સુનિતે મને લગ્નમાં ભેટ આપેલ પન્નાલાલ પટેલનું પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા પુસ્તક આજે વાંચી રહ્યી.. 🙂
એક અલગ જ વિષય હતો મારા માટે.. શું ભગવાન ખરેખર છે? ભગવાન શ્રી કૃષ્ણ એમના ભક્ત તરીકે નરસિંહ મહેતાને પસંદ કરે છે… નરસિંહ મહેતાની એના ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ગજબ હતી.. એનો પ્રભુ પરનો વિશ્વાસ અને નિષ્ઠા એમના જીવનમાં સર્વસ્વ હતી.. 🙂
એક સામાન્ય ભગતના દીકરા શામળ અને દીકરી કુંવરના રાજાને શરમાવે એવા જાહોજલાલીવાળા લગ્ન, કુંવરના મામેરામાં પ્રભુ દ્વારા મોકલવામાં આવેલી ભેટો, ભક્ત નરસિંહ મહેતાના નાહવા માટે વરસેલો વરસાદ, ચમત્કારિક રીતે શામળશેઠ માટે લખાયેલી હૂંડીનો સ્વીકાર, હરિજનવાસ માં પ્રભુનું પાણી પીવડાવવા આવવું, અને રાજા માંડલીક અને સમગ્ર જૂનાગઢની હાજરીમાં પ્રભુનું નારસિંહને હાર પહેરાવવું… બધું સમજણની બહારનું લાગે.. પણ ખરેખર આ સત્ય છે તો કોઈ શક નથી કે ભગવાન નથી.. 🙂
મને તો નરસિંહ મહેતાનો એના પ્રભુ પરનો પ્રબળ વિશ્વાસ આકર્ષી ગયો.. 🙂
અદભુત ભક્ત.. !!!
ખરેખર ભક્ત હોવો તો નરસિંહ મહેતા જેવો.. 🙂
ટૂંકમાં વાર્તા: તળાજા ગામમાં મોટાભાઈ જિવણરામ અને ભાભી સાથે 18 વર્ષના નરસિંહ મહેતા અને પત્ની માણેક રહે. નરસિંહ મહેતાને ભજન કીર્તનમાં વધુ રસ.. એક દિવસ ભાભી મહેણું મારે અને નરસિંહ ઘર છોડી ચાલ્યો નીકળે, 7 દિવસ જંગલમાં રહી પાછો ફરે અને વિગતે વાત કરે… જંગલમાં નરસિંહ ધ્યાનમાં બેસે અને ભગવાન શિવ એમનો હાથ ઝાલીને કૃષ્ણને સોંપે.. નરસિંહ દ્વારકા જુએ.. એમને જૂનાગઢના શેઠ પુરષોત્તમદાસ મળે અને જૂનાગઢ રહેવાનું નક્કી કરે..
પહેલુ ભજન દ્વારકામાં ‘વૈષ્ણવજન તો… ‘ ગાયું હતું..
જૂનાગઢ ગામમાં ભજન કીર્તન કરે.. આખું ગામ આકર્ષાય.. લોકોના ટોળાં ભજન સાંભળવા ઉમટે.. ઘણા લોકો ઈર્ષા થાય..
૧૨ વર્ષના દીકરા શામળનું લગ્ન વડનગરના મદન મહેતાની દીકરી રતન સાથે જાહોજલાલીમાં થાય.. ૪ દિવસમાં ૪ માણસો આવીને લગનની તૈયારી કરે.. ગામ આખું જમે..
દીકરી કુંવર(સુરસેના)નું લગ્ન ઉનાના શ્રીરંગ મહેતાના દીકરા સાથે થાય..
દીકરા શામળ અને પત્ની માણેકનું અવસાન..
કુંવરના સીમંતમાં સાસુ તરફથી આપેલા મામેરાની યાદી પ્રભુ શેઠ શેઠાણી અવતારે પુરી કરી જાય.. નરસિંહને હેરાન કરવા નાહવા માટે લોકોએ આપેલા ઉકળતા પાણી ને ઠંડુ કરવા પ્રભુ વરસાદ પાડે..
જૂનાગઢ ના અમુક લોકો નરસિંહની આબરૂ કાઢવા યાત્રીઓને હૂંડી લખાવવા નરસિંહ પાસે મોકલે… હૂંડી ૭00રૂપિયા માં લખી આપે પણ ભક્તોને હૂંડી સ્વીકારવા વાળું દ્વારકામાં કોઈ ના મળે. .. નિરાશ થયેલા ભક્તોને છેલ્લે દિવસે શામળ્યા શેઠની હૂંડી સ્વીકારવા પ્રભુ મોકલે.. 🙂
હરિજનો નરસિંહને ડરતા ડરતા હરિજનવાસમાં ભજન ગાવા નોતરે.. નરસિંહ ખુબ ઉત્સાહથી ભજન રાસ ગવડાવે અને તરસ લગતા ભગવાન પાણી પીવડાવા આવે..
ગુસ્સે ભરાયેલા રાજા સમગ્ર જૂનાગઢ સામે નરસિંહને એના પ્રભુનો સાક્ષાત્કાર કરવા બોલાવે અને પ્રભુ છેલ્લા ભજનો પરોઢે આવીને નરસિંહના ગળામાં હાર પહેરાવી જાય 🙂
છેલ્લે નરસિંહ જૂનાગઢ છોડી માંગરોળ રહેવા જાય અને ૧૪૫૫ માં મૃત્યુ પામે.
— સમાપ્ત-દીપલ પટેલ
દીપલબહેન, તમે મૂકેલા કેટલાક પ્રશ્નોનો જવાબ મેં આ લીંકવાળા વિડિયોમાં આપ્યો છે. સમય મળે ત્યારે જોઈ લેજો.
LikeLike
Dipal,srs prichy aapyo.
LikeLike
સરસ લેખ અને સરસ વિડિયો પ્રવચન. બન્ને અહીં સમાવી લીધા…
https://sureshbjani.wordpress.com/2006/08/04/narasinh_maheta/
LikeLike
ખુબજ સુંદર ભક્ત અને ભગવાનનો પરિચય! શરીર ધારણ કરેલા ભક્ત અને ભગવાનને તેમના જીવન દરમિયાન કોઈ ઓળખી નથી શકતું.એજ તો ભગવાનની લીલા છે.
LikeLike
નરસિંહ મહેતાનાં તત્વજ્ઞાનને દાવડા સાહેબ,કે જેને ‘બેઠક’ના ગુરુ ગણીએ છીએ તેમના શબ્દોમાં સાંભળવાની મજા આવી.તેમના બીજા પ્રવચનો પણ સાંભળવા જેવા છે.
LikeLike
Narsinhji ni mrutyu kevi Thai koine khadar has to janao
LikeLike