૪-આવું કેમ ? તુલસી વિવાહ!-ગીતા ભટ્ટ

ચાલો આજે તુલસીવિવાહ …લગ્નમાં જતાં હોઈએ તેવાં જ સુંદર સાડી સેલાં અને જરકસી જમા પહેરીને સૌ મંદિરના પ્રાંગણમાં પધારી રહ્યાં હતાં. શરણાઈના સુર અને મંત્રોચારથી વાતાવરણમાં પણ માંગલ્ય વર્તાતું હતું . જાણેકે કોઈ ભવ્ય લગ્નનો માહોલ હતો ! પણ હા  આજે અહીં કોઈ ના દીકરા દીકરીના લગ્ન નહોતા– કોઈ વર – કન્યાના લગ્ન નહીં પણ હિંદુ માઇથોલોજિ – માન્યતા પ્રમાણે શાલિગ્રામ સાથે તુલસીના વિવાહ હતા. જાણેકે દીકરી પરણાવવાનો લ્હાવો લેતાં હોય તેમ શહેરના પ્રતિષ્ઠિત ધનાઢ્યો હજ્જારો ડૉલરોનાં દાન આપી આ પ્રસંગના  યજમાન બન્યાં હતાં. હા , આ બધી રકમ મંદિર નિભાવવા,ચલાવવા,સંવારવા વિશાળ બનાવવા માટે પણ કામમાં આવશે !

તુલસીવિવાહનો પ્રસંગ પણ ધામધૂમથી ઉજવાયો!

કાર્તિકી અગિયારસથી પૂનમ સુધી ઉજવાતા આ દિવસો ચાતુર્માસની પુર્ણાહુતી ગણાય છે . ભગવાન ચાર મહિના ઊંઘી ગયા હતા (?) ( એનીવાત ફરી ક્યારે ) તેમને જગાડીને ખેતરની નવી ફસલ અર્પણ કરવામાં આવે, હવે શુભ લગ્ન વગેરેના મુહર્ત નીકળી શકે .. પણ આ બધું તો પરંપરાગત છે સાથે સાથે સમાજને ઉપયોગી, એન્વાયરમેન્ટને – વાતાવરણને ઉપયોગી સમયોચિત કાંઈક નવું વિચારીએ તો કેવું?

જમાનો બદલાઈ રહ્યો છે ..અને નવી પેઢીને રસ પડે અને બુદ્ધિગમ્ય બને તે રીતે તહેવારોની ઉજવણીમાં નાવિન્ય લાવીએ તો કેવું ?

બીજી ખાસ વાત કે તુલસીવિવાહનું હિંદુ ધર્મમાં જેટલું મહત્ત્વ છે એટલું જ આયુર્વેદમાં તુલસીના છોડનું મહત્ત્વ છે! હિંદુઓમાં તુલીસીનો છોડ પવિત્ર માનવામાં આવેછે. તુલસી વિવાહ પ્રસંગે ઉપયોગમાં લેવાતી તુલસીને માંજર હોવી જરૂરી મનાય છે કારણકે એ પક્વ છોડ ગણાય છે. આ રીતે બાળ છોડવાનો પણ નિષેધ કર્યો છે! કેટલો મોટો સંદેશ…

આયુર્વેદમાં કાળી તુલસી વધુ મહત્વની છે, કારણ કે એમાં ઔષધિય ગુણો છે. તો આ દિવસે એક તુલસીનો છોડ બધા વાવીએ કે બીજા કોઈ વૃક્ષારોપણનો સંકલ્પ કરીએ તો કેવું ? વૃક્ષમાં વાસુદેવ એ ભાવના તો આપણામાં છે જ. હવે એ વૃત્તિને કૃતિમાં અનુસરીએ,તુલીસીનો છોડ બધાને ભેટ આપીએ તો કેમ ?

