કલ્પના રઘુ-વ્યક્તિ પરિચય

કલ્પના રઘુ 

ઘણીવારે કુદરત અનાયસે આપણને કોઈ સાથે મેળવે છે. એની પાછળ નું એક પ્રયોજન છે.બધાને ભગવાન એક ઉદેશ સાથે મોકલે છે.અને એ ઉદેશ માત્ર એક વ્યક્તિ થકી પૂર્ણ નથી થતો. બસ મારા જીવનમાં પણ આવું જ કશું બન્યું, “પુસ્તક પરબ”ની શરૂઆત કરી અને કલ્પનાબેનને જયંતભાઈ લઈને આવ્યા. માત્ર આવ્યા જ નહિ મારા ધ્યેયને પૂર્ણ કરવા જાણે એક નિમિત્ત બન્યા. ‘બેઠક’ના ના સંચાલન કાર્યમાં અજાણતા જ મારા સહભાગી થયા.અને ‘બેઠક’ની મોસમ ખીલી …અમે સાથે સાથે જાણી અને માણી,એક બીજાના પુરક બન્યા.

કલ્પનાબેન એટલે એક એવું વ્યક્તિત્વ અથવા યોગ્ય શબ્દ લખું તો એવી એક સ્ત્રી શક્તિ, એક હૃદયસ્પંદન કે સામા માણસને ઉઘડવાનું મન થાય… ઉમળકો આવે. પોતે લખે ત્યારે પહેલા કોળિયાની જેમ પહેલું વાક્ય પ્રભુને પીરસે,શ્રદ્ધા અને વિશ્વાસથી જ આગળ વધે એમની પ્રભુ પરની શ્રધા એના કાર્યમાં પરિણમે અને …લેખનમાં પોતાનું નામ નહિ પરંતુ નારાયણ નું નામ પ્રગટે …એવા કલ્પનાબેન અનેક સ્ત્રીઓ માટે સ્ત્રી શક્તિ બની પ્રેરણા આપે… જગત તો વિસંવાદોથી અને વિષમતાથી ભરેલું છે તેમાંથી પોતાની શક્તિ ને પારખવાની કળા કલ્પનાબેન પાસે છે અને પોતાના લેખો દ્વારા બીજાને આપી રહ્યા છે, એવા કલ્પનાબેન બેઠકની મોસમના આખું વર્ષ ખીલતું ફૂલ છે જે શબ્દોને પારખે છે. વેડફતા નથી બાવરા બોલકણા, લવારો કરનારા, વાણીના વિલાસી નથી માટે જ મૌનની વચ્ચે શબ્દના અર્થને માણે છે.મોસમ ખીલે છે.  જીવન નો અર્થ સરી પડતા મોસમને  પાનખરમાં પણ  શબ્દનો સથવારો મળતા અર્થ સભર જીવન મળે છે….

બેઠકના આયોજક -પ્રજ્ઞા દાદ્ભાવાળા

4 thoughts on “કલ્પના રઘુ-વ્યક્તિ પરિચય

 1. સરસ પરિચય.
  મૌનનો મહિમા સારો છે, પણ કોમેન્ટરો મૌન પાળે એ અયોગ્ય છે ! જેમ લેખ લખ’વા’ એ બ્લોગર રોગ છે – તેમ કોમેન્ટ’વા’ હજુ બહુ પ્રચલિત રોગ નથી – એ શોચનીય વાત છે !!

  Like

 2. very true Pragnaben.
  Kalpnaben is a valuable asset to Bethak and Inspiration to every leader.

  Raghubhai is very lucky to have her as path finder

  Like

 3. કલ્પનાબહેન, તમારો પરિચય વાંચીને આનંદ થયો. આમ તો હું તમારાથી પરિચિત છું. બેઠકના સહસંચાલિકા તરીકે, હવેલીમાં સીનીયરોના કાર્યક્રર્તા તરીકે, હિન્દુ મંદિરમાં ગરબા-રાસ હરિફાઈના નિર્ણાયક તરીકે, ગ્રંથ-ગોષ્ટીમાં વાંચિકમ કરનાર તરીકે, ગુજરાત-દર્પણની સભાના એંકર તરીકે..તમારા કેટ કેટલા સ્વરૂપ જોયાં છે. સૌના મિત્ર એવા તમે અને તમારા Multi-talented પતિ, થોડા સમયમાં જ Bay Area માં ગુજરાતી સમાજની ધરોહર બની ગયા.
  તમારા ભક્તિસભર લખાણમાં તમારા શબ્દોને શ્રધ્ધાનો સથવારો મળે છે, એટલે એમાં પ્રાણ પુરાય છે. હું તો Structural Engineer છું. અગાઉ ઈંટની સાથે ઈંટ ગોઠવી ઈમારત બનાવતો, તેમ શબ્દો સાથે શબ્દો ગોઠવી કંઈક લખી નાખું છું, પણ એમાં તમારી જેમ પ્રાણ પુરી શકતો નથી. તમારી જેમ સતત News Paper માં કોલમ લખવાનો તો હું વિચાર પણ ન કરી શકું.
  તમારી સતત પ્રગતિ માટેની મારી ખૂબ ખૂબ શુબેચ્છાઓ.

  Like

 4. પ્રજ્ઞાબેન અને દાવડા સાહેબ,આપે,મને મારો પરિચય કરાવ્યો તે બદલ આભાર.સાત સમંદર પારથી હેમંતભાઈએ વ્યક્ત કરેલી લાગણીઓની હું ખૂબ આભારી છું.આ પતિ-પત્નીની ‘બેઠક’ માં હમેશા ખોટ લાગે છે.પરંતુ ગેરહાજર રહીને પણ હમેશા હાજર રહે છે,તે ગમે છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.