ખાલી ઘર ,ઝૂરતું ઘર અને હવે મારું ઘર

૨૦૧૨, ડિસેમ્બર
રણછોડજીની પોળ
સારંગપુર-અમદાવાદ

મારી બહેનને મેં કહેલું કે, આપણું મૂળ મકાન એક વાર જોવું છે. એણે કહ્યું , “જોઈને શું કરશો? એ તો વેચાઈ ગયે પણ દસ વરસ થયાં. અને પછી એમણે પણ વેચી નાંખ્યું. નવા ખરીદનારાએ આખું પડાવી નવેસરથી બંધાવ્યું છે.” પણ મનનો ભાવ હતો એટલે અમે તો ગયા. સાવ નવું નક્કોર મકાન હતું. પણ પ્રવેશ દ્વાર અમારી પછીતે આવેલા રસ્તા પર બદલેલું હતું. અમારો દરવાજો હતો ત્યાં તો એક બંધ બારી જ હતી. અમે પછીત વાળા રસ્તા પર ગયા. પાછળ વાળા પાડોશીને અમારા મનની વાત કહી. એમણે કહ્યું, ” એ લોકો કોક જ વખત અહીં આવે છે. ઉત્તર પ્રદેશમાં ક્યાંક રહે છે. પણ બાજુના ‘રામભવન’ વાળા પાસે એની ચાવી છે.”

સદભાગ્યે રામભવનમાં રહેતા સ્વ. સીતારામ શાસ્ત્રીજીનો ભત્રીજો હજી ત્યાં રહેતો હતો. એ અમને ઓળખી ગયો. એના કોઈ સંબંધીએ અમારું એ જૂનું મકાન  ખરીદ્યું હતું. એ ચાવી લઈ આવ્યા અને અમને ખોલીને બતાવ્યું. સરસ હવા ઉજાસ, નવું નક્કોર આધુનિક ફર્નિચર, બીજા માળે સરસ મજાનો ઝરૂખો.

પણ અમને એમાંનું કશું જ ન દેખાયું . અમને તો દેખાયું …

એના પાયામાં દટાયેલું અમારું શૈશવ

અમે ભારે હૈયે , જૂની યાદોને વાગોળતાં મારી બહેનના ઘેર પાછા આવ્યા. આખા રસ્તે એ જૂની યાદો મહેંકતી રહી. હવે એ ઘર અમારું નથી રહ્યું એનો તસુભાર પણ ખેદ અમને  ન હતો.  નીચલા મધ્યમ વર્ગના એ પૂણ્યશાળી મહાત્માઓનાં સંતાન,  એવા અમે પાંચે ભાઈ બહેન  બહુ જ સુખી છીએ. દરેકને સરસ મઝાનાં પોતાનાં ઘર છે.

પણ એ ઘર જેવી યાદો હજી નવા ઘરોમાં ભેગી નથી થઈ. એ બધાં ઘર હજુ  ‘ખાલી’ જ છે. નવી યાદો એના નવા કબાટોમાં ધીમે ધીમે ……  હોલે હોલે ….. હળુ હળુ….. ભરાતી  જાય છે.

સુરેશભાઈ જાની

 

 

5 thoughts on “ખાલી ઘર ,ઝૂરતું ઘર અને હવે મારું ઘર

 1. અને હવે એવી બધી યાદો આ દેશમાં પણ ઉભી થવા મંડી છે : અમેરિકામાં સૌથી પહેલાં ફલાણા ઘરમાં રહેતાંતા, આવા તેવા છબરડા વાળ્યાં હતાં અને આ જગ્યાએથી પ્રગતિના પંથે ચડઢયા હતાં..વગેરે ! અને સાચ્ચેજ આંખના ખૂણા ભીંજાઈ જાયછે .. All three stories are nice!

  Like

 2. ઘર માત્ર ઘર ક્યાં હોય છે? એની સાથે તો અઢળક સ્નેહ યાદો, ક્યારેક પા પા પગલી પાડનારના આગમનની હોંશ, કેટલાય માંગલિક પ્રસંગો ઉજવાયાની હરખભરી સ્મૃતિઓ….
  શું નથી સંકળાયેલું હોતુ?

  Liked by 1 person

 3. સ્મૃતિઓનો ખડકલો એટલે ઘર,જ્યાં સંવેદનાઓ સળવળી હોય,અનેક ઘટના ઘટી હોય,એ ઘર .ઈશ્વરે સ્મૃતિ સાથે વિસ્મૃતિની ભેટ માનવને આપી છે.જેને સહારે ભૂતકાળના ભારને હળવો કરીને મજબૂત વર્તમાનનું નિર્માણ કરી શકે છે.નવા ઘરમાં નવી યાદો ભરવા પણ સમય જોઈએ!

  Like

 4. Pingback: અવલોકનો – સુરેશ જાની | "બેઠક" Bethak

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.