4-મન- માઈનસથી… પ્લસ-કાજલ ઓઝા -વૈદ્ય

વાંચના- વાંચવા જેવું પુસ્તક

IMG_20160812_162735

નવભારત સાહિત્ય મંદિર – પ્રકાશક

કીમત :૨૫૦

પાનાં : ૧૦૦

નાનકડું સુંદર પુસ્તક.

નાની નાની આ ૧૦૦ સલાહો/સૂચનો કે સમજવાની રીત લેખિકાએ વર્ણવી છે. આ પુસ્તક વાચતા પહેલા એક “I do” – “હું કરું છું” એવું લીસ્ટ બનાવી વાચવા જેવી છે. ઘણી વખત આપણને ખબર જ નથી હોતી આપણે એવી ભૂલ કરતા હોઈએ છીએ. આ પુસ્તકનું દરેક પ્રકરણ વાંચીને વિચારવું કે હું આમ કરું છું કે નહિ? મારે સુધારવાની જરૂર છે? ઘણી બધી બાબતો મને મારા માટે સાચી લાગી અને અમુક સુધારવા જેવી પણ.

લેખિકા પ્રસ્તાવનામાં કહે છે કે ‘ હું અનેક વ્યક્તિઓને મળી છું અને એમને જીવનની સમસ્યાઓ વિષે ખુલ્લા દિલે ચર્ચા કરી છે અને મને સુઝ્યા તેવા જવાબો – ઉપાયો મે સૂચવ્યા છે. અને મોટે ભાગે આ ઉપાયો ચમત્કારની જેમ પરિસ્થિતિને પલટાવનારા  નિવડ્યા છે. ‘કોઈ પણ પરિસ્થિતિ સુધારવાની કે બગાડવી આપણા હાથમાં જ હોય છે. અજાણતા જ આપણે કાયમ આપણે જ સાચા છીએ એમ સમજી વર્તીએ છીએ .

આ પુસ્તકમાં લેખિકાએ નાની સલાહો આપી છે અને એના કારણો પણ સમજાવ્યા છે. જેમ કે  કુદરતનું સન્માન કરીએ, નવું શીખવા તૈયાર રહીએ ,મનની વાત કહેતા અચકાવવું નહિ ,એક વ્યક્તિ સાથેના મતભેદને કારણે તેની આસપાસ  બધું નકામું ન થવું જોઈએ.સત્ય સહન કરતા શીખવું, વજન ઉતરવું અઘરું નથી… અને બીજા ઘણાય. ૧-૨ દિવસમાં આરામથી પતાવી શકાય એવું પુસ્તક છે. જે આપણને આપણી જ પરીક્ષા લેવા પ્રેરે છે.

દીપલ પટેલ 

6 thoughts on “4-મન- માઈનસથી… પ્લસ-કાજલ ઓઝા -વૈદ્ય

 1. બહુ જ સરસ.જાણે કે, દાદા ભગવાન ની જ વાણી.
  અહં ઓગાળવાની સૌથી સચોટ રીત – નિજ દોષ નિરીક્ષણ , આપણી ભુલો માટે ક્ષમાયાચના અને આવું ફરી ન થાય તે માટે શક્તિ આપવાની પરમ તત્વને પ્રાર્થના.
  જૈન દર્શન પ્રમાણે – આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન
  ————–
  પણ એક વાત…
  આ જીવન જીવવાની રીત છે – ચોપડી વાંચીને કે પ્રવચનો સાંભળવાથી તે આત્મસાત ન થાય. એનો અમલ કરીએ તો હળવાશ હાથવગી બની જતી હોય છે. બે ચાર જ એવા અનુભવ થાય તો એ આપણા સ્વભાવમાં ધીમે ધીમે આવવા માંડે છે. અને પછી…
  સૂરજ કે છીપમાં કે આપણામાં આપણે જ
  ઓતપ્રોત એવા તો લાગીએ
  ફુલની સુવાસ સહેજ વાગતી હશે ને એમ
  આપણને આપણે જ વાગીએ
  આવું જીવવાની એકાદ પળ જો મળે તો
  એને જીવનભર પાછી ના વાળું

  અહીં એ સરસ કવિતા વાંચો અને સાંભળો —

  http://mavjibhai.com/MadhurGeeto/180_andarto.htm

  Like

  • “પછી આરપાર ઊઘડતાં જાય બધા દ્વાર
   નહિ સાંકળ કે ક્યાંય નહિ તાળું

   અંદર તો એવું અજવાળું અજવાળું”
   શું શબ્દો છે? આધ્યાત્મિક કવિતાનો ઉત્તમ નમૂનો.

   Like

   • ફરીથી….
    દીપલ બહેને આ બહુ જ અગત્યની વાત કહી દીધી. આને મારી આત્મશ્લાઘા ન ગણતા, પણ જ્યારથી ‘સામાયિક’ કરવાની ટેવ પડી છે( રાત્રે સુતાં પહેલાં, દિવસ દરમિયાન આપણી ભુલો યાદ કરી, એ માટે આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન ) – ત્યારથી આ રીતના ફાયદા ડગલે ને પગલે અનુભાવાયા છે.
    આ રીત અપનાવ્યા પછી એક આવો નાનકડો અનુભવ –
    https://gadyasoor.wordpress.com/2013/03/14/walmart/

    Liked by 1 person

 2. મન ની ગતિ માઈનસ થી પ્લસ તરફની શરુ થાય એટલે દરેક સમસ્યાનું સમાધાન મળી રહે તે સ્વાભાવિક છે.સલાહ વાંચીએ કે સંભાળીએ પરંતુ જો સ્વીકારની ભાવના ના હોય તો તેનો કોઈજ અર્થ નથી.ઘડામાં પાણી ભરવા માટે ઘડાએ ખાલી થવુંજ રહ્યું .

  Like

 3. હંમેશા આપણે જ સાચા છીએ એવું માની જ લઈએ તો કોઇપણ બોધીવૃક્ષ નીચે બેસીને પણ જડ જ રહીશું.
  મનને માઇનસથી પ્લસ સુધી લઈ જવાની માનસિકતા કેળવાય તો કોઇ બોધીવૃક્ષ નીચે બેસવાની જરૂર નહી રહે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.