૬ – શબ્દના સથવારે – ઝાંઝવાં – કલ્પના રઘુ

ઝાંઝવાં

ઝાંઝવાં શબ્દ તળપદી ભાષામાં વપરાય છે. ઝાંઝવાં એટલે સવાર સાંજનો ઝાંખો પ્રકાશ, તેજથી કે આંસુથી આંખને પડતી ઝાંખપ. ઝાંઝવાંનાં નીર એટલે મૃગજળ. અંગ્રેજીમાં મૃગજળને મીરાજ કહે છે. ક્ષિતિજની ઉપર તરફ વાતાવરણમાં દેખાતા મૃગજળને લુમિંગ કહે છે જેમાં દૂરની વસ્તુનું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ વાતાવરણમાં અધવચ્ચે લટકતું હોય તેવું દેખાય છે. મોટે ભાગે ધ્રુવપ્રદેશમાં લુમિંગ જોવા મળે છે.

દરેક ઘટનાનું એક વાતાવરણ હોય છે. ઝાંઝવાંનાં જળ ખરા બપોરે જ દેખાય છે. અંધારામાં ઝાંઝવાં ન સર્જાય. પોતાની સગી આંખે દેખાતાં ઝાંઝવાંનાં જળ શું વાસ્તવિક પાણી છે? રણ ઉપર પડતું સૂર્યપ્રકાશનું પ્રતિબિંબ કે જે પાણી જેવું લાગે છે તેને મૃગજળ કહેવાય. જેસલમેરની રણભૂમિમાં હરણનાં ઝૂંડ જોવા મળે છે. ત્યાં ઉનાળામાં એકાએક પાણી દેખાય. હરણ આ જુએ એટલે જળ માનીને દોડે. જેમ જેમ નજીક જાય તેમ તે દૂર થતું જાય અને છેવટે પાણી ના મળે, તરસે મરી જાય.

આ તબક્કે મીરાંબાઇનું ભક્તિગીત યાદ આવે છે.

‘સંસારીનું સુખ એવું, ઝાંઝવાંનાં નીર જેવું;

તેને તુચ્છ કરી ફરીએ રે, મોહન પ્યારા.’

માનવ જીવન શું છે? મૃગલાની દોટ. ઇચ્છાઓનો અખૂટ મહાસાગર. બાળપણથી યુવાનીમાં પ્રવેશ, ઉંચી ઉડાન ભરવાની હોંશ હોય ત્યાં દુન્યવી જવાબદારીઓનાં પેંગડામાં પગ ભેરવી દેવા પડે. અસ્તિત્વ માટે સતત ઝઝૂમવું પડે! એક ઇચ્છા પૂરી થાય ત્યાં બીજી દેખાય. આજનો માનવ મૃત્યુ પર્યન્ત મૃગલાની જેમ અવિરત દોટ દોડતોજ રહે છે. એની ભૌતિક તરસ છીપાતી જ નથી. તરસ્યું મૃગલુ પાણી તરફ દોડે છે. તે પાણી પીએ. જો તે મૃગજળ તરફ દોડશે તો ભટકીને મરી જશે. પાણી પીવુ તે પાપ નથી પરંતુ જળ અને મૃગજળનો ભેદ ન કરીને મૃગજળ તરફ દોડ્યા કરવું એ પાપ છે. ક્ષણિક સુખ માટેની દોટ આખરે ઝાંઝવાંમાં ડૂબાડે છે.

માનવ સ્વભાવજ એવો છે કે તેને ખોટી હૈયાધારણ, જીન્દગીનાં વળગણો ગમે છે. કારણકે નદીનાં જળ સૂકાય છે પરંતુ ઝાંઝવાંનાં જળ આજીવન વહેતા રહે છે. આખરે માનવ પસ્તાય છે. રામાયણમાં રામે માયા કરી. સોનાનો મૃગ કદી હોઇજ ના શકે પરંતુ શક્ય ના હોય તેનો આભાસ થાય એ માયા. ધન, પદ, પ્રતિષ્ઠા, પત્ની, પરીવાર જેવાં ભ્રામક સુખોનાં સુવર્ણમૃગો આપણને લલચાવે છે, ફસાવે છે, આખરે ઝાંઝવાંનાં જળ જેવા સાબિત થાય છે.

This entry was posted in Uncategorized and tagged by Kalpana Raghu. Bookmark the permalink.

About Kalpana Raghu

૨૦૧૧થી અમદાવાદથી અમેરીકા દિકરાનાં પરિવાર સાથે સ્થાયી થયાં છે. B.Com, LL.B.નો અભ્યાસ કરેલ છે. સંગીત, સાહિત્ય, રસોઇકળા અને આધ્યાત્મિક વિષયોનો શોખ છે. ફેમીલી કાઉન્સેલીંગનો શોખ ધરાવે છે. ૬૫ વર્ષની ઉંમરે પણ નવું જાણવાનો અને શીખવાનો રસ છે. શબ્દોનું સર્જન અને સહિયારૂ સર્જન પર કેટલીક રચનાઓ મૂકેલી છે.