નવી પેઢીને બુદ્ધિગમ્ય રીતે આખા પ્રસંગનું મહત્વ સમજાવી શકાય કે : સાગરમાંથી ઉત્પન્ન થયેલ લક્ષ્મીજીએ સમુદ્રમાંથી ઉદ્ધભવેલ જલંધરને સહોદર ગણીને પોતાને ઘેર નોતર્યો  પણ બેન બનેવીનો વૈભવ જોઈને દાનવકુળનો જલંધર વધારે બેકાબુ બન્યો ને બેનની સખી પાર્વતી પર પણ કુદ્રષ્ટિ કરી.પાર્વતી તો બચી ગઈ પણ શંકર એની સામે યુદ્ધે ચડ્ઢાયા પણ જલંધરની પત્ની વૃંદા વિષ્ણુની પરમ ભક્ત અને પતિવ્રતા હોવાથી જલંધરને શંકર હણી શકવા અસમર્થ હતા. છેવટે વિષ્ણુજી યુક્તિથી વૃંદાનું પતિવ્રતાપણું ભગ્ન કરે છે. જલંધર હણાય છે, પોતે સતી થાય છે ને વિષ્ણુને શ્રાપ આપીને પથ્થર કરી દે છે..

અર્થાત , પતિવ્રતા હોવું પૂરતું નથી , પતિ ખોટા માર્ગે હોય તો તેને વાળવો જોઈએ નહીતો ભગવાનને પથ્થર બનવાની સજા લઈને પણ એ કામ કરવું પડશે અને ભાઈ પણ જો ખોટા માર્ગે જતો હોય તો બેને માત્ર દુઃખ કરીને બેસી રહેવાને બદલે ભાઈને સાચા માર્ગે લાવવા પ્રયત્ન કરવા જોઈએ ;નહીતો આખા કુટુંબની શાંતિ હણાઈ જઈ શકે છે .પણ હા, ભક્તની સાચી ભક્તિ બદલ વિષ્ણુ વૃંદાને તુલસી સ્વરૂપે અમર કરી દે છે અને પથ્થર સ્વરૂપે -શાલિગ્રામ સ્વરૂપે -એની સાથે વિવાહ કરેછે..

હા , સાચી ભક્તિ બદલ ભગવાન ફળ જરૂર આપશે , જે વૃંદાને તુલસી સ્વરૂપે મળ્યું !

ભક્તિ સાથે સારાસારનો વિવેક કેળવવાનો આ દિવસ છે .

સ્ત્રીનું ગૌરવ કરવાનો આ દિવસ છે !

અને એ જો રૂઠશે તો ભગવાનને પણ શ્રાપ આપવાને શક્તિમાન છે એ સમજવાનો દિવસ છે!

તો શાલિગ્રામ પથ્થરનું પણ એક મહત્વ છે . એ પણ કોઈ સામાન્ય પથ્થર નથી . અમુક નદીના કિનારેથી ( આજે જ્યાં હિમાલય છે ત્યાં પહેલા દરિયો હતો તેના કિનારે મળતા પથ્થર હાલની હિમાલયમાંથી નીકળતી નદીઓને કિનારે ક્યારેક મળે) પ્રાપ્ત થતો આ પથ્થર : તો આ દિવસે નદીઓના કિનારા સાફ કરવાનો અભિગમ અપનાવીએ તો કેવું ?

તો

તુલસી વિવાહની ઉજવણીમાં સુંદર વસ્ત્રો પરિધાન કરી મ્હાલવા સાથે થોડું સમાજોપયોગી વલણ અપનાવીએ તો કેવું ?કોઈ ગરીબ કન્યાને પરણાવવા કે સામાન્ય વર્ગના યુવાનને લગ્નના ખર્ચમાં મદદ કરીએ તો કેવું ?

એક પતિવ્રતા સ્ત્રી વૃંદાના ગુણગાન ગાયાં પણ સ્ત્રી પર જ્યાં ત્યાં થતાં અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો ?

