અહેવાલ -બેઠકમાં સબરસના શુકન ૨૭/૧૦/૨૦૧૭

કેલિફોર્નિયા મીલ્પીટાસ, ઇન્ડિયા કમ્યૂનિટિ સેન્ટર ખાતે “બેઠક”માં તારીખ ૨૭મી ઓક્ટોબર ૨૦૧૭ના એક અનોખી “લહાણી” થઇ. પોતાને ગમતી રજૂઆત  અથવા કવિતા  કે ગઝલ  અર્થ સભર સહુને વેચી સબરસ ની જેમ લખવાના નવા વર્ષના શુકન બેઠકમાં વેચ્યાં. 

 

 

 

 

શરૂઆત અન્નકૂટ જેવા ભોજન થી થઇ.નિત નવી વાનગી મીઠાઈ,રંગોળી અને સાલમુબારક ની આપ લે. પ્રેમ થી ભેટવું અને મીઠું મોઢું કરાવી સૌને હૃદયથી સ્વજનભરી શુભેચ્છા.જાણે દિવાળીનું માહોલ સર્જાયું.

કલ્પનાબેનની સુંદર પ્રાર્થનાથી ‘બેઠક’માં સરસ્વતી દેવીનું  જાણે આવાહન થયું. તેમણે નવા વર્ષની સુંદર કવિતામાં શુભેચ્છા પાઠવી ‘બેઠક’ની અને સર્જકોની મંગળકામના કરી.

‘બેઠક’ના આયોજક  પ્રજ્ઞા દાદભાવાળાએ બધાને  આવકારતા ‘બેઠક’ની શરૂઆત  કરી.“પુસ્તક પરબ”ના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યાને યાદ કરતા તેમના વતી સર્વે સર્જકોને નવા વર્ષના મુબારક પીરસ્યા.હા પણ તેમની ખોટ વાર્તાણી.

વિક્રમ સંવત ૨૦૭૪ની ..નવા વર્ષના સંકલ્પ સાથે સૌને વાંચન અને સર્જન માટે પ્રોત્સાહન  આપતા પ્રજ્ઞાબેને કહ્યું ‘બેઠક’ એક પાઠશાળા છે.આપણે સૌ વાંચન અને સર્જન દ્વારા સાથે અહી વિક્સીએ છીએ.જંગલી ઘાસની સાથે જંગલમાં ફળફૂલ બધુ જ ઉગે છે.અને એક બીજાના પુરક બની બળ બને છે તેમ આપણે પણ બેઠકની પાઠશાળામાં નવા સર્જકો સાથે જાણીતા જોગીને માણવાના છે. હા પાયામાં વાંચન જરૂરી છે.બસ આ સંકલ્પ આપણા સૌનો વિકાસ કરશે.

ગુરુની ચેતના તમને પુરાની પદ્ધતિને આધુનિક પધ્તીમાં રૂપાંતર કરી તમને માર્ગ બતાવે છે. તેમ દાવડા સાહેબે એક હરી ॐની હાસ્ય સભર રજૂઆત કરી બધાને હસાવ્યા.અને બેઠક ગુરુ એ બધાને આશીર્વાદ સાથે જ્ઞાન આપ્યું. એજ માહોલમાં શરીફભાઈ એ જોક્સ  સંભળાવી  હાસ્ય ની આતશબાજી કરીતો સપનાબેને “લો કોડિયું પ્રેમનું બળતું મે મૂક્યુ છે.કોઈ ઓજસ જગાવો કે દિવાળી છે” નવા વર્ષના સંકલ્પ કરવાનો સંદેશ આપતી તેમની ગઝલ રજુ કરી દીવડાનો ઉજાસ પાથર્યો .મહેમાન નંદનભાઈ શાસ્ત્રીએ પણ હાસ્ય ની જ્ઞાન  સાથે ફૂલઝરી પ્રગટાવી. ત્યારે સુબોધભાઈએ હાસ્યના ફુવારા કરી બેઠકમાં ઉત્સાહ પુર્યો. જયવંતીબેને પરિવાર સમી  લાગણી સભર શુભેચ્છા પાથરી રંગોળી પૂરી તો ડૉ ભાસ્કર બંજારા અને તેમના પત્ની સુવર્ણાબેને એ આફ્રિકાની વાતો વાગોળી યાદો સાથે નવા વર્ષના તોરણ બાંધ્યા..