7 thoughts on “૬ – શબ્દના સથવારે – ઝાંઝવાં – કલ્પના રઘુ

 1. આ શબ્દ ગુજરાતી સાહિત્યમાં એટલો બધો વપરાયો છે કે, હવે કવિતાઓમાં વપરાય ત્યારે સવાલ ઊઠે કે, કવિ કચ્છમાં રહ્યા હશે? !
  જો કે, ઝાંઝવાં શહેરની ડામરિયા સડકો પર પણ દેખાતાં હોય છે ! એની પર એક હાઈકૂ

  ઝાંઝવાં ઝગે
  કાળોડિબાંગ રસ્તો
  ધગધગતો.

  Like

  • સાચી વાત છે સુરેશભાઈ,ઝાંઝવાં શબ્દ પર અનેક કવિતા લખાઈ છે.શહેરની સડકો પર પણ દેખાયછે.પરંતુ કવિની કલ્પના…..હાઇકુમાં ..કાળા ડીબાંગ રસ્તા પર પણ ઝાંઝવાં ઝગે!? વાહ!

   Like

 2. મૃગજળ જેવા અઘરા શબ્દની જગ્યાએ ઝાંઝવા જેવો સંગીતમય શબ્દ કેટલો મીઠ્ઠો લાગે છે. વેણીભાઈ પુરોહિતનું પ્રખ્યાત ભજન યાદ આવે છે,
  “સુખના સુખડ જલે રે મારા મનવા!
  દુઃખના બાવળ બળે,
  સુખડ જલે ને થાય ભસમની ઢગલી
  ને બાવળના કોયલા પડે.
  મારા મનવા! તરસ્યા ટોળે વળે.”
  આ તરસ્યાનાં ટોળાં ઝાંઝવા પાછળ જ તો નથી દોડતા?

  Like

  • જેમ મીરાંબાઈએ કહ્યું છે તેમ
   “સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું;”

   Like

  • દાવડા સાહેબ,મેં મૃગજળના બદલે ઝાંઝવાં શબ્દ એટલેજ પસંદ કર્યો હતો.મને પણ મીઠો લાગ્યો હતો.ભજનનાંશબ્દો ગમ્યા.આભાર.

   Like

 3. વાહ સરસ એક મારું ગમતું ગીત યાદ આવ્યું ..મનુભાઈ ગઢવી …નું ખુબ જાણીતું ગીત……

  હંસલા હાલો રે હવે,
  મોતીડા નહીં રે મળે
  આ તો ઝાંઝવાના પાણી
  આશા જુઠી રે બંધાણી

  ધીમે ધીમ એ પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો
  રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો

  વાયરો વારો રે ભેંકાર
  માથે મેહુલાનો માર
  દીવડો નહીં રે બળે

  વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે
  કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે

  કાયા ભલે રે બળે
  માટી માટીને મળે
  પ્રીતડી નહીં રે બળે

  Liked by 1 person

 4. શબ્દનો ગરમાળો

  શિશિર આવે કદી હેમંત આવે ,આવે જ્યારે વસંત,
  શબ્દનો હું ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.

  સૌંદર્યમાં પણ એ પણ પ્રાકૃતિક સૌંદર્ય શું કમ છે ?
  વિસ્તરી સ્મિતની રેખા ચાંદની ફૂટી જાણે આભમાં.

  રામ જાણે નેત્રમાં શું હતું ફૂલમાં આગ ભાળી ગઈ,
  કેટલા પ્રાણ દેહ છોડી થઈ શ્વાસની પથારી રાખમાં.

  સાંજની પોકને કેહવું તો હવે શું કેહવુ સમી સાંજે,
  મધ્યમાં જ હું જીવ્યો મને જિંદગી તું ના આંકમાં.

  શબ્દની આરપાર જીવ્યો બોલવાનો નથી રિવાજ,
  કહેતો સમીર ચમેલીને ભર ફોરમ પર્ણની પાંખમાં.

  પંથભૂલ્યા રાહગીર જેમ ભટકું છું કબીર ની જેમ,
  આંખ ઊંડી છે ને આગનું સ્ત્રોવર ફૂલોની ચાલમાં,

  હસી પડી કળીઓ નથી બાગનું કલેજું ઘાસમાં.
  પૃથ્વી આખી ઉછળતો ચરું વ્યોમ આખું વરાળમાં.

  ~ બીજલ જગડ
  મુંબઈ ઘાટકોપર

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.