કેટલી સ્ત્રીઓનું ગૌરવ કર્યું આપણે?

કેટલી સમજણ કેળવી આપણે?

કેટલાં વૃક્ષ વાવ્યાં આપણે? કેટલાં તુલસીના છોડ વાવ્યાં અને વહેંચ્યા આપણે?

કેટલી નદીઓને સ્વચ્છ કરી આપણે?

શું માત્ર થોડા સઁસ્કૃતના શ્લોકોબોલીને જ ઉજવણી પુરી કરીશું ?

શું નવી પેઢી આ સ્વીકારશે ?

આજના જમાનામાં પણ બસ આ જ ચીલાચાલુ વર્તન ? આવું કેમ ?

9 thoughts on “૪-આવું કેમ ? તુલસી વિવાહ!-ગીતા ભટ્ટ

 1. ગીતાબેન ખુબ સરસ વાત કહી..ધર્મની પાછળ હમેશા સંદેશ હોય છે.
  આપે કહ્યું તેમ તુલસીના છોડને મોર ઊગ્યા હોય અર્થાત્ મોર આવ્યા હોય એ તુલસી મૅચ્યોર ગણાય એ જ વિવાહયોગ્ય ગણાય. જુઓ ધર્મ પણ કહે છે કે બાળ વિવાહ ન કરાય…

  એક અસુરની પત્ની વૃંદાના અણીશુદ્ધ ચારિત્ર્યને કારણે જ અસુરને દેવતા હાથ લગાવી શકતા નથી. દેવદિવાળીએ આ વૃંદાના ચારિત્ર્યને જ માત્ર યાદ રાખો કે જો ચારિત્ર્યમાં સુંદરતા હશે તો સમગ્ર જીવનમાં અને ઘરમાં અને એ રીતે સમાજમાં હાર્મની હશે, એકસૂત્રતા હશે. શાંતિ, સદ્ભાવ હશે.આપણી ધર્મભાવના કે ઉત્સવપ્રિયતા પ્રેરણા આપવા માટે છે સમાજમાં ઉત્સાહ વધારવા માટે છે જો સતત સારા, વધુ સારા અને શ્રેષ્ઠ થવા માટેની દૃષ્ટિ ન રાખીએ તો સારા રહી શકીશું નહીં.

  આ​ દિવસે એક તુલસીનો છોડ બધા વાવીએ કે બધાને ભેટ આપીએ તો કેમ ?​ વાત ખુબ ગમી

  હું પુછુ કે આવું કેમ ?​ તમે તો જગાડી દીધા બધાને !વાહ

  Like

 2. Thanks for your encouraging words, Pragnaben!
  આપણા તહેવારો કંઈક સન્દેશ આપતા હોય છે , પણ ક્યારેક કાળક્રમે એ ભુલાઈ જાયછે . તો સમયસાથે કંઈક નવું ચીંધવાનો પણ પ્રયાસ છે. તમારા પ્રોત્સાહન માટે આભાર !

  Like

 3. ગીતાબેન ,તમારી જન જાગૃતિ લાવવાની અને તહેવાર ની ઉજવણી ને એક નવી દિશા આપવાની વાત મનને સ્પર્શી જાય છે.તુલસીવિવાહ ને દિવસે એક ગરીબની દીકરી પરણાવવાની વાત ,અને તુલસી વાવવાની અનેભેટ આપવાની વાત ગમી ગઈ.લોકો એ આંધળું અનુકરણ છોડીને નવી પેઢીને પ્રેરણા મળે તેવી રીતે તહેવારો ઊજવવાની જરૂર છે.

  Liked by 2 people

  • જીગીશાબેનની વાત મને ગમી.ગીતાબેનની વાત સાથે હું સહમત છું .

   Like

 4. Thank you , Jigishaben and Tarulattaben . To write the article I had to dig down and search a couple of web sightes too. Thanks for your encouraging words.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.