 

 

 

 

 

 

 

 

 

 

 

રાજેશભાઈ આવ્યા અને નવા વર્ષના નવલા મુબારક સાથે સમાચાર લાવ્યા.આ સાથે બેઠકના બ્લોગ શબ્દોનુંસર્જન વિષે જણાવતા કહ્યું આપે વાંચન દ્વારા સર્જન કરી ઉદાહરણરૂપ શ્રેષ્ઠ પરિણામ આપ્યું આપણા સૌની પ્રગતિના પંથે આપણે નવા વિભાગ શરુ કર્યા છે.સાત દિવસ સાત લેખક અને સાત નવલા વિષય સાથે હવે બ્લોગ નવી રીતે પ્રગટશે. દરેક લખનાર અને વાંચનાર ને અભિનંદન. એ સાથે નવા સમાચાર પણ પ્રગટાવ્યા .રાજેશભાઈ ની સેવાને બિરદાવતા પ્રજ્ઞાબેને કહ્યું આપ બીજાને ઉજાળવાનું સુંદર કામ કરો છો આપને પણ અમે સર્વે શુભેચ્છા આપીએ છીએ કે આપ ઉતરોતર પ્રગતી કરો.તો આ સાથે ન આવેલા દરેક વ્યક્તિને યાદ કર્યા .. પ્રજ્ઞાબેને કહ્યું  ખાલી ખુરસીમાં આપણી આંખો આપણાને જોઈ શકે છે. રાજુલબેન, ગીતાબેન,  કલ્પનારઘુ,દીપલ પટેલ ,અનુપમ બુચ ,સુરતી સાથે સુરેશભાઈ જાનીને ખાસ બેઠકના બ્લોગ ના કોલમ લખતા લેખકો તરીકે આવકાર્યા અને એમના લેખો દ્વારા યાદ કાર્ય ત્યારે  દાવડાસાહેબે સુરેશભાઈ જાની ની પ્રતિભા પરિચય આપ્યો ત્યારે સહુને તેમના પ્રત્યે અહોભાવ  થયો.

વાત અહી “બેઠક”ની છે,કેમ ગમે છે  ,શું કામ ગમે છે? ‘બેઠક’નું એવું નોખું તત્વ શું છે જે  આકર્ષી રહ્યું છે. આ ભાઈ ડાયાલીસીસ કરાવી સીધા હોસ્પીટલથી હાજરી આપવા આવ્યા. વાનગી લઇ ખવડાવવા આવ્યા. પરીવાર જેવી પાઠશાળા,..થોડી ચૂકાય. તો જાગૃતિ ટુકી હાજરી આપી પણ બધા વડીલના આશીર્વાદ લઇ નવા વર્ષની શરૂઆત કરી બેઠકના સર્જકોને સાલમુબારક કહેતા તારામંડળ રચ્યું.

બીજા સાથે વહેચી લહાણ કરવી. વાંચવું,વિચારવું,વાગોળવું  સાથે લખીને બીજાને વાંચન કરતા કરવા અને વાચકને  જ વિવેચક બનવવાતા સર્જકતા ખીલવવી .નવી દ્રષ્ટિઆપવી કે લેખકની દ્રષ્ટિ સાથે લેખકનો પરિચય રજૂ કરી લહાણ કરવું એ પણ ભાષાને સાચવવાનો “બેઠક”નો એક નોખો પ્રયત્ન જ છે.આ વાતને વધાવતા અરવિંદભાઈ કાંચીએ બેઠકના આયોજક પ્રજ્ઞા દાદ્ભાવાળા અને સંચાલક રાજેશભાઈ શાહ અને કલ્પનારઘુને સુંદર ભેટો આપી વધાવ્યા વર્ષના  આથી વધુ સબરસ કે શુકન  શું હોઈ શકે.

