં જ મારુ હ્રદય ખુશીથી પુલકીત થઈ ગયુ. રોમ રોમ રોમાંચ અનુભવતુ હતું. મારા પુત્રની જનની બની દુનિયાનુ મોઘેરુ માતૃત્વ સુખ પામી હું ધન્ય થઈ ગઈ,તેની જનેતા બની તો બદલામાં મારા દિકરાએ મને એક સામાન્ય સ્ત્રીમાંથી માતા બનાવી ભગવાનથી પણ ઉંચો દરજ્જો અપાવી દીધો. દુનિયામાં આનાથી મોટી ખુશી બીજી કોઈ  હોઈ શકે ? મારી ખુશી અને આનંદ એટલો બધો હતો જાણે મને કુબેરનો મોટો ખજાનો મળી ગયો.સંતાન પ્રાપ્તિનો અનુભવ અને આનંદને શબ્દમાં વર્ણન કરવું મારા માટે કઠીન છે, તેનો માત્ર અહેસાસ કરી અનુભુતી થાય છે. દુનિયા ભુલીને તેના લાલન પાલનમાં વ્યસ્ત બની માતૃત્વ પદને માણતી રહી. સંતાન સુખ એ દુનિયાનુ સૌથી વધારે આનંદમય અમુલ્ય સુખ કહેવાય.

મારો પુત્ર જરા પણ બિમાર થાય કેટલી બધી ચિંતા, તેને તાવ આવ્યો હોય તો જાણે મારા ઉપર આસમાન તુટી પડ્યું ! મા છું ને, જીવ અધિરીઓ થઈ જાય. ખબર છે નાની બિમારી છે જાણવા છતાં પુત્રની મમતા અને મોહ નાહકની મને વીહવળ કરી દે.

દરેક વસ્તુ માટે બાળ હઠ, જીદ કરે ત્યારે તેને પ્રેમથી સમજાવવો. સ્કુલે જવા માટે તૈયાર કરવો, હોમ વર્ક કરાવવુ, આ ખાવાનુ ભાવે આ ના ભાવે,કપડાં-સુઝ બસ આવા જ જોઈએ, રમકડાં માટે જીદ, તેની કાલી ઘેલી ભાષા સાંભળી તેની સાથે કાલી ઘેલી ભાષામાં વાત કરવી. હા એક વાત બહુજ યાદ આવે છે દરોજ રાત્રે જમીને જુહુ બીચની લટાર મારવા લઈ જવો પડે, કેટલી બધી જીદ ! બાળકો પાસે પોતાની જીદ પુરી કરવા માટે તેમની પાસે સૌથી મોટું હથિયાર રડવાનુ, તેમના આંસુ જોઈ આપણે પીગળી જઈએ. તેની ફરમાઈશ અને માગણીઓ, તેની મસ્તી-ધમાલ, અરે શું લખું અને શું ના લખું ,લખવા બેસીએ તો આખું પુસ્તક લખાય ! નાની ઉંમર પહેલું સંતાન, મારા માટે ખરેખર એ ગોલ્ડન પિરીયડ હતો.

જતનથી મોટો કર્યો, આંખ સામે મોટો થતાં જોઈ, તેની બાળલીલાઓ આજે પણ બરાબર યાદ છે.પૌત્રો-પૌત્રી તેનો મોટો દિકરો બાવીસ વર્ષનો થયો, તેઓને મારી નજરની સામે જ મોટા થતાં જોઉં છું છતાં પણ મારા દિકરાનુ બાળપણ આજની તારીખમાં આંખ સામે રમે છે. અનાયાસે મારા પુત્ર અને પૌત્રો અને પૌત્રી વચ્ચે ઘણી વખત સરખામણી અને તુલના થઈ જાય છે. ખેર એ સમય જુદો હતો એ આપણો ભારત દેશ હતો, આ સમય જુદો છે અમેરિકા દેશ છે તફાવત રહેવાનો છે. તેના બાળકો મસ્તી કરે ત્યારે તેઓને ખીજાય ત્યારે મારે બોલવું પડે ભાઈ મને તારુ બાળપણ બરાબર યાદ છે તારા બાળકો તારા કરતા ઓછી ધમાલ કરે છે એટલે શાંત થા એ લોકો ઉપર ગુસ્સો ના કરીશ.