 આમ ગુજરાતી ભાષાની “બેઠક”મા સર્જકે પ્રેક્ષક સાથે વાંચન, ચિંતન અને સાથે મનનની લહાણી કરતા સંકલ્પ કર્યા.

આયોજક -પ્રજ્ઞા દાદ્ભાવાળા

11 thoughts on “અહેવાલ -બેઠકમાં સબરસના શુકન ૨૭/૧૦/૨૦૧૭

 1. કોઈ એક વ્યક્તિ ડાયાલીસીસ કરાવીને સીધા બેઠકમાં આવે, અને બીજા એક ભાઈ બેઠકના સંચાલકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા નવા વરસની ભેટ સોગાદ લઈ આવે એ જોવા અને જાણવા જેવા પ્રસંગો હતા. બેઠકના કાર્યને બિરદાવવાના આ ઉતકૄષ્ટ પ્રમાણ હતા.

  Liked by 1 person

  • હું દાવડા સાહેબ સાથે સહમત છું.આ બે અનુભવ બેઠક માટે જીવતા જાગતા પ્રમાણપત્ર કહી શકાય!

   Like

 2. અહેવાલ વાંચતા વાંચતા કાલે સાંભળેલા શબ્દોનું મનન કરતાં હોય એવું લાગ્યું. very nice.

  Like

 3. આ લખનારને પોતીકો ગણ્યો – એ માટે આભાર માનું? તો તો પછી પોતીકો શી રીતે કહેવાઉં ? ! જ્યારથીઆ ‘ઈબેઠક’ ના લહેરાતા બાગમાં સ્વૈર વિહાર શરૂ થયો છે, ત્યારથી દરરોજ સવાર આનંદની મધુર લહેરખીથી મઘમઘી ઊઠે છે.
  ———–
  આ લખનારને હળવાશ પસંદ છે – કોઈ ભાર નહીં રાખવાનો. કેવળ આનંદ. એવા જ મુડમાં….
  આ લખ્યા પછી, મારા નિત્ય નિયમ મુજબ કસરત કરવા જઈશ ત્યારે દંડ-બેઠક કરું એટલી તાકાત તો નથી, પણ ‘દંડાસન’ કરતી વખતે તમે સૌ બહુ યાદ આવશો.

  સૌ મિત્રોને સ્નેહભરી યાદ. કદીક સદેહે સૌનો સાક્ષાત્કાર થાય એવી આરજૂ સાથે અલવિદા…

  Liked by 1 person

 4. ento  read  your  report  of BETHAK. welldone  keep  it  up  REGARDSchitalias

  From: “u0AACu0AC7u0AA0u0A95″ Bethak” To: girishchitalia@yahoo.com Sent: Saturday, October 28, 2017 6:18 PM Subject: [New post] અહેવાલ -બેઠકમાં સબરસના શુકન ૨૭/૧૦/૨૦૧૭ #yiv3011347461 a:hover {color:red;}#yiv3011347461 a {text-decoration:none;color:#0088cc;}#yiv3011347461 a.yiv3011347461primaryactionlink:link, #yiv3011347461 a.yiv3011347461primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv3011347461 a.yiv3011347461primaryactionlink:hover, #yiv3011347461 a.yiv3011347461primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv3011347461 WordPress.com | Pragnaji posted: “કેલિફોર્નિયા મીલ્પીટાસ, ઇન્ડિયા કમ્યૂનિટિ સેન્ટર ખાતે “બેઠક”માં તારીખ ૨૭મી ઓક્ટોબર ૨૦૧૭ના એક અનોખી “લહાણી” થઇ. પોતાને ગમતી રજૂઆત  અથવા કવિતા  કે ગઝલ  અર્થ સભર સહુને વેચી સબરસ ની જેમ લખવાના નવા વર્ષના શુકન બેઠકમાં વેચ્યાં.   &nb” | |

  Like

 5. Diwali was celebrated in Bethak in a very positive way and it created waves that has reached so many people in a “sakaratmak rite” Well done Bethak and its organizers.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.