એક સુખદ ક્ષણ અનેક ક્ષણો બની ગઈ કલાકો,દિવસો અને વર્ષોમાં બદલાઈ.એ ક્ષણોનો દિલથી જીભરીને આનંદ ઉઠાવ્યો હતો કેમ ભુલાય. જીવનમાં હજારો સારા-ખોટા,સુખદ-દુખદ પ્રસંગો આવ્યા, કોઈ કોઈ તો અદભુત પ્રસંગો હોય જે આપણી બુધ્ધિ માનવા તૈયાર ના હોય.બધાજ પ્રસંગો ક્યારે ને ક્યારે યાદ આવ્યા વીના ના રહે. મારા માટે જે દિવસે પુત્ર-પુત્રી,પૌત્રો અને પૌત્રીને પામી એ સૌથી યાદગાર પ્રસંગ છે જે ક્યારેય દુખ નહી પરંતુ સુખ અને આનંદનો અહેસાસ કરાવે છે.

આપણી પાસે સર્વ પ્રકારનુ સુખ હોય પરંતુ સંતાન ન હોય તો જીવન અધુરુ લાગે. સંતાનની ઝંખના સ્ત્રીને વ્યાકુળ બનાવી દે છે. માતૃત્વને પામ્યા વીના સ્ત્રી અધુરી છે, મા બન્યા પછી પુર્ણતાને પામે છે.

હેમાબેન પટેલ

5 thoughts on “હજી મને યાદ છે-૬- મીઠો અહેસાસ-હેમાબેન પટેલ

 1. બહુ જ હૃદય સ્પર્શી વાત. માના હૃદયને નજીકથી વાંચ્યું. સૌ માતાઓને નમસ્કાર સાથે….

  આપણી પાસે સર્વ પ્રકારનુ સુખ હોય પરંતુ સંતાન ન હોય તો જીવન અધુરુ લાગે. સંતાનની ઝંખના સ્ત્રીને વ્યાકુળ બનાવી દે છે. માતૃત્વને પામ્યા વીના સ્ત્રી અધુરી છે, મા બન્યા પછી પુર્ણતાને પામે છે.
  —-
  આ વાત સાચી છે અને નથી.
  જેને એ સુખ ન મળ્યું હોય, તેણે અભિગમ બદલવો જ રહ્યો. કોઈ નમાયા, અનાથ બાળકને અપનાવીને એ ખોટ પૂરી કર્યાના ઘણા દાખલા મોજૂદ છે. મારા નજીકનાં સગાં/ મિત્રોમાં બે કિસ્સાઓમાં એક પુત્રને જન્મ આપ્યા બાદ , બીજાની શક્યતા ન હોવાના શારીરિક કારણો સર – અમેરિકામાંથી દેશ જઈ, લાખો રૂપિયાનો ખર્ચ અને જફા વહોરી દીકરીને દત્તક લીધી છે.
  એવાં દમ્પતીને પણ સાદર વંદન

  Like

 2. બહેન આવી અનુભૂતિમાંથી લગભગ બધાને જ પસાર થવું પડે છે. બીજી અને ત્રીજી પેઢી વચ્ચેનો ફરક પણ ધ્યાનમાં આવે છે, પણ સાથે સાથે સમયમાં થયેલો બદલાવ પણ ધ્યાનમાં લેવો પડે છે.

  Like

 3. સુરેશભાઈ અને પી કે દાવડાજી અભિપ્રાય બદલ આપનો આભાર. આપ લોકોનો અભિપ્રાય મળતો રહે છે અને લખવાનુ પ્રોત્સાહન મળે છે.
  મુંબઈમાં અમારા નિકટના ફેમિલી ફ્રેન્ડ ૧૯૬૮ માં તેમના નાના ભાઈને ચાર છોકરીઓ હતી, સૌથી મોટી તેમણે દત્તક લીધી હતી આજે તે છોકરીની દિકરીને પણ પરણાવી દીધી છે. સુખી છે.
  મારા સૌથી નાના નણંદને સંતાન હતું નહી તેમણે મધર ટેરેસા ફાઉંન્ડેશનમાંથી ૧૯૯૯ માં છોકરી દત્તક લીધી હતી.એટલાન્ટામાં રહે છે સુખી